SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ અશ્રુતે કરેલ પરમાત્માની સ્તુતિ. સર્ગ ૨ જે ઝરતા પસીનાના લીપણાની કથા પણ કેમ સંભવે? હે વીતરાગ ! તમારું અંતકરણ માત્ર રાગ રહિત છે એમ નથી, પણ તમારા શરીરમાં રુધિર પણ દૂધની ધાર જેવું શ્વેત છે. તમારામાં બીજું પણ જગથી વિલક્ષણ છે એમ અમે કહી શકીએ છીએ, કારણ કે તમારું માંસ પણ નહીં બગડેલું, અબીભત્સ અને શુભ્ર છે. જળ તથા સ્થળમાં ઉત્પન્ન થયેલી અપની માળાને છોડીને ભ્રમરાઓ તમારા નિઃશ્વાસની સુગંધને અનુસરે છે. તમારી સંસારસ્થિતિ પણ લેકેત્તર ચમત્કાર કરનારી છે, કારણ કે તમારા આહાર અને નિહાર પણ ચર્મચક્ષુગેચર થતા નથી.” એવી રીતે તેમની અતિશયગર્ભિત સ્તુતિ કરી, જરા પાછા ચાલી, અંજલિ જેડી પ્રભુની ભકિતને ભજનારા તે ઈદ્ર સુશ્રષા કરવામાં તત્પર થઈ રહ્યા એટલે બીજા બાસઠ ઈદ્રોએ પરિવાર સહિત અનુક્રમે અચુત ઈંદ્રની જેમ પ્રભુને અભિષેક કર્યો. અભિષેકને અંતે સ્તુતિ-નમસ્કાર કરી, જરા પાછા ફરી, અંજલિ જેડી દાસની જેમ તત્પર થઈ તેઓ પ્રભુની ઉપાસના કરવા લાગ્યા. પછી સૌધર્મકલ્પના ઈન્દ્રની જેમ ઈશાનકલ્પના ઈન્દ્ર અતિભકિતથી પોતાના દેહના પાંચ રૂપ કર્યા અને અદ્ધચંદ્રના જેવી આકૃતિવાળી અતિપાંડુકબલા નામની શિલા ઉપર ઇશાનકલ્પની જેમ એકરૂપે સિંહાસન ઉપર બેઠા. જિનભકિતમાં પ્રયત્નવાન એવા તેણે એક રથથી બીજા રથની જેમ શકેંદ્રના ઉલ્લંગથી પિતાના ઉલ્લંગમાં પ્રભુને આપણું કર્યા. એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધર્યું, બે રૂપે પ્રભુની બંને પડખે બે ચામર ધારણ કર્યા અને પાંચમા રૂપે ત્રિશૂળને હાથમાં રાખી જગત્પતિની પાસે તે ઊભા રહ્યા. તે વખતે પ્રતિહારની જેમ ઉદાર આકારવડે તે મનહર લાગતા હતા. પછી સૌધર્મક૫ના ઇન્દ્ર પિતાના અભિગિક દેવતાની પાસે તત્કાળ અભિષેકનાં ઉપકરણ મંગાવ્યાં અને ભગવાનની ચારે દિશાએ જાણે બીજા સ્ફટિકમણિના પર્વતો હોય તેવા સ્ફટિકમય ચાર વૃષભનાં રૂપ પિતે વિકવ્ય. એ ચાર વૃષભના આઠ ઇંગથી જળની ચંદ્રનાં કિરણોનાં જેવી ઉજજ્વળ આઠ ધારા ઉત્પન્ન થઈ તે અદ્ધરથી જ નદીઓની જેમ એકડી મળીને સમુદ્રની જેમ જગત્પતિના મસ્તક ઉપર પડવા લાગી. તેણે એમ જુદી જ રીતે પ્રભુને અભિષેક કર્યો, કારણ કે શકિતવંત પુરુષો કવિઓની જેમ અન્ય અન્ય પ્રકારની રચનાથી પિતાના આત્માને જણાવે છે. અમ્યુરેંદ્રની જેમ તેણે માર્જન, વિલેપન, પૂજા, અષ્ટમંગળિકનું આલેખન અને આરાત્રિક એ સર્વ કાર્ય - વિધિયુકત કર્યા. પછી શકસ્તવથી જગત્પતિને વંદના-નમસ્કાર કરી હર્ષથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે સ્તુતિ કરી– “હે ત્રણ ભુવનના અધિપતિ ! વિવેકવન્સલ! પુણ્યલતાને ઉત્પન્ન કરવામાં નવીન મેઘ સમાન એવા હે જગપ્રભુ ! તમે જય પામે. હે સ્વામિન ! પર્વતમાંથી જેમ સરિતાને ઘ ઉતરે તેમ આ જગતને પ્રસન્ન કરવાને તમે વિજય નામના વિમાનથી ઉતરેલા છે. હે ભગવાન્ ! મોક્ષરૂપી વૃક્ષનાં જાણે બીજ હોય તેવાં ઉજજવળ ત્રણ જ્ઞાન, જળમાં શીતળતાની જેમ તમારે જન્મથી જ સિદ્ધ છે, હે ત્રિભુવનાધીશ ! પણની સામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy