SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ જું. દિશાકુમારીઓના આસનોને કપ. ૨૩૭ છાતા દેવીઓ જાણે ગર્ભમાં રહેલા પ્રભુને હમેશાં અર્થ આપવાને ઉદ્યમવંત થઈ હોય તેમ ત્યાં પંચવણી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગી, મહાદેવીના ભાવને જાણનારી તિષ્ક દેવીએ સમયને અનુકૂળ તેમ સુખકારી લાગે તે પ્રમાણે પ્રકાશ કરવા લાગી, વનદેવીએ દાસીની જેમ તેરણદિક રચવા લાગી અને અન્ય દેવાંગનાઓ બંદીલોકની સ્ત્રીઓની જેમ વિજયાદેવીની સ્તુતિ કરવા લાગી. એવી રીતે સર્વ દેવીઓ પોતાના અધિદેવતાની જેમ પ્રતિદિન તેમની અધિક અધિક સેવા કરવા લાગી. મેઘઘટા જેમ સૂર્યના બિંબને અને પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ મહાદેવી વિજયા અને વૈજયંતી ગર્ભને વહન કરવા લાગી જળસંપૂર્ણ તલાવડી જેમ મધ્યમાં ઊગેલા સુવર્ણ કમળથી અધિક શેભે તેમ સ્વભાવે સુંદર એવી તે બંને દેવીઓ ગર્ભ ધારણ કરવાથી અધિક શબવા લાગી. સુવર્ણની કાંતિના જેવું તેમનું ગોરું મુખકમળ હાથીના દાંતને છેદવાથી થયેલી કાંતિના જેવી પીળાશને ધારણ કરવા લાગ્યું. સ્વભાવથી કર્ણ સુધી વિસ્તૃત થયેલાં તેમનાં લોચન શરદુઋતુના કમળની જેમ અધિક વિકાસ પામવા લાગ્યાં. તત્કાળ માર્જન કરીને ઉજાળેલી સુવર્ણ શલાકાની જેમ તેમનું લાવણ્ય અધિક વધવા લાગ્યું, નિરંતર મંથરગતિ (મંદગતિ) એ ચાલનારી તે દેવીઓ મદથી આળસુ થયેલી રાજહંસીની જેમ અતિ મંદપણે ચાલવા લાગી. બન્નેના સુખદાયક ગર્ભ નદીમાં ઊગેલ કમળનાળની જેમ અને છીપમાં ઉત્પન્ન થયેલ મૌક્તિક રત્નની જેમ અતિ ગૂઢ રીતે વૃદ્ધિ પામવા લાગ્યા. એમ નવ માસ અને સાડાઆઠ દિવસ વ્યતીત થયે માઘ માસની શુકલ અષ્ટમીને દિવસે શુભ મુહૂતે સર્વ ગ્રહે ઊંચ સ્થાને રહ્યા હતા તે સમયે રેહિણી નક્ષત્રમાં સત્ય અને પ્રિય વાણી જેમ પુણ્યને જન્મ આપે તેમ વિજયાદેવીએ ગજલાંછનવાળા એક પુત્રને જન્મ આપે.' દેવીને અને પુત્રને પ્રસવ સંબંધી કાંઈ પણ દુઃખ થયું નહી; કારણ કે તીર્થકરને તે સ્વાભાવિક પ્રભાવ છે. તે સમયે અકાળે ઉત્પન્ન થયેલ, મેઘ વિનાની વિજળીના પ્રકાશ જે ક્ષણવાર ત્રણ ભુવનમાં ઉદ્યોત થઈ રહ્યો. શરઋતુમાં પાથને વાદળાંની છાયાના સુખની જેમ ક્ષણવાર નારકીઓને પણ સુખ ઉત્પન્ન થયું. શરદુઋતુમાં જળની જેમ સર્વ દિશાઓમાં પ્રસન્નતા થઈ અને પ્રાતઃકાળે કમલાની જેમ લોકેને અધિક ઉલ્લાસ થયે. ભૂમિમાં પ્રસરતે પવન જાણે ભૂતલમાંથી ઉત્પન્ન થતો હોય તેમ અનુકૂળ થઈ દક્ષિણ તરફ મંદ મંદ વાવા લાગ્યા. ચિતરફ શુભસૂચક શકુને થવા લાગ્યાં, કારણ કે મહામાના જન્મથો સર્વ સારું જ થાય છે. તે સમયે પ્રભુની પાસે જવાની ઈચ્છાથી જાણે ઉત્સુક થયાં હોય તેવાં દિકુમારીએનાં આસને કંપાયમાન થયાં. સુંદર મુગટમણિની કાંતિના પ્રસારના મિષથી જાણે તેમણે ઉજજવળ કસુંબી વસ્ત્રના બુરખા ધર્યા હોય તેવી તે દિશાકુમારીએ શોભતી હતી. અમૃત- ઊર્મિઓથી ઉભરાતા જાણે સુધાકુંડ હાય તેવાં સ્વપ્રભાથી સંપૂર્ણ પૂરાયેલાં મેતીનાં કુંડળે તેમણે પહેર્યા હતાં, કુંડળાકારે હોવાથી ઇંદ્રધનુષની શેભાને અનુસરતા અને વિચિત્ર મણિઓથી રચેલાં કંઠાભરણે તેમણે ધારણ કર્યા હતાં, રત્નગિરિના શિખર ઉપરથી પડતા નિર્ઝરણાની શોભાને હરનારા સ્તન ઉપર રહેલા મુક્તાહારથી તેઓ મનહર લાગતી હતી, કામદેવે સ્થાપન કરેલાં જાણે સુંદર ભાથાં હોય તેવા માણિક્યનાં કંકણેથી તેમની ભુજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy