SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું ચક્રનું પૂજન. ૧૧૭ પછી નક્ષત્રોથી પરિવૃત ચંદ્રની જેમ મહર્ષિઓથી પરિવૃત ભગવંતે ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કર્યો. જાણે ભકિતથી હોય તેમ પ્રભુને માર્ગમાં જતાં વૃક્ષે નમતા હતા, કંટક અધમુખ થતા હતા અને પક્ષીઓ પ્રદક્ષિણા દેતા હતા. વિહાર કરતા પ્રભુને ઋતુ, ઇઢિયાર્થી અને વાયુ અનુકૂળ થતા હતા. જઘન્ય તેમની પાસે કેટી દે રહેતા હતા. જાણે ભવાંતરમાં ઉત્પન્ન થયેલા કર્મોનો છેદ કરતા જોઈને ભય પામ્યા હોય તેમ જગત્પતિને કેશ, સ્મશુ અને નખ વધતા નહેતા: પ્રભુ જ્યાં જતા ત્યાં વૈર, મરકી, ઈતિ, અવૃષ્ટિ, દુભિક્ષ, અતિવૃષ્ટિ, સ્વચક્ર તથા પરચક્રથી થતે ભય-એ ઉપદ્રવે થતા નહતા. એવી રીતે વિશ્વને વિસ્મય કરનારા અતિશયેથી યુકત થઈને સંસારમાં ભમતા જીવોને અનુગ્રહ કરવામાં એક બુદ્ધિવાળા તે નાભેય ભગવંત વાયુની પેઠે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા. इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरिते महाकाव्ये प्रथमपर्वणि भगवदीक्षा, छास्थविहार, केवलज्ञान, समवसरण ચાવો ના તૃતીયઃ સ ને રૂ *********ી ચતુર્થ સર્ગ. ********** –આ– હવે અહીં અતિથિની પેઠે ચક્રને માટે ઉત્કંઠીત થયેલા ભરતરાજા વિનીતાનગરીના મધ્ય માગે થઈને આયુધાગારમાં આવ્યા. ત્યાં ચક્રનું અવલોકન થતાં જ મહીપતિએ તેને પ્રણામ કર્યા; કેમકે ક્ષત્રીઓ અસ્ત્રને પ્રત્યક્ષ અધિદેવતા માને છે. ભારતે મોરપીંછી ગ્રહણ કરી ચક્રનું માર્જન કર્યું, જે કે એવા સુંદર ચક્રરત્નની ઉપર જ હતી નથી તે પણ ભકતનું તે કત્તવ્ય છે. પછી પૂર્વસમુદ્ર જેમ ઉદય પામતા સૂર્યને સ્નાન કરાવે તેમ મહારાજાએ પવિત્ર જળથી ચક્રને સ્નાન કરાવ્યું. મુખ્ય ગજપતિના પૃષ્ઠ ભાગની પેઠે તેના ઉપર ગશીર્ષ ચંદનના પૂજ્ય સૂચક તિલક કર્યા. પછી સાક્ષાત્ જયલક્ષમીની પેઠે પુષ્પ, ગંધ, વાસચૂર્ણ, વસ્ત્ર અને આભૂષણેથી તેની પૂજા કરી, તેની આગળ રૂપાના તંદુલ વડે અષ્ટ મંગળ આલેખ્યા અને તે જુદા જુદા મંગળથી આઠ દિશાની લહમીને વેષ્ટિત કરી દીધી. તેની પાસે પાંચ વર્ણના પુપેને ઉપહાર ધરીને પૃથ્વીને વિચિત્ર વર્ણવાળી કરી અને શત્રુઓના યશને દહન કરવાની પેઠે દિવ્ય ચંદનકરમય ઉત્તમ ધૂપ દહન કર્યો. પછી ચક્રધારી ભરતરાજાએ ચક્રને ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરુની પેઠે અવગ્રહંથી સાત આઠ પગલાં પાછા ચાલ્યા અને જેમ પિતાને કેઈ નેહી માણસ નમસ્કાર કરે તેમ મહારાજાએ ડાબા ગોઠણનું આકુંચન કરી જમણે ઢીંચણ પૃથ્વી ઉપર મૂકી ચક્રને નમસ્કાર કર્યો. પછી ત્યાંજ નિવાસ કરી પિતે જાણે સાકાર હર્ષ હોય તેમ પૃથ્વીપતિએ ચક્રને અષ્ટાન્ડિકા ઉત્સવ કર્યો. બીજા પણ ધનાઢ્ય લેકેએ ચક્રની પૂજાનો ઉત્સવ કર્યો; કેમકે પૂજિત માણસે જેની પૂજા કરે તેને બીજું કેણુ ન પૂછે ? - પછી તે ચક્રના દિગ્વિજ્યરૂપ ઉપગને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ભરતરાજાએ મંગળસ્નાન માટે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. આભરણે ઉતારીને અને સ્નાનચિત વસ્ત્ર ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy