SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ બલિ-હણ. સગ ૩ જે. સાધુઓને સર્વ શાસ્ત્ર જેમાં સમાયેલા છે એવી ઉત્પાદ, વિગમ અને પ્રોત્ર એ નામની પવિત્ર ત્રિપદીને ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે અનુક્રમે ચતુદશ પૂર્વ અને દ્વાદશાંગી રચી. પછી દેવતાઓથી વીંટાયેલા ઈંદ્ર દિવ્ય ચૂર્ણથી ભરેલ એક થાળ લઈને પ્રભુના ચરણ પાસે ઊભા રહ્યા, એટલે ભગવંતે ઉભા થઈને અનુક્રમે તેમની ઉપર ચૂર્ણક્ષેપ કરીને સૂત્રથી, અર્થથી, સૂત્રાર્થથી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી તેમને અનુગ અનુજ્ઞા આપી તથા ગણુની અનુજ્ઞા પણ આપી. ત્યાર પછી દેવતા, મનુષ્ય અને તેમની સ્ત્રીઓએ દુંદુભીના ધ્વનિપૂર્વક તેઓની ઉપર તરફથી વાસક્ષેપ કર્યો. મેઘના જળને ગ્રહણ કરનારા વૃક્ષની જેમ પ્રભુની વાણીને ગ્રહણ કરનારા સવે ગણધરે અંજલિ જોડીને ઊભા રહ્યા. પછી ભગવંતે પૂર્વવત્ પૂર્વાભિમુખ સિંહાસને બેસી પુનઃ શિક્ષામય ધર્મદેશના આપી. તે વખતે પ્રભુરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી દેશનારૂપી ઉદ્દામ વેલાની મર્યાદા સદેશ પ્રથમ પૌરુષી પૂરી થઈ. ' એ સમયે અખંડ તિરા રહિત અને ઉજજવળ શાલથી બનાવેલે, ચાર પ્રસ્થ એટલે અને થાલમાં રાખેલ બલિ સમવસરણના પૂર્વ દ્વારથી અંદર લાવવામાં આવ્યું. દેવતાઓએ તેમાં સુગંધી નાખી બમણે સુગંધી કર્યો હતો, પ્રધાન પુરુષોએ તેને ઉપાડેલું હતું, ભરતેશ્વરે કરાવેલ હતું અને તેની આગળ થતાં દુંદુભીના નિષથી દિશાઓના મુખભાગ પ્રતિષિત થઈ રહ્યા હતા. તેની પાછળ મંગલ ગીત ગાતી ગાતી સ્ત્રીઓ ચાલતી હતી. જાણે પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પુણ્યરાશિ હોય તેમ તે પૌરલોકથી ચોતરફ આવૃત્ત થયેલું હતું, પછી જાણે કલ્યાણરૂપી ધાન્યનું બીજ વાવવાને માટે હોય તેમ તે બલિને પ્રભુની પ્રદક્ષિણા કરાવીને ઉછાળવામાં આવ્યો. મેઘના જળને જેમ ચાતક ગ્રહણ કરે તેમ આકાશમાંથી પડતા તે બલિના અર્ધભાગને દેવતાઓએ અંતરીક્ષમાં જ ગ્રહણ કર્યો અને પૃથ્વી ઉપર પડયા પછી તેને અર્ધ ભાગ ભરતરાજાએ ગ્રહણ કર્યો અને અવશેષ રહે તે શેત્રીઓની જેમ લેકેએ વહેંચી લીધા. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રે નાશ પામે ફરીથી છ માસ પત નવા રોગ ઉત્પન્ન થતા નથી. પછી સિંહાસનથી ઉડી પ્રભ ઉત્તર દ્વારના માર્ગમાંથી બહાર નીકળ્યા. પદ્મખંડની આસપાસ જેમ ભમરાઓ ફરી વળે તેમ સર્વ ઈંદ્ર તે વખતે સાથે ચાલ્યા. રત્નમય અને સુવર્ણમય વપ્રના મધ્યભાગમાં ઇશાનખૂણે રહેલા દેવદામાં પ્રભુ વિશ્રામ લેવાને બેઠા. તે સમયે ગણુધરેમાં મુખ્ય એવા કષભસેને ભગવંતના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના દેવા માંડી; કેમકે સ્વામીને ખેદમાં વિનેદ, શિષ્યનું ગુણદીપન અને બંને તરફ પ્રતીતિ એ ગણધરની દેશનાના ગુણ છે. જ્યારે ગણુધર દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વે પ્રભુને પ્રણામ કરી પોતપોતાને સ્થાને ગયા. આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થતાં ગોમુખ નામને એક યક્ષ પ્રભુની પાસે રહેનાર અધિષ્ઠાયક છે. તેને જમણી બાજુના બે હાથમાંથી એક વરદાન ચિહ્નવાળે હતું અને એકમાં ઉત્તમ અક્ષમાળા શોભતી હતી, ડાબી બાજુના બે હાથમાં બીરું અને પાશ હતા. સુવર્ણના જે તેને વર્ણ હતું અને હાથીનું તેને વાહન હતું. તેમજ રાષભદેવ પ્રભુના તીર્થમાં તેમની પાસે રહેનાર એક પ્રતિચકા(ચક્રેશ્વરી) નામે શાસનદેવી થઈ. સુવર્ણના જેવી તેની કાંતિ હતી અને ગરૂડ ઉપર તેનું આસન હતું, તેની જમણી ચાર ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, બાણુ, ચક્ર અને પાશ હતા અને ડાબી ચાર ભુજાઓમાં ધનુષ, વજા, ચક્ર અને અંકુશ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy