SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું પુંડરીક વિગેરેએ સ્વીકારેલ દીક્ષા. ૧૧૫ જેમાં શક્તિપૂર્વક ભાગ ઉપભેગની સંખ્યા કરાય તે ગોપાગમમાણ નામે બીજું ગુણવ્રત કહેવાય છે. આર્તા, રૌદ્ર-એ બે અપધ્યાન, પાપકર્મને ઉપદેશ, હિંસક અધિક રનું આપવું તથા પ્રમાદાચરણ-એ ચાર પ્રકારે અનર્થદંડ કહેવાય છે. શરીરાદિ અર્થદંડના પ્રતિપક્ષીપણે રહેલ અનર્થદંડનો ત્યાગ કરે તે ત્રીજું ગુણવ્રત કહેવાય છે. આ અને રોદ્ર ધ્યાનને ત્યાગ કરીને તથા સાવદ્ય કમને છોડી દઈ મુહુર્તા(બે ઘડી) સુધી સમતા ધારણ કરવી તે સામાયિક વ્રત કહેવાય છે. દિવસ અને રાત્રિ સંબંધી દિગદ્ગતમાં પરિમાણું કરેલું હોય તેનું સંક્ષેપન કરવું તે દશાવકાશિક વ્રત કહેવાય છે. ચાર પર્વશીને દિવસે ઉપવાસ વિગેરે તપ કર, કુવ્યાપાર(સંસાર સંબંધી વ્યાપાર)નો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું અને બીજી સ્નાનાદિક ક્રિયાને ત્યાગ કરે તે પૌષધબત કહેવાય છે. અતિથિ(મુનિ)ને ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર અને સ્થાન(ઉપાશ્રય)નું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે. મેક્ષની પ્રાપ્તિને માટે યતિ અને શ્રાવકોએ સમ્યક્ એવા ત્રણ રત્નોની હંમેશાં ઉપાસના કરવી.” આ પ્રમાણેની દેશના સાંભળીને તરત જ ભારતના પુત્ર ઋષભસેને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી–સ્વામિન્ ! કપાયરૂપી દાવાનલથી દારુણ એવા આ સંસારરૂપી અરયમાં આપે નવીન મેઘની જેમ અદ્વિતીય તત્ત્વામૃત વરસાવ્યું છે. હે જગત્પતિ! જેમ ડૂબતા માણસોને વહાણ મળે, તૃષિતજનેને પાણીની પરબ મળે, શીતા જનેને અગ્નિ મળે, તાપાત્ત જનેને વૃક્ષની છાયા મળે, અંધકારમાં મગ્ન થયેલાને દીવ મળે, દરિદ્રીને નિધાન મળે, વિષ પીડિતને અમૃત મળે, રોગી જનેને ઔષધિ મળે, દુષ્ટ શત્રુઓએ આક્રાંત કરેલા લેકેને કિલ્લાને આશ્રય મળે-તેમ સંસારથી ભય પામેલા પ્રાણીઓને તમે પ્રાપ્ત થયા છે; | માટે હે દયાનિધિ ! રક્ષા કરે, રક્ષા કરે. પિતા, માતા, ભ્રાતા, ભત્રીજા અને બીજા સ્વ જને, જેઓ આ સંસારભ્રમણમાં એક હેતુરૂપ છે અને તેથી અહિતકારી હોય તેવા છે તેઓની શું જરૂર છે? હે જગતશરણ્ય ! હે સંસારસમુદ્રમાંથી તારનાર ! મેં તે આપને આશ્રય કર્યો છે માટે મને દીક્ષા આપો અને મારા ઉપર પ્રસન્ન થાઓ.” એ પ્રમાણે કહીને ત્રકષભસેને ભરતના બીજા પાંચશે પુત્ર અને સાતશે પૌત્રની સાથે વ્રત ગ્રહણ કર્યું. સુરઅસુરોએ કરેલ પ્રભુને કેવળજ્ઞાનમહિમા જઈને ભરતના પુત્ર મરિચિએ પણ વ્રત ગ્રહણ કર્યું. ભરતે આજ્ઞા આપવાથી બ્રાહ્મીએ પણ વ્રત ગ્રહણ કર્યું, કેમકે લઘુકમવાળા છાને ઘણું કરીને ગુરુને ઉપદેશ શાક્ષીમાત્ર જ હોય છે. બાહુબલિએ મુક્ત કરેલી સુંદરી પણું વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવતી હતી, પણ ભરતે નિષેધ કર્યો એટલે તે પ્રથમ શ્રાવિકા થઈ. પ્રભુને સમીપે ભરતે શ્રાવકપણું અંગીકાર કર્યું, કેમકે ભેગકર્મ ભગવ્યા સિવાય વ્રત(ચારિત્ર) પ્રાપ્ત થતું નથી. મનુષ્ય, તિર્યંચ અને દેવતાએની પર્ષદામાંથી કોઈએ વ્રત ગ્રહણ કર્યું, કઈ શ્રાવકત્વ પામ્યા અને કેઈએ સમકિત ધારણ કર્યું. પેલા રાજતાપમાંથી કચ્છ અને મહાકચ્છ સિવાય બીજા સર્વેએ સ્વામીની પાસે આવી પુનઃ હર્ષપૂર્વક દીક્ષા અંગીકાર કરી. ઋષભસેન(પુંડરીક) વિગેરે સાધુઓ, બ્રાહ્યી વિગેરે સાધ્વીઓ, ભરત વિગેરે શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકાઓએમ ચતવિધ સંઘની વ્યવસ્થા ત્યારથી શરુ થઈ જે અદ્યાપિ સુધી ધર્મના એક શ્રેષ્ઠ ગૃહરૂપ થઈને પ્રર્વતે છે. તે સમયે પ્રભુ ગણધરનામકર્મવાળા અષભસેન વિગેરે ચોરાશી સદ્દબુદ્ધિવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy