________________
૨૯૬ ચક્રીનું માગધકુમાર દેવને સાધવું.
સર્ગ ૪ થે. હાથમાં દંડરત્ન લઈ રાજાની આગળ ચાલ્યો. સવ ઉપદ્રવ-ઝાકળને હરણ કરવામાં દિનરત્ન સમાન પુરોહિતરત્ન રાજાની સાથે ચાલ્યો. ભેજનદાનમાં સમર્થ અને સિન્યને મુકામે મુકામે ગૃહને અધિપતિ એવો ગૃહીરત્ન જાણે જંગમ ચિત્રરસ નામનું કલ્પવૃક્ષ હોય તેમ સગર રાજાની સાથે ચાલ્યો. તત્કાળ નગર વિગેરેને રચવામાં સમર્થ, પરાક્રમવાળે, વિશ્વકર્મા સદશ વદ્ધકીરત્ન પણ રાજાની સાથે ચાલે. ચક્રવતીના કરસ્પર્શથી વિસ્તાર પામવાવાળા છત્રરત્ન અને ચર્મરત્ન અનુકળ પવનના સ્પર્શથી જેમ વાદળ ચાલે તેમ સાથે ચાલ્યા. અંધકારને નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાંકિણીરત્ન જંબુદ્વીપના લઘુ રૂપ થયેલા જાણે બે સૂર્ય હોય તેમ સાથે ચાલ્યા. બહુ દાસીઓના પરિવારવાળું અંતાપુર ત્રીયારાજ્યથી આવ્યું હોય તેમ ચક્રીની છાયાની જેમ સાથે ચાલ્યું. દિશાઓને પ્રકાશ કરતું હોવાથી દૂરથી જ દિગ્વિજયને સ્વીકાર કરતું ચક્રરત્ન ચક્રવર્તીના પ્રતાપની જેમ તેમની આગળ પૂર્વાભિમુખ ચાલ્યું. પુષ્કરાવત્ત મેઘના શબ્દની જેવા પ્રયાણું વાજિંત્રના શબ્દોથી દિગગજેને ઉત્કણું કરતે, ચક સાથે ચાલતા અશ્વોની ખરીઓથી ઉખડીને ઊડેલી રજવડે સંપુટપુટની જેમ ઘાવાભૂમિને એક કરતે, રથ અને હસ્તિ ઉપર રહેલી વજાઓના અગ્રભાગમાં રચેલા પાડીને જાતિના મગરાદિથી જાણે આકાશરૂપી મહાસમુદ્રને જલજંતુ સહિત કરતે હોય તેમ જણ, સાત બાજુએ ઝરતા મદજળની ધારાવૃષ્ટિથી શેભતા હાથીઓની ઘટાના સમૂહથી દુનિને બતાવતે, ઉત્સાહથી ઠેકડા મારતા હોવાથી જાણે સ્વર્ગમાં ચડવાને ઈચ્છતા હોય તેવા કોટીગમે પાયદળેથી પૃથ્વીને ચોતરફ ઢાંકી દેતે, સેનાપતિની જેમ આગળ ચાલતા અસહ્ય પ્રતાપવાળા અને સર્વત્ર અંકુઠિત શકિતવાળા ચક્રરત્નથી શોભતે, સેનાનીએ ધારણ કરેલા દંડર–વડે હળથી ક્ષેત્રભૂમિની જેમ સ્થલાદિકમાં વિષમ થયેલી પૃથ્વીને સમર કરતો અને દરરોજ એક એક યેજનના પ્રયાણુથી ભદ્રદ્વીપની જેમ લીલાવડે રસ્તાને કાપતો એ ઈન્દ્રતુલ્ય મહારાજા કેટલાક દિવસોએ પૂર્વ દિશામાં ગંગાનદીના મુખ ઉપર તિલકસદશ માગધક્ષેત્ર સમીપે આવી પહોંચે.
ત્યાં સગરચક્રીની આજ્ઞાથી વહેંકીરને વિનીતાનગરીને જાણે અનુજ બંધુ હોય તે સ્કંધાવાર રચ્યું. આકાશ સુધી ઊંચી અને વિશાળ એવી અનેક હસ્તિશાળાઓથી, મોટી ગુફાઓના જેવી હજારે અશ્વશાળાઓથી, વિમાનની જેવી હવેલીઓથી, મેઘની ઘટા જેવા મંડપથી, જાણે એક બીજાએ કરી હોય તેવી સરખી આકૃતિવાળી દુકાનોથી અને
ગાટક વિગેરેની રચનાથી રાજમાર્ગની સ્થિતિને બતાવતે તે સ્કંધાવાર શોભતે હતે. નવ જન તેને વિસ્તાર હતું અને બાર યેાજન તેની લંબાઈ હતી. ત્યાં પૌષધશાળામાં રાજાએ માગધતીર્થકુમારદેવનું મનમાં ધ્યાન કરીને અઠ્ઠમતપ કર્યું, અને ત્રણ દિવસ પર્યત સર્વ નેપથ્ય છડી, દર્ભના સંતારાને આશ્રય કરી, શસ્ત્ર રહિત અને બ્રહ્મચારી થઈ જાગ્રતપણે રહ્યા. અઠ્ઠમતપ પૂર્ણ થયું એટલે રાજાએ પૌષધગ્રહથી નીકળી પવિત્ર જળથી સ્નાન કર્યું. પછી પાંડુવર્ણ ધ્વજાએ ઢંકાયેલા, નાના પ્રકારના હથિયારોથી ભરેલો હોવાથી ફીણ અને જલજંતુવાળા સમુદ્રની જેવા જણાતા. ચારે બાજુ લટક્તી ચાર દિવ્ય ઘંટાઓથી, ચાર ચંદ્રસૂર્યોથી જેમ મેરુ શોભે તેમ શોભતા અને ઉચ્ચશ્રવા અશ્વની જેવા
૧ સૂર્ય. ૨ આકાશ અને પૃથ્વીને. ૩ સપાટ, ૪ ના ભાઈ ૫ છાવણું. ૬ ચક્ર પણાને વેશ, ૭ ઇન્દ્રને અસ્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org