SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ અનુત્તર વિમાનનું વર્ણન. સર્ગ ૨ જે. પણ ઉત્તરક્રિય નિર્માણ કરીને સ્થાનાંતરે જતા નથી. પિતાની અવધિજ્ઞાનની સંપત્તિથી તેઓ આખી લોકનાલિકાનું અવેલેકન કર્યા કરે છે. તેમને આયુષ્યના સાગરોપમના સંખ્યા જેટલા પક્ષેએ એટલે તેત્રીશ પક્ષોએ વાસ લેવું પડે છે અને તેટલાં હજાર વર્ષે એટલે તેત્રીશ હજાર વર્ષે ભેજનની ઈચ્છા થાય છે. એવી રીતના સુખદાયી તે વિમાનમાં ઉત્પન્ન થવાથી તેઓ નિર્વાણસુખના જેવું ઉત્તમ સુખ અનુભવવા લાગ્યા. એ પ્રમાણે વત્તતાં જ્યારે આયુષ્યમાં છ માસ અવશેષ રહ્યા ત્યારે બીજા દેવતાની પેઠે તેમને મેહ ન થયો, પણ પુણ્યદય નજીક આવવાથી તેમનું તેજ વૃદ્ધિ પામ્યું. અમૃતના દ્રહમાં હંસની પેઠે અદ્વૈત સુખના વિસ્તારમાં મગ્ન થયેલા તે દેવે તે સ્થાનકે તેત્રીશ સાગરેપમ પ્રમાણુ આયુષ્યને એક દિવસની પેઠે નિર્ગમન કર્યું. 2 इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये द्वितीये पर्वणि श्रीअजितस्वामीपूर्वभववर्णनो नाम प्रथमः सर्गः ॥ १ ॥ સર્ગ બીજ. ~ આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રની અંદર જાણે પૃથ્વીની શિરોમણિ હોય તેવી વિનીતા નામની નગરીને વિષે ત્રણ જગતના સ્વામી આદિ તીર્થકર શ્રી ઋષભદેવજીના મોક્ષકાળ પછી તેમના ઈક્વાકુવંશમાં અસંખ્ય રજાઓ પિતાના શુભ ભાવવડે સિદ્ધિપદને અને સર્વાર્થસિદ્ધ વિમાનને પ્રાપ્ત થયા, અનંતર જિતશત્રુ નામે રાજા થયા. ઈક્વાકુવંશને વિષે વિસ્તાર કરેલા છત્રરૂપ એ રાજા વિશ્વના સંતાપને હરણ કરનાર હતા. વિસ્તાર પામેલા ઉજજવળ યશથી તેના ઉત્સાહ વિગેરે ગુણે ચંદ્રવડે નક્ષત્રોની પેઠે સનાથપણું પામ્યા હતા. તે સમુદ્રની જેવા ગંભીર હતા. ચંદ્રની જેવા આહલાદકારી હતા, શરચ્છને વજીના ઘરરૂપ હતા અને લહમીરૂપી લતાના મંડપ હતા. સર્વ મનુષ્ય અને દેવતાના હૃદયમાં સ્થાન કરનાર તે રાજા સમુદ્રમાં ચંદ્રની પેઠે એક છતાં પણ અનેકપણે જણાતા હતા. દિશાઓના ચકને આકાંત કરનારા પિતાના દુસહ તેજથી તે મધ્યાહુનના સૂર્યની પેઠે સર્વ જગતને માથે તપી રહ્યા હતા. પૃથ્વી ઉપર રાજ્ય કરતા એ રાજાના શાસનને સર્વ રાજાએ મુગટની પેઠે પિતાના શિર ઉપર ધારણ કરતા હતા. મેઘ જેમ પૃથ્વી પરથી જળ ગ્રહણ કરીને પાછું આપે તેમ તે પૃથ્વીમાંથી દ્રવ્ય ગ્રહણ કરી વિશ્વના ઉપકારને માટે પાછું આપતા હતા. નિત્ય તે ધર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy