________________
પર્વ ૧ લું શ્રેયસે સમજાવેલ પરમાત્માનું સ્વરૂપ
- ૧૦૧ વને ઉક્ષેપ કરવા લાગ્યા. (તીર્થકરને પ્રતિલાભવાથી એ પંચ દિવ્ય પ્રગટ થયા). વિશાખ માસની શુકલ તૃતીયાના દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પવ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રત્યે અને બાકીને સર્વ વ્યવહાર અને નીતિને ક્રમ ભગવંતથી પ્રત્યે.
પ્રભુએ કરેલ પારણથી અને તે વખતે થયેલ રત્નાદિકની વૃષ્ટિથી વિસ્મય પામી રાજાઓ અને નગરલોકે શ્રેયાંસના મંદિરમાં આવવા લાગ્યા. કચ્છ અને મહાક૭ વિગેરે ક્ષત્રિયતાપસે પણ પ્રભુના પારણાની વાત સાંભળવાથી અત્યંત હર્ષવંત થઈને ત્યાં આવ્યા. રાજાઓ, નાગરિકે અને જનપદજને માંચ વડે પ્રફુલ્લિત થઈ શ્રેયાંસને આ પ્રમાણે કહેવા લાગ્યા- “હે કુમાર ! તમે ધન્ય છે અને પુરુષોમાં શિરોમણિ છે, કેમકે તમારે આપેલ ઈક્ષરસ પણ સ્વામીએ ગ્રહણ કર્યો અને અમે સર્વસ્વ આપતા હતા તે પણ તેને તૃણ તુલ્ય ગણીને પ્રભુએ સ્વીકાર્યું નહીં. અમારા ઉપર પિતે પ્રસન્ન થયા નહીં. પ્રભુ એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ફર્યા તે પણ અમારું કેઈનું આતિથ્ય ગ્રહણ કર્યું નહીં; તેથી ભક્તપણાનું માન ધરાવનાર અમને ધિક્કાર છે ! અમારા મંદિરમાં વિશ્રામ કર તથા અમારી વસ્તુનું ગ્રહણ કરવું તે તે દૂર રહે, પણ આજ સુધી વાણીથી પણું પ્રભુએ અમને સંભવિત કર્યા નહીં. જેમણે પૂર્વે લાખે પૂર્વ સુધી અમારું પુત્રોની પેઠે પાલન કર્યું છે તે પ્રભુ હમણાં જાણે પરિચય જ ન હોય તેમ અમારી સાથે વર્તે છે.”
શ્રેયાંસે કહ્યું- તમે એમ શા માટે કહે છે ? આ સ્વામી પૂર્વની પેઠે હાલમાં પરિગ્રહધારી રાજા નથી, પણ હમણાં તો તેઓ સંસારરૂપી આવજો (ભમરી)થી નિવૃત્ત થવાને માટે સમગ્ર સાવધ વ્યાપારનો ત્યાગ કરીને યતિ થયેલા છે. જે ભાગના ઈચ્છક હોય તે સ્નાન–અંગરાગ–આભૂષણ અને વસ્ત્રોને સ્વીકાર કરે, પણ તેથી વિરક્ત થયેલા પ્રભુને તે વસ્તુઓની શી જરૂર હોય ? જે કામને વશ હોય તે કન્યાને સ્વીકાર કરે પણ કામદેવને જીતનારા સ્વામીને તે કામિનિઓ અત્યંતપણે પાષાણ સમાને છે. જે પૃથ્વીના રાજ્યની ઈચ્છાવાળા હોય તે હાથી, ઘોડા વિગેરે ગ્રહણું કરે, પણ સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરનારા પ્રભુને તે એ સર્વ દગ્ધ થયેલા વસ્ત્ર જેવા છે. જે હિંસક હોય તે સજીવ ફલાદિ ગ્રહણ કરે, પણ આ દયાળુ પ્રભુ તે સર્વ જીવને અભય આપનારા છે તેથી તેઓ ફક્ત એષણીય, કલપનીય અને કામુક અન્નાદિકને ગ્રહણ કરે છે, પણ તમે મુગ્ધ લેકે તે જાણતા નથી.”
તેઓએ કહ્યું- યુવરાજ ! આ શિલ્પાદિક જે આજે પ્રવર્તે છે તે પૂર્વે ત્રભુએ બતાવેલ છે તે ઉપરથી સર્વ લોકો જાણે છે અને તમે જે કહે છે તે તે કાંઈ સ્વામીએ જણાવ્યું નથી તેથી અમે કાંઈ જાણતા પણ નથી. તમે આ શી રીતે જાણ્યું ? એ કહેવાને આપ ગ્ય છે, માટે કૃપા કરી કહે.”
યુવરાજે કહ્યું- “ગ્રંથના અવલેકનથી જેમ બુદ્ધિ ઉત્પન્ન થાય તેમ ભગવંતના દર્શનથી મને જાતિસમરણ થયું છે. સેવક જેમ એક ગામથી બીજે ગામ જાય તેમ સ્વર્ગ અને મૃત્યુલોકમાં વારાફરતી આઠ ભવ સુધી હું સ્વામીની સાથે ફર્યો છું. આ ભવથી અતિક્રાંત થયેલા ત્રીજા ભવમાં વિદેહભૂમિમાં ભગવંતના પિતા વજસેન નામે તીર્થકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org