Page #1
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી.
મૈત્રી
અનિષ્ઠ,
સમતલ
11ની વ્સઇની.
સરળALL
શ્રદ્ધેય શ્રી આત્માનંદજી
શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર
| કોબા - ૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર, ગુજરાત
For Private & Personal use
Page #2
--------------------------------------------------------------------------
________________
8
સાધક સાથી
ભાગ ૧-૨
લેખક : પરમ શ્રદ્ધેયશ્રી આત્માનંદજી
પ્રકાશક :
શ્રી સત્કૃત-સેવા-સાધના-કેન્દ્ર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨ ૦૦૯ ગુજરાત
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:
પ્રકાશન સમિતિ (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબા - ૩૮૨ ૦૦૭. (જિ. ગાંધીનગર)
નકલ ૩COO
પ00 GOO
ભાગ ૧ ભાગ ૧ ભાગ ૨ ભાગ ૧-૨ ભાગ ૧-૨ ભાગ ૧-૨ ભાગ ૧-૨ ભાગ ૧-૨ ભાગ ૧-૨ ભાગ ૧-૨ ભાગ ૧-૨
આવૃતિ પહેલી બીજી પહેલી સંયુક્ત બીજી ત્રીજી ચતુર્થ પાંચમી
છઠ્ઠી સાતમી આઠમી
સન ૧૯૭૮ ૧૯૮૦ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૨ ૧૯૮૪ ૧૯૮૮ ૧૯૯૩ ૧૯૯૬ ૨૦૦૨ ૨૦૦૭
૨૦OO ૨ ૫OO ૨OOO ૧OOO ૧OOO ૧૫) ૨000
મૂલ્ય : વ. ૮૦.૦૦
પ્રાપ્તિ થાન : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર,
કોબા-૩૮૨૦૦૭. (જિ. ગાંધીનગર) ફોન નં. (૦૭૯-૨૩૨૭૬ ૨૧૦/૪૮૩/૪૮૪/૪૮૬)
તથા
અન્ય પુસ્તક વિક્રેતાઓ.
ભીખાભાઈ એસ. પટેલ
ભગવતી મુદ્રણાલય,
૧પ/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૪
Page #4
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
જેઓનાં જીવન અને ઉપદેશ વચનામૃતથી આ ગ્રંથ-લેખકના વર્તમાન
જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું, પરમ
પવિત્રતા પ્રાપ્ત કરવાની પુનઃ પુનઃ પ્રેરણા મળી અને જેમનો પ્રત્યુપકાર કોઈ પણ રીતે વાળી શકાવો સંભવતો નથી, તેવી લૌકિક અને લોકોત્તર ગુણોથી વિભૂષિત
મહાન ત્રિપુટી
(૧) શ્રમણ ભગવાન મહાવીર સ્વામી (૨) અપ્રમત્ત યોગીશ્વર શ્રીકુંદકુંદ સ્વામી (૩) પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી તેઓના કરકમળ વિશે સાદર સમર્પિત
- દાસાનુદાસ લેખક
Page #5
--------------------------------------------------------------------------
________________
આઠમી આવૃત્તિ પ્રસંગે.... આનુષંગિક ઉદ્બોધન
ઈ. સ. ૧૯૭૫ માં આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ તે સમાજની સેવામાં સાત્વિક, સંસ્કારપ્રેરક, રસપ્રદ, અને અભ્યાસી સાધકોને વિશેષપણે ઉપયોગી થાય તેવું સાહિત્ય નિરંતર પીરસતી રહી છે. અમોને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી, અંગ્રેજી, હિંદી અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં થઈને લગભગ ૪૫ ઉપરાંત નાના-મોટા ગ્રંથો બહાર પાડવામાં આવ્યા છે; જેની યાદી આ ગ્રંથમાં અન્યત્ર આપેલ છે. ભાવિમાં પણ હિંદી-અંગ્રેજીમાં નાની નાની જીવનોપયોગી પુસ્તિકાઓ, વિશેષપણે નવી પેઢીને રોજબરોજના જીવનમાં વધારે ઉપયોગી થાય તેવી, પ્રકાશિત કરવાની અમારી ભાવના છે.
આ ગ્રંથની આ આઠમી આવૃત્તિ પ્રગટ થાય છે અને તેની નિરંતર માંગ રહ્યા કરે છે; જે તેની બહુમુખી અને વિસ્તૃત ઉપયોગિતાનું સૂચક છે. તેનું અંગ્રેજી ભાષાંતર ‘Aspirant's Guide' ના નામથી બહાર પડેલ છે અને હિંદી ભાષામાં પણ તેને પ્રકાશિત કરવાની કાર્યવાહી ચાલે છે.
વાચકમિત્રોને પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના વાંચવા ભલામણ છે; જેમાં ગ્રંથ વિષે સર્વતોમુખી પ્રકાશ પાડેલ છે.
આવું સાત્વિક અને જીવનને ઉન્નત બનાવવામાં ઉપયોગી સાહિત્ય વધુ અને વધુ લોકો સુધી પહોંચે તેવી અમારી ભાવના છે; જેથી દેશ અને દુનિયાને ભવિષ્યમાં વધુ સારા નાગરિકો પ્રાપ્ત થાય. આ સત્કાર્યમાં સૌનો સહયોગ મળી રહેશે તેવી ભાવના અસ્થાને નહીં ગણાય એમ માનીએ છીએ.
વિનીત સાહિત્ય પ્રકાશન સમિતિ
Page #6
--------------------------------------------------------------------------
________________
સંસ્થાના મુખ્ય ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્યમૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન કરવું. * શિષ્ટ, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યનું
તેમજ સંસ્થાના આધ્યાત્મિક મુખપત્ર દિવ્યધ્વનિનું નિયમિતપણે પ્રકાશન કરવું. + અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધન-અનુશીલન
- ભક્તિસંગીતની સાધના તેમજ સત્સંગ-સ્વાધ્યાયના કાર્યક્રમોનું અવાર-નવાર આયોજન
કરવું. ને દેશ-વિદેશમાં વૈવિધ્યપૂર્ણ જીવનવિકાસલક્ષી શિબિરો તેમજ તીર્થયાત્રાઓના આયોજન
દ્વારા ઉમદા સંસ્કારોનું સિંચન કરવું. - સંસ્કારસિંચક-આ પ્રવૃત્તિઓ દ્વારા લોકમાનસમાં જીવનના ઉચ્ચ મૂલ્યો પ્રત્યે અભિરુચિ
કેળવવી અને આશ્રમ જીવન જીવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા. - રક્તદાન તથા વિવિધ પ્રકારનાં આરોગ્ય ચિકિત્સા કેમ્પોનું અવાર-નવાર (પ્રસંગોપાત) નિઃશુલ્ક આયોજન કરીને સમાજના સામાન્ય વર્ગના લોકોની સેવા કરવી.
( સંસ્થાનો પરિચય # વિદ્યા-ભક્તિ-આનંદધામ, લાયબ્રેરી તથા ધ્યાનકક્ષ
વિઘા ભક્તિ આનંદધામ, આશરે 500 મુમુક્ષુ ભાઈ-બહેનો એકી સાથે ભક્તિસ્વાધ્યાયનો લાભ લઈ શકે તેવો અતિ આધુનિક સુવિધાસભર હોલ છે; જેમાં વિવિધ પર્વોના પુનિત દિવસોમાં અનેક પ્રસિદ્ધ સ્વાધ્યાયકારો ભક્ત-શ્રોતાજનોને પોતાની વાણીનો લાભ આપે છે. અર્વાચીન સ્થાપત્યના નમૂનારૂપ આ સત્સંગ ધામમાં ત્રણ ગુરુદેવોનાં સૌમ્ય, શાંત, ભાવવાહી ચિત્રપટોની સ્થાપનાથી આ હોલની ભવ્યતામાં જાણે કે ઓર ઉમેરો થાય છે.
હોલની નીચેના ભાગમાં લગભગ ૧૫,૦૦૦ ઉપરાંત ગ્રંથોવાળું સમૃદ્ધ ગ્રંથાય (લાયબ્રેરી) છે તથા ત્યાં જ વ્યક્તિગત અને સામૂહિક ધ્યાનની સાધના અર્થે ભાઈઓ તથા બહેનો માટેનાં અલગ-અલગ ધ્યાનકક્ષોની વ્યવસ્થા છે. * આવાસની સુવિધાઓ
સત્સંગી ભાઈ-બહેનો માટે અલગ-અલગ રહેઠાણની અતિ સુંદર વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. કેન્દ્રના મુખ્ય બિલ્ડીંગમાં લગભગ ૧૦૦ ભાઈઓ, સામેના મહિલા ભવનમાં પણ લગભગ 100 બહેનો રહી શકે તેવી વ્યવસ્થા છે. કુટુંબ સહિત કે ગ્રુપમાં આવેલ સભ્યો માટે પણ વ્યક્તિગત આવાસની વ્યવસ્થા કેન્દ્રમાં ઉપલબ્ધ
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મંદિર અને સંતકુટિર
સાધના કેન્દ્રમાં પ્રવેશદ્વાર સામે જ જ્યાં પ્રભુ પાર્શ્વ, પ્રભુ ઋષભ, પ્રભુ મહાવીરની પ્રતિમાઓ વિધિવત્ સ્થાપિત થઈ છે તેવું ભવ્ય મંદિરજી આવેલ છે. મંદિરમાં આવેલ આ ત્રણે વીતરાગ પ્રતિમાઓ અત્યંત ભાવવાહી, સૌમ્ય, શાંતિદાયક અને ભવ્ય છે. મંદિરજીની બાજુમાં જ આવેલ સંતકુટિરમાં સંસ્થાના સ્થાપક, પ્રેરણામૂર્તિ ૫૨મ શ્રદ્ધેયશ્રી આત્માનંદજી બિરાજે છે. સ્વ-૫૨ કલ્યાણમાં અહોનિશ લાગેલા રહેતાં કરૂણામૂર્તિ પૂજ્ય સંતશ્રી આત્માનંદજી, તેમના સાધનાપ્રધાન જીવન અને વિશાળ શાસ્ત્રજ્ઞાન અને અનુભવવાણી દ્વારા અનેક સાધકોને માર્ગદર્શન પુરૂં પાડે છે.
$' કાર્યાલય અને સ્વાગતકક્ષ
સંસ્થાનું કાર્યાલય તથા સ્વાગતકક્ષ પૂજ્યશ્રી તથા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શનથી સંસ્થાના જ સહયોગી કાર્યકરો, નિષ્ઠાવાન સાધકવૃંદ અને નિયુક્ત થયેલા કર્મચારીગણના સંયુક્ત સહયોગથી ખૂબજ સુંદર-સુગમ રીતે ચાલે છે. વિનયી કાર્યકરો સંસ્થાની મુલાકાતે આવનાર દરેકે દરેક વ્યક્તિઓને તેમની જરૂરિયાત પ્રમાણેની સુવિધા તથા માર્ગદર્શન પુરું પાડે છે.
કાયમી ભોજનશાળા
એકી સાથે ૧૨૫ માણસો જમી શકે તેવી સુસજ્જિત ભોજનશાળા બારેમાસ ચાલુ રહે છે અને તેમાં કાયમી સાધકો તથા આગંતુક દર્શનાર્થીઓ માટે શુદ્ધસાત્ત્વિક ભોજનની વ્યવસ્થા છે. ગ્રુપમાં આવનાર દર્શનાર્થીઓએ કેન્દ્રને જમવારહેવા માટે આગોતરા જાણ કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત ૪૦૦ જેટલાં ભાઈ-બહેનો સ્વરુચિભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ભોજનશાળાની બાજુમાં જ કરેલ છે.
ગુરુકુળ
નવી પેઢીના સાંસ્કારિક ઘડતરના ઉદ્દેશથી, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓમાં વિદ્યાની સાથે સાથે સુસંસ્કારોનું પણ સિંચન થાય તે હેતુથી, આ સંસ્થામાં એક સુંદર ગુરુકુળ પણ નાના પાયા પર ચાલે છે.
વિદ્યાર્થીઓની સંખ્યા વધે, તેઓ વધુ તેજસ્વી બને અને આ આયોજન દ્વારા સમાજને ઉચ્ચત્તર નાગરિક મળે તે માટે, સ્કોલરશીપ આદિ આપી તેમને દરેક રીતે પ્રોત્સાહિત કરવાની અમારી ભાવના છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
આ પ્રસ્તાવના
ભારતની આ પવિત્ર ભૂમિમાં જ્ઞાન-ધ્યાન-તપ અને સંયમની સાધના દ્વારા પોતાના આત્માને પવિત્ર અને આનંદમય બનાવી અન્યને પણ તેવું ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપનારા સંતોની પરંપરા અતિ પ્રાચીનકાળથી ચાલી આવે છે. આ પરંપરાને અનુરૂપ સંતોનું અસ્તિત્વ આ ભૂમિ ઉપર કાયમ રહ્યું છે.
સામાન્યપણે છેલ્લાં એકસો વર્ષથી અને વિશેષપણે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારથી પાશ્ચાત્ય સંસ્કૃતિનું એક પ્રચંડ મોજું આપણા દેશ ઉપર ફરી વળ્યું છે અને આપણી અધ્યાત્મસંસ્કૃતિને પણ એક ખૂબ મોટો ધોખો પહોંચ્યો છે. આની અસર આપણા દેશના વિદ્યાર્થીઓ, યુવકો, ઉદ્યોગપતિઓ. રાજકારણીઓ અને સામાન્ય માનવીના મન ઉપર વધી છે, અને આર્યસંસ્કૃતિની ઉત્તમ, સાત્ત્વિક, પરોપકારી અને અધ્યાત્મપ્રધાન આચારસરણી તેમ જ વિચારશ્રેણીનો ઝડપથી રકાસ થઈ રહેલો દેખાય છે.
જોકે સામાન્ય સ્થિતિ ઉપર વર્ણવ્યા પ્રમાણેની છે, છતાં સત્યની વાટે ચાલવાની ભાવનાવાળા અને સંતોની વાણીમાં વિશ્વાસ કરનારા અનેક જિજ્ઞાસુઓ આજે પણ મળે છે જેઓ આધ્યાત્મિક મૂલ્યોને પોતાના જીવનમાં ઊંચું સ્થાન આપે છે. પરંતુ આવા જિજ્ઞાસુઓને સાધનામાર્ગમાં પ્રત્યક્ષ માર્ગદર્શન આપી શકે તેવા વિશિષ્ટ સંતો આજે જવલ્લે જ દેખાય છે જેથી તેઓને સન્શાસ્ત્રો અને સંતોના સાહિત્ય દ્વારા માર્ગદર્શન મેળવવાની જરૂર ઊભી થાય છે. આવા જિજ્ઞાસુઓમાં નેવું ટકાથી વધારે તો એવા છે કે જેમની પાસે જરૂરી પ્રજ્ઞાબળ, તુલનાત્મક વિવેકશક્તિ કે વિશિષ્ટ અધ્યયનશીલતા નથી, તેથી જ્યારે આવા સાધકો આધ્યાત્મિક માર્ગદર્શન માટે સાસ્ત્રો કે સંતોની વાણી પ્રત્યે વળે છે ત્યારે કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે.
પ્રથમ તો, ઉત્તમ કોટિનું અને વિશ્વસનીય સાહિત્ય મોટા ભાગે સંસ્કૃત, પ્રાકૃત અને જૂની હિંદી ભાષામાં લખાયેલું હોવાથી તેઓને માટે આ સાહિત્યની વ્યાવહારિક ઉપયોગિતા નથી. આ વાત વળી વેપારપ્રધાન એવા ગુજરાતને માટે ખાસ સત્ય છે, જ્યાં સંસ્કૃત વગેરે ભાષાઓના પઠનપાઠનમાં પરંપરાથી જ લોકોને ઓછો રસ છે. જોકે, મૂળ શાસ્ત્રોના ભાષાનુવાદના પ્રયત્નો દ્વારા કોઈ કોઈ ઠેકાણે આ મુશ્કેલીઓને નિવારવાનો સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ એવા અનુવાદિત સાહિત્યમાં પણ
Jain Education-International
.
Page #9
--------------------------------------------------------------------------
________________
એક જ વિષયનું અતિવિસ્તૃત પ્રતિપાદન, અધ્યાત્મપ્રધાન વ્યાવહારિક શૈલીની ન્યૂનતા, પારિભાષિક શબ્દોની બહુલતા, સંપ્રદાયનું આધીનપણું અને પ્રસ્તુત વિષયની જટિલતા આદિ વિવિધ અંતરાયો આવે છે.
આમ જૂનું સાહિત્ય ઉત્તમ કોટિનું હોવા છતાં પણ આજના સાધકોને તેની ઉપયોગિતા અલ્પ જ રહે છે. વળી જ્યારે છેલ્લાં સો-બસો વર્ષોમાં થયેલા કોઈ સંતમહાત્માનું સાહિત્ય વાંચવાનું તમને સૂચવવામાં આવે ત્યારે તે સાહિત્ય પણ તમને અઘરું લાગે છે, જુનવાણી લાગે છે અને વૈવિધ્યવાળું ન હોવાથી વાંચવાનો કંટાળો આવે છે. જોકે આમ લાગવાનું કારણ તેમની પોતાની જ અપરિપક્વ જિજ્ઞાસુદશા છે તો પણ હજુ નવા નવા સાધનામાર્ગ તરફ વળેલા અથવા સાધારણ સાધના કરેલી છે એવા આ સાધકવર્ગને સહાનુભૂતિપૂર્વકનું વલણ દાખવી તેમને પ્રોત્સાહિત કરવા તે જ યોગ્ય છે. આવા જિજ્ઞાસુઓ દ્વારા ઉદાર આશયવાળા, વિશ્વસનીય, સરળપણે સમજી શકાય તેવા અને વ્યવહારજીવનમાં ઉપયોગી થઈ શકે તેવા માર્ગદર્શક સાહિત્યની સતત માગ થતી રહે છે. યોગ્ય અવલંબન શોધતા એવા આ સાધકોને જો સમયસર સુલભ, સરળ અને સારરૂપ ઉત્તમ વાચનાદિની સામગ્રી પ્રાપ્ત થવાથી કોઈ વિશિષ્ટપણે પુષ્ટ કરનારું પ્રેરકબળ મળી જાય તો તો ડૂબતાને જેમ નાવ મળે કે ભૂખ્યાને જેમ ભોજન મળે તેમ તેમનો આત્મા નિરાંત અને ઉલ્લાસનો અનુભવ કરે છે. આમ થવાથી તેમનું જિજ્ઞાસાબળ ઘણું વધી જાય છે અને જો સાચી સાધનાના માર્ગે તેઓ ચડી જાય તો તેમના જીવનનું કલ્યાણ થવું સંભવે છે.
છેલ્લા થોડા દાયકાઓમાં આવું સુંદર અને ઉપયોગી સાહિત્ય સરળ ગુજરાતી ભાષામાં પીરસવાનું મોટા ભાગનું શ્રેય પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીને, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજને તથા અન્ય કેટલીક સંસ્થાઓમાં મુખ્ય શ્રી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, શ્રી શિવાનંદ સાહિત્ય સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (અગાસ) તથા શ્રી જૈન સ્વાધ્યાય મંદિર (સોનગઢ) છે. અમુક અંશે ઉપયોગી સાહિત્ય અરવિંદ આશ્રમ (પોંડિચેરી) તરફથી પણ અનુવાદિત થયેલું બહાર પડ્યું છે. આ સંસ્થાઓ તરફથી પ્રગટ થયેલું સાહિત્ય જોકે મુખ્યપણે અનુવાદરૂપે છે છતાં અમુક સાહિત્ય પ્રથમથી જ ગુજરાતીમાં લખાયું હોય તેવું પણ છે. માનવતાવાદની શિક્ષા આપનારું અને નૈતિકતાના પાઠો શીખવનારું અમુક શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય પુનિત પ્રકાશન મંદિર, અમદાવાદ તરફથી પણ બહાર પડ્યું છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
વર્તમાન ગ્રંથની પ્રકાશક સંસ્થા પણ સાધકોને અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને જીવનસાધનામાં ઉપયોગી થાય તેવા સાહિત્યના સંપાદનમાં, અનુવાદમાં, નવસર્જનમાં, પ્રકાશનમાં, સાચવણીમાં અને પ્રસારમાં ઉદ્યમવંત છે. તેની આ પ્રવૃત્તિના એક ભાગરૂપે આ ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે જેમાં ઉપયોગી, સરળ, વ્યાવહારિક અને વિશ્વસનીય આધ્યાત્મિક પાથેય પૂરું પાડવાનો અલ્પ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત ગ્રંથ) આ ગ્રંથ બે ભાગમાં વહેચાયેલો છે. આમાંનો પહેલો ભાગ વાચકોના હાથમાં આવેલો અને બીજો ભાગ પણ થોડા સમયમાં પ્રગટ થયેલો. અનુક્રમણિકામાં વિષયસૂચિ સહિત આની સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ગ્રંથના બે ખંડ છે :
(૧) અધ્યયન ખંડ
(૨) પ્રશ્નોત્તર ખંડ (૧) અધ્યયન ખંડ: આ ખંડમાં ત્રેપન પ્રકરણ છે.
જે જે પ્રકરણમાં જે જે વિષયનું આલેખન કરવામાં આવ્યું છે તે તે પ્રકરણનું નામ તેને અનુરૂપ રાખવામાં આવ્યું છે. પ્રથમ, વિષયની સામાન્ય વ્યાખ્યા આપવામાં આવી છે, પછી તેની વિશેષ વ્યાખ્યા આપી છે અને ત્યાર પછી વિષયનું બહુમુખી વર્ણન કરેલું છે; દા.ત, અમુક ગુણ કે સાધનપદ્ધતિનો જીવનમાં કેવી રીતે પ્રયોગ કરવો તેની પ્રાપ્તિ માટે કયાં આંતર્બાહ્ય સાધનો અંગીકાર કરવા, તેમાં શું વિઘ્નો આવવા યોગ્ય છે અને તે વિઘ્નોનો પ્રતિકાર કઈ રીતે કરી શકાય તથા તે સાધનપદ્ધતિને વિવિધ કક્ષાએ સિદ્ધ કરેલી હોય તેવા પુરુષનું જીવંત વ્યક્તિત્વ કેવું હોવું સંભવે છે એ ઈત્યાદિ વસ્તુવિષયને અવતરિત કર્યા છે.
મોટા ભાગનાં પ્રકરણોના અંતે તે તે વિષયનો મહિમા અવતરિત કર્યો છે. આ રજૂઆત કરવામાં સમસ્ત પ્રાચીન તથા અર્વાચીન ભારતીય વામનો આધાર લેવામાં આવ્યો છે. કોઈ કોઈ જગ્યાએ જ્યાં ગુણવત્તા દેખાઈ ત્યાં પાશ્ચાત્ય વિદ્વાનોનાં કે ચિંતકોનાં સાહિત્યનો પણ આધાર લીધો છે. આમ જે જે શાસ્ત્રો, મહાપુરુષો તથા અન્ય સ્ત્રોતોનો આ વિભાગમાં આધાર લેવામાં આવ્યો છે તેમનો સર્વનો અંત:કરણપૂર્વક આભાર માનીને તેમની શુભ નામાવલિ ગ્રંથને અંતે આપેલા પરિશિષ્ટમાં રજૂ કરી છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત વિષયને આ પ્રમાણે રજૂ કર્યા પછી, આગળનું વાચન વિશેષ રસપ્રદ બને તે હેતુથી, રજૂ કરેલ સાધનાપદ્ધતિ કે સગુણનું જેમાં આચરણ કરવામાં આવ્યું હોય તેવા કોઈ મહાપુરુષોના ઇતિહાસપ્રસિદ્ધ બનાવને કે કસોટીપ્રસંગને રજૂ કરવામાં આવ્યો છે. આમ કરવાથી વાચકવર્ગને પોતાના નિર્ણયમાં એવી નિઃશંકતા આવશે કે અહીં બતાવેલી સાધના કે સગુણ એ માત્ર શુષ્ક ચચરૂપે કે દાર્શનિક વિવાદરૂપે રજૂ કરેલ નથી પરંતુ એક સિદ્ધિ વ્યવહારપૂત જીવનપદ્ધતિ બની શકવા યોગ્ય હોવાથી રજૂ કરેલી છે અર્થાત્ આ “પોથીમાંનાં રીંગણાં' નથી તેની સ્પષ્ટ પ્રતીતિ સાધકને થાય તે અર્થે તેનું આયોજન કરેલું છે. વળી આ વાચનથી સાધકને પોતાની સાધકદશાનું મૂલ્યાંકન કરવાની અને પૂર્વે થયેલા મહાપુરુષોનાં જીવનમાં પ્રેરણા લેવાનું પણ બની શકશે.
(૨) પ્રશ્નોત્તર ખંડઃ આ ખંડ નાનો છે. તેમાં સાત પ્રકરણ છે. પ્રશ્નોત્તરરૂપે તે તે વિષયનું આલેખન કરવામાં નીચેના ફાયદા જણાય છે.
(૩) વાચન સરળ બને છે. (૧) મોટા ભાગે પૂર્વાપર સંબંધ વિના પણ વાચન થઈ શકે છે. (૬) નવીનતાને લીધે વાચન રસપ્રદ બને છે.
(૬) રજૂઆતમાં મુદ્દાસર સ્પષ્ટતા આવવા ઉપરાંત ન્યાયપુર:સરતાને લીધે (ન્યાયને મુખ્ય કાર્યો હોવાને લીધે) વિધાનની પ્રામાણિકતા વધારે સ્પષ્ટ થાય છે અને જ્ઞાનમાં નિઃશંકતા ઊપજે છે.
કોઈ કોઈ ઉત્તરો વધારે લંબાણવાળા થાય છે પણ ત્યાં વિષય ખૂબ અગત્યનો હોવાથી વિસ્તારભયના દોષને પણ વહોરી લેવામાં આવ્યો છે.
આ ગ્રંથની મર્યાદા
આ પ્રમાણે ગ્રંથમાં પ્રસ્તુત કરેલા વિષયનું સામાન્ય નિરૂપણ પણ થયું. વિષયની રજૂઆતમાં કેટલીક સ્વૈચ્છિક મર્યાદાઓ સ્વીકારી છે, જે નીચે પ્રમાણે જાણવાયોગ્ય છે.
(૧) આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા રાખવામાં આવી છે. આમ છતાં સાધનામય જીવન જીવવા માટે ઉપયોગી એવું જે કાંઈ પાથેય જરૂરી હોય તેનું સ્પષ્ટ અને વિવિધલક્ષી આલેખન કરવામાં આવ્યું છે જેથી સાધક પોતે
જ્ઞાનાર્જન કરી શકે અને અન્યને જ્ઞાનાર્જન કરાવવામાં સહાયક થઈ શકે.
Page #12
--------------------------------------------------------------------------
________________
1]
(૨) વસ્તુવિષયની રજૂઆત મધ્યમવિસ્તારવાળી રાખવામાં આવી
(૩) પારિભાષિક શબ્દોનો પ્રયોગ બિલકુલ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યો છે.
(૪) રજૂઆતની પદ્ધતિમાં બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.
ગ્રંથનું પ્રયોજન
ગ્રંથની મુખ્ય ઉપયોગિતા :
આ ગ્રંથમાં રજૂ કરેલા પાથેયની મુખ્ય ઉપયોગિતા તો પ્રાથમિક અને મધ્યમ ભૂમિકાના તેવા સાધકોને છે જેઓએ જીવનની પૂર્વાવસ્થામાં ખાસ સાધના કરી નથી અને માત્ર સામાન્ય ધર્મસંસ્કાર રૂઢિગત રીતે અથવા સામાન્ય વાચનથી પ્રાપ્ત કર્યા છે. પરંતુ હવે આવા સાધકોને જ્યારે જીવનમાં કોઈ સત્સંગનો પ્રસંગ અથવા મોટા દુઃખનો પ્રસંગ બને છે, ત્યારે તેઓ ધર્મસાધના પ્રત્યે વળવાનો દૃઢ નિશ્ચય કરે છે. તેઓમાં જો કે સામાન્ય વૈરાગ્યવૃત્તિ ઊપજી છે અને તેથી પ્રસંગોપાત્ત તેઓ સંત કે જ્ઞાનીઓનો સમાગમ કરે છે છતાં ગૃહસ્થ ધર્મની મર્યાદામાં રહીને જ સાધના કરવા ઇચ્છે છે. આવા સાધકોને, સાધનામાર્ગની શરૂઆત કેવી રીતે કરવી તેનું યોગ્ય માર્ગદર્શન ઘણુંખરું મળતું નથી. જોકે એ સત્ય છે કે એમાંના બધા કાંઈ ગંભીરપણે ધર્મસાધના ઈચ્છતા નથી અને માત્ર ગતાનુગતિક ન્યાયથી કે લોકોપચારથી જ ધર્મ પ્રત્યે વલણવાળા હોય છે. છતાં પણ આમાંનો એક નાનો વિવેકીવર્ગ ખરેખર ધર્મસાધનને ઇચ્છે છે. સંપ્રદાયબુદ્ધિથી અતીત થઈ, આત્મશુદ્ધિ જેનું મૂળ છે, આત્મશાંતિ જેમાં રહેલી છે અને પૂર્ણ આત્મસમાધિ જેનું ફળ છે તેવા શુદ્ધ ધર્મને આવા સાધકો ઇચ્છે છે.
આવા વિવેકી સાધકને અનેક પ્રશ્નો મનમાં ઉપસ્થિત થાય છે. હું કોણ છું? મારું સાચું સ્વરૂપ શું છે? જીવન એટલે શું? શું મેં જીવનને ખરેખર સાર્થક કર્યું છે ? મને આ જીવનમાં સાચી સુખશાંતિ મળી છે ? હવે બાકી રહેલા જીવનને સફળ બનાવવા માટે મારે શું કરવું જોઈએ ? શું વાંચવું અને કેવી રીતે વાંચવું ? કોનો સત્સંગ કરવો ? સત્સંગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ? શેનું સ્મરણ કરવું ? લેખનકાર્ય, ભક્તિ-આરાધના, ચિંતન-મનનનો અભ્યાસ અને બીજાં સાધનો કેવી રીતે ઉપાસવાં ? કઈ કઈ
Page #13
--------------------------------------------------------------------------
________________
12
ખોટી ટેવો કેવી રીતે અને કયા ક્રમથી છોડવી અને કઈ કઈ સારી ટેવો કેવી રીતે અને ક્યા ક્રમથી અંગીકાર કરવી ? આવા અનેક વિચારો જેના ચિત્તમાં ઊગ્યા છે તેવા સાધકને મુખ્યપણે સહાયક હોવાથી પ્રસ્તુત ગ્રંથને ‘સાધક-સાથી’ એવું નામ આપવામાં આવ્યું છે.
અહીં પ્રશ્ન થાય કે અલ્પસંખ્યાવાળા સાધકોને ઉપયોગી થાય તેવા ગ્રંથ કરતાં બહુસંખ્યાવાળા સાધકોને ઉપયોગી થાય તેવી ગ્રંથરચના કાં ન કરી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે શાશ્વત અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરાવનાર શુદ્ધ ધર્મના ખપી જીવો આ જગતમાં હંમેશાં નાની સંખ્યામાં જ હોય છે અને આ કળિયુગમાં તો વળી સાવ નાની સંખ્યામાં છે. જગતને માન્ય ધર્મ અને શુદ્ધ ધર્મમાં ઘણો જ તફાવત છે. સત્યના અન્વેષકોએ તો શુદ્ધ ધર્મની આરાધના અને પ્રસારણમાં જ નિષ્ઠાવાન થવું યોગ્ય છે. જનમરંજનરૂપ બહુલોકમાન્ય ધર્મ પ્રત્યે તેઓએ મધ્યસ્થ બની જવું યોગ્ય છે.
ગ્રંથની ઉપયોગિતા :
ઉપર કહ્યા તેવા સાધક જીવો ઉપરાંત આ ગ્રંથની અન્યને પણ ઉપયોગિતા છે.
(૧) જે કોઈ સાત્ત્વિક ગુણોને અભિનંદે છે, અને જે પોતાના જીવનને ઊંચે સ્તરે લઈ જઈ સ્વાધ્યાયપરાયણ, શિસ્તબદ્ધ, વ્યવસ્થિત, ઉદાર, શાંત અને નિરુપાધિક થવા માગે છે તેવા સજ્જનોને.
(૨) ધર્મશાસ્ત્રના તથા તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થીઓને, આધ્યાત્મિક વિષયો ઉપર સંશોધન કરતા એવા અન્ય અભ્યાસીઓને તથા આધ્યાત્મિક પ્રવચનકાર થવા માટેની દોરવણી જેઓ લઈ રહ્યા હોય તેવા પંડિતવર્ગને.
(૩) આત્મજ્ઞ સંતપુરુષોને તથા દશાપ્રાપ્ત ત્યાગીજનોને પણ આત્માના અભ્યાસનો મહિમા બતાવનાર તથા નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિમાં વિશેષ પ્રેરણા આપનાર પ્રકરણો એક સારા સહાધ્યાયીની ગરજ સારશે તથા આત્મભાવના ભાવવા માટેનું જે પાથેય તેનું આ ગ્રંથના અધ્યયનથી તેઓને એક શીઘ્ર પુનરાવર્તન થઈ જશે.
Page #14
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
)
પૂર્વાચાર્યો અને સંતોની આજ્ઞાનુસાર પોતાની અધ્યાત્મસાધનાના ભાગરૂપે કરવામાં આવેલા સ્વાધ્યાયશીલતા અને ઊંડા ચિંતન-મનનના એક દીર્ઘ પ્રયોગના ફળરૂપે પ્રાપ્ત થયેલું જીવનનું જે અનુભવરૂપી નવનીત, તેને સ્વશક્તિ પ્રમાણે વ્યવસ્થિત કરીને આલેખવાથી આ ગ્રંથ બન્યો છે. તેથી આ ગ્રંથમાંનું કોઈ પણ તથ્ય, શ્રીગુરુઓની અને સંતોની કૃપાપ્રસાદી તરીકે જ સજ્જનો સ્વીકારશે અને અલ્પજ્ઞતા તથા પ્રમાદથી થયેલા મારા દોષો પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને મને ક્ષમા કરશે તેવી વિનંતી છે.
અણુયુગના આ જમાનામાં અણુથી અનેકગણી તાકાતવાળા એવા શુદ્ધ આત્માની સાધનાનો દ્રઢ અને સત્યાર્થ સંકલ્પ કરીને જેણે આત્મસિદ્ધિની પ્રાપ્તિ દ્વારા આત્માનંદને અનુભવવાનો સન્દુરુષાર્થ આદર્યો છે તેવા આત્મરસને આસ્વાદવાના રસિક, સ્વ-પર કલ્યાણમાં ઉત્સુક, કોઈ પણ મનુષ્યાત્માને આ ગ્રંથમાંથી પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થાઓ એવી ભાવના ભાવી વિરમું છું.
૨. હરિનગર, કાંકરિયા રોડ, શાહઆલમ ટોલનાકા પાસે, અમદાવાદ - ૩૮૦ ૦૦૨૮
મુકુંદ સોનેજી તા. ૧૦-૫-૭૮
હાલ : શ્રી આત્માનંદજી સંતકુટિર શ્રીમદ્ રાજચંદ્ર આ. સા. કેન્દ્ર કોબા - ૩૮૨ OO૭ (જિ. ગાંધીનગર) ટે. નં. (૦૭૯) ૨૩૨૭૬ ૨૧૯, ૨૩૨૭૬૪૮૩, ૮૪૮૬ ફેક્સ નં. (૦૭૯) ૨૩૨૭૬ ૧૪૨ E-mail - srask @rediffmail.com E-mail - srask@shrimad-koba.org
Page #15
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭.
૧૮.
૧૯.
૨૦.
૨૧.
૨૨.
સંસ્થાના વિવિધ પ્રકાશનોની યાદી
સાધના સોપાન
દૈનિક ભક્તિક્રમ
સાધક-સાથી
સાધક-ભાવના
પુષ્પમાળા
આપણો સંસ્કાર વારસો
ભક્તિમાર્ગની આરાધના
સંસ્કાર-જીવનવિજ્ઞાન અને અધ્યાત્મ
રાજવંદના
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર-હસ્તલિખિત
તીર્થસૌરભ
શાંતિપથ દર્શન ભાગ-૧-૨
બોધસાર
દવ્ય સંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા
અધ્યાત્મ-જ્ઞાન પ્રવેશિકા
અધ્યાત્મ તત્ત્વ પ્રશ્નોત્તરી
ચારિત્ર - સુવાસ
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો
શ્રીમદ્ રાજચંદ્ર-જીવન સાધના
બૃહદ્-આલોચનાદિ પદ્ય સંગ્રહ
અધ્યાત્મને પંથે
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૩.
૨૭.
૨૮.
30.
૩૩.
આત્મસ્મૃતિ ગ્રંથ ૨૪. દશાબ્દી ગ્રંથ ૨૫. આચાર્ય કુંદકુંદ વિશેષાંક ૨૬. શ્રીમદ્ રાજચંદ્ર વિશેષાંક
આચાર્ય સમન્તભદ્ર વિશેષાંક
પૂ. શ્રી ગણેશપ્રસાદ વર્ષીજી વિશેષાંક ૨૯. તીર્થયાત્રા-વિશેષાંકો
માસિક દિવ્યધ્વનિ ૩૧. દિવાળી પુસ્તિકાઓ જેવી કે જીવન અંજલિ, જીવન મંજરી,
જીવન લક્ષ, જીવન સૌરભ, જીવન સંગીત આદિ ભિન્નભિન્ન કુલ ૨૦ - પુસ્તિકાઓ. Jain Approach to self-Realization Prayer & Its Power Aspirant's Guide Our Cultural Heritage Adhyatmagyan-Praveshika चारित्र सुवास अध्यात्म-ज्ञान प्रवेशिका बारस अणुवेकखा
रत्नकरंड श्रावकाचार ૪૧. तत्वसार
પ્રાર્થના ૪૩. સંત સૌરભ વિશેષાંક ૪૪. હિરદેમેં પ્રભુ આપ
(જીવંત સંતની અધ્યાત્મયાત્રાનું જીવંત આલેખન) તા.ક. : પ્રકાશનોની વિસ્તૃત માહિતી માટે સૂચિપત્ર મંગાવવા વિનંતી છે.
૩૪.
૩૫.
૩૬.
૩૭.
૩૮
૪૦.
૪૨.
Page #17
--------------------------------------------------------------------------
________________
ક્રમ પ્રકરણ
૧ ક્ષમા
૨દાન
૩ દયા
૪ બ્રહ્મચર્ય
૫ સહનશીલતા
૬ સમયનો સદુપયોગ ૭ મૌન
८ રસાસ્વાદજય
૯. સમતાની સાધના
૧૦ સ્વાધ્યાયશીલતા
૧૧
સ્વચ્છંદનિરોધ
૧૨ નિર્મોહીપણું ૧૩ વિનય
૧૪ વિભાવભાવો
૧૫ સંતોષ
૧૬
સત્સમાગમ
૩૩ વૈરાગ્ય
૩૪ સત્શાસ્ત્રોનો ઉપકાર
૩૫ નિયમિતતા
૩૬ તત્ત્વજ્ઞાનનો સાર
૩૭ દુર્જનસંગતિત્યાગ ૩૮ પરમપવિચાર ૩૯ પુનર્જન્મ
૪૦
માધ્યસ્થભાવના
૪૧ શ્રદ્ધા
૪૨ મહત્તા
૪૩ દેશકાળનો વિચાર
૫૪ મનુષ્યભવ ૫૫ વિવેક
સાચા સુખનું સ્વરૂપ
પ
૫૭ દેવ-ગુરુનું સ્વરૂપ સનાતન ધર્મ
૫૮
અનુક્રમણિકા
ભાગ ૧
પૃષ્ઠ
૩
(૯
ક્રમ પ્રકરણ
૧૭ આત્મજાગૃતિ
૧૮
૧૯
કરુણા
ભક્તિમાર્ગની
ત્યાગધર્મ
મૈત્રી
૯૪
આરાધના ૧૦૦
૧૦૬
૧૧૧
૧૧૫
૧૨૦
૧૨૪
૧૨૯
૧૩૪
૧૩૯
૨૮ સંસા૨પરિભ્રમણ
૧૪૪
૨૯
મિતાહાર
૧૪૯
૩૦ સમૂહકલ્યાણની ભાવના ૧૫૩
૧૫૮
૧૬૩
૧૪
૨૧
૨૯
૩૨
૩૯
૪૪
૪૮
૫૩
૫૯
૬૪
૬૯
૭૫
૮૧ ૩૧ સંયમ
૮૬
૨૦
૨૧
૨૨ સત્યનિષ્ઠા
૨૩ સરળતા
૨૪ કર્મના નિયમો
ધ્યાન
૨૫
૨૬
સાપેક્ષતાનો સિદ્ધાંત
૨૭ જીવનની સાચી સફળતા
૩૨ ગુણપ્રમોદ
ભાગ ૨
૧૬૯ ૪૪
તપ
૧૭૬
૪૫ મુમુક્ષુતા
૧૮૧ ૪૬ શરીરનું સ્વરૂપ
૨૨૫
૨૩૦
૨૩૬
૧૮૬ ૪૭ નિવૃત્તિની
૨૪૦
૨૪૫
૧૯૧ ૧૯૫ ૪૯
૨૫૨
૧૯૯
૫૦ પંચમહાવ્રતની આરાધના ૨૫૭ ૨૦૩ ૫૧
સહજવાણી ભા. ૧
૨૬૩
૨૦૭
૫૨
સહજવાણી ભા. ૨
૨૬૬
૨૧૩ ૫૩
આત્મભાવના
૨૭૧
૨૧૮
૪૮ ગૃહસ્થની સાધના
પ્રમાદ
પ્રશ્નોત્તર ખંડ
૨૮૧ ૫૯
૨૮૫
so
૨૯૧
૨૯૩
૩૦૦
પૃષ્ઠ
૯૧
ઉપયોગિતા
આત્મસ્વરૂપ
અધ્યાત્મ
અંતમંગળ
પરિશિષ્ટ-૧
પરિશિષ્ટ-૨
૩૦૫
૩૧૩
૩૨૦
૩૨૧
૩૨૫
Page #18
--------------------------------------------------------------------------
________________
8
શ્રી દેવગુરુધર્મ-વંદના
નમું સિદ્ધ પરમાત્મને, અક્ષય બોધસ્વરૂપ; જેણે આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત પરાત્મ. ઈશ્વર, ૫૨મેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. વિષયોની આશા નથી જેને, સામ્યભાવ ધન ધારે છે; નિજ-પરના હિત સાધનમાં, નિશદિન તત્પરતા રાખે છે. સ્વાર્થ ત્યાગની કઠિન તપસ્યા, ખેદરહિત થઈ સેવે છે; તેવા સાધુ-જ્ઞાની જગતના, દુ:ખસમૂહને છેદે છે.
પમાડવા અવિનાશી પદ સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો, સેવો સદ્ગુરુ તનમનથી.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ,
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.
Page #19
--------------------------------------------------------------------------
________________
Page #20
--------------------------------------------------------------------------
________________
સાધક–સાથી
Page #21
--------------------------------------------------------------------------
________________
Page #22
--------------------------------------------------------------------------
________________
ક્ષમાં
ભૂમિકા
જ આક્રોશ ઉત્પન્ન કરે એવાં બાહ્ય કારણોનો સંયોગ થવા છતાં પોતાનામાં ક્રોધભાવને ઉત્પન્ન ન થવા દેવો તે ક્ષમા નામનું ધર્મનું ઉત્તમ અંગ છે. ક્ષમા તો વીર પુરુષોનું ભૂષણ છે અને સાચી ક્ષમા તો તેની જ કહેવાય કે જે સામી વ્યક્તિ કે વસ્તુને મારી હઠાવવાની તાકાત હોવા છતાં પણ ક્ષમા એ તો મારો સહજ સ્વભાવ છે – મૂળ સ્વભાવ છે – હું તેને છોડીને તેનાથી વિરુદ્ધ એટલે કે ક્ષમાગુણનો ઘાત કરનારા ક્રોધભાવને કેમ આદરું એમ વિચારે. આવા સત્ય તત્ત્વચિંતનપૂર્વક ક્ષમાભાવને ધારણ કરનાર મહાન સંતો આ જગતના ભૂષણ સ્વરૂપ છે. ક્રોધનું સામાન્ય સ્વરૂપ
કામ, ક્રોધ અને લોભ આ ત્રણને આર્યસંસ્કૃતિમાં નરકનાં દ્વાર તરીકે વર્ણવ્યાં છે, તેથી પાપભીરુ સાધકે અવશ્યપણે આ ત્રણનો સમ્યગુપણે નિગ્રહ કરવા યોગ્ય છે. જ્યારે માણસ ઉપર ક્રોધ સવાર થઈ જાય છે ત્યારે તે સારાસારનો વિવેક ભૂલી જાય છે અને આંધળાની માફક ગમે તેવું અયોગ્ય વર્તન કરી બેસે છે. ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે શરીરમાં અનેક વિક્રિયાઓ ઉત્પન્ન થાય છે. હૃદયના ધબકારા વધી જાય છે, ભંવર ચડી જાય છે, મોટું લાલચોળ બની જાય છે, પરસેવો છૂટવા માંડે છે, અનેક પ્રકારના અપશબ્દો મોઢામાંથી નીકળવા લાગે છે, હાથપગ ધ્રુજવા લાગે છે અને જેના ઉપર ક્રોધ ચડ્યો હોય તેના ઉપર તે ક્રોધી મનુષ્ય લાશથી, મુઠ્ઠીથી, લાતોથી કે અન્ય લાકડી, દંડો, છરી, તલવાર કે બંદૂક આદિ શસ્ત્રોથી પ્રહાર કરવા લાગી જાય છે. આવા ઘોર તાંડવનૃત્યને આધીન થવું ન હોય તેણે પ્રથમ ભૂમિકામાં જ ક્રોધને ઓળખીને તેને આધીન ન થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્રોધને જીતવાનો ઉપાય
ક્રોધને જીતવા માટે બે કક્ષાના અભ્યાસમાંથી પસાર થવાનું છે ? (૧) ક્રોધના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન,
Page #23
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
(૨) ક્ષમાનો દૈનિક જીવનપ્રસંગોમાં પ્રયોગ.
(૧) ક્રોધના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાનઃ ક્રોધ એ શું છે તે યથાર્થપણે જાણીએ નહિ ત્યાં સુધી તેના નાશનો ઉપાય બને નહિ,ક્રોધ એ આત્માની અવસ્થામાં થતો વિકાર છે. તે વિકારની ઉત્પત્તિમાં ત્રણ કારણો રહેલાં છે ?
() બાહ્ય વસ્તુ અથવા વ્યક્તિ – જેણે આપણને નુકસાન કર્યું, ગાળ દીધી કે આપણું ધાર્યું થવા દીધું નહિ.
() અંતરંગ કર્મ(મોહનીય)નો ઉદય. આત્મા સ્વભાવે નિર્મળ હોવા છતાં અને ક્ષમાસ્વરૂપ હોવા છતાં જ્યારે કર્મના ઉદયને આધીન થઈ જાય છે ત્યારે ક્ષમાના વિકૃત ભાવરૂપે – ક્રોધરૂપે – પરિણમીને મલિન થાય છે.
(૪) ક્રોધની ઉત્પત્તિનું મુખ્ય કારણ પોતાના ક્ષમા સ્વભાવનું લક્ષ ન રહેવું તે છે, એટલે કે શ્રદ્ધામાં અને સ્મૃતિમાં “ક્ષમાસ્વરૂપી હું છું એ ભાવ છૂટી જાય ત્યારે જ આત્મા ક્રોધભાવરૂપે પરિણમી જાય છે. આ પ્રમાણે પોતાના મૂળ સ્વભાવની અસાવધાની તે ક્રોધ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ છે.
(૨) ક્ષમાનો દૈનિક જીવનપ્રસંગોમાં પ્રયોગ : જેણે પોતાના ક્ષમાસ્વરૂપ આત્માનો બરાબર નિર્ધાર કર્યો છે તેણે ક્રોધભાવ ઉત્પન્ન થતાં જાગૃતિ રાખવાની છે અને વિચારવાનું છે કે આ ક્રોધભાવ તો મારા મૂળ સ્વરૂપમાં નથી, માત્ર આ કર્મના ઉદયના નિમિત્તથી જ ઊપજે છે, તો તેવા ભાડૂતી ભાવને હું મારા આત્મામાં શા માટે જગ્યા આપું ? આ ક્રોધ તો અપવિત્ર છે, મારો (મારા સ્વભાવનો) વેરી છે અને આ લોકમાં હમણાં પણ દુઃખ આપનારો છે. વળી ક્રોધ કરવાથી જે કર્મ બંધાશે તે પાછું ઉદયમાં આવતાં ભવિષ્યમાં પણ દુઃખરૂપ બનશે. આમ, સર્વ રીતે મને હાનિકારક એવા આ ક્રોધભાવને છોડીને તે ક્રોધને ઉત્પન્ન થયા પહેલાં અથવા ઉત્પન્ન થતાં જ તેને જાણવાની શક્તિવાળો એવો હું હવે ક્ષમાભાવમાં - સમતાભાવમાં – જ્ઞાયકભાવમાં – જ ટકું છું.
આ પ્રમાણે વારંવાર પ્રજ્ઞારૂપી છીણીના પ્રયોગ દ્વારા જે આત્મસ્વભાવને અને ક્રોધવિકારને જુદા પાડે છે તેનામાં મહાન આત્મબળ ઉત્પન્ન થાય છે. આ આત્મબળ વડે પરમ ક્ષમાભાવરૂપ સમાધિભાવમાં તે ટકી શકે છે અને કર્મબંધથી ન લેવાતો એવો તે પુરુષ પરમ શાંતિ અને પરમ શીતળતાનો અનુભવ કરે છે. આવી દશા પ્રાપ્ત કરવા ધીરજથી, આત્મજાગૃતિથી સતત પ્રયોગરૂપ અભ્યાસ કરવો તે જ ક્ષમાગુણ ધારણ કરવાનો અથવા ક્રોધને જીતવાનો સાચો ઉપાય છે, એમ હે ભવ્ય જીવો ! નિર્ધાર કરો.
Page #24
--------------------------------------------------------------------------
________________
ક્ષમાં
જેમ ઉપવાસ કરતી વખતે આહારત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે અથવા નિયમ લેવામાં આવે છે તેવી રીતે જેણે ક્રોધને કાઢવો છે તે દરરોજ સવારના “હું આજે ક્રોધ નહિ કરું' એ જાતનો અભ્યાસરૂપી નિયમ લે અને સાથે નાનું એવું પ્રાયશ્ચિત્ત પણ નક્કી કરે જેથી આખા દિવસમાં થયેલી ભૂલોની ગણતરી થઈ શકે). આ રીતે જો થોડો વખત જાગ્રત રહીને અભ્યાસ કરે તો એનો સ્વભાવ પલટાઈ જાય એટલી તાકાત આવા નાના નિયમમાં રહેલી છે અને તેથી સાધકને માટે આ નિયમની ખૂબ ઉપયોગિતા
ક્ષમાની સાધનામાં વિનો
આ જમાનામાં મોટા ભાગના લોકો ધર્મવિમુખ છે તેથી સાધકને ક્ષમાની સાધનામાં અમુક વિઘ્નો આવવાં સંભવે છે, પરંતુ ધર્મવિમુખ જીવોનાં અપમાનવિઘ્નો વગેરેને પોતાનું પૂર્વકર્મ ખપાવવાનો સારો અવસર જાણી સાધકે તેમના પ્રત્યે ક્રોધ ન કરતાં કોઈ અપેક્ષાએ તેમનો ઉપકાર માનવો યોગ્ય છે. વિવિધ પ્રકારનાં મનનાં, વચનનાં કે શરીરનાં દુઃખો જ્યારે પડે ત્યારે ચિત્તમાં એમ જ વિચારવું યોગ્ય છે કે “મેં જે પૂર્વે કમ બાંધ્યાં હતાં તે જ ઉદયમાં આવ્યાં છે. આ દુઃખ આપનારા મનુષ્યો કે પશુઓ તો નિમિત્તમાત્ર છે તેથી હવે હું કોઈ પ્રત્યે ક્રોધ ન કરતાં ક્ષમાભાવને જ ધારણ
' વળી કોઈ આપણને નીચ-અજ્ઞાની-ઢોંગી વગેરે કહે તેથી આપણે તેવા થઈ જતા નથી, પરંતુ આપણે જેવા ભાવ કરીએ તેવા જ આપણે થઈએ છીએ એવો સત્યસિદ્ધાંત જાણી આવા વિવિધ પ્રકારના મહાન પ્રયત્નો વડે ક્ષમાને ધારણ કરવી આપણને સૌને હિતકારી છે. ઉપસંહાર
ક્ષમાગુણને ધારણ કરવાથી મોક્ષમાર્ગમાં જલદીથી બોધિસમાધિની સિદ્ધિ થાય છે, પ્રગટપણે શાંતિનો અનુભવ થાય છે અને અંતરંગ માનસિક દુઃખ તેમ જ બાહ્યમાં ક્લેશ, ઝઘડો, ગાળાગાળી વગેરે ન થવાથી બહારમાં પણ શાંતિનું વાતાવરણ સર્જાય છે. આમ ક્રોધ અને દ્વેષવૃત્તિની ન્યૂનતા થવાથી સમાજમાં સર્વત્ર મૈત્રી અને સંપનું વાતાવરણ ઊપજે છે. વ્યક્તિગત સાધકને નવો કર્મબંધ થતો અટકવાથી અને પૂર્વે બાંધેલાં કમ ખરી જવાથી આત્માની વિશુદ્ધિ થઈને મહાન સાધકદશા પ્રગટે છે.
સ્વ-પર કલ્યાણ કરનાર આવો ઉત્તમ ક્ષમાધર્મ આપણા જીવનમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
નિરંતર જયવંત વર્તો. ક્ષમાનો મહિમા
(૧) ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
(૨) જ્યાં દયા છે ત્યાં ધર્મ છે, જ્યાં લોભ છે ત્યાં પાપ છે, જ્યાં ક્રોધ છે ત્યાં કાળ (મૃત્યુ) છે, જ્યાં ક્ષમા છે ત્યાં આત્મા (આત્મિક ધમ) છે.
(૩) ક્રોધભાવ તે અપવિત્ર છે, આત્મસ્વભાવથી વિપરીત છે અને દુઃખદાયક છે એમ નિર્ણય કરીને સાધકે તે ભાવ છોડી દેવો જોઈએ.
(૪) આ લોકમાં શાંતિ અને પરલોકમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવનાર ક્ષમાને હૃદયમાં ધારણ કરો.
(૫) જેવી રીતે દીપક પોતે બળીને પણ અન્યને પ્રકાશ વડે માર્ગ દેખાડે છે તેમ સંત પુરુષો અનેક વિપત્તિઓ સહીને પણ અન્યને શીતળતા અને શાંતિ આપે છે.
(૬) જેવી રીતે ખોદવું, ગૂંદવું, ટીપવું વગેરે ધરતી સહન કરે છે અને કાપકૂપ વગેરે વૃક્ષો સહન કરે છે, તેવી રીતે અપમાન-કુવચન વગેરે જ્ઞાનીજનો જ સહન કરી શકે છે – બીજાનું શું ગજું?
(૭) સદાચાર અને વિશિષ્ટ જ્ઞાન વડે વધેલું અને સ્વાધ્યાય, તપ અને શ્રદ્ધાથી સિંચાયેલું એવું ધર્મરૂપી વૃક્ષ ક્રોધરૂપી અગ્નિથી સૂકા લાકડાની જેમ બળી જાય છે માટે ક્રોધને દૂરથી જ નિવારો. (૮) દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય,
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. (૯) ક્રોધ ઉત્પન્ન થવાનાં કારણો બનતાં “આ મારા જ્ઞાનની સાધનાની. પરીક્ષાનો અવસર છે તો હું જાગ્રત કેમ ન રહું ?” અથવા હું મુમુક્ષુ પણ જો જગતના આ જીવોની જેમ દુર્વચનાદિથી પ્રત્યુત્તર આપું તો હું પણ તેમના જેવો જ ઠર્યો. મારા મુમુક્ષુપણાની શું વિશેષતા ?' – એવી એવી વિચારસરણીને અનુસરીને મહાન સાધકો ફરી ફરી ક્ષમા ધારણ કરે છે.
ક્ષમાધર્મનાં જીવંત દૃષ્ટાંતો
ભારતના ઈતિહાસમાં સમર્થ સ્વામી રામદાસ શિવાજીના ગુરુ તરીકે અને મહાન સંત તરીકે પ્રસિદ્ધ થઈ ગયા.
- એક વાર તેઓ પોતાના શિષ્યો સાથે શિવાજીને મળવા જઈ રહ્યા હતા. ઉનાળાના દિવસો હતા અને તેમના શિષ્યોએ શેરડીના ખેતરમાંથી સાંઠા
Page #26
--------------------------------------------------------------------------
________________
ક્ષમા
તોડીને ચૂસ્યા તે વખતે ખેતરનો રખેવાળ આવ્યો એટલે તેઓ ભાગી ગયા. આ બાજુ સ્વામી રામદાસ તો પ્રભુસ્મરણમાં બેઠા હતા. તેમને જોઈને રખેવાળે વિચાર્યું કે આ કારસ્તાન કરનાર આ ગોસાઈ જ લાગે છે. આમ માની રખેવાળે તેમને ખૂબ માર્યા અને ત્યાંથી હાંકી કાઢ્યા. સમતાધારી સ્વામી રામદાસ કાંઈ પણ બોલ્યા નહિ.
આ બાજુ સ્વામી રામદાસ જ્યારે શિવાજી પાસે ગયા ત્યારે તેમણે રામદાસના શરીર પર અનેક ઘા જોયા. શિષ્યો પાસેથી હકીકત જાણી ખેતરના રખેવાળને તુરત જ ગિરફતાર કરીને શિવાજી સમક્ષ લાવવામાં આવ્યો. શિવાજી કહે : ‘ગુરુદેવ ! આને હું શી શિક્ષા કરું ?” રામદાસ કહે “એને હું જાતે જ શિક્ષા કરીશ.’ આમ કહી તેમણે પોતાનો ન્યાય રજૂ કર્યો. ‘આજથી આ ખેતર આ રખેવાળને ઈનામમાં આપવું અને જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી તેની બધી જમીનનો કર માફ કરી દેવો.’
આ ન્યાય સાંભળી ખુદ શિવાજી મહારાજ, સમસ્ત દરબારીઓ અને સ્વામી રામદાસના શિષ્યો – સૌ સ્તબ્ધ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા : જુઓ ! મહાપુરુષોનાં દિલાવર દિલ ! અપકાર કરનારને પણ સંપૂર્ણ ક્ષમાં આપી તેના ઉપર ઉપકાર કર્યો !
[] પંજાબના કેસરી તરીકે પ્રસિદ્ધ થયેલા રાજા રણજિતસિંહ આપણા દેશના એક મહાન રાજવી થઈ ગયા (ઈ.સ. ૧૭૮૦-૧૮૩૯).
એક વાર તેઓ શહેરના બહારના ભાગમાંથી જઈ રહ્યા હતા એટલામાં તેમને એક પથરો વાગ્યો. મહારાજાને તકલીફ થઈ અંગરક્ષકો દોડી આવ્યા. થોડી વારમાં તો એક ઘરડી બાઈને લઈને સિપાઈઓ હાજર થયા. બાઈ ડરથી થર થર કાંપતી હતી. તેણે પોતાની વાત રજૂ કરી : “મહારાજ ! મારો આ પૌત્ર ત્રણ દિવસથી ભૂખ્યો છે અને કાંઈ ખાવાનું મળ્યું નહોતું તેથી મેં આ આંબાના ઝાડ પર પથરો માર્યો કે જેથી તે પાકું ફળ મને મળી જાય તો આ મારા પૌત્રની ભૂખ ભાંગે. પરંતુ મારું નસીબ એટલું ઊંધું કે જેથી પથરો નિશાન ચૂકી ગયો અને આપને વાગી ગયો. મહારાજ ! દયા કરો, મારો ઈરાદો આપને પથરો મારવાનો બિલકુલ નહોતો.”
બાઈની વાત સાંભળી મહારાજાએ કહ્યું : “આ બાઈને એક હજાર રૂપિયા અને સીધું (ખાવાનો સામાન) આપો તેમ જ આદરપૂર્વક તેને ઘર સુધી પહોંચાડી દો.”
Page #27
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
સિપાઈઓ અને અન્ય માણસોએ કહ્યું : “મહારાજ આ બાઈએ આપને પથરો મારવાની ધૃષ્ટતા કરી છે, તેથી તેને તો કઠોર દંડ આપવો જોઈએ.’
રણજિતસિંહ કહે, ‘ભાઈઓ ! જો એક બુદ્ધિ વગરનું વૃક્ષ પણ પથરો મારનારને સુંદર ફળ આપે તો આપણે બુદ્ધિમાન મનુષ્ય થઈને તેને કેવી રીતે દંડ આપીએ ?'
આથી જ મહાન, ઉપકારી અને ક્ષમાવાન મહારાજ ભારતના પ્રથમ પંક્તિના રાજવીઓમાં સ્થાન પામ્યા છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
દાન ••••••••
સઘ્રવૃત્તિને સહકાર અને અનુમોદન આપવાના ઉદ્દેશથી પોતાની ધન આદિ વસ્તુઓનો પરિત્યાગ કરવો તેને સામાન્ય રીતે દાન કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં પોતાના માલિકીપણાનો ત્યાગ અને બદલાની ઇચ્છાનો અભાવ જ્યારે ભળે ત્યારે તે દાનની કક્ષા અને મહત્તા ઘણા ઉચ્ચ દરજ્જાને પામે છે અને દાતા વ્યક્તિ ખરેખર દાનેશ્વરીના પદને પામે છે.
જો કે દાનના ઘણા ઘણા પ્રકાર છે તો પણ અત્રે અધ્યાત્મ સાધનામાં ઉપયોગિતાની દૃષ્ટિએ મુખ્ય ચાર પ્રકાર વિચારણીય છે :
(૧) વિનયપૂર્વક ભક્તિસહિતનું દાન, (૨) કરુણાદાન, (૩) અભયદાન, (૪) જ્ઞાનદાન. (૧) વિનયપૂર્વક ભક્તિસહિતનું દાન
આ પ્રકારના દાનમાં દાતા પુરુષના ગુણો કરતાં દાન લેનાર પુરુષના. ગુણોની અધિકતા હોય છે. આવું દાન સમજુ અને વિવેકી પુરુષો જ ખરેખર કરી શકે છે, કારણ કે આ દાનની પ્રવૃત્તિ દ્વારા દાતા પુરુષ” પોતાના જીવનમાં લોભ ઘટાડવા માગે છે, જેથી સાધક તરીકેની પોતાની પાત્રતા વધે અને પાત્ર પુરષના ઉત્તમ ગુણો ક્રમે કરીને પોતાના જીવનમાં પણ ઉદય પામે. વળી જે પુરુષ અર્થે કે જે પ્રવૃત્તિ અર્થે તે દાન દેવામાં આવે છે તે ઉચ્ચ કોટિના આત્મજ્ઞાની અથવા ઉત્તમ સાધકો છે અને તે પ્રવૃત્તિ એવી છે કે જેનાથી સાચા જ્ઞાન અને સાચા સંયમની ઉજ્વળ પરંપરાઓનું દીર્ઘ કાળ સુધી પોષણ થયા કરે છે. જ્યાં આમ બને ત્યાં સ્વાભાવિક રીતે જ ઉત્તમ આત્મશુદ્ધિના સંસ્કારો વ્યક્તિગત સ્તરે સિંચાય અને સુસંસ્કારોનો લોકજીવનમાં સામૂહિક સ્તરે પ્રસાર અને પ્રચાર થાય. આવા દાનના પ્રકારમાં લેનાર વ્યક્તિ સ્વાર્થત્યાગી અને લોકોપકારક છે. તેથી તેણે ગુણ-અધિકતાને લીધે તેને જે દાન આપવામાં આવે તે યોગ્ય સન્માન અને
+ દાતા પુરુષનાં લક્ષણ : શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ આ સાત ગુણો દાતાના કહ્યા છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
આદરપૂર્વક અપાય તે ન્યાયમુક્ત છે. તે દાન પછી આહારરૂપે, વસ્ત્રરૂપે, ઔષધરૂપે, શાસ્ત્રોરૂપે કે આશ્રયસ્થાનાદિ કોઈ પણ રૂપે હોય પણ તે પદ્ધતિપૂર્વક અને આદરસહિત હોવું જોઈએ – એ સ્વાભાવિકપણે સમજી શકાય છે. આત્મસાધકના જીવનમાં દાનના આ પ્રકારની મુખ્યતા હોય છે. આ પ્રકારના દાનના પ્રસંગોમાં પ્રવૃત્તિ કરવાથી સાધકને અનેક ગુણવાન, વિદ્વાન, ત્યાગી, તપસ્વી વગેરે ઉત્તમ પુરષોના સંસર્ગમાં આવવાનું બને છે અને જો સાધક જાગૃત હશે તો અવશ્ય તે ગુણ પ્રમોદ અને તેના ફળરૂપ ગુણગ્રહણની વિવેકપૂર્ણ અને વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરવાનું ચાલુ કરી દેશે. ગુણપ્રમોદથી પ્રેરાઈને સંતજનોની તે દરેક પ્રકારે સેવા-શુશ્રુષા કરશે જેમ કે તેમને જોઈને ઊભા થઈ જવું, અંજલિ કે હાથ જોડી પ્રણામ કરવા, સામે લેવા જવું, તેમની પાછળ પાછળ વિનયપૂર્વક ચાલવું, તેઓને ઉચ્ચ આસન આપવું, તેમની પ્રકૃતિને અનુરૂપ વર્તવું, વિદાયના સમયે દરવાજા સુધી કે ગામની સરહદ સુધી તેમને મૂકવા જવું અને પ્રાંતે તેમની આજ્ઞાનું આરાધન કરવું એ ઇત્યાદિ તેમની ભક્તિના વિવિધ પ્રકારો ભજશે.
જ્યાં ખરેખર આમ બનશે ત્યાં તે સાધક અલ્પકાળમાં પોતે જ સંત બની જશે. કારણ કે,
પારસમેં ઔર સંતમેં બડો અંતરો જાન,
વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન.' શું આ પ્રકાર આપણને દરેકને માન્ય નથી ? શું આવા ભાવ વિના આપણું સાધકપણું ખરેખર ન્યાયપૂર્ણ કહી શકાય ? આ બાબતમાં વિવેકપૂર્વક વિચાર કર્તવ્ય છે. (૨) કરુણાદાન
આ પ્રકારના દાનમાં દુઃખપીડિતોના દર્દીને દૂર કરવાના આશયની મુખ્યતા હોય છે. અહીં જેને દાન આપવામાં આવે છે તે વ્યક્તિ ઘણું કરીને દાન આપનાર વ્યક્તિ કરતાં વિશેષ ગુણવાન હોતી નથી. આ કારણથી આ પ્રકારના દાનમાં દાતાના દિલની અનુકંપાનો ભાવ મુખ્ય છે કે જેના વડે પ્રેરાઈને વિવિધ પ્રકારનાં દુઃખોથી દુઃખી થઈ રહેલા મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તન, મન કે ધન દ્વારા દાતા સહાય કરે છે.
નિધનોને, ભિખારીઓને, દુષ્કાળપીડિતોને પૂર કે અતિવૃષ્ટિથી પીડિતોને, ભૂખ્યાંને, તરસ્યાંને, રોગપીડિતોને, અનાથોને, વિધવાઓને ગરીબ વિદ્યાર્થીઓને, આંધળા-બહેરા-લૂલા-લંગડા કે અન્ય અંગરહિત
Page #30
--------------------------------------------------------------------------
________________
દાન
૧૧
મનુષ્યોને, ગાંડાઓને, અસ્થિર મગજવાળાઓને કે આવાં બીજાં દુઃખદર્દોથી પીડાઈ રહેલાં મનુષ્યો કે પ્રાણીઓને તેમનું તાત્કાલિક દુઃખ દૂર કરવા માટે જે કોઈ પ્રકારની સહાય દિલ દ્રવિત થવાથી દાતા આપે તે પ્રકારને કરુણાદાનનો પ્રકાર ગણી શકાય. અહીં નાત-જાતનો, દેશ-પરદેશનો, ગુણવાન-દુર્ગુણીનો, સ્વધર્મી-પરધર્મીનો કે એવો કોઈ વ્યવહારભેદ કરવાનો નથી. માનવમાત્ર કે પ્રાણીમાત્રનું દુઃખ દૂર થાય તે જ આશયની અહીં મુખ્યતા છે. અહીં દાન લેનાર પ્રત્યે બહુમાન-સત્કાર-પૂજ્યતાના ભાવની મુખ્યતા નથી, પણ માત્ર પ્રેમ અને મૈત્રીભાવથી ઉત્પન્ન કરુણા અને અનુકંપાના ભાવની જ મુખ્યતા
છે.
જેને સામાન્ય રીતે સામાજિક દાન કહી શકાય તેવા દાનનો પણ આમાં જ સમાવેશ થઈ જાય છે. જો કે આવા સામાજિક દાનની શરૂઆત પોતાના કુટુમ્બાદિથી થાય છે એટલે કે ભાઈઓ, બહેનો, ભાણિયા, ભત્રીજા અને બીજા કુટુંબીજનો સજ્જન પુરુષના પુણ્યોદયથી અવશ્ય લાભ પામે જ છે પણ સાચા પુણ્યશાળીનું દાન ત્યાં અટકી જતું નથી, તે તો વિસ્તરતું જ જાય
છે.
હૉસ્પિટલ માટેનું દાન, ધર્મશાળા બંધાવવા માટેનું દાન, કૂવાતળાવ-બગીચા બનાવવા માટેનું દાન, જ્ઞાતિની વાડી, ટાઉનહૉલ, શાળા-કૉલેજ-હૉસ્ટેલ વગેરે બનાવવા માટે આપેલું દાન વગેરે વિવિધ પ્રકારના સમાજકલ્યાણને અનુલક્ષીને થતાં સર્વ દાન મુખ્યપણે દાનના આ વિભાગના એક પેટાવિભાગ તરીકે ગણી લેવાં. આ પ્રકારમાં સમાજઉત્થાન, સામૂહિક-કલ્યાણ અને સમાજસંસ્થાકીય પ્રવૃત્તિના ઉત્કર્ષની ભાવના મુખ્યપણે રહેલી છે.
(૩) અભયદાન
સર્વ પ્રકારનાં દાન મધ્યે અભયદાન તે શ્રેષ્ઠ દાન છે. અભયદાન એટલે જગતના સમસ્ત જીવોને પોતાના તરફથી નિર્ભયતા પ્રાપ્ત થાય તેવા પ્રકારની જીવનચર્યા. આ પ્રકારના દાનમાં કોઈ પણ બાહ્ય સામગ્રીની આવશ્યકતા નથી અને તેથી આવું દાન બધા જ મનુષ્યો કરી શકે છે, પરંતુ આ દાનની વિશેષતા એ છે કે તેમાં સતત આત્મજાગૃતિની જરૂર છે. આવા દાનમાં પ્રવર્તનાર સાધક પોતે પોતાના શરીરથી કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે. વાણીથી એવું કાંઈ પણ બોલે નહિ કે જેથી બીજાનું દિલ દુભાય કે મનથી પણ એવું કાંઈ ચિંતવે નહિ, જેમાં બીજા જીવોનું બૂરું
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨
સાધક-સાથી
હોય. આમ મનથી, વચનથી અને કાયાથી કોઈને પણ કોઈ પ્રકારનું દુઃખ ન દેવાય તેવો આત્મજાગૃતિપૂર્વક પ્રયત્ન કરવામાં આવે ત્યારે અભયદાનની સિદ્ધિ થાય છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં આવું અભયદાન સંપૂર્ણપણે આપવાની શક્તિ સર્વસંગત્યાગી મહાપુરુષોમાં છે, છતાં આપણે સૌએ એમાં યથાશક્તિ પ્રવર્તી આત્મશ્રેય સાધવું યોગ્ય જ છે. (૪) જ્ઞાનદાન
જે દાન વડે કરીને જગતના જીવોના જન્મ-મરણનો કાયમ માટે નાશ થઈ તેમને શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ શકે તે દાનને જ્ઞાનદાન કહીએ. જો કે સામાન્યપણે આવું દાન શાસ્ત્રજ્ઞ વિદ્વાનો કે જ્ઞાનાભ્યાસી સગૃહસ્થો કરી શકે છે, તો પણ મુખ્યપણે આ કક્ષાનું જ્ઞાનદાન કરવાની યોગ્યતા સમ્યગુજ્ઞાનના ભંડારસ્વરૂપ, પરમ પ્રજ્ઞાવાન, શાસ્ત્રપારંગત શ્રી આચાર્ય મહારાજ અથવા મુનીશ્વરોમાં છે.
" આ દાનમાં દાતા પુરુષો ભવ્ય જીવોને તેમના કલ્યાણ અર્થે સર્વતોમુખી અને સૂક્ષ્મ એવા તત્ત્વવિજ્ઞાનનું દાન કરે છે. આ દાન ઉપદેશ-પ્રવચન, ધર્મચર્ચા વગેરેના માધ્યમ દ્વારા આપવામાં આવે છે.
આ દાન વડે કરીને દાતાર અને દાન લેનાર બન્નેના આત્માઓને ઉત્તમ લાભ અને પ્રાંતે પરમપદની પ્રાપ્તિ થાય છે.
દાનનો મહિમા (૧) ભારતીય સમાજમાં ત્રણ પંક્તિના પુરુષોનું સ્થાન ઉત્તમ છે ? ભક્ત, દાતા અને શૂરને જન્મ આપવા માટે માતાને પ્રેરણા કરતી નીચેની લોકોક્તિ સમસ્ત ગુજરાતમાં પ્રસિદ્ધ છે :
“જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,
નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” મહારાજા શ્રેયાંસ, મહારાજા કર્ણ, શિબિ રાજા, સમ્રાટ હર્ષવર્ધન, રાજા ભોજ, ભામાશા, જગડુશા વગેરે અનેક પ્રસિદ્ધ દાનવીર પુરુષોએ ઉત્તમ રીતે દાનધર્મમાં પ્રવૃત્તિ કરીને આપણને પણ દાનધર્મમાં પ્રવર્તન કરવા માટે પ્રેરણા કરી છે.
(૨) ધનની ત્રણ ગતિ છેઃ ન્યાયપૂર્વકનો વપરાશ, ઉદારતાપૂર્વકનું દાન અને પુણ્યક્ષય થતાં નાશ.આ જાણી વિવેકી પુરુષો અવશ્ય દાનમાં પ્રવૃત્ત થાય છે.
ભક્ત,
ભારતીય સમા
Page #32
--------------------------------------------------------------------------
________________
દાન
૧૩
(૩) દાન તે ગૃહસ્થધર્મનો મૂળ પાયો છે. જ્યાં દાન નથી ત્યાં ભારતીય પદ્ધતિ પ્રમાણેનો સાચો ગૃહસ્થાશ્રમ કહી શકાતો નથી.
(૪) આ જીવનમાં શાંતિ અને સંતોષને વધારનાર જગતમાં સર્વત્ર સુયશને ફેલાવનાર, અન્ય જીવોને સુખ-સગવડ દેનાર, પરલોકમાં ઉત્તમ ગતિએ પહોંચાડનાર અને અંતે મોક્ષ રૂપી શાશ્વત પદને દેનાર આ દાનધર્મ છે. વિવેકી પુરુષો તેનો સરળ હૃદયથી સહજપણે સ્વીકાર કરે છે.
(૫) ઉત્તમ ગૃહસ્થ પોતાની ચોખ્ખી આવકના ૨૫ ટકા, મધ્યસ્થ ગૃહસ્થ ૧૦ ટકા અને જઘન્ય ગૃહસ્થ ૬ ટકા દાનકાર્યોમાં વાપરે છે. આટલી કડક દાનચય પ્રાચીન આચાર્યોએ સ્વીકારી છે.
(૬) સશક્ત શરીરનું સફળપણું તપ અને ભજનથી, શ્રીમંતાઈનું સફળપણું દાનથી અને સત્તા તથા બુદ્ધિનું સફળપણું પરોપકારથી છે તેમ જાણો.
| (૭) માગ્યા વિના જ જે દાન કરે તે સર્વશ્રેષ્ઠ દાની જાણવો.
| (૮) દાન સમાન કોઈ મોટો ભંડાર નથી, લોભ સમાન કોઈ દુશમન નથી, શીલ (ચારિત્ર) જેવું કોઈ આભૂષણ નથી અને સંતોષ જેવું કોઈ ધન નથી.
(૯) ઉત્તમ પુરુષોની સંપત્તિનું પ્રયોજન અન્ય જીવોની વિપત્તિનો નાશ કરવો તે છે અને તે કાર્ય કરવાને લીધે જ તેનું લક્ષ્મી’ એવું નામ પડ્યું છે.
દાનનાં જીવંત દૃષ્ટાંત
લગભગ ઈ.સ. ૧૯૦૦ની વાત. પૂજ્ય ગણેશપ્રસાદ વર્ણજી બુંદેલખંડના એક મહાન સંત થઈ ગયા. તેઓ પદયાત્રા દ્વારા તીર્થાટન કરતા કરતા નાસિક પાસે ગજપંથા નામના તીર્થમાં આવી પહોંચ્યા.
ધર્મશાળામાં તેઓને એક શેઠનો ભેટો થઈ ગયો. શેઠ ભદ્રિક અને દયાળુ હતા. આ બ્રહ્મચારીને જોઈને તેમણે કહ્યું : “મહારાજ ! આપણે સાથે જ પર્વત પર ચડીશું અને ભોજન પણ સાથે જ કરીશું.” ત્રણ મહિનાની પદયાત્રાથી થાકેલા વર્ણીજીએ એ બાબતમાં સંમતિ આપી. પર્વત પર દર્શનપૂજન કરી નીચે આવી ભોજન લઈને તળેટીના મંદિરમાં દર્શન કરવા ગયા. શેઠે તો પાંચ રૂપિયા લખાવ્યા. વણજી પાસે એક આનો હતો પણ તે તો
૧. તે જમાનામાં દસ આનાના એક મણ ઘઉં અને એક રૂપિયાનું આઠ કિલો તેલ મળતાં હતાં.
Page #33
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
આગલા દિવસના ચણા લાવવા માટે રાખ્યો હતો. વણજીએ વિચાર્યું : “હવે શું કરવું ? દાન તો કરવું જ હતું. માટે “જે નસીબમાં હશે તે મળી રહેશે” એમ વિચારી એક આનો આપી દીધો. મુનીમને લેતાં સંકોચ થયો અને શેઠે પણ થોડું સ્મિત દર્શાવ્યું. પણ મારો અંતરંગ ભાવ દૃઢ હતો તેથી આ એક આનાના દાનથી પણ મારા આત્મામાં પ્રસન્નતા હતી અને ધર્મભાવમાં તે દાન વડે કરીને મને જે દૃઢતા થઈ તે હજુ પણ બરાબર યાદ છે.”
આ એક આનાનું દાન કે પોતાની સમસ્ત રોકડ મિલકતનું ઘન ? વાચકવર્ગ વિચારે અને પોતાની દાનશીલતાનું યથાર્થ મૂલ્યાંકન કરે.
| [૨] ઈશ્વરચંદ્ર વિદ્યારાગર બંગાળના એક મહાન પ્રતિભાશાળી પુરુષ થઈ ગયા.
એક દિવસ તેઓ કલકત્તાના એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર એક ઉદાસ માણસ પર પડી. તેઓએ તેની પાસે જઈને પૂછયું કે તે શા માટે આટલો બધો ઉદાસ હતો. વિદ્યાસાગરજીના દીદાર જોઈને પેલા ભાઈએ કહ્યું, “ભાઈ, જવા દો એ વાત. તમે મને મારા કામમાં મદદ કરી શકશો નહીં. એ વાત બહુ મોટી છે.”
પણ એમ જવા દે તે બીજા. વિદ્યાસાગરે તો ત્યાં અડ્ડો જમાવ્યો. આખરે પેલા માણસે કહ્યું કે પોતાની પુત્રીના લગ્ન માટે તેણે કરજ કર્યું હતું. તે કરજ ચૂકવી શકવાની તાકાત ન હોવાથી તેના ઉપર કેસ થયો હતો. વિદ્યાસાગરજીએ તે કેસનો નંબર અને કોર્ટનું સરનામું લઈ લીધાં.
આખરે કેસનો દિવસ આવી પહોંચ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના કરજ પેટે નીકળતી રકમ કોઈએ ભરપાઈ કરી દીધી છે અને તેથી તે કેસ હવે પતી ગયો છે.
આ માણસને શી ખબર કે વિદ્યાસાગરજીએ જ તેના પૈસા ચૂકવી દીધા હતા !
કેવું ગુપ્તદાન ! લેનારને જ ખબર નહીં કે દાન કોણે આપ્યું અને શા માટે આપ્યું ? માત્ર સ્વ-પરના સાચા કલ્યાણથી જ્યાં કોઈ પણ પ્રકારના બદલાની આશા વિના દાન અપાય છે તે જ દાનની પરાકાષ્ઠા.
WWW.jainelibrary.org
Page #34
--------------------------------------------------------------------------
________________
ધાન
૧૫
ઈ.સ. ૧૬૫૬ની સાલ.
છત્રપતિ શિવાજીએ રાયગઢથી આવી સતારાના કિલ્લામાં નિવાસ કર્યો હતો.
જય જય રઘુવીર સમર્થ” આવો મંત્ર મહારાજને કાને પડ્યો. તુરત તેઓએ તપાસ કરાવી તો માલુમ પડ્યું કે સ્વામી રામદાસ પોતે જ ભિક્ષાર્થે આવ્યા હતા. શિવાજીએ વિચાર કર્યો કે શું આપવું ? હીરા-માણેક, સોનું-ચાંદી, અન્ન-વસ્ત્ર કે બીજું કાંઈ ? તેમનું મન ક્યાંય માન્યું નહીં. એટલામાં તેમને વિચાર સૂઝયો અને તરત એક ચિઠ્ઠી લખી તે ચિઠ્ઠી રામદાસ સ્વામીની ઝોળીમાં નાખી. સ્વામી રામદાસે કહ્યું : “શિવાજી ! કાગળના ટુકડામાં તે શું આપ્યું ? કાંઈ લોટ આપ્યો હોત તો ભોજન પણ બનત.” શિવાજીએ કહ્યું: ‘ગુરુદેવ ! મેં યોગ્ય ભિક્ષા જ આપી છે. સમર્થે ઉદ્ધવને ચિઠ્ઠી વાંચવા કહ્યું. તેમાં લખ્યું હતું ?
‘આજ સુધી જે કાંઈ મેળવ્યું તે બધું ગુરુજીના ચરણે, સાથે શિવાજી અને તેમની રાજ્યમુદ્રા પણ.”
રામદાસ : ‘શિવાજી ! હવે તું શું કરીશ ?” ‘આપની સેવા.' શિવાજીએ ઉત્તર આપ્યો. “તો ઉઠાવ ઝોળી અને ચાલ અમારી સાથે ભિક્ષા માટે.”
શિવાજીએ ભિક્ષુક થઈને ગામમાં ભીખ માગી, નદીકિનારે રસોઈ બનાવી અને બધા જમ્યા.
રામદાસઃ શિવાજી ! અમે તો રહ્યા વૈરાગી. અમારે રાજ્યને શું કરવું છે ? તું જ તે પાછું લઈ લે.”
શિવાજી તૈયાર તો ન થયા, પરંતુ આશીવદપૂર્વક પોતાની પાદુકા અને ભગવું વસ્ત્ર આપી જ્યારે રામદાસે આજ્ઞા કરી ત્યારે ગુરુઆજ્ઞા માનવા સિવાય શિવાજીને બીજો છૂટકો નહોતો. શિવાજીએ જીવનભર ગુરુઆજ્ઞા પ્રમાણે ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કર્યું.
સર્વસ્વનું દાન આપનાર શિષ્ય અને પરમ નિઃસ્પૃહી ગુરુનો કેવો સોના-સુગંધ જેવો સુમેળ !
Page #35
--------------------------------------------------------------------------
________________
[
દયા
દયાનું સામાન્ય સ્વરૂપ
કોઈ પણ જીવને દુઃખ ન દેવું તેને સામાન્ય રીતે દયા કહેવામાં આવે છે. ઉત્તમ અને પૂર્ણ દયાના પાલક તો તેઓ છે કે જેઓએ જગતનાં રાઈ પ્રપંચકાર્યોનો ત્યાગ કરી સંપૂર્ણ સાધક દશા(Full-time Sadhana)ને અંગીકાર કરી છે, છતાં પણ આપણે આપણી શક્તિ પ્રમાણે અવશ્ય દયા પાળી શકીએ છીએ. દયાપાલનનો સામાન્ય ક્રમ
આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ – ઘરનું, ધંધાનું કે સમાજનું – તે વખતે જો યત્નપૂર્વક વર્તીએ તો ઘણા નિરપરાધી જીવોનો ઘાત થતો અટકી શકે. ખાતાં, પીતાં, નહાતાં, રસોઈ કરતાં, ચોપડીઓ કે અન્ય વસ્તુઓ લેતાં-મૂકતાં, જો આપણે જાગૃતિ રાખીએ તો કીડા-મકોડા, માખી, કંસારી, વિંદા વગેરે અનેક નાનાં જંતુઓની હિંસા અટકાવી શકાય. જો આપણે ખરેખર આવાં નાનાં જંતુઓ પ્રત્યે કોમળ ભાવ રાખવા તૈયાર થયા હોઈએ તો મોટા પ્રાણીઓ જેવાં કે કૂતરાં, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ગધેડાં, ઘોડાં કે સૌથી ઉત્તમ એવા માનવજીવ પ્રત્યે કેવી રીતે નિર્દયતા રાખી શકીએ ?
અહીં વિશેષ એમ છે કે મોટા જીવો પ્રત્યે દયાવાળા થવા માટે આપણે નીચે પ્રમાણે વર્તવું યોગ્ય છે ?
આપણે કોઈ પણ પશુઓને પાળ્યાં હોય અથવા અમુક હેતુ માટે રાખ્યાં હોય તો તેમને સમયસર આહારપાણી તથા વરસાદ, ગરમી, ઠંડીથી યથાયોગ્ય રક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.
પ્રાણીઓ, નોકરો વગેરે પાસેથી વધારે પડતું કામ લઈ તેમની પાસે વેઠ ન કરાવવી કે શોષણ ન કરવું. - વેપારી તરીકે કાળાંબજાર કરીને બેહદ નફો લઈને અન્યાયપૂર્વક બીજાનું ધન આંચકી લઈ તેમને દુઃખ ન દેવું.
કોઈ ગરીબ ગ્રાહક આવ્યો હોય અને જરૂરી અનાજ, કાપડ વગેરે આવશ્યક વસ્તુ માટે ૨૫-૫૦ પૈસા ખૂટતા હોય તો હડધૂત કરીને તેને કાઢી
, , ટેવ
Page #36
--------------------------------------------------------------------------
________________
યા
ન મૂકતાં જેમ તેની જરૂરિયાત પૂરી થાય તેમ વર્તીને બંનેને ઉપકારક હોય તેવો તોડ કાઢવો જોઈએ.
આપણે, ઘરમાં બાળકો, મોટેરાં, નોકરી, ડ્રાઈવર, માળી ચોકીદાર વગેરે પ્રત્યે તથા પાડોશીઓ, પોળના વાસીઓ કે સોસાયટીના રહીશો સાથે તથા સમાજનાં અન્ય સમસ્ત ભાઈબહેનો પ્રત્યે કોમળ ભાવથી વ્યવહાર કરીએ. આમ કરવાથી કોઈની સાથે ઝઘડો-મારામારી નહીં થાય. બોલવા વગેરેમાં પણ અપશબ્દોનો ઉપયોગ નહીં કરવો પડે કે અપમાનજનક ભાષા વડે સામા માણસનું હૃદય ભેદાઈ જવાનો પ્રસંગ પણ નહીં આવે. સાધકને નિરંતર ભાન રહેવું જોઈએ કે તે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ઇરાદાપૂર્વક કરવા માગતો નથી તથા તેથી તે અન્યની નિંદા વગેરેમાં પણ પ્રવર્તતો નથી તથા બને ત્યાં સુધી અન્યનું મનથી પણ બૂરું ઇચ્છતો નથી. દયાપાલનનો વિશેષ ક્રમ
આ પ્રમાણે જાણે સામાન્ય દયાપાલનનો ક્રમ થયો. સર્વજ્ઞ પરમાત્માએ અને નિગ્રંથ આચાર્યોએ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી અને જીવનથી જગતના જીવોને દયાનો એટલો તો સૂક્ષ્મ સચોટ અને વૈજ્ઞાનિક ઉપદેશ કર્યો છે કે તેમના વડે પ્રણીત ધર્મનું બીજું નામ દયાધર્મ” અથવા “પરમ અહિંસાધર્મ લોકમાં પ્રચલિત થયું છે.
બિન શાકાહારી ભોજન – પછી તે માંસ, માછલી કે ઈડાના સ્વરૂપમાં હોય - તે સ્થળ સંકલ્પપૂર્વકની હિંસા અને અત્યંત ક્રૂરતાનું દ્યોતક છે, કારણ કે કોઈના પ્રાણ કે ગર્ભને બળજબરીથી ઝૂંટવી લીધા વિના આવું ભોજન બની શકતું નથી. ડુંગળી, લસણ, બટાટા, સૂરણ વગેરે કંદમૂળના ભક્ષણમાં ઘણા સૂક્ષ્મ જીવોનો ઘાત કહ્યો છે. વળી તે લીધા વિના કાંઈ શરીરસ્વાથ્યમાં મોટી ઊણપ આવી જતી નથી, તેથી વિવેકી અને શ્રદ્ધાળુ પુરુષોએ તે વસ્તુઓનો ભોજનમાં પ્રયોગ ન કરવો તે જ યોગ્ય છે. રાત્રે ભોજનાદિનો આરંભ કરવાથી અનેક સૂક્ષ્મ જંતુઓનો ઘાત થાય છે. આ પ્રમાણે રાત્રિભોજનનો પણ યથાશક્તિ ત્યાગ દયાપાલનમાં મદદરૂપ છે.
સૂક્ષ્મ દયા પાળી શકવાનું સામર્થ્ય આવે તે માટે જીવોના ઉત્પત્તિસ્થાન આદિનું જ્ઞાન આવશ્યક છે. ઘાસ ઉપર ચાલવું, વિના પ્રયોજન અણગળ પાણીનું ઢોળવું, ચાલતાં ચાલતાં વાડની મેંદી તોડવી કે ફ્લો તોડવાં, પ્રયોજન વગર જમીન ખોદવી, બરફ, વાસી લોટ, ફૂગ ચડેલાં ફળાદિનો આહારમાં ઉપયોગ કરવો વગેરે અનેક પ્રકારે વર્તવાથી સૂક્ષ્મ દયાપાલન બની શકતું નથી. માટે વિવેકી સગૃહસ્થોએ આ બાબતોનું લક્ષ રાખવું જોઈએ. આ
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
સાધક-સાથી
વિષયનો વિશેષ વિસ્તાર “આત્મજાગૃતિ' પ્રકરણમાંથી અવલોકવાની વાચકને વિનંતી છે.
દયાપાલનના આ સામાન્ય ગૃહસ્થોપયોગી પ્રકારોનું કથન થયું. મુનિધર્મમાં તો આનાથી પણ વિશેષ, અને સૂક્ષ્મ પ્રકારોનું પાલન આવશ્યક છે, પરંતુ વિષયના વિસ્તારભયથી તેમ જ સામાન્ય સાધકને સીધો સંબંધ ન હોવાથી દયાપાલનના તે અતિગહન વિષયોનું પ્રતિપાદન અત્રે છોડી દેવામાં આવે છે. પરમાર્થદયા - નિશ્ચયદયા સ્વદયા
અત્યાર સુધી લોકપ્રસિદ્ધ દયાના સ્વરૂપનો વિચાર કર્યો. આ આત્મા અનાદિ કાળથી પોતાના સ્વરૂપનું યથાર્થ જાણપણું ન પામવાથી રાગ-દ્વેષઅજ્ઞાનાદિ ભાવોને વશ થઈને પોતાના ઉત્તમોત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્રઆનંદ આદિ ગુણોનો નાશ કરી રહ્યો છે. આવી રીતે થતો સ્વ-આત્માનો ઘાત રોકવા માટે મારે ક્યા ઉપાયથી આ અજ્ઞાન-રાગ-દ્વેષને ઉત્પન્ન થતા રોકવા એ આદિ સૂક્ષ્મ વિચારોમાં ઉદ્યમવંત થવું તે પરમાર્થદયા અથવા સ્વદયાપાલનનો યોગ્ય ઉપાય છે. આવી નિશ્ચયદયા પાળવાનો દરેક સાધકે પોતાની શક્તિ પ્રમાણે જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ. પોતાના આત્મામાં રાગદ્વેષાદિની ઉત્પત્તિ રોકી લઈને જેઓ નિશ્ચયદયાના પાલક થયા છે તેવા પરમ સમાધિના સ્વામી, મહાસમર્થ સત્પરુષો આપણને સર્વને સર્વથા. વંદનીય છે. દયાધર્મનો મહિમા
(૧) ભાખ્યું ભાષણમાં ભગવાન,
ઘર્મ ન બીજો દયા સમાન. અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ. સત્ય, શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ. દયા નહીં તો એ નહીં એક,
વિના સૂર્ય કિરણ નહીં દેખ. (૨) દયા જગતની જનની છે, દયા સત્ય આનંદની સંતતિ છે, દયા ઉત્તમ ગતિ છે અને દયા જ સાચી લક્ષ્મી તથા ઉત્તમોત્તમ ગુણ છે. તેનાથી જ સ્વર્ગ અને મોક્ષસુખની પ્રાપ્તિ છે, તે જ આત્માનું બધી રીતે હિત કરનારી
WWW.jainelibrary.org
Page #38
--------------------------------------------------------------------------
________________
દયા
અને સર્વ કષ્ટ અને વિપત્તિઓને હણનારી છે.
(૩) વ્યવહારજીવનમાં જો આપણે આપણી પુત્રપૌત્રાદિ સંતતિનું ખૂબ પ્રેમ અને કાળજીથી જતન કરીએ છીએ તો ક્યા ન્યાયથી આપણે બીજા જીવોની સંતતિનો ઘાત કરીએ ?
(૪) તપ, શાસ્ત્રજ્ઞાન, વ્રતાદિનું પાલન, ધ્યાન, દાન, સચ્ચારિત્રનું સેવન – આ બધાયની જનની દયા (અહિંસા) છે, માટે સર્વધર્મસાધનાની સિદ્ધિ માટે દયાધર્મનું મહાન પ્રયત્નથી પાલન કરવું જોઈએ.
(૫) દયાળુ તથા વિનયવાન રહેવું અને સચ્ચારિત્રવાન બનવું તે જ પરમ ધર્મને પામવાનો ઉત્તમ ઉપાય છે.
(૬) હિંસા તે પશુતાની વૃત્તિ છે, માનવતાની નહિ. જો આપણે માનવને આત્મવિકાસલક્ષી સ્વીકાર્યો હોય, તો આપણે હિંસા આચરી શકીએ નહિ.
(૭) ધર્મરૂપી કલ્પવૃક્ષનું જે બીજ છે, વિશ્વનાં સર્વ પ્રાણીઓને જે સર્વ રીતે સુખ આપનારી છે અને અનંત દુઃખોનો જે વ્યુચ્છેદ કરનારી છે તે દયારૂપી દેવી જયવંત વર્તો.
(૮) વાસ્તવમાં તે પુરુષ જ શ્રેષ્ઠ છે જેના જીવનમાં દયાધર્મ નિરંતર પ્રકાશતો હોય, જે અમૃતવાણી બોલતો હોય અને જેનાં નેત્ર નમ્રતાવશ હંમેશાં નીચાં ઢળેલાં હોય.
| (૯) તનથી, મનથી અને વચનથી જેઓ કોઈ પણ પ્રાણીને દુ:ખ દેતા નથી તેવા ઉત્તમ પુરુષનું દર્શન કરવાથી અનેક પાપકર્મોનો નાશ થાય છે.
(૧૦) સઘળા મતનાં સઘળાં શાસ્ત્રોમાં એ જ સિદ્ધાંત છે કે ધર્મનું મૂળ દયા છે. જ્યાં દયાપાલનનું લક્ષ નથી ત્યાં પાપની જ પ્રવૃત્તિ છે. આ કારણથી સાધક જીવોએ કોઈ પણ બહાના હેઠળ દયાધર્મનો ત્યાગ કરી સંકલ્પપૂર્વક જીવોનો ઘાત કરવો જોઈએ નહિ.
દયાધર્મનાં જીવંત દૃષ્ટાંતો
બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામે એક મહાન પુરુષ થઈ ગયા.
ઈશ્વરચંદ્ર તેમના મિત્ર ગિરીશચંદ્ર વિદ્યારત્નની સાથે કાલના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યાં તેમણે રસ્તાની એક બાજુએ એક મજૂરને સૂતેલો જોયો. તેને ઝાડા-ઊલટીની બીમારી લાગુ પડી હતી અને તેથી તેનાં કપડાંમાંથી દુર્ગંધ આવતી હતી. આજુબાજુથી પસાર થતા લોકો મોઢું એક
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
બાજુ ફેરવી, મો પર રૂમાલ ઢાંકી ચાલ્યા જતા હતા. તે મજૂરનું પોટલું પણ તેની પાસે પડ્યું હતું.
સાધક-સાથી
આ દૃશ્ય જોતાં ઈશ્વરચંદ્ર આખી વાતનો મર્મ પામી ગયા. તેમણે તે મજૂરને પોતાના ખભા ઉપર મૂક્યો અને ગિરીશચંદ્રને પેલું પોટલું ઉપાડી પોતાની સાથે આવવા સૂચના કરી. બન્ને જણા ચાલીને કાલના ગામમાં પહોંચ્યા. ધર્મશાળામાં પહોંચી સૌના રહેવાની વ્યવસ્થા કરી અને પેલા મજૂર માટે વૈદ્યને બોલાવી લાવ્યા.
બરાબર સારવાર થતાં પેલો મજૂર બે દિવસમાં હરતોફરતો થઈ ગયો. ઈશ્વરચંદ્ર કહે : “ભાઈ ! મારું કામ પૂરું થયું. હવે હું જાઉં છું.' એમ કહીને તેને થોડા પૈસા આપ્યા અને પોતે ગિરીશચંદ્ર વિદ્યારત્નની સાથે પોતાના કામ માટે ચાલી નીકળ્યા. પેલો મજૂર તો આ અજાણ્યા દૈવી પુરુષની ઉદારતા જોઈને દિગ્મૂઢ જ બની ગયો.
આવા હતા દયાવતાર શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ધન્ય તેમની નિઃસ્વાર્થ સેવા અને ધન્ય તેમનો આવો અલૌકિક દયાભાવ !!
[૨]
આર્ય સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા અને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક મહામના શ્રી મદનમોહન માલવિયજી આપણા દેશના એક મહાન પુરુષ થઈ ગયા.
તેઓ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારની આ વાત છે. તેઓની દૃષ્ટિ એક દિવસ એક અશાંત કૂતરા ઉપર પડી. તે અહીંથી તહીં દોડતું હતું, કારણ કે તેના કાન ઉપર કોઈ ઘા પડ્યો હતો. તેઓ તેની પાસે ગયા અને ખાવાનું આપ્યું. ત્યાર પછી તેઓ તે કૂતરાને ઢોરના દવાખાને લઈ ગયા. વૈઘે દવા આપી અને પછીથી કહ્યું : “મદનમોહન ! આવા કૂતરાઓને કોઈક વાર હડકવા લાગે છે તેથી ઘણાંને કરડે છે, માટે ધ્યાન રાખજે.'
માલવિયજી કાંઈ એમ ડરે એવા નહોતાં. તે તો બરાબર દવા લગાડીને જ્યાં સુધી તે કૂતરો શાંતિથી ન સૂતો ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યા.
આપણે રસ્તામાં સડેલા કે બીમાર કૂતરાઓ જોઈએ છીએ ત્યારે આપણામાં તે કૂતરાઓ પ્રત્યે કેવો ભાવ આવે છે ? આ વાત વિચારીએ તો મહાપુરુષોના દયાધર્મનો આપણને મહિમા આવે અને સૌની અંદર આત્માને જોવાની અનુપમેય દૃષ્ટિ પ્રત્યે આપણું લક્ષ જાય.
Page #40
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
સામાન્યપણે કહીએ તો બ્રહ્મ એટલે આત્મા અને ચર્યા એટલે આચરણ. આત્માને પ્રાપ્ત કરવા માટે જે આચારસંહિતા ઉપકારી છે તેને બ્રહ્મચર્ય કહી શકાય. બ્રહ્મચર્યનો વિષય એટલો વ્યાપક, એટલો સૂક્ષ્મ, એટલો વિશાળ અને એટલો જટિલ છે કે તેનું સર્વતોમુખી વિશ્લેષણ બ્રહ્મનિષ્ઠ, આત્માનુભવી સદ્ગુરુ જ મહદ્ અંશે કરવાને સમર્થ છે. આમ છતાં દેશકાળને અનુસરીને, પૂર્વાચાર્યોના ન્યાયાનુસાર, સ્વલ્પ સ્વાનુભવ પ્રમાણે તેનું સંક્ષિપ્ત વિવરણ કરવામાં આવે છે, તે અતીન્દ્રિય આનંદના ઇચ્છુક પુરુષોના આત્માના પ્રદેશોને પ્રમોદ પમાડનારું નીવડો અને તે ઉત્તમ વ્રતની આરાધના પ્રત્યે તેમનો પુરુષાર્થ જાગો. ભૂમિકા
આર્ય સંસ્કૃતિના પુરસ્કર્તાઓએ માનવજીવનના સામાન્ય રીતે ચાર પુરુષાર્થ સ્વીકાર્યો છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પુરુષાર્થની સામાન્ય સિદ્ધિ માટે તેઓએ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એમ ચાર પ્રકારના આશ્રમોની પણ પ્રરૂપણા કરી છે અને જનસામાન્યને ખ્યાલમાં રાખતાં આ વ્યવસ્થા બહુધા ઉપયોગી સાબિત થઈ છે. એક નાનો વર્ગ સમાજમાં એવો પણ છે કે જે પૂર્વસંસ્કારવશ તેમ જ સગુરુસત્સંગ અને મુમુક્ષતાને જોરે બાળપણથી જ આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરી જીવનસાધનામાં લાગી જાય છે. જો યથાર્થ દૃષ્ટિ સંપ્રાપ્ત થાય તો આજીવન બ્રહ્મચર્યથી અનેક વિશિષ્ટતાઓની અને આત્મસિદ્ધિની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે છે, એમ અનેક સંત-મહાત્મા અને આચાર્યોના જીવનથી પ્રગટપણે સાબિત થયું છે.
બ્રહ્મચર્યની સાધના (૧) સામાન્ય સદ્દગૃહસ્થની અપેક્ષાએ (૨) મુમુક્ષુ અને જ્ઞાનીની અપેક્ષાએ (૩) સંપૂર્ણ બ્રહ્મચર્ય.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨.
સાધક-સાથી
(૧) સામાન્ય સદ્ગુહસ્થની અપેક્ષાએ
આ કક્ષાના સાધકોને પોતાના ધંધા-રોજગાર, કુટુંબ-વ્યવસ્થા અને સમાજ-સંબંધો સાચવીને સાધના કરવાની હોય છે. તેઓ માત્ર શિષ્ટાચારના નાતે અથવા ધર્મગુરુના કહેવાથી અમુક રીતે બ્રહ્મચર્ય પાળવા માટે પ્રયત્નશીલ હોય છે. અહીં તો સમાજમાં પોતાનું નામ સદાચારી તરીકે રહે અને લોકોમાં ચારિત્રવાન કહેવાય તે દૃષ્ટિથી પરસ્ત્રીગમનનો પોતે ત્યાગ કરે છે. અહીં અધ્યાત્મદૃષ્ટિની તદ્દન ગૌણતા છે, કારણ કે બ્રહ્મચર્યનું સ્વરૂપ વગેરે વિશેષપણે જાણ્યાં નથી. સામાન્ય રીતે જનસમાજમાં ઊંચા સ્થાનને પ્રાપ્ત પુરુષો પાસેથી જ સચ્ચારિત્રની અપેક્ષા રાખવામાં આવે છે તેને અધીન થઈ, તેમ જ દુરાચારના શારીરિક અને સામાજિક ગેરફાયદાઓને લક્ષમાં લઈને અહીં સામાન્ય રીતે એકપત્નીવ્રતનું પાલન હોય
(૨) મુમુક્ષુ અને જ્ઞાનની અપેક્ષાએ
અહીં સમજણપૂર્વકના બ્રહ્મચર્યની શરૂઆત થાય છે. બ્રહ્મચર્ય તે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક – સર્વ પ્રકારની ઉન્નતિનું મૂળ કઈ કઈ રીતે છે તેનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને પોતાને સર્વ રીતે સુખકર અને ઉપયોગી હોવાથી અહીં બ્રહ્મચર્યવ્રતમાં સાચી પ્રીતિ ઉત્પન્ન થઈ હોય છે.
સ્વાધ્યાયમાં, ભક્તિમાં, ધર્મવાતના પ્રસંગોમાં, આત્મભાવનામાં, આસનસિદ્ધિમાં, વિવિધ પ્રકારના ધ્યાનમાં બ્રહ્મચર્યપાલન વિશિષ્ટપણે સહકારી છે, એમ જાણીને તેના વ્યાવહારિક અને પારમાર્થિક સ્વરૂપની સાધના અહીં ચાલુ થાય છે.
જ્યાં સુધી નિયમથી સ્વદારાસંતોષ ન રહે ત્યાં સુધી તીવ્ર સંક્લેશના ભાવ મટતા નથી તો સ્વાધ્યાયશીલતાની કેવી રીતે સિદ્ધિ થાય ? આવો સાધક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ક્રમે કરીને પોતાની જીવનચર્યાને ગોઠવે છે અને નીચેનાં જે જે કારણો બ્રહ્મચર્યપાલનમાં બાધારૂપ હોય તે તે સર્વ કારણોને પોતાની શક્તિ પ્રમાણે છોડીને અને સહાયક હોય તેવા કારણોને અંગીકાર કરીને પોતાના અભ્યાસરૂપ વ્રતમાં સ્થિર થાય છે ?
(૧) વારંવાર સત્સંગનો યોગ અને સંત-મહાત્માઓનો પરિચય.
(૨) પ્રશસ્ત ક્રમનું નિયમથી અનુસરણ, એટલે કે મનને જરા પણ નવરું , ન રહેવા દેતાં કાંઈને કાંઈ સારા કાર્યમાં નિરંતર જોડાયેલું રાખવું.
Page #42
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
(૩) સન્શાસ્ત્રોનો પદ્ધતિપૂર્વક અને નિયમપૂર્વક અભ્યાસ.
(૪) પરમાત્માની ભક્તિ-પૂજા-સ્તુતિ વડે વિનયગુણની આરાધના અને પોતાના દોષો પ્રત્યે સજાગતા.
(૫) સારી ટેવો પાડીને અને ઉપયોગી નિયમો ધારણ કરીને વ્યસનરહિતતાની સિદ્ધિ અને નિયમિત જીવન જીવવાની ટેવ, જેથી ઇન્દ્રિયો અને મનનું જીતવું સરળ થાય અને સાધનામાં મન સહેજે સ્થિર થઈ શકે.
(૬) મનને ઉન્મત્ત બનાવનાર બાહ્ય સાધનોનો પરિચય, નાટક, સિનેમા, ભવાઈ, કલબ, અશિષ્ટ મનોરંજનમાં ન જોડાવું તે.
(૭) અશિષ્ટ સાહિત્યનો અપરિચય – કામોત્તેજક વાર્તાઓ, ફોટાઓ, નવલિકાઓ કે ગાયન-નાટકો ન વાંચવા અને તે પુસ્તકો વગેરે પોતાની પાસે પણ ન રાખવાં.
(૮) આહારવિષયક શિસ્તમાં બહુ મરી-મસાલાવાળા પદાર્થોનો અને ડુંગળી-લસણ વગેરેનો ત્યાગ. માંસાહાર, દારૂ અને ગાંજો ચરસ-અફીણનો સર્વથા ત્યાગ. બહુ ગરિષ્ઠ પદાર્થો ઘી-દૂધ-મલાઈ વગેરેનું માત્ર અમુક પ્રમાણમાં જ ગ્રહણ જેથી સામાન્ય શરીર-સ્વાથ્ય જળવાય, પરંતુ ઇન્દ્રિયો ઉન્મત્ત બને નહીં. રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, ફળ, છાશ, ખાખરા, ઢેબરાં તથા પાણી અને પ્રવાહીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવાથી ભોજનવિષયક સાત્ત્વિકતા તેમ જ તાત્ત્વિકતા જળવાશે. શરીર અને મન પ્રફુલ્લિત રહેશે અને પ્રસન્નતાથી સ્વાધ્યાયસત્સંગ-ધ્યાનમાં મન લાગી જશે. પ્રસંગોપાત્ત વચ્ચે વચ્ચે અલ્પાહાર અને રસાસ્વાદત્યાગના અભ્યાસથી સાધનામાં ગતિશીલતા આવશે, શરીર હલકું રહેશે, પ્રમાદનો નાશ થશે અને આસનની સ્થિરતા વધશે.
આ કક્ષાની સાધનામાં તત્ત્વનો અભ્યાસ પણ સાથે સાથે કરવાનો હોય છે. આમ, બ્રહ્મચર્યપાલન તે માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પણ આત્મજાગૃતિની સતત સાધના છે, એમ સાધકને સદ્બોધ દ્વારા નિશ્ચય થાય છે. અહીં નિયમપૂર્વક સ્વદારાસંતોષ વર્તે છે એટલું જ નહીં પણ જ્યારે જ્યારે અલ્પપણે સ્વસ્ત્રીનો પ્રસંગ થઈ જાય છે ત્યારે ત્યારે તે વિશે ખેદ અને પ્રાયશ્ચિત સહિત પોતાના આત્મબળ વિશે ધિક્કારની ભાવના ઊપજે છે. ફરી ફરી સદ્બોધ, સત્સંગ, તીર્થયાત્રા અને તત્ત્વાભ્યાસ દ્વારા બ્રહ્મચર્ય વિશે બહુમાન લાવી સાધક પૂર્વે થયેલા હનુમાન, ભીષ્મપિતામહ, ભગવાન
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
સાધક-સાથી
નેમિનાથ (અરિષ્ટનેમિ), ભગવાન પાર્શ્વનાથ, સુદર્શન શેઠ વગેરે ઉત્તમ પુરુષોનાં ચારિત્રનું સ્મરણ કરીને પોતાના આત્માને પ્રેરણા આપે છે. આ જમાનામાં મહાત્મા ગાંધીજી અને શ્રીરામકૃષ્ણ પરમહંસે વિવાહિત જીવનમાં રહીને પણ બ્રહ્મચર્યસાધનાનાં સુંદર અને પ્રેરણાત્મક જીવંત દૃષ્ટાંતો આપણી સમક્ષ રજૂ કર્યા છે. આ કક્ષામાં મહિનામાં બારથી માંડીને અઠ્ઠાવીસ દિવસ સુધીનું કે તેથી વધુ બ્રહ્મચર્યપાલન હોય છે, જેથી સાધના વિશે પણ સ્થિરતા પ્રાપ્ત થવામાં ઘણી સરળતા રહે છે. (૩) સંપૂર્ણ બ્રહ્મચર્ય
પારમાર્થિક દૃષ્ટિએ જોઈએ તો આ દશા અલૌકિક છે. તેની ખરેખરી પ્રાતિ વિરક્ત આત્મજ્ઞાની પુરુષને જ હોય છે.
અહીં વ્રતનું સંપૂર્ણ પાલન હોય છે. જો કે પરમાર્થષ્ટિએ તો નિગ્રંથ મુનીશ્વરો આ મહાવ્રતના ધારણ કરનારા છે, કારણ કે જ્ઞાનસંયમની સાતિશય સાધનાના ફળસ્વરૂપે તેઓને જ આત્મામાં ખરેખરી રમણતાલીનતા-ચય હોય છે, છતાં પણ ક્રમશઃ સાધના દ્વારા જેઓએ બ્રહ્મચર્યમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તેવા મનુષ્યોને પણ વચન અને કાયાથી સંપૂર્ણ અને મનથી યથાશક્તિ પાલન આ કક્ષાએ સિદ્ધ થાય છે.
મોટા ભાગે આવા મનુષ્યો પોતાના વ્રતના નિર્દોષ નિભાવ માટે કોઈ ગુરુકુળ, આશ્રમ કે પરમાર્થસંસ્થામાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે તેવા સંજોગોમાં પોતાને સત્સંગ અને આત્મબોધનો સતત પરિચય થઈ શકે છે અને પોતાની આત્મદશા આગળ વધારવામાં દરેક જાતની મદદ મળે છે. આવા સાધકો ઘણુંખરું પૂર્ણ-સાધક (Full-time Sadhakas) હોય છે. કોઈ કોઈને પૂર્વના ગૃહસ્થાશ્રમ સંબંધી અલ્પ જવાબદારી બાકી રહી ગઈ હોય તો તે નિભાવવા માટે કોઈ કોઈ વાર ઘેર જવું પડે છે પણ કમે કરીને તે જવાબદારી પણ જયારે પૂરી કરી નાખવામાં આવે ત્યારે નિતાન્ત આત્મસાધનાને વિશે લય લાગે છે અને પૂર્ણ-બ્રહ્મચર્ય તેના ખરેખરા સ્વરૂપમાં પ્રગટે છે.
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે જ્યારે આ સાધકોને ખાસ કારણથી ઘેર જવું પડે છે ત્યારે તેઓ પોતે અલગ એકાંત ઓરડામાં રહે છે, પોતાનો નિત્યક્રમ જાળવે છે અને ખાસ જરૂરી હોય તે સિવાયનાં દુનિયાનાં કાર્યોમાં રસ લેતાં નથી અને ફરી પાછા કામ પતે કે તુરત જ સત્સંગના યોગમાં ચાલ્યા જાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
૨૫
બ્રહ્મચર્યનો મહિમા (૧) નીરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન;
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન.
*
એક વિષયને જીતતાં જીત્યો સહુ સંસાર; નૃપતિ જીતતાં જતિયે દળ-પુર ને અધિકાર.
પાત્ર વિના વસ્તુ ન રહે પાત્ર આત્મિકજ્ઞાન
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. (૨) તે(પરમાત્મ તત્ત્વ)ને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે.
(૩) સર્વ ચારિત્ર વશીભૂત કરવા માટે સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડવૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારની સાધનાના જય માટે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી છે.
(૪) જે સર્વ વ્રતોમાં દુર્ઘટ હોવાથી મુખ્યપણાને પામેલું છે, જેના ભંગનું કોઈ પ્રાયશ્ચિત સાધુને માટે કહ્યું નથી અને જે તૂટવાથી ઉચ્ચ સાધકનું સર્વતોમુખી પતન થાય છે તે બ્રહ્મચર્યવ્રતનું સાધકો અત્યંત સાવધાનીથી તન કરે છે.
(૫) બ્રહ્મચર્યને સર્વોત્તમ તપ કહ્યું છે.
(૬) નિરતિચાર સત્યાર્થી સંપૂર્ણ બ્રહ્મચારી પુરુષ જગત વડે જ નહીં, પરંતુ જગતના સર્વ પૂજ્ય પુરુષો વડે પણ પૂજનીય છે.
(૭) જેઓ અલ્પશક્તિવાળા છે. જેઓ શીલરહિત છે. જેઓ દીનલાચાર છે અને જેઓ ઇન્દ્રિયોના ગુલામ છે તેઓ સ્વપ્નમાં પણ બ્રહ્મચર્ય પાળી શકતા નથી. મહાન પરાક્રમી પુરુષો જ આ દુર્ધર વ્રતને ધારણ કરવાને શક્તિમાન બને છે.
(૮) અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાન્ત અભિપ્રાય આપ્યો છે એવો જે “કામ” તેનાથી જે મૂંઝાયા નથી તે પરમાત્મા છે.
(૯) બ્રહ્મચર્યથી વીર્યનો લાભ થાય છે, દીઘાયુની પ્રાપ્તિ થાય છે, ચિત્ત પ્રસન્ન રહે છે, શરીરમાં ફૂર્તિનો અનુભવ થાય છે, બુદ્ધિશક્તિ વધે છે,
Page #45
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
સ્મરણશક્તિ તેજસ્વી થાય છે, વાણી સુમધુર અને પ્રભાવશાળી બને છે, આસનસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, સુવિચારદશા લંબાય છે, ધ્યાનમાં થાકનો અભાવ થાય છે અને સર્વતોમુખી આત્મસંયમ પ્રગટવાથી મહાન આનંદપ્રદ સમાધિના સ્વામી બની શકાય છે. આથી એમ જાણીએ છીએ કે બ્રહ્મચર્ય તે સાધકનો એક સર્વોત્તમ સાથી છે.
બ્રહ્મચર્યનાં જીવંત દૃષ્ટાંતો
સ્વામી વિવેકાનંદના અનેક શિષ્યોમાં એક હતા સ્વામી વિભૂતાનંદજી. જેવા પરાક્રમી ગુરુ તેવા જ પરાક્રમી આ શિષ્ય.
એક વાર એક સ્ત્રીએ તેમના ઓરડામાં ખોટા આશયથી પ્રવેશ કર્યો. સ્વામીજીની સૌમ્યમૂર્તિ અને બ્રહ્મતેજ જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. અધૂરામાં પર સ્વામીજીએ તુરત જ કહ્યું : “મા, તેરેકો કુછ લેકે હી જાના પડેગા’ – એમ કહી તે બાઈને પ્રસાદ ધર્યો. જે તેણીને સ્વીકારવો પડ્યો.
આ બાઈએ પોતાને સંબોધીને કહેવામાં આવેલો “મા” શબ્દ સાંભળ્યો. કે તરત જ તેની કામવાસના ભસ્મીભૂત થઈ ગઈ. પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરીને અશ્રુભીની આંખે સ્વામીજીને પગે લાગી, અને તેમની માફી માગી તેણે વિદાય લીધી.
અખંડ બ્રહ્મચર્ય-સાધનાનો કેવો પ્રતાપ !
[૨] આર્ય-સંસ્કૃતિના મહાન રક્ષકોમાં છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ જેવી જ તમન્ના રાખનાર અને શિવાજી મહારાજ દ્વારા પ્રેરિત, બુંદેલખંડના મહારાજા છત્રસાલ, પત્રાની ગાદી પર લગભગ ૧૬90માં આસીન હતા. સિંહ જેવી તેમની શૂરવીરતા હતી. તો સિંહથી પણ વિશેષ તેમનું બ્રહ્મચર્યનું તેજ હતું.
એક તો રાજવંશી લોહી અને તેમાં ભરપૂર યુવાવસ્થા. મહારાજાને જોઈ એક સામંતની કુંવરી તેમના ઉપર મુગ્ધ થઈ ગઈ. કામ આંધળો છે, તે જેના પર સવાર થાય છે તેને કાંઈ સૂધબૂધ રહેતી નથી. મહારાજાની પાસે તે હાથ જોડીને બોલી : ‘મહારાજ ! હું બહુ દુઃખી છું.’
‘આપને શું કલેશનું કારણ જીવનમાં બન્યું છે. દેવી ?” મહારાજે પૂછ્યું.
Page #46
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય
૨૭
સ્ત્રીએ છળપૂર્વક ઉત્તર આપ્યો : “જો આપ મારું દુઃખ દૂર કરવાનું વચન આપો તો કહું.”
સરળહૃદયી મહારાજાએ કહ્યું: ‘મારાથી સંભવ હશે તે બધી મદદ અવશ્ય કરીશ.”
સ્ત્રીએ વિચિત્ર હાવભાવપૂર્વક કહ્યું : હું સંતાનહીન છું. મારે તમારા જેવો પુત્ર જોઈએ.” બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયેલા મહારાજે પોતાની જાતને તરત જ સંભાળી લીધી અને ઉત્તર આપ્યો : “આપને મારા જેવો પત્ર જોઈએ તો હે માતા ! આ છત્રસાલ તમારો જ પુત્ર છે,’ એમ કહી મહારાજ તેના ચરણોમાં ઝૂકી ગયા અને સ્ત્રીને રાજમાતા તરીકે સ્વીકારી. જુઓ ભરયુવાન રાજપુત્રના સદાચારની પરાકાષ્ઠા ! જુઓ તેમનું ધૈર્ય અને આત્મસંયમ !!
આ મહારાજનો રાજ્યકાળ તે બુંદેલખંડના ઈતિહાસનો સુવર્ણયુગ ગણાય છે, જેમાં પ્રજાને પૂર્ણ સંરક્ષણ અને સર્વતોમુખી જાહોજલાલીનો અનુભવ થયો.
(૩)
સાંપ્રત જૈન સમાજના અનેક મહાન વિદ્વાનોમાં એક છે પંડિતવર્ય શ્રી સુમેરુચંદ્ર દિવાકર. તેઓ એક વખત પર્યુષણ નિમિત્તે યુવાનોની મંડળીમાં વ્યાખ્યાન કરતા હતા. તેમણે ધર્મ શિક્ષા આપ્યા પછી કહ્યું : 'મિત્રો ! વ્યાયામ કરો અને સંયમથી રહો. આમ કરવાથી તમો ઉત્તમ પ્રકારે તંદુરસ્તી જાળવી શકશો અને તમારે ડૉક્ટરની વિટામિનની ગોળીઓની જરૂર પડશે નહીં.'
પંડિતજી કેટલો સંયમ પાળે છે તે જાણવું રહ્યું.” આમ યુવકોની અંદરોઅંદરની ગુફતેગો સાંભળી પાસે બેઠેલા પંડિત ઈન્દ્રલાલ શાસ્ત્રીએ કહ્યું : “ભાઈઓ, આપણા આજના પ્રવચનકાર પંડિતવર્ય બાળબ્રહ્મચારી છે.” આ સાંભળી યુવાનોમાં સન્નાટો છવાઈ ગયો.
[૪] મહર્ષિ દયાનંદ સરસ્વતી કલકત્તામાં શ્રી અશ્વિનીકુમાર દત્તને ઘેર ઊતર્યા હતા.
અશ્વિનીકુમાર : મહારાજ ! શું કામ' તમને કોઈ દિવસ હેરાન નથી કરતો ?
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
સાધક-સાથી
દયાનંદ સરસ્વતી : “કામ”? તો નિરંતર કામમાં જ રહું છું. તેથી મને કામ”ની સ્મૃતિ પણ થતી નથી.
અશ્વિનીકુમાર : શું આપણું શરીર હાડમાસનું બનેલું નથી ?
દયાનંદ સરસ્વતી : યોગાભ્યાસ અને પ્રભુભક્તિ વડે કરીને પોતાના મનમાંથી જે મલિન સંસ્કારોનો નાશ કરી નાખે છે અને બાકીનો સમય પરોપકારમાં લગાવી દે છે તેને આત્માનંદથી તૃપ્તિ હોય છે અને કામાદિ વિકારો પ્રત્યે તેનું લક્ષ જતું નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
સહનશીલતા
આત્મશુદ્ધિની પ્રાપ્તિ માટે સમભાવપૂર્વક મન, વચન અને શરીરને લગતી પ્રતિકૂળતાઓને સ્વેચ્છાએ સહન કરવી તેને સહનશીલતા કહેવામાં આવે છે. સાચી સહનશીલતાનો અભ્યાસ
આત્મશુદ્ધિના લક્ષ વગર સહન કરવું તે પરમાર્થપ્રાપ્તિ માટે નથી. વેપારી ભૂખ્યો-તરસ્યો વેપાર કરે કે વિદ્યાર્થી બળપૂર્વક ઉજાગરા કરીને અભ્યાસ કરે એ ઇત્યાદિ માત્ર વ્યાવહારિક સહનશીલતા છે. આમ, સ્વાર્થપ્રેરિત કાર્ય માટે કરેલી સહનશીલતા એ સામાન્ય છે. પરોપકારને અર્થે જો સહન કરતા હોઈએ, પોતાનું કામ છોડીને પણ બીજાને મદદ કરવા માટે સહન કરીએ ત્યારે ઉચ્ચ પ્રકારની સહનશીલતા. જીવનમાં ઉદય પામે છે. સહન કરતી વખતે સમભાવનો અભ્યાસ જારી રાખવાનો છે, ફરિયાદ કરવાની નથી, અણગમો લાવવાનો નથી કે ધીરજ છોડવાની નથી. વળી સ્વેચ્છાથી સહન કરવાનું છે, કારણ કે માત્ર પોતાના શ્રેય અર્થે પોતે જ આ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. નિર્ધન પુરુષો કે પશુઓ ભૂખ-તરસ, ઠંડી-ગરમી, અપમાન આદિ અનેક પ્રતિકૂળતાઓ સહન કરે છે, પરંતુ ત્યાં તો સ્વેચ્છા નથી, પરાધીનતા છે. પરવશ થઈને સંજોગવશાતું સહન કર્યા વગર છૂટકો નથી તેથી વિષમભાવે સહે છે, માટે આવી સહનશીલતા એ સાચી સહનશીલતા નથી. સહનશીલતાની કસોટીનાં બાહ્ય પરિબળો
લોકો તરફથી, પશુઓ તરફથી કે કુદરતી આફતો, એમ અનેક પ્રકારે સાધકને દુઃખ આવે છે, જેમાં તેની સહનશીલતાની કસોટી થાય છે. જગતના. સામાન્ય માણસો આત્મિક આનંદની શ્રદ્ધાથી રહિત હોય છે અને તેથી પરમાર્થમાર્ગમાં શ્રદ્ધાવાન હોતા નથી. પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં સાધકને સ્વજનો તરફથી કોઈ વાર અસહકાર સાંપડે છે તો કોઈ વાર સ્પષ્ટ વિરોધ પણ સહન કરવો પડે છે. આગળ વધતાં સાધકને અન્ય લોકો પણ
- WWW.jainelibrary.org
Page #49
--------------------------------------------------------------------------
________________
સાધક સાથી
વેદિયો કહીને તેની હાંસી ઉડાવે છે, અપમાન કરે છે, તેને સમાજમાંથી બહિષ્કૃત કરે છે અથવા કેટલાક ક્રૂર અને અવિવેકી પુરુષો સાધકને આહાર-પાણીથી વંચિત કરે છે. તેના માર્ગમાં પથરા, કાંટા વગેરે અવરોધો ઊભા કરે છે તો ક્વચિત્ તેના શરીર ઉપર લાતો, તમાચા, લાકડી કે બીજાં ઘાતક શસ્ત્રો વડે પ્રહાર પણ કરે છે. જેઓને ઘરની બહાર એકાંતમાં એટલે કે તીર્થક્ષેત્રમાં વન-ઉપવન ઇત્યાદિ નિર્જન પ્રદેશમાં સાધના કરવાની હોય તેઓને કીડી, માખી, મકોડા, મચ્છર કે નાની જીવાતના ઉપદ્રવ આવી પડે છે. કોઈક વાર ઉંદર, વંદા, ખિસકોલી કે મોટાં હિંસક પ્રાણીઓ તરફથી પણ ત્રાસ આવી પડે છે. શારીરિક પીડા ઉપજાવવા ઉપરાંત વિવિધ પ્રકારનાં પશુપંખીઓના અવાજો વડે ધ્યાનમાં વિઘ્ન કે ભય ઊપજે એ પણ એક નોંધપાત્ર ઉપદ્રવ છે. કુદરતી પરિબળો પણ સાધકને વિઘ્નરૂપ બની શકે છે, જેમ કે અતિશય ઠંડી શિયાળામાં, સખત ગરમી ઉનાળામાં કે ધોધમાર વરસાદ ચોમાસામાં. વિવિધ પ્રકારના રોગોની શરીરમાં ઉત્પત્તિ થવી તે પણ એક કુદરતી આફત છે અને આ બાબતમાં સાધકે ખાસ સમતા રાખવાની છે. તેણે સાચી આત્મદશા કઈ હદ સુધી પ્રાપ્ત કરી છે તેની આ સૌથી પ્રત્યક્ષ, સૌથી વિકટ અને સૌથી નિકટની કસોટી છે. શરીરની રોગગ્રસ્ત દશામાં પણ જે સાચી સહનશીલતા દાખવે છે તે ખરેખરો સંતપુરુષ છે. વિશિષ્ટ સહનશીલતા
૩૦
જેટલું જેટલું વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન દૃઢ કર્યું હશે તેટલા તેટલા પ્રમાણમાં સાધકને કોઈ પણ પ્રકારનું દુઃખ કે વિઘ્ન આવી પડતાં પોતાનો જ દોષ દેખાશે. સાચો સાધક સંયોગનો, બહારની વ્યક્તિઓનો કે વસ્તુઓનો દોષ ન કાઢતાં પોતાનો જ દોષ જુએ છે અને તેથી તેને વિષમભાવની ઉત્પત્તિ થતી નથી. આમ સાચી સહનશીલતા રહે તે માટે બન્ને પ્રકારનો અભ્યાસ કરવો જોઈએ. સાચા જ્ઞાનનો અભ્યાસ અને વિપરીત સંજોગોમાં પણ ધીરજપૂર્વક શાંતિથી દુઃખોને સહી લેવાનો અભ્યાસ. આ બન્ને પ્રકારના અભ્યાસની પરિપક્વતાથી સાધક સિદ્ધયોગી એટલે કે સમત્વપ્રાપ્ત સ્થિતપ્રજ્ઞ પુરુષની દશાને પ્રાપ્ત કરે છે જે અધ્યાત્મસાધનાની ચરમ સીમા
છે.
-
કુદરતી રીતે આવી પડેલા ઉપદ્રવો ઉપરાંત ઊંચી સાધક દશાવાળા પુરુષો સ્વેચ્છાએ શિયાળામાં નદીકાંઠે બેસીને, ઉનાળામાં પર્વતની શિલા ઉપર બેસીને કે કાંટા-કાંકરાવાળા રસ્તે ચાલીને સ્થિતપ્રજ્ઞ દશાની
Page #50
--------------------------------------------------------------------------
________________
સહનશીલતા
૩૧
"
મધ્યસ્થપણે પરીક્ષા કરે છે. ઉપસંહાર
જેમ ખાણમાંથી નીકળેલી સુવર્ણરજને અનેક ભઠ્ઠીઓમાંથી પસાર થયા વિના શુદ્ધ સુવર્ણપણે પ્રાપ્ત થતું નથી, લોખંડના સળિયાને ખૂબ ગરમ કર્યા વિના જેમ તેને ઇચ્છેલો ઘાટ આપી શકાતો નથી, બહુ મેલું થઈ ગયેલું કપડું જેમ ખૂબ મસળ્યા વિના કે ધોકો લગાવ્યા વિના તદ્દન ચોખ્ખું થઈ શકતું નથી તેમ દીર્ધ કાળથી સેવેલી ઊંધી માન્યતા, ઊંધું જ્ઞાન અને ઊલટું આચરણ પણ આત્માને તપાવ્યા વિના – સહનશીલતા કેળવ્યા વિના – દૂર થઈ શકતાં નથી. આ કારણથી સહનશીલતાનો અભ્યાસ કરવાની દરેક કક્ષાના મુમુક્ષજનની ફરજ બની જાય છે. જેમ જેમ સમજણપૂર્વક સહન કરવામાં આવે છે તેમ તેમ આત્માનું બળ વધે છે અને તેમ તેમ આત્મજ્ઞાન-આત્મસંયમનો માર્ગ સિદ્ધ થઈ સાધકને સમાધિફળ આપતો જાય છે.
અધ્યાત્મસાધનાની આધારશિલારૂપ આ સહનશીલતાનો ગુણ શું આપણે આરાધવા યોગ્ય નથી ? અર્થાતુ છે જ. સહનશીલતાનો મહિમા
(૧) ભલા થઈને સહન કરવાનો માર્ગ ભલે વિકટ હોય તો પણ તે હંમેશાં ઉત્તમ ફળ આપનારો બને છે.
(૨) જેમ જેમ અગ્નિમાં તપાવીએ તેમ તેમ સુવર્ણ વધારે ઉજ્જવળતાને પામે છે, ગમે તેટલી વખત શેરડી પીલીએ તો પણ તે પોતાનો મીઠાશનો સ્વભાવ છોડતી નથી, ગમે તેટલું ઘસીએ તો પણ ચંદન પોતાની શીતળતા છોડતું નથી તેમ અનેક પ્રકારની આકરી કસોટીઓ આવવા છતાં સજ્જન પુરુષો પોતાની સજ્જનતા છોડતા નથી અને સમભાવપૂર્વક સહન કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય છે.
(૩) ખાણમાંથી નીકળેલા હીરાનો ચળકાટ અલ્પ જ હોય છે, પરંતુ જ્યારે તેને સાફ કરીને અનેક પ્રકારના પહેલા તેના ઉપર પાડવામાં આવે ત્યારે જ તેનો ચળકાટ વધી જાય છે, તેમ સાધકને પણ સંત બનતા પહેલાં અનેક કસોટીમાંથી પાર ઊતરવું પડે છે.
(૪) સહનશીલતા અને પરોપકાર સનોનો સ્વભાવ છે. વૃક્ષ પોતે તડકો સહન કરી બીજાને છાંયો જ આપે છે અને ચંદનનું વૃક્ષ પોતાને કાપનાર કુહાડીની ધારને શીતળ અને સુગંધિત કરે છે, તેમ સજ્જન પુરુષો
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
અનેક વિપત્તિઓ આવવા છતાં પ્રેમ અને પરોપકારનો જ વ્યવહાર કરે છે.
(૫) વાદળાંઓ સમુદ્રનું ખારું પાણી લઈને જેમ મીઠા જળની વર્ષા કરે છે તેમ સજ્જન માણસો આપત્તિ સહીને પણ સજ્જનતાની જ વર્ષા કરે છે. સહનશીલતાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
બંગાળના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી વિશ્વનાથ શાસ્ત્રીને બીજા વિદ્વાનો તરફથી શાસ્ત્રચર્ચા માટેનું આમંત્રણ મળ્યું હતું. યથા સમયે શાસ્ત્રચર્ચા ચાલુ થઈ. શાસ્ત્રીજીના અગાધ પ્રજ્ઞાબળ અને સચોટ યુક્તિઓ સામે, સામા પક્ષના વિદ્વાનો એક પછી એક નિરુત્તર થવા લાગ્યા અને તેમનો પરાજ્ય નિશ્ચિત જણાવા લાગ્યો.
સાકસાથી
બીજો ઉપાય ન રહેવાથી એક વિદ્વાને પોતાની સૂંઘવાની તમાકુની ડબ્બી ઉઘાડી શાસ્ત્રીજીના મોં પર બધી તમાકુ ફેંકી. શાસ્ત્રીજીએ પોતાનો રૂમાલ કાઢી, મોં લૂછી કહ્યું : ‘આ તો વિષયાંતર થયું, ચર્ચા આગળ ચાલવા દો.’
સમસ્ત સભા સ્તબ્ધ થઈ ગઈ. વિપક્ષના પંડિતોએ તો વિચાર્યું હતું કે આ બનાવથી પંડિતજી ગુસ્સે થઈને સભા બરખાસ્ત કરશે, પણ ઊલટું તેમણે તો જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ ચર્ચા આગળ ચલાવવા જેટલી વિપક્ષના પંડિતોમાં હિંમત હવે રહી જ નહોતી. તેઓ સર્વ લજ્જા પામ્યા, શાસ્ત્રીજીના ચરણોમાં ઝૂકી પડ્યા અને આ પ્રાજ્ઞ પુરુષની ક્ષમા માગવા
લાગ્યા !
ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ સમભાવથી સહન કરવાથી મહાન સિદ્ધિની પ્રાપ્તિ થાય છે તે આ મહાપુરુષના જીવનમાંથી આપણને શીખવા મળે છે. કેવી ઉત્તમ સહનશીલતા !
[૨]
વર્તમાન સદીના પ્રસિદ્ધ જૈન સંત શ્રી ગણેશપ્રસાદ વર્ણી થોડાં વર્ષો પહેલાં થઈ ગયા. તેમના ધર્મજીવનની શરૂઆતમાં તેઓએ જયપુરની યાત્રા કરવાનો નિશ્ચય કરેલો અને તેમ કરવા માટે તેઓ એકલા જ નીકળી પડેલા. લલિતપુર (જિલ્લો ઝાંસી) થઈને તેઓ સોનાગિરિ પહોંચ્યા અને ખુરઈ તરફ આગળ વધ્યા. સોનાગિરિથી આગળ વધ્યા ત્યારે તેમની પાસે લગભગ બે આના, એક લોટો, એક ગળણું અને પહેરેલાં કપડાં હતાં. દતિયા ગામે પહોંચતાં પહોંચતાં તેમની પાસે એક પાઈ પણ રહી નહીં. બે દિવસથી તેઓ
Page #52
--------------------------------------------------------------------------
________________
સહનશીલતા
ચણા ઉપર હતા, પણ આજ તો ચણાના પૈસા પણ નહોતા. તેમણે દુકાનદારને કહ્યું : “ભાઈ ! આ છત્રી લઈ લો. દુકાનદાર કહે : “ચોરીનો માલ તો નથી ને ?” આ સાંભળી તેઓ ચૂપ થઈ ગયા અને આંખમાં આંસુ આવી ગયાં. આમ બનવા છતાં દુકાનદારે કાંઈ સહાનુભૂતિ બતાવી નહીં – માત્ર એટલું જ કહ્યું : “લો આ છત્રીની કિંમત, ચણાના બે પૈસા કાપતાં છ આના આવશે.’ તેઓએ કહ્યું? ભાઈ છત્રી નવી છે. કંઈક વધારે આપો.” દુકાનદારે કહ્યું : “આ છ આના લઈ જાઓ નહીં તો આગળ વધો !' છ આના લઈને તેઓએ ચલતી પકડી.
આમ ઘણી વાર તેઓ ચાર-ચાર દિવસ માત્ર ચણા ખાઈને ચલાવતા અને કોઈ ઓળખીતા શ્રાવકનું ઘર મળે ત્યારે રાંધેલું ભોજન ખાતા. દરેક મહાપુરુષને આવી આકરી કસોટીઓમાંથી પસાર થઈને જ ક્રમે કરીને આત્મસાધનાના બળ વડે મહાન પદની પ્રાપ્તિ થાય છે.
[૩] મહાત્મા ગાંધીજી જે દિવસોમાં ચંપારણમાં હતા તે દિવસની આ વાત
એક વાર તેઓ બેતિયા જઈ રહ્યા હતા. ટ્રેનમાં રાત્રે મુસાફરી કરવાની હતી અને રાબેતા મુજબ તેઓ ત્રીજા વર્ગના ડબ્બામાં બેઠા હતા. જગ્યા ખાલી હોવાથી તેઓ સીટ ઉપર સૂઈ ગયા. મધ્યરાત્રિએ એક મુસાફર તેમના ડબ્બામાં ચડ્યો અને તેમને ધક્કો મારીને ઉઠાડતાં કહ્યું : 'તું તો પહોળો પથારો પાથરીને જાણે તારી પોતાની જ ગાડી હોય તેમ સૂતો છે, ચાલ ઊઠ.’
ગાંધીજી તો સીટ ઉપર પેલા મુસાફર સાથે બેસી ગયા. પેલો મુસાફર ગાવા લાગ્યો : “ધન ધન ગાંધીજી મહારાજ, દુઃખી કે દુઃખ મિટાનેવાલે.”
સવાર પડી અને બેતિયા સ્ટેશન આવ્યું. હજારો લોકો ગાંધીજીનો જયજયકાર બોલાવતા તેમના ડબ્બા પાસે આવી પહોંચ્યા. પેલો મુસાફર પણ ગાંધીજીનાં દર્શન કરવા જ આવ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે પોતે જેનું અપમાન કર્યું હતું તે જ મહાત્મા ગાંધીજી છે ત્યારે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ગાંધીજીએ તેને આશ્વાસન આપી ઉઠાડ્યો, જાણે કે કાંઈ બનાવ બન્યો જ નહોતો.
Page #53
--------------------------------------------------------------------------
________________
સમયનો સદ્ઉપયોગ
આપણને મળેલા મનુષ્યભવની એક એક પળ વહી જાય છે અને આપણે સર્વ મૃત્યુની નજીક પહોંચી રહ્યા છીએ એ હકીકત છે. થોડા વિરલા પુરુષો જ આ બાબતનો વિચાર કરી, પ્રાપ્ત થયેલા આ ઉત્તમ અવસરનો અનંત આનંદની સાધનામાં સદુપયોગ કરે છે. સર્વભક્ષક કાળ
સમય અખ્ખલિતપણે વહી રહ્યો છે. તેને રોકવાને આ વિશ્વમાં કોઈ પણ સમર્થ નથી. મોટા મોટા પર્વત હતા ત્યાં આજે ઊંડા સમુદ્રો છે, જેની હાકથી સમસ્ત ધરતી ધ્રુજતી હતી તેવા સમ્રાટોનાં મોટાં મોટાં સામ્રાજ્યોનાં ખંડિયેરની પણ કાંઈ વ્યવસ્થા આજે બની શકતી નથી. રાય રંક થાય છે, રોગી નીરોગી થઈ જાય છે, યુવાવસ્થા જલદીથી પૂરી થઈને ઘડપણ આવી જાય છે. શરીરસૌષ્ઠવ અને સૌંદર્યનો નાશ થઈ શિશિલતા અને નિસ્તેજપણાનો ઉદય દેખાય છે. આમ, જગતમાં સર્વત્ર એક કાળરૂપી દૈત્યના તાંડવનૃત્યથી સૌ જીવો ભયભીત છે. આનો કોઈ યોગ્ય પ્રતિકાર છે ?
આનો ઉત્તર હકારમાં છે. આ મહાન કાળને જીતવાનો ઉપાય છે અને તે છે પ્રત્યેક પળનો સદુપયોગ કરવો તે. ટીપે ટીપે જેમ સરોવર ભરાય છે, કાંકરે કાંકરે જેમ પાળ બંધાય છે અને એક એક ઈટથી જેમ મોટી ઈમારતનું નિમણિ થાય છે તેમ જે વિવેકી મનુષ્ય પોતાની પ્રત્યેક પળનો સદુપયોગ કરે છે તેને આ લોક અને પરલોકમાં વિપુલ સમૃદ્ધિ સાંપડે છે. સમયપાલન અંગે સતત જાગૃતિ
વ્યવહારજીવનમાં સમયના સદુપયોગથી ઈષ્ટ ધ્યેયની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. જે વિદ્યાર્થી દરરોજ ઘરકામ કરે છે તે સારા ગુણ મેળવે છે, જે ગૃહિણી આળસ છોડી ઘરની સંભાળ રાખે છે તેનું ઘર સ્વચ્છતાથી અને સુઘડતાથી દીપી ઊઠે છે અને જે ખેડૂત વાવેલા ખેતરની નિરંતર ચોકી કરે છે તેને ત્યાં મબલક પાક ઊતરે છે. આમ, લૌકિક જીવનમાં સમયના સદુપયોગથી સમૃદ્ધિની અને ઉચ્ચ પદની પ્રાપ્તિ જોઈ શકાય છે. પરમાર્થના માર્ગમાં તો આત્મજાગૃતિપૂર્વક સતત સમયના સદુપયોગ
Page #54
--------------------------------------------------------------------------
________________
સમયનો સદ્ઉપયોગ
પ્રત્યે સાવધ રહેવું અનિવાર્ય છે અને તેથી જ સંતોએ શ્વાસે શ્વાસે પ્રભુસ્મરણ કરવાની આજ્ઞા આપી છે. માત્ર સાધના કરતા હોઈએ ત્યારે તો સાધનામય રહેવું અને બીજા સમયે સાધનામય ન રહેવું એમ જો વર્તવામાં આવે તો સિદ્ધિ કેવી રીતે થાય ? સાધનાના સમય દરમિયાન તો ખૂબ એકાગ્રતાથી સાધનામાં તલ્લીન થવાનું જ છે, પરંતુ બીજા સમયે પણ આત્મસુધારણાનું અને આત્મશુદ્ધિનું લક્ષ ચૂકવાનું નથી. મતલબ કે સવારે, બપોરે, સાંજે કે રાત્રે, ઘરમાં કે બહાર, મંદિરમાં, તીર્થમાં, સ્વાધ્યાયશાળામાં કે બીજું વ્યવહારકાર્ય કરતા હોઈએ ત્યારે પણ સતત હું મારો સમય યથાયોગ્યપણે વિતાવું છું કે નહીં તેની જાગૃતિ રાખવાની છે.
સમયનો પૂર્ણ સદુપયોગ કરવાની ખરેખર જો ટેવ પાડવી હોય તો પ્રાથમિક અને મધ્યમ કક્ષાના સાધકે અધ્યાત્મ-ડાયરી રાખવી જરૂરી છે જેથી દિવસ અને રાત્રિનો સમય કેવી રીતે વપરાયો તેનો બરાબર હિસાબ રહે, જે સમય નકામો વહી ગયો તેની ખબર પડે અને તે સમયની સુધારણાનો પ્રયત્ન કરીને આપણા જીવનની ઊણપ દૂર કરી શકાય.
આ જગતમાં સર્વ ક્ષેત્રે ઉચ્ચતમ પદવીઓની જેમણે પ્રાપ્તિ કરી તે સર્વ મહાપુરુષોના જીવનનું બારીકાઈથી અવલોકન અને વિશ્લેષણ કરવાથી આપણે સહેજે કબૂલ કરવું પડે છે કે તેમની સફળતાની એક સૌથી અગત્યની કૂંચી એ તેમણે પોતાના જીવનમાં કરેલો પ્રત્યેક ક્ષણનો સદ્ઉપયોગ છે. જો આપણે સમયનું સન્માન કરીશું તો સમય પણ આપણું સન્માન કરીને આપણને મહાપદની પ્રાપ્તિ કરાવશે.
સમયના સદ્ઉપયોગનો મહિમા
(૧) મનુષ્યભવની એક એક ક્ષણ લાખેણી છે. જે ક્ષણ વીતી ગઈ છે તે ક્ષણ કરોડો ઉપાય કરવાથી પણ પાછી મળી શકતી નથી, માટે પોતાને પ્રાપ્ત થયેલી પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરી લઈ આ જીવનને સાર્થક કરી લેવું.
(૨) સમય અને સમુદ્રમાં આવતી ભરતી કોઈને માટે પણ રાહ જોતાં
નથી.
૩૫
(૩) અંલિમાં (હાથમાં) રહેલું પાણી જેમ ધીમે ધીમે ટપકવાથી ખલાસ થઈ જાય છે તેમ એક એક ક્ષણ વીતવાથી આખોય મનુષ્યભવ ખલાસ થઈ જાય છે, તેથી જો આત્મકલ્યાણમાં ધ્યાન ન રહ્યું તો સર્વસ્વ લૂંટાયા જેવો આપણો ઘાટ થશે.
(૪) બધી વિપત્તિઓને તે જીતી જાય છે, બધા પુણ્યશાળી પુરુષોમાં તે
Page #55
--------------------------------------------------------------------------
________________
૩s
સાધક-સાથી
અગ્રણી બને છે. મહાન શાસ્ત્રો રચવાનું સામર્થ્ય તેનામાં પ્રગટે છે. વિદ્વજ્જનોની સભામાં તે નવી નવી સુયુક્તિઓ રજૂ કરી શકે છે અને કર્મરૂપી મહાન શત્રુઓની સેનામાં તે ભંગાણ પાડવાને સમર્થ બને છે – જે પોતાને મળેલી પ્રત્યેક પળને બહુ મૂલ્યવાન જાણી તેના સદુપયોગમાં દત્તચિત્ત રહે છે.
(૫) જે કાળની સત્તાને વશ થઈને વર્તવાથી સર્વ વસ્તુઓ માત્ર સ્મૃતિરૂપે જ રહી જાય છે તે મહાકાળને નમસ્કાર હો !
(૬) કાળ એમ નથી વિચારતો કે આ પુરુષે પોતાનું સુકૃત્ય પૂરું કર્યું કે નહીં તે તો પોતાના સપાટામાં આવેલા રાજાને, રંકને, મૂર્ખને, પંડિતને કે સર્વ કોઈને કોળિયો કરી જાય છે. માટે કાળનો ભરોસો કરવો તે તો પોતે જ છેતરાવા જેવું છે.
(૭) પુરુષાર્થ વડે કરીને કાળને જીતવો જોઈએ અને વિનયરૂપ સંપત્તિ વડે વિદ્યાને પ્રાપ્ત કરવી જોઈએ.
(૮) ઘડિયાળ ટક-ટક-ટક એમ અવાજ કરીને આપણને સૂચવે છે કે તારું આયુષ્ય કટ કટ કટ થઈ રહ્યું છે માટે જે ઉત્તમ કાર્ય તારે કરવું હોય તે જલદીથી કરી લે.
૯) સવારનું કામ સાંજ ઉપર અને સાંજનું કામ કાલ ઉપર જે મુલતવી રાખે છે તેને જ્ઞાનીઓએ આળસુ, દીર્ઘસૂત્રી અને મુદતિયો કહ્યો છે. તેને પોતાના જીવનમાં સફળતા મળતી નથી અને તે નાશ પામે છે.
(૧૦) ભગવાન શ્રી મહાવીર ગૌતમસ્વામી જેવા મહાસમર્થ પુરુષને પણ પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવાની આજ્ઞા કરતા હતા તો આપણે શું પ્રત્યેક ક્ષણે સાવધ ન રહેવું જોઈએ ?
(૧૧) આત્મકલ્યાણના ઇચ્છુકોએ પઠન-પાઠનમાં, સ્તવનભક્તિમાં, ધ્યાનમાં, શાસ્ત્રાધ્યયનમાં તથા ગુરુભક્તિમાં પ્રમાદરહિત થઈ સમયસર વર્તવું જોઈએ. (૧૨) જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરી નાખે છે.
સમયના સદુઉપયોગનાં જીવંત દૃષ્ટાંતો
[૧]
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન સંબંધી આ પ્રસંગ છે. એક દિવસે શ્રીમદે મુનિશ્રી ચતુરલાલજીને પૂછ્યું :
તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધી શું કર્યું?”
Page #56
--------------------------------------------------------------------------
________________
સમયનો સદ્ધપયોગ
છે. અધુર વહી જાય અભવ અને
શ્રી ચતુરલાલજીએ પોતાનો અનુભવ અને અવલોકન રજૂ કરતાં કહ્યું : “સવારે ચા લાવીએ છીએ તે પીએ છીએ, તે પછી આહારનો સમય થતાં આહાર વહોરી લાવીએ છીએ તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સૂઈ જઈએ છીએ.”
શ્રીમદે કહ્યું : “ચા અને ગોચરી) ભિક્ષા વહોરી લાવવાં અને આહારપાણી કરી સૂઈ રહેવું તે કાંઈ દર્શન જ્ઞાન-ચરિત્ર છે ?” પછી શ્રી લલ્લુજી મહારાજને સંબોધીને કહ્યું કે તેઓએ બીજા મુનિઓનો પ્રમાદ છોડાવી ભણવા તથા વાંચવામાં અને સ્વાધ્યાયધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવો અને સૌ મુનિઓએ દિવસમાં માત્ર એક જ વખત આહાર ગ્રહણ કરવો. ચા તથા છીંકણી વિનાકારણે હંમેશાં લાવવી નહીં. સંસ્કૃતનો અભ્યાસ કરવો. બધો સમય કંઈ ને કંઈ સાધન કરવામાં ગાળવો.
અમારામાંથી મહારાજ શ્રી (લલ્લુજી સ્વામી)ની તથા દેવકરણજીની તો અવસ્થા થઈ ગઈ છે તો ભણવાનો જોગ ક્યાંથી બને ?” મુનિશ્રી મોહનલાલજીએ પૂછવું.
શ્રીમદ્દ બોલ્યા : યોગ બની આબૅથી અભ્યાસ કરવો અને તે બની શકે છે, કારણ કે રાણી વિકટોરિયાની વૃદ્ધ અવસ્થા છે, છતાં પણ અન્ય દેશની. ભાષાઓનો અભ્યાસ કરે છે. દૃઢ નિશ્ચય કરીને અને આળસને છોડીને સ્મરણ-મનન આદિમાં સમયનો સદુપયોગ કરવો યોગ્ય છે.
[૨] ગઈ સદીના આર્ય-સંસ્કૃતિના મહાન પુરસ્કર્તાઓમાં યોગી શ્રી. દયાનંદ સરસ્વતી પ્રસિદ્ધ છે. તેઓની જન્મભૂમિ ટંકારા, જે સૌરાષ્ટ્રના મોરબી ગામ પાસે આવેલું છે. તેઓએ સમસ્ત ભારતમાં પરિભ્રમણ કરીને આર્યસમાજની સ્થાપના કરી હતી.
તેઓ એક વખત સંયુક્ત પ્રાંતના શહાજહાંપુરમાં હતા ત્યારે તેઓએ કોઈ મોટી સંસ્થાના કર્મચારીઓ નિયત સમય કરતાં અર્ધા કલાક વહેલા બહાર આવ્યા તે જોઈને કહ્યું : “જુઓ, આજે આપણા દેશવાસીઓ સમયની મહાનતાને ભૂલી ગયા છે. સમયની મહત્તાનો ત્યારે જ આપણને ખ્યાલ આવે
છે કે મરણની પથારીએ પડેલા દરદીને જોઈને ડૉક્ટર કહે છે, “જો મને પાંચ . મિનિટ વહેલો બોલાવ્યો હોત તો કેસ બચી જાત. હવે તો ગમે તે કરીએ
Page #57
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
તોપણ બચી શકે તેમ નથી.”
મહાપુરુષો સમયના ઉપયોગ પ્રત્યે કેટલા સાવધાન હતા તેનાં બે વધુ દૃષ્ટાંત વિચારીએ :
(૧) યુદ્ધ ચાલતું હોય તે દરમિયાન બધા મોરચે નેપોલિયન પોતે જ સેનાપતિઓને સુચના અને પ્રેરણા આપવા જતો. આવા સમયે તે ઘોડા ઉપર જ પોતાની ઊંઘ લઈ લેતો.
(૨) મૈસૂરનો પ્રસિદ્ધ સુલતાન હૈદરઅલી મહાન બુદ્ધિશાળી હતી. તેની ધારણાશક્તિ એટલી તીવ્ર હતી કે સવારના પોતાના નિત્યક્રમના સમયે જ તે વિવિધ ખાતાંના મંત્રીઓની ફરિયાદો સાંભળતો અને નિર્ણયો લઈ જે સૂચનાઓ આપવાની હોય તે સૂચનાઓ તે તે ખાતાંના મંત્રીઓને આપતો. આમ દિવસનું ઘણું કામ તો તે વહેલી સવારના જ પતાવી દેતો.
Page #58
--------------------------------------------------------------------------
________________
છે !
મૌન
આત્મકલ્યાણના પ્રયોજન અર્થે સાચી સમજણપૂર્વક વચનઆલાપાદિનો ત્યાગ કરવો તેને મૌન કહેવામાં આવે છે. આધ્યાત્મિક સાધનાના આ અગત્યના અંગની પ્રરૂપણા અહીં માત્ર તેના રૂઢિગત અર્થમાં કરવામાં આવી નથી, પરંતુ અત્યંત વિસ્તૃત દૃષ્ટિકોણથી સાધકને ઉપયોગી થાય તેવી રીતે કરવામાં આવી છે.
સદ્દગુરુ કે સશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલા બોધનું વિશેષ મનન કરવાના હેતુથી મૌન સેવવામાં આવે છે. મૌન દરેક કક્ષાનો સાધક પોતપોતાની રીતે અને પોતપોતાની કક્ષા પ્રમાણે પાળી શકે છે. જેઓ પ્રાથમિક કે મધ્યમ ભૂમિકામાં છે તેઓ બને તેટલો પોતાની વાણીનો સંયમ કરે તો ઘણી શારીરિક અને માનસિક શક્તિનો સંચય થાય. આ પ્રમાણે સંચિત થયેલી શક્તિને સ્વાધ્યાય-સ્મરણ વગેરે સાધનામાં લગાવી શકાય. જો આમ કરવામાં આવે તો અન્ય દિશામાં વપરાઈ જતી શક્તિનો આત્મસાધનામાં ઉપયોગ થવાથી સાધનાની સિદ્ધિ ત્વરિત ગતિથી બની શકે છે. વચનશક્તિનો સદુપયોગ
શિસ્તબદ્ધ વચનો બોલી શકવાનું સામર્થ્ય માત્ર મનુષ્યજન્મમાં જ આત્માને પ્રાપ્ત થઈ શકે છે, અન્ય પ્રાણી કે જીવજંતુમાં વચનશક્તિ આટલી વિકાસ પામેલી હોતી નથી. આમ, મહાન પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલી શિક્તિને વેડફી ન નાખતાં જેમ બને તેમ પોતાનું અને અન્યનું કલ્યાણ થાય તેવી રીતે વચનશક્તિનો સદુપયોગ કરવો યોગ્ય છે. દુઃખીને, રોગીને, પીડાથી વ્યાકુળ થયેલાને, સ્વજનવિયોગવાળાને કે બીજી રીતે ઉપાધિમાં આવી પડેલા જીવોને જો આપણાથી બીજી રીતે મદદ ન થઈ શકે તો હિતકારી, કોમળ, પ્રિય, સાંત્વના આપનારાં વચનો વડે તેમની સેવા કરવી તે પણ વચનશક્તિનો એક મહાન સદુપયોગ હોવાથી તેને એક પ્રકારનું મૌન કહેવામાં આવે તો કાંઈ ખોટું નથી, કારણ કે ત્યાં કોઈ પ્રકારે વાણીનો વિલાસ નથી, પણ સંયમ છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૦
સાધક-સાથી
ખોટી વાતોનો ત્યાગ
સમાજમાં ઘણા માણસો એવા જોવામાં આવે છે કે જેઓ બિનજરૂરી બોલ્યા જ કરે છે. જે વચનોથી કોઈ ઉત્તમ પ્રયોજન સિદ્ધ ન થાય તે વચનોમાં પ્રવૃત્ત થવાનું પહેલેથી જ નિષેધવા યોગ્ય છે. અન્ય મનુષ્યોની નિંદા કરવી. અપશબ્દ બોલવા, પોળને નાકે બેસીને કે પાંચ-દસ માણસોને ભેગા કરીને ગપ્પાં માર્યા કરવાં, કોઈ માણસોને કર્કશ-કટુ-હૃદયવેધક ક્રોધાદિ ઉપજાવવાવાળાં અથવા પોતાની મહત્તા બતાવનારાં વગેરે અયોગ્ય વચનો બોલવાં એ સર્વ, આપણી વચનશક્તિનો દુરુપયોગ સૂચવે છે, જે વિવેકી પુરુષોએ પ્રયત્નપૂર્વક ત્યાગવા યોગ્ય છે.
વચનશક્તિના દુર્બયનો લક્ષ્ય સામાન્ય માણસને રહેતો નથી, પણ મહાત્માઓ કહે છે કે સાધકને વીર્યપાત જેવી જ હાનિ વચનપાતથી પણ થાય છે. માટે ખૂબ જ કાળજીપૂર્વક વચનવ્યય થતો અટકાવવો જોઈએ. મૌનની આરાધના
ઘણા પ્રાચીન કાળથી મૌનની આરાધના આત્મવિકાસના એક અગત્યના અંગ તરીકે થતી આવી છે.
આ આરાધનાની શરૂઆત દર રવિવારે (અથવા કોઈ પણ એક દિવસે) બપોરે ત્રણ કલાકના મૌનથી કરી શકાય. આગળ વધતાં સાંજના ૮-૦થી સવારના ૮-૦ સુધી મૌન પાળવાની ટેવ પાડવી. વચ્ચે પ્રાર્થના, સ્તુતિ કે ભજન માટે જ માત્ર બોલવાની છૂટ રાખી શકાય. ઘનિષ્ઠ આત્મસાધનામાં ત્રણથી સાત દિવસ સુધીના મૌનથી ચિંતન-મનન અને લેખિત સ્વાધ્યાયમાં ખૂબ સહાય મળે છે. આમ, વિધવિધ પ્રકારે પોતાની શક્તિ અને સંયોગને અનુસરીને સાધકે મૌનની સાધનામાં પ્રવર્તવાનું છે.
મનન દ્વારા અને મૌનની સાધના દ્વારા જ સાચા મુનિ બની શકાય છે. વાણીનો સમ્યગુ નિરોધ કરીને અને સંકલ્પ-વિકલ્પોની જાળને છેદીને જ સમાધિની પ્રાપ્તિ થઈ શકે છે. માટે મહાન સાધકો મૌન સહિત આત્મસ્થિરતાનો નિરંતર અભ્યાસ કરે છે. ભગવાન મહાવીરે ગૃહત્યાગ કર્યા પછી સાડા બાર વર્ષ સુધી મૌન પાળ્યું હતું. મહાત્મા ગાંધીજી દર સોમવારે ઘણુંખરું મૌન પાળતા. મહર્ષિ અરવિંદ ઘોષે સત્તર વર્ષ મૌનની આરાધના કરી હતી. રમણ મહર્ષિ મનાવસ્થામાં હું કોણ'ની શોધ કરવા જિજ્ઞાસુઓને વારંવાર પ્રેરણા કરતા અને પોતે પણ મૌનમાં જ ઘણો સમય ગાળતા. આમ, અનેક મહાન સાધકોના જીવનમાં મૌનની સાધનાની
Page #60
--------------------------------------------------------------------------
________________
મૌન
૪૧
ઉપયોગિતા પ્રત્યક્ષપણે દેખી શકાય છે.
વર્તમાનમાં ઘણા જૈન મુનિઓ સંધ્યાકાળ થતાં મૌન ધારણ કરે છે અને બીજે દિવસે સૂર્યોદય થતાં સુધી મૌન પાળે છે. ઉપસંહાર
ઉપરોક્ત ન્યાયથી વચનશક્તિની દુર્લભતા, ઉપયોગિતા અને મહત્તા જેને સમજાઈ છે તેવો વિશિષ્ટ સાધક ખરેખરી મૌનની સાધનામાં લાગવાને હવે સમર્થ થાય છે. વચનશક્તિનો સમ્યગુ નિરોધ કરવાથી આત્માની જે શક્તિ બહાર વપરાઈ જતી હતી તે હવે ઇન્દ્રિય-મનનો સંયમ સાધવામાં ઉપયોગી થઈ આત્મસ્થિરતા – ધ્યાન કરવામાં સહાયક થાય છે. ચિત્તની જે વૃત્તિ બહાર દોડતી હતી તે હવે અંતરમાં રહેલા પરમાત્મપદ તરફ વળે છે અને આમ બનવાથી વિવિધ પ્રકારના પ્રશસ્ત ધ્યાનની અને છેલ્લે રૂપાતીત. ધ્યાનની – નિર્વિકલ્પ સમાધિની – પ્રાપ્તિ થવાથી સર્વ સાધનનું સફળ પણું થાય છે. ટૂંકમાં, મૌન એ બહારના ભાગમાં વાત બંધ કરી અંતરમાં પોતાના આત્માની સાથે વાત કરવાનો અમૂલ્ય પ્રયોગ છે.
મૌનનો મહિમા (૧) વસ્તૃત્વ મહાન છે પણ મૌન તેથી પણ મહાન છે. મીન આપણા દિવ્ય વિચારોનું પવિત્ર મંદિર છે. જો વાણી ચાંદી છે તો મૌન સોનું છે અને જો વાણી માનવીય છે તો મૌન એક દિવ્યતાપ્રેરક શક્તિ છે.
(૨) હું એમ માનું છું કે મૌન એ વાતચીત કરવાની સૌથી મોટી અને આગવી કળા છે.'
(૩) મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો. એક શબ્દથી કામ થઈ જાય તો બે શબ્દો બોલવા નહિ.
(૪) મૌનની અવસ્થામાં હુંનો લોપ થઈ જાય છે, તો પછી કોણ વિચારે અને કોણ બોલે ?
(૫) મૌન એક મહાન સાધન છે, પરંતુ આપણામાંથી બહુ જ થોડાને તેનો સદુપયોગ કરતાં આવડે છે.
મૌનનાં જીવંત દૃષ્ટાંતો
[૧].
શ્રીમદ્ રાજચન્દ્રના ભક્તોમાં અગ્રગણ્ય શ્રી લલ્લુજી સ્વામી હતા. તેઓએ સં. ૧૯૪૯નો ચાતુર્માસ, શ્રીમદ્દના સમાગમનો અવારનવાર લાભ
Page #61
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
મળે તે હેતુથી મુંબઈ મુકામે કર્યો હતો. એક દિવસ શ્રીમદ્ભુએ ‘સમાધિ-શતક”ની સત્તર ગાથાઓનો તેમને સ્વાધ્યાય કરાવ્યો અને પછી શાસ્ત્રના પહેલા પાના પર ૐ આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે′ એ પ્રસિદ્ધ મંત્ર લખી આપ્યો.
ચાતુર્માસ પૂરો થવા આવ્યો ત્યારે શ્રી લલ્લુજીએ પૂછ્યું : આ બધું મને ગમતું નથી. એક આત્મભાવનામાં રહું તેવું ક્યારે થશે ?” શ્રીમદ્રે કહ્યું : બોધની જરૂર છે.’ શ્રી લલ્લુજીએ કહ્યું : બોધ આપો.’
૪૨
શ્રીમદ્ભુ મૌન રહ્યા. આમ વારંવાર તેઓશ્રી મૌનનો બોધ આપતા. તેઓનો આ મહાન બોધ ગ્રહણ કરીને જ શ્રી લલ્લુજીએ મુંબઈથી સુરત તરફ વિહાર કર્યો ત્યારથી ત્રણ વર્ષ પર્યંત મૌનપણું ધારણ કર્યું હતું. માત્ર સાધુઓ સાથે જરૂર પૂરતું બોલવાની અને શ્રીમદ્ભુ સાથે પરમાર્થ કારણે પ્રશ્નાદિ કરવાની છૂટ રાખી હતી.
આ મૌનની સાધનાથી પોતાને ઘણો જ મોટો લાભ થયેલો એમ શ્રી લલ્લુજી સ્વામી ઘણી વાર પોતાના બોધમાં કહેતા.
*
**
[૨]
*
ગઈ સદીની વાત.
હિમાલયના શાંત વાતાવરણવાળા
એક
આશ્રમમાં મહાત્મા
ગંભીરનાથ એકાગ્ર ચિત્તે ધ્યાનમાં બેઠા હતા. તેમના દર્શન અને સત્સંગનો લાભ લેવાના આશયથી થોડા બંગાળી સજ્જનો ત્યાં આવ્યા. થોડી વાર બેઠા પછી તેઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે તેઓ તેમના આત્માનું કલ્યાણ થાય તેવો કાંઈક ઉપદેશ આપે તો સારું.
આગંતુક સજ્જનોએ જ્યારે જણાવ્યું કે તેઓ ખૂબ દૂરથી ખાસ મહારાજશ્રીનો લાભ લેવા આવ્યા છે ને જો ઉપદેશ નહિ મળે તો નિરાશા ઊપજશે ત્યારે તેઓ બોલ્યા : “જુઓ અને વિચારો.' બસ આટલો જ એમનો ઉપદેશ થયો.
સાચા મહાત્માઓને મળવાનો ખરો લાભ તેમની પવિત્ર, સૌમ્ય અને પ્રસન્ન મુદ્રાને હૃદય ભરીને નિહાળવી તે છે. તેમનું મૌન એમ કહે છે કે અંતરની આંખ ખોલો અને દેહદેવળમાં મેં જેનાં દર્શન કર્યાં છે તે આત્મદેવનાં તમે પણ દર્શન કરો અને તે પ્રાપ્ત કરવા સત્સંગ, સદ્બોધનું શ્રવણ-મનન અને સદાચારનું સેવન કરો.
Page #62
--------------------------------------------------------------------------
________________
મૌન
૪૩
આમ, તેમના મૌનમાં હજારો શાસ્ત્રોનો સાર સમાયેલો હોય છે.
[૩]
કલકત્તાથી દિલ્હી તરફ રેલગાડી પુરઝડપે દોડી રહી હતી. રેલવેના ડબ્બામાં બે અંગ્રેજ મુસાફો અંગ્રેજીમાં વાતચીત કરી રહ્યા હતા. એક મુસાફર બીજાને સંભળાવી રહ્યો હતો : “જુઓ, છે ને મોટો ઠગારો ! આટલી નાની ઉંમર, તંદુરસ્ત શરીર અને કામ કરવાની તાકાત તોય સાધુનાં કપડાં પહેરી મફતના રોટલા ખાવા અને અહીંતહીં રખડવું. આવા તો કેટલાય બાવા આ ભારતમાં છે અને લોકો પણ અંધશ્રદ્ધાથી તેમને પોષે છે.’ આમ અનેક પ્રકારની ટીકાઓ થતી હતી તો પણ સામી સીટ પર બેઠેલા શાંત મુદ્રાવાળા પેલા સંન્યાસી તો ચિંતનમગ્ન જ બેઠા હતા.
વાતવાતમાં સ્ટેશન આવ્યું. સ્ટેશન માસ્તરે સંન્યાસીને જોતાં જ પ્રણામ કરી અંગ્રેજીમાં જ પૂછયું : “આપની સેવામાં શું લાવું ?” બસ, એક પ્યાલો પાણી લાવજો. બીજું કાંઈ લેવું નથી.” સંન્યાસીએ અંગ્રેજીમાં જ જવાબ આપ્યો.
આટલું સુંદર અંગ્રેજી એક સંન્યાસી બોલે છે તે જાણી પેલા બે અંગ્રેજ મુસાફરો ઘૂંવાંપૂવાં થઈ ગયા. તેમને શી ખબર કે આ સંન્યાસી ભણેલો હશે ? તેઓએ તે સંન્યાસીની એટલી બધી નિંદા કરી હતી પણ સંન્યાસી તો એક શબ્દ પણ બોલ્યા નહોતા. તેમની મુદ્રા તો પહેલાંના જેવી જ પ્રસન્ન હતી.
પેલા મુસાફરોએ તેમને પૂછયું : “મહારાજ, તમે અમારી નિંદાનો પ્રત્યુત્તર કેમ ન આપ્યો ?” તેઓ કહે : “ભાઈઓ ! હું તો મારા જીવનકાર્યની વિચારણામાં જ ગૂંથાયેલો રહું છું કોઈની સાથે વાદવિવાદમાં પડતો નથી.’
સંન્યાસીના શાંત સ્વભાવ અને મૌનવ્રતની સાધનાથી પેલા મુસાફરોને પોતે કરેલી નિંદા બદલ ખૂબ પસ્તાવો થયો. આ સંન્યાસી તે સ્વામી વિવેકાનંદ
Page #63
--------------------------------------------------------------------------
________________
૮
રસાસ્વાદનો જય
આપણને પ્રાપ્ત થયેલી પાંચ ઇન્દ્રિયોમાં એકમાત્ર જીભ જ એવી ઇન્દ્રિય છે કે જેને બે કામ સોંપવામાં આવ્યાં છે : બોલવાનું અને રસનો સ્વાદ ચાખવાનું. આ બન્ને ખતરનાક ખાતાંઓને સંભાળતી જિલ્લા-ઇન્દ્રિયના કાર્યક્ષેત્રની જેમ વિશિષ્ટતા છે તેમ તેના જયની પણ વિશિષ્ટતા છે, એટલે કે એક જિલ્લા-ઇન્દ્રિયનો જય કરવામાં આવે તો બીજી બધી ઇન્દ્રિયોનો વિજય પ્રાપ્ત કરવામાં સરળતા પડે છે.
રસના-ઇન્દ્રિય પ્રત્યેની જગતના જીવોની લોલુપતા સહજ સ્વાભાવિક જેવી દેખવામાં આવે છે. માત્ર ત્રણ ઇંચ લાંબી હોવા છતાં તેણે ત્રણે લોકના જીવોને વશ કર્યા છે. શું મનુષ્ય, શું પશુ કે શું જીવજંતુ – સૌ તેને આધીન દેખાય છે. વર્તમાનકાળમાં તો રસના ઇન્દ્રિયની લોલુપતાએ માઝા મૂકી છે. અનેક પ્રકારનાં નાનાંમોટાં જંતુઓમાંથી – માછલાં, દેડકાં, ઉંદર, વંદા અને અનેક જળચર જંતુઓની વિવિધ વાનગીઓ મુખ્યપણે માંસાહારી દેશોમાં બકરાં, બતક, મરઘાં, સસલાં, ડુક્કર, હરણ, ગાય-બળદ, ભેંસ, પાડા કે ઘોડા સર્વે નિર્દોષ પ્રાણીઓને જે હજારોની સંખ્યામાં યમને ઘાટ ઉતારવામાં આવે છે તેનું મુખ્ય પ્રયોજન માણસની જીભની રસલોલુપતાને પોષવાનું છે.
=
શાકાહારીઓ પણ રસનાની લોલુપતામાં કાંઈ પાછળ નથી. મરીમસાલા, વિવિધ તળેલી વસ્તુઓ, અથાણાં, પાપડ, ચટણી કે મીઠાઈની વાનગીઓ પણ સેંકડોની સંખ્યામાં નવી નવી શોધાઈ રહી છે.
17
સાધકની દૃષ્ટિએ સાદો અને સાત્ત્વિક ખોરાક આવશ્યક છે. જેને બનાવવામાં બહુ સમય ન લાગે અને લાંબી વિધિઓમાં ન રોકાવું પડે તેવો આહાર લેવાથી સહજપણે ઊણોદરીતપ પળાય છે. જીવનમાં શાંતિ રહે છે. અકરાંતિયા થઈને ખાવાનું બનતું નથી અને તેથી સાધકને અધ્યાત્મસાધનામાં જે શાંત રસની આરાધના કરવી છે તે નિરાંતે બની શકે છે. રસાસ્વાદજયનો પ્રયોગ
પ્રારંભિક ભૂમિકામાં, પીરસેલી વસ્તુઓની સંખ્યાનો જો નિયમ લઈએ તો બિનજરૂરી ચટણી, પાપડ, રાયતાં, અથાણાં કે ફરસાણની લોલુપતામાંથી
Page #64
--------------------------------------------------------------------------
________________
રસાસ્વાદનો જય
૪૫
બચી શકાશે. પાંચ કે છ વસ્તુઓનો નિયમ સામાન્ય સાધકને ખૂબ ઉપયોગી છે. આગળની દશામાં અમુક ખારો, ખાટો કે ગળ્યો રસ છ માસ, બાર માસ કે એવી અવધિથી છોડીએ તો ક્રમે કરીને રસપરિત્યાગ નામના તપની સિદ્ધિ થાય.* જીવ લંપટ ન બને અને શારીરિક સ્વાચ્ય ન બગડે એવા વિવેકપૂર્વક કરેલો વિવિધ રસોનો ત્યાગ સાધકને અનેક રીતે ઉપયોગી નીવડે છે.
બહુ સ્વાદિષ્ટ ખોરાકથી આહારની માત્રા વધી જતાં હોજરીના, આંતરડાના, યકત (લિવર)ના અને જીભના અનેક પ્રકારના રોગ થવા સંભવ છે, ઊંઘ અને આળસ વધી જાય છે, સમસ્ત તામસિક ગુણોની વૃદ્ધિ થાય છે અને સ્વાધ્યાય, જાપ, ધ્યાન, ભજન વગેરે સાધનો એકાગ્રતાપૂર્વક બની શકતાં નથી.
અહિંસા અને બ્રહ્મચર્યની સાધનામાં પણ અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. ક્યાં, ક્યારે, કેવી રીતે, કેવા સંજોગોમાં, કેવી વાનગીઓ ખાવાની છે તેના જ વિચારમાં અને વિવરણમાં મન રોકાઈ રહે તો પ્રભુસ્મરણ, ભક્તિ કે સ્વાધ્યાયમાં ચિત્ત કેવી રીતે ચોટે ?
વિવેકી પુરુષને આહારની લોલુપતા હોઈ શકે નહિ. જે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં ઘણો સમય, શક્તિ અને ખર્ચ લગાવીએ છીએ તેનો સ્વાદ માત્ર તે વાનગી મોંમાં રહે ત્યાં સુધી જ રહે છે. એક વાર અન્નનળી કે તેની નીચે કોઈ પણ વાનગી ગઈ ત્યાર પછી તો તેનું એક જ અંતિમ સ્વરૂપ હોય છે – અને તે છે વિષ્ટા. માટે વિવેકી પુરુષોએ સમજણપૂર્વક જ આહાર આદિમાં પ્રવૃત્તિ કરવી યોગ્ય છે.
એક એક ઇન્દ્રિયને વશ થવાથી હાથી, માછલી, ભમરો, પતંગિયું અને હરણ પોતાના પ્રાણ ગુમાવે છે. જો વિવેકને પ્રાપ્ત માનવ પણ આમ જ કરે તો તેની શું વિશેષતા ? વળી માનવને પણ શું તે રસલોલુપતાનું ફળ નહિ ભોગવવું પડે ? આમ વિચારી ફરી ફરી સાદા, સાત્ત્વિક, નિયમિત અને સપ્રમાણ ભોજનને સાધકે સ્વીકારવું રહ્યું.
રસાસ્વાદજયનો મહિમા (૧) યોગ્ય આહારવિહારવાળા પુરુષને યોગસાધનાથી સર્વદુઃખોનો નાશ થાય છે.
* કોઈ કોઈ દિવસ જે વાનગી ખૂબ ભાવતી હોય તે ન લેવાનો તત્ક્ષણ નિર્ણય કરવાથી જીભને માલૂમ પડી જશે કે મારું ધારેલું બધું હવે મળશે નહિ અને તેથી ધીમે ધીમે તે પણ સાધનામાં સહકાર આપશે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪s
સાધક-સાથી
(૨) જીવન માટે આહાર છે, આહાર માટે જીવન નથી. (૩) નિયમિત આહારવિહારથી સાધકદશાનો ત્વરિત વિકાસ થાય
(૪) નથી ધર્યો દેહ વિષય વધારવા. નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા. રસાસ્વાદજયનાં જીવંત દૃષ્ટાંતો
[૧] ખંભાત મુકામે શેઠ ત્રિભુવનભાઈ માણેકલાલભાઈ વગેરે મુમુક્ષુઓ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી સાથે જમવા બેઠા હતા. જુદી જુદી જાતનાં શાક જ્યારે પીરસવામાં આવ્યાં ત્યારે તિથિ હોવાને લીધે માણેકલાલભાઈએ શાક પીરસવાની ના કહી. પછી રાયતું આવ્યું તેની પણ ના કહી. ત્યાર પછી બીજી કેટલીક વાનગીઓ આવી તેમાંની કેટલીક લીધી અને કેટલીક ન લીધી.
છેવટે દૂધપાક પીરસાવા લાગ્યો. તે માણેકલાલભાઈની થાળીમાં પીરસાતો હતો ત્યાં તો એને અટકાવીને શ્રીમદ્ રાજચન્દ્રજી બોલ્યા :
‘એમને દૂધપાક પીરસવો રહેવા દો. એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પોતાની મહત્તા વધારવી છે, પણ ખરેખર રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી !'
સાચો રસાસ્વાદત્યાગ તો ત્યારે કર્યો કહેવાય કે પોતાને બહુ જ ભાવતી વસ્તુઓ સંપૂર્ણપણે અને કાયમ માટે ત્યાગ કરી દે. આવા મનુષ્યો જ સાચા ત્યાગવીર ગણી શકાય.
| [૨] અડતાળીસ વર્ષ પહેલાંની આ વાત.
મધ્ય પ્રદેશના લલિતપુર ગામમાં જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજે સંવત ૧૯૮૬માં ચાતુર્માસ કરેલ. સંઘમાં ત્યાગીઓની સંખ્યા દસ-બારથી વધારે હતી. તેથી શુદ્ધ આહારદાન માટે ઘણા સદ્દગૃહસ્થોને તૈયારી કરવી પડતી હતી. લલિતપુરમાં નારંગી, દ્રાક્ષ વગેરે ફળોની કિંમત વધારે રહેતી, કારણ કે તે બધાં દિલ્હીથી મગાવવાં પડતાં. આ વાતની મહારાજશ્રીને પણ જાણ થઈ. તેઓએ બીજે દિવસે ત્યાગીઓ સમક્ષ
Page #66
--------------------------------------------------------------------------
________________
રસાસ્વાદનો જય
વિવેકભરી રજૂઆત કરી : “મારે આજથી આખા ચાતુર્માસ દરમિયાન બધાં જ ફળોનો અને બધા જ રસોનો ત્યાગ છે કારણ કે ચાતુર્માસમાં તો વિશેષપણે લીલોતરી તથા ફળફળાદિનો ત્યાગ કરવો યોગ્ય છે.” જેવો એમણે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો કે તરત અન્ય ત્યાગીઓએ પણ ફળફળાદિના ત્યાગનો નિયમ લઈ લીધો.
આમ, આચાર્યશ્રીની વિચક્ષણતાથી બે કાર્યની સિદ્ધિ એકસાથે થઈ. ત્યાગીઓનો ત્યાગભાવ વધ્યો અને સામાન્ય સદ્દગૃહસ્થો પણ હવે મુનિ-આહાર કરાવવા સમર્થ બની શક્યા, કારણ કે મોંઘાં ફળફળાદિ આહાર માટે લાવવાની જરૂર હવે રહી નહિ. આમ, રસાસ્વાદત્યાગ અને વિવેકપૂર્ણ વ્યવહારથી સર્વત્ર ધર્મવૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ વ્યાપી ગયું.
અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર શ્રીજગન્નાથજીનું મંદિર ગુજરાતનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે. ત્યાંના મહંતોની પરંપરામાં અનેક ઉચ્ચ કોટિના ત્યાગી પુરુષો થઈ ગયા છે.
વર્તમાન મહંત શ્રી રામહર્ષદાસજીની પૂર્વે સંત શ્રી નૃસિંહદાસજી મહારાજે આ મંદિરમાં ત્રણ દાયકાથી પણ વધુ સમય સંતોષ, સંપ અને પરોપકારથી રહી મંદિરની નામના ખૂબ વધારી. મંદિરમાં ઘણી ગાયો પાળવામાં આવે છે અને નિયમિત દૂધપાક, પકવાત્ર વગેરે વાનગીઓ જમવામાં પીરસાય છે.
શ્રી નૃસિંહદાસજી મહારાજનો નિયમ હતો કે બધા મહેમાનો અને મંદિરવાસીઓ જમી રહે પછી જ પોતે જમે. શું જમે ? બાજરીનો રોટલો અને ભાજીનું શાક. ક્યારે ? દરરોજ. ભક્તોનો ગમે તેટલો આગ્રહ હોય, અને વૃદ્ધાવસ્થામાં શરીરની અનેક પ્રકારની અગવડ હોય તો પણ એક જ નિયમ – સાદું નીરસ, એકસરખું ભોજન અને તે પણ છેક દેહવિલય થતાં સુધી.
આખી જિંદગી આ જ ભોજનથી પૂરી કરનાર આ મહાત્માનો રસાસ્વાદત્યાગ કેવો હશે તે આપણે સૌએ વિચારવા યોગ્ય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
સમતાની સાધના
સુખ-દુઃખ, સંયોગ-વિયોગ, માન-અપમાન, રસ-નીરસ, ઠંડી-ગરમી વગેરે જગતનાં ઢંઢોથી ક્ષુબ્ધ થયા વિના શાંત સમરસભાવરૂપે રહેવું તે સમતા છે.
સમતાની સાધનાની વિચારણા અહીં તાત્ત્વિક દૃષ્ટિએ કરવી યોગ્ય છે. સમતા આત્મસાધનાની ઊંચી ભૂમિકાએ પ્રાપ્ત થાય છે. તેની ખરેખરી પ્રાપ્તિ માટે વિવિધ સાધના-કક્ષામાંથી પસાર થવું પડે છે. સમતાનાં સાધનો અને પુરુષાર્થ
જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સાધકને સાચી સમતા પ્રગટી શકે નહિ, કારણ કે સમતાનો આધાર શુદ્ધ ભાવ છે અને સાચા શુદ્ધ ભાવનું પ્રગટપણું આત્મજ્ઞાન ન હોય ત્યાં સંભવતું નથી. હવે આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે આત્મા અને અનાત્માનું લક્ષણભેદથી ભિન્નપણું નક્કી કરીને તેનો અભ્યાસ કરવો પડે છે, આ સાધના કરવા માટે સત્સંગ, સગુણ સંપન્નતા અને આત્મવિચાર – આ ત્રણ ઉત્તમ સાધનો છે. આમાંના પ્રત્યેક સાધનને આત્મસાત્ કરીને જેમ જેમ આ સાધન-ત્રિવેણીના સંગમ દ્વારા સાધકના જીવનમાં સદ્ધોધનો અભ્યાસ દૃઢ થતો જાય છે, તેમ તેમ સાધનામાં સુંદર વિકાસ થતો જાય છે, જેના ફળરૂપે સુવિચારદશા અને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. તેથી અભ્યાસી સાધકે સર્વ જીવોમાં સમતાભાવ, ઇન્દ્રિય અને મનના વિષયોની ઉપેક્ષા, કુવિચારોનો ત્યાગ અને તત્ત્વની ભાવના વડે આ સમતાભાવનો અભ્યાસ નિરંતર કર્તવ્ય છે.
આટલી દશાને પામ્યા પછી પણ જ્યારે તે સંત-સાધક આગળ વધે છે ત્યારે તેને જે વિશિષ્ટ અંતરશાંતિ અને આત્મનિષ્ઠપણાની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમ અને પ્રશંસનીય સમતા છે. જ્ઞાન-વૈરાગ્ય આવા મહાસુભટના જીવનરૂપી રથના ઘોડા છે, વિનય તેના રથનો સારથિ છે, વિવેક તેનો અંગ રક્ષક છે, ક્ષમા તેનું કવચ છે, ધીરજ તેની ઢાલ છે, તપ-સંયમ તેનાં તીર અને બાણ છે તથા પ્રજ્ઞા તેની તલવાર છે. આવા સુસજ્જ સુભટની સુવ્યસ્થિત
સેના જ્યારે કામ-ક્રોધ, લોભ, મોહ-મદ-મત્સરાદિ પરિપુઓના અભેદ્ય
Page #68
--------------------------------------------------------------------------
________________
સમતાની સાધના
૪૯
મનાતા કિલ્લા ઉપર આક્રમણ કરે છે ત્યારે પહેલે જ ધડાકે દુશ્મનોની સેનામાં ભંગાણ પડી જાય છે. એક વાર દુશમનના સૈનિકો નાસભાગ કરવા માંડે એટલે તેમનો સરસેનાપતિ – મોહ પણ મૂંઝાઈ જાય છે. થોડા જ વખતમાં તેને આ સુભટની શરણાગતિ સ્વીકારવી પડે છે અને પોતે પચાવી પાડેલી સમતારૂપી નગરી આ મહાસુભટને પાછી સોંપી દઈને (ભાડાની જગ્યા ખાલી કરે તેની માફક) કાયમ માટે ચાલ્યા જવું પડે છે.
આમ પોતાની સમતારૂપી મૂળ નગરીને પ્રાપ્ત કરવા દરેક સાધકને પુરુષાર્થ કરવો પડે છે. તે સમતાનાં અનેક નામ છેઃ સામ્ય, સ્વાથ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ, નિર્વિકલ્પદશા, અનુભવદશા, સ્વાનુભૂતિ, સ્વસંવેદન, શુદ્ધોપયોગ વગેરે. સમદૃષ્ટિ પુરુષનું સ્વરૂપ
સમતાને પ્રાપ્ત થયેલા પુરુષનાં નેણ અને વેણ બદલાઈ જાય છે. સર્વત્ર, સર્વ સમયે તેના જીવનના દરેક કાર્યમાં દિવ્યતાનાં દર્શન થાય છે. તેના અંતરમાં જગતના સર્વ જીવો પ્રત્યે પોતાના આત્મા જેવો જ જે ભાવ વસે છે તે તેના જીવનવ્યવહારમાં પણ પ્રગટપણે પ્રતિબિંબિત થાય છે. તેણે આત્માને જ સર્વોત્તમ વસ્તુ જાણી હોવાથી દુનિયાની કોઈ પણ વસ્તુ પ્રત્યે તેને અંતરથી આકર્ષણ થતું નથી. કોઈ ફૂલોનો હાર પહેરાવે કે પગરખાંનો હાર પહેરાવે, બહુમાન કરે કે હડધૂત કરે, સુવર્ણ ભેટ આપે કે માટીની તુચ્છ હાંડલી આપે, ચંદનનો લેપ કરે કે છાણના લપેડા કરે – આ બધાથી તે રાજી થતો નથી કે નારાજ પણ થતો નથી. જો કે મહેલ અને સ્મશાન તથા વન અને ઘર તેને સરખાં છે, તો પણ જ્યાં અસંગભાવ સહેલાઈથી બન્યો રહે તેવી એકાંત. ભૂમિકામાં તે ઘણુંખરું વાસ કરે છે. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપનું સાન્નિધ્ય જેને કાયમ રહે છે અને તે અભુત સ્વરૂપનો અનુભવ જેને ઘણી વાર થાય છે તેવા તે મહાજ્ઞાનીનું માહાભ્ય વર્ણવવાને કોઈ સમર્થ નથી. જો કે તે જ પુરષ આ જગતમાં તરણતારણ, અધમ-ઉદ્ધારણ, અશરણ-શરણ આદિ અનેક નામોથી સંબોધાય છે તો પણ તેનું સાચું સ્વરૂપ વચનથી અને મનથી અગોચર છે.
આવા સમતાધારી. આત્મારામી મૂર્તિમાન મોક્ષસ્વરૂપ અવધૂત પુરષો જ્યાં જાય તે ભૂમિ તપોભૂમિ થઈ જવાથી તીર્થરૂપે વિકાસ પામે છે. તેઓ જ્યાં હોય તેની આજુબાજુ શાંતિ, સમતા, મૈત્રી અને પવિત્રતાનું એવું તો કોઈ
જાદુભર્યું વાતાવરણ બની જાય છે કે દુષ્ટ પુરુષો કે ઘાતકી પશુઓ પણ જાણે
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૦
સાધક-સાથી
પોતાની દુષ્ટતા છોડીને સંપ અને મૈત્રીને ધારણ કરી લે છે. આમ બને છે તો પછી જે જિજ્ઞાસુ સાધકો આત્મકલ્યાણ કરવાની વિશુધ્ધ વિશદ્ધ ભાવનાથી પ્રેરાઈને તેમના સાન્નિધ્યને સેવે તેમનું કલ્યાણ થાય તેમાં શી નવાઈ ? અહો ! ધન્ય તેમનું જીવન અને ધન્ય તેમની સમતા !
શું આવા પુરુષોની ચરણરજ આપણને સર્વને મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય નથી ?
સમતાનો મહિમા (૧) હે આત્મા ! કામ અને ભોગોથી વિરક્ત થવાથી અને શરીર પરની મમતાને છોડવાથી સમતાની સિદ્ધિ થાય છે માટે તેમાં પ્રયત્નશીલ થા !
(૨) સમતાભાવને ધારણ કરવાથી આશાઓનો નાશ થાય છે. અવિદ્યાનો વિલય થાય છે, અને મનરૂપી મર્કટ (વાંદર) પણ વશ થઈ જાય છે માટે સમતાને ભજ.
(૩) અવિચળ સુખની પ્રાપ્તિ, અવિનાશી પદનો લાભ અને સર્વ કર્મબંધનનો ઉચ્છેદ – આ સર્વ એક સમભાવનું આલંબન લેવાથી પ્રાપ્ત થાય
(૪) જે સમતામાં સ્થિત છે તેવા મુનિને આ જગત ઉન્મત્ત જેવું, દિશામૂઢ જેવું, વિભ્રાંતિ પામેલું અથવા સૂઈ ગયું હોય તેવું લાગે છે.
(૫) મોહ અને ક્ષોભરહિત આત્મદશા છે તે જ પરમાર્થચારિત્ર છે, તે જ સમતા છે અને તે સમતાથી જ નિવણની પ્રાપ્તિ થાય છે માટે ઉત્તમ પુરષો પરમ ધર્મામૃતસ્વરૂપ એવી આ સમતાની ઉપાસના કરે છે.
સમતાની સાધનાનાં જીવંત દૃષ્ટાંતો
[૧] લોકમાન્ય શ્રી બાળ ગંગાધર ટિળક ગઈ સદીના આપણા દેશના એક મહાન પુરુષ થઈ ગયા. સ્વદેશભક્તિ ઉપરાંત સાદાઈ, સરળતા, ધાર્મિક વૃત્તિ અને શાસ્ત્રાભ્યાસ આદિ અનેક ગુણોથી તેઓનું જીવન સૌરભમય બન્યું હતું.
એક વાર તેઓ પોતાની ઑફિસમાં કોઈ અગત્યના પ્રશ્નનું સમાધાન કરવામાં લાગ્યા હતા. પ્રશ્ન જટિલ હોવાથી તેનું સહજમાં નિરાકરણ થાય તેમ નહોતું. ખૂબ એકાગ્રતાની જરૂર હતી. આ બાજુ તેમના મોટા પુત્રની તબિયત નરમ હતી તેથી પટાવાળાએ આવીને તેમને કહ્યું કે પુત્ર વધારે
Page #70
--------------------------------------------------------------------------
________________
સમતાની સાધના
૫૧
બીમાર થઈ ગયો છે તેથી તેમને ઘેર જવાનું છે. ટિળકજીનું ધ્યાન તો કામમાં
જ હતું.
થોડી વાર પછી તેમના એક સહયોગીએ જાતે આવીને તેમને કહ્યું : ટિળકજી, છોકરો વધારે બીમાર છે. તેને ક્યારે શું થઈ જાય તે કહી શકાય નહિ. માટે જલદીથી ઘેર જવું જરૂરી છે.’ ટિળકજી કહે : ભાઈ ! હું સવારે જ ડૉક્ટરને બધી હકીકત સમજાવી આવ્યો છું અને તેઓ જ આ કાર્ય તો કરવાના છે તો પછી મારી એમાં શું જરૂર છે ” આ ઉત્તર સાંભળી તેમના પેલા સહયોગી ચાલતા થયા.
પોતાનું ઑફિસનું કામ પૂરું કરીને ટિળકજી ઘેર આવ્યા ત્યારે પુત્રનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જાણે કે કાંઈ બન્યું જ ન હોય તેમ તેઓ સીધા જ કપડાં બદલીને સ્મશાન જવાની તૈયારીમાં લાગી ગયા.
સૌથી મોટા પુત્રના વિયોગમાં શોકાતુર ન થઈ જવું તે કાંઈ નાનીસૂની વાત નથી. સમતાની સાધનાના અભ્યાસી આવા કોઈ વિરલ પુરુષ જ તેવો મહાન સમભાવ રાખી શકે.
૨] ઓરિસા પ્રાંતનો પ્રદેશ. આજથી લગભગ સો વર્ષ પૂર્વે કટક અને તેની આજુબાજુનાં ડાકુ રામખાનના નામની ધાક. ધાક તે કેવી ? કોઈ ભૂલથી પણ તેનું નામ ન લેતું અને તેનું નામ સાંભળતાં જ લોકો થરથર કાંપતા. સમસ્ત જનતા ઈચ્છતી કે જો કોઈ પ્રકારે પ્રજાનો આ મહાન ડાકુથી છુટકારો થાય તો સારું.
મહાત્મા હરનાથ તે પ્રદેશના મહાન સંત હતા. તેઓએ કહ્યું : ‘ભાઈઓ ! કોઈ પાપી બૂરો નથી, માત્ર પાપ જ બૂરું છે.” આમ, લોકોને સમજાવી તેઓ તે વનને રસ્તે ચાલી નીકળ્યા – જે વનમાં તે મહા ભયંકર ડાકુ રહેતો હતો.
- પરમ શાંત મુદ્રા, નિઃસ્પૃહ અને નીડર નજર તથા બ્રહ્મચર્યનું તેજ. મહાત્મા તો ચાલી નીકળ્યા તે જંગલ તરફ જ્યાં તે ડાકુ રહેતો હતો. થોડી વારમાં જ રામખાનની દૃષ્ટિ આ મહાત્મા પર પડી અને તેવી જ જાણે કે તે પલટાઈ ગઈ. મનુષ્યમાત્રને જીવતા જ રહેંસી નાખનાર આ અત્યંત ક્રૂર પુરુષના ભાવોનો પલટો થતાં તે બોલ્યો : “પરમકૃપાળુ સંત ! મેં બહુ પાપ કર્યો
છે, પણ હવે મારા ઉદ્ધારનો સમય પણ આવી ગયો છે તેથી જ મને આપ
Page #71
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
કપાળનો ભેટો થયો.” એમ કહી તે તેમના ચરણકમળમાં ઢળી પડ્યો.
મહાત્માએ ડાકુને ઉઠાડ્યો. પ્રેમથી છાતીસરસો ચાંપીને કહ્યું : “ભાઈ ! પ્રભુના માર્ગની આરાધનાથી સર્વ પાપોનો નાશ થાય છે અને પરમ શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય છે માટે પ્રાયશ્ચિત વડે જીવનને સુધારી સન્માર્ગની આરાધનામાં લાગો.”
ગુરુ-ઉપદેશ પામી રામખાને સંન્યાસ લીધો અને જીવનનો બાકીનો કાળ પ્રભુસ્મરણમાં ગાળ્યો. જુઓ સમત્વ પ્રાપ્ત પુરુષોના જીવનથી અધમોનો ઉદ્ધાર થાય છે અને પાપીઓ પાવન થઈ જાય છે તેનું આ જીવતું જાગતું દૃષ્ટાંત !
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રને મહાત્મા ગાંધી પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા. શ્રીમદ્દને મુંબઈમાં ઝવેરાતનો વેપાર હતો, છતાં નિવૃત્તિ અર્થે તેઓ વારંવાર ચરોતર પ્રદેશમાં જતા.
સંવત ૧૯૫૪ની સાલમાં તેઓ એકાંત સાધના માટે કાવિઠા પધારેલા. દિવસ દરમિયાન તેઓ બે વાર ઉપદેશ દેતા. પણ સાંજ પડે ત્યારે મૌન લઈ લેતા અને રાત્રે કાવિઠાની આસપાસનાં ખેતરોમાં અને પાસે આવેલા તળાવકાંઠે એકલા ધ્યાન કરવા બેસી જતા. * ગમે તેવી ઠંડી હોય તો પણ શરીર પર એકાદ વસ્ત્ર જ રાખતા. ધ્યાનમગ્ન દશામાં તેઓને મોટા મોટા ડાંસ-મચ્છર કરડતા છતાં પણ સમભાવથી તેઓ તે સહન કરી લેતા, મોટા ભાગે તો તેમને મચ્છરોના કરડવાની ખબર જ રહેતી નહોતી. પણ સવારે લાલ ચામઠાં ઊપસી આવે એટલે ખ્યાલ આવે કે મચ્છર કરડ્યા હશે.
આમ, સાધનાના માર્ગમાં અનેક પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મલક્ષપૂર્વક સમતા રાખીને તેઓશ્રીએ મહાન આત્મબળ પ્રગટ કર્યું અને છેલ્લે પરમ સમાધિને પામ્યા.
આવું છે સમતાનું અલૌકિક બળ !
* થોડા માસ પહેલાં જ આ જગ્યાએ એક સ્મારકની રચના કરવામાં આવી છે અને ત્યાં મહુડાનું વૃક્ષ હતું. તેથી સ્મારકને “મહુડીસ્મારક' નામ આપી ત્યાં તેઓશ્રીની ચરણપાદુકાઓની સ્થાપના થઈ છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાયશીલતા
ભૂમિકા
આત્મસાધનાનાં વિવિધ અંગોમાં સ્વાધ્યાયનું સ્થાન પ્રાથમિક જરૂરિયાતવાળું, અનુપમ, અનિવાર્ય, તત્કાળ ફળ દેનારું અને અન્ય સર્વ સાધનોનું દિગ્દર્શક ગણવામાં આવ્યું છે. સર્વ દર્શનોના સર્વ આચાર્યોએ તેની અપૂર્વ મહત્તા સ્વીકારી છે અને પોતે પ્રણીત કરેલી સાધનાપદ્ધતિમાં તેને યથાયોગ્ય સ્થાન આપ્યું છે.
પારમાર્થિક દૃષ્ટિએ વિચારીએ તો સ્વાધ્યાયશીલતાનું ફળ તો આત્મજ્ઞાન છે. સાચી સ્વાધ્યાયશીલતા પ્રાપ્ત કરવા માટે ઘણુંખરું તે દશાને પ્રાપ્ત થયેલા પુરુષનો સમાગમ અથવા તેમણે બતાવેલા માર્ગનું અનુસરણ આવશ્યક છે. સ્વાધ્યાયશીલતાને પ્રાપ્ત કરવાની સાધનાને ત્રણ શ્રેણીમાં વિભક્ત કરી શકાય ?
સ્વાધ્યાયશીલતાની આરાધનાની ભૂમિકાઓ (૧) નિવૃત્તિ દ્વારા અવકાશની પ્રાપ્તિ.. (૨) સન્શાસ્ત્રોના અભ્યાસની ભૂમિકા. '
(૩) પ્રાપ્ત જ્ઞાન દ્વારા તત્ત્વના અભ્યાસની ભૂમિકા વડે પારમાર્થિક સ્વાધ્યાયશીલતાની પ્રાપ્તિ.
પ્રથમ ભૂમિકામાં સાધકને સત્સંગની આવશ્યકતા છે. જો તેના મનમાં એમ બરાબર બેસી જાય કે મારે સ્વાધ્યાય કરવો જ છે, તો તે પોતાના ધંધા-નોકરી, ગૃહકાર્યમાંથી એક કે બે કલાક ફાજલ પાડે અને પ્રાપ્ત થયેલા. સમયમાં જ્ઞાનાર્જનનો પ્રયત્ન ચાલુ કરે. સતત પ્રયત્ન દ્વારા આ કાર્યમાં દિનપ્રતિદિન રસ વધારતા રહીને તે વધારે ને વધારે નિવૃત્તિ મેળવે.
બીજી ભૂમિકા સન્શાસ્ત્રોના અધ્યયન એટલે કે અધ્યાત્મવિદ્યાને પ્રાપ્ત કરવાની છે. અહીં અનુભવી પુરુષોએ કહેલાં ઉત્તમ શાસ્ત્રોનો કેમે કરીને પદ્ધતિસર અભ્યાસ કરે તો વધારે લાભદાયી છે. આવા અભ્યાસ દરમિયાન નિરંતર અથવા વચ્ચે વચ્ચે ગુરુકુળમાં નિવાસ, બની શકે તો વિદ્યાર્થીની જેમ
WWW.Jવ
Page #73
--------------------------------------------------------------------------
________________
સાધક–સાથી
વાચન, લેખન, વિચાર, સ્મરણ, મુખપાઠ, અન્યને કહેવું, પરસ્પર તત્ત્વવાર્તા વા પ્રશ્નોત્તરી વડે પ્રાપ્ત થયેલા જ્ઞાનને દૃઢ કરવું આદિ અનેક પ્રકારો ખૂબ સફ્ળતાથી અને પ્રસન્નતાથી આરાધી શકાય છે. આમ કરવાથી થોડા કાળમાં ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને આ વ્યવસ્થિત, પ્રયોજનભૂત, અત્યંત ઉપયોગી અને કલ્યાણકારી હોવાથી, તેમ જ અનુભવી સાથીના સાન્નિધ્યમાં અને માર્ગદર્શનમાં પ્રાપ્ત થયું હોવાથી થોડા કાળમાં સાધકને તે છેલ્લી (ઊંચી) ભૂમિકાએ લઈ જાય છે.
૫૪
ત્રીજી અથવા છેલ્લી ભૂમિકામાં, પ્રાપ્ત થયેલા જ્ઞાનના પ્રયોગ દ્વારા તત્ત્વનો વિશેષપણે અભ્યાસ કરવાનો હોય છે. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ. સચ્ચિદાનંદ છે એમ જાણ્યું તો અશુદ્ધ વિચારો અને શોકના વિચારોને તિલાંજલિ આપવાની છે. કામ, ક્રોધ, લોભ ત્રણ નરકનાં દ્વાર છે તેમ જાણ્યું તો નિષ્કામતા, ક્ષમા અને સંતોષરૂપી ગુણોની આરાધના કરવાની છે.
ખાવાપીવામાં, નહાવામાં, વેપારમાં, લેણદેણમાં, કુટુંબસંબંધો વગેરે વ્યવહારકાર્યોમાં કે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, પૂજા, નિત્યપાઠ, ધ્યાન વગેરે ધર્મકાર્યોમાં સતત તત્ત્વાનુસંધાનની ટેવ પાડવાની છે. ‘હું સાધકઆત્મા છું' એ ભાવ નિરંતર જાગૃતિમાં રાખવાનો ઉદ્યમ કરવાનો છે અને આના ફળ રૂપે એવું જીવન બનાવવાનું છે કે જેથી આપણા જીવનના દરેક કાર્યોમાં સદ્ગુણોની સુગંધ પ્રસરે અને આપણું જીવન સ્વ-૫૨ કલ્યાણમય બની જાય. બસ, આટલું ખરેખર થાય તો આત્મજ્ઞાન, આત્મસમાધિ અને આત્માનંદ પ્રગટયા વિના રહેશે જ નહિ, કારણ કે યોગ્ય કારણોના સમન્વયથી કાર્યની નિષ્પત્તિ અવિનાભાવિ છે.
સ્વાધ્યાયશીલતાનો મહિમા
(૧) મોક્ષનો માર્ગ જાણ્યા વિના મોક્ષમાર્ગમાં ચાલી શકાતું નથી, માટે મહાન પ્રયત્નથી મોક્ષમાર્ગ અવશ્ય જ્ઞાની ગુરુ થકી વા ઉત્તમ શાસ્ત્રો થકી જાણવો જોઈએ.
(૨) શું ત્યાગવું અને શું ગ્રહણ કરવું તે ખરેખર જાણ્યા વિના સાચો ત્યાગ કેવી રીતે બની શકે ?
(૩) જ્ઞાન વિના સાચી દયા પાળી શકાતી નથી, માટે સાચી દયા પાળવી હોય તો પ્રથમ જ્ઞાનની પ્રાપ્તિ કરો.
Page #74
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાયશીલતા
૫૫
(૪) જ્ઞાન જેવું પવિત્ર આ વિશ્વમાં અન્ય કાંઈ નથી.
(૫) કોઈ પણ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ પુરુષાર્થ વગર થવી સંભવતી નથી. પાકો નિશ્ચય કરીને, જે સાધક સતત સ્વાધ્યાયના નિયમને આરાધે છે અને બાધક કારણો આવી પડ્યા છતાં જે પોતાના અભ્યાસને છોડતો નથી તેવા મહાન સાધકને સ્વાધ્યાયમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે.
(૬) ઉપરોક્ત વિધિથી, કર્મથી અને અભ્યાસના સાતત્યથી જેને સ્વાધ્યાયનિષ્ઠા પ્રાપ્ત થાય છે તેને તે સ્વાધ્યાયના પરમાર્થ ફળસ્વરૂપ આત્મજ્ઞાન અને આત્મશાંતિ પણ આ જીવનમાં જ સ્વયમેવ પ્રગટ થઈ જાય
(૭) સ્વાધ્યાયશીલતાથી અનેક ગુણો પ્રગટે છે. સત્યાસત્યનું ભાન થાય છે, બુદ્ધિ ખીલે છે, સંશય નાશ પામે છે. તત્ત્વનો નિર્ણય અબાધિતપણે થાય છે, કુયુક્તિનો આશ્રય છૂટી જાય છે અને સર્વત્ર સુયશ પ્રસરી જાય
(૮) અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ – આ પાંચ વિદ્યાસંપાદન કરવામાં વિઘ્નરૂપ છે. સાધકે ઉદ્યમપૂર્વક આ વિબોને ટાળીને વિદ્યાસંપાદન કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે.
૯) જેમ વિદ્યાની પ્રાપ્તિ માટે વિનયની આવશ્યક્તા છે તેમ વિદ્યા સંપાદન થયા પછી પણ વિનય વડે જ તે શોભે છે. માટે સાચો વિદ્વાન હમેશાં નમ્ર હોય છે અને નમ્ર જ રહે છે.
સ્વાધ્યાયશીલતાનાં જીવત દૃષ્ટાંતો
[૧] લગભગ દોઢસો વર્ષ પહેલાં જયપુરમાં મહારાજા જગતેશ બહુ ન્યાયી અને પ્રજાપરાયણ રાજવી થઈ ગયા. તેમના રાજદરબારમાં અનેક વિદ્વાનો આવતા અને યોગ્ય સત્કાર પામતા. તેમના એક મંત્રી તરીકે પંડિતવર્ય શ્રી જયચંદજી છાવડા પણ હતા, જેઓનું અગાધ શાસ્ત્રજ્ઞાન અધ્યાત્મસાધનાથી દીપી ઊઠ્યું હતું.
એક વાર એક મોટા પંડિત દિગ્વિજય કરતા કરતા જયપુરમાં આવ્યા અને ઢંઢેરો પિટાવ્યો કે દિન પાંચની અંદર મારી સાથે જ શાસ્ત્રાર્થ કરવા કોઈ તૈયાર નહિ થાય તો હું મારી જાતને વિજયી ગણી લઈશ. રાજા તો વિચારમાં પડી ગયા. કોઈ વિદ્વાન તે દિગ્વિજયી પંડિત સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર
Page #75
--------------------------------------------------------------------------
________________
પક
સાધક-સાથી
થયો નહિ. કેટલાક વિશેષજ્ઞોની સલાહથી, મહારાજા શ્રી જયચંદજી પાસે આવ્યા અને રાજયની આબરૂ બચાવવા વિનંતી કરી. જયચંદજીએ રાજ્ય ખાતર પોતાના સુપુત્ર નંદલાલને શાસ્ત્રાર્થ માટે મોકલી આપ્યો. - પંડિતપુત્ર શ્રી નંદલાલે દિગ્વિજયી પંડિતને સહેલાઈથી હરાવી દીધો એટલે રાજાએ પિતા-પુત્રની પંડિતજોડીને મોટું માનપત્ર આપવાનું આયોજન કર્યું. આ વાત જ્યારે શ્રી જયચંદજીના કાને પહોંચી ત્યારે તેમણે રાજાને કહ્યું : “મહારાજ ! હું વાદવિવાદમાં માનતો જ નથી. આ તો માત્ર રાજ્યનું નાક રહે તે અર્થે મેં શાસ્ત્રાર્થની વ્યવસ્થા કરી. મારે તો કોઈ માનપત્ર ન ખપે. જો તમે ખરેખર સંતુષ્ટ થયા હો તો મને રાજ્યકાર્યમાંથી બે કલાક વહેલા છૂટવાની રજા આપો, જેથી આત્મસાધના અને સન્શાસ્ત્રના અધ્યયનમાં હું વધુ સમય આપી મારા જીવનને કૃતાર્થ બનાવી શકું.”
કેવા સાચા પંડિત ! આવી નિઃસ્પૃહતા અને સ્વાધ્યાયનિષ્ઠા તે મહાપુરુષની અતિ ઉચ્ચ અધ્યાત્મદશાનું સૂચન કરે છે ! ધન્ય આત્મજ્ઞવિદ્વજ્જનવલ્લભ શ્રી જયચંદજી છાવડા !
[] અઢારમી સદીનો સમય હતો. બંગાળમાં પંડિત શ્રી રામનાથ તકસિદ્ધાંતીએ પોતાનું ભણતર પૂરું કરીને બંગાળના વિદ્યાધામ નવદ્વીપ નગરની બહાર પોતાનું નાનું ઘર બનાવી ત્યાં નિવાસ કર્યો હતો. તેઓ ત્યાં વિવિધ ભારતીય દર્શનો અને ધર્મશાસ્ત્રોનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા. તેઓ રાજ્ય તરફથી કોઈ મદદ પોતાની પ્રવૃત્તિ માટે લેતા નહિ. એક દિવસ તેમની ધર્મપત્નીએ કહ્યું કે, “આજે રોટલી માટે બિલકુલ લોટ નથી.' ત્યારે તેઓએ કહ્યું. “જે હોય તે બનાવશો.’ તે દિવસે તેમણે થોડા ભાત અને ઉકાળેલાં આંબલીનાં પત્તાંનું ભોજન કર્યું અને પત્નીને કહ્યું કે, તેં ઘણું જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે.”
તે સમયે કષ્ણનગરમાં મહારાજા શિવચન્દ્રનું રાજ્ય હતું. તેઓએ આ મહાપંડિતની વિદ્વત્તા અને આર્થિક સ્થિતિ વિશે લોકો પાસેથી સાંભળ્યું અને ઘણી વાર તેઓને રાજમહેલમાં આવવાનું નિમંત્રણ આપ્યું, પણ પંડિતજી ન ગયા તે ન જ ગયો. આખરે એક દિવસ રાજા પોતે પંડિતજીને ઘરે આવ્યા અને તેમને પૂછ્યું : પંડિતજી, આપને કોઈ પ્રકારની તકલીફ કે અગવડ તો નથી ? ઘરનિર્વાહ તો સારી રીતે ચાલે છે ને ?” પંડિતજીએ કહ્યું : “ઘરની વાત
Page #76
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાયશીલતા
તો ધર્મપત્નીને જ પૂછી લેજો.'
રાજાએ પંડિતજીના ઘરમાં જઈ બ્રાહ્મણ બાઈને નમસ્કાર કર્યા અને પોતાનો પરિચય આપ્યો. પછીથી રાજાએ પૂછ્યું : ‘માતાજી ! આપને ઘર ચલાવવામાં કોઈ વસ્તુની સંકડાશ તો નથી ને ? જો હોય તો તેની પૂર્તિ કરવાનો મને અવસર આપશો.' બ્રાહ્મણદેવી કહે : “મારો સાડલો હજુ ફાટી ગયો નથી. પાણીની ઢોચકી પણ સલામત છે અને મારા હાથની ચૂડીઓ હજુ મોજૂદ છે તો પછી મારે શું ઓછું છે ? ઘણુંખરું રોટલીનો લોટ પણ મળી જાય છે.' રાજા શિવચન્દ્રે આ સાંભળી આ મહાન ત્યાગી અને નિઃસ્પૃહ વ્યક્તિત્વને જોઈ જ રહ્યો અને પ્રણામ કરી ચાલ્યો ગયો.
૫૭
બીજે દિવસે રાજાએ અનેક વસ્તુઓ મોકલી, તેમાંથી ત્રણ દિવસનો લોટ અને થોડી દાળ સિવાય બધી વસ્તુઓ પાછી આવી ત્યારે સમસ્ત પ્રજાજનો અને રાજાએ સરસ્વતીના મહાન પૂજારી એવા આ ઋિષ જેવાં પતિ-પત્નીને મનોમન અનેક શ્રદ્ધાંજલિઓ આપી.
*
[૩]
ઈ.સ. ૧૯૨૭ની સાલ. કાશી વિશ્વવિદ્યાલયના તર્કશાસ્ત્રના પ્રાધ્યાપક, સ્નાતકપદવીને પ્રાપ્ત થયેલા વિદ્યાર્થીઓના વિદાયસમારંભના અંતે સૌને પૂછતા હતા ઃ “તમે જીવનમાં શું બનશો ?’
:
કોઈ કહે ન્યાયાધીશ, કોઈ કહે દેશનેતા, તો કોઈ કહે કૉલેજનો પ્રિન્સિપાલ બનીશ. જ્યારે શ્રી સુમેરુચંદ્ર દિવાકરનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું ઃ પરમાત્માપદને પ્રાપ્ત કરવું તે મારા જીવનનું અંતિમ ધ્યેય છે.' પ્રાધ્યાપક કહે : ‘જુઓ ! આ જૈન વિદ્યાર્થીનું જીવનધ્યેય કેટલું ઊંચું છે ! દુન્યવી પદવીઓને બદલે તેને તો આધ્યાત્મિક ઉન્નતિ જ વધારે શ્રેયસ્કર લાગે છે.’
જાણે કે પ્રાધ્યાપકના આવા ઉત્સાહપ્રેરક વચનની તે વિદ્યાર્થી ઉપર જાદુઈ અસર થઈ.
આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ કરી, સરસ્વતીની અતિ ઉગ્ર ઉપાસના દ્વારા તેમણે દેશપરદેશમાં આર્ય-સંસ્કૃતિનો અને જૈન ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. આજ લગભગ બોતેર વર્ષની ઉંમરે પણ તેઓ સતત સ્વાધ્યાયશીલ રહી અનેક ઉત્તમ યુક્તિપૂર્ણ સાહિત્યના ગ્રંથોની રચના કરે છે. થોડા વખત પહેલાં ન્યાયમૂર્તિ દ્વવેદીએ તેમને જૈન શબ્દનો અર્થ
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૮
અંગ્રેજીમાં પૂછ્યો. તેમણે જૈન શબ્દનો કરેલો અર્થ તેમની જીવનસાધના, વિદ્વત્તા અને ઊંડા ચિંતન-મનનને વ્યક્ત કરે છે :
J = Just - ન્યાયી હોય
A = Affectionate - સાચો પ્રેમી હોય
I = Introspective - અંતરઆત્માનો પરીક્ષક હોય N = Noble - ભદ્ર વ્યવહાર કરનાર હોય. આવા ગુણો જેનામાં હોય તે સાચો જૈન.
સાધક-સાથી
Page #78
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદનિરોધ
ભૂમિકા
મન ફાવે તેમ વર્તવું તેને સામાન્ય રીતે સ્વચ્છેદ કહેવાય. આમ સ્વચ્છંદપણે ન ચાલતાં નિર્દોષ, અનેક ગુણસંપન્ન અને બોધિ સમાધિના સ્વામી એવા આચાર્યો અને સંતોની બતાવેલી ન્યાયપૂર્ણ આશા પ્રમાણે આત્માનું કલ્યાણ થાય તેમ વર્તવું તેનું નામ સ્વચ્છેદનિરોધ.
માણસમાત્રનું મન પતિતપરિણામી છે. અનાદિકાળથી આ જીવને, ઈન્દ્રિયો તથા મનને આધીનપણે વર્તીને જીવવાની ટેવ પડી ગઈ છે. તે મન, ઇન્દ્રિયો અને કુસંગને એટલો બધો આધીન થઈ ગયો છે કે પોતાના પરાધીનપણાનો તેને બિલકુલ ખ્યાલ જ રહ્યો નથી. હવે કોઈ મહાન પુણ્યના યોગે મનુષ્યપણું પામી સંતના સમાગમમાં આવ્યો છે અને કાંઈ પણ પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેવા પુરુષે મહાન ઉદ્યમથી આ સ્વચ્છંદનો પરાજય કરવો જરૂરી છે. સ્વછંદનિરોધનો અભ્યાસ
સ્વચ્છેદનો યથાયોગ્યપણે નિરોધ કરવા માટે બે વસ્તુની આવશ્યક્તા છે : પ્રથમ તો જરૂરત છે યથાર્થ જ્ઞાનની – સાચા બોધની. આપણે વિચાર કરવાનો છે કે સ્વચ્છંદપણે વર્તવાથી શું આપણે ખરેખર સુખી થઈ શકીએ ? શું સ્વચ્છંદતા તે સુખ મેળવવાનો સાચો ઉપાય છે ? સામાજિક દૃષ્ટિએ વિચાર કરી તો પણ સ્વચ્છેદથી સમાજમાં સુવ્યવસ્થા અને શાંતિની સ્થાપના થઈ શકતી નથી. અમુક સારા નિયમો, અમુક સુંદર જીવનરીતિઓને અપનાવ્યા વિના જો સમાજ પણ અંધાધૂંધી, કલેશ, અશાંતિ અને અવ્યવસ્થારૂપ થઈ જાય તો વ્યક્તિગત સ્તરે તેમ વર્તવાનું શું ફળ થાય તેનો આપણે વિચાર કરવો ઘટે.
આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તો કૌટુંબિક કે સામાજિક સ્તરે જે સાચું છે તે વ્યક્તિગત સ્તરે પણ સાચું છે. મનના ઘોડાઓને કે ઇન્દ્રિયોની લગામોને સર્વથા છૂટાં મૂકીને મનમોજી રીતે વર્તવાથી કોઈ પણ વ્યક્તિ
ખરેખર સુખી થઈ શકતી જ નથી. ગમે તે ન્યાયથી તોલો, દુરાચારી દુઃખી જ
Page #79
--------------------------------------------------------------------------
________________
so
સાધક-સાથી
છે, કારણ કે તેનું અંતર અશાંત છે, આકુળવ્યાકુળ છે, ભયભીત છે અને અતૃપ્ત છે. માટે આપણે નિર્ણય કરવો જોઈએ કે સ્વચ્છેદે વર્તવાથી આપણે સુખશાંતિ પ્રાપ્ત કરી શકતા નથી.
હવે જો સ્વચ્છંદતા દુઃખદાયી છે એમ નક્કી કર્યું છે તો તેનો વિરોધ કઈ રીતે થઈ શકે તે વિચારવું સ્વાભાવિક રીતે જ આવશ્યક થઈ પડે છે. આના માટે આવશ્યકતા છે સવિવેકપૂર્વકના વર્તનની. વર્તમાનકાળના કે પ્રાચીનકાળના જે મહાત્માઓએ સુખશાંતિ પ્રાપ્ત કર્યા છે, તેમના ન્યાયયુક્ત વચન પ્રમાણે વર્તવાથી અને જ્યાં સંભવ હોય ત્યાં તેમનો સમાગમ કરવાથી ધીમે ધીમે મનુષ્યમાં એક વિકાસલક્ષી પરિવર્તન આવે છે, જેથી તેના જીવનમાં અનેક સાત્ત્વિક ગુણો પ્રગટે છે. આ પ્રમાણેની દશા પ્રગટ થતાં તે મનુષ્યમાં ઉત્તમ એવા આત્મતત્ત્વની શ્રદ્ધા અને બોધ સુદ્રઢ થાય છે અને જેમ જેમ આત્મશ્રદ્ધા અને આત્મબોધ સુદ્રઢ થતાં જાય છે તેમ તેમ સ્વચ્છેદ ઘટવા માંડે છે. આમ, અનાયાસ અને સહજપણે, સ્વચ્છંદનો નિરોધ થઈ શકે છે.
સ્વછંદના નિરોધમાં વિઘ્નો હું મોટો છું, ‘સમજું છું, મારા જેવો બીજો કોણ છે', “આમ વર્તવાથી મને બાધ નહિ થાય' એ ઈત્યાદિ મિથ્યાભિમાનના ખ્યાલો જ્યાં સુધી જીવનમાં છે ત્યાં સુધી મનુષ્ય પ્રગતિના પંથે વળી શકતો નથી, પરંતુ મધ્યસ્થ થઈને, જરા થોભીને વિચાર કરે તો કામ થાય. અનેકવિધ ક્ષેત્રોમાં મારા કરતાં પણ વિશેષ એવા કેવા કેવા મહાન પુરુષો થયા છે તેનો વિચાર કરે તો પોતાનું તુચ્છપણું સમજાય અને પોતાના કુળનું, જ્ઞાનનું, પૂજાનું, કીર્તિનું, શરીરનું, રૂપનું, ધનનું, યૌવનનું કે રિદ્ધિસિદ્ધિનું અભિમાન દૂર થાય. જો આમ નમ્રતા, ગુણગ્રાહકતા, કોમળતા આવે તો કામ થાય અને મનમોજીપણું છૂટે. આમ જો સ્વચ્છંદનો ખોટો રસ્તો છોડી દે તો થોડા કાળમાં જ સર્વ દુર્ગુણો નાશ પામે અને અનેક પ્રકારના સદ્ગુણોને પ્રાપ્ત થઈ ઉત્તમ સુખ પામી શકે. માટે જ કહ્યું છે : 'HTI, ઘમો માTIUતવો - આજ્ઞાનું આરાધન તે જ ધર્મ, આજ્ઞાનું આરાધન તે જ તપ.”
સ્વચ્છંદનિરોધનો મહિમા (૧) રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જિન નિર્દોષ.
Page #80
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદનિરોધ
(૨) જ્યાં જેટલો સ્વચ્છંદ દબાયો છે ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા ઉત્પન્ન હોય છે.
(૩) પાંચ ઇન્દ્રિયો અને મનના નિરંકુશ છંદે ચાલવાથી આ લોકમાં રોગ, નિર્ધનતા તથા અપકીર્તિ અને આગામી કાળમાં નીચ ગતિનાં દુઃખો સહન કરવાં પડે છે.
(૪) જેમ જેમ સદ્ગુરુનાં વચનો પ્રમાણે ચાલે તેમ તેમ પાત્રતા વધે અને જીવ ક્રમે કરીને મોક્ષમાર્ગમાં સુસ્થિત થઈ જાય.
(૫) ખોટી ટેવો છોડી દેવી, ખોટી વાતોમાં રસ ન લેવો, ખોટાં કાર્યો દૃઢતાપૂર્વક ત્યજી દેવાં અને પોતાના જીવનને અનેક સાત્ત્વિક અને શુદ્ધ ભાવોવાળું બને તેવાં કાર્યોમાં લગાવી દેવું તે સ્વચ્છંદ ટાળવાનો વ્યાવહારિક ઉપાય છે, જે વડે જીવન પવિત્ર અને ઉન્નત બની જાય છે.
(૬) ભવભયરહિતપણે, જ્ઞાની પુરુષોની આજ્ઞા પર પગ મૂકીને નિર્ધ્વસ (તીવ્ર વિકારયુક્ત) પરિણામ સહિત જે વર્તે તે સ્વચ્છંદી બને છે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહિ, તેમ જ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહિ. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. જો સ્વચ્છંદ મટે તો જીવનું કલ્યાણ થાય.
૧
*
*
*
સ્વચ્છંદનિરોધનાં જીવંત દૃષ્ટાંતો [૧]
શ્રીમદ્ રાજચન્દ્રજીએ પોતે લખેલી આત્યંતર નોંધપોથીમાંથી અમુક ઉપયોગી ઉતારો કરવા શ્રી લલ્લુજીને* તે નોંધપોથી આપી હતી. શ્રી લલ્લુજીએ કહ્યા ઉપરાંતનો અમુક ભાગ ઉપયોગી લાગવાથી તેમાંથી ઉતારી લીધેલો અને સવારે દર્શનાર્થે જઈશું ત્યારે આજ્ઞા મેળવી લઈશું એમ વિચારેલું, કારણ કે પોતે મુનિચર્યા પાળતા હતા તેથી રાત્રે બહાર જઈ શકાય તેમ નહોતું.
બીજે દિવસે શ્રી લલ્લુજીએ નોંધ કરેલાં બધાં પાનાં શ્રીમદ્ભુ પાસે મૂકીને કહ્યું : રાત પડી ગઈ હતી તેથી આજ્ઞા લેવા આવી શકાયું નહિ. આજ્ઞા ઉપરાંતનાં પણ આ થોડાં પાનાંનો નોંધપોથીમાંથી ઉતારો કરી લીધો છે.' આ સાંભળી શ્રીમદ્ભુજીએ નોંધપોથી અને ઉતારો કરેલાં બધાં પાનાં શ્રીમદ્ રાજચન્દ્રના મુખ્ય સાધુ-શિષ્ય.
Page #81
--------------------------------------------------------------------------
________________
સાધક સાથી
પોતાની પાસે રાખી લીધાં. શ્રી લલ્લુજીને કાંઈ આપ્યું નહિ. શ્રી લલ્લુજીને ખૂબ પસ્તાવો થયો અને આ વાત તેમણે અંબાલાલભાઈને જણાવી. અંબાલાલભાઈએ પણ આજ્ઞા વગર ઉતારો કરવા બદલ શ્રી લલ્લુજીને ઠપકો આપ્યો. આખરે, અંબાલાલભાઈ દ્વારા ફરીથી ઉતારો કરેલાં પાનાં પરત કરવા જ્યારે શ્રી લલ્લુજીએ વિનંતી કરી ત્યારે જ શ્રીમદ્જીએ ઉતારો કરેલાં પાનાં તથા બીજી ઉપયોગી સામગ્રી, સારા અક્ષરે લખીને અંબાલાલભાઈને તે શ્રી લલ્લુજીને આપવા આજ્ઞા કરી.
- આ રીતે સ્વચ્છેદનિરોધનું મહા માહાભ્ય શ્રીમદૂજી પોતાના શિષ્યોને અવારનવાર સમજાવતા અને સર્વ આત્મસાધન ગુરુઆજ્ઞાએ કરવાની વારંવાર ઉપદેશ કરતા.
[૨]
ગયા સૈકાના બંગાળના પ્રસિદ્ધ મહાપુરુષ ભૂદેવ મુખોપાધ્યાયના પૌત્ર સોમદેવના જીવનનો આ પ્રસંગ છે. તે વખતે સોમદેવની ઉંમર સાત વર્ષની હતી. એક-વાર તેનાં માતાપિતા સાથે કલકત્તા જવા માટે તે હુગલી સ્ટેશને બેઠો હતો. તેના પિતાએ તેને પ્લેટફૉર્મના એક બાંકડા ઉપર બેસાડીને કહ્યું : હું આવું નહિ ત્યાં સુધી અહીં જ બેસી રહેજે ઊભો થતો નહિ.” પછી તેના પિતા તો સામાનની વ્યવસ્થા કરવામાં રોકાઈ ગયા. એટલામાં ગાડી આવી ગઈ અને સૌ તેમાં બેસી ગયાં. સોમદેવ યાદ આવતાં સૌએ જોયું તો દૂર પેલા બાંકડા પર તેની તે જ સ્થિતિમાં સોમદેવ તો બેઠો હતો અને એની આંખો પિતાને જાણે કે શોધી રહી હતી. તરત જ તેના પિતા દોડ્યા અને પ્રેમથી તેને ઊંચકીને ગાડીમાં બેસાડી દીધો.
પિતાએ તેને પૂછ્યું : 'બેટા ! કેમ તું ગાડીમાં બેસવા તારી જાતે ન આવ્યો ?' સોમદેવ કહે : “પિતાજી, આપ આજ્ઞા આપીને ગયા હતા તેથી આપના આવ્યા વિના હું બાંકડા ઉપરથી કેવી રીતે ઊઠું ?”
અને આજ્ઞાપાલનમાં એક્કા આ પુત્રને જોઈને સૌ અંતરમાં પ્રસન્નતાને
પામ્યા.
પોતાના જીવનને નિયમબદ્ધ ચર્યામાં અને શિસ્તપાલનમાં રાખવા * શ્રીમદ્ રાજચન્દ્રના એક અગ્રગણ્ય ગૃહસ્થ-શિષ્ય.
Page #82
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છંદનિરોધ
૩
બદલ અમેરિકાના પ્રથમ પ્રમુખ જૉર્જ વૉશિંગ્ટન ખૂબ જાણીતા હતા. નિયત સમયે નિયત કામ થવું જ જોઈએ એવો તેમનો દૃઢ આગ્રહ હતો.
એક દિવસ તેઓએ અમેરિકન કોંગ્રેસના નવા ચૂંટાયેલા સભ્યો માટે પોતાને ઘેર ભોજન-સમારંભ ગોઠવ્યો હતો. સૌને ચાર વાગ્યે આવવાનું આમંત્રણ હતું. સભ્યોને આવવામાં મોડું થયું. આથી વૉશિંગ્ટને ભોજન લેવાનું ચાલુ કરી દીધું ! આ જોઈ સૌ સભ્યો જયારે વિસ્મય પામ્યા ત્યારે વૉશિંગ્ટને કહ્યું : “ભાઈઓ ! આપનો અવિનય થયો હોય તો માફી માગું છું. પણ મારો રસોઈયો તો નિયત સમયે ભોજન પીરસી જ દે છે, કારણ કે તેને ખબર હોય છે કે તેનો સાહેબ નિશ્ચિત સમયે ભોજન લેવાનું ચાલુ કરી જ દે
આમ સંબોધન કરી વૉશિંગ્ટને પોતાનું બાકી રહેલું ભોજન લેવા માંડ્યું અને સૌ સભ્યો પણ તેમની સાથે જોડાયા.
Page #83
--------------------------------------------------------------------------
________________
નિર્મોહીપણું
જગતના પદાર્થોને ખરેખર જેવા છે તેવા જાણવા તે સમ્યગુ જ્ઞાનરૂપ નિમહીપણું છે. આવું યથાર્થ જ્ઞાન થવાને લીધે પોતાના આત્મામાં આત્મબુદ્ધિ ઊપજે છે અને અન્ય પદાર્થ ભિન્ન ભાસે છે. જે સાધકને આવી સત્ય દૃષ્ટિની પ્રાપ્તિ થાય તેને ક્રમે કરીને જગતના કોઈ પણ પદાર્થમાં મોહ ઉત્પન્ન થતો નથી અને તેવા પુરુષને સંપૂર્ણ નિર્મોહીપણું પ્રાપ્ત થાય છે.
એક દૃષ્ટિથી ગણીએ તો નિર્મોહીપણું સુલભ છે અને બીજી દૃષ્ટિથી જોઈએ તો દુર્લભ છે. સુલભ એટલા માટે છે કે પોતાના જ સાચા સ્વરૂપને યથાર્થપણે ઓળખવું છે તેથી તેમાં અન્ય કોઈ દખલગીરી કરી શકે નહિ કે છુપાવી શકે નહિ. કારણ કે પોતાને પોતાની જાતથી અન્ય કોણ છુપાવવાને સમર્થ છે ? દુર્લભ એટલા માટે છે કે સામાન્ય રીતે જગતમાં સત્યને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા અને તૈયારી જીવનની ઉત્તરાવસ્થામાં ઉત્પન્ન થાય છે એટલે આખું જીવન જે ઊંઘી માન્યતા અને અભ્યાસનો પરિચય કર્યો તેથી જુદી માન્યતા અને જુદો અભ્યાસ કરવાનો હોવાથી સાધકને તેમ કરવું વિકટ પડે છે. જેમ કોઈ પણ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે તેમ આ નિર્માહીપણાની સાધનામાં પણ તેવું જ બને છે. વળી ખરેખર તો અનેક પૂર્વભવોની અંદર સેવેલા કુસંસ્કારોનો સામનો કરી “સતુ’ ‘આત્મા'ના સંસ્કાર પાડવાના છે અને તેથી આ કાર્ય વિકટ પણ જાણીએ છીએ.
સાધકની દૃષ્ટિએ નિર્મોહીપણાની આરાધનાની સામાન્યપણે ત્રણ શ્રેણીઓ પાડી શકાય ?
(૧) મુમુક્ષુ અવસ્થામાં નિમહીપણું (૨) આત્મજ્ઞાન સહિતનું નિર્મોહીપણું.
(૩) આત્મજ્ઞાની ત્યાગી એકાંત સાધકનું નિમહીપણું. (૧) મુમુક્ષુ અવસ્થામાં નિર્મોહીપણું
જેમ આત્મજ્ઞાની મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે તેમ જેણે આત્મજ્ઞાની પુરુષનો સાચો આશ્રય લીધો છે તેવો મુમુક્ષુ પણ કોઈ અપેક્ષાએ મોક્ષમાર્ગમાં પ્રવર્તે
Page #84
--------------------------------------------------------------------------
________________
નિર્મોહીપણું
૫
છે. સાચા બોધની તે નિયમિત આરાધના કરે છે. જ્યાં પ્રત્યક્ષ અનુભવી ગુરુનું સાન્નિધ્ય પ્રાપ્ત છે ત્યાં મુમુક્ષુને મોક્ષમાર્ગમાં ત્વરિત ગતિથી સફળતા સાંપડે છે. તેમના સમાગમમાં રહી તે અનાસક્ત રહેવાનો પ્રયત્ન કરે છે. સમયસર સ્વાધ્યાયભક્તિમાં પ્રવર્તે છે. દાન-તીર્થયાત્રા દ્વારા લોભ ઘટાડે છે. દેવ-ગુરુ-ધર્મનો પ્રેમ વધારે છે. નોકરી-ધંધા-કુટુંબ-પરિવાર અને શરીરાદિના રક્ષણ-પોષણના સમયમાં કાપ મૂકી વધારે સમય સત્સમાગમમાં લગાડે છે. સાદાઈ, સંતોષ, સરળતા, મધ્યસ્થતા, વિનય, સર્વ જીવોમાં સમભાવનો અભ્યાસ, ગુણાનુરાગ અને ગુણગ્રાહકતા, નિયમિત આહારવિહાર વગેરે ગુણોને જીવનમાં ઉતારીને પ્રાપ્ત થયેલા સદ્ધોધનું ચિંતનમનન કરે છે અને હું જાણનાર-દેખનાર આત્મા જ છું' એવો અભિપ્રાય અને શ્રદ્ધા પાકાં કરીને એકાગ્રતાનો – ધ્યાનનો યથાશક્તિ અભ્યાસ કરે છે. (૨) આત્મજ્ઞાન સહિતનું નિર્મોહીપણું
આ શ્રેણીના પુરુષે એક મહાન કાર્ય સંપાદિત કરી લીધું છે, એટલે કે અજ્ઞાનનો, અવિદ્યાનો, આત્મભ્રાંતિનો, દર્શનમોહનો તેણે આત્મપ્રતીતિ અને આત્માનુભવ દ્વારા નાશ કર્યો છે તેથી હવે હું આ જાણનાર-દેખનાર આત્મા જ છું' એવો ભાવ માત્ર તેની શ્રદ્ધાનો જ નહિ પણ આંશિક અનુભવનો વિષય પણ છે. અભૂતપૂર્વ અને અચિંત્ય માહાભ્યવાળું જે સ્વપદ-સ્વ-સ્વરૂપ-નિજ-ઘર-આત્મપદ પામીને તે પુરુષ પ્રસન્ન છે, નિઃશંક છે, પવિત્ર છે, નિર્ભય છે. અનેક પરમાર્થ-સાધક ગુણો વડે ભૂષિત છે અને જે આત્મપદ અનુભવ્યું તેની પૂર્ણ પ્રાપ્તિ કરવા માટે ઉલ્લસિત વીર્યથી પુરુષાર્થવાન છે. તેના જીવનમાં સર્વત્ર અંતર-દિવ્યતાનાં દર્શન થઈ શકે છે પણ તેને યથાર્થપણે ઓળખવા માટે મુમુક્ષનાં નેત્રો અથવા સદ્ગુરુની મહેરની જરૂર છે. તે હવે પોતાને પ્રાપ્ત થયેલા નિર્મોહીપણાને દિવસે દિવસે વધારે દૃઢ અને વધારે વિસ્તૃત બનાવતા થકી જ્ઞાનવૈરાગ્યની શક્તિને વૃદ્ધિગત કરે છે. (૩) આત્મજ્ઞાની ત્યાગી એકાંત સાધકનું નિર્મોહીપણું
નિમહીપણાની સાચી સાધનાની આ ચરમ સીમા છે. લોકોનો પ્રતિબંધ, સ્વજનોનો પ્રતિબંધ, શરીર વગેરેનો પ્રતિબંધ તોડીને હવે નિર્વિકલ્પ સમાધિની સાધનામાં વિશિષ્ટપણે રહેવાનો સાધકનો આ પરમ પુરુષાર્થ છે. સહકારી બાહ્ય સાધન તરીકે મૌન, એકાંતવાસ, ધ્યાનમાં વિશેષ
Page #85
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
સમય ગાળવો, સૂક્ષ્મ તત્ત્વનું અધ્યયન અને મનન તથા તદ્દન સાદા જીવનને અપનાવવું વગેરે આ શ્રેણીના સાધકની ખાસ વિશિષ્ટતા છે. કરણાના અંશોના અલ્પ સદ્દભાવને કારણે આ મહાપુરુષ પ્રસંગોપાત્ત ધર્મલોભી સાધકોને પોતાના જ્ઞાનનું દાન કરે છે અથવા સંયમની સાધનામાં યોગ્ય માર્ગદર્શન આપે છે.
આ સર્વોત્તમ સાધકો જ યથાસમયે મહાન પુરુષાર્થ કરી પૂર્ણ એવા પરમાત્મપદને પ્રાપ્ત કરી લે છે.
નિર્મોહીપણાનો મહિમા (૧) જેનો મોહ ઘણો ઘટી ગયો છે, શાંત થઈ ગયો છે તે જ્ઞાની છે અને જેનો મોહ સર્વથા નાશ પામ્યો છે તે પૂર્ણ જ્ઞાની પરમાત્મા જ છે.
(૨) જ્યાં સુધી આત્મભ્રાંતિરૂપી મોહ નાશ ન પામે ત્યાં સુધી આ જીવનમાં પણ સાચી શાંતિ મળે નહિ અને પરલોકમાં પણ શાંતિ મળે નહિ.
| (૩) જેને મોહ અને માયા સ્પર્શતાં નથી, જેના મનમાં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, જેને આત્મારામની જ લગની લાગી છે તે પુરુષ પોતે જ તીર્થસ્વરૂપ છે.
(૪) જેમ જેમ મોહનો નાશ થાય તેમ તેમ આત્માના આનંદની વૃદ્ધિ થાય છે, માટે આત્માનંદના ઇચ્છુક પુરુષોએ મહાન પ્રયત્નથી મોહની સેનાનો નાશ કરવાનું પરાક્રમ દાખવવું જોઈએ.
(૫) જેનો મોહ વિશેષપણે નાશ પામે છે તે મહાત્માના જીવનને વિશે પરમાર્થસ્વરૂપ એવા અનેક ગુણો પ્રગટે છે – જેવા કે સંતોષ, વિનય, ક્ષમા, તપ, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, એકાંતપ્રિયતા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી વગેરે વગેરે. (ડ) (૪) મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર,
કરુણા-કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર. (વ) રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ,
જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય. જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને; પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે.
Page #86
--------------------------------------------------------------------------
________________
નિર્મોહીપણું
39
નિર્મોહીપણાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
ગયા સૈકામાં બંગાળમાં શ્રીયુત રામતનુ લાહિરી નામના એક મોટા વિદ્વાન થઈ ગયા. તેમના જીવનમાં સાદાઈ અને સંતોષ જેમ પ્રગટપણે દેખાતા તેમ સત્યનિષ્ઠા અને નિયમિત અધ્યાત્મસાધના પણ ઓતપ્રોત થઈ ગયાં હતાં. તેમને ઘેર અઠવાડિયામાં અમુક ચોક્કસ દિવસે સત્સંગભક્તિનો કાર્યક્રમ રહેતો.
છ
તેમનો મોટો પુત્ર એમ.એ.ના છેલ્લા વર્ષમાં હતો અને ઘણો બુદ્ધિમાન હોવાને લીધે દર વર્ષે સ્કૉલરશિપ અને ઈનામો તેને મળતાં. ભાગ્યનું બદલવું અને એકાએક આ પુત્ર મૃત્યુ પામ્યો. તેનું શબ તે ઓરડામાં જ હતું કે જ્યાં સૌ સત્સંગીઓ ભેગા મળતા. સમય થતાં સૌ સત્સંગીઓ આવવા લાગ્યા અને એક સત્સંગી તે ઓરડામાં જતો હતો તેને રોકીને પંડિતજીએ કહ્યું : ‘આપણે આજનો સત્સંગ બીજા ઓરડામાં રાખ્યો છે. તેમાં તો છોકરાનું શબ છે.'
આ વાત સાંભળી પેલા આવનાર ભાઈના હોશકોશ ઊડી ગયા, પરંતુ એટલામાં તો પંડિતજીએ કહ્યું : “આપણો સમય થઈ ગયો છે, મંગલાચરણ ચાલુ કરો.' આ બાજુ સત્સંગ પૂરો થયો અને આ બાજુ છોકરાની ઉત્તરક્રિયાની તૈયારીઓ થઈ. પંડિતજીના મુખ ઉપરથી કોઈ કહી શકતું નહોતું કે તેમના મોટા પુત્રનું હમણાં જ અવસાન થયું છે.
આ છે સાચી સાધનાનું ફળ ! જેટલો મોહ ઘટ્યો તેટલી સાધનાની
સફ્ળતા.
[૨]
ઇ.સ. ૧૯૫૨માં આચાર્ય શાંતિસાગરજી મહારાજ દહીંગાંવ (મહારાષ્ટ્ર)માં વિરાજમાન હતા. પગમાં ખીલી વાગી હોવાથી જખમ થયો હતો. જો કે બાહ્ય દવાનો ઉપચાર ચાલુ હતો પરંતુ મહારાજ તો સ્વસ્થ જ રહેતા. તેઓ કહેતા : શરીરનું કામ શરીર કરે, રોગનું કામ રોગ કરે અને આત્માનું કામ આત્મા કરે.’
વિવેક (ભેદવિજ્ઞાનની ભાવના) તેમનો જીવનમંત્ર હતો. જખમને રૂઝ આવતાં પંદરેક દિવસ લાગેલા તે દરમિયાન જ પોતે સલ્લેખના લીધી અને તેના છેલ્લા દિવસોમાં પણ કોઈ વાર અરેરે ! ઓહ !' ઇત્યાદિ ખેદસૂચક
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૮
શબ્દો તેમના મુખમાંથી કોઈ પણ વખત નીકળ્યા નહિ.
આવા મહાન પુરુષોને જગતના કોઈ પણ બીજા પદાર્થો પ્રત્યે તો મોહ નથી હોતો પણ પોતાના શરીર પ્રત્યે પણ તેઓને સર્વથા નિર્મોહીપણું હોય છે એ વાત તેમના આવા પ્રસંગોથી આપણને જાણવા મળે છે.
*
[3]
સાધક સાથી
*
લગભગ સવાસો વર્ષ પહેલાંનો જમાનો.
પૂનમની રાત અને ગંગાનો કિનારો. ગંગામાં એક નાની હોડી જઈ રહી હતી. માત્ર એક નાવિક અને એક પ્રવાસી. નાવિક આખા દિવસના કામથી કંઈક થાકેલો લાગતો હતો તેથી પ્રવાસીએ કહ્યું : “ભાઈ ! થોડી વાર આરામ કરીને પછી આગળ ચાલીએ.' થાકેલા નાવિકને આ વાત તરત ગળે ઊતરી ગઈ અને હોડીને નાંગરીને એ જરા આડો પડ્યો.
આ બાજુ પ્રવાસી કિનારે ઊતરી આજુબાજુ આંટા મારી રહ્યા હતા તેવામાં એમની નજર કોઈ વસ્તુ ઉપર પડી. તેઓ તુરત જ નાવ તરફ દોડ્યા અને નાવિકને કહ્યું : ભાઈ ! જલદીથી આગળ હોડી ચલાવ.' નાવિકે પૂછ્યું : તમને શેનો ડર લાગ્યો તે કહો તો ખરા ?′ પણ પ્રવાસી કહે : તમે હોડી ચલાવો પછી કહું.'
બન્ને હોડીમાં બેઠા અને થોડું અંતર કાપ્યું એટલે નાવિકે કહ્યું : “તમે શું જોયું તે વાત હવે કહો.’ પ્રવાસી કહે : ‘ભાઈ ! હું નદીકિનારે ફરતો હતો ત્યાં એક રોકડા રૂપિયા ભરેલી થેલી મેં જોઈ. મને વિશ્વાસ ન આવવાથી બરાબર તપાસ કરી જોઈ પણ મારું મન ચવિચળ થઈ ગયું તેથી હું ત્યાંથી દોડ્યો અને તમને તરત જ હોડી હંકારવા કહ્યું. મારા જેવા સામાન્ય માનવીને આ જોઈ લોભ-લાલચ થઈ જાય અને અધિકાર વગરની વસ્તુ હું લઈ લઉં તે મને કેમ શોભે ? માટે તરત જ સંકલ્પ કરીને ત્યાંથી ભાગ્યો.’
નાવિક તો પ્રવાસીની સામે જોઈ જ રહ્યો. તેના મુખ ઉપર દૃઢ પ્રામાણિકતાની સૌમ્યતા હતી. આ પ્રવાસી ભાઈનું નામ દીનદયાળ. તેમના સુપુત્ર બંગાળમાં નાગ મહાશય નામના મહાન પુરુષ થયા, જેઓએ શ્રી રામકૃષ્ણ પરમહંસના અંતેવાસી શિષ્ય તરીકે પોતાનું જીવન વિતાવ્યું.
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૩
ભૂમિકા
વિનય એટલે પૂજ્ય (પુરુષો અને વસ્તુઓ) પ્રત્યે અંતરનો આદરભાવ. ખરેખર જોઈએ તો વિનય એટલે નમ્રતા આપણો પોતાનો જ આત્માનો જ સ્વાભાવિક ગુણ છે. આત્મામાં જે અનેક ગુણો જ્ઞાન, શ્રદ્ધા, સંતોષ, ક્ષમા વગેરે છે તેમાં વિનય પણ આવી જાય છે. અહીં પ્રશ્ન થાય કે આવો વિનય જો સ્વાભાવિક ગુણ હોય તો કેમ તે પ્રગટ અનુભવમાં આવતો નથી ? આ પ્રશ્નનો જવાબ એ છે કે પ્રથમ તો પોતાના ગુણોથી જગતના સામાન્ય માણસો અજ્ઞાત છે અને બીજું તે સ્વાભાવિક ગુણ તરફ લક્ષ નહિ દેતાં તેના પ્રતિસ્પર્ધી (માનમોહનીય કર્મના ઉદયથી થતો) અભિમાનરૂપી મદનો જે ભાવ તેનું નિરંતર પોષણ કર્યા કરે છે. આમ, અજ્ઞાન અને ઊંધા અભ્યાસને લીધે માણસને વિનયગુણની પ્રાપ્તિ થતી નથી.
વિનય
.
વિનયગુણની આરાધના
વિનયગુણનો નાશ કરનારા અભિમાનના મુખ્ય આઠ પ્રકાર પ્રજ્ઞાવંત આચાર્યોએ પ્રરૂપ્યા છે જે જાણવાથી વિનયગુણની આરાધના સરળ બની જાય છે અને ત્વરાથી તેમાં સફળતા મળે છે. આ આઠ પ્રકારના મદ નીચે પ્રમાણે છે :
સદ્ગુરુબોધ દ્વારા સત્સંગના યોગમાં રહી ચિંતનમનન દ્વારા અથવા સત્શાસ્ત્રોના અધ્યયનથી પોતાને પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના વિપુલ જ્ઞાનને કારણે પોતાને મહાન માનવો અને બીજાને પોતાથી હીન, તુચ્છ માનવા તે જ્ઞાનમદ. અનેક પ્રકારના લૌકિક અને લોકોત્તર ગુણો પ્રગટ્યા હોવાથી અને પુષ્કળ સંપત્તિ આદિનો યોગ થવાથી જગતમાં પોતાની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હોય અને મોટા મોટા રાજા-મહારાજા શ્રીમંત-શાહુકાર કે વિદ્વાનો અને ત્યાગીઓ દ્વારા પોતાને પૂજા, સત્કાર આદર મળ્યાં હોય તે કારણથી પોતાને ઉચ્ચ માનવો તે પૂજામદ. પોતાના પિતા કોઈ નાગર
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૦
સાધક-સાથી
બ્રાહ્મણ, ઉચ્ચ સિસોદિયા રજપૂત કે અન્ય વિશિષ્ટ કુળના હોય તે થકી અથવા પોતાના મોસાળ પક્ષે ખાનદાની સહિતનું કોઈ મોટું દીવાનપણુંનગર-શેઠપણું કે એવું ઉચ્ચ અધિકારીપણું પરંપરાગતપણે ચાલ્યું આવતું હોય તે કારણે પોતાની બડાઈ મારવી તે કુળમદ અને જાતિમદ કહેવાય છે. પુરબહાર યુવાવસ્થાને લીધે અથવા શરીરનું લેણું હોય તેને લીધે ખાસ પ્રકારનું શરીરનું બળ હોય, વચનબળની અતિશયતાને લીધે હજારો માણસોને સ્તબ્ધ કરી દે એવી ખાસ પ્રકારની વસ્તૃત્વકળા હોય અને અતિ મધુર રણકારવાળો અવાજ હોય અથવા પોતાના કાર્યને વિજય ન મળે ત્યાં સુધી વળગી રહેવારૂપ આશ્ચર્યકારક મનોબળ હોય તો આ બધાં બળ વડે કરીને પોતાને મહાન માનવારૂપ અભિમાન તે બળમદ. વિશિષ્ટ ત્યાગ અને વિશિષ્ટ સંયમ સહિત ધર્મની આરાધના કરી હોવાથી રિદ્ધિ-સિદ્ધિ (જેવી કે દૂરનું સાંભળવું. જોવું. આકાશમાં, અગ્નિમાં કે પાણી ઉપર ચાલવું વગેરે) ઉત્પન્ન થવાથી પોતાનું ઉચ્ચપણું માનવું તે રિદ્ધિમદ. ઉપવાસ-જાપ-ધ્યાનરસાસ્વાદત્યાગ વગેરે પ્રકારનાં તપ કરીને મારા જેવો બોજા કોણ તપસ્વી છે એમ અંતરમાં પોતાનું ઉચ્ચપણું માનવું તે તપમદ, આંખ, કાન, નાક, દાઢી, કપાળ, છાતી, હાથ, પગ વગેરે શરીરનાં બધાં અંગો અતિ સુંદર અને સપ્રમાણ હોવાં અને આખા શરીરની લંબાઈ, પહોળાઈ પ્રમાણસર હોતાં શરીરનું જે વિશિષ્ટ સૌષ્ઠવ તે વડે પોતાની મોટાઈ માનવી તે વધુમદ છે. આમ આઠ પ્રકારના (જ્ઞાનમદ, પૂજામદ, કુળમદ, જાતિમદ, બળમદ, રિદ્ધિમદ, તપમદ અને વધુમદ) અભિમાનથી સાધકની સાધનામાં ભંગ પડે છે તેથી આ આઠ પ્રકારના મદનું યથાર્થ જ્ઞાન કરીને જીવનના વિવિધ પ્રસંગોમાં વર્તતી વખતે આ પ્રકારના અભિમાનનો ત્યાગ કરી નમ્રતા ધારણ કરવાથી થોડા કાળમાં ઉત્તમ વિનયગુણનું પ્રગટવું બની શકે છે.
વિનયની આરાધનાનું ફળ બધા જ મહાન પુરુષોએ વિનયગુણની આરાધના કરી છે અને તેનાં ગુણગાન પણ ગાયાં છે. દેનિક વ્યવહારજીવનમાં આપણે વડીલોનો, માબાપનો, શેઠ-સાહેબોનો અને બીજા પુણ્યવાન પુરુષોનો, શિક્ષકોપ્રાધ્યાપકોનો, વિદ્વાનો-પંડિતોનો, મુનિઓ-ધર્માચાર્યોનો અને પરમાત્માનો વિનય જેટલા પ્રમાણમાં કરીએ તેટલા પ્રમાણમાં સર્વત્ર સંપ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. સમાજમાં પણ વિનમ્ર પુરુષોનો સુયશ ફેલાયેલો જોવામાં આવે છે. પરંપરાથી ચાલી આવેલી “પાપ મૂળ અભિમાન’, ‘તમે તે
Page #90
--------------------------------------------------------------------------
________________
વિનય
૭૧
સૌને ગમે, “અભિમાન તો રાજા રાવણનું પણ રોળાઈ ગયું' – આવી આવી લોકોક્તિઓ પણ એ જ પુરવાર કરે છે કે આર્ય-સંસ્કૃતિમાં અભિમાનને મહાન દુર્ગણ તરીકે અને વિનયને મહાન સગુણ તરીકે સર્વત્ર સ્વીકારવામાં આવ્યો છે. જેમ જેમ સાધક પોતાની સાધનામાં આગળ વધે તેમ તેમ તેની દૃષ્ટિ વિશાળ થતી જાય છે અને બધામાં તેને પોતાના જેવો જ આત્મા દેખાય છે તેથી તેને બીજા કરતાં પોતાનું ઉચ્ચપણું-મોટાઈ-બડાશ સ્થાપવામાં રસ રહેતો નથી. જ્યાં આવી વૈજ્ઞાનિક અને વિવેકી દૃષ્ટિ ઉદય પામે છે ત્યાં સંતોના સૂરમાં તે પણ પોતાનો સૂર પુરાવે છે?
‘દાસ કહાવન કઠિન હૈ; મેં દાસનકો દાસ,
અબ તો ઐસા હો રહું કિ પાંવ તલકી ઘાસ.' હવે વિનયગુણની આરાધનાનું પારમાર્થિક ફળ જોઈએ. જે પુરુષ વિનયી હોય તે જ સાધુ-સંતોનો વારંવાર અને આયોજનપૂર્વક સમાગમ કરી તેમનો આદર-સત્કાર કરી શકે છે. જો સાચા સંતનો સુયોગ પ્રાપ્ત થઈ જાય અને તેઓને સાધકમાં ઉત્તમ પાત્રતા દેખાય તો તેઓ આત્મબોધનું દાન દે છે. આવા બોધમાં વારંવાર સ્નાન કરવાથી તત્ત્વવિચારની શ્રેણીએ ચડવાનું બળ ઉત્પન્ન થાય છે, જેના ફળરૂપે સાધક આત્માનુભવ પામી સંત બની જાય છે. આમ, ઉત્તમોત્તમ ફળની પ્રાપ્તિ વિનયગુણની આરાધનાથી થઈ શકે છે.
સાચા જ્ઞાનનો વિનય (જ્ઞાનવિનય), સાચા દર્શનનો વિનય (દર્શનવિનય), સાચા આચરણનો વિનય (ચારિત્ર્યવિનય) અને પ્રત્યક્ષ ન હોય તેવા પૂર્વાચાર્યો કે મહાપુરુષોનો (તેમના ચિત્રપટ કે સ્મારકાદિના અવલંબનથી) વિનય (ઉપચારવિનય), એમ વિનયના અનેક પ્રકાર સશાસ્ત્રોના આધારે વિશેષપણે જાણીને, સદ્દગુરુગમે, આરાધવા યોગ્ય છે.
વિનયનો મહિમા (૧) કોઈ પણ મનુષ્યની સાચી મહાનતાની પ્રથમ કસોટી તે તેનામાં રહેલી નમ્રતા છે.
(૨) જ્યારે આપણે નમ્રતામાં બહુ આગળ વધીએ છીએ ત્યારે આપણે મહત્તાના શિખરની બહુ નજીક હોઈએ છીએ.
(૩) વિનયથી ઘણું બધું પ્રાપ્ત થાય છે, છતાં તેને માટે કાંઈ કિંમત ચૂકવવી પડતી નથી.
(૪) નમ્રતા, પ્રેમપૂર્ણ વ્યવહાર અને સહનશીલતાથી જગતના સમસ્ત
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૨
સાધક-સાથી
લોકો આપણને વશ થઈ આપણા મિત્ર બની જાય છે.
(૫) જ્યાં આપવડાઈનો અસ્ત થાય છે ત્યાં સાચી પ્રતિષ્ઠાનો ઉદય થાય છે.
(૬) વિનય ઉન્નતિનું મૂળ છે, સર્વ સંપત્તિઓનું ધામ છે, સુયશને વધારનાર છે અને ધર્મરૂપી સમુદ્રમાં ભરતી લાવવા માટે ચંદ્ર સમાન છે.
(9) પોતાથી વિશેષ ગુણવાનનો વિનય કરવો તે આપણી ફરજ છે, સમકક્ષનો વિનય કરવો તે સજ્જનતા છે. અલ્પગુણવાનનો વિનય કરવો તે કુલીનતા છે અને સર્વનો વિનય કરવો તે સમદ્રષ્ટિ પ્રાપ્ત થયાનું દ્યોતક છે.
(૮) જેવી રીતે ફળની પ્રાપ્તિ થતાં વૃક્ષો નમી પડે છે અને નવા પાણીથી ભરાયેલાં વર્ષાઋતુનાં વાદળાંઓ નીચે આવી જાય છે તેવી રીતે વિવિધ સમૃદ્ધિને પામીને સજ્જન પુરુષો પરોપકાર કરવાના સ્વભાવવાળા થઈ જાય
છે.
૯) ગમે તેવું મહાન કાર્ય કર્યું હોય પણ જો અહંકારનો ઉદય થાય તો જાણવું કે કર્યું - કરાવ્યું સર્વ વ્યર્થ છે. અભિમાન વડે સઘળી રૂડી કરણી પર પાણી ફરી વળે છે.
(૧૦) સોનામાં સુગંધ ભળે તેમ વિદ્યામાં જો વિનય ભળે તો જાણવું કે મહાન પદની પ્રાપ્તિ થઈ છે.
(૧૧) કોઈને પણ પોતાનાથી હલકો જાણી તેની ધૃણા ન કરો. બીજાની સાથે સરખામણી કરી પોતાને ઉત્તમ-ઊંચા-માનવાની ટેવ છોડી દો.
- વિનય-આરાધનાનાં જીવંત દૃષ્ટાંતો
લગભગ એંશી વર્ષ પહેલાંની વાત.
શ્રી આત્મારામજી મહારાજ તીર્થરાજ પાલિતાણાની વંદના માટે પધાર્યા હતા. તેઓને સમાચાર મળ્યા કે તેમના ગુરુભાઈ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું શરીર અસ્વસ્થ છે અને તેઓ ભાવનગરમાં સ્થિત છે. તીર્થવંદનાનું કાર્ય પતાવીને આત્મારામજી મહારાજે તરત શિષ્યપરિવાર સહિત ભાવનગર તરફ વિહાર કર્યો અને ગામના લોકોએ તેમનું સુંદર સ્વાગત કર્યું.
આ બાજુ વૃદ્ધિચંદ્રજી મહારાજને ખબર પડી કે આત્મારામજી મહારાજ કુશળ પૂછવા આવે છે એટલે તેઓ સામે તેમને મળવા ગયા. બંને ગુરુભાઈઓનું વાત્સલ્યપૂર્ણ મિલન થયું.
Page #92
--------------------------------------------------------------------------
________________
વિનય
૭૩
વૃદ્ધિચંદ્રજી મહારાજ : “આત્મારામજી, માંગલિક સંભળાવો.” આત્મારામજી : “આપના હોતાં હું ઉપદેશ કેમ કરું ?' વૃદ્ધિચંદ્રજી : “અને હું કહું તો?”
આત્મારામજી : તો આપની આજ્ઞા માથે ચડાવું.” આમ કહી તેઓએ માંગલિક સંભળાવ્યું અને પછી ઊભા થઈ વૃદ્ધિચંદ્રજીને પ્રણામ કર્યા.
વૃદ્ધિચંદ્રજી : હવે તો તમે મોટા આચાર્ય થયા, તમારે વંદન કરવાની જરૂર નથી.”
આત્મારામજી : “આચાર્ય ? કોનો આચાર્ય ? એ તો ગૃહસ્થોનો. આપનો તો હું સેવક જ છું.” જુઓ આચાર્ય કક્ષાના મહાન પુરુષોનો પરમ વિનય અને ગુરુભાઈ પ્રત્યેનો અત્યંત આદર !!
રિ] કાશ્મીરમાં મહારાજા ચંદ્રાપીડ રાજ્ય કરતા હતા. તેઓ સદ્ગણસંપન્ન ધાર્મિક મનોવૃત્તિના અને ન્યાયપરાયણ હતા.
એક વાર રાજાએ પોતાના રાજ્યમાં એક ધર્મસંસ્થાન બનાવવાનો નિર્ણય કર્યો અને તેને માટે રાજ્યના કારભારીઓએ એક એકાંત શાંત સ્થળ પસંદ કર્યું. નિયત કરેલા સ્થળની પાસે જ ચમારની એક ઝૂંપડી હતી. રાજાના અમલદારોએ તે ચમારને ખૂબ ઊંચી કિંમત ચૂકવવાની તૈયારી બતાવી પણ કોઈ રીતે જ્યારે તે ન માન્યો ત્યારે તેઓએ ચમારની વિરુદ્ધ રાજા પર લખાણ મોકલ્યું. રાજા ખુશ થવાને બદલે અમલદારો ઉપર નારાજ થયા અને તેમને ખૂબ ઠપકો આપ્યો. રાજાએ તે ચમારને સમજાવવા માટે જ્યારે ખાસ દૂતને મોકલ્યો ત્યારે તેણે કહ્યું : “મહારાજા જાતે આવીને માગે તો હું ઝૂંપડું આપું.'
આ વાત જ્યારે દૂતે આવીને રાજાને કહી ત્યારે સૌ લાલપીળા થઈને કહે કે શું આ ચમારની આવી અયોગ્ય શરત ? પરંતુ રાજાએ તો આ શરત તરત મંજૂર કરી. રાજ્ય-અભિમાન અને કુળ-અભિમાનનો ત્યાગ કરી પોતે ચમારને ઘેર પધાર્યા. ઝૂંપડીની માગણી કરી અને પૂરા પૈસા ચૂકવ્યા.
- આ તો મહારાજા કે મોટા સંત ? ઉત્તમ વિનય, ઉત્તમ ન્યાયપરાયણતા અને ધર્મકાર્ય કરવા માટે પોતાનું તન-મન-ધન-મહત્તા - બધું સમર્પણ કરવાની કેવી ભાવના !!
Page #93
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
લગભગ સને ૧૯૧૫ની સાલની વાત.
જૈન સમાજના પંડિત શ્રી રત્નરાજ મહારાજ પોતે રચેલો કર્તવ્ય કૌમુદી' નામનો ગ્રંથ તપાસી રહ્યા હતા. તેઓ તે વખતે ચાતુર્માસ નિમિત્તે પાલનપુરમાં હતા.
તેઓને લાગ્યું કે જો આ ગ્રંથ કોઈ વિશેષજ્ઞ દ્વારા એક વાર તપાસી જવામાં આવે તો વધારે શુદ્ધ થઈ બધાય અભ્યાસીઓને ઉપયોગી થઈ શકે. યોગાનુયોગે આ સમયે પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી પાલનપુરમાં જ હતા. તેઓનો મેળાપ થતાં શ્રીરત્નરાજ મહારાજે પોતાની ભાવના વ્યક્ત કરી.
પંડિત શ્રી સુખલાલજીનું મકાન ગામની બહાર હતું અને કારણવશ તેમનાથી શહેરની મધ્યમાં આવેલા ઉપાશ્રયમાં વારંવાર આવજા થઈ શકે તેમ નહોતું. તેથી તેઓએ શ્રીરત્નરાજ મહારાજને ગ્રંથની તપાસનું કામકાજ ગામબહાર આવેલા પોતાના મકાનમાં જ રાખવાનું સૂચન કર્યું
ત્યાગી છતાં સરળ સ્વભાવી અને નિરભિમાની શ્રી રત્નરાજ મહારાજે આ વાત તરત માન્ય રાખી. નિયત કરેલા સમયે તેઓ રોજ ગામ બહાર આવેલા પંડિતજીના મકાનમાં જઈ ગ્રંથશુદ્ધિ કરતા અને તેમના તરફથી જે કાંઈ મીઠી ટીકાટિપ્પણી થાય તે નોંધી લેતા. આમ થોડા સમયમાં આખાય ગ્રંથની સમાલોચનાનું કાર્ય પૂર્ણ થયું. જો તેઓએ પંડિત સુખલાલજીને પોતાના ઉપાશ્રયમાં આવવાની આજ્ઞા કરી હોત તો સંઘ તરફથી તે વ્યવસ્થા થઈ શકે તેમ હતું. પણ વિનયગુણની આરાધના જેમને સિદ્ધ થઈ હોય તે પોતાના ત્યાગીપદનું અભિમાન કરીને સંઘને અને પંડિતજીને અગવડમાં કેમ મૂકે ?
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૪
વિભાવભાવો
ભૂમિકા
આત્માના મૂળ સ્વભાવમાં રહેલા ભાવ તે સ્વભાવભાવ. આવા મૂળ સ્વભાવને ચૂકીને આત્મામાં જે ભાવ થાય તેને વિભાવભાવ કહેવાય, એટલે કે આત્માના સ્વભાવગત જે ક્ષમા, વિનય, સંતોષ આદિ અનેક ગુણો છે તેનાથી વિરુદ્ધ પ્રકારના ભાવો આત્મામાં ઊપજે તે સર્વને વિભાવભાવોમાં ગણવામાં આવે છે. આમ ક્રોધ અભિમાન કે લોભના ભાવ આત્મા કરે ત્યારે તે આત્માએ વિભાવભાવો કર્યા એમ સામાન્યપણે સમજવું.
વિભાવભાવો જાણીને તે વિભાવભાવોનો આત્મામાંથી અભાવ કરવો અને શુદ્ધભાવ પ્રગટ કરવો એ સાધકનું ધ્યેય છે. આવો પુરુષાર્થ કરીએ ત્યારે આત્મામાં ક્યા ક્યા વિભાવભાવો કેટલી શ્રેણીના થાય છે તેનો સંક્ષેપમાં વિચાર કરી જવો એ ઉપકારી અને ઉપયોગી ગણાશે. વિભાવભાવોના પ્રકારો
સૌથી મોટો અને પ્રથમ વિભાવભાવ, જેના વડે જીવ અનંતકાળ સુધી સંસારપરિભ્રમણ કરે છે તે છે પરવસ્તુમાં નિકપણાની માન્યતા. જ્યાં સુધી ચેતનસ્વરૂપ આત્માને પોતાનો ન માનવામાં આવે અને દેહાદિ પરવસ્તુઓને પોતાની માનવારૂપ અજ્ઞાન ન છોડવામાં આવે ત્યાં સુધી બીજા વિભાવભાવો ખરેખર છૂટી શકતા નથી. આ ભાવને અજ્ઞાન, અવિદ્યા, આત્મભ્રાંતિ, બહિરાત્મબુદ્ધિ, દેહદૃષ્ટિ, મિથ્યાત્વ વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. ક્રોધભાવ, જુદા જુદા પ્રકારનાં અભિમાન, માયાચાર, લોભ, અનેકવિધ કામવિકારો, ઈષભાવ, શોક, ભય, જુગુપ્સા, ખોટું આળ ચડાવવું, હિંસા ચોરીના ભાવ, શિકાર અને જુગારના ભાવ એમ અનેક પ્રકારે વિભાવભાવો કહ્યા છે. વિભાવભાવોના વિલયનો ક્રમ
વિભાવભાવોથી ખરેખર રહિત થવાનું જે વિજ્ઞાન અને તેને અનુરૂપ તે ભાવોથી રહિત થવાની જે કાર્યપદ્ધતિ તે બન્ને સૂક્ષ્મ છે. આ સમગ્ર
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૬
સાધક-સાથી
કાર્યકલાપને મોક્ષમાર્ગની આરાધના કહે છે. તે સિદ્ધ કરવા માટે જે જે સFરુષાર્થ કરવાનો છે તે પુરુષાર્થની નીચે પ્રમાણે શ્રેણી પાડી શકાય ?
(૧) પ્રાથમિક ભૂમિકામાં રહેલા સાધકને જ્ઞાની પુરુષો કહે છે કે, ભાઈ ! તારા દેહનો વિલય થાય તે પહેલાં જ તારા જીવનમાં રહેલા અનેકવિધ દોષોનો વિલય કર અને તેમ કરવા માટે સૌથી મોટો એવો સ્વછંદ નામનો મહાદોષ છે, તેનો સત્સંગના યોગમાં રહીને વિલય કર અને સદ્ગુણસંપન્ન થા. આમ, એક બાજુ સ્વચ્છેદરૂપી મહાન દોષ અને બીજા અનેકવિધ દોષોનો વિલય કરીને સત્પાત્રતા પ્રગટ કરવાની છે ત્યારે બીજી બાજુ સગુરુ - સલ્ફાસ્ત્ર આદિ દ્વારા તત્ત્વનો બોધ પામવાનો પણ પુરુષાર્થ કરવાનો છે. આ પ્રમાણે પ્રાપ્ત કરવા યોગ્ય તત્ત્વના બોધમાં મુખ્યપણે પ્રયોજનભૂત એવાં જીવ-અજીવ આદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવાનું છે અને વારંવાર તે બોધનું મનન કરીને સ્વરૂપને વિશે આત્મબુદ્ધિ કેળવવાની છે. યથા :
મંદ વિષય ને સરળતા, સહઆજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરિયે જ્ઞાનવિચાર,
અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. (૨) આમ, બોધના સતત અભ્યાસથી જે મુમુક્ષુ સાધકે દૃઢપણે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને જ પોતાનું માન્યું હોય તેણે જગતના દેહ આદિ પદાર્થો અને ક્રોધ-માન આદિ વિકારી ભાવોને પોતાના માન્યા નથી તે સહેજે સમજી શકાય છે, કારણ કે શુદ્ધ દૃષ્ટિએ જોતાં આ ક્રોધાદિ ભાવો આત્માના મૂળ સ્વભાવમાં નથી, પણ કર્મનિમિત્તથી જીવની અસાવધાની હોતાં પોતાની અવસ્થામાં નવા નવા ઉત્પન્ન થાય છે. આનો અર્થ એમ થયો કે સાધકે આ ક્રોધાદિ ભાવોને પોતાના સ્વભાવથી ઊલટા - વિપરીત જાણ્યા છે, દુઃખરૂપ જાણ્યા છે, અપવિત્ર જાણ્યા છે અને તેથી તે ભાવોને સર્વથા છોડવાનો તેણે નિર્ણય કર્યો છે.
(૩) આવો પ્રબુદ્ધ સાધક જાણે છે કે જો પોતે પોતાના સ્વરૂપની સાધનાનું લક્ષ છોડી દુનિયાની વસ્તુઓમાં પોતાનું ચિત્ત રુચિપૂર્વક લગાવે તો જ તે વિભાવભાવો ઊપજે છે અથવા વર્ધમાન થાય છે. હવે જો સાધક તે તે વિભાવભાવોને રુચિપૂર્વક અંગીકાર ન કરે અને જે જે જીવનપ્રસંગો, વાર્તાલાપો, વાચનપદ્ધતિઓ કે જીવનની બીજી પ્રક્રિયાઓમાં ભાગ લેવાથી
Page #96
--------------------------------------------------------------------------
________________
વિભાવભાવો
તે તે વિભાવભાવો ઊપજતા કે વર્ધમાન થતા દેખાય તેનો ક્રમે કરીને સંક્ષેપ કરે તો તે વિભાવભાવોનું જોર જીવનમાં ઓછું થતું જાય છે. જેમ નકારાત્મક સાધના દ્વારા સાધકે બાહ્ય પ્રસંગોને જીવનમાં સંક્ષિપ્ત કર્યા, તેમ વિધેયાત્મક સાધના દ્વારા સત્સંગ-સ્વાધ્યાય, પ્રભુભક્તિ, મૌન, એકાંતવાસ, તત્ત્વવિચાર આદિમાં પ્રવર્તીને તે પોતાના નિશ્ચયબળમાં વૃદ્ધિ કરે છે. હવે સતત ચિંતન-મનન દ્વારા તે સાધક શુદ્ધ-આત્મસ્વરૂપની પ્રતીતિ અને લક્ષ વર્ધમાન કરે છે. જેમ જેમ નિશ્ચયબળની વૃદ્ધિ દ્વારા ચિંતન-મનનની સાધનામાં સાધક આગળ વધે છે, તેમ તેમ જીવનમાં સાત્ત્વિક આનંદની વૃદ્ધિ સહિત તાત્ત્વિક આનંદ તરફ પ્રયાણ થાય છે. આ પ્રમાણેના ધ્યાનની સાધનાના અભ્યાસ દરમિયાન એક વાર તેને આત્માનો અનુભવ થાય છે, જે અનુભવ થતાં – જે સાક્ષાત્કાર થતાં – તેનાં સમગ્ર જીવનમાં દિવ્યતા વ્યાપી જાય છે.
હવે તે સાધકમાંથી સંત બની ગયો છે અને પૂર્ણ જ્ઞાન આનંદસ્વરૂપ એવું જે પરમાત્મપદ તે પ્રત્યે પ્રસન્નચિત્તથી અને ઉલ્લસિત વીર્યથી આગળ વધી રહ્યો છે. આગામી એવા થોડા કાળમાં તે સ્થિતપ્રજ્ઞની કે સહજ સમાધિની દશાને પામીને અધ્યાત્મવિકાસનાં અનેક દુર્જય શિખરોને પણ સર કરી લે છે અને મહાન સંત તરીકે સ્વયં શોભે છે.
આમ, સામાન્યપણે વિભાવભાવોને જીતવાની જે વિધિ અને કમ છે તેની અધ્યાત્મદ્રષ્ટિથી પ્રરૂપણા થઈ. અધ્યાત્મમાર્ગની આરાધના' આ જમાનામાં તો કાંઈક વિશેષપણે વિકટ છે, કારણ કે પૂર્વભવોની આરાધના અલ્પ છે. પુરુષનો સમાગમ દુર્લભ છે, અસત્યપ્રસંગોનો ઘેરાવો વિશેષ છે અને સાધક જીવ પણ તુચ્છ એવાં દુન્યવી સુખોનો બેધડકપણે હિંમતથી અપરિચય કરવામાં ડોલાયમાન થઈ રહ્યો છે. આ કારણોથી, વિભાવભાવોએ પોતાનું સામ્રાજ્ય સાધક જીવો ઉપર વિસ્તાર્યું છે એમ કહી
શકાય. બીજા શબ્દોમાં કહીએ તો અનાદિકાળથી પરિચિત એવા વિભાવભાવોના બળનો દૃઢપણે પ્રતિકાર કરવા માટે વારંવાર સંકલ્પબળને દૃઢ કરવું પડે છે અને આમ કરવા માટે ખૂબ સહનશીલતા, ધીરજ, હિંમત અને સન્માર્ગમાં નૈષ્ઠિકપણાની જરૂર છે. માટે એમ પણ જાણીએ છીએ કે અણુયુગના આ જમાનામાં વિભાવભાવો સાથેનું સાધકનું યુદ્ધ લાંબું છે, વિકટ છે, વિપ્નોવાળું છે અને સવિકલ્પ તથા નિર્વિકલ્પ એવી બન્ને સાધના-ભૂમિકાઓમાં સુવિસ્તીર્ણપણે વહેંચાયેલું છે. આમ હોવા છતા દૃઢ
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૮
સાધક-સાથી
સંકલ્પબળ દ્વારા અને સત્યસમાગમ દ્વારા તેમાં જીત મેળવવાનું કામ સહેલું છે, સરળ છે અને સ્વાભાવિક છે, કારણ કે જીવનો તે સ્વયંસિદ્ધ અધિકાર છે; અને વાસ્તવિકપણે એમ જ છે; કારણ કે નિવપદની પ્રાપ્તિ એ પોતાનો અધિકાર કેમ ન હોય ?
વિભાવભાવોનાં જીવંત દૃષ્ટાંતો
| [૧] ભગવાન મહાવીરના સમયની વાત છે.
શ્રમણ સંઘમાં એક વાર જ્ઞાનચર્ચા ચાલી. ચર્ચાનો વિષય હતો : “ભવસાગરમાં વધારે કોણ ડૂબે – કામ, ક્રોધ, લોભી, મોહી કે અભિમાની ?' ઉપસ્થિત શ્રમણોએ પોતપોતાનાં મંતવ્યો રજૂ કર્યો પરંતુ અભિપ્રાય સર્વસંમત ન આવ્યો તેથી સૌએ ભગવાન મહાવીર પાસે જઈ પ્રશ્નનું સમાધાન પૂછ્યું.
ભગવાન મહાવીરે શ્રમણસંઘને વળતો પ્રશ્ન કર્યો કે એક સરસ, સૂકું અકબંધ તુંબડું હોય અને તે પાણીમાં નાખીએ તો તે ડૂબે કે નહિ ?
શ્રમણો : ના ભગવાન, આવું તુંબડું તો ન ડૂબે. ભગવાન? અને તે તુંબડામાં કાણું પડે તો ? શ્રમણો ઃ તો તો ડૂબ્યા વિના રહે નહિ. ભગવાન ? અને તે કાણું ક્યાં પડ્યું હોય તો ન ડૂબે ?
શ્રમણો : ભગવાન ! ઉપર, નીચે, વચ્ચે કે ગમે ત્યાં જો તુંબડામાં કાણું પડે તો તે ડૂળ્યા વિના ન રહે.
ભગવાન : આ જ પ્રમાણે છે શ્રમણો ! આત્માનું પણ જાણો. આ આત્મામાં કોઈ પણ વિકાર હોય – કામ, ક્રોધ, લોભ, મોહ કે અભિમાન – તે વિકારથી આત્મા કર્મબંધનને પામે છે અને કર્મબંધનવાળો આત્મા ભવસાગરમાં ડૂબે જ છે. માટે સાધકમાત્રનું કર્તવ્ય છે કે આત્મશુદ્ધિને સાધવા માટે વિભાવભાવોથી (આવા વિકારોથી) રહિત થવાનો યત્ન કરે અને તે માટે સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા આચરણની એકત્વરૂપ આરાધના કરી મહાન પ્રયત્નથી મોક્ષમાર્ગમાં આરૂઢ થાય.
[]
ગુરુકુળના શાંત વાતાવરણમાં એકાએક બૂમ પડી : “ગુરુજીને વીંછી કરડ્યો છે.”
સૌ વિદ્યાર્થીઓ દોડ્યા. જોયું તો એક-બે શિષ્યો ગુરુજીને પંપાળી રહ્યા
Page #98
--------------------------------------------------------------------------
________________
વિભાવભાવો
૭૯
હતા. બીજો એક શિષ્ય પેલા કરડનાર વીંછીને લાકડી નીચે દબાવીને ઊભો હતો. ગુરુજીએ સૌ શિષ્યોને કહ્યું : “મને તદ્દન સારું છે. તમે સૌ નિશ્ચિત થઈ પોતપોતાના કામમાં લાગી જાઓ.” પરંતુ પેલો શિષ્ય કે જેણે વીંછીને લાકડી નીચે દબાવ્યો હતો. તેણે તે વીંછીને દોરીથી બાંધી ભીંત પર લટકાવ્યો. ગુરુજીએ ખૂબ સમજાવ્યો ત્યારે બે-ત્રણ દિવસે તે વીંછીને છોડ્યો, પરંતુ હજુ પણ શિષ્યના હૃદયમાંથી વીંછી પ્રત્યેનો ક્રોધ ગયો નહોતો.
થોડા મહિનામાં ગુરુપૂર્ણિમાનો દિવસ આવ્યો. સૌએ ઉત્સવની તૈયારીઓ કરવા માંડી. ત્યાં ગુરુજીએ કહ્યું : “આ વર્ષે હું દરેક શિષ્ય પાસે વ્યક્તિગત ગુરુદક્ષિણા જાતે જ માગી લઈશ.” સૌ શિષ્યો આ સાંભળી આનંદમાં આવી ગયા કે ગુરુજી પોતે જ દક્ષિણા માગવાના છે.
ઉત્સવની પૂર્ણાહુતિ થતાં દક્ષિણા માગવાનો સમય આવ્યો. લોકોએ ધાર્યું હતું તેનાથી જુદું જ ગુરુજીએ માગ્યું. જેના જેના મોટા દોષ હતા – કોઈકનો નિંદાનો. કોઈકની ચાવી-ચુગલીનો. કોઈકનો કપટનો તો કોઈકનો લોભનો – તેઓની પાસેથી તે તે છોડવાની ગુરુદક્ષિણા માગી. છેવટે પેલા વીંછીને સજા કરનાર શિષ્યનો વારો આવ્યો. ત્યારે ગુરુજી કહે : “ભાઈ ! તારે હવે ક્રોધ ન કરવાના નિયમની દક્ષિણા મને આપવાની છે.”
આમ અનેક શિષ્યો પાસેથી આવી નવીન પ્રકારની ગુરુદક્ષિણા ગુરુજીએ માગી, શિષ્યોએ આનંદ સહિત દક્ષિણા આપી.
શિષ્યોના વિભાવભાવોનો ત્યાગ કરાવવાની આ કેવી ઉત્તમ દૃષ્ટિ ! આ ગુરુજી તે બીજા કોઈ નહિ પણ ગઈ સદીમાં અનેક મુમુક્ષુઓને અધ્યાત્મ-માર્ગદર્શન આપનાર વડોદરાવાસી શ્રીમદ્ નૃસિંહાચાર્યજી હતા.
[3]. ઈટાલીની રાણી કેરાઈને પોતાના ગરમ અને મનમોજી સ્વભાવ માટે પ્રસિદ્ધ હતી.
એક વાર તે પોતાના સૈનિકો સાથે લશ્કરી અઠ્ઠાના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. એટલામાં સૈનિકોનો કોલાહલ તેના કાને પડ્યો એટલે રથમાંથી ઊતરી જાતતપાસ માટે પોતાના બે-ત્રણ અંગરક્ષકો સાથે અવાજની દિશામાં ઊપડી. એક ભોંયરામાં સૈનિકો અંદરોઅંદર પોતાને પડતી અનેકવિધ મુશ્કેલીઓની વાતો કરી રહ્યા હતા અને આ બધા માટે રાણી કૅથેરાઈન જ મુખ્યપણે જવાબદાર છે એમ કહી રાણીને ખૂબ ધિક્કારી
Page #99
--------------------------------------------------------------------------
________________
૮O
સાધક-સાથી,
રહ્યા હતા.
અંગરક્ષકો અને રાણીએ આ બધી વાતો બહાર રહ્યાં રહ્યાં સાંભળી. રાણી શરૂઆતમાં તો પોતાની ટેવ મુજબ લાલપીળી થઈ ગઈ. પણ કોણ જાણે કેમ થોડી વારમાં પોતાની જાતને તેણે સંભાળી લીધી અને અંગરક્ષકોને કહ્યું : “આ સૈનિકો કહે છે તે સાચું જ છે. મેં જ આટલાં વર્ષો ક્રોધ અને હઠને વશ થઈ અનેક માણસોનો અનાદર અને હિંસા કર્યા છે, પરંતુ લોકોમાં મારા વિશે પ્રવર્તતી આ અણગમાની લાગણીઓ જેનાથી જન્મી છે તેવા આ દુર્ગુણોને આજથી હું તિલાંજલિ આપું છું અને મારા સૈનિકો તથા પ્રજાજનોની સુખાકારી માટે મારાથી બનતું બધું જ કરી છૂટવાનો નિર્ણય જાહેર કરું છું.”
આમ પોતાના જીવનપરિવર્તનને જાહેર કરી તેણે પેલા સૈનિકોને બોલાવ્યા. સૈનિકો તો ભયથી થર થર કાંપતા હતા. પણ રાણીએ સૌને આશ્વાસન આપ્યું અને તેમની મુશ્કેલીઓ દૂર થાય તેવો પ્રબંધ કરવાની સૂચના તત્કાળ જ તેમના ઉપરી લશ્કરી અધિકારીને આપી.
રાણીના જીવનમાં પશ્ચિમમાં સૂર્ય ઊગ્યા' જેવો આ ફેરફાર જોઈ સમસ્ત પ્રજામાં આશ્ચર્ય અને આનંદની લાગણી ફેલાઈ ગઈ.
Page #100
--------------------------------------------------------------------------
________________
સંતોષ
-
-
-
-
-
-
-
-
-
ભૂમિકા
જીવનના અનેક પ્રસંગોમાં ઉત્પન્ન થતી વિધવિધ લાલસાઓને આધીન ન થવું અને પોતામાં જ તૃતિનો અનુભવ કરવો તેને સંતોષ નામનું ધર્મનું મહાન અંગ કહે છે. આગળ ક્ષમાના પાઠમાં જણાવ્યું હતું તેમ અહીં પણ સમજવું કે સંતોષ એ આત્માનો સહજ સ્વભાવ છે અને લોભને ઉત્પન્ન કરવો કે થવા દેવો તે અધ્યાત્મદૃષ્ટિમાં અસ્વાભાવિક છે, મલિનતા ઉત્પન્ન કરનાર છે અને દુઃખ ઉપજાવનાર છે. સંતોષની સાધના અને તેનું ફળ
પૂર્વભવોની સાધના જેને વર્તતી હોય અને તત્ત્વદૃષ્ટિથી આત્મસ્વરૂપનું અને કર્મસિદ્ધાંતનું જેણે સાચું શ્રદ્ધાન કર્યું હોય તેવો મહાભાગ્યવાન અને પરાક્રમી પુરુષ સંતોષરૂપી ધર્મને ધારણ કરવામાં સમર્થ થાય છે. ધન, સત્તા, સ્વજન, કીતિ વગેરે દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિ લાલસાપૂર્વક તેમની પાછળ દોટ મૂકવાથી થતી નથી, પણ જો સગુણો વડે પોતે યોગ્યતા પ્રાપ્ત કરે અને પુણ્યનો યોગ હોય તો તેવી વસ્તુઓની પ્રાપ્તિ સહજપણે થાય છે. આવી સાચી સમજણ અને શ્રદ્ધા ઉત્પન્ન થયે સાધકના જીવનમાં ક્રમે કરીને ઉત્તમ સંતોષગુણ પ્રગટે છે.
સંતોષ જેના જીવનમાં ઉત્પન્ન થાય છે તેને વર્તમાનમાં જ શાંતિ, નિરાંત અને નિશ્ચિતતાનો અનુભવ થાય છે. મોટા મોટા આરંભ-સમારંભોમાં તેની વૃત્તિ જતી નથી. આમ ક્રમે કરીને અંતર્મુખ અને સ્થિરતા થતાં, ચિત્તની સાધના વડે ઉત્તમ અતીન્દ્રિય આનંદને ઉપજાવનારી નિર્વિકલ્પ સમાધિ તે મનુષ્યને પ્રાપ્ત થાય છે, આ સ્થિતિની પ્રાપ્તિ તે જ આધ્યાત્મિક જીવનની સફળતાની ચરમ સીમા છે, તે જ યોગીઓનું ધ્યાન, ભક્તોની પરાભક્તિ અને જ્ઞાનીઓનું આત્મજ્ઞાન છે. જેટલા પ્રમાણમાં સંતોષ પ્રગટે તેટલા પ્રમાણમાં નિસ્પૃહતા પ્રગટે છે અને નિઃસ્પૃહતા પ્રગટવાથી એકાંત આત્મસાધનામાં જલદીથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. લોભ ઘટવાની પ્રક્રિયામાં
Page #101
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
વિશિષ્ટ પુણ્યના સંચય વડે (કષાયની મંદતા થવાથી) પરભવમાં ઉત્તમગતિની પ્રાપ્તિ થાય છે. આમ, સ્વગદિનાં સુખનો યોગ થવો તે તો સંતોષની સાધનાનું આનુષંગિક ફળ છે.
લોભને જીતવાનો ઉપાય આગળ ક્ષમાના પાઠમાં જે વિધિ બતાવી હતી તે જ અહીં લાગુ પાડવાની છે, ત્યાં જેમ તત્ત્વજ્ઞાનપૂર્વક ક્ષમાગુણને ધારણ કરવાથી ક્રોધના નાશને ક્રમ અને વિધિ બતાવવામાં આવ્યાં હતાં તેમ અહીં સંતોષગુણને ધારણ કરવાથી લોભના નાશનો ઉદ્યમ સફળપણે બની શકે છે એમ સમજવું.
અહીં વિશેષ એમ જાણવા યોગ્ય છે કે લોભને ખરેખર જીતવો તે ક્રોધને જીતવા કરતાં પણ વધારે કઠિન છે. લોભ તો એવો લુચ્યો છે કે બહાર તેનું ખાસ પ્રગટપણું દેખાતું નથી, જ્યારે ક્રોધ પ્રમાણમાં ભોળિયો છે અને અનેક બાહ્ય ચિલોથી ઓળખાઈ જાય છે. વળી શ્રીજિનસિદ્ધાંતમાં, બધા વિકારોમાં, આત્માથી છૂટા પડવામાં, લોભનો નંબર સૌથી છેલ્લો બતાવવામાં આવ્યો છે, તે પણ લોભના સૂક્ષ્મ પ્રકારોને જીતવાની કઠિનતા જ દર્શાવે છે.
પાપનો બાપ લોભ’, ‘તૃષ્ણારૂપી ખાડો અસીમ અને અનંત છે', ઇચ્છા દુઃખનું મૂળ છે' વગેરે લોકોક્તિઓથી પણ લોભનું નિંદ્યપણું અને સંતોષગુણનું ઉત્તમપણું જગતમાં પ્રસિદ્ધ જ છે. લોભથી અંધ થયેલો પુરુષ ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવા માટે માત્ર છળ, કપટ, વિશ્વાસઘાત કે અન્યાયનો જ આશ્રય નથી લેતો, પરંતુ સામી વ્યક્તિને મારી નાખતાં પણ અચકાતો નથી. આવાં અધમ કૃત્યો પણ લોભને આધીન થવાથી કરવાં પડે છે. માટે દરેક સાધકે મહાન ઉદ્યમ કરીને પોતામાં રહેલા લોભના સ્થળ અને સૂક્ષ્મ પ્રકારો ઉપર નિરંતર પ્રહાર કરતા રહીને ઉત્તમ સંતોષરૂપી ધર્મને ધારણ કરવો સર્વથા યોગ્ય જ છે.
સંતોષરૂપ ધર્મનો મહિમા (૧) અસંતોષ છે તે જ મોટું દુઃખ છે અને સંતોષ છે તે જ મોટું સુખ છે, એવો નિશ્ચય કરીને સાધકે નિરંતર સંતોષ ધારણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ.
(૨) ગાયરૂપી ધન, હાથીરૂપી ધન, ઘોડારૂપી ધન અને રત્નોરૂપી ધન દુનિયામાં પ્રસિદ્ધ છે. જ્યારે ખરેખર સંતોષરૂપી ધન આવે ત્યારે આ બધા પ્રકારનાં ધન ધૂળ જેવાં અનુભવાય છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
સંતોષ
૮૩
(૩) સંતોષ સ્વાભાવિક ધન છે, વિલાસિતા કૃત્રિમ દરિદ્રતા છે.
(૪) શાંત સ્વભાવ જેવું તપ નથી, સંતોષથી મોટું સુખ નથી, તૃષ્ણાથી મોટો રોગ નથી અને દયાથી મોટો ધર્મ નથી.
(૫) જેની ચાહ ગઈ તેની ચિંતા ગઈ. જેની ચિંતા ગઈ તે નિશ્ચિત છે. જેને કોઈ વસ્તુની ચાહ નથી તે જ દુનિયાનો બેતાજ બાદશાહ છે.
(૬) ધનાદિની સ્પૃહાને છોડવી વિકટ છે. વિવેકી પુરુષો પણ લોભરૂપી કાદવમાં ઘણી વાર ફસાયેલા જોવામાં આવે છે. માટે જેમ બને તેમ લોભ ઘટવાનાં સર્વ કારણોનો નિરંતર અભ્યાસ કરવો જોઈએ.
(૭) મોટા મોટા ઇન્દ્રાદિ દેવો અને ચક્રવર્તી રાજાઓ પણ આશાતૃષ્ણાના પૂરમાં તણાયેલા હોવાથી વધતા પરિગ્રહને ઇચ્છે છે. જેમણે સંતોષરૂપી ધર્મને ધારણ કરવાથી તૃષ્ણાનો ત્યાગ કર્યો છે તેવા જ્ઞાનીમુનિજનો પોતાના આત્મામાં તૃપ્ત થઈ આત્માનંદના ભોગી બને છે. આવા મહાપુરુષો કોને વંદ્ય નથી? અર્થાત્ સૌ જીવો વડે તેઓ પૂજ્ય છે.
(૮) હે જીવ ક્યા ઇચ્છતા અત્રે, હૈ ઇચ્છા દુઃખમૂલ,
જબ ઇચ્છાકા નાશ હૈ, મિટે અનાદિ ભૂલ. (૯) તબ તક જોગી જગદ્ગુરુ, જગસે રહે ઉદાસ,
જબ જગસે આશા કરે, જગ ગુરુ, જોગી દાસ. (૧૦) જે સમ્યગુ જ્ઞાનના પ્રભાવથી આશાને છોડી દે છે તેનું મન ક્રમે કરીને ચપળતાને છોડી દે છે. ચપળતા જવાથી મન અને ઇન્દ્રિયોનો જય થાય છે, મનોજયથી સંકલ્પવિકલ્પોની જાળ તૂટી જાય છે અને સાધકને પરમ નિર્વિકલ્પ સમાધિના આનંદની પ્રાપ્તિ થાય છે. (૧૧) સંતોષી તે સદા સુખી, સદા સુધારસ લીન,
ઇન્દ્રાદિક તસ આગળ, દીસે દુઃખિયા દીન. (૧૨) પૂર્ણ સત્યની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારની સાંસારિક તૃષ્ણાઓને છોડવી આવશ્યક છે. જો આશાને રોકવામાં ન આવે તો તે વધતી જ જાય છે અને ભવસાગરને તરવો દુસ્તર બની જાય છે, કારણ કે આ આશાતૃષ્ણારૂપી ખાડો અનંત હોવાથી તે કદાપિ પૂરી શકાતો નથી. માટે ધીર, વીર અને વિવેકી પુરુષો સંતોષ વડે આશા-તૃષ્ણાને જીતીને સ્વપરકલ્યાણના માર્ગમાં પોતાના જીવનને લગાવી દે છે. ધન્ય છે તે ધર્મવીરોને ! ધન્ય છે તે અસંગ મુનીશ્વરોને !!
Page #103
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
સંતોષનાં જીવંત દૃષ્ટાંતો
કાશ્મીરના બ્રાહ્મણ પંડિતોની પરંપરામાં અનેક મહાપુરુષો થઈ ગયા છે જેમાં મહાભાષ્યતિલકના કત અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન તૈયટજીનો પણ સમાવેશ થાય છે.
તેઓ ખરેખર એક ઋષિનું જીવન ગાળતા. તેમની કુટિરમાં એક ચટાઈ કમંડળ અને થોડાં વસ્ત્ર તથા વાસણ અને શાસ્ત્રો હતાં. નિરંતર પોતાના ધાર્મિક કાર્યકલાપમાંથી જે થોડો સમય બચતો તેમાં તે લેખનનું કાર્ય કરતા. તેમની પત્ની દોરડાં ગૂંથી થોડું ધન કમાતી. તેને પતિ તરફથી ચોખ્ખી આજ્ઞા હતી કે દાનરૂપે કોઈની પાસેથી કાંઈ લેવું નહિ.
કૈયટજીની આ નિર્ધન અવસ્થાની ખબર જનતા દ્વારા કાશ્મીરના નરેશ સુધી પહોંચી. રાજા સ્વયં કૈયટજીની કુટિર પર ગયો અને હાથ જોડીને કહે : મહારાજ ! મારા રાજ્યમાં વિદ્વાન પંડિતો નિર્ધન રહે તે મારા માટે શરમજનક કહેવાય.’
કૈયટજીએ તો પોતાનું કમંડળ અને ચટાઈ ઉઠાવ્યાં અને પત્નીને કહ્યું : “ચાલ આપણે અહીં રહેવું નથી. આપણા અહીં રહેવાથી રાજાને શરમાવું પડે છે.' રાજા તો તરત જ બે હાથ જોડી તેમના ચરણે પડ્યો અને કહે : મહારાજ ! કાંઈ અપરાધ થયો હોય તો માફ કરો. મને આપની સેવા કરવાની કાંઈ તક આપો.'
કૈયટજીએ કહ્યું : “જો તું ખરેખર સેવા કરવા માગતો હોય તો તારે કે તારા કોઈ કર્મચારીએ અહીં આવવું નહિ કે ધન જમીન કે બીજી ભેટસોગાદો મોકલવી નહિ. હું એકાંતમાં રહી મારું શાસ્ત્રાધ્યયન, લેખન-કાર્ય અને આત્મસાધના જ ઈચ્છું છું અન્ય કાંઈ પણ નહિ.”
આ છે સાચા સરસ્વતી-ઉપાસકની નિઃસ્પૃહતા ! આજે આવો સંતોષ અને નિઃસ્પૃહતા વિદ્વાનોમાં તો ઠીક, કોઈ સાધુસંતોમાં પણ દેખાવાં દુર્લભ
[૨] આર્યસમાજના સંસ્થાપક, ભારતીય સંસ્કૃતિના મહાન ઉપાસક,
અખંડ બ્રહ્મચારી સ્વામી દયાનંદ સરસ્વતી આપણા દેશના ગઈ સદીના
Page #104
--------------------------------------------------------------------------
________________
સંતોષ
મહાન પુરુષોની પ્રથમ પંક્તિમાં ગણાય છે.
પ્રારંભિક સાધનાના કાળમાં તેઓ બહુ જ કડક ચર્યા પાળતા અને વસ્ત્રમાં માત્ર એક જ કૌપીનથી લંગોટી જેવું વસ્ત્રો ચલાવી લેતા. એક દિવસ એક સદગૃહસ્થે આવીને કહ્યું : “મહારાજ ! આપની પાસે આ એક જ લંગોટી છે તેથી હું એક નવી લંગોટી લાવ્યો છું.”
તરત જ દયાનંદજી બોલ્યા : “ભાઈ ! મને તો આ એક લંગોટી જ બોજારૂપ લાગે છે ત્યાં વળી તું મને વધારાની ઉપાધિ સોપવા ક્યાં આવ્યો છે ? તારી સદ્દભાવના માટે હું આભારી છું પણ હું તે સ્વીકારી શકતો નથી, જેવી લાવ્યો તેવી જ પાછી લઈ જા !”
આવી હતી તપસ્વીની નિઃસ્પૃહતા અને સંતોષની ભાવના !
*
*
*
શેખ સાદી ઈરાન દેશના એક મહાન ધર્મગુરુ હતા. એક વખત તેઓ બહુ જ ગરીબ દશામાં આવી પડ્યા અને પહેરવામાં પગરખાં લાવવા માટે પણ તેમની પાસે પૈસા ન રહ્યા. રસ્તે ચાલવામાં પગ બળતા અને કાંકરા પણ વાગતા, જેથી મનમાં મૂંઝવણ ઊભી થતી.
આ સમય દરમિયાન તેઓ કૂફાની મસ્જિદમાં નમાજ પઢવા ગયા. ત્યાં મસ્જિદના દ્વાર પાસે જે એક માણસ બેઠો હતો જેના બંને પગ કપાઈ ગયા હતા. એની એ અપંગ અને અસહાય દશાનો વિચાર કરતાં જ શેખ સાદીની આંખો ઊઘડી ગઈ અને તેઓએ ઈશ્વરને ધન્યવાદ આપ્યો કે : હે ખુદા ! તારો કેટલો બધો ઉપકાર છે કે તે મારા બે પગ તો સલામત રાખ્યા છે !”
સાંસારિક દુઃખની સ્થિતિમાં આપણાથી વધારે દુઃખી માણસની સ્થિતિનો વિચાર કરવાથી દુઃખ ઘટે છે અને સંજોગો અનુસાર સહજપણે થયેલી પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રહી શકે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
સત્સમાગમ
આપણને પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સુધારવા માટે, સફળ બનાવવા માટે અને પરિણામે અનંત સુખને પ્રગટાવનાર આત્મજ્ઞાનાદિ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ પુરુષોનો અને ઉત્તમ વસ્તુઓનો આપણે સંગ કરીએ તે સત્સમાગમ કહેવાય છે. એકસરખા સ્વભાવવાળા અને લક્ષવાળા આત્માર્થી પુરુષોનો સંગ થવો તે પણ સત્સમાગમ છે. ખરા અર્થમાં લઈએ તો ઉત્તમ સતુ-સમાગમ તો આત્મજ્ઞ સંતોના સાન્નિધ્યમાં રહીને આત્મસુધારણાનો પ્રયત્ન કરવો તે જ છે.
પ્રથમ ભૂમિકાના સાધકે સત્સમાગમની સામાન્ય સાધના માટે અઠવાડિયામાં બે દિવસ એક કે બે કલાક ફાજલ પાડવા આવશ્યક છે. જેઓને વિશેષ અવકાશ છે અથવા જેઓ આત્મકલ્યાણને વિશે વધારે જાગ્રત છે તેઓએ તો દરરોજ સત્સમાગમ કરવો આવશ્યક છે. રોજબરોજના જીવનમાં સામાન્ય સાધક આ પ્રકારે સત્સમાગમ કરીને લાભાન્વિત થઈ શકે છે.
સત્સમાગમ અમુક અમુક સમયના અંતરે ઘનિષ્ઠપણે પણ આરાધવો જોઈએ. આ પ્રકાર માટે પાંચ-સાત દિવસનો સમય કોઈ નિવૃત્તિક્ષેત્રમાં, આશ્રમમાં કે ગુરુકુળમાં અનુભવી સદ્ગુરુના સાનિધ્યમાં ગાળવો જોઈએ. અહીં વહેલી સવારથી મોડી રાત સુધી અનેક પ્રકારનાં પરમાર્થસાધક આયોજનો હોય છે, જેમાં પોતાની શક્તિ અને યોગ્યતા પ્રમાણે તે તે આયોજનોમાં ભાગ લઈ તત્ત્વવિચાર, તત્ત્વ-અભ્યાસ, મૌન, પ્રભુભક્તિ, ધ્યાન, પ્રશ્નોત્તર-વાર્તાલાપ, સંકીર્તન, શાસ્ત્ર-પારાયણ, લેખન, સ્મરણ વગેરેમાં ચિત્ત લગાવીને સાધના માર્ગે આગળ વધવાનું છે.
સત્સમાગમ કરવાની વિધિ (૧) સત્સમાગમ માટે જઈએ તે પહેલાં જ નિર્ણય કરી લઈએ કે હું આત્મકલ્યાણ અર્થે જાઉં છું. (૨) પોતાના જ્ઞાનનું, પૈસાનું, સત્તાનું, તપનું કે ત્યાગનું અભિમાન
Page #106
--------------------------------------------------------------------------
________________
સત્સમાગમ
પોતાને સ્થાનકે મૂકીને જ સત્સંગ અર્થે જવું.
(૩) સાદો સાત્ત્વિક આહાર, ખોટી વાતો ન કરવાનો નિયમ, સહજપણે આવી મળે તેવી સગવડમાં સંતોષ માનવો વગેરે પ્રકારો ભજવા.
(૪) સંપથી સૌ સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર, ગુણીજનો અને સંતો પ્રત્યે વિશિષ્ટ વિનયભક્તિપૂર્વકનો વ્યવહાર અને નિંદા, દ્વેષ, ખોટા વાદવિવાદ વગેરેનો ત્યાગ એ સઘળાં સત્સમાગમમાં ઉપકારી છે.
(૫) વધારે પડતી ઊંઘ ન લેવી, પ્રયોજન પૂરતું જ સૌ સાથે બોલવુંચાલવું, નિયમિતપણે અને સમયસર પ્રવચન-સ્વાધ્યાયનો લાભ લેવા હાજર થઈ જવું, સ્વાધ્યાયની અવશ્ય નોંધ ઉતારવી અને પછીથી વિશેષ જ્ઞાનીને તે સુધારો-વધારો કરવા આપવી અને સામૂહિક ભજન-કીર્તનના કાર્યક્રમમાં જોડાવું એ ઇત્યાદિ શિસ્ત જરૂરી છે.
(૬) વ્યક્તિગત આરાધનામાં અમુક સમય વિતાવવો. મૌનપૂર્વકનું અધ્યયન અને એકાંતમાં વૈરાગ્યનાં પદોનું રટણ અને સ્મરણ તથા તત્ત્વવિચારનો શાંત જગ્યામાં અભ્યાસ, એ આદિ આગળ વધેલા સાધકો માટે ખાસ આવશ્યક અને ઉપકારી છે.
સત્સમાગમનો મહિમા ખરેખર સર્વ આત્મસાધનોમાં શિરોમણિ તરીકે સત્સમાગમ છે અને સામાન્ય સુખથી માંડીને મહાન અને ઉત્તમ પદની પ્રાપ્તિ કરાવવાની સર્વ શક્તિ આ સત્સમાગમમાં રહેલી છે, તે નિઃસંદેહ છે. જો કે તેનો પૂર્ણ મહિમા કહેવાને કોઈ સમર્થ નથી, છતાં અનેક મહાન પુરુષોએ તેનું સ્વાનુભવજનત માહાભ્ય ગાયું છે. તેની માત્ર અલ્પ પ્રસાદી સાધકો સમક્ષ નીચે રજૂ કરીએ છીએ ?
(૧) એક ક્ષણ પણ સજ્જન પુરુષોનો સમાગમ સંસારમાંથી તરવાને માટે નાવ સમાન છે.
(૨) સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગનો લાભ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.
(૩) અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિવણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સવણિપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. જો એક એવી
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૮
સાધક-સાથી
અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાપ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
(૪) ચિત્તની તૃષ્ણા અને અભિમાનને બુઝાવે છે, દુઃખો હરી લે છે, આ લોક અને પરલોકમાં પુણ્યોદયને પ્રાપ્ત કરાવે છે, સંપત્તિ વધારે છે અને દુઃખોનો સર્વથા નાશ કરવાવાળા નિર્મળ ફળને આપે છે – આ સપુરુષોની સંગતિ શું શું નથી કરતી ?
સત્સમાગમનાં જીવંત દૃષ્ટાંતો
શ્રીમદ્ રાજચન્દ્રજીના આજ્ઞા-ઉપાસક શ્રી લલ્લુજી સ્વામીએ સંવત ૧૯૮૦નો ચાતુમસિ પૂનામાં શેઠ શ્રી માણેકજી વર્ધમાનને ત્યાં કર્યો હતો. તે સમયે ત્યાં અનેક મુમુક્ષુઓ તેમના સત્સંગભક્તિનો લાભ લેવા આવ્યા હતા, જેમાં શ્રીયુત નાહટા સાહેબ પણ એક હતા.
પેરિસના શ્રીયુત હીરાલાલ ઝવેરી, નાહટા સાહેબને તેમના ઘેર મળવા આવ્યા હતા. સત્સંગ-ભક્તિનો સમય થતાં શ્રી નાહટાએ હીરાલાલભાઈને કહ્યું : હું સત્સંગ-ભક્તિમાં જાઉં છું ત્યાં સુધી અહીં બેસજો.’
હીરાલાલજી : આપણે તે વળી ભક્તિ કરતી હશે ? ગરીબ ગુરબાં હોય તે ભક્તિ કરે.
નાહટાજી : ના, ના. આ તો બહુ ઉત્તમ ભક્તિ-સત્સંગ છે. તમને પણ તેમાં આનંદ આવશે.
હીરાલાલજી : હું તેમાં જોડાઉ પણ એક શરતે. હું કોઈ સાધુસંતને પગે લાગતો નથી.
નાહટાજી : તમારે માટે બેસવાની જુદી વ્યવસ્થા થઈ શકશે, તેથી તમે આવો તો તમારો સમય પણ આનંદમાં જશે અને અહીં એકલા બેસી રહેવું પડશે નહિ.
આ બાજુ સત્સંગ-ભક્તિનો કાર્યક્રમ ચાલુ થયો. અધ્યાત્મપદ અને મંત્રોની એવી તો ધૂન ચાલી કે ત્રણેક કલાકનો સમય ક્યાં પૂરો થયો તેનો ખ્યાલ પણ ન રહ્યો. શ્રી લલ્લુજી સ્વામીની નિર્દોષ મુખમુદ્રા ભક્તિમાં તલ્લીનતા અને ઉત્સાહ જોઈ શ્રી હીરાલાલ ઝવેરી ખૂબ જ પ્રભાવિત થયા
અને સાષ્ટાંગ દંડવત્ કરીને તેમના ચરણમાં નમી પડ્યા.
Page #108
--------------------------------------------------------------------------
________________
સત્સમાગમ
જેઓ પરદેશમાં રહી પરદેશી રીતરિવાજો પાળતા થઈ ગયા હતા. બીડી-દારૂ વગેરે અનેક વ્યસન સેવતા હતા તેમના ઉપર પણ એક જ ઉત્તમ સમાગમથી આવું પરિવર્તન જોઈ નાહટાજી અને સૌ મુમુક્ષુઓ નવાઈ
પામ્યા.
સત્સમાગમનું કેવું ઉત્તમ ફળ !!
[] પંદરમી સદીમાં થઈ ગયેલા શ્રી ચૈતન્યના અનન્ય ભક્ત શ્રી હરિદાસના જીવનનો આ પ્રસંગ છે. તેઓ ભક્તિની વિશેષ સાધના તે દિવસો દરમિયાન રાત્રે જંગલમાં જઈને કરતા હતા. રામખાન નામના એક માણસે તેમને ભક્તિમાંથી ચળાવવા માટે એક વેશ્યાને તેમની ઝૂંપડી પાસે મોકલી. પેલી બાઈ એમ વિચારતી કે હમણાં ઝૂંપડી પાસે મોકલી. પેલી બાઈ એમ વિચારતી કે હમણાં ભજન પૂરાં થાય એટલે હું તેમને ભ્રષ્ટ કરીશ. પણ શ્રી હરિદાસ તો ભક્તિમાં એટલાં બધા તન્મય થઈ જતા કે આખી રાત ભજન ચાલુ જ રહેતાં. આમ બે દિવસ વીતી ગયા. ત્રીજે દિવસે તો આ બાઈ પોતે જ હિંમત હારી ગઈ અને ભજન પૂરાં થતાં મહાત્માના ચરણોમાં નમી પડી. આ ત્રણ રાત્રિઓની ભક્તિની દિવ્ય અસરથી બાઈનું સમસ્ત જીવન પલટાઈ ગયું. તેનામાં ઉત્તમ સંસ્કાર ઊગી નીકળ્યા અને તે પણ શ્રી ચૈતન્યના સત્સંગીઓમાં ગણાવા લાગી. હવે અનેક મનુષ્યો તે બાઈનાં દર્શન કરવા આવવા લાગ્યા; કારણ કે સત્સમાગમના પ્રભાવથી તે પતિતમાંથી યુનિત થઈ ગઈ હતી.
| [૩]
શ્રી જ્ઞાનેશ્વર મહારાજ મહારાષ્ટ્રના મહાન સંત થઈ ગયા. પૂર્વસંસ્કારના ઉદયને લીધે બાળપણથી જ તેઓની બુદ્ધિ તીવ્ર હતી અને સતત અધ્યયનથી તેઓએ સારું જ્ઞાન પણ સંપાદન કર્યું હતું પણ ભક્તિ પ્રગટ નહોતી થઈ અને જીવનમાં પ્રભુરસનો આસ્વાદ નહોતો આવ્યો.
એક વાર તેઓને મહાન ભક્તરાજ શ્રી નામદેવનો પરિચય થયો. તેઓએ થોડા દિવસ તેમનો સમાગમ કરી વિનંતી કરી : “નામદેવદજી, મારે આપની સાથે તીર્થયાત્રા કરવા આવવું છે.”
નામદેવજીએ પોતાના સહજ સ્વભાવ મુજબ કહ્યું કે પ્રભુની આજ્ઞા
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૦
સાધક-સાથી
લઈ આવું.” જ્ઞાનેશ્વર પણ તેમની પાછળ પાછળ મંદિરમાં ગયા. પ્રભુની આજ્ઞા માગતા માગતા શ્રી રામદેવજી તો પ્રભુની સ્તુતિમાં તલ્લીન થઈ ગયા અને તેમની બન્ને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. જ્ઞાનેશ્વરને તો આંખમાં એક પણ આંસુ ન આવ્યું.
આ બનાવ પછી જ્ઞાનેશ્વર શ્રી નામદેવજીની સાથે તીર્થયાત્રાએ ગયા, તેમની સાથે રહી પ્રભુભક્તિના પ્રત્યક્ષ પાઠો શીખ્યા અને તેમને પણ પ્રભુભક્તિનો રસાસ્વાદ પ્રાપ્ત થયો.
Page #110
--------------------------------------------------------------------------
________________
આત્મજાગૃતિ
ભૂમિકા
આત્મજાગૃતિ એટલે પ્રમાદરહિતપણું. આ ગુણને યત્ના, સાવધાની કે અપ્રમત્તતા પણ કહેવામાં આવે છે.
સાધનાના કાળ દરમિયાન કે બીજે સમયે પણ આત્મશુદ્ધિનો લક્ષ કે પ્રતીતિ રહેવી તે પણ કોઈ અપેક્ષાએ આત્મજાગૃતિ છે. સંપૂર્ણ આત્મજાગૃતિમાં તો જે કાર્ય કરવામાં આવે તે કાર્યમાં દત્તચિત્તતા (મનનું-ઉપયોગનું સજાગપણું) હોય છે. આત્મજાગૃતિનું સામાન્ય સ્વરૂપ
એક દૃષ્ટાંતથી આ સ્વરૂપ સ્પષ્ટ થઈ શકશે. જ્યારે પ્રવચન સાંભળતા હોઈએ ત્યારે પ્રવચનમાં શું કહેવાય છે તે ધ્યાનમાં રહે તો જાગૃતિ સંપૂર્ણ કહેવાય. જો કે સ્મૃતિની મંદતા હોય તો યાદ ન રહે પણ જે કહેવાયું હોય તેનું સામાન્ય તાત્પર્ય તો સમજાય. જો અજાગૃતિને આધીન થઈ જવાય તો પ્રવચનમાં શું કહેવાયું તેનું કાંઈ પણ જાણપણું કે સાર લક્ષમાં રહે નહિ. જેમ પ્રવચનમાં બને છે તેમ સ્વાધ્યાયમાં, ભક્તિમાં, સત્સંગમાં, ભાવનામાં, કીર્તનમાં કે ધ્યાનમાં પણ સમજી લેવું.
હવે, સાવધાનીનો એક બીજો પ્રકાર વિચારીએ જે સાધકને અત્યંત ઉપયોગી છે. સાધનાકાળ ન હોય તેવા સમયે પણ સાવધાન રહેવું જરૂરી છે. જેમ કે ફરવા જઈએ ત્યારે આપણા પગ નીચે કોઈ જીવજંતુ ચગદાઈ જતાં નથી તેવી સાવધાની રાખવી જોઈએ. નાહતાં-ધોતાં, પાણી ઢોળતાં, કચરો વાળતાં, સગડી સળગાવતાં, વસ્તુઓ લેતાં-મૂકતાં જો આપણે યત્નાપૂર્વક વર્તીશું તો ધીમે ધીમે સર્વ સમયે યત્નાપૂર્વક વર્તવાની આપણને ટેવ પડી જશે અને થોડા કાળમાં ઉચ્ચ સાધકદશા પ્રગટ થઈ શકશે, કારણ કે હવે સતત જાગ્રત જીવનની સંપ્રાપ્તિ થઈ છે. પારમાર્થિક આત્મજાગૃતિ
હવે ઉત્તમ અને સફળ સાધકના એટલે કે સંતના જીવન સમીપ
Page #111
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
આવીએ, તપાસીએ કે તેમના જીવનમાં આત્મજાગૃતિ કેટલી છે, કેવી છે, ક્યારે છે, કેવી રીતે પ્રગટ હોય છે અને શું ફળ આપે છે?
સાધક જ્યારે સંત થાય છે એટલે કે આત્મસાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચી જાય છે ત્યારે તેનું સમસ્ત જીવન એક વિશિષ્ટ દિવ્યતાથી વ્યાપી જાય છે. આમ બનવાનું કારણ એ છે કે તેણે દુષ્ટ એવી મોહગ્રંથિનો છેદ કર્યો છે તેથી તે ગ્રંથિભેદના કાયમી ફળરૂપે અમુક અંશની આત્મજાગૃતિ તેને રહ્યા જ કરે છે. જેમ કોઈ માણસ હાલ કમાતો ન હોય પણ ભૂતકાળમાં કમાયેલી મૂડી ઉપરના વ્યાજની રકમ દ્વારા તેને સતત આવક રહ્યા કરે છે તે ન્યાયે આત્મજ્ઞ સંતને પણ અવિદ્યાના નાશથી (અનંતાનુબંધી કષાયના અભાવથી) વિશિષ્ટ જાગૃતિ રહ્યા કરે છે. જો કે ગ્રંથિભેદનો નાશ થવાથી સંતનું વીર્ય ઉલ્લસિત થઈ ઉગ્ર આરાધનામાં પ્રવર્તે છે અને અનેક કષ્ટોને પણ ગણકારતું નથી અને તેથી તેમના જીવનમાં પ્રત્યક્ષપણે ઉત્તમ સાધકદશાનાં દર્શન થાય છે, તો પણ કોઈક સંતને બાહ્ય ચારિત્ર પ્રગટ થતાં વાર પણ લાગે છે. આમ, બાહ્ય ત્યાગ ન હોવા છતાં પણ સંતની આત્મજાગૃતિ વિશિષ્ટ જ હોય છે. પૂર્ણ આત્મજાગૃતિ
પૂર્ણ આત્મજાગૃતિની દશા તે તો મુનિદશા છે. આ અવસ્થામાં અહિંસા, સત્ય આદિ મહાન વ્રતોનું પાલન તો છે જ, પણ તે ઉપરાંત દુનિયાના બધાય પદાર્થોના આલંબન અને મમતાથી રહિત થઈ, સર્વ ચિંતાઓથી મુક્ત થઈ જ્ઞાન અને ધ્યાનથી સમાધિની પ્રાપ્તિ માટે નિરંતર ઉદ્યમ કરવામાં આવે છે. સમતાનો વિશિષ્ટ વિકાસ થયો હોવાથી અને “સબ ભૂમિ ગોપાલકી’ એ વાત અંતરમાં વસી હોવાથી તેઓ અમુક જ જગ્યાએ રહીને સાધના કરવી તેવા પ્રતિબંધને સ્વીકારતા નથી. આનાથી પણ આગળ જઈને, જેની પ્રાપ્તિ માટે વર્તમાનમાં કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી તેવું પૂર્વપ્રારબ્ધથી મળેલું જે આ શરીર, તેની મમતાનો પણ ત્યાગ કરી આત્મજાગૃતિના સતત અને ઘનિષ્ઠ અભ્યાસ દ્વારા મુનિજનો એક એવી અલખ જગાવે છે કે જેથી વર્તમાન જીવન આત્માના આનંદથી તરબોળ થઈ જાય છે, આજુબાજુ પણ પરમ શાંતિ, શીતળતા અને પવિત્રતાનું વાતાવરણ બની જાય છે અને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. શાસ્ત્રભાષામાં આવી દશાને અભક્ષ્મ જ્ઞાનોપયોગ, અપ્રમત્ત સંયમ, સહજસમાધિની દશા અથવા સ્થિતપ્રજ્ઞતા કહે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
આત્મજાગૃતિ
૯૩
શું આપણને સર્વને આવી ઉત્તમોત્તમ દશા અને તેનું કારણ એવી આત્મજાગૃતિની સાધના વંધ નથી ?
આત્મજાગૃતિનો મહિમા (૧) અબ જાગ મુસાફિર ભોર ભઈ,
અબ રૈન કહાં જો સોવત હૈ. જો સોવત હૈ સો ખોવત હૈ,
જો જાગત હૈ સો પાવત હૈ. (૨) જનમ જનમકે સોયે અભાગી,
જાગત જાગત જાગેગા, રંગ લાગત, લાગત લાગેગા
ભ્રમ ભાગત, ભાગત ભાગેગા. પ્રભુકી ભક્તિ, ગુરુજીકી સેવા,
પાવત, પાવત, પાવેગા...રંગ લોકિક લાજ, કુલકી મર્યાદા
ત્યાગત, ત્યાગત, ત્યાગેગા...રંગ (૩) જે જીવો મોહનિદ્રામાં સૂતા છે તે અમુનિ છે, નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે, પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રીજિને કહ્યું છે. કોઈ પણ તથા રૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી.
(૪) સંપત્તિ, સાહસ, શીલ, સૌભાગ્ય, સંયમ, ઉપશમ અને શાસ્ત્રજ્ઞોનો સંગ, સતત જાગૃતિ રાખનાર સાધકને પ્રાપ્ત થઈ શકે છે.
(૫) વૈરાગ્યની ભાવના ભાવવામાં, તત્ત્વનું ચિંતન કરવામાં અને ગ્રહણ કરેલા વ્રત-નિયમને પાળવામાં નિરંતર આત્મજાગૃતિ રાખવી જોઈએ.
(૬) માતા જે સાવધાનીથી બાળકનું જતન કરે છે, સ્ટેશનના પ્લેટફૉર્મ પર જે રીતે આપણે આપણા સામાનનું જતન કરીએ છીએ. અને સરહદની ફરજ પર રહેલો જવાન જે સાવધાનીથી સરહદની રક્ષા કરે છે તે સાવધાનીથી જ્યારે આપણે આપણી સાધકદશાનું (આત્મશુદ્ધિ અને તેનાં સાધનોનું) જતન કરીશું ત્યારે જરૂર આપણે આત્મજાગૃતિની ઉચ્ચ ભૂમિકાને પામી સાધનાના સાચા ફળને પામી જઈશું.
Page #113
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
આત્મજાગૃતિનાં જીવંત દૃષ્ટાંતો
[૧] તથાગત શ્રી બુદ્ધદેવનો ઉપદેશ ચાલી રહ્યો હતો. જીવનની ઊંડી અનુભૂતિ અને પ્રખર જ્ઞાનપ્રકાશમાંથી સહજપણે વહેતી તેમની જ્ઞાનસરિતામાં શ્રોતાઓ સ્નાન કરી રહ્યા હતા, ધર્મસભામાં અનેક પ્રકારના માણસો હતા. તપસ્વી ભિક્ષુઓ, રાજા-મહારાજાઓ. શ્રીમંત-શાહુકારો, વિદ્વાન-પંડિતો અને આમજનતા.
એકાએક તથાગતની વાણીએ મૌન ધારણ કર્યું. પ્રતિપાદિત વિષય અધુરો રહેવાથી સૌની જિજ્ઞાસા વધી ગઈ. પરંતુ તે સમયે બુદ્ધદેવની મુદ્રા અને દૃઢતા જોઈ કોઈએ તેમને ઉપદેશ બંધ થવાનું કારણ પૂછવાની હિંમત કરી નહિ. ધીમે ધીમે ધર્મસભા વીખરાઈ ગઈ.
બીજે દિવસે અંતેવાસી ભિક્ષુઓએ હાથ જોડીને વિનંતી કરી : પ્રભુ ! ગઈ કાલે ઉપદેશ એકાએક થંભી જવાનું કારણ કોઈને લક્ષગત થયું નથી તો કૃપા કરીને જણાવો.” બુદ્ધદેવ બોલ્યા : હે ભિક્ષુઓ ! તમોએ આત્મકલ્યાણ પ્રાપ્ત કરવાને અર્થે દીક્ષા ધારણ કરી છે. તો જરૂરી છે કે ઉપદેશ સમયે અત્યંત એકાગ્રતાથી બોધને ધારણ કરવો જોઈએ. તમારામાંથી બે-ત્રણ ભિક્ષુઓના પગ અને આંગળીઓ ઉપદેશ દરમિયાન સતત હાલતી જ રહેતી હતી જેથી તે ભિક્ષુઓ બોધમાં તલ્લીને નહોતા એમ જણાવાથી મેં ઉપદેશ બંધ કર્યો.’
- જો ભિક્ષુઓ જ આત્મજાગૃતિ અને એકાગ્રતા સહિત બોધને ધારણ ન કરે તો સામાન્ય મનુષ્ય કેવી રીતે કરે ? બુદ્ધદેવની સૂક્ષ્મ અને જાગ્રત દૃષ્ટિથી સૌ આશ્ચર્યચકિત થયા અને વિશેષ આત્મજાગૃતિ સહિત સાધના કરવાનો ભિક્ષુઓએ સંકલ્પ કર્યો.
[૨] ગ્રીસના મહાન તત્ત્વવેત્તા સૉક્રેટીસ એક ઉત્તમ કોટિના મહાત્મા થઈ ગયા. તેઓ કહેતા : બાળપણથી જ મારી સાથે ને સાથે મારો સંગી બનીને એક સદાત્મા ફરતો રહ્યો છે. એનું કામ એ રહ્યું છે કે ક્ય વખતે ક્યું કામ મારે કરવું તે તો તે સામાન્યપણે જણાવે જ છે પણ કોઈ અનુચિત કામ હોય તો તે ન કરવા માટે મને તરત જ સ્પષ્ટ ચેતવણી આપી દે છે.”
તેમના શિષ્યોએ એક વખત તેમને પૂછ્યું કે તે સદાત્મા ક્યાં છે ? તેમણે
Page #114
--------------------------------------------------------------------------
________________
આત્મજાગૃતિ
૯૫
તરત જ કહ્યું: ‘તે સદાત્મા તે મારી અંદર રહેલો મારા અંતરાત્માનો અવાજ છે, તેને જ શાસ્ત્રોમાં વિવેક અથવા પ્રજ્ઞાશક્તિ કહે છે. જે જે સાધકો આ ઉત્તમ સાથીને સાથે રાખીને સાધનામાર્ગે આગળ વધે છે તેમનો બધાં વિનોથી બચાવ થઈ જાય છે અને ઈષ્ટ ધ્યેયની સિદ્ધિ થઈ જાય છે.
[૩] લગભગ પચાસ વર્ષ પહેલાંની આ બિના.
તે વખતે પંડિત માલવિયાજીએ સ્થાપેલી બનારસ હિંદુ યુનિવર્સિટીના બાલ્યકાળના દિવસો. વિશિષ્ટ ગુણવાન માણસોને જે ત્યાં નોકરી મળતી હતી. તે વખતે ઉપકુલપતિપદ આચાર્ય નરેન્દ્રદેવ શોભાવતા હતા. હોદ્દાની રૂએ તેમને બંગલો, મોટર, નોકર વગેરે બધી સગવડો સંસ્થા તરફથી આપવામાં આવી હતી.
એક વાર તેઓ રિક્ષામાં બેસીને કોઈને મળવા જઈ રહ્યા હતા. તેમના એક ખાસ મિત્રની નજર તેમના ઉપર પડી. મિત્રે હાથ ઊંચો કરી રિક્ષા ઊભી રાખી નરેન્દ્રદેવને પૂછયું : કેમ મહાશય ! મોટર ક્યાં મૂકી આવ્યા છો કે રિક્ષામાં નીકળવું પડ્યું ?” “ભાઈ ! હું તો અત્યારે મારા અંગત કામ માટે જાઉં છું તો મારાથી સંસ્થાની ગાડી કેમ વાપરી શકાય ? જો કે કોઈ વખત તાત્કાલિક અંગત કાર્ય માટે મારે સંસ્થાની મોટર વાપરવી પડે છે પણ તેનું પેટ્રોલ વગેરેનું બિલ હું ચૂકવી દઉં છું.” નરેન્દ્રદેવે કહ્યું અને રિક્ષા આગળ ચાલી.
આટલી સૂક્ષ્મ જાગૃતિ જોઈને પેલો મિત્ર તો મનોમન નરેન્દ્રદેવને અભિનંદન જ આપતો રહ્યો.
Page #115
--------------------------------------------------------------------------
________________
કરુણા
ભૂમિકા અને સામાન્ય સ્વરૂપ
જગતના જીવોને વિવિધ પ્રકારનાં દુઃખોથી સંતપ્ત જોઈ તેમને થતું દુઃખ જાણે પોતાને જ થાય છે તેવા ભાવથી દ્રવિત થવું તે કરુણા છે.
આ લોકમાં કોઈને શરીરનું, કોઈને સ્વજનાદિ ઈષ્ટવિયોગનું, કોઈને અનિષ્ટ-સંયોગનું એમ જુદી જુદી જાતનું દુઃખ દેખાય છે. પોતે જ કરેલાં ખોટાં કર્મના ઉદયના ફળરૂપે જ્યારે જીવો દુઃખી થતા જોવામાં આવે ત્યારે તેમના પ્રત્યે દયાવાન થઈ તેમનું તે તે દુઃખ દૂર કરવા માટે તન, મન, ધન કે વચનથી પ્રયત્ન કરે તેવા સજ્જનો કરુણાવંત હોય છે. આહારપાણી આપી તેમનું ભૂખ-તરસનું દુઃખ મટાડવું, ધન આદિ વડે યોગ્ય સહાય કરવી, કોમળ અને પ્રિય વચનો દ્વારા રોગનું દુઃખ ઓછું કરવામાં સહાયભૂત થવું, દવા વગેરે આપી રોગ દૂર કરવામાં મદદ કરવી કે શારીરિક સેવા કરવા દ્વારા શરીરને સુખ ઊપજે તેમ કરવું વગેરે અનેક પ્રકારે કરુણાવંત પુરુષો દુઃખી જીવોને મદદરૂપ થાય છે.
કરુણા વડે પ્રેરિત થઈ કોઈ પણ માણસનું કે પ્રાણી-જંતુનું દુઃખ દૂર કરવાનો સજ્જનોનો સ્વભાવ છે. મહાપુરુષોને આવી પડેલા દુઃખને દૂર કરવું તે તો મહાન પુણ્યોપાર્જનનું કારણ છે જ, પરંતુ દીન-હીન-નિરાધાર કે દુર્ગુણી જીવોને પણ જો તેઓ અગ્નિમાં બળતા હોય કે પાણીમાં ડૂબતા હોય, ભૂખ-તરસે મરતા હોય કે અન્ય તીવ્ર વેદનામાં હોય તો કરુણાભાવથી મદદરૂપ થવું તે હિતાવહ જ છે. માટે ન્યાત-જાત-ધર્મ-વાડો કે અન્ય કોઈ પણ ભેદભાવ પાડ્યા વગર જીવમાત્રને કરુણાથી મદદરૂપ થવાય ત્યારે કરુણાનું વિશિષ્ટ સ્વરૂપ પ્રગટે છે જે સાધકને પાત્રતા વધારવામાં પરમ સહાયક છે. આ જાણે લોકપ્રસિદ્ધ કરુણાની પ્રરૂપણા થઈ. પરમાર્થ કરણાનું સ્વરૂપ
પારમાર્થિક કરણા તો આત્મજ્ઞ સંતોમાં અને સાચા મુનિજનોમાં પ્રગટે છે. તે આ પ્રકારે કે જગતના જીવો પોતાનું સાચું સ્વરૂપ નહિ જાણવાથી વિવિધ પ્રકારનો બંધ કરનારાં કર્મોમાં પ્રવર્તે છે અને તે કર્મોના ઉદયને વશ
Page #116
--------------------------------------------------------------------------
________________
કરુણા
થઈ આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મૃત્યુ, રોગ, અપમાન, તાડન, ભેદન, છેદન, નિર્ધનતા, અંગરહિતપણું, જ્ઞાનની ન્યૂનતા વગેરે અનેક દુઃખો પડશે જે તેમને વેઠવાં પડે છે. આવાં દુઃખોથી તેઓ કાયમને માટે છૂટી જાય તે અર્થે જરૂરી એવો આત્મજ્ઞાન અને આત્મસંયમનો માર્ગ તેઓ જગતના જીવોને પરમ કરુણાબુદ્ધિથી પ્રેરિત થઈને આપે છે અને જગત-ઉદ્ધારક, તરણતારણ, અધમ-ઉદ્ધારણ, પતિત-પાવનના સાચા બિરુદને પામે છે. નમસ્કાર હો તે આત્મજ્ઞ સંતોના ચરણકમળને વિષે !
અહીં જે પ્રકારે અન્ય દુઃખી જીવોનાં દુઃખને પારમાર્થિક દૃષ્ટિથી નિવારવા સત્યનો ઉપદેશ કર્યો તેમ આ સંતો પોતાના આત્માને પણ જન્મજરા-મરણાદિ દુઃખોથી બચાવવા પરમ પુરુષાર્થ આદરે છે અને તે સિદ્ધ કરવા પોતાના જીવનમાં અજ્ઞાન, રાગ અને દ્વેષની ઉત્પત્તિ થવા ન પામે તેવી
જીવન-પ્રણાલિકાનો વિકાસ કરે છે. આમ, પોતાના આત્મામાં રાગ-દ્વેષ- અજ્ઞાનની ઉત્પત્તિનો અભાવ કરવાની જે વિધિ તેને સ્વ-આત્મની કરુણા કહે
કરુણાનો મહિમા (૧) જેમ જેમ જીવનમાં કરુણાનો વિકાસ થાય છે તેમ તેમ અધ્યાત્મવિકાસ માટેની તેટલી તેટલી ભૂમિકા બંધાતી જાય છે.
(૨) કરુણાનો ભાવ સર્વોદય સમાજરચનાનું અગત્યનું અંગ છે. તેમાં બે મુખ્ય ભાવો ગર્ભિત છેઃ પ્રથમ તો એ કે બીજાનું દુઃખ જોઈ તેને દરેક પ્રકારે મદદરૂપ થવાનો ભાવ રહેલો છે. આ પ્રકારના જીવનને અંગીકાર કરવાથી અંગત માલિકીપણાની ભાવનાનો સંક્ષેપ થઈ જાય છે અને જીવનજરૂરિયાતની ચીજોના સ્વૈચ્છિક વિતરણની ભાવના વિકાસ પામે છે. જ્યાં આમ બને છે ત્યાં જીવનજરૂરિયાતની ચીજોની અછતથી થતી વિષમતાનો હાસ થવાથી સર્વોદયને અનુરૂપ સમાજરચનાનું કાર્ય સ્વયં સાકાર થવા લાગે છે.
(૩) જેટલા પ્રમાણમાં સાધકે અધ્યાત્મમાર્ગમાં ખરેખર પ્રગતિ કરી હોય તેટલા પ્રમાણમાં તેનું ચિત્ત અન્ય જીવોનાં દુઃખોને જોઈને દ્રવિત થઈ જાય છે. આ સિદ્ધાંતનો એટલો સચોટરૂપે સત્યાર્થ છે કે જેટલી બોધિસમાધિના માર્ગમાં સાચી પ્રગતિ તેટલી જીવનમાં કરુણાભાવની વૃદ્ધિ. આ સિદ્ધાંત પ્રગટ દૃષ્ટાંતોનો આપણે ઉત્તમ સંતો અને આચાર્યોના જીવનમાં પ્રત્યક્ષપણે જોઈ શકીએ છીએ કે જ્યાં નાનામાં નાના જીવના અલ્પ પણ
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૮
સાધક-સાથી
દુઃખને દૂર કરવા માટે તેઓએ પોતાના જીવનની સૌથી કીમતી વસ્તુ (પોતાનું સર્વસ્વ) અર્પણ કરી દીધી છે.
કરુણાનાં જીવંત દૃષ્ટાંતો
[૧] ગઈ સદીમાં થયેલા આર્ય-સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવંનનો આ બનાવ છે.
એક વખત તેઓ બનારસથી દાદુપર તરફ સડક પર પગે ચાલીને જઈ રહ્યા હતા. ચોમાસાનો સમય હતો તેથી અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. ઘાસના પૂળાઓથી ભરેલું એક બળદગાડું ત્યાંથી પસાર થતાં કાદવમાં ફસાઈ ગયું હતું. આજુબાજુ અનેક લોકો જુદી જુદી સૂચનાઓ ગાડાવાળાને આપી રહ્યા હતા, પણ જેમ જેમ તે પ્રયત્ન કરતો ગયો તેમ તેમ ગાડું વધારે ને વધારે કાદવમાં ખૂંપતું ગયું અને બળદો હાંફવા મંડ્યા અને તેમના મોંમાંથી ફીણ પડવા માંડ્યું.
સ્વામીજીને બળદોનું આ દુઃખ જોઈ અંતરમાં એવો તો કરુણાનો ભાવ ઊપજ્યો કે તરત જ તેઓ ગાડા પાસે પહોંચી ગયા અને બળદોની ધૂંસરી છૂટી કરી નાખી. ધોતીનો કછોટો વાળી આ બળવાન બાળબ્રહ્મચારી મહાત્માએ જોતજોતામાં જ બળદોની જગ્યા લઈને તે ગાડાને કાદવની બહાર કાઢી નાખ્યું. પેલો ગાડાવાળો અને એકત્રિત થયેલા લોકો તો આભા જ બની ગયા અને સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યા.
આમ, બળદોનું અને ગાડાવાળાનું દુઃખ સહજમાત્રમાં દૂર કરી સ્વામીજી પોતાના રસ્તે દાદુપર તરફ આગળ ચાલી નીકળ્યા.
૨] એક ધાર્મિક મહોત્સવમાં ભાગ લઈને બુંદેલખંડના પ્રસિદ્ધ સંત શ્રી ગણેશપ્રસાદજી વર્ણી તથા તેમના મિત્ર શ્રી કમલાપતિજી સાગર પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં તેઓ અલ્પાહાર માટે એક કૂવા પાસે રોકાયા હતા. જેવા ત્યાંથી નીકળતા હતા તેવામાં એક દયામણા ચહેરાવાળો પાંચેક વર્ષનો છોકરો તેમની નજરે પડ્યો. તેઓએ તે છોકરાને થોડો નાસ્તો અને પાણી આપ્યાં, ત્યાં તે છોકરાની મા તેમની પાસે આવીને રડવા લાગી. વિશેષ વૃત્તાંત પૂછતાં તેણીએ કહ્યું : “મારા પતિ આઠ માસ ઉપર ગુજરી ગયા છે,
* મારા દિયર ખેતી કરે છે પણ અમને કાંઈ હિસ્સો આપતા નથી. જો કે હું
Page #118
--------------------------------------------------------------------------
________________
કરુણા
પુનર્લગ્ન કરી શકું તેમ છું પણ આ છોકરાને જોઈને મને તેમ કરવાની ઈચ્છા થતી નથી. છેલ્લા ઉપાયરૂપે મેં મારા પિતાને ઘેર જવાનો નિર્ણય કર્યો છે. જેવી ભગવાનની ઈચ્છા.” એમ કહી તેણે પોતાની વાત પૂરી કરી.
આ વાત સાંભળી બંને સજજનોનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. હવે શું કરવું ? આ બાજુ વર્ગીજી મહારાજ પાસે માત્ર એક ધોતી, એક દુ અને થોડાક રોકડા રૂપિયા હતા. તેમણે તરત જ તે ત્રણે વસ્તુઓ તે બાઈન આપી દીધી અને માત્ર લંગોટ પોતાની પાસે રાખી.
કમલાપતિજી કહે : “અરે ! માત્ર લંગોટી પહેરીને સાગર કેવી રીતે જશો ?' તેઓ કહે : “આપણે ત્યાં પહોંચીશું ત્યાં સુધીમાં લગભગ સાંજના સાત વાગી જશે. ત્યાં પહોંચ્યા પછી તો બધી વ્યવસ્થા છે જ.’
કમલાપતિજી મનમાં ને મનમાં આ મહાપુરુષની કરુણાની સરાહના કરી રહ્યા હતા, જેમણે માત્ર લંગોટી સિવાય સર્વ વસ્તુઓનો ત્યાગ કરી આકિંચન્ય ધર્મ વડે પોતાના આત્માની કરણા કરી હતી અને અજાણ બાઈનું દુખ દૂર કરીને તે આત્માની ઉપર પણ કરુણા કરી હતી.
સ્વ-પર આત્મા પર કરુણા કરનાર કેવા સાચા સંત !
અમેરિકાના પ્રજાસત્તાક રાજ્યના પ્રમુખ અબ્રાહમ લિંકન એક મહાન પુરુષ થઈ ગયા.
નાની ઉંમરમાં તેઓ દિવસ દરમિયાન એક દુકાનમાં નોકરી કરતા અને રાત્રે બીજા વિદ્યાર્થીઓ પાસેથી પુસ્તકો માગી લઈ આગળ અભ્યાસ કરતા.
સાંજના સમયે એક દિવસ એબર્ટેટ નામના એક પુરુષને તેમણે જોયો. ઠંડીના દિવસો હતા. તેથી તે ટાઢથી ધ્રુજતો હતો અને તેમ છતાં પોતાનું કામ કર્યા વિના છૂટકો નહોતો તેથી લાકડાં પણ કાપતો હતો. તે પુરુષને જોઈને અબ્રાહમને અત્યંત દયા ઊપજી. તેમણે તેની પાસે જઈને તેની કુહાડી માગી – લઈને પોતે જ તેનાં બધાં લાકડાં કાપી આપ્યાં. અબ્રાહમની કાર્યક્ષમતા વધુ હોવાથી તે કઠિયારાને બે દિવસની મજૂરી જેટલા પૈસા મળ્યા. કૃતજ્ઞ હૃદયે તેણે યુવાન અબ્રાહમને અંતરના આશીર્વાદ આપ્યા.
આ યુવાન આગળ જતાં પોતાની કતવ્યપરાયણતા, સત્યનિષ્ઠા, સતત ઉદ્યમ અને નિઃસ્વાર્થભાવને લીધે અમેરિકા જેવા મહાન દેશનો પ્રમુખ બન્યો.
Page #119
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગની આરાધના
ભૂમિકા
આત્મસુધારણા દ્વારા આત્માનું ઉત્થાન કરી તેને આત્મસાક્ષાત્કારની ભૂમિકા સુધી લઈ જવો તે સામાન્યપણે સાધકનું લક્ષ છે. આ લક્ષને સિદ્ધ કરવા માટે મુખ્યપણે ત્રણ માર્ગથી આરાધના બતાવવામાં આવી છે. આ ત્રણ પદ્ધતિઓ તે જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને યોગમાર્ગ છે.
જો કે આ ત્રણે માર્ગ પરમાર્થદૃષ્ટિએ જોતાં તો એક જ છે, છતાં પૂર્વસંસ્કાર, વર્તમાન અભ્યાસ, મનુષ્યના સંજોગ, તેની સાધકકક્ષા અને તેના વ્યક્તિત્વના ઝોકને અનુસરીને ભિન્ન ભિન્ન સાધના-પદ્ધતિઓનો આચાર્યોએ આવિષ્કાર કર્યો છે. ભક્તિનું સામાન્ય સ્વરૂપ
પોતાથી અધિક ગુણવાન પુરુષોના લૌકિક અને લોકોત્તર ગુણોની ઓળખાણ કરી, બહુમાન કરી આપણા ચિત્તમાં તેમના પ્રત્યે પ્રશસ્તભાવ ઉપજાવવો તેને ભક્તિ કહીએ. ગુણીજનોના ગુણો પ્રત્યે આકર્ષણ થવાથી તેમના આદર, સત્કાર, વિનય, બહુમાન, સેવાશ્રષા, પૂજન, કીર્તન, ગુણ
સ્તવન આદિ કરવાં અને તે દ્વારા ક્રમે કરીને પોતે પણ પોતાના ભાવોની વિશુદ્ધિ કરવી તે ભક્તિમાર્ગની મુખ્ય આરાધના છે.
આમજનતામાં જે ભક્તિ જોવામાં આવે છે તે તાત્ત્વિક ભક્તિ નથી. આવા લોકોમાં તો, પોતે જે કુળ ને સંપ્રદાયમાં જન્મ્યા હોય તેના કુળગુરુ કે કુળદેવતાની સમીપ જઈ અમુક પ્રકારનું રૂઢિગત વર્તન કરવામાં આવે છે. મુખ્યપણે આ તો એક સમાજિક રૂઢિ કે પરંપરાગત કુળાચાર થયો. જ્યાં ભક્ત, ભક્તિ અને ભગવાનનું સાચું સ્વરૂપ ન જાણ્યું હોય ત્યાં સાચી ભક્તિની આરાધના બની શકતી નથી. માટે સમજણપૂર્વકની ભક્તિ જ સાધકનું કર્તવ્ય છે. ભક્તિનું વિશેષ સ્વરૂપ
જે ભક્તિ કરવા માગે છે તે કોણ છે? જે ભક્તિ કરવા માગે છે તે ભક્ત (સાધક-આત્મા પોતે) છે. આ ભક્ત, પોતે જેની ભક્તિ કરવા માગે છે તેવા
Page #120
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગની આરાધના
૧૦૧
સંત, સદ્ગુરુ કે પરમાત્માના ગુણોની ઓળખાણ કરવાની છે. જેમનાં જ્ઞાન અને ચારિત્ર નિર્મળ છે, જેઓ શાંત, નિઃસ્પૃહ, પરોપકારી અને સમાધિયુક્ત છે તેવા ગુરુની ભક્તિ કરવી ઇષ્ટ છે. આ જ પ્રમાણે અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ સંપૂર્ણ આત્મગુણો જેમના પૂર્ણપણે પ્રગટી ગયા હોય તેવા વીતરાગ અને હિતોપદેશક દેવ તે સાચા પરમાત્મા છે. આવા ઉત્તમ દેવ અને ગુરુની ભક્તિ કરવાથી આપણા દોષ મટે છે અને વિશુદ્ધ ભાવોની આપણને પ્રાપ્તિ થાય છે.
આમ જે ભક્ત પોતાના ઇષ્ટદેવ અથવા ગુરુ)ના ગુણોની ઓળખાણ યથાર્થપણે કરી તે ભક્ત હવે તેમના ગુણોને સ્વીકારે છે, તેમના ગુણો વડે પ્રમોદ પામે છે. તેમના ગુણોને ગ્રહણ કરવા ઈચ્છે છે અને તે માટે તે તે ગુણોનો પોતાના જીવનમાં અભ્યાસ કરે છે. આ પ્રમાણે પોતાના ઈષ્ટદેવ કે ગુર)ના ગુણોની પ્રકર્ષતાથી પ્રસન્ન થઈ તે ગુણોને પ્રગટ કરવાની જે પ્રેમપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા તે જ સાચી ભક્તિ છે. આવી ભક્તિની આરાધનામાં લાગેલો ભક્ત ક્યા ક્યા વિધવિધ પ્રકારોને સેવે છે, તે હવે આપણે જોઈએ. ભક્તિના વિવિધ પ્રકારો
અધ્યાત્મ કવિઓએ શ્રવણ, કીર્તિન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા એમ નવવિધ ભક્તિની પ્રરૂપણા કરી છે. ભક્તિના આ બધા પ્રકારો પ્રસિદ્ધ છે અને તેમનાં નામ પ્રમાણેના ભાવરૂપે પ્રવર્તવાથી ભક્તિના તે તે પ્રકારોની સિદ્ધિ થાય છે. અત્રે તો એટલું જ મુખ્યપણે કહેવું છે કે જેમ જેમ ભક્તિમાર્ગની તાત્ત્વિક આરાધના થતી જાય છે તેમ તેમ તામસિક અને રાજસિક વૃત્તિઓ જીવનમાં ઘટતી જાય છે, પ્રભુપ્રેમની વૃદ્ધિ થતી જાય છે, સર્વત્ર સર્વ પ્રાણીઓમાં એક પરમાત્માનાં જ દર્શન ભક્તને થવા લાગે છે અને હર્ષાશ્રુ, રોમાંચ, દેહભાનનું વિસ્મરણ, જાહેરમાં નૃત્યાદિરૂપ પ્રવર્તન, કંઠઅવરોધ વગેરે સાત્વિક ભક્તિનાં લક્ષણોનો અનુભવ થવા લાગે છે અને આખરે ભક્ત-ભક્તિ અને ભગવાનનું ઐક્ય સિદ્ધ થતાં પરાભક્તિ કે અનન્યભક્તિની દશા પ્રકટે છે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. આવા પ્રકારની સિદ્ધિ થવા માટે અનેક પ્રકારની ક્રમબદ્ધ શિસ્ત, સતત અભ્યાસ, અત્યંત પ્રભુપ્રેમ, જગતના પદાથો પ્રત્યે અનાસક્તિ, સત્સંગ વગેરે અનેકવિધ સાધનામાંથી પસાર થવું પડે છે. ઉત્તમ ભક્તોનાં જીવનચરિત્રો ઉપર આપણે દૃષ્ટિ ફેરવી જઈએ તો આ વાતનો તરત જ આપણને ખ્યાલ આવી જાય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સાધક-સાથી
સાચી ભક્તિનું ફળ
જેણે સાચા ભક્તિમાર્ગની આરાધના કરી છે તેની દશા અલૌકિક થઈ જાય છે. તેને આ દુનિયાની કે બીજી દુનિયાની કોઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ રહેતું નથી, નિરંતર ભગવદ્ભક્તિથી જ તે તૃપ્ત અને સંતુષ્ટ હોય છે. જીવનમાં ગમે તેવી સ્થિતિ આવી પડે તો પણ તે સ્થિતિને તે સુખરૂપ જ માને છે. ઉત્તમ પરાભક્તિને પામ્યો હોવાથી તેનો પ્રભુપ્રેમ અને પ્રભુપ્રેમની સાધના ગંગાના પ્રવાહની જેમ અખંડપણે વહ્યા જ કરે છે, છતાં તેનું જીવન જોતાં તો સામાન્ય માણસને તેની ઉચ્ચ અધ્યાત્મદશાનો ખ્યાલ પણ આવવો દુર્લભ છે. સર્વત્ર સમભાવને પ્રાપ્ત થયેલો તેવો આ ભક્ત સ્વ-પર કલ્યાણમાં રહી પોતાનું શેષ જીવન પ્રસન્નતાથી વિતાવીને યોગ્ય જીવોને ભગવદ્ભક્તિનો સ્વાદ ચખાડી તેમને પણ સાચી ભક્તિના માર્ગે વાળે છે.
ભક્તિમાર્ગનો મહિમા (૧) પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું.
બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો.
(૨) જગતમાં સત્ પરમાત્માની ભક્તિ-સગુરુ સત્સંગસશાસ્ત્રાધ્યયન-સમ્યક્ દૃષ્ટિપણું અને સતુયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહિ, પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવો એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.
(૩) કામ, ક્રોધી અને લાલચુ હોય તેનાથી ભક્તિ થઈ શકતી નથી. કોઈ શૂરવીર પુરુષો લોકલાજ અને કુળની મર્યાદાની ઉપરવટ જઈને જ પ્રભુ સાથે લય લગાવે છે.
(૪) જે સત્યવાદી હોય. લજ્જાવંત હોય, શુદ્ધ ચિત્તવાળો હોય, દેવગુરુનો ભક્ત હોય અને શાસ્ત્રાભ્યાસી હોય તેના ઉપર ભગવકૃપા ઊતરે છે.
(૫) જે ઇચ્છારહિત છે, પવિત્ર છે, સાવધાન છે, તટસ્થ છે, ચિંતારહિત છે અને સંકલ્પમાત્રનો ત્યાગ કરનાર છે તેવો ભક્ત પ્રભુને અત્યંત પ્રિય છે.
(૬) ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય થયો છે કે ભક્તિ એ સવોપરી માર્ગ છે અને તે મહાપુરુષોના ચરણ સમીપે રહીને થાય
Page #122
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગની આરાધના
૧૦૩
તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
(૭) ભક્તિ કલ્પતર, કામધેનુ અભિમત ફળ દાતાર;
કહે પ્રીતમ સેવે સદા, નહીં જ દુઃખ લગાર, પ્રેમ વિના પરપંચ હૈ, સેવા-સુમિરન-ધ્યાન, કહે પ્રીતમ શુદ્ધ પ્રેમ વિણ, ફીકું લાગે જ્ઞાન,
જ્યોં કામીકે કામિની, જ્યાં લોભીકું દામ,
કહે પ્રીતમ એક પ્રેમ શું રટે નિરંતર રામ. (૮) શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદશજિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશતિ પ્રકાશ પામે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચડતો જાય છે, દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ભક્તિમાર્ગની આરાધનાનાં જીવંત દૃષ્ટાંતો
[૧]. સત્તરમી સદીમાં થયેલા ભક્તોમાં મહારાષ્ટ્રના સંત તુકારામજી ખૂબ પ્રસિદ્ધ છે. તેઓમાં નાનપણથી જ ભક્તિના સંસ્કાર હતા અને દિવસે દિવસે તેમની ભક્તિની આરાધના આગળ જ વધતી જતી હતી.
તેઓ જ્યારે કીર્તન કરતા ત્યારે ભક્તિમાં તલ્લીન થઈ જતા અને તેમના મુખમાંથી અનેક પ્રકારનો ઉત્તમ બોધ ‘અભંગના રૂપમાં નીકળતો. તેમ કીર્તિ અને ગુણગાન સાંભળીને તે વખતના પ્રખ્યાત વેદપારંગત પંડિત શ્રી રામેશ્વર ભટ્ટે તેમને બોલાવ્યા અને ‘અભંગ’ ન રચવાની સૂચના કરી તથા રચેલા અભંગો ઈન્દ્રાયણી નદીમાં પધરાવી દેવા જણાવ્યું.
આ બાજુ શ્રી તુકારામે અભંગોને તો નદીમાં પધરાવ્યા પણ ભગવદ્ભક્તિ વિના તેઓનું જીવન ખારું થઈ ગયું. તેમણે નિશ્ચય કર્યો કે કાં તો ભગવદર્શન પ્રાપ્ત કરીશ. નહિ તો દેહનો ત્યાગ કરીશ. તેઓ તો ભગવાનના મંદિરમાં આસન જમાવી ભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યા. આમ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સાધક-સાથી
તેર દિવસ અને તેર રાત્રિઓ વીતી ગયાં. આખરે તેમને હૃદય-મંદિરમાં ભગવાનનાં દર્શન થયાં અને તેમને પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ થયો.
આવી દૃઢ હતી શ્રી તુકારામજી મહારાજની ભગવદ્ભક્તિ.
[૨]
આષાઢ સુદ બીજનો દિવસ.
ઓરિસ્સા પ્રાંતમાં જગન્નાથપુરીના મંદિરમાં જગન્નાથનો વરઘોડો નીકળ્યો હતો અને શ્રદ્ધાળુઓ કીડીઓની માફક ઊભરાયા હોવાથી ચારે બાજુ સખત ભીડ હતી. અનેક રીતે ભક્તો રથમાં બેસાડેલી જગન્નાથજીની મૂર્તિનાં દર્શન કરવામાં પ્રયત્નશીલ હતા.
વરઘોડાનાં દર્શન કરવા શ્રી ચૈતન્યપ્રભુ પણ પધાર્યા હતા. ભકતોએ તેઓને એવી જગ્યાએ ઊભા રાખ્યા હતા જેથી ભગવાનનાં દર્શન તેમને સહેલાઈથી થઈ શકે. આમ છતાં ભીડ એટલી વધી ગઈ કે તેમને પણ દર્શન થવામાં મુશ્કેલી પડી. આ ભીડમાં એક વયોવૃદ્ધ માજી પણ દર્શન કરવા આવેલાં. ધૂનમાં તે માજી તો શ્રી ચૈતન્યપ્રભુના ખભા ઉપર ચડી ગયાં કે જેથી રથમાં બેઠેલા જગન્નાથજીનાં દર્શન થઈ શકે.
આ પ્રસંગે કેટલાક ભકતજનોની દૃષ્ટિ શ્રી ચૈતન્યપ્રભુ તરફ ગઈ અને તેમના ખભા ઉપર ચડેલાં પેલાં માજીને જોઈ સૌ કોઈ અકળાઈ ગયા અને માજીને શ્રી ચૈતન્યપ્રભુ જેવા મહાપુરુષના ખભા ઉપર ચડવા માટે અનેક પ્રકારે ઠપકો આપવા લાગ્યા. તુરત જ શ્રી ચૈતન્યપ્રભુએ તેમને અટકાવીને કહ્યું : “ભાઈઓ ! આપણા સૌમાં સાચી ભક્તિ તો આ માજીની જ છે. પ્રભુદર્શનની તેમની ઉત્કટ અભિલાષાથી પ્રેરાઈને જ તેઓ મારા ખભા પર ચડી ગયાં અને પોતે શું કરે છે તેનું ભાન પણ તેમને રહ્યું નહિ. જ્યારે આપણને પણ ભગવાનના દર્શનની આવી તીવ્ર ઝંખના જાગશે અને દેહભાન ભૂલી ભગવસ્મરણમાં આપણે તલ્લીન થઈશું ત્યારે જ આપણને ભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થશે અને અને આપણું જીવન ધન્ય બનશે.”
મધ્યયુગના સંત-ભક્તોનો એ જમાનો હતો. પોતે પ્રભુપ્રેમની ગંગામાં
Page #124
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગની આરાધના
૧૦૫
સ્નાન કરી પવિત્ર થવું અને અન્યને પણ તે વાટે ચાલીને આત્મશાંતિ અને નિશ્ચિત પ્રભુપરાયણ જીવન જીવવાની પ્રેરણા આપવી, એવી એ સંતભક્તોની જીવનધારા હતી.
જયપુરથી પાંચેક માઈલ દૂર એક નાના મકાનમાં એક ભક્ત રહેતા હતા. પોતાનું જીવન પ્રભુપ્રેમ, પરોપકાર, સાદાઈ અને સાત્ત્વિકતાથી તેમણે આદર્શરૂપ બનાવ્યું હતું. દરરોજ અનેક જિજ્ઞાસુઓ તેમનાં દર્શન અને સત્સંગનો લાભ લેવા આ નાના સાદા ધામમાં પધારતા અને સંતની અનુભવવાણી તથા સદ્ગુણ-સંપન્ન જીવનમાંથી ઉત્તમ પાથેય ગ્રહણ કરી પોતાના સાધકજીવનમાં પ્રેરણા મેળવતા.
બાપજી ! જયપુરનાં મહારાણી આપણા ધામમાં પધાર્યા છે તો તેમનું શું સ્વાગત કરીશું ?” એક અંતેવાસીએ ભક્તરાજને પૂછ્યું. તેઓએ સહજમાં જવાબ આપ્યો : “ભલે પધાર્યા મહારાણી, તેઓ પણ અહીં તો જિજ્ઞાસુ જ છે, કોઈ વિશેષ સ્વાગતની જરૂર નથી.” અંતેવાસી થોડી વારમાં જ મહારાણીને લઈને સત્સંગમંડળીમાં આવી પહોંચ્યો અને મહારાણીને યોગ્ય આસન પર બેસાડવામાં આવ્યાં. સત્સંગ-સરિતામાં સ્નાન કરી પ્રસન્ન થયેલાં મહારાણીએ ભક્તરાજની વિદાય લેતાં અનેક સુવર્ણ-આભૂષણોની ભેટ ધરી. ભક્તરાજની ઘણી મનાઈ છતાં આપેલી ભેટ અમારાથી પાછી ન લઈ શકાય એમ જણાવી મહારાણીએ જયપુર તરફ પ્રસ્થાન કર્યું. - બીજે જ દિવસે ભક્તરાજે પોતાના શિષ્યોને આજુબાજુનાં ગામડાંમાંથી દીનદુઃખીઓને આમંત્રણ આપ્યાં અને મહારાણીએ આપેલી સમસ્ત સંપત્તિ દાનમાં આપી દીધી. શિષ્યોએ ભક્તરાજને પૂછવું : “બાપુજી ! જો થોડુંઘણું રાખ્યું હોત તો ધામમાં આવતા અતિથિઓને આપી શકાય !”
જે આપણને આપે છે તે અતિથિઓને પણ આપશે.” – એમ કહી ભક્તરાજ નાભાજીએ પોતાની પ્રભુ પ્રત્યેની અટલ શ્રદ્ધા વ્યક્ત કરી.
આ છે ભક્તિમાર્ગના આરાધકનું જીવન. આ જ મહાન ભક્ત લખેલો “ભક્તમાળ” નામનો ગ્રંથ ઉત્તર ભારતમાં ખૂબ પ્રસિદ્ધ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૨૦
ત્યાગધર્મ
સાચા ત્યાગનું સ્વરૂપ
આત્મા સિવાયની બીજી બધી વસ્તુઓનો સંગ કરવો તે સાધનામાં બાધા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે એમ સમજીને તે તે બાધક વસ્તુઓને છોડી દેવી તે ત્યાગ નામનું ધર્મનું મહાન અંગ છે. જેવી રીતે લોકવ્યવહારમાં સજ્જન પુરુષો ‘આ બીજાની વસ્તુ છે' એમ ખ્યાલ આવતાં તે વસ્તુઓને વાપરતા નથી અને તેમની માલિકી છોડી દે છે, તેમ પરમાર્થમાં મુમુક્ષુ સાધકો આત્માથી અન્ય એવા જગતના બીજા સર્વ પદાર્થોની મમતા પણ છોડી દે છે. આ પ્રમાણે જે પદાર્થોની મમતા છોડી દીધી છે તે વસ્તુઓનો હવે તેઓ કેમ પ્રસંગ કરે ? આમ હોવાથી ક્રમે કરીને જ્ઞાનીઓના જીવનમાં સાચા ત્યાગનો ઉદય થાય છે.
જીવનમાં ત્યાગની ઉપયોગિતા
આર્ય-સંસ્કૃતિમાં ત્યાગનું અત્યંત મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે અને આજના ઘોર કળિયુગમાં પણ હજુ આપણા દેશવાસીઓમાં ત્યાગી પુરુષોનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ છે. લોકકલ્યાણ કે પરમાર્થ માર્ગ બન્નેમાં ત્યાગની આવશ્યકતા છે. એક બાજુ મહાત્મા ગાંધી, વાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ, જયપ્રકાશ નારાયણ કે રવિશંકર મહારાજ જેવા પુરુષોએ લોકકલ્યાણ માટે ત્યાગને મહત્ત્વ આપ્યું તો સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, આચાર્ય શાંતિસાગર મહારાજ, શ્રી ગણેશપ્રસાદ વર્ણીજી, શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરે મહાપુરુષોએ સ્વાર્થત્યાગપૂર્વક જીવનને અધ્યાત્મસાધનામાં જોડ્યું. ટૂંકમાં, એટલું જ કહેવું બસ થશે કે હજી પણ આર્ય-સંસ્કૃતિમાં ભોગી કરતાં યોગીનું સ્થાન ઊંચું જ છે અને ઊંચું જ રહેશે.
ત્યાગધર્મની આરાધના
સાચો ત્યાગ ત્યારે જ બની શકે કે જ્યારે સાધકને શું ત્યાગવું તેનો સાચો ખ્યાલ હોય. ખરેખર તો અજ્ઞાનનો અને વિકારી ભાવોનો ત્યાગ કરવાનો છે. આમ થવા માટે શરીરદિ જગતના પદાર્થો મારા છે' એવી
Page #126
--------------------------------------------------------------------------
________________
ત્યાગધર્મ
૧૦૭
માન્યતારૂપ અજ્ઞાન છોડવાનું છે. વળી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર (ઈષ્ય) વગેરે વિકારી ભાવો મને રોજબરોજના જીવનમાં હમણાં પણ દુઃખ અને આકુળતા ઉપજાવનારા છે અને કર્મબંધનનું કારણ હોવાથી ભવિષ્યમાં પણ દુઃખ દેનારા છે, અપવિત્ર છે, મારા મૂળ સ્વભાવથી વિપરીત છે” એમ જાણી તેવા ભાવોનો ત્યાગ કરવો તે સાધકને માટે ધ્યેયરૂપ છે. જેમ આ અજ્ઞાનાદિ ભાવોનો ત્યાગ સાધકને માટે જરૂરી છે તેમ જેમના સંગમાં, જેમના પ્રસંગમાં અને જેમના પરિચયમાં રહેવાથી આવા ભાવો ઊપજવા સંભવે છે, પોષણ થવા કે વર્ધમાન થવા સંભવે છે, તેવા તેવા પ્રસંગો અને પદાર્થોનો પણ ત્યાગ કરવો ઘટે છે. નિમિત્તાધીન બુદ્ધિવાળા જગતના જીવોનું ચિત્ત વિકારોની ઉત્પત્તિ કરનારા પદાર્થોની વચ્ચે નિર્વિકાર રહે તેવો સંભવ નહિ જાણીને જ કરણાવંત આચાર્યોએ ત્યાગનો અભ્યાસ અને આશ્રય કરવાની સાધકોને પ્રેરણા કરી છે.
વિધેયાત્મક (CONSTRUCTIVE- રચનાત્મક) ભાવોનો આશ્રય કર્યા વિના સાચો ત્યાગ પણ સફળ થઈ શકતો નથી, તેથી હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા કોઈ પણ બીજા પદાર્થનો સ્વામી નથી એવા શુદ્ધ આત્મચિંતનમાં લાગવાથી બીજા વિકારી ભાવોની ઉત્પત્તિ થતી અટકી જાય છે અને તેને જ જ્ઞાનીઓએ પરમાર્થત્યાગ કહ્યો છે.
સાત વ્યસનો (જુગાર, ધરૂ, શિકાર, વેશ્યાગમન, માંસાહાર, ચોરી, પરસ્ત્રીગમન)નો નિયમપૂર્વક ત્યાગ કરવો. મોટાં પાપોનો ત્યાગ કરવો, રાત્રિભોજનનો ત્યાગ કરવો, અભક્ષ્ય ભોજનનો ત્યાગ કરવો અને ક્રમે કરીને સંસારીભાવોને ઉપજાવનારી જુદી જુદી વાતોનો, વસ્તુઓનો અને વ્યક્તિઓનો ત્યાગ કરવો તે પણ ક્રમથી ત્યાગધર્મની આરાધના છે. આવો ઉત્તમ ત્યાગધર્મ. અભ્યાસીઓએ સદ્ગર દ્વારા અથવા સશાસ્ત્રો દ્વારા જાણીને. પરમ પ્રેમથી, ધીરજથી અને ખંતથી આદરવા યોગ્ય છે.
ત્યાગધર્મનો મહિમા (૧) “જાણવા-દેખવાના સ્વભાવવાળા આ મારા આત્મા સિવાય, આ જગતમાં નિશ્ચયથી જોતાં મારું કાંઈ જ નથી.' એવી શ્રદ્ધા થવાથી બાહ્ય પરિગ્રહને ઘટાડે અથવા છોડે તે મહાપુરુષનો ત્યાગધર્મ હોય છે.
(૨) ભોગની ભાવના અને ભોગના પદાર્થો બંધનનાં કારણો કહ્યાં છે અને સાધક તો બંધનને ઇચ્છતા નથી તો તેઓ તેવા પદાર્થોના સંગ્રહને કે
મમત્વને કેમ વધારે ?
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮* *
સાધક-સાથી
(૩) “ઇન્દ્રિયોનો સંયમ સુખરૂપ છે અને ઇન્દ્રિયોનો અસંયમ દુઃખરૂપ છે' એવું જ્ઞાની પુરુષોનું વચન સાંભળીને કયો સાધક અસંયમને આદરે? જે અસંયમને છોડે છે તે તેના બાહ્ય અવલંબનરૂપ પદાર્થોને પણ છોડે છે – તેમનો ત્યાગ કરે છે.
() જેટલા પ્રમાણમાં સાધક સંયમ આદરે તેટલા પ્રમાણમાં તે ત્યાગ કરે છે. જેમ કે સદ્ગુહસ્થને, પોતાને યોગ્ય ધન-સુવર્ણ-ચાંદી, ધાતુ, વસ્ત્ર, આભૂષણ વગેરે (અચિત્ત) પરિગ્રહ તથા સ્ત્રી, પુત્ર, મિત્ર, દાસ, દાસી, ઘોડા, હાથી, ગાય આદિ (સચિત્ત) પરિગ્રહ હોય છે, પરંતુ જેટલા પ્રમાણમાં જ્ઞાન જાગ્રત હોય તેટલા પ્રમાણમાં આ વસ્તુઓ પ્રત્યેની મમતા ઓછી હોય છે. પોતાની ચિત્તવૃત્તિને મોક્ષમાર્ગમાં સ્થિર કરવા માટે ગૃહસ્થ પણ ઉપર કહેલા પદાર્થોની મર્યાદા બાંધી, તે ઉપરાંત વસ્તુઓનો સ્વીકાર કરતો નથી.
(૫) દાનધર્મ છે તે પણ ગૃહસ્થના ત્યાગનો જ પ્રકાર છે. પોતાના આત્મામાં લોભ ઘટાડવા અને અન્ય જીવોને સુખસગવડ વધારવા માટે પોતાની ધન-સંપત્તિનો યોગ્ય ધર્મકાર્યમાં ઉપયોગ કરવો તે દાનરૂપ ધર્મ પણ ગૃહસ્થના ત્યાગધર્મનું જ અંગ છે.
(૬) નિશ્ચયદૃષ્ટિથી પોતાની ખોટી શ્રદ્ધાનો ત્યાગ કરવાનો છે. એટલે કે હું દેહ છું એવી અસત્ય માન્યતાનો ત્યાગ કરી, હું ચૈતન્યસ્વરૂપ અવિનાશી આત્મા છું' એવી શ્રદ્ધા દૃઢ કરવાની છે. વળી ક્રોધ, અભિમાન, લોભ, ઈષ્યભાવ, નિંદા, માયાચાર વગેરે વિકારી ભાવોનો ત્યાગ કરવો તે અત્યંતર ત્યાગ છે. ત્યાગના અનેક પ્રકાર છે : તો પણ લોક-પ્રતિબંધ. સ્વજન-પ્રતિબંધ, દેહાદિ-પ્રતિબંધ અને સંકલ્પવિકલ્પ-પ્રતિબંધ એમ ચાર પ્રકારે પ્રતિબંધોનો ત્યાગ કરવા માટે જ્ઞાની પુરુષોએ પ્રેરણા કરી છે, માટે તે અર્થે યોગ્ય ઉદ્યમ કરવો અને બંધનરહિત થવું.
(૭) નેહરૂપી રાગને લીધે જ મનુષ્ય વિષયોમાં ફસાય છે, વિષયોની. સત્તાનો અનુભવ કરે છે, મનને મલિન કરે છે, કર્મબંધથી લેપાય છે અને અંતે અનેક દુઃખોની પરંપરાને પામે છે. માટે રાગનો ત્યાગ કરવાથી દુઃખની સંતતિની ઉત્પત્તિ થતી અટકી જાય છે.
(૮) ખરેખર ઉત્તમ ત્યાગધર્મ તો સર્વસંગપરિત્યાગી મુનીશ્વરોનો છે, જેઓએ સર્વ પ્રકારના લૌકિક પ્રતિબંધોને છેદીને આત્મજ્ઞાનસહિત સંયમ, તપ, ધ્યાન અને વૈરાગ્યની સાધનામાં ખેદરહિતપણે પોતાનું જીવન જોડી
Page #128
--------------------------------------------------------------------------
________________
ત્યાગધર્મ
૧૦૯
દીધું છે.
શું આવા મહાપુરુષો જ જીવતાજાગતા જંગમ તીર્થસ્વરૂપ નથી ? અહો ! તેઓ જ્યાં વિચરે છે તે ભૂમિ સ્વયં તીર્થધામરૂપ બની જાય છે
ત્યાગધર્મનાં જીવંત દૃષ્ટાંતો
| [૧] ઈ.સ. ૧૯૫૫ના ઓગસ્ટ માસની આ વાત છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજને ૮૨ વર્ષની અવસ્થામાં આંખે મોતિયો આવ્યો અને શરીરમાં પણ ઘણી અશક્તિ લાગવા માંડી. આ સમયે તેઓશ્રીની સ્થિરતા તીર્થક્ષેત્ર શ્રી કુંથલગિરિ (મહારાષ્ટ્ર)મુકામે હતી.
જૈન મુનિઓનો નિયમ હોય છે કે વિહાર કરતી વખતે ભૂમિ જોઈ-તપાસીને ચાલવું. આંખની તકલીફને લીધે મહારાજશ્રીને વિહારમાં તથા આહારમાં તકલીફ થવા લાગી, જેથી તેમણે પોતાના શરીરને ધર્મસાધનામાં બિનઉપયોગી જાણીને સલેખના * લેવાનો નિર્ણય કર્યો અને તા. ૧૪-૮-૧૯૫૫ના રોજથી આહારનો ત્યાગ કર્યો. ધીમે ધીમે તેમનું શરીર ક્ષીણ થતું ગયું પણ તેમનો આત્મા દૃઢ સંયમમાં, ઘોર તપમાં, અદ્વિતીય નિઃસ્પૃહતામાં અને અદ્દભુત ત્યાગમામાં વિકાસ પામતો ગયો.
સમસ્ત ભારતમાંથી લાખોની સંખ્યામાં જૈન અને જૈનેતર જનતા તેમના દર્શનાર્થે ઊમટી પડી. તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન તથા અનેક વિદ્વાન, શ્રીમાન અને ધીમાનોએ પણ તેમના દર્શન-ઉપદેશનો લાભ લીધો. આખરે, સમભાવપૂર્વક અને અત્યંત શાંતિથી તા. ૧૮-૯-૧૯૧૫ના રોજ આજીવન ઉપવાસના પાંત્રીસમા દિવસે તેઓએ સમાધિમરણની પ્રાપ્તિ કરી.
ધર્મપાલનની રક્ષા માટે સૌથી વહાલો એવો જે પોતાનો દેહ તેનો સ્વેચ્છાથી અને સમભાવથી આયોજનપૂર્વક ત્યાગ કરવાની શક્તિવાળા આવા મહાન તપસ્વીઓને આપણા ફરી ફરી નમસ્કાર હો !
[૨] ઈગ્લેંડનાં રાણી ઈલિઝાબેથના અમલમાં એક અંગ્રેજી ફોજ હોલેન્ડની
* સંકલ્પપૂર્વક, આમરણાંત ભોજન અને ઇચ્છાઓનો ધર્મની રક્ષા અર્થે સ્વૈચ્છિક ત્યાગ કરવો તેને સલ્લેખના કહે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સાધક-સાથી
લડાઈમાં મોકલવામાં આવી. જુટફેન શહેરની પાસે જે યુદ્ધ થયું તેમાં પ્રખ્યાત યોદ્ધો અને સેનાપતિ સર ફિલિપ સિડની ઘાયલ થયો. તેને ઘણી તરસ લાગી હતી. રણમેદાનમાં પાણી ક્યાંથી હોય ? આખરે મહામહેનતે તેને માટે થોડું પાણી લાવવામાં આવ્યું. સિપાઈઓએ તે પાણી પોતાના સેનાપતિ પાસે આપ્યું. જેવું ફિલિપે પાણી મોઢે માંડ્યું કે તે સમયે તેની નજર બીજા એક ઘાયલ સૈનિક તરફ પડી, જે સૈનિક પણ પાણી તરફ આતુર નજરે જોઈ રહ્યો હતો. તરત જ તેણે સિપાઈઓને તે પાણી પેલા ઘાયલ સૈનિકને આપી દેવા કહ્યું અને બોલ્યો : “ભાઈ ! મારા કરતાં તારે પાણીની વધારે જરૂર છે.’
બાળપણથી જ ફિલિપે સ્વાર્થત્યાગની ટેવ પાડેલી હતી અને આવા સતત અભ્યાસથી પ્રાપ્ત થયેલા મનોબળ વડે તે અણીના સમયે આવો મહાન ત્યાગ કરી શક્યો હતો.
ગઈ સદીમાં થયેલા મહાન અધ્યાત્મજ્ઞાનીઓમાં શ્રીમદ્ રાજચન્દ્રજીનું નામ પ્રસિદ્ધ છે. એક વાર તેમના મુખ્ય શિષ્ય શ્રી લલ્લુજી સ્વામીએ કહ્યું : ‘ગુરુદેવ. મેં સાધનસંપત્ર કુટુંબ, વૃદ્ધ માતા, બે પત્નીઓ, એક પુત્ર આ બધાંનો ત્યાગ કરી ઘણો પુરુષાર્થ કર્યો. પણ હજી જીવનની સાર્થકતા અનુભવમાં આવતી નથી.”
શ્રીમદ્જીએ તુરત જ કહ્યું : “શું ત્યાખ્યું છે ? બે સ્ત્રીઓને છોડીને કેટલીક સ્ત્રીઓમાં દૃષ્ટિ કરે છે ? એક ઘર છોડીને બીજાં કેટલાં ઘર (શ્રાવકોનાં) ગળે નાખ્યાં છે ? એક પુત્ર છોડીને કેટલાં છોકરાંઓમાં પ્રીતિ થાય છે ?”
સરળ સ્વભાવી શ્રી લલ્લુજીને એકાએક પોતાના અંતર-જીવનનું દર્શન થયું અને લજ્જાથી એમ લાગ્યું કે ભોય માર્ગ આપે તો જમીનમાં સમાઈ જાઉં. તરત જ તેમણે કબૂલાત કરી ઃ ગુરુદેવ, મેં કાંઈ જ ત્યાગ કર્યો નથી.” શ્રીમદ્જીએ કહ્યું: ‘મુનિશ્રી. હવે જ તમે સાચા ત્યાગી છો.’
જ્યાં સુધી પોતે કરેલા ત્યાગનું અભિમાન રહે અથવા ત્યાગમાં જ કૃતકૃત્યતા મનાઈ જાય અને આત્મદૃષ્ટિ ન જાગે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી એમ શ્રીમદ્જીનો અભિપ્રાય હતો.
Page #130
--------------------------------------------------------------------------
________________
મૈત્રી
ભૂમિકા
જેવો મારો આત્મા છે તેવો જ મૂળ દૃષ્ટિએ જોતાં સર્વનો આત્મા છે, એવું જેને ખરેખર સમજાય છે તે જીવને પછી જગતના બધાય જીવો પ્રત્યે નિર્વેરબુદ્ધિ પ્રગટે છે. સાધકના જીવનમાં અન્ય જીવો પ્રત્યે થયેલો આવો કોમળ સ્વાત્મતુલ્ય ભાવ તે મૈત્રીભાવ છે.
સાધનાની સફળતા સમાધિથી છે, સમાધિની પ્રાપ્તિ સાચા ધ્યાનથી છે અને ધ્યાન-પ્રાપ્તિનું એક મહત્ત્વનું અંગ સર્વ જીવો પ્રત્યે સમતાભાવ ઉત્પન્ન થવો તે છે. આ જીવો મારા દુશ્મન છે, મને દુઃખ દેનારા છે, મારો વિરોધ કરનારા છે, મારું અપમાન કરનારા છે, તેથી મારા પક્ષના નથી એ આદિ પ્રકારના ભાવો વિષમતાવાળા છે. આવા ભાવો જે સાધકમાં હોય અથવા આવા ભાવોને જ સીધી કે આડકતરી રીતે પોષે તેને મૈત્રીભાવ કેવી રીતે સંભવી શકે ? મૈત્રીભાવની સત્તા જ્યાં સુધી ચિત્ત પર જામી નથી ત્યાં સુધી. તે ચિત્ત, સાચા પ્રભુસ્મરણમાં કે સાચા ધ્યાનમાં પ્રવર્તી શકતું નથી. મૈત્રીભાવની આરાધના
મૈત્રીભાવની સાચી સાધના કરવા માટે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પ્રાપ્ત થયેલા જ્ઞાનનો વ્યવહાર – જીવનના દૈનિક પ્રસંગોમાં પ્રયોગ કરવો જોઈએ. સાચા જ્ઞાનથી સર્વ જીવોને જો પોતા સમાન જાણ્યા છે તો તે વેપારી ક્યા ગ્રાહકને છેતરીને હલકો માલ આપશે ? તે ડૉક્ટર ક્યા દરદીને ભળતી દવા આપશે ? તે શિક્ષક ક્યા વિદ્યાર્થી પ્રત્યે પક્ષપાત દાખવશે ? તે વકીલ ક્યા અસીલને ઊંધી સલાહ આપશે ? તે સાધક ક્યા બીજા સાધકની નિંદા કરશે ? આમ, જો સાચો મૈત્રીભાવ પ્રગટે તો દૈનિક જીવનના પ્રસંગોમાં પણ વિષમતાવાળો વ્યવહાર ન બની શકે અને ક્રમે કરીને સાધકના જીવનમાં સામાન્ય સમતાભાવની સાધના ચાલુ થઈ જાય.
આ તો વાત થઈ સામાન્ય સજ્જન કે મધ્યમ સાધકના મૈત્રીભાવની. ઉત્તમોત્તમ મૈત્રીભાવ તો પરમસંયમધર મુનીશ્વરોને હોય છે, કારણ કે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સાધક-સાથી
તેમનો મૈત્રીભાવ તો અત્યંત ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યો હોય છે. પોતાના દેશના કે આખા વિશ્વના સમસ્ત મનુષ્યઆત્માઓ સુધી જ નહિ પણ બીજાં સર્વ પશુઓ તેમ જ અતિસૂક્ષ્મ એવાં જંતુઓ સુધી પણ તેમનો મૈત્રીભાવ ફેલાયેલો છે, જેના પરિણામે પોતાની જીવનચર્યામાં કોઈ પણ જીવને લેશ પણ હાનિ, દુઃખ, અપમાન, ઘાત કે અન્ય પ્રકારે બાધા ન પહોંચે તેની તેઓ કાળજી લે છે. આવી પરમ માહામ્યવાળી મહાપુરુષોની જીવનચર્યાને ખરેખર સમજવા માટે સૂક્ષ્મ વિવેકદૃષ્ટિ અને સત્સમાગમ આવશ્યક છે, જેના વિના તે ઉત્તમ ભાવો સમજાવા પરમ દુર્લભ છે.
જેના જીવનમાં આવો મૈત્રીભાવ પરાકાષ્ઠાએ પહોંચે છે તેના વ્યક્તિત્વની આસપાસ નિર્વેર-શાંતભાવનું એક વિશિષ્ટ વાતાવરણ ઉત્પન્ન થાય છે. આ જ કારણથી આ દેશના ઋષિમુનિઓ અને નિગ્રંથ આચાર્યો વન-ઉપવનમાં વસતા હોવા છતાં, હિંસક પશુઓની વચમાં રહેતા હોવા. છતાં પણ નિર્ભયપણે અને સ્વસ્થતાથી વિહાર કરતા; કારણ કે તે મહાપુરુષોના પરમ મૈત્રી ભાવની અસરથી હિંસક પશુઓ પણ પોતાનું જન્મજાત વેર છોડી દેતાં અને સંપ-શાંતિથી રહેતાં. *
આવા ઉત્તમોત્તમ પુરુષોમાંથી પ્રેરણા લઈ કુટુંબમાં, જ્ઞાતિમાં, સંપ્રદાયમાં કે સમસ્ત સમાજમાં વર્તતી આપણી સંકુચિત મનોદશાને હવે તિલાંજલિ આપીશું ? સૌ મનુષ્યો અને સાધર્મીઓને સાચા પ્રેમથી સ્વાત્મતુલ્ય માની વાત્સલ્યભાવને પ્રગટ કરીશું ? જો આમ થાય તો જ આપણા જીવનમાં સાથી આધ્યાત્મિકતાની ભૂમિકા બંધાઈ શકે.
મૈત્રીભાવનો મહિમા (૧) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. (૨) ૨ આત્મ તારો, આત્મ તારો, શીઘ તેને ઓળખો,
સર્વાત્મમાં સમદૃષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. (૩) સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહિ,
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. * આ વાત ઉપલક દૃષ્ટિએ કે કોરી તકકસોટીથી વિચારતાં અસંભવ લાગે છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં અને પરમ સમાધિસ્થ સંતોનાં જીવન જોતાં સત્યાર્થ પુરવાર થાય છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
(૪) સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
વૈષ્ણવ જન... (૫) નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાભાવના રાખશો. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
મૈત્રીભાવનાં જીવંત દૃષ્ટાંતો
વર્તમાન સદીની શરૂઆતમાં કલકત્તા પાસે હુગલીના સરકારી વકીલ તરીકે શ્રી શશીભૂષણ બંદોપાધ્યાય કામ કરતા હતા. વૈશાખ મહિનાની બપોરે ભાડાની ઘોડાગાડી કરીને તેઓ એક દિવસ ત્યાંના એક પ્રતિષ્ઠિત માણસને ઘેર ગયા. આવા સમયે વકીલ સાહેબને પોતાને ઘેર આવેલા જોઈ પેલો માણસ આનંદ સહિત આશ્ચર્ય પામ્યો. જ્યારે કામ પતી ગયું ત્યારે તે માણસે વકીલ સાહેબને કહ્યું : “સાહેબ ! અહીં સુધી આવા તડકામાં આપ પોતે આવ્યા તે કરતાં કોઈ નોકર સાથે જો ચિઠ્ઠી મોકલાવી હોત તો પણ ચાલી જાત.” વકીલ સાહેબ કહે : “ભાઈ ! પહેલાં મેં પણ એવો જ વિચાર કર્યો હતો, પરંતુ જ્યારે આ ભયંકર તાપ જોયો ત્યારે નોકરને મોકલવાની મારી હિંમત ચાલી નહિ. જો નોકર આવ્યો હોત તો ચાલીને કે સાયકલ પર જ આવત અને તેવી રીતે આવવામાં અને કેટલો બધો તાપ સહન કરવો પડત ! આ વિચાર આવવાથી હું પોતે જ અહીં આવી ગયો.”
મહાપુરુષોનો નોકર પ્રત્યે પણ કેવો આત્મીયતાભર્યો વ્યવહાર ! તેઓ નોકરને નોકર ન ગણતાં મિત્ર તરીકે જ ગણે છે !
[૨] લગભગ સાઠ વર્ષ પહેલાંની વાત.
તે સમયે પ્રસિદ્ધ જૈનતીર્થ મહુડી (તા. વિજાપુર)ના સંસ્થાપક શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના જીવનકાળનાં છેલ્લાં વર્ષો. આણંદ. પ્રખ્યાત સર્જન ડૉ. કૂપરે કહ્યું હતું કે મહારાજશ્રીનો દેહ વધારે વખત ટકી શકશે નહિ.
પરંતુ પૂ. મહારાજશ્રી તો નિર્ભયપણે પોતાની જ્ઞાનધ્યાનની ચયમિાં મસ્ત જ રહેતા. તે વખતે મહુડીનું સ્થાનક સાવ નાનું હતું. પૂ. મહારાજશ્રીને રાત્રે ધ્યાન કરવા માટે પાસેની એક ગુફામાં બેસવાની ટેવ હતી. કોઈક કોઈક
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સાધક-સાથી
વેળાએ આ સમય દરમિયાન, હિંસક પશુઓ તેમની ગુફાની આસપાસ ફરતાં. શ્રી મોહનલાલ ભાખરિયા નોંધે છે કે : “એક વાર તેઓ ધ્યાન કરવા બેઠેલા ત્યારે છથી સાત ફૂટ લાંબો એક કાળો નાગ આવ્યો. હું એકદમ ઊભો થઈ બોલ્યો : “કૃપાનાથ ! નજીકમાં જ મોટો સર્પ છે.” પૂ મહારાજશ્રીએ આંખો ઉઘાડી કહ્યું : “બીકણ ! શા માટે કરે છે ? તે તો સંત-મહાત્માઓ પાસે આનંદ કરે છે.”
જે મહાત્માઓએ પોતાના જેવા જ આત્માનું પ્રાણીમાત્રમાં દર્શન કર્યું હોય તેમને શો ડર ? તેમને તો સર્વ જીવો – પછી ભલે તે હિંસક પશુઓ ધ્યેય તો પણ – પરમ મિત્ર સમાન જ જણાય છે. આ છે સર્વ જીવો સાથેનો સાચો મૈત્રીભાવ !!
લગભગ સો વર્ષ પહેલાંનો પ્રસંગ.
હૃષિકેષમાં દ્વારકાદાસજી નામના સંત રહેતા હતા. આત્માનંદની મસ્તીમાં મગ્ન હોવાથી તેઓ દિગંબર જ રહેતા. એક વાર એક અંગ્રેજ અમલદાર શિકાર કરવા આવ્યો. તેણે તે જંગલમાં રહેતા વાઘને તો માર્યો પણ વાઘણ બચી ગઈ. દ્વારકાદાસજી જંગલ ભણી જતી વખતે પેલા અમલદારને કહી ગયા કે : “આજે વાઘણને મારીશ નહિ. વાઘના મૃત્યુથી તે બહુ દુઃખી છે.’
આ બાજુ થોડી વારમાં દ્વારકાદાસજી જ્યાં સૂતા હતા ત્યાં વાઘણા આવી તેથી પેલા અમલદારે તેને મારવા બંદૂક તાકી કે તુરત દ્વારકાદાસે માંચડા પર બેઠેલા તે અમલદારને ઈશારાથી તેમ ન કરવા કહ્યું. આ બાજુ પેલી વાઘણ શ્રી દ્વારકાદાસ સૂતા હતા ત્યાં આવી. તેમને સુંઘીને પાછી ઝાડીમાં ચાલી ગઈ. માંચડા પર બેઠેલા અંગ્રેજ અમલદારનો જીવ આ દૃશ્ય જોઈ તાળવે ચોંટી ગયો. તેણે નીચે આવી દ્વારકાદાસને પૂછયું : “મહારાજ ! પેલી વાઘણે તમને કેમ ન માય ?” મહારાજ કહે : “ભાઈ હું કદી કોઈને મારવાનો ભાવ પણ કરતો નથી. તો અન્ય મને કેવી રીતે મારે ?”
સંતના સાનિધ્યમાં હિંસક ક્રૂર પશુઓ પણ પોતાનું વેર ભૂલી જાય છે તે આનું નામ !
Page #134
--------------------------------------------------------------------------
________________
૨૨
સત્યનિષ્ઠા
ભૂમિકા
સત્ય એટલે જે ખરેખર સાચું હોય તે. તેવા સત્યમાં જેને વિશ્વાસ છે, ખરેખરી પ્રીતિ છે, જે ખરેખર તેનો સ્વીકાર કરે છે તે પુરુષને સત્યનિષ્ઠ અને તેના તે ઉત્તમોત્તમ ભાવને સત્યનિષ્ઠા કહીએ છીએ.
સત્યનું સામાન્ય સ્વરૂપ
સત્યનો જે અર્થ લોકમાં પ્રસિદ્ધ છે તેને વ્યવહારસત્ય કહે છે. જે વસ્તુ, જે સમયે, જેવી રીતે, જે સંજોગોમાં દેખી કે જાણી હોય તે વસ્તુ, તે સમયે, તેવી રીતે તે સંજોગોમાં હતી તેમ કહેવું તે વ્યવહા૨સત્ય છે. આપણે થોડાં ઉદાહરણ લઈએ ઃ ઈ.સ. ૧૯૪૭ના વર્ષની પંદરમી ઑગસ્ટે ભારતને સ્વતંત્રતા મળી.’ ‘મારી સરેરાશ વાર્ષિક આવક રૂપિયા પંચ્યાશી હજાર છે.’ મૈસૂર (હાલ કર્ણાટક) રાજ્યના શ્રવણબેલગોલ ગામમાં આવેલી ભગવાન બાહુબલિ સ્વામીની ઉત્તુંગ, સૌમ્ય મૂર્તિ સત્તાવન ફૂટ ઊંચી છે.' આ અને
આવી હકીકતો સત્ય કહેવાય છે.
આ પ્રમાણે પોતાના જીવનના સંબંધિત પ્રસંગોમાં કે અન્ય સર્વ કાર્યોમાં સત્યનું અનુસરણ કરવું તે સત્યનો અભ્યાસ છે અને તે પ્રકારે વર્તવામાં જેને ઘણું કરીને સફળતા મળી છે તે પુરુષ સત્યનિષ્ઠ કહેવાય છે. આ પ્રમાણે સામાન્ય સત્યનું નિરૂપણ થયું.
૫રમાર્થસત્યની આરાધના
હવે પરમાર્થસત્ય તરફ વળીએ. અધ્યાત્મસાધનામાં પરમાર્થ-સત્યની મુખ્યતા છે, પણ તેનો પાયો વ્યવહારસત્ય છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. આત્માની સાચી ઓળખાણ કરી તેને શુદ્ધપણે પ્રગટ કરવો તે અધ્યાત્મસાધનાનું ધ્યેય છે. જેટલો જેટલો આત્મા કર્મબંધનથી મુક્ત થાય તેટલું તેટલું તેનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. હવે, જેણે આત્માને કર્મબંધનથી રહિત કરવો હોય તેણે તે કર્મબંધન થવાનાં કારણો દૂર કરવાં જોઈએ. આમ કરવાના પુરુષાર્થમાં સ્વાભાવિકપણે જ તેણે અજ્ઞાન અને અસંયમરૂપી
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧
સાઘક સાથી
અસત્યને તિલાંજલિ આપવી પડશે અને આ કેવી રીતે બની શકે તે હવે આપણે જોઈએ.
આત્મશુદ્ધિનો ઉપાય આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનનો ઉપાય આત્મવિચારણા છે. હવે આત્મવિચારણાના અભ્યાસ માટે અનાત્મ-સ્વરૂપ જગતના જડ પદાર્થોને સત્યસ્વરૂપે માને ત્યાં સુધી વિચારની ધારા આત્મા તરફ વળવી વિકટ છે. આથી એમ નક્કી થયું કે એક મારો શુદ્ધ આત્મા જ વાસ્તવિક સત્ય છે અને દુનિયાના સર્વ પદાર્થો વિનાશક – ક્ષણભંગુર હોવાથી મારા આત્મકલ્યાણની દૃષ્ટિએ અસત્ય છે એમ જાણે, માને અને ભજે તે સાધકને પરમાર્થસત્યની ધીમે ધીમે પ્રાપ્તિ થાય છે. આમ પરમાર્થસત્યનું ફળ આત્મજ્ઞાન અને આત્મશાંતિ છે.
પરમાર્થસત્યની પ્રાપ્તિના જિજ્ઞાસુઓ માટે એક ખાસ વિચારણીય મુદ્દો આ તબક્કે લક્ષમાં રાખવો હિતાવહ છે કે સાપેક્ષદૃષ્ટિ વડે પૂર્ણ સત્યની ઉપલબ્ધિ થાય છે, કારણ તે દરેક પદાર્થ અનેક ધર્માત્મક (ગુણાત્મક) છે અને જે જે દૃષ્ટિકોણ (Facet, point of view)થી વિચારીએ તે તે દૃષ્ટિબિંદુથી તેનું તેટલું જ્ઞાન થાય છે. દૃષ્ટાંતરૂપે, હાથીને ભીંત જેવો કહેવો, સાંબેલા જેવો કહેવો, થાંભલા જેવો કહેવો, દોરડા જેવો કહેવો કે સૂપડા જેવો કહેવો તે તેની પીઠની દૃષ્ટિએ, સૂંઢની દૃષ્ટિએ, પગની દૃષ્ટિએ, પૂંછડીની દૃષ્ટિએ અને કાનની દૃષ્ટિએ અનુક્રમે સત્ય છે. પરંતુ તેને એક જ રૂપે કહેવો તે એકાંગી જ્ઞાન હોવાથી અપૂર્ણ જ્ઞાન છે. આમ સર્વ વસ્તુના જ્ઞાનનું સમજવું.
પૂર્ણ અથવા પ્રમાણજ્ઞાન થવા માટે બધા દૃષ્ટિકોણથી વિચાર કરવો જોઈએ અને જે સમયે જે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવવાથી આત્મશુદ્ધિ વધે તે સમયે તે દૃષ્ટિકોણનું જ્ઞાન અપનાવી બીજા દૃષ્ટિકોણથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ગૌણ કરવું જોઈએ. આમ મુખ્ય અને ગૌણ એમ યથાયોગ્ય દૃષ્ટિકોણને નહિ અપનાવીએ તો જ્ઞાન એકાંગી રહેશે અને તેથી અપૂર્ણ રહેશે. માટે જે સાધકો આત્મશ્રેય અને પૂર્ણ જ્ઞાનને ઇચ્છે છે તે વસ્તુસ્વરૂપને સમજવા માટે સાપેક્ષ દૃષ્ટિકોણને અપનાવે.
પ્રજ્ઞાવંત આચાર્યોએ વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે, માટે જે જે પ્રકારે વસ્તુના સ્વભાવની સિદ્ધિ થાય તે પ્રકારે ભજવો તે આપણને સૌને ધર્મ પ્રાપ્ત થવાનો ઉપાય છે. આવો સહજ ધર્મ – સ્વાભાવિક ધર્મ – સત્યધર્મ છે; માટે સત્યની ઉપાસના દરેક પ્રકારે મુમુક્ષુનું કર્તવ્ય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
સત્યનિષ્ઠા
૧૧૭
સત્યનો મહિમા (૧) વિદ્યા સમાન નેત્ર નથી, સત્ય સમાન કોઈ તપ નથી, રાગ સમાન કોઈ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઈ સુખ નથી.
(૨) સત્ય તો સત્ય જ છે, તે સનાતન છે, એકરૂપ છે પરંતુ સાચી શ્રદ્ધા અને સાચા જ્ઞાનના અભાવથી, નિજકલ્પના વડે અનેકરૂપ ભાસે છે.
૩) શુદ્ધ સત્ય છે તે જ ધર્મ છે, અસત્ય કદાપિ ધર્મરૂપ હોઈ શકતું નથી. જ્યાં અસત્ય કલ્પનાનો આશ્રય લેવામાં આવે ત્યાં ધર્મ ઢંકાઈ જાય છે, તેના પર આવરણ આવી જાય છે.
(૪) જે સત્યને ઓળખે છે; મનથી, વચનથી અને કાયાથી સત્યનું આચરણ કરે છે તેને ઈશ્વરની ઓળખાણ થાય છે. સત્ય વડે તે ત્રિકાળદર્શી થઈ જાય છે અને સદેહે તેને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે.
(૫) જેવી રીતે ઝળહળતી જ્યોતિવાળા દીપકને અંધકારમાં છુપાવી શકાતો નથી, તેવી રીતે સત્યને પણ છુપાવી શકાતું નથી, કારણ કે તે પોતે જ પ્રકાશરૂપ છે.
(૬) પૂર્ણ સત્યવાદી તો તે છે કે જેને માટે સત્ય બોલવું તે વિધિનિષેધનો વિષય નથી પરંતુ પોતાનો સહજ સ્વભાવ છે.
(૭) સત્યને જીવનમાં વણી લેવાથી શાંતિનો અનુભવ થાય છે, નિર્ભયતા રહે છે, જગતમાં સુયશની પ્રાપ્તિ થાય છે, સમસ્ત વિદ્યાઓની સિદ્ધિ થાય છે તથા વિશ્વસનીયતા, પૂજ્યપણું અને લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે. સત્ય વડે જ જપ-તપ-સંયમાદિ સર્વ ધર્મસાધનાનું સફળપણું છું; માટે વિવેકી પુરુષો સત્યનિષ્ઠાને મરણાંતે પણ છોડતા નથી.
સત્યનિષ્ઠાનાં જીવંત દૃષ્ટાંતો
[૧]. ગઈ સદીમાં બંગાળમાં રાણાઘાટના પાલ ચૌધરીઓમાં મુખ્ય શ્રી કૃષ્ણપાન્તી નામના એક મહાપુરુષ થઈ ગયા. પોતાના વચનપાલન માટે તેઓનો સુયશ ચારે દિશામાં ફેલાયેલો હતો.
એક દિવસ તેમણે એક માણસ સાથે મીઠાનો સોદો કર્યો જેના બાના પેટે તે માણસ તેમને અમુક રકમ આપી ગયો. પૈસાની અગવડને લીધે તે માણસ પાછળથી ન તો મીઠું લઈ ગયો કે ન તો બાનાના પૈસા પાછા લેવા આવ્યો. આ અરસામાં મીઠાના ભાવ ખૂબ જ વધી ગયા. કૃષ્ણપાન્તીએ
પોતાનું બધું મીઠું વેચી નાખ્યું પણ એટલા મીઠા માટે પેલો માણસ બાનુ આપી
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સાધક-સાથી
ગયો હતો તેટલું મીઠું વેચ્યું નહિ અને તેને જેટલો નફો થયો તે તેના નામે જમા કર્યો. તે માણસ ઘણા સમય બાદ તેમને મળ્યો ત્યારે કૃષ્ણપાન્તીએ તેના જમા થયેલા પૈસા તેને આપી દીધા !
ઉપરના જેવો જ બીજો એક ચોખાનો સોદો તેમને એક અંગ્રેજ વેપારી સાથે થયો હતો. સોદો માત્ર મૌખિક હતો અને કેટલો માલ લેવાનો તે વેપારીએ નક્કી કર્યું નહોતું. થોડા વખતમાં ચોખાના ભાવ ત્રણગણા વધી ગયા. કૃષ્ણપાન્તીએ તે અંગ્રેજ વેપારીને બોલાવીને પોતાના ગોદામમાંથી ચોખા કાઢી આપ્યા. જ્યારે ચોખાના થોડા કોથળા વેપારી માટે સ્ટીમરમાં ચડ્યા ત્યારે પેલા અંગ્રેજ વેપારીએ પોતે જ કહ્યું : 'બસ ભાઈ ! આટલો માલ મારા માટે બસ છે. તમારા જેવા ધર્માત્માની સત્યનિષ્ઠાનો વધારે લાભ લેવા જઈશ તો મારી સ્ટીમર જ ડૂબી જશે.”
આમ, શ્રી કૃષ્ણપાન્તીએ પોતાની સત્યનિષ્ઠા અને વચનપાલન માટે પોતાના જીવનને સમર્પિત કર્યું હતું.
[૨] ઓગણીસમી સદીનો જમાનો.
તે વખતે કલકત્તા વિશ્વવિદ્યાલયની આખા ભારતમાં બોલબાલા હતી. જુદા જુદા પ્રાંતોમાંથી લોકો ત્યાં શિક્ષણ લેવા આવતા.
વિશ્વવિદ્યાલયનો નિયમ હતો કે શિક્ષણ લેવા દાખલ થનારની ઉંમર ઓછામાં ઓછી સોળ વર્ષની હોવી જોઈએ.
એક વિદ્યાર્થીની ઉંમર ચૌદ વર્ષની હતી, પરંતુ તેણે તો બધા વિદ્યાર્થીઓ ની માફક પોતાની ઉમર સોળ વર્ષ લખી નાખી. એક વર્ષ પછી કૉલેજની પ્રથમ વર્ષની પરીક્ષામાં પાસ થયા પછી તેનું લક્ષ પોતાની ભૂલ ઉપર ગયું. આ અસત્ય બોલવાનો તેને બહુ અફસોસ થયો તેથી તે કોલેજના પ્રિન્સિપાલ પાસે ગયો અને પોતાની ભૂલની કબૂલાત કરી, પરંતુ વીતી ગયેલી આ બાબતમાં હવે સુધારો ન થઈ શકે એમ પ્રિન્સિપાલે જણાવ્યું. હવે, તે વિદ્યાર્થી વિશ્વવિદ્યાલયના રજિસ્ટ્રાર પાસે ગયો. ત્યાં પણ તેને પ્રિન્સિપાલ જેવો જ જવાબ મળ્યો.
કોઈ રીતે પોતાની ભૂલ સુધારી શકતી નથી તો હવે શું કરવું ? આમ ચિંતન કરતાં તે વિદ્યાર્થીએ પોતે બોલેલા અસત્યના પ્રાયશ્ચિત્તરૂપે બે વર્ષ સુધી પોતાનું વિશ્વવિદ્યાલયનું ભણતર બંધ રાખ્યું.
Page #138
--------------------------------------------------------------------------
________________
સત્યનિષ્ઠા
આ વિદ્યાર્થી પાછળથી બંગાળના એક મહાન કેળવણીકાર અને દેશભક્ત તરીકે પ્રસિદ્ધ થયો, તેનું નામ હતું મહાત્મા શ્રી અશ્વિનકુમાર દત્ત.
*
[૩]
૧૧૯
ઇ.સ. ૧૮૧૪ની સાલ.
બંગાળમાં આ સમયે જમીનદારોનું બહુ જોર. હુગલી જિલ્લામાં દેરે નામના ગામમાં રામનંદરાય નામનો એક જમીનદાર રહે. તે ખરેખર નરાધમ જ હતો; અભિમાની, જુઠ્ઠો, અન્યાયી અને સ્વાર્થી. એકહથ્થુ સત્તાથી પોતાનું ધાર્યું જ બધું કરે. એક વખત એક સામાન્ય માણસ સાથે તેને વાંકું પડ્યું, તેથી જમીનદારે તેને પોતાના સપાટામાં લેવાનો નિશ્ચય કર્યો, જમીનદારે તે માણસ પર એક ખોટું આળ ચડાવ્યું, પણ તે માટે કોઈ સાક્ષી નહોતો.
હવે, આ ગામમાં ખુદીરામ નામનો એક ન્યાયપ્રિય અને સત્યપરાયણ માણસ રહેતો હતો. જમીનદારે વિચાર્યું કે જો આ માણસ પોતાના સાક્ષી તરીકે આવે તો તુરત જ કામ પતી જાય. આથી જમીનદારે ખુદીરામને ત્યાં જઈ તેને કહ્યું : “અરે ખુદીરામ ! એક વાતની સાક્ષી આપવાની છે. તે આપવા આવીશ ને ?” ખુદીરામ કહે : “સાચી સાક્ષી આપવા હમેશાં તૈયાર જ છું.' જમીનદાર કહે : હું કહું તે પ્રમાણે જ તારે તો કોર્ટમાં કહેવાનું છે.' આ વાત સાંભળી ખુદીરામે સાક્ષી આપવાની વાત સ્વીકારી નહિ.
બસ ! ખુદીરામ ઉપર પણ હવે તો જમીનદાર ખફા થઈ ગયો. છ-બાર મહિનામાં તો તેની ૧૫૦ વીઘાં જેટલી જમીન ઝૂંટવી લીધી અને ઘર પણ હરાજ કરી દીધું. ખુદીરામને પોતાનું વતન છોડી કામારાપુકુર નામના ગામમાં રહેવાની ફરજ પડી. સત્યને વળગી રહેવાથી જમીન, આબરૂ, ઘર, પૈસો અને વતન બધું ખુદીરામને છોડવું પડ્યું. તેના હૃદયમાંથી સંસાર પ્રત્યેની પ્રીતિ ઊડી જવા લાગી, ધર્મસંસ્કારો ઊગવા માંડ્યા અને ભક્તિપરાયણ સાદું જીવન તે વિતાવવા લાગ્યો.
પ્રસિદ્ધ ભક્તશિરોમણિ શ્રીરામકૃષ્ણ પરમહંસના પિતા બનવાનું મહાન સદ્ભાગ્યે આ ખુદીરામને પ્રાપ્ત થયું હતું.
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૩
સરળતા
ભૂમિકા
સીધાપણાનો કે સહજપણાનો ગુણ તે જ સરળતાનો ગુણ છે. જેવું મનમાં હોય તેવું વાણી દ્વારા બોલવું અને જેવું બોલીએ તેવું આચરણ કરવાનો સાચો પ્રયત્ન કરવો તે સરળતા છે, એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી પ્રપંચભાવ, માયાચાર, વક્રપણું, છેતરવાનો ભાવ, છળકપટનો ભાવ દૂર કરીને વર્તવું તે સરળપણાનું મુખ્ય લક્ષણ છે.
સરળપણું એ આત્માનો મૂળ સ્વભાવ છે, પરંતુ અજ્ઞાન અને લોભાદિને વશ થઈને માણસ માયાચાર સેવે છે. તે એમ સમજે છે કે મારી વાતની કોને ખબર પડવાની છે ? અથવા મારા મનમાં હું શું વિચારી રહ્યો છું તેની કોઈને પણ ખબર નહિ પડવા દઉં અને ખોટી વાતો કરીને અથવા ખોટી રીતે વર્તીને વિશ્વાસઘાત કરીને મારું ધાર્યું હું પાર પાડી દઈશ. આમ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રપંચની જાળ માણસ એટલી વિસ્તારી દે છે કે સત્યનું ભાન થતાં પોતાની જ જાળમાંથી પોતે છટકી શકતો નથી અને અનેક પ્રકારનાં દુઃખો તેને સહન કરવાં પડે છે.
સરળતાની અગત્ય
સરળપણું મુમુક્ષુમાત્રનો અંગભૂત ગુણ છે. સરળતા વિના સામાન્ય મુમુક્ષુતા પણ સંભવે નહિ. પાત્રતા વધારવા માટે દરેક મહાપુરુષોએ સરળતાઓ સંપાદન કરવા સાધકને આજ્ઞા કરી છે. જે સરળ નથી તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ છે જ નહિ તો તેની વ્રતાદિ ગ્રહણ કરવામાં યોગ્યતા ક્યાંથી હોય ? આમ, અનેક પ્રકારે જે સાધનામાં ઉપયોગી છે તેવો સરળતાનો ગુણ દરેક સાધકે ગમે તે ઉપાયે પણ જીવનમાં વણી લેવો અનિવાર્ય છે.
જે રીતે ક્ષમા અને સંતોષનાં પ્રકરણોમાં તે તે ગુણોની આરાધનાપદ્ધતિ બતાવવામાં આવી હતી તે જ રીતે સરળતાની સાધનામાં પણ યથાપદવી. સમજી લેવી, કે જેથી માયારૂપી શત્રુનો અભાવ કરી આત્માના સરળતા
Page #140
--------------------------------------------------------------------------
________________
સરળતા
૧૨૧
આર્જવ (ગો: માવઃ ગાર્નવ) રૂપી ગુણની સિદ્ધિ થઈ શકે. માયા તે એક મહાન શલ્ય છે. જેમ પગમાં કાંટો ખૂંચી જાય તો ચેન પડતું નથી; તેમ જ્યાં સુધી હૃદયમાં માયારૂપી કાંટો હશે ત્યાં સુધી મનમાં તે ખૂંચશે અને તે મનુષ્યને ચેન પડવા દેશે નહિ.
માયાચારી મનુષ્યનો આ લોકમાં પણ કોઈ વિશ્વાસ કરતું નથી. તેનાં માતા, પિતા, ભાઈ, પત્ની કે પુત્ર પણ તેને શંકાની દૃષ્ટિએ નિરંતર જોયા કરે છે. ગમે તેવાં વચનો તે આપે તો પણ તેના તરફથી કોઈ પણ ક્ષણે વિશ્વાસઘાત થશે એવી નિરંતર ભીતિ રહ્યા કરે છે. આવો માણસ સમાજમાં કે ધર્મમાર્ગમાં કોઈની પણ પ્રીતિ સંપાદન કરી શકતો નથી.
સરળ મનુષ્યનું જીવન નિશ્ચિત છે, સહજ છે, નિર્ભય છે, પવિત્ર છે અને તેથી ધર્મમય છે. જેમ જેમ જીવનમાં સરળતા આવતી જાય છે તેમ તેમ પરમશાંતિનો અનુભવ થાય છે. માટે સૌ સાધકોએ આ ગુણની આરાધના કર્તવ્ય છે.
સરળતાનો મહિમા (૧) નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર-વૈરાગ્ય,
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૨) વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
(૩) માયાચારીના બીજા સર્વ ગુણો નાશ પામે છે તેથી માયાચારને વિવેકી પુરુષો તત્કાળ છોડી દે છે.
(૪) બીજા દુર્ગુણો હોય તો ભગવાન ચલાવી લે છે, પરંતુ જે ધર્મના નામે કે અન્ય કારણથી ભગવાનને જ છેતરે છે તેના ઉપર ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય ?
(૫) અનેક મહાપુરુષોએ સરળતાની સાધનાનો અભ્યાસ બાળકોના સાન્નિધ્ય દ્વારા કર્યો છે. શ્રી તૈલંગ સ્વામી એક નાની ગાડી રાખી તેમાં બાળકોને બેસાડતા, પોતે તે ખેંચતા અને આમ બાળકોના ભોળા અને નિર્દોષ સ્વભાવને આત્મસાતું કરવાનો પ્રયત્ન કરતા. બ્રિટનના એક વખતના મુખ્ય પ્રધાન ગ્લૅડસ્ટન પણ બાળકો સાથે રમી નિર્દોષ આનંદ મેળવતા. મહાત્મા ઇસુ ખ્રિસ્ત અને મહાકવિ ન્હાનાલાલે પણ બાળકોના સરળ સ્વભાવને બિરદાવ્યો છે. જ્યારે ભક્તિસૂત્રમાં ઉત્તમ ભક્તને બાળક જેવો કહ્યો છે. આમ, અનેક પ્રકારે બાળકોમાં સ્વાભાવિકપણે રહેલા
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સાધક-સાથી
સરળતાના ગુણનો મહિમા બતાવી મહાત્માઓએ આપણને સરળતાના તે ઉત્તમ ગુણને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે.
સરળતાનાં જીવંત દૃષ્ટાંતો
[૧]
શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી મુંબઈમાં એક વાર દયાધર્મની વાતો કરતા હતા. ચામડું વાપરવું જોઈએ કે નહિ તે બાબતની વિચારણામાં એમ નક્કી થયું કે વ્યાવસાયિક કે ઔદ્યોગિક પ્રયોજનમાં તો ચામડું વાપરવું પડે પણ વ્યક્તિગત ઉપયોગમાં ચામડું ન વાપરવું.
ગાંધીજીએ જરા ચકાસણી કરતાં શ્રીમને પૂછયું : “માથે પહેરેલી આ ટોપીમાં શું છે ?”
શ્રીમને તો આ બાબતનો ખ્યાલ નહોતો અને ટોપીમાં ચામડું આવે છે કે નહિ એ તેમણે જોયેલું નહિ.
જો કે પોતે નક્કી કરેલી નીતિ પ્રમાણે ચાલતાં કોઈ દૂષણ લાગ્યું હોય અને કોઈ વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન દોરે તો તે દૂષણને તરત જ સ્વીકારી લેવું જોઈએ અને તે દૂર કરવું જોઈએ. એવી નીતિમાં માનનારા શ્રીમદે કાંઈ પણ દલીલ કર્યા વિના ટોપીમાંથી તુરત જ ચામડું કાઢી નાખ્યું.
પોતાના મિથ્યાભિમાનનો સરળતાપૂર્વક ત્યાગ કરી બાળક પાસેથી પણ શીખવાની તૈયારી હોય ત્યારે મહાપુરુષનું વ્યક્તિત્વ આપણા જીવનમાં ખીલી ઊઠે છે, તે આવા નાના પ્રસંગમાંથી આપણને શીખવા મળે છે.
[૨] લગભગ સને ૧૯00ની સાલની વાત છે. એક સામાન્ય બ્રાહ્મણ બાળકને વર્તમાન સદીના એક મહાન સંત બનાવવામાં જેમનો અપૂર્વ ફાળો હતો તે પ્રેમમૂર્તિ ચિરૌજીભાઈ (પૂજ્ય વણજીની ધર્મમાતા)ના જીવનના આ બનાવની નોંધ સ્વયં તે સંતે પોતે જ નીચે પ્રમાણે કરી છે : “માતાજીની શરીરઅવસ્થા લગભગ સાઠ વર્ષની થઈ હતી. કોઈક વાર તેમની સંભાળ લેવામાં રોકાવું પડતું ત્યારે મને થતું કે જો આ માતાજી ન હોત તો હું આત્મકલ્યાણના માર્ગમાં ઝડપથી આગળ વધી શકત. એક દિવસ તો મેં ખરેખર મોટેથી કહ્યું : “કોઈ કોઈનું નથી, બધાં સ્વાર્થનાં જ સગાં છે. મારા જીવનના આટલા દિવસો મેં નકામા ખોયા.”
Page #142
--------------------------------------------------------------------------
________________
સરળતા
ચિરૌજીબાઈ : બેટા, એ તો હું હવે ઘરડી થઈ અને તારા માટે હું ઉપયોગી રહી નહિ તેથી એમ લાગે છે. જો, છેલ્લાં લગભગ ત્રીસ વર્ષથી સતત મેં તને પુત્રવત્ પાળ્યો છે, પરંતુ તેમાં મારો અભિપ્રાય તો તારા કલ્યાણનો જ રહ્યો છે, બીજો કોઈ નહિ. હવે હું વૃદ્ધાવસ્થામાં છું. તને યોગ્ય લાગે તેમ કરી શકે છે, પરંતુ ધ્યાન રાખજે કે મારો ત્યાગ જો દ્વેષથી કે કંટાળાથી કરતો હોય તો તેમ કરવું તે દંભ છે.’
જે ત્યાગમાં નિરાકુળતાની ઝલક ન હોય, જ્યાં નિર્મમત્વભાવની સાધના ન પ્રગટી હોય અને માત્ર લોકોમાં મોટા દેખાવાની ખાતર જ ત્યાગ કરાતો હોય ત્યાં તે ત્યાગ આડંબર કે દંભ કહેવાવા યોગ્ય છે. અધ્યાત્મસાધનામાં સ્વાંગની પ્રતિષ્ઠા નથી, પણ આત્માના નિર્મળ ભાવોની પ્રતિષ્ઠા છે.’
૧૨૩
આ સત્ય ઉપદેશ સાંભળી હું તો સ્તબ્ધ જ થઈ ગયો અને પૂજ્ય માતાજીથી જુદા થવાનો મારો વિચાર મેં માંડી વાળ્યો. અંતરમાં તો મોહને જીત્યો નહોતો અને બહારથી નિર્મોહીપણું બતાવતો હતો તે મારો દંભ હતો. હવે હું સરળતાના માર્ગ પર આવવા માગતો હતો, કારણ તે જ મારા માટે કલ્યાણરૂપ હતું.
Page #143
--------------------------------------------------------------------------
________________
કર્મના નિયમો
ભૂમિકા
ભૌતિક વિજ્ઞાનમાં સામાન્યપણે જે સ્થાન ગુરુત્વાકર્ષણના નિયમનું છે તેથી પણ ઊંચું સ્થાન અધ્યાત્મવિજ્ઞાનમાં કર્મના નિયમનું છે. પોતે કરેલાં કર્મનું ફળ જીવને અવશ્ય મળે છે તે સિદ્ધાંત સર્વ આસ્તિક દર્શનકારોએ સ્વીકાર્યો છે અને ખરું જોતાં તો આ કમસિદ્ધાંત અધ્યાત્મમાર્ગની કરોડરજ્જુ સમાન જ છે.
જે જે દેહધારી, જે જે કાર્ય બુદ્ધિપૂર્વક કરે છે તેમાં તેને પોતાનું ચિત્ત તો લગાવવું જ પડે છે. અને આમ જે જે વિચારબળથી પ્રેરાઈને તેણે કામ કર્યું હોય તે તે પ્રમાણે તે તે દેહધારીને કર્મોનું બંધન થાય છે અને તે કમનું ફળ પણ તે તે દેહધારીને યથાસમયે ભોગવવું જ પડે છે. આ વાતને શાસ્ત્રકારોએ અનેક પ્રકારે રજૂ કરી છે. જેમ કે :
(૧) કરોડો સદીઓ જેટલા કલ્પો વીતી જાય તો પણ કરેલું કર્મ (સ્વયં) છૂટતું નથી. શુભ કે અશુભ જે કર્મ જીવે કર્યું હોય તે તેણે અવશ્ય ભોગવવું જ જોઈએ. (૨) રામ ઝરૂખે બૈઠકે, સબકા મુજરા લેત,
જૈસી જિનકી ચાકરી, વૈસા ઉનકો દેત. આમ કમસિદ્ધાંતને લગતા નિયમો જો કે અનેક દર્શનકારોએ પ્રકાશ્યા છે પરંતુ તેનું અત્યંત સૂક્ષ્મ, અત્યંત વિસ્તૃત અને અત્યંત વૈજ્ઞાનિક નિરૂપણ અને વિશ્લેષણ વીતરાગદર્શનકારોએ કર્યું છે. તેનો માત્ર અલ્પ જ બોધ આ અલ્પજ્ઞને છે અને તેનું પણ અત્રે આલેખન કરવાથી વિસ્તારભય અને જટિલતાભયનો પ્રસંગ ઉત્પન્ન થવા યોગ્ય છે તેથી માત્ર અતિસંક્ષેપમાં તેનું વિહંગાવલોકન કરીએ છીએ. કર્મબંધનના નિયમો
જીવને કર્મબંધન થવાનું મુખ્ય કારણ તેની પોતાની વિચારધારા (ઉપયોગદશા) છે. જે મનુષ્ય જેવા અભિપ્રાયથી જેવા ભાવ કરે તે જીવને તેને
Page #144
--------------------------------------------------------------------------
________________
કર્મના નિયમો
૧૨૫
અનુરૂપ કમનો બંધ થાય છે. જો કે તેનું નિયામક કારણ તેના અંતરના ભાવ છે તો પણ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ તેમાં સહકારી કારણરૂપ હોય
કર્મને યોગ્ય સૂક્ષ્મ રજકણો આ જગતમાં સર્વત્ર ભરેલા છે. જ્યારે જીવ બંધના કારણને સેવે છે ત્યારે તે રજકણો કર્મજ (કામણવર્ગણા) રૂપે રૂપાંતર પામી આત્મા સાથે એક ક્ષેત્રાવગાહ (આત્માના પ્રદેશો સાથે વિશેષપણે બંધનરૂપ) સંબંધે ચોંટી જાય છે. દાખલા તરીકે. કોઈ માણસે અભિમાન કર્યું તો તેનું અભિમાન કરવાનો શો અભિપ્રાય છે, અભિમાનની કેટલી તીવ્રતા છે અને તે વખતે તે માણસ વચન અને કાયાની કેવા પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેને અનુરૂપ કર્મનાં રજકણો તેના આત્માને ચોંટી જાય છે.
જેમ આહાર લેવાથી તે પચીને તેનું લોહી, માંસ, હાડકાં, વીર્ય, મજ્જા વગેરે રૂપે સ્વયં પરિણમન થઈ જાય છે, તેમ કર્મનાં રજકણો જીવના ભાવને અનુરૂપ અમુક જાતનું સ્વરૂપ લઈને તે જીવ સાથે ચોંટી જાય છે. જેમ કે જ્ઞાનને રોકનારા, બળને રોકનારા, દર્શનને રોકનારા (પ્રકૃતિબંધ) તે રજકણોની અમુક કાળ સુધી આત્માની સાથે રહેવાની સમયમર્યાદા સ્થિતિબંધ). તે રજકણોમાં અમુક પ્રમાણમાં આત્માની શક્તિ રોકવાની તાકાત હોય છે (અનુભાગબંધ). તે રકજણો અમુક સંખ્યામાં (જથ્થામાં) આત્મા સાથે બંધનને પામે છે (પ્રદેશબંધ). આમ સામાન્યપણે આત્મા બંધનનાં કારણોને સેવવાથી બંધાય છે. આ પ્રમાણે બંધાયેલો આત્મા તે તે કર્મના ઉદય પ્રમાણે ચાર ગતિ અને ચોર્યાથી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરે છે.
જગતના અજ્ઞાની આત્માઓ કર્મનો ઉદય તથા આત્મામાં જેવા જેવા ભાવો થાય તેવા તેવા ભાવો રૂપે પોતાને માને છે. આમ, કર્મબંધનના ઉદયના નિમિત્ત(કારણ)થી આત્મામાં વિભાવભાવો થાય છે અને આવા વિભાવભાવો નિમિત્ત(કારણ)થી નવાં કર્મો આત્મામાં બંધાય છે. આમ, સંસારનું વિષચક્ર ચાલ્યા જ કરે છે. કર્મોદયની વિચિત્રતાઓ
આ જગતમાં જે અનેક પ્રકારની વિચિત્રતાઓ દેખાય છે તે સર્વ આ
* આગ્નબંધનાં મુખ્ય પાંચ કારણ સિદ્ધાંતમાં કહ્યાં છે ? અજ્ઞાન, અવિરિત. (અસંયમ), પ્રમાદ, કષાય (ક્રોધાદિ વિભાવભાવો) અને યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ). અભ્યાસીએ તે તત્ત્વાર્થસૂત્ર.’ ગોમટ્ટસાર,’ ‘કર્મગ્રંથ' આદિ શાસ્ત્રોમાંથી વિશેષપણે જાણવા યોગ્ય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સાધક-સાથી
જુદા જુદા કર્મના પ્રભાવથી જાણવી. મનુષ્યપણું, દેવપણું, પશુપણું કે નારકીપણું પણ કર્મથી જ પ્રાપ્ત થાય છે. દરેકનાં શરીર જુદાં, રંગ જુદા, બુદ્ધિ જુદી, અંગોપાંગ જુદાં, સ્ત્રી-પુત્રાદિના સંયોગ જુદા, રુચિ જુદી, તાસીર જુદી, ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ કે રૂપ જુદાં, રોગી-નીરોગી અવસ્થા જુદી, કુળ, જુદાં, આયુષ્ય ઓછું-વધારે વગેરે અનેક પ્રકારે ભિન્નતા પ્રત્યક્ષપણે જોઈ શકાય છે. આવી અનેક પ્રકારની વિભિન્નતાઓ, જીવે, આગલા ભવે બાંધેલાં જુદાં જુદાં કર્મોની અનેક પ્રકારની વિચિત્રતાઓનાં ફળરૂપે બને છે અને નિશ્ચયથી જાણવા યોગ્ય છે. કર્મસિદ્ધાંતના જ્ઞાનનું ફળ
આવા કર્મસિદ્ધાંતના નિયમોને જે પુરુષ સદ્ગુરુના યથાર્થ બોધ દ્વારા સારી રીતે જાણે છે તેને વિશ્વમાં બની રહેલી અનેક પ્રકારની આશ્ચર્યકારક ઘટનાઓથી કાંઈ પણ ક્ષોભ કે મોહ થતો નથી, કારણ કે તેણે જગતના સંચાલન પાછળ રહેલાં સુનિશ્ચિત પરિબળોનું વૈજ્ઞાનિક જ્ઞાન સંપાદન કર્યું છે. સત્સંગના યોગે તત્ત્વનું આવું પરિજ્ઞાન જે અવિરત પુરષાર્થ દ્વારા આરાધે છે, તેને પોતાના એક શુદ્ધ આત્મતત્ત્વને વિશે જ નિજબુદ્ધિ ઊપજે છે અને ક્રમે કરીને દૃઢ થાય છે. જેમ જેમ અભ્યાસ દ્વારા આત્મામાં આત્મબુદ્ધિ દૃઢ થાય છે, તેમ તેમ પરવસ્તુઓમાં અને કર્મજન્ય ભાવોમાં પણ નિકપણાની બુદ્ધિ ઘટતી જાય છે. આમ, કર્મોદયના નિમિત્તથી થતા ભાવોમાં જે અટકતો નથી, તે ભાવોને જે અનુસરતો નથી તેને વિભાવભાવોની હાનિ થતી જાય છે અને એક અખંડ ટંકોત્કીર્ણ-શુદ્ધ-વિજ્ઞાનઘનચિન્માત્ર આત્મસત્તાની પ્રતીતિ અને લક્ષ વધતાં જાય છે. જેના ફળરૂપે તે સાધકને તે ચિત્માત્ર તત્ત્વનો આનંદદાયક અનુભવ થાય છે. આમ, સમસ્ત ધર્મસાધનાનું નવનીત તેને પ્રાપ્ત થાય છે.
આ ક્રમ અને વિધિથી જો સાધકને મોહ અને મમતાનો નાશ કરવામાં અને પરમશાંત, શુદ્ધ સમાધિ દશાની પ્રાપ્તિ કરવામાં કર્મના નિયમોનું યથાર્થ જ્ઞાન સહાયક થાય છે તો ક્યો સાધક તે કર્મ-નિયમોનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રમાદ કરે ?
કર્મની વિચિત્રતાનો મહિમા (૧) યુધિષ્ઠિર જેવા મહાત્માને પણ રાજ્ય છોડી વનમાં રહેવું પડ્યું અને છેલ્લું એક વર્ષ તો સમસ્ત જગતથી છૂપા રહેવું પડ્યું હતું એ કર્મની કેવી વિચિત્ર ગતિ ?
Page #146
--------------------------------------------------------------------------
________________
કર્મના નિયમો
૧૨૭
(૨) અર્ધી દુનિયાને યુવાવયમાં જીતી લેનાર નેપોલિયન જેવા સમ્રાટને એકાકીપણે નિર્જન ટાપુ ઉપર અસહાયપણે કૅન્સરની બીમારીથી મૃત્યુને વશ થવું પડ્યું તે ક્યા ન્યાયથી ?
(૩) જેની વિશાળ રાજ્ય પર સત્તા વર્તતી હતી, જેના હુકમ માત્રથી અનેકોની કતલ થઈ જતી કે અનેકોના પ્રાણ બચી જતા તેવા મહમદ ગઝનીના જીવનના છેલ્લા દિવસો પાગલપણામાં નજરકેદની અવસ્થામાં વીત્યા તે વિચારવા યોગ્ય છે.
(૪) સર્વશ્રી જ્ઞાનેશ્વર, શંકરાચાર્ય અને વિવેકાનંદ જેવા બાળબ્રહ્મચારી મહાત્માઓનું યુવાવસ્થામાં જ મૃત્યુ થયું તે શું વિચિત્રતા નથી ?
(૫) મૂખઓ રાજ્ય કરે છે અને વિદ્વાનો ધક્કા ખાય છે. સુંદર અને મીઠો કંઠ ધરાવનારી કોયલને કાળી જોઈએ છીએ અને છળકપટથી માછલાં મારનાર બગલાને સુંદર ધવલ પાંખો મળી છે, કરોડપતિ શ્રીમંતો. અંગૂઠાછાપ છે અને ડબલ ઍજ્યુએટોને માસિક રૂપિયા પાંચસોની નોકરી મળવી પણ દુર્લભ છે – આ બધી આશ્ચર્યજનક ઘટનાઓ આજે પણ આપણી નજર સમક્ષ જોઈ શકીએ છીએ.
કર્મના નિયમોને સમજાવતું દૃષ્ટાંત એક સત્યરુષ અને શિષ્ય ગામડાની ભાગોળની પાસેના રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા. રસ્તાની બાજુમાં એક ઘાયલ સાપ તરફડતો હતો અને હજારો કીડીઓ તેને ચટકા ભરી રહી હતી. આ સાપની દયનીય દશા જોઈને શિષ્ય કહે : બિચારો કેટલો દુઃખી છે ?”
ગુરુજી : ભાઈ ! શું થાય, દરેકને પોતાનાં કરેલાં કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.
શિષ્ય : ગુરુજી, આ સાપે વળી એવું તે શું પાપકર્મ કર્યું હશે જેથી તેને આવી તીવ્ર વેદના ભોગવવી પડે છે ?
ગુરુજી : જો તને યાદ હોય તો થોડા સમય પહેલાં આપણે આ તળાવ પાસેથી પસાર થયા હતા ત્યારે એક માછીમારને તેં માછલીઓ મારતાં રોક્યો હતો.
શિષ્ય હા ગુરુજી, મને યાદ છે, પણ તેણે તો મારી વાતની હાંસી ઉડાવી હતી.
ગુરુજી ? તે માછીમાર કરીને આ જન્મમાં સાપ થયો છે અને પેલી માછલીઓને કીડીઓનો અવતાર મળ્યો છે, જેથી તે બધી સાપને ચોટીને
રૂભા જમા કરો
અને એની
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સાધક-સાથી
દુઃખી કરે છે. - પૂર્વે કરેલાં કુકર્મોનું ફળ ભોગવતી વખતે જો દુઃખી થઈએ છીએ તો તેવું જ ફળ આપનારાં બીજાં કુકર્મો તો આપણે નથી કરી રહ્યા ને ? આમ નિરંતર વિચારતો સાધક કુકર્મોથી બચી આત્મશુદ્ધિના લક્ષે નિષ્કામભાવે જ સત્કાર્યો કરે છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૫
ધ્યાન
ભૂમિકા
ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, એવો તેનો સામાન્ય અર્થ થાય છે. મનુષ્યમાત્ર કાંઈક ને કાંઈક વિષય, વ્યક્તિ કે વસ્તુના ચિંતનમાં તો રહ્યા જ કરે છે, કારણ કે ચિત્તનો સ્વભાવ જ ચંચળ છે અને એકથી બીજી અને બીજીથી ત્રીજી એમ વિધવિધ વસ્તુના ચિંતનમાં તે લાગેલું જ રહે છે. અહીં દુન્યવી વસ્તુઓના ચિંતનમાં લાગેલા ચિત્તની જે દશા તેને અપધ્યાન અથવા કુધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન આત્મસાધનામાં બાધક હોવાથી તે તે પ્રકારનાં ધ્યાન છોડવાનાં છે તેથી સંક્ષેપમાં તે પ્રકારોને જણાવીને આગળ ધર્મમાં ઉપયોગી ધ્યાનનો વિચાર કરીશું.
અપધ્યાન અથવા કુધ્યાનના પ્રકાર
(૧) ગમતી વસ્તુનો વિયોગ થવાથી જે ધ્યાન થાય તે.
(૨) અણગમતી વસ્તુનો સંયોગ થવાથી જે ધ્યાન થાય તે.
(૩) શરીરમાં રોગાદિની ઉત્પત્તિથી જે વેદના ઊપજે તે બાબતનું ધ્યાન થાય તે.
(૪) ધર્મકરણીથી આ લોકની કે પરલોકની સુખસામગ્રીની પ્રાપ્તિમાં રોકાય તે.
(૫) હિંસાના ભાવ કરી તેમાં સુખ માને તે.
(૬) ચોરી કરીને તેમાં સુખ માને તે.
(૭) અસત્ય બોલી તેમાં સુખ માને તે.
(૮) વિષયભોગની સામગ્રીના સંરક્ષણમાં ચિત્ત લગાવી રાખે તે. અધ્યાત્મસાધનામાં ધ્યાન
જ્ગતની વસ્તુઓને પોતાની માનવારૂપ અહંકાર મમકારના જે ભાવો છે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ઇર્ષ્યાના જે ભાવો તે પણ કોઈ અપેક્ષાએ આ અજ્ઞાનને લીધે જ ઊપજે છે. જે જે ધ્યાન વડે કરીને ઉપરોક્ત દોષો મોળા પડે, ઉપશમ થાય અને ચિત્તની
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
રાધક-સાથી
શુદ્ધિ તથા સ્થિરતા ઊપજે અને વૃદ્ધિ પામે છે તે સર્વ પ્રકારનાં ધ્યાન સાધકને સહાયકારી હોવાથી ઉપકારી છે.
ધ્યાનની સામગ્રી ૧. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું સ્પષ્ટ પરિજ્ઞાન
ધ્યાન કરનાર સાધક તે ધ્યાતા છે, તેથી પોતાના આત્મસ્વરૂપનું સર્વાગી જ્ઞાન સાધકને માટે આવશ્યક છે. આ માટે સત્સંગના યોગમાં રહી તથા સન્શાસ્ત્રોનો અભ્યાસ કરી આત્મસ્વરૂપનું અનેકમુખી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
- સાધક જે પ્રક્રિયા વડે પોતાના ઈષ્ટ ધ્યેયના ચિંતનમાં લાગેલો રહેવા ઇચ્છે છે અને અંતે તેમાં તન્મય થવા ઈચ્છે છે તે ધ્યાનની પ્રક્રિયા છે – ધ્યાનનો પ્રયોગ છે.
સાધકનું જે ઈષ્ટ – પ્રાપ્તવ્ય તે તેનું ધ્યેય છે. પોતાની સાધક અવસ્થા પ્રમાણે તે ધ્યેયનું અવલંબન અનેક પ્રકારે હોઈ શકે છે. સદ્ગરરૂપે, પરમાત્મારૂપે, આત્મજ્યોતિરૂપે અથવા એવા કોઈ પણ એક સાત્ત્વિક અવલંબનરૂપે. આવા જે જે ધ્યેય ઉપર સાધક પોતાનું ચિત્ત એકાગ્ર કરે તે તે વસ્તુનું યથાર્થ જ્ઞાન આવશ્યક છે. જો આવું જ્ઞાન સ્પષ્ટ નહિ હોય તો ચિત્તને ધ્યેયમાં પરોવી શકશે નહિ, અને તે બીજે ભટકવા લાગશે. ૨. દૈનિકચર્યા
દિવસ દરમિયાન અનેક પ્રકારની ધમાલમાં રહેવું અને એકદમ ચિત્તને સ્થિર કરવું તે નહિ બનવા યોગ્ય છે. જે કાંઈ ખાવાપીવાની, કમાવાની, સમાજસંબંધીની કે મનોરંજનની પ્રવૃત્તિમાં આપણે વ્યક્ત રહીએ તે તે સર્વ પ્રવૃત્તિ ચિત્તની સાત્ત્વિકતાને સ્થળપણે હાનિ ઉપજાવનારી ન હોવી જોઈએ. માટી, ગંદકી કે કાદવમાં ખૂબ કામ કરવાનું બન્યું હોય અને પછી શરીરને ચોખ્ખું કરવું હોય તો તે વખતે સ્નાન કરવામાં ખૂબ સમય અને સાધનશક્તિની જરૂર પડે છે. જ્યારે સામાન્ય જ્ઞાન તો થોડી જ વારમાં સહેલાઈથી પતી જાય છે. જેમ અહીં શરીરશુદ્ધિની વાત છે તેમ ધ્યાનમાં ચિત્તશુદ્ધિની વાત છે. જો દિવસની ચર્ચા દરમિયાન ચિત્ત ખૂબ મલિન થઈ ગયું હશે તો તેને ચોખ્ખું કરવામાં ખૂબ સમય અને શક્તિ લગાડવાં પડશે.
આ ઉપરથી આપણે સતત ખ્યાલ રાખવાનો છે કે આપણે આયોજનપૂર્વક માત્ર તેવી જ પ્રવૃત્તિ કરીએ કે જેથી ચિત્ત મોટા દોષોથી મલિન ન થાય. જો ચિત્ત ઓછું મલિન હશે તો તેની શુદ્ધિ અને સ્થિરતા
Page #150
--------------------------------------------------------------------------
________________
ધ્યાન
૧૩૧
સાધવામાં આપણને સહેલાઈ અને સરળતાનો અનુભવ થશે.
ધ્યાતા પુરુષની યોગ્યતા જે આત્મા-અનાત્માનો યથાર્થ વિવેક કરનાર હોય તે વિવેકી કહેવાય છે. જેને દેહ, સંસાર અને ભોગસામગ્રીમાં અનાસક્તબુદ્ધિ ઊપજી હોય તે વૈરાગ્યવાન કહેવાય છે. જે મોક્ષ સિવાય અંતરમાં બીજી ઈચ્છા ન રાખતો હોય તે મુમુક્ષ કહેવાય છે અને ગમે તેવી અગવડ વેઠીને પણ ધીરજ અને સહનશીલતા સહિત જે સાધનામાં લાગ્યો રહે તેને તિતિક્ષા નામનો ગુણ હોય છે. આ સાધનચતુષ્ટયથી સંપન્ન થઈ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓને વારંવાર ભાવવાથી, જીવનમાં આ ભાવનાઓનો અભ્યાસ કરવાથી વિશિષ્ટ પાત્રતા પ્રગટે છે અને ધ્યાન કરવાની શક્તિ વધતી જાય છે.
અહિંસાદિ વ્રતોને, ઈન્દ્રિયો અને મનના નિગ્રહરૂપ સંયમને અને વિવિધ પ્રકારનાં તપને ધારણ કરનાર વિશિષ્ટ પુરુષો ઉત્તમ પ્રકારનું ધ્યાન કરવાને સમર્થ થાય છે.
ધ્યાનની સાધના જ્યાં કોલાહલ ન હોય એવી એકાંત શાંત તપોભૂમિમાં ધ્યાન કરવું વધારે હિતાવહ છે. આહારદિમાં નિયમિતતા અને બ્રહ્મચર્યપાલનમાં પ્રીતિ હોય તેવા સાધકને આસનની સિદ્ધિ જલદીથી થઈ શકે છે. જ્યારે આસનસ્થિરતા એક કલાકની સહેલાઈથી થઈ શકે ત્યારે ધ્યાનમાં પણ વિશેષ એકાગ્રતા આવી શકે છે અને નિદ્રા અને અધનિદ્રારૂપ પ્રમાદ(તંદ્રા)નો જય થઈ શકે છે.
આમ આહાર, આસન અને નિદ્રાનો જય કરીને, આત્માનું શુદ્ધ સ્વરૂપ જેણે જ્ઞાની ગુરુ પાસેથી સારી રીતે જાણ્યું છે તેવો સાધક ક્રમે કરીને વિવિધ પ્રકારનાં ધ્યાનનો અભ્યાસ સફળતાપૂર્વક કરી શકે છે. તે ધ્યાનના અનેક પ્રકાર અને તેની વિગતવાર વિધિ પૂર્વે થયેલા મહાન આચાર્યોના ગ્રંથોથી જાણવી.* અત્રે તો તેનું માત્ર વિહંગાવલોકન અત્યંત સંક્ષેપમાં કર્યું છે ?
ભૂકુટિની મધ્યમાં અથવા હૃદયપ્રદેશમાં (છાતીના ડાબા ભાગમાં) સદ્ગુરુની ચિન્મય મૂર્તિ સ્થાપન કરવી અને ચિત્તવૃત્તિને તેમની નિર્દોષ,
* ધ્યાનના ખાસ અભ્યાસીઓએ જ્ઞાનાર્ણવ. તત્ત્વાનુશાસન, યોગશાસ્ત્ર, યોગપ્રદીપ, યોગદૃષ્ટિસમુચ્ચય, ધ્યાનશતક, અાંગયોગસૂત્ર આદિ અનેક ઉત્તમ શાસ્ત્રોનું અવલોકન કરવું યોગ્ય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સાધક-સાથી
નિર્વિકાર મુદ્રામાં વારંવાર જોડવી. જે પ્રમાણે સરુની મૂર્તિનું ધ્યાન કર્યું તેમ પરમાત્માની પણ શાંત-સૌમ્ય-સ્વરૂપલીન મૂર્તિનું હૃદયમાં સ્થાપન કરી તેમાં ચિત્તવૃત્તિ લીન કરવી. દીપકની જ્યોતના આકારરૂપે ચૈતન્યપ્રકાશથી ભરપૂર એવી આત્મજ્યોતના ધ્યાનનો અભ્યાસ આગળ વધેલા સાધકો કરી શકે છે અને જાણે તે જ્યોતિનો પ્રકાશ આખાય આત્મામાં વ્યાપી જતો હોય તેવી ભાવના કરવાથી ઘણી વાર આત્માના સાત્ત્વિક આનંદની મોજ અનુભવી શકાય છે. | વિવિધ મંત્રોના અક્ષરોનું ધ્યાન, નાદ-આલંબન-ધ્યાન, શ્વાસોચ્છવાસઆલંબન-ધ્યાન વગેરે ધ્યાનના અન્ય પ્રકાર પણ પોતાની શક્તિ, સંજોગ અને ગુરુ પાસેથી મળેલી કેળવણી પ્રમાણે અભ્યાસી શકાય છે.
ક્યા પ્રકારનું ધ્યાન કરીએ છીએ તે અગત્યનું નથી, પણ ધ્યાન કરતી વખતે ચિત્તથી કેટલી શુદ્ધિ અને કેટલી એકાગ્રતા પ્રાપ્ત કરીએ છીએ તે વધારે અગત્યનું છે. ધ્યાનાભ્યાસ દીર્ઘકાલીન છે. ધીરજથી, ખંતથી, વૈરાગ્યથી, તત્ત્વાભ્યાસથી અને સરના માર્ગદર્શન પ્રમાણે શિસ્તબદ્ધ અભ્યાસ કરવાથી અચૂકપણે આત્માના આનંદની લહેરોનો અનુભવ સ્વશક્તિપ્રમાણ આજના જમાનામાં પણ થઈ શકે છે એ વાત નિર્વિવાદ છે, અનુભવમાં આવી શકે છે.
ધ્યાનનું ફળ ધ્યાન એ સર્વોત્તમ તપ છે, તેનું તત્કાળ ફળ ચિત્તપ્રસન્નતા આત્મશાંતિ અને અનુભવરસનો આસ્વાદ આવવો તે છે. સાચા ધ્યાનથી વિકારોનું જોર નાશ પામે છે, કર્મબંધ તૂટે છે અને વધતા ઉલ્લાસથી સાધનામાં આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે અને સમાધિની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. માટે દરેક સાધકે નિયમથી થોડોક પણ ધ્યાનનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. સત્સંગ, સલ્લાસ્ત્ર અને સદાચાર એ ત્રણેનું યથાયોગ્ય અવલંબન લેવાથી ધ્યાનમાં સિદ્ધિની પ્રાપ્તિ જલદીથી અને સહેલાઈથી થાય છે એ વાત અનુભવસિદ્ધ છે.
ધ્યાનનો મહિમા (૧) આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને,
ત્યાગી શકે છે જીવ તેથી ધ્યાન તે સર્વસ્વ છે. (૨) કર્મ ચિત્તની શુદ્ધિ માટે છે. તત્ત્વપ્રાપ્તિ માટે નથી. તત્ત્વસિદ્ધિ તો વિચારથી થાય છે, કરોડો કર્મો કરવાથી પણ થતી નથી. તેથી
Page #152
--------------------------------------------------------------------------
________________
ધ્યાન
૧૩૩
આત્મસ્વરૂપના જિજ્ઞાસુએ કરુણાસિંધુ એવા ઉત્તમ આત્મજ્ઞાની ગુરુને શરણે જઈ આત્મવિચાર(નો અભ્યાસ) કરવો જોઈએ.
(૩) જ્યાં સુધી તત્ત્વભાવના ભાવતો નથી, જ્યાં સુધી (આત્માદિ) વિચારણીય તત્ત્વોનો વિચાર કરતો નથી, ત્યાં સુધી (સાધક) જીવ જન્મમરણથી રહિત એવા (મોક્ષ)પદને પામતો નથી. .
(૪) આત્મધ્યાનથી મોટું સુખ નથી, આત્મધ્યાનથી મોટું તપ નથી તથા આત્મધ્યાનથી મોટો મોક્ષમાર્ગ ક્યાંય પણ કદાપિ નથી.
(૫) તે પરમાત્મતત્ત્વનો અનુભવ થતાં અંતરની મોહગ્રંથિ છેદાઈ જાય છે, સર્વ સંશયો નાશ પામે છે અને કર્મોનો લય થાય છે.
| (s) કર્મોનો ક્ષય થવાથી જ મોક્ષ થાય છે, તે (મોક્ષ)ની પ્રાપ્તિ સમ્યજ્ઞાનથી થાય છે અને તે (સમ્યજ્ઞાન)ની સિદ્ધિ થાય છે. માટે તે (ધ્યાન) આત્માને હિતરૂપ છે.
(૭) ચિત્ત અને ઇન્દ્રિયોની સૌમ્યતા, આરોગ્યતા, કરુણાશીલતા, શરીરનું સુગંધિતપણું, મળમૂત્રની અલ્પતા, કાંતિવાળું શરીર, ચિત્તપ્રસન્નતા અને સૌમ્ય વાણી – આ ધ્યાનારૂઢ પુરુષનાં લક્ષણ હોય છે.
(૮) ગુરુના ઉપદેશને ગ્રહણ કરીને, શાંત ચિત્તથી ધ્યાન કરવાવાળો, અનંત શક્તિનો સ્વામી આ આત્મા મુક્તિ અને ભક્તિ બંનેને પામે છે. જ્ઞાન. લક્ષ્મી, આયુષ્ય, આરોગ્ય, તુષ્ટિ, પુષ્ટિ, તૃપ્તિ, સૌંદર્ય અને સંસારમાં જે કાંઈ પ્રશંસનીય ગણાય છે તે બધુંય ધ્યાન કરનારને આવી મળે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષતાનો સિદ્ધાંત
જગતની દરેક વસ્તુઓમાં અનેક ગુણો દેખાય છે અને તેથી વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે દરેક ગુણોને ગ્રહણ કરવાવાળી દૃષ્ટિ આપણે કેળવવી પડશે. જો આપણે વસ્તુને એક કે બે ગુણો વડે જાણીશું તો તેના બીજા ગુણોનું જ્ઞાન થઈ શકશે નહિ અને જે જ્ઞાન સર્વતોમુખી નથી તે જ્ઞાન અપૂર્ણ હોવાથી પ્રમાણજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાપેક્ષતાનો સિદ્ધાંત સ્વીકારવો યોગ્ય છે.
આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે સાપેક્ષષ્ટિએ વરેલા જ છીએ. આપણે એકની એક જ વ્યક્તિ હોવા છતાં કોઈના પુત્ર, કોઈના પિતા, કોઈના પતિ, કોઈના કાકા, કોઈના મામા, કોઈના શેઠ કે કોઈના નોકર છીએ. કોઈથી ગોરા, કાળા, ઊંચા, ઠીંગણા, હોશિયાર કે મૂર્ખ પણ છીએ. જેની સાથે જે વ્યવહારસંબંધ છે તેની સાથે તે વ્યવહારસંબંધને અનુરૂપ વર્તન કરીએ છીએ, પણ કાંઈ બધા સાથે એક જ સરખો વ્યવહાર કરતા નથી. ઘડપણ આવતાં મિલકતનું જે વીલ (વસિયતનામું) કરીએ છીએ તેમાં વધારે તો સ્ત્રી-પુત્રાદિને જ ફાળવીએ છીએ. બાકીનું ભાઈઓને કે બહેનોને કે ભાણિયા-ભત્રીજાઓને ફાળવીએ છીએ અને અમુક ચોક્કસ રકમ ધર્મકાર્યો કે અન્ય પરોપકારનાં કાર્યો માટે ફાળવીએ છીએ. આમ, જેની સાથે જેવો વ્યવહારસંબંધ છે તે અનુસાર તેની સાથે જગતનો વ્યવહાર કરીએ છીએ. આથી નક્કી થાય છે કે વ્યવહારજીવનમાં આપણે સાપેક્ષતાના. સિદ્ધાંતને સ્વીકાર્યો છે.
જેમ વ્યવહારમાં છે તેમ પરમાર્થમાં પણ સાપેક્ષતાનો સિદ્ધાંત સર્વ પ્રકારના હઠાગ્રહ અને વિરોધાભાસોને શમાવીને અદ્ભુત રીતે વસ્તુવિજ્ઞાનને સમજાવે છે. આત્મસ્વરૂપને સમજવા માટે તેમ જ મોક્ષમાર્ગનું અનુસરણ કે પ્રરૂપણ કરવા માટે આપણને આ સાપેક્ષદૃષ્ટિ ખૂબ જ ઉપકારી હોવાથી ઉપયોગી છે.
આત્માનું સ્વરૂપ એકાંતે શુદ્ધ, અશુદ્ધ, નિત્ય કે અનિત્ય માનવાથી યથાર્થપણે મોક્ષમાર્ગની વ્યવસ્થા અને સાધના બની શકતી નથી. જો આત્મા
Page #154
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષતાનો સિદ્ધાંત
સર્વથા શુદ્ધ હોય તો સાધના દ્વારા તેની શુદ્ધિનો પુરુષાર્થ કરવો ઘટતો નથી અને જો આત્મા એકાંતે અશુદ્ધ સ્વભાવવાળો હોય તો તે કદાપિ શુદ્ધ થઈ શકે નહિ, કારણ કે વસ્તુ પોતાનો મૂળ સ્વભાવ બદલે તે સંભવતું નથી. વળી આ જ સાપેક્ષતાનો સિદ્ધાંત મોક્ષમાર્ગની સાધનામાં પણ અતિશય ઉપયોગી છે. કેટલાક દર્શનકારો માત્ર જ્ઞાન વડે જ પૂર્ણ મોક્ષ માને છે, પણ એકાંત જ્ઞાનથી જો મોક્ષ માનીએ તો સદાચાર, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્યાદિ નિરર્થક ઠરશે. વળી જો માત્ર આચારથી જ મોક્ષ માનીએ તો સંયમ, તપ, ત્યાગાદિના યથાર્થ જાણપણા વિના તેમનું ગ્રહણ કેવી રીતે બની શકે ? શીરો બનાવવા વિશેનું જ્ઞાન જેને ન હોય તે કઈ રીતે શીરો બનાવશે ? લોટ-ઘી-ગોળથી કે માટી-પાણી-મીઠાથી ? વળી પહેલાં ઘીમાં લોટને શેકશે કે પહેલાં ગોળના પાણીમાં લોટ ગરમ કરીને ઉપર ઘી નાખશે ? આમ, જ્ઞાન વિના સંયમ સાધી શકાતો નથી, માટે એકાંત આચારથી મોક્ષમાર્ગની સિદ્ધિ નથી. વળી જ્ઞાન વડે જે જાણ્યું તેની જો અંતરમાં ખરી શ્રદ્ધા ન થઈ હોય તો ચિત્ત શંકાશીલ અને ડોલાયમાન રહેવાથી નિઃશંકપણે મોક્ષમાર્ગમાં પ્રવર્તન થઈ શકશે નહિ. માટે મોક્ષમાર્ગની સિદ્ધિ થવા અર્થે સાચી શ્રદ્ધાની પણ જરૂર
છે.
૧૩૫
આ રીતે સાપેક્ષતાનો સિદ્ધાંત મુમુક્ષુ જીવોને આત્મકલ્યાણની સાધનામાં અને મોક્ષમાર્ગની પ્રરૂપણામાં મહાન ઉપકારી છે અને તે સિદ્ધાંતના પારગામી પુરુષો સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ વડે મોક્ષની સિદ્ધિ કહે છે. વળી ‘સાક્ષાત્ મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ આત્માનુભૂતિરૂપ છે તો પછી મોક્ષની સિદ્ધિ કઈ રીતે થઈ શકશે ?’ એમ જો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનું સમાધાન એમ છે કે સાચાં શ્રદ્ધા-જ્ઞાનઆચરણ દ્વારા આત્મા ઉપર ‘સ'ના સંસ્કારો દૃઢ થાય છે અને તે સંસ્કારોની દૃઢતાથી આત્માનું બળ વધે છે. લોઢાના સળિયાને ખૂબ તપાવવાથી તેની ગમે તે આકારે વળવાની યોગ્યતા વધે છે અથવા મેલાં કપડાંને સાબુમાં પલાળવાથી, ધોકા મારવાથી કે મસળવાથી જ્યારે તે ચોખ્ખું થઈ જાય ત્યારે જ ટિનોપોલ કે ગળી તેના ઉપર એકસરખી રીતે ચડી શકે છે. આવી રીતે જેમ જેમ ભેદરૂપ સવિકલ્પ જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાના અભ્યાસથી આત્મબળ વધતું જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં નિર્વિકલ્પ સમાધિનો અનુભવ જલદી જલદી થતો જાય છે અને અનુભવની પ્રગાઢતા પણ વધતી જ જાય છે. અમુક કક્ષાએ પહોંચ્યા પછી પ્રગાઢ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સાધક-સાથી
નિર્વિકલ્પ-સમાધિના બળથી સર્વ કર્મકલંકને દૂર કરી સાધક જીવનમુક્ત થઈ જાય છે. આમ, આત્મલક્ષે સાધેલા સવિકલ્પ સાધનાના અભ્યાસના બળથી નિર્વિકલ્પ સમાધિની સિદ્ધિ અને પ્રાંતે સર્વ કર્મોથી મુક્ત દશા ઉત્પન્ન થાય છે. આ સાધનાને ભેદભેદ રત્નત્રય' એ સંજ્ઞાથી વીતરાગદર્શનમાં સંબોધવામાં આવી છે અને તેથી જ વીતરાગદર્શનને “સાપેક્ષદર્શન’ અથવા અનેકાન્ત દર્શન' તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રમાણે, જીવનવ્યવહારમાં તેમ જ પરમાર્થસાધનામાં પરમ ઉપકારી અને પરમ ઉપયોગી એવો આ સાપેક્ષતાનો સિદ્ધાંત જે સાધકને શ્રી સરના બોધથી યથાર્થ રીતે સમજાય છે, તેને આ લોકમાં અને પરલોકમાં અનેક કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ દ્વારા અંતે પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થાય
સાપેક્ષતા સિદ્ધાંતનો મહિમા (૧) જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક,
સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. • (૨) નિશ્ચયથી એકરૂપ છે અને વ્યવહારથી અનેકરૂપ છે એવા નયવિરોધને મટાડનાર સાપેક્ષદૃષ્ટિ છે. સર્વ વિવાદનો અંત લાવનાર એ ઉત્તમ અનેકાંતદૃષ્ટિનો વિવેકી પુરુષો આશ્રય લે છે.
(૩) જે દૃષ્ટિ સાપેક્ષ છે તે દૃષ્ટિ સુદૃષ્ટિ છે, જે દૃષ્ટિ નિરપેક્ષ છે તે દૃષ્ટિ અયથાર્થ છે. જગતના સમસ્ત વ્યવહારોની સિદ્ધિ પણ આ સાપેક્ષતાયુક્ત સુદૃષ્ટિથી જ થાય છે.
(૪) કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો, કોઈ નયમાં આગ્રહ કરવો નહિ અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહિ, અને એ આગ્રહ જેને મટ્યો છે તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.
સાપેક્ષતાના સિદ્ધાંતનાં જીવંત દૃષ્ટાંતો
એક પ્રસિદ્ધ આચાર્યને એક મુમુક્ષુએ પૂછ્યું : ગુરુદેવ ! મારે માટે સૌથી સારી સાધના કઈ?
આચાર્ય : ભાઈ તમારે નિયમિત થોડો સમય શાસ્ત્રસ્વાધ્યાય કરવો.
Page #156
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષતાનો સિદ્ધાંત
૧૩૭
મુમુક્ષુઃ ગુરુદેવ ! મારે ઈષ્ટમંત્રનો જાપ કરવો કે નહિ ? આચાર્ય : તે પણ કરો, પરંતુ લક્ષ ઈષ્ટના ગુણસ્મરણમાં રહેવું જરૂરી
મુમુક્ષુ ઃ ગુરુદેવ ! મારે કોનું ધ્યાન કરવું ?
આચાર્ય : ભાઈ ! કોઈ પણ ઉત્તમ ચારિત્રવાળા આત્મજ્ઞાની પુરુષનું ધ્યાન કરો, જેના પ્રત્યે તમારા મનમાં ખૂબ પ્રેમ હોય.
મુમુક્ષુ : ગુરુદેવ ! તો શું કિયાનું કાંઈ મહત્ત્વ નથી ? માત્ર ભાવ જ સાધના છે ?
આચાર્ય : ભાઈ ! બન્ને એકબીજાના સહકારી છે, પરંતુ સતત આત્મજાગૃતિ દ્વારા લક્ષનું વિસ્મરણ ન થવા દેવું તે જ અધ્યાત્મસાધનાનો સાર છે. જો લક્ષ બરાબર રહેશે તો ક્રિયારૂપ સાધના પણ યથાયોગ્યપણે આગળ વધતી રહેશે. કહ્યું છે કેઃ
નિશ્ચયવાણી સાંભળી, સાધન ત્યજવાં નો'ય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
[]
ઈ.સ. ૧૯૩૦ની સાલમાં આચાર્ય શાંતિસાગરજી મહારાજનું ચાતુર્માસ લલિતપુર મુકામે મધ્ય પ્રદેશમાં હતું. તે સમયની આ વાત છે. આચાર્યશ્રીનું શાળાનું ભણતર બહુ જ સામાન્ય હતું, પણ સતત કૃતાભ્યાસ, અદમ્ય લગની અને વારંવારના શ્રવણ-મનનથી તેમનું બુદ્ધિબળ ખૂબ ખીલી ગયું હતું. તે સમયે પ્રસિદ્ધ પંડિત શ્રી દેવકીનંદન પણ લલિતપુર પધાર્યા. તેઓએ આચાર્યને પૂછ્યું કે એક પ્રશ્ન મારા મનમાં ઘણાં વખતથી ઘોળાયા કરે છે. જો આજ્ઞા હોય તો પૂછું. આચાર્યું અનુમતિ આપી ત્યારે પંડિતજી કહે : ‘મુનિના ચોથી લાખા ઉત્તરગુણ કોઈની સ્મૃતિમાં કેવી રીતે રહી શકે ? જો ન રહી શકે તો તેમનું નિરતિચાર પાલન કેવી રીતે બની શકે ?”
આચાર્ય કહે : 'તમારો પ્રશ્ન ગંભીર અને મહત્ત્વનો છે. સાચા મુનિજનોને તો જે રીતે જગતના સમસ્ત પર-પદાર્થો પ્રત્યે નિષ્પક્ષ અને નિરીહવૃત્તિ રાખવાની કહી છે. તેવી રીતે નિરંતર આત્મધ્યાનમાં પણ લીન
રહેવાનું કહ્યું છે. આમ જ્યારે મુનિનો આત્મા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સાચા Jain Education international
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સાધક-સાથી
ધ્યાનમાં લાગે છે ત્યારે તે જ શાસ્ત્રમાં કહેલા આ બધાય ચોર્યાશી લાખ ઉત્તગુણોનું પાલન સ્વયમેવ થઈ જાય છે અને તે ગુણોનો જુદો જુદો હિસાબ રાખવાની જરૂર પડતી નથી. કહ્યું છે કે :
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તનો; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે,”
નિયમસાર : ગાથા é) આવો સાપેક્ષદૃષ્ટિયુક્ત શાસ્ત્રસંમત ઉત્તર સાંભળી પંડિત દેવકીનંદનને હર્ષ થયો અને તેમના મનનું સમાધાન થયું.
આવું ઉત્તમ ફળ છે સાપેક્ષ જ્ઞાનપદ્ધતિનું !
મધ્યયુગના સંતોમાં મહાત્મા કબીરજીનું નામ ખૂબ પ્રસિદ્ધ છે.
એક વખત કોઈ માણસે મોટું પાપ કર્યું પણ પાછળથી તેને ખૂબ પસ્તાવો થયો. મિત્રોએ તેને સલાહ આપી કે તું કબીરજીની પાસે જઈ પ્રાયશ્ચિત લે. પેલો માણસ કબીરજીને ઘેર આવ્યો પણ તેઓ બહાર ગયા હતા. તે માણસે કબીરજીનાં ધર્મપત્નીને સઘળી હકીકત જણાવી. કબીરજીનાં ધર્મપત્નીએ તે માણસને ખૂબ ભાવથી પ્રભુનું નામ-સ્મરણ ત્રણ વાર કરવા જણાવ્યું. પેલા માણસને તેમ કરવાથી પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ્યો.
આ વાત કબીરજીના જાણવામાં આવી. તેઓએ ધર્મપત્નીને પૂછયું : શા માટે તેં પ્રભુનું નામ ત્રણ વાર લેવાનું કહ્યું? શું એક જ વારના સાચા નામસ્મરણથી પ્રભુપ્રેમ ન પ્રગટી શકે ?”
ધર્મપત્નીએ જવાબ આપ્યો : “મનથી. વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે પ્રભુનું નામસ્મરણ લેવાય તે માટે મેં ત્રણ વાર પ્રભુનું નામસ્મરણ કરવા જણાવ્યું હતું.’
ધર્મપત્નીની આવી વિશિષ્ટ યુક્તિવાળી દૃષ્ટિથી કબીરજી પ્રસન્ન થયા અને તેમને ધન્યવાદ આપ્યા.
Page #158
--------------------------------------------------------------------------
________________
૨૭
જીવનની સાચી સફળતા
ભૂમિકા
આ દુનિયામાં અનેક પ્રકારના માણસો અનેક પ્રકારનાં કાર્યો કરી રહેલા આપણે જોઈએ છીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચતુર્વિધ લક્ષથી પ્રેરાઈને, પોતપોતાની શક્તિ પ્રમાણે, સંયોગ પ્રમાણે, પ્રાપ્ત થયેલી શિસ્ત અને માર્ગદર્શન પ્રમાણે તથા અંત:પ્રેરણા અને બુદ્ધિબળને અનુસરીને માણસ જીવનપ્રવાહમાં આગળ વહ્યો જાય છે. સામાન્ય અને મધ્યમ કક્ષાની સફળતા
સામાન્ય માણસ તો પોતાનું અને પોતાના કુટુંબનું ભરપોષણ કરી, પશુ આદિના ભવોમાં જેમ કર્યું હતું તેમ – જન્મવું, મોટા થવું, વંશવેલો વધારવો, વૃદ્ધ થવું અને મૃત્યુના મુખમાં હોમાઈ જવું – એ રૂપ સામાન્ય પ્રકૃતિ-આધીન જીવન જીવીને પોતાની જીવનલીલા સમાપ્ત કરે છે. અમારી દૃષ્ટિમાં મનુષ્યભવરૂપી અમૂલ્ય અવસરને તે હારી જાય છે.
કાંઈક વિવેકી પુરષો તેથી આગળ જાય છે અને માત્ર પોતાનો જ વિચાર ન કરતાં અન્ય જીવોનું પણ કલ્યાણ કેમ થાય, મારું વર્તમાન જીવન કેમ ઉન્નત બને, પામેલો મનુષ્યભવ કેવી રીતે કંઈક સાર્થકપણાને પામે તેવા વિચારથી પ્રેરાઈને પોતાના જીવનને સાદું, સંતોષી, સદ્ગુણસંપન્ન, નિયમિત અને ન્યાયપૂર્ણ બનાવતા થકા યથાશક્તિ પરોપકાર, દાન સેવાપરાયણતા અને સુકૃત-અનુમોદના(સારા કાર્યનું અનુમોદન કરવું)ને અંગીકાર કરે છે અને માનવભવનું કંઈક અંશે સફળપણું કરે છે.
જો કે ઉપર વર્ણવ્યા તેવા મનુષ્યો પણ આ જમાનામાં પ્રમાણમાં ઓછા દેખાય છે. જો તેવા પુરુષો ખરેખર પોતાનું જીવન ધન્ય બનાવવા માગતા. હોય તો તેમણે પણ સૂક્ષ્મ વિવેકને પોતાના જીવનમાં અપનાવવાની આવશ્યક્તા છે અને સામાન્યપણે તેવા વિવેકપ્રાપ્તિના ઉત્તમ સાધન તરીકે તેમણે સત્સંગનો અથવા આત્મજ્ઞાની પુરુષનો સમાગમ કરવો યોગ્ય છે. ઉત્તમ સફળતાનું સ્વરૂપ
તે મનુષ્ય મહાન છે, જે આત્માના આનંદથી તૃપ્ત હોવાને લીધે બીજું
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સાધક-સાથી
કાંઈ ઈચ્છતો નથી, અને જો ઇચ્છે તો અન્ય જીવોનું પણ સાચું સુખ જ ઇચ્છે છે. આવો આત્માનો આનંદ આત્મજ્ઞાન દ્વારા સંપન્ન થાય છે, તે આત્મજ્ઞાનનું મુખ્ય સાધન પાત્રતા પ્રાપ્ત કરી સંત પુરુષો પાસેથી સત્ય તત્ત્વનો બોધ પામવો તે છે અને પ્રાપ્ત થયેલા બોધ પ્રમાણે પોતાના જીવનને એક નવીન, દિવ્ય, સુંદર અને સ્વાધીન ઢાંચામાં ઢાળવા માટે સતત પુરુષાર્થમય રહેવું તે છે. આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવું તે આ જગતનું સૌથી મોટું પરાક્રમ છે, કારણ કે તેમ કરી શકનાર પુરુષ સર્વોત્તમ પદને પામે છે – જીવનમુક્ત થઈ પરમાનંદ અનુભવી જન્મ-મરણથી રહિત થઈ જાય છે. ઉત્તમ સફળતા અર્થે જીવનમાં પ્રયોગ
જીવનમાં આવી ઉત્તમ સફળતાનો પ્રયોગ કરવો જોકે ઘણો જ કઠિન છે તો પણ સાથે સાથે તે સરળ, સ્વાભાવિક અને સ્વાધીનપણે સંપાદન કરી શકાતો હોવાને લીધે દરેક મનુષ્ય, મૂળમાં તે કરવાની શક્તિ ધરાવે છે એવો અભિપ્રાય મહાન પુરુષોએ વ્યક્ત કર્યો છે. આ કાર્ય કરવા માટેનાં સાધનોમાં મુખ્યપણે જ્ઞાનની, ચારિત્રની અને ભક્તિની આરાધનાની આવશ્યકતા છે. ચારિત્રની નિર્મળતા માટે સામાન્યપણે આગળ જે સગુણસંપન્ન પુરુષનું વર્ણન કર્યું તેના વિવિધલક્ષી ગુણોને પોતાના દૈનિક જીવનમાં સંપાદન કરવા માટે અભ્યાસ કરવાનો છે અને સંપાદિત કરેલું સદાચારમય જીવન કલંકિત ન બને તે માટે સતત જાગૃતિ અને સજ્જનસંગતિને સ્વીકારવાનાં છે.
જ્ઞાનની આરાધના તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સાધકે આળસ, અનારોગ્ય, અભિમાન અને આસક્તિનાં કારણોનો બળપૂર્વક પ્રતિકાર કરીને જ્ઞાનની આરાધના કરવી પડશે. આવી જ્ઞાન-આરાધનામાં રસ કેળવવા માટે પ્રથમ ભૂમિકામાં સત્સંગની ટેવ પાડવાની છે અને પછી પોતે જ અર્ધા કલાકથી માંડીને ત્રણ કલાક સુધીના વ્યક્તિગત સ્વાધ્યાયનો નિયમ લેવાનો છે. નીતિમત્તાનાં, સત્વરુષોનાં નિર્મળ ચરિત્રોનાં અને તત્ત્વ પરિજ્ઞાન કરાવનારા પૂર્વાચાર્યોનાં કે સંતોનાં ઉત્તમ વચનોનું સાપેક્ષ દૃષ્ટિથી આત્મકલ્યાણ અર્થે વાચન, વિચાર, લેખન અને સ્મરણ કરવાનું છે. જેમ જેમ અનુભવી સંતોનાં વચનો સાધકને ખરેખર સમજાતાં જાય છે તેમ તેમ અપૂર્વ ઉલ્લાસ વધતો જાય છે અને આત્મવિકાસના પંથે આગળ વધવાનું બને છે, જેના પરિણામે બુદ્ધિ વધે છે, દુર્ગુણો ઘટે છે, નિઃશંકતા આવે છે અને સર્વતોમુખી આત્મસાધના બને છે. સ્વાધ્યાયની આ સાધનાની સાથે સાથે
Page #160
--------------------------------------------------------------------------
________________
જીવનની સાચી સફળતા
૧૪૧
ભક્તિની આરાધના માટે પરમાત્માની શ્રવણ, સ્મરણ કે પૂજન-કીર્તિનરૂપી ભક્તિનો પણ અધ કે એક કલાકનો નિયમ લેવો જરૂરી છે. આમ કરવાથી પરમાત્મા તથા સદ્ગરના ગુણોનું આપણા જીવનમાં માહાભ્ય ઊગી નીકળે છે અને સહેજે સહેજે વિનયની આરાધના બનતી જાય છે.
આ પ્રમાણે જ્યારે સાધક આગળ વધે છે ત્યારે સાધનાનાં વધારે ઊંચાં શિખરો સર કરવા માટે તેને મોટું પરાક્રમ કરવું પડે છે. ખાવાપીવાનું અને પહેરવા-ઓઢવાનું સાદું રાખવું, સ્વજન-મિત્રો વડે વેદિયા-ભગતડા કહેવાતા છતાં સમભાવ રાખવો, ઠંડી-ગરમી વેઠીને પણ લીધેલા ઉત્તમ નિયમને નિભાવવો, તીર્થયાત્રામાં કે દાનધર્મમાં ઉત્સાહપૂર્વક જોડાવું, સત્સમાગમમાં રુચિવાન થવું, સહનશીલતા કેળવવી અને ધનનો વિશેષ સાહસથી સત્કાર્યો માટે સદુપયોગ કરવો, એકાંત અધ્યયન કે ચિંતનમનનમાં ચિત્તને લગાડેલું રાખવું, નાટકસિનેમા, રાજકીય ચર્ચાઓ, ખાવાપીવાની વાતો વગેરેમાં રસ ન લેવો એ ઇત્યાદિ પ્રકારે આત્મજાગૃતિપૂર્વક વર્તવાથી ધીમે ધીમે એક મહાન અધ્યાત્મવ્યક્તિત્વનો ઉદય થાય છે. જેના બળ વડે આ સાધક આત્મા સિંહ-વાઘથી ડરતો નથી, રાજા-મહારાજા-નગરશેઠપ્રધાન-શ્રીમંત-શાહુકારની શેહમાં તણાતો નથી, ગમે તેટલાં ધન-પ્રલોભનો, ઇન્દ્રિયવિષયની સામગ્રીઓ કે મોટું જગપૂજ્યપણું પ્રાપ્ત થવા છતાં અંતરથી ડોલાયમાન થતો નથી કે શરીરમાં મોટા રોગ વગેરે ઉત્પન્ન થાય તો પણ ગભરાટ કે આકુળ-વ્યાકુળતા અનુભવતો નથી.
આમ, જેણે દુનિયામાં આવી બેતાજ બાદશાહી પ્રાપ્ત કરી હોય, સ્વાધીનપણે જ્ઞાન અને આનંદમાં નિરંતર મગ્ન હોય, જગતના જીવો જાણમાં હોય વા જાણબહાર હોય તોપણ તે પુરુષે આત્મરાજ્ય પર સંપૂર્ણ વિજય મેળવ્યો હોવાથી તેણે સર્વોત્કૃષ્ટ પરાક્રમ દ્વારા જીવનની સાચી સફળતા પ્રાપ્ત કરી એમ અમે જાણીએ છીએ અને તેવા પુરુષના ચરણકમળ પ્રત્યે પ્રત્યક્ષ કે પરોક્ષ દાસત્વ સ્વીકારવાના નિરંતર પ્રયત્નમાં છીએ.
જીવનની સાચી સફળતાનાં જીવંત દૃષ્ટાંતો
આજથી એકસો દસ વર્ષ પહેલાં દેવદિવાળીને દિવસે સૌરાષ્ટ્રના મોરબી રાજ્યના વવાણિયા ગામે એક મહાપુરુષનો જન્મ થયો હતો. તેમનું નામ રાયચંદભાઈ હતું.
બાળપણથી જ તેમની બુદ્ધિશક્તિ અભુત હતી. તેઓ જાતિસ્મરણ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સાધક-સાથી
જ્ઞાન (પૂર્વભવનું સ્મરણ), શીઘ્રકવિત્વ અને શતાવધાનથી વિભૂષિત હોવા છતાં પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેના પુરુષાર્થને જ જીવનમાં મુખ્ય ગણતા અને તેમ વર્તતા. જો કે તેઓને મુંબઈમાં ઝવેરાતનો ધંધો હતો છતાં ન્યાયનીતિથી તેમાં રહીને પણ પોતે તો વિશેષ સમય શાસ્ત્રાધ્યયન અને આત્મચિંતનમાં જ ગાળતા અને પ્રસંગોપાત્ત સત્સંગ અર્થે બહાર પણ જતા. - મહાત્મા ગાંધીજી તેમના વિશે કહે છે :
દેખાવ શાંતમૂતિનો હતો. ખાતાં, બેસતાં. સૂતાં – પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિશે તેમને મોહ થયો હોય એમ મેં જોયું નથી. બાહ્ય આડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી.
જેને આત્મકલેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે. તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. મેં ઘણાંનાં જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે શ્રીકવિના જીવનમાંથી છે. એમના જીવનમાંથી ચાર ચીજો શીખીએ : (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા, (૨) જીવનની સરળતા, આખા સંસાર સાથે એકવૃત્તિથી વ્યવહાર, (૭) સત્ય, અને (૪) અહિંસામય જીવન.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પ્રકારના પુરુષાર્થને યથાસ્થાને સ્વીકારી, અપક્ષપાતપણે આત્મજ્ઞાનપ્રાપ્તિને જ જીવનનું મુખ્ય ધ્યેય બનાવી, અનેકવિધ સદ્દગુણોને પોતાના જીવનમાં પ્રગટાવી અને ઉત્તમ અધ્યાત્મસાહિત્યની રચના કરી શ્રીમદ્ રાજચન્દ્રજીએ એક સુંદર સાધકજીવનનું દૃષ્ટાંત વર્તમાન કાળમાં આપણને પૂરું પાડ્યું છે. આમ, ધર્મમય જીવન જીવીને જીવનની સાચી સફળતાનો રાહ તેમણે આપણને દેખાડ્યો છે તે આપણા સાધક-જીવનને ખૂબ જ પ્રેરક બની રહો.”
[૨]
અમેરિકાના પ્રથમ પ્રમુખ જૉર્જ વૉશિંગ્ટને પોતાના દેશ માટે જીવન સમર્પણ કર્યું હતું અને તેના મુખ્ય સેનાપતિપદે રહ્યા પછી સૌએ તેમને પોતાના દેશના પ્રથમ પ્રમુખ નીમીને તેમનું યોગ્ય બહુમાન પણ કર્યું હતું.
દેશને વ્યવસ્થિત કર્યા પછી તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી હતી અને એક સાધારણ બંગલામાં રહી સાદાઈ, સુખ અને શાંતિપૂર્વક પોતાનું
Page #162
--------------------------------------------------------------------------
________________
જીવનની સાચી સફળતા
૧૪૩
જીવન પ્રભુસ્મરણમાં ગાળ્યું હતું. જો કે તેઓએ સેનાપતિપદની ફરજ નિભાવવા અનેક યુદ્ધો કર્યા હતાં, છતાં તેમન. હૃદયમાં કોઈ પણ મનુષ્ય પ્રત્યે જરા પણ દ્વેષ નહોતો. તેઓ એક મહાન સદાચારી, વિશાળ હૃદયવાળા, સન્માર્ગે ચાલનારા, દેશભક્ત, સ્વાર્થરહિત અને ઈશ્વર પર દૃઢ વિશ્વાસ રાખનારા પુરુષ હતા. તેમણે પોતાના જીવન વડે જ અનેક દેશવાસીઓને સત્યમ્ શિવમ્ સુંદરમનો ઉપદેશ આપ્યો હતો.
[૩] એક સભામાં એક વાર કોઈએ મહાત્મા ગાંધીજીને પૂછ્યું : બાપુજી, આપના જીવનની શક્તિ અને સફળતાનું રહસ્ય શું છે ? તેઓએ કહ્યું કે, હું જે જીવન જીવ્યો છું તે જીવનના મુખ્ય આધાર છે સત્ય અને અહિંસા. તેની સાધનામાં મને નીચે પ્રમાણે વર્તવાથી સફળતા મળી છે :
શુદ્ધ હૃદય. શુદ્ધ અંતઃકરણ, ઠંડો દિમાગ, ઈશ્વરનું નિયમિત ધ્યાન, કામોત્તેજક ઈન્દ્રિયસુખોનો ત્યાગ, મદિરા-ધૂમ્રપાન અને મસાલાનો ત્યાગ, સર્વથા શાકાહારી ભોજન, સર્વ માનવ બંધુઓ પર પ્રેમ.”
વર્તમાનમાં આપણા દેશવાસીઓ જો ગાંધીજીના માર્ગે ચાલવાની ભાવના રાખતા હોય અથવા જો તેમનું શિષ્યત્વ સ્વીકારતા હોય તો આમાંનું તેત્રીસ ટકા (પાસ કલાસ) પણ આચારવાથી આપણું જીવન મહાન, સફળ અને શાંતિમય બની જાય.
10ain Education International
Page #163
--------------------------------------------------------------------------
________________
સંસાર – પરિભ્રમણ
અજ્ઞાન અને અસંયમને વશ થયેલા જીવ વિવિધ પ્રકારનાં કર્મબંધનના કારણોમાં પ્રવર્તે છે. આમ બંધાયેલાં કર્મોનાં ફળરૂપે ચાર ગતિમાં અને ચોયસિી લાખ યોનિમાં તેને જન્મ ધારણ કરવો પડે છે. આ પ્રકારની વિવિધ ગતિ-યોનિમાં જન્મ જરા-મરણારૂપી અને આધિ-વ્યાધિ- ઉપાધિરૂપ દુઃખ પરંપરાઓને પામવું તેને સંસાર-પરિભ્રમણ કહીએ છીએ.
મનુષ્યગતિ. પશુગતિ, દેવગતિ અને નરકગતિ એમ ગતિના પ્રકાર ચાર છે. યોનિના ચોર્યાશી લાખ પ્રકાર શાસ્ત્રકારોએ કહ્યા છે જેની ગણતરી નીચે મુજબ જાણવી : નિત્યનિગો
લાખ ઇતરનિગોદ . . . .
૭ લાખ યોનિ પૃથ્વીકાય . . . . . . ૭ લાખ યોનિ જળકાય . . . .
. ૭ લાખ યોનિ અગ્નિકાય . . .
લાખ યોનિ વાયુકાય . . . . .
લાખ યોનિ વનસ્પતિકાય
લાખ યોનિ બે-ઇન્દ્રિય
લાખ યોનિ ત્રણ-ઇન્દ્રિય
લાખ ચાર-ઈન્દ્રિય . .
• • • • • • • . . . ૨ લાખ યોનિ દેવ . . . . . .
• • • • • • • • • . . . ૪ લાખ યોનિ નારકી . . . . .
લાખ યોનિ તિર્યંચ પંચેન્દ્રિય . . . . . . . . ૪ લાખ યોનિ મનુષ્ય . . . . . . . . . . . . ૧૪ લાખ . . . . . . . . . . . . . કુલ ૮૪ લાખ યોનિ
પશુગતિ અને મનુષ્યગતિનાં દુઃખો પશુગતિ અને મનુષ્યગતિનાં દુઃખો તો ઉઘાડી આંખે અત્યારે પણ
છે.
૦
૦
યોનિ
જ
Page #164
--------------------------------------------------------------------------
________________
સંસાર – પરિભ્રમણ
૧૪૫
જોઈ શકાય છે. પશુપતિમાં મુખ્યપણે બંધન છે, પરાધીનતા છે. આહાર-પાણી પોતાનો માલિક આપે તો જ અને તેટલાં જ મળે છે. જેટલા પ્રમાણમાં જેવો આહાર જે સમયે મળે તેટલા પ્રમાણમાં તેવો આહાર તે સમયે ગ્રહણ કરવો પડે છે. કાંઈ પણ પોતાની ઈચ્છા મુજબનું મળી શકતું નથી. અપવાદરૂપે કોઈ મોટા રાજા કે શેઠિયાને ત્યાં પાળેલા કૂતરા કે ઘોડાને ખાવાપીવા બાબતની સગવડ હોય છે તથાપિ ત્યાં પણ પરાધીનતાનું દુઃખ તો રહે જ છે. ઘોડા, ગધેડાં, બળદ, ઊંટ, ખચ્ચર આદિમાં ભાર વહન કરવો પડે છે. થાક લાગે તો પણ સખત કામ કરવું પડે છે. નાક, મોટું, પગ આદિમાં છેદન-ભેદન સહન કરવું પડે છે અને લાકડી, પરોણી કે ચાબુકના માર સહન કરવા પડે છે.
અન્ય સ્વૈરવિહારી પશુ-પંખીઓને પણ દુઃખ છે. હરણ, સસલાં, સાબર, શિયાળ વગેરેને નિરંતર સિંહ-વાઘ-ચિત્તા આદિ ક્રૂર પશુઓ તરફથી વધનો ભય હોય છે. નાનાં પંખી કે માછલી વગેરેને મોટાં પંખીઓ કે મગરમચ્છ તથા અન્ય શિકારીઓ વગેરેથી નિરંતર ભય રહે છે.
ઠંડી, ગરમી, રોગ વગેરેથી તો સમસ્ત પશુઓને નિરંતર અરક્ષાભય હોય છે. જો કે વર્તમાનમાં પશુચિકિત્સકો કંઈક અંશે તેમને મદદરૂપ થાય છે, પરંતુ ત્યાં પણ યથાયોગ્ય નિદાન અને ઈલાજ, અનેક કારણોને લઈને માત્ર અપવાદરૂપે જ બની શકે છે. મનુષ્યભવનાં દુઃખો
ગભવિસ્થામાં માતાના ઉદરમાં નવ માસ સુધી ઊંધે માથે લટકવું પડે છે અને મળ-મૂત્ર-લોહી વગેરેની મધ્યમાં રહેવું પડે છે. તે પ્રત્યક્ષપણે જ ખૂબ કષ્ટદાયક છે. બાળપણમાં માનવ પરતંત્ર છે. બોલી શકતો નથી, ચાલી શકતો નથી, ભૂખ-તરસનું નિવેદન માત્ર રડીને કરી શકે છે અને રોગાદિનું દુઃખ પરાધીનપણે સહન કરે છે ; કારણ કે તે કહી શકતો નથી. ખાવું-પીવુંનહાવું, વસ્ત્રાદિ વગેરેની પ્રાપ્તિ પણ પરાધીનપણે જ થાય છે.
યુવાનીમાં ઈન્દ્રિયાદિનું બળ વધે છે અને કાંઈક સ્વતંત્રતા છે તો પણ રોગાદિ ગમે ત્યારે હુમલો કરી શકે છે. પરિવાર માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. નિરંતર ધનવૃદ્ધિ, કીર્તિલાભ આદિની ચિંતા કર્યા કરે છે. ઈચ્છા ઘણી મોટી હોય છે પણ પ્રાપ્તિ તેથી અલ્પભાગે જ હોવાથી નિરંતર અતૃપ્તિ અને ખેદખિન્નતા રહ્યા કરે છે. વૃદ્ધાવસ્થામાં આંખ, કાન, પગ આદિની શક્તિ જતી રહે છે. સર્વ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સાધક-સાથી
ગાત્રોની શિથિલતા સહિત કમર વળી જાય છે. ચામડીએ કરચલીઓ પડી જાય છે. આંખ-કાન-નાક-મોંમાંથી પાણી વહ્યા કરે છે. અતિવૃદ્ધાવસ્થામાં લગભગ સંપૂર્ણ પરતંત્રતા અને સ્મૃતિભ્રમ પણ ઘણી વાર દેખા દે છે.
આ ઉપરાંત ક્ષય, દમ, રક્તપિત્ત, લકવો, હૃદયરોગ, લોહીનું દબાણ, કૅન્સર, મધુપ્રમેહ (ડાયાબિટીસ), ભગંદર, હોજરીની ચાંદી વગેરે અનેક મોટા રોગોમાંથી કોઈ પણ રોગ ક્યારે લાગુ પડી જાય તે કહી શકાતું નથી.
જો કે પુણ્યના ઉદયથી કોઈક મનુષ્યો બહારથી સુખી દેખાય છે, પરંતુ તેની સંખ્યા અલ્ય છે અને તે સુખનું ખરું કારણ પણ પૂર્વભવમાં ધર્મની આરાધનાથી સંચિત થયેલું પુણ્યકર્મ જ છે. નરકગતિ અને દેવગતિનાં દુઃખો
આ બે ગતિઓનાં દુઃખ જો કે પ્રત્યક્ષપણે દેખી શકાતાં નથી, છતાં પણ પૂર્વે થયેલા મહાપુરુષોના જ્ઞાનના આધારે તેનું વર્ણન અત્રે વિચારીએ છીએ.
નરકગતિમાં નિરંતર છેદન-ભેદન-તાડન-ખંડન વગેરેનાં દુઃખો છે. ત્યાં પૂર્વભવના સ્મરણથી તથા અન્ય નીચ દેવાદિકોની પ્રેરણાથી તથા સ્વભાવ અતિ ઉગ્ર હોવાથી નરકના જીવો નિરંતર એકબીજા સાથે લડવામાં અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે.
ભૂખ-તરસ, રોગ, શીત-ઉષ્ણ વગેરેથી પણ તેઓ નિરંતર દુઃખી છે. ત્યાં કોઈ પણ સહાય કરનારું કે શાંતિ આપનારું નથી. લાંબા આયુષ્યથી આવાં દુઃખો દીર્ઘકાળ સુધી નરકના જીવોને પરાધીનપણે ભોગવવાં પડે
છે.
દેવગતિમાં જો કે બાહ્ય સુખની સામગ્રી કાંઈક વિશેષ છે તો પણ લોભ, ઈષ અને રતિની અધિકતાથી નીચેના દેવો, ઉપરના દેવોની રિદ્ધિ-સિદ્ધિ જોઈને મનમાં બળે છે અને લોભાદિથી નિરંતર આકુળ-વ્યાકુળ રહે છે. ઉપરના દેવો કે જ્યાં આત્મજ્ઞાન સહિતપણું છે ત્યાં દુઃખનું વેદન ઓછું છે. કારણ કે ક્રોધાદિનું મંદપણું છે, સંતોષ છે અને વિષયલોલુપતાની ન્યૂનતા છે, છતાં ત્યાં પણ સ્વાભાવિક-આત્મિક સુખનો સભાવ મહદંશે નથી એટલે પરાધીનપણું તો છે જ.
આ પ્રમાણે ચાર ગતિનાં દુઃખોને જાણવાથી સંસારના સાચા સ્વરૂપનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. ભવભ્રમણનો તીવ્ર ભય લાગે છે, વૈરાગ્યભાવની વૃદ્ધિ થાય છે અને આવાં દુઃખોથી જલદીથી છૂટવાનો ઉપાય અવશ્ય કર્તવ્ય છે એમ નક્કી થતાં મુમુક્ષુદશા વર્ધમાન થાય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
સંસાર - પરિભ્રમણ
૧૪૭
દુઃખરૂપ સંસારપરિભ્રમણ (૧) જન્મવું તે દુઃખરૂપ છે, ઘડપણ તે દુઃખરૂપ છે, પુનઃ પુનઃ ભવાટવીમાં ભટકવું તે દુઃખરૂપ છે, સંસારરૂપ અનંત સાગર દુસ્તર અને દુઃખરૂપ છે, તેથી હે બુદ્ધિમાન પુરુષો ! જાગો ! જાગો !!
(૨) આ વીતરાગનો કહેલો ધમ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો ! અને જન્મ-મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !
હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા; નહિ તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
(૩) જગતમાં નિરાગીત્વ, વિનયતા અને પુરુષની આજ્ઞા એ નહિ મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો, પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણો પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ !
(૪) ભયંકર નરકગતિમાં, પશુગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જિનભાવના (પરમ શાંતસ્વરૂપ ચિંતવના) ભાવ ચિંતવ. (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય).
સંસારપરિભ્રમણનું જીવંત દૃષ્ટાંત
પંદરમી સદીમાં થયેલા શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રસિદ્ધ શિષ્ય કવિશ્રી રૂપગોસ્વામીના પૂર્વજીવનનો આ પ્રસંગ છે :
તેઓ બંગાળમાં ગૌડ રાજ્યના સુલતાન અલાઉદ્દીન શાહના વજીર તરીકે કામ કરતા હતા. સુલતાન તેમના કામથી ખૂબ સંતુષ્ટ હતો અને રૂપગોસ્વામી પણ વફાદારીથી તેમની સેવા કરતા હતા. એક વાર એવું બન્યું કે નવાબના હુકમ મુજબ સવારમાં તેઓ તેમના દરબારમાં જઈ રહ્યા હતા. ચોમાસાનો સમય હતો અને ધોધમાર વરસાદ વરસતો હતો. કોઈ એક ભિખારીની પત્ની તેના પતિને ભિક્ષા માગવા સારુ બહાર જવાને કહી રહી હતી ત્યારે ભિક્ષુકે જવાબ આપ્યો : “આ સમયે તો કોઈ ગુલામ કે પારકાની નોકરી કરનાર હોય તે જ બહાર નીકળે. કૂતરા અને શિયાળ જેવાં પણ અત્યારે તો બહાર ન નીકળે તો હું શા માટે બહાર જાઉં ?” આ શબ્દો રૂપગોસ્વામીના કાને પડ્યા અને જરાક ઊંડો વિચાર કરતાં તેમના આત્મામાં
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સાધક-સાથી
વૈરાગ્ય ઊપજ્યો અને પોતાના આત્માને કહેવા લાગ્યા : “સામાન્ય ધનવૈભવ અને માનમરતબામાં ફસાઈને હું આ પરાધીન જીવન ગાળું . ઉત્તમ મનુષ્યભવ પામ્યા છતાં મારું જીવન પશુસમાન જ છે. હું કેવો મૂર્ખ કે હજુ સુધી મેં મારા સાચા અને શાશ્વત જીવનની પ્રાપ્તિ માટે કાંઈ પણ વિચાર કર્યો નથી. જો આમ ને આમ મૃત્યુ આવશે તો મારી શી ગતિ થશે ? હવે તો શેષ જીવન ભગવદ્ભક્તિ અને આત્મચિંતનમાં જ ગાળીશ.”
આવી સુવિચારણામાં દૃઢ થતાં તેઓએ તે જ દિવસે રાજીનામું આપી દીધું અને સત્સંગ-ભક્તિની આરાધનામાં લાગી જઈ આગળ ઉપર એક મહાન કવિ, પંડિત અને ભક્તરાજની પદવી પ્રાપ્ત કરી.
Page #168
--------------------------------------------------------------------------
________________
૨૯
જેટલી ભૂખ લાગી હોય તેટલો જ માત્ર આહાર ગ્રહણ કરવો અથવા તેથી કાંઈક ઓછો આહાર ગ્રહણ કરવો તેને સામાન્ય રીતે મિતાહાર કહેવામાં આવે છે. અત્રે વ્યાવહારિક વ્યાખ્યાના સંદર્ભમાં સામાન્યપણે એમ જાણવું કે જે ભોજન લીધા પછી સ્વસ્થ રીતે શારીરિક કે માનસિક કાર્ય કરવામાં ખાસ અડચણ નડે નહિ તે ભોજનને આપણે મિતાહાર ગણીએ.
મિતાહાર
મિતાહારના આધ્યાત્મિક જીવન સાથેના ગાઢ સંબંધને સર્વ દર્શનકારોએ અને સંત મહાત્માઓએ સર્વસંમતિથી સ્વીકાર્યો છે. વર્તમાન શરીરવિજ્ઞાને પણ મગજના જ્ઞાનતંતુઓ અને હોજરીનો ગાઢ સંબંધ દર્શાવ્યો છે (Through Vagus Nerve). જેઓને અઘરા અને અગત્યના નિર્ણય લેવાના હોય, બપોરના સમયે જરા પણ આરામ લેવાનો ન હોય, સૂક્ષ્મ યંત્રોની કાર્યદક્ષતા કે સમગ્ર ખાતાની જવાબદારી અદા કરવાની હોય તેવા બૅન્ક કે કંપનીઓના ડિરેકટરો કે વ્યવસ્થાપકો, મોટા ડૉક્ટરો કે સર્જનો વગેરે પણ બપોરના અલ્પાહારથી ચલાવી લે છે; કારણ કે પેટ ભરીને ભોજન કર્યા પછી કાર્યક્ષમતામાં ઘણી ન્યૂનતા આવે છે એવો તેમનો અનુભવ હોય છે. આમ, અનેક અનુભવોથી સામાન્ય શરીરની સ્ફૂર્તિ, હોજરીની સ્થિતિ અને વિચાર-મનન-ધ્યાન કરવાની પ્રક્રિયાઓ એકબીજા સાથે સંકળાયેલી પુરવાર થઈ છે.
સાદો, સાત્ત્વિક, મરી-મસાલા-તેલ વગેરે જેમાં ઓછાં હોય તેવો અને સહેલાઈથી પચે તેવો આહાર સાધકને માટે યોગ્ય છે. બહુ ઘીવાળી, પચવામાં ભારે હોય તેવી તથા મીઠાઈ વગેરે વાનગીઓ ભોજનમાં લેવાથી પચવામાં ઘણો સમય લાગે છે. તેવી વાનગીઓ લાંબા સમય સુધી હોજરી તથા નાના આંતરડામાં રહે છે અને તે કારણથી પેટ પણ ઘણા કલાકો સુધી ભારે રહે છે. આમ, ભારે આહાર લીધા પછી સ્વાધ્યાય-ધ્યાનથી પ્રવૃત્તિ એકાગ્રતાથી કે સફળતાપૂર્વક થઈ શકતી નથી.
સામાન્ય સાધકને માટે
ખોરાક જેટલો સાદો હશે તેટલું મિતાહારીપણું
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સાધક-સાથી
જાળવવામાં સરળતા પડશે. બહુ સ્વાદિષ્ટ અને પોતાને ભાવતો ખોરાક હોય તો ઘણુંખરું મિતાહારીપણું જાળવવું મુશ્કેલ પડે છે અને દબાવીને જમવાનું બની જાય છે. - દાળ, ભાત, રોટલી, શાક, ખીચડી, દૂધ-દહીં-છાશ, મગ-મઠ વગેરે કઠોળ, કાંજી, ઉપમા, લીલાં શાકભાજી, ફળ વગેરે ભોજનની એવી વાનગીઓ છે કે જે સ્વાથ્યદાયક હોવાથી પૌષ્ટિક છે, સાદી હોવાથી રસના ઈન્દ્રિયને ઉત્તેજિત કરતી નથી અને પચવામાં હલકી હોવાથી બે કલાકમાં હજમ થઈ જવાથી પેટ ભારે રહેતું નથી અને તેથી આળસ ઉત્પન્ન થતી નથી. આવા અનેક ફાયદા હોવાથી આવી વાનગીઓવાળો આહાર લેનારને મિતાહારીપણું સહેલાઈથી જળવાય છે.
આહારની અતિમાત્રાથી (આહાર વધારે લેવાથી) સામાન્ય તંદુરસ્તી પણ બગડે છે અને બ્રહ્મચર્યાદિના પાલનમાં મુશ્કેલી નડવી સંભવે છે. માટે જેને ગરિષ્ટ-આહાર કહેવામાં આવે છે તેવો ભારે આહાર ન લેવો તે બ્રહ્મચર્યની સાધનામાં ઉપકારી છે. જે આહારથી રાજસિક અને તામસિક વૃત્તિઓ ઉત્તેજિત થાય તેવો બિન-શાકાહારી (Non-Vegetarian) આહાર તથા ડુંગળી, લસણ, અજાણ્યાં ફળ વગેરે સાધકે સંપૂર્ણપણે તજી દેવાં જરૂરી
મિતાહારનો મહિમા (૧) આહાર-વિહારમાં નિયમિત પુરુષને મનોજ કરવામાં સરળતા પડે છે.
(૨) જે મિતાહારી છે તેને યોગની સાધનાથી સર્વ દુઃખોનો નાશ થાય
(૩) ઉણદરી તપ, સ્વાધ્યાય-ધ્યાન-મંત્રજાપ આદિમાં મહાન ઉપકારી છે.
(૪) આહાર, આસન અને નિદ્રાનો જય કરી, શ્રી સદ્ગુરુથી આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્માનું ધ્યાન કરો.
(૫) ખાવા માટે જીવવાનું નથી, જીવવા માટે ખાવાનું છે.
(૬) જેટલું નુકસાન તંદુરસ્તીને ભૂખ્યા રહેવાથી થાય છે તેથી ઘણું વધારે નુકસાન અતિ આહારથી થાય છે.
(૭) અકરાંતિયા થઈને વારંવાર ખાધા જ કરવું તે ભૂંડ આદિની જેમ પશુવૃત્તિ સૂચવે છે. જે મનુષ્ય વિવેકી છે, મિતાહારી છે અને સાધનાની
Page #170
--------------------------------------------------------------------------
________________
મિતાહાર
દૃષ્ટિવાળો છે તે આવી નીચ પશુવૃત્તિને કેવી રીતે સેવે ? મિતાહારનાં જીવંત દૃષ્ટાંતો [૧]
ભારતના વાઇસરૉય તરીકે લૉર્ડ કર્ઝન હતા તે સમયની આ વાત છે. તે વખતે કલકત્તા હાઈકોર્ટના જજ તરીકે સર ગુરુદાસ બેનરજી હતા. એક વખત તેઓ ‘કલકત્તા વિશ્વવિદ્યાલય કમિશન'ના સભ્ય તરીકે સિમલામાં ભરાયેલી મિટિંગમાં હાજરી આપી વાઇસરૉયની સ્પેશ્યલ રેલગાડીમાં પાછા ફરી રહ્યા હતા. ગાડી જ્યારે કાનપુર પહોંચી ત્યારે વાઇસરૉયે તેમને પોતાના ડબ્બામાં બોલાવી લીધા હતા. વિવિધ વિષયોની ચર્ચામાં કાનપુર આવી ગયું અને ખાણાનો સમય થઈ ગયો તેથી કર્ઝન સાહેબે ગુરુદાસજીને ખાણા માટે તૈયાર થઈ જવા કહ્યું. તેઓએ તરત કહ્યું : હું સામાન્ય રીતે રેલગાડીમાં કાંઈ ખાવાનું લેતો નથી, માત્ર પાણી જ લઉં છું.' વાઈસરૉયે ઘણું કહ્યું પણ ગુરુદાસજી ન જ માન્યા. આખરે સત્યાગ્રહ કરીને વાઈસરૉયે કહ્યું કે આગળ પ્રયાગ સ્ટેશને ગાડી ઊભી રહેશે. ત્યાં આપ નિત્યકર્મથી પરવારી તમારી ઇચ્છા મુજબનું ભોજન કરશો ત્યારે પછી જ ગાડી ઊપડશે.
૧૫૧
-
અને થયું પણ તેમ જ. ગુરુદાસજી અને તેમના પુત્રે દાળ-ભાત બનાવ્યાં અને પોતાનું ભોજન લીધું, ત્યાર પછી જ રેલગાડી કલકત્તા જવા રવાના થઈ.
ખાવાપીવાની બાબતમાં આજકાલ આપણા સમાજમાં અનેક પ્રકારના શિથિલાચાર પ્રવર્તે છે. જ્યાં અનિવાર્ય હોય ત્યાં અપવાદ રાખીને બાકીના સમયે મિતાહાર અને શુદ્ધાહારને અપનાવીએ તો આપણી સાધનાને – અને ખાસ કરીને ચિંતનરૂપ સાધનાને પુષ્કળ વેગ મળશે એ અનુભવી જ્ઞાનીઓનું વચન છે.
*
*
[૨]
ઈરાનના બાદશાહ બહમન રોજે એક દિવસ હકીમને પૂછ્યું કે : દરરોજ કેટલું ભોજન કરવું જોઈએ ?' હકીમે ઉત્તર આપ્યો : છવ્વીસ તોલા.’ બાદશાહ કહે “આટલાથી શું થાય ?” ત્યારે ઉત્તર મળ્યો કે : “આટલા આહારથી તમે જીવતા રહી શકો તેમ છો. આ ઉપરાંત તમે જેટલું ખાઓ છો, તેટલો નકામો ભાર પોતાના શરીર પર વધારી રહ્યા છો.'
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જેટલું અન્ન સહેલાઈથી પચી શકે તેના કરતાં વધારે લેવાથી માત્ર ચરબીનો જ વધારો થાય છે પણ વીર્ય, આનંદ અને આયુષ્યમાં કાંઈ વૃદ્ધિ થઈ શકતી નથી. આ વાત આ જમાનામાં બેઠાડુ જીવન જીવનાર કે માત્ર મગજનું કામ કરનાર માણસોને માટે તો ખૂબ જ વિચારણીય છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેમને મિતાહારી થવાની પ્રેરણા કરે છે.
સાક–સાથી
Page #172
--------------------------------------------------------------------------
________________
સમૂહકલ્યાણની ભાવના
આપણે સૌ મનુષ્યો સમાજમાં રહીએ છીએ અને આપણી સૌની સામાન્ય પસંદગી પણ સમાજમાં જ રહેવાની હોય છે. જેમ આપણે ઈચ્છીએ છીએ કે મને સુખ-સગવડ હો, શાંતિ હો તેમ આપણી સાથેનો દરેક મનુષ્ય પણ તેવી જ ભાવનાવાળો હોય છે. આ કારણથી સમાજમાં રહેલા ઘણાબધા મનુષ્યો સુખ-સગવડને પામે એવી ભાવનાથી પ્રેરાઈને જ ચતુર પુરુષો સમાજમાં રહે છે અને તેમના વડે સમૂહકલ્યાણની ભાવનાનો વિકાસ થતો રહે છે.
જો કે અધ્યાત્મપદ્ધતિમાં તો વ્યક્તિગત વિકાસને જ મુખ્યતા છે, છતાં પણ તેવા વ્યક્તિગત વિકાસને ઉપકારી ઘણાં સાધનો સમાજ વડે જ અર્પણ કરવામાં આવે છે અને તેથી જ આર્યસંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમને બીજા સર્વ આશ્રમોનો આધારસ્થંભ ગણીને તેની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આટલું જ નહિ, પરંતુ શ્રી ઋષભદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ કે શ્રીબુદ્ધ આદિ અનેક મહાન પુરુષોએ આ આશ્રમમાં યથાયોગ્ય ધર્મઆરાધના કરીને આગળ જતાં તપ-ત્યાગ અને સંયમનો માર્ગ અંગીકાર કરેલો.
સામાન્ય રીતે મનુષ્યને માટે જીવનજરૂરિયાતની વસ્તુઓમાં અનાજ, કપડાં, ઘર અને કેળવણી ગણી શકાય. જે સમાજ સુખ, શાંતિ અને સંપથી રહેવા ઇચ્છતો હોય તેણે એ જોવું જરૂરી છે કે તે સમાજના બધા મનુષ્યોની આ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પડે. આ આશયથી પ્રેરાઈને જ ભૌતિક રીતે સમૃદ્ધ ઘણા દેશોમાં સમાજ-કલ્યાણની યોજના (Scheme of Social Welfare) દાખલ કરવામાં આવી છે અને બીજા દેશો પણ એ દિશામાં પ્રયત્નશીલ છે. આ સમૂહકલ્યાણની ભાવનાનું મૂળ મનુષ્યના મનમાં સારી રીતે દૃઢ થયેલું જોવામાં આવે છે.
- આર્ય-સંસ્કૃતિના ચિંતકોએ સમાજમાં બંને પ્રકારે મનુષ્યના અધ્યાત્મવિકાસમાં સહાયભૂત થઈ શકે તેવી વ્યવસ્થાનો વિચાર કરેલો છે. સામાન્ય દૃષ્ટિએ વિચારતાં સંઘ સાધનાની મુખ્યતા હોય ત્યાં ગૃહસ્થધર્મની મુખ્યતા
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સાધક-સાથી
છે અને વ્યક્તિગત (એકાંત) સાધનાની મુખ્યતા હોય ત્યાં ત્યાગી જીવન (સાધુજીવન)ની મુખ્યતા હોય છે. જો કે એમ પણ બને છે કે કેટલાક ગૃહસ્થ-સાધકો સારી એકાંત-સાધના કરે છે અને કોઈક આચાર્યના સાન્નિધ્યમાં ઘણા ત્યાગી સાધકો સામૂહિક સાધનામાં આગળ વધે છે તો પણ અધ્યાત્મજીવનની ચરમ સીમા સમાન મૌન, એકાંતવાસ અને ધ્યાનની ઉચ્ચ ભૂમિકાઓ માટે ત્યાગી જીવન ઘણું જ વધારે ઉપકારી બની શકે છે, એ હકીકત બધા મહાપુરુષોએ સ્વીકારી છે.
સમૂહસાધનામાં પ્રવચન-સત્સંગ-કીર્તન-ધૂન-ભજન શાસ્ત્રોનું પારાયણ-પ્રાર્થના તીર્થયાત્રા અને સામૂહિક વ્રત-ઉપવાસ વગેરેની મુખ્યતા છે. ઉત્તમ સંતોનાં પ્રવચન-સત્સંગમાં હજારો મનુષ્યો એકસાથે ભાવવિભોર થઈ પરમાત્માના ગુણાનુવાદમાં તલ્લીન થઈ હર્ષાશ્ર. રોમાંચ, કંઠાવરોધ, સ્તબ્ધતા આદિનો અનુભવ કરી પોતાની સાત્ત્વિકતામાં વધારો કરે છે. સુંદર ભાવવાહી ધૂન-ભજન કે પ્રાર્થનામાં એકાગ્રતાની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે. વ્રત-ઉપવાસ વગેરેના સામૂહિક ગ્રહણમાં અન્ય ઊંચી કક્ષાના સાધકોને જોઈને આપણને ખૂબ પ્રેરણાબળની પ્રાપ્તિ થાય છે તથા ધર્મ-આરાધનામાં ઉલ્લાસ અને ઉમંગ વધી જાય છે. અને આમ ગુણપ્રમોદ, વાત્સલ્ય. ગુણગ્રહણ, વિનય, સુકૃત અનુમોદના* આદિ અનેક ગુણોનો આપણામાં વિકાસ થાય છે. આમ તાત્ત્વિક સમૂહસાધનાને સેવી છે તેવો સાધક અધ્યાત્મમાર્ગમાં આગળ વધીને એવી ઉત્તમ પાત્રતા પ્રાપ્ત કરી લે છે, જેના વડે આગળની ભૂમિકામાં વ્યક્તિગત સ્તરે તે સુંદર રીતે સાધના કરી શકે છે. આવી વ્યક્તિગત સાધનામાં મુખ્ય અંગો મૌન, ધ્યાન, લેખિત જાપ, પ્રભુસ્મરણ, સંતસેવા, રસાસ્વાદત્યાગ, કેશલોચ ઇત્યાદિ છે.
આ પ્રમાણે સામૂહિક કલ્યાણમાં વ્યક્તિગત વિકાસ સમાયેલો છે અને વ્યક્તિગત વિકાસ થાય તો તો સ્વયં સામૂહિક કલ્યાણ થાય જ, કારણ કે વ્યક્તિ વડે જ સમષ્ટિની નિષ્પત્તિ છે.
સમૂહકલ્યાણનો મહિમા (૧) નિઃસ્વાર્થતા એ ધર્મની મુખ્ય કસોટી છે. જે જેટલો નિઃસ્વાર્થી છે તે તેટલો સાચો આધ્યાત્મિક છે અને તે કલ્યાણની વધારે નજીક છે.
(૨) જે કોઈ વ્યક્તિ લોકોપકાર, સચ્ચાઈ અને પ્રામાણિકતાના માર્ગ * સારા કાર્યની અનુમોદના કરવી તે.
Page #174
--------------------------------------------------------------------------
________________
સમૂહકલ્યાણની ભાવના
ઉપર ખરેખર હોય તેની વચમાં કસોટી થાય તો પણ આખરે, તે શુદ્ધ સુવર્ણની જેમ નિર્દોષ અને વિજયી પુરવાર થાય છે.
(૩) માત્ર તે સમાજ ખરેખર સુખી થઈ શકે છે જેણે નૈતિકતાના ગુણોને પોતાના જીવનકાર્યમાં વણી લીધા છે.
સમૂકલ્યાણની ભાવનાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
૧૫૫
લગભગ ઇ.સ. ૧૯૩૫ની સાલ. લોકસેવક શ્રી રવિશંકર મહારાજે મહેસાણા જિલ્લાના સુણસર ગામમાં પ્રવેશ કર્યો. ગામમાં મુખ્ય ઠાકોરોની વસ્તી ચોરી-લૂંટફાટ અને ધાડ પાડવાનો ધંધો કરી આ લોકો જીવન ગુજારે.
મહારાજે આ ગામને સુધારવા ત્યાં જ અડ્ડો જમાવ્યો. ગામના ચોરે બેસી લોકો વાતો સાંભળે, એમ થોડા દિવસમાં લોકો સાથે આત્મીયતા કેળવી. ‘મહારાજ, તમે અમને કિયે ધંધે વળગાડો છો ?” “મહેનત-મજૂરીના.’ મહારાજે જ્વાબ આપ્યો. અહીં અમને મહેનત-મજૂરી ક્યાંથી મળવાની ?' લોકોએ પૂછ્યું. મહારાજ કહે : ‘ગામનું આ તળાવ છે તેને ઊંડું કરવાનું છે, દહાડિયું સરકાર તરફથી અપાશે. તળાવની આજુબાજુની જમીન સાફ કરીશું તો શાકભાજીની વાડીઓ બનશે. જરૂરી ઓજાર, બળદ અને ખાતર હું લાવી આપીશ. આ ધૂળમાં આળોટતા છોકરાઓને માટે નાની નિશાળ બનાવું છું, તેમને લખતાં-વાંચતાં શિખવાડો.'
આમ ધીમે ધીમે લોકોમાં જાગૃતિ આવતી ગઈ. સહુ કોઈએ અફીણદારૂ-ચોરીના ધંધા છોડી દીધા અને ગામ પાટે ચઢ્યું. ત્યાંનો ‘સોનિયા’ નામનો બહારવટિયો મચક નહોતો આપતો. તેને પકડવા ગાયકવાડ સરકારે મોટું ઇનામ કાઢેલું. મહારાજને બાતમી મળી કે ગામબહાર વહેતી પુષ્પાવતી નદીનાં કોતરોમાં તે સોનિયો છુપાયો છે એટલે સવારના ૪-૦૦ વાગ્યે તે તો એકલા ઊપડ્યા.
અજવાળી રાતે કોઈ માણસને દૂરથી આવતો જોઈ તેણે પોતાના સાથી રઘાને કહ્યું : “અલ્યા પાછો કોણ આ મરવા માટે આમ હીંડ્યો આવે છે ?’ બાપુ ! ઈ તો પેલા ગાંધીજીવાળા મા’રાજ આવતા લાગે છે.' રઘો બોલ્યો. ‘તે શું મારી ભાળ સરકારમાં આપી ઇને ઇનામ મેળવવું છે ? આવવા દો એટલે ભોંયભેગો કરી દઉં.’ સોનિયો બોલ્યો.
મહારાજનો રસ્તો રોકી સૌ બહારવટિયા સાબદા થઈ ગયા. મહારાજ કહે : “ભાઈ સોનાજી ! આ નાની નાની ધાડ પાડ્યા કરતાં કોઈ મોટાને
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫
સાધક-સાથી
પાડવો જોઈએ – પેલા અંગરેજને. ગાંધીજી પણ એના સામે બહારવટે ચડ્યા છે ને ?”
હા...મીંય સાંભળ્યું છે કે માત્માજી ઈના સામે પડ્યા છે. સોનિયો બોલ્યો. અને મહારાજે પોતાની વાતોમાં સૌને રસ લેતા કરી દીધા.
આ બનાવ પછી બે-ત્રણ દિવસે એક ધાડ પાડવાની વેતરણમાં તેના સાથીઓ પડ્યા હતા. સોનિયો તો સૂનમૂન એક બાજુ બેઠેલો. પારકો મલક પચાવી પાડેલા પેલા ગોરાને જ લૂંટવા જેવા છે. ગાંધીજીની વાત સાચી છે, આ તો આપણા જ લોકોને લૂંટીને શું કરવાનું... અને સોનિયો વિચારે ચડી ગયો.
ચાલો સોનાજી, નિશાન પર ત્રાટકવાની બધી તૈયારિયું થઈ ગઈ છે.’ સાથીદારએ સોનિયાને બોલાવ્યો.
આજથી મારી ને તમારો મારગ જુદો.” સોનિયો બોલ્યો. એણે પોતાની હથિયાર હેઠાં મૂકી દીધાં. એનો માંયલો આત્મા જાગી ઊઠ્યો હતો. પછી તો મહારાજને શરણે આવી ગયો. ગામના સૌ લોકોના આનંદનો પાર નહોતો. ગાયકવાડ સરકાર પણ હવે ખુશ હતી.
- હવે તે ગામમાં કોઈ ચોરી, લૂંટફાટ કે વ્યસન કરનાર નહોતું, મજૂરી અને ખેતીથી સૌ પેટ ભરતા. આ જ સોનિયાએ વિનોબાજીને ભૂદાનમાં શક્તિ પ્રમાણે જમીન આપી હતી.
એક માણસની અડગ નિષ્ઠા અને સૌનું કલ્યાણ કરવાની ભાવનાથી આખું ગામ પલટાઈ ગયું.
[૨] સ્વિડન દેશના રાજાની બહેન યુજિનીએ પોતાને પહેરવા યોગ્ય થોડુંક રાખીને બાકીનાં બધાં ઝવેરાત-દાગીના વેચીને એક ધમાંદા દવાખાનું બંધાવ્યું હતું. માત્ર ધનથી જ નહિ, પણ પોતાની જાતે હાજર થઈને તનથી પણ તે દર્દીઓની યથાસંભવ સેવા કરતી અને દવાખાનાનો સામાન્ય વહીવટ સંભાળતી.
એક દિવસ રાજકુટુંબની આ મહાન સ્ત્રીને સેવિકાના રૂપમાં જોઈને એક દરદી ભાવવિભોર થઈ ગયો. અને તેની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યાં. યુજિનીએ આ દૃશ્ય જોયું અને તે તરત બોલી ઊઠી : “આજે મારાં હીરા-મોતીને ફરીથી જોવાનો અવસર મને પ્રાપ્ત થયો.”
Page #176
--------------------------------------------------------------------------
________________
સમૂહકલ્યાણની ભાવના
૧૫૭
આપણા દેશનાં મોટાં શહેરો ઉદ્યોગીકરણને પામતાં હવે પંચરંગી બન્યાં છે અને અનેક લકો પાસે પુષ્કળ ધન છે. તેઓ જો ઈચ્છે તો જરૂર દાનાદિની પ્રવૃત્તિ વડે સમૂહકલ્યાણની ભાવનામાં જોડાઈને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી શકે.
Page #177
--------------------------------------------------------------------------
________________
સંયમ
ભૂમિકા
જીવનશુદ્ધિ માટે મન અને ઇન્દ્રિયોની અન્યાયપૂર્વકની વૃત્તિઓને વિવેકબળ વડે રોકીને તેમને અંતર્મુખ કરવી તે સંયમ કહેવાય છે. સમ્યગુ પ્રકારે નિયમવ્રત આદિનું ગ્રહણ કરવાથી જીવનમાં સંયમનો ઉદય થાય છે અને ધીમે ધીમે તેની વૃદ્ધિ થઈ પરિપૂર્ણતા થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જાય છે. સંયમની અગત્ય
સંયમની સાધના લૌકિક તેમ જ પારમાર્થિક ઉન્નતિમાં ખૂબ જ સહાયક છે. લોકમાં પણ કોઈ મહાન કાર્ય કરનારાને માટે અમુક પ્રકારનું શિસ્તપાલન અનિવાર્ય બની જાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ મહાત્મા ગાંધીજીનું જીવન છે, જેમાં સ્વાદ વિષયક, કપડાં વિષયક, આહાર વિષયક, નિદ્રા વિષયક કે બ્રહ્મચર્ય વિષયક ખૂબ જ ઊંચી કક્ષાના સંયમનાં આપણને દર્શન થાય છે.
પરમાર્થની સાધનામાં તો સંયમપાલનની આવશ્યકતા એટલી મૂળભૂત ગણવામાં આવી છે કે નીવીર: પ્રથમ: થો અથવા વરિત્ર વસ્તુ ઘર્મો
એટલે કે આચાર તે જ પ્રથમ ધર્મ છે અથવા ચારિત્ર તે જ ખરો ધર્મ છે એવા સિદ્ધાંતોનું સૂત્રરૂપે પ્રતિપાદન થયું છે. આચારની સુધારણા વિનાનું ગમે તેટલું જ્ઞાન હોય તો પણ પરમાર્થમાં જ્ઞાનીઓએ તેને શુષ્ક જ્ઞાન કહ્યું છે. જીવનમાં સંયમની સાધના
સામાન્ય રીતે સંયમની સાધનાની ત્રણ શ્રેણી પાડી શકાય ?
(૧) પ્રથમ શ્રેણી અન્યાયપૂર્વકના ભોગોનો નિયમપૂર્વક ત્યાગ કરવો તે છે. આ ત્યાગમાં મુખ્યત્વે પરસ્ત્રીત્યાગ અને પરધનત્યાગનો સમાવેશ થાય છે. સ્પર્શેન્દ્રિયનો નિરર્ગળ નિરંકુશ હોય ત્યારે જ પરસ્ત્રીસેવન બની શકે છે, કારણ કે આવો આચાર માત્ર ધર્મવિરદ્ધ જ નહિ પરંતુ સમાજવિરુદ્ધ પણ છે. કોઈ પણ પ્રકારની કુયુક્તિનો આશ્રય લીધા વગર એકમાત્ર પોતાની ધર્મપત્ની સાથેના સંબંધ સિવાયના અન્ય કોઈ પણ સ્ત્રીભોગ-સંબંધ તે
Page #178
--------------------------------------------------------------------------
________________
સંયમ
૧૫૯
પરસ્ત્રીગમન છે અને સાધકને વર્ય જ છે. પરધનના ત્યાગની પણ આટલી મહત્તા છે, કારણ કે પરિગ્રપ્રપંચને વધારવાથી સંતોષ, સત્યનિષ્ઠા અને સાદાઈનો નાશ થાય છે, લોભ અને મૂછની વૃદ્ધિ થાય છે તથા મનની એકાગ્રતાની સાધનામાં ભંગ પડે છે. આમ પરધનની ઇચ્છા, સાધકને વિવિધ પાપવૃત્તિઓમાં સંડોવે છે જેથી સાધનામાં આગળ વધી શકાતું નથી. આવા પ્રકારની સામાન્ય વિધિથી, મોટા વ્યસનો અને મોટી હિંસા શિકારસંકલ્પપૂર્વકની હિંસા)નો ત્યાગ સંયમની પ્રથમ શ્રેણીમાં ક્રમે કરીને સિદ્ધ કરવો જોઈએ.
(૨) સંયમની બીજી શ્રેણીમાં ન્યાયપૂર્વકની ભોગવૃત્તિ ઉપર પણ સ્વૈચ્છિક મર્યાદા લાવવામાં આવે છે, જેના ફળરૂપે પ્રસિદ્ધ એવા અહિંસા, સત્ય, અચૌર્ય, કુશીલત્યાગ અને પરિગ્રહમયદાની ઉત્તમદ્રતરૂપ પ્રવૃત્તિનો સમ્યપણે ઉદય થાય છે. જે જે પ્રકારો, વ્યાપારો, આરંભો અને પ્રક્રિયાઓ અણુવ્રતોનું પાલન ન થવા દે તેવી હોય તેનો ધીમે ધીમે સંક્ષેપ કરવામાં આવે છે, જેથી પાપકર્મોનું બંધન ઓછું થઈ જાય છે અને અનેક પવિત્ર ભાવનાઓ જીવનમાં ઉદય પામે છે. વળી નિવૃત્તિનો વધારે સમય મળવાથી સ્વાધ્યાય-સત્સંગ આદિ સસાધનોમાં શાંતિથી ચિત્ત પરોવી શકાય છે અને ક્રમે કરીને પૂર્ણ સંયમની તૃતીય શ્રેણીની ભૂમિકા તૈયાર થાય છે. જેમ જેમ આ સાધના આગળ વધે તેમ તેમ સ્વાભાવિકપણે જ દાન, પરોપકારનાં કાય. સંતોની સેવાશ્રુષા, સર્વતોમુખી નીતિમત્તાનાં ઊંચા ધોરણોનું જીવનમાં અપનાવવું આદિ અનેક પ્રવૃત્તિઓથી આવા સાધક વડે સીધી અને આડકતરી રીતે સમાજકલ્યાણનાં અનેકવિધ કાર્યો થવા માંડે છે. આવાં કાર્યોમાં ધર્મશાળાઓ, દવાખાનાંઓ કે હૉસ્પિટલોનું નિર્માણ વિદ્યાશાળાઓ, સ્વાધ્યાયમંદિરો, હાઈસ્કૂલો કે કૉલેજોનું નિમણિ, સદાવ્રતો, સંતકુટિરો કે ત્યાગીઓના આવાસોનું નિર્માણ કે સદ્વિચાર-સમિતિઓ, દયામંડળીઓ, પાંજરાપોળો, યુવાપેઢીમાં નૈતિકતાનું ધોરણ ઊંચું લઈ જવા માટેની શિબિરો આદિનું આયોજન બને છે.
સંયમની તૃતીય એટલે છેલ્લી ભૂમિકામાં નિવૃત્ત જીવનની મુખ્યતા થઈ જાય છે અને જનકલ્યાણની પ્રવૃત્તિઓની ગૌણતા થઈ જાય છે, કારણ કે અહીં વ્યક્તિગત અધ્યાત્મવિકાસની ચરમ સીમાને સિદ્ધ કરવાની હોય છે. અહીં અધ્યયન, મૌન, એકાંત વિચારણા, ધ્યાન, મંત્રજાપ, વૈરાગ્યભાવનાઓનું મનન, સૂક્ષ્મ તત્ત્વોનું અનુચિંતન, લેખન અને પરાભક્તિનું
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સાધક-સાથી
સેવન મુખ્ય બની જાય છે. બાહ્ય આચરણમાં કડક શિસ્તનો પ્રકાર દૃષ્ટિગોચર થાય છે. અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, અલ્પ આરામ, તદ્દન સાદાઈ, અયાચક વ્રત, કઠોર તપસ્યાના પ્રસંગો દ્વારા સમતાભાવની કસોટીમય સાધના વગેરેનો જીવનમાં ઉદય થતાં મહાવ્રતોનું ગ્રહણ અને સંયમની ચરમ સીમા પ્રતિ ગમન થાય છે અને થોડા વખતમાં તે પુરુષ સહજસમાધિ અથતુ વિશિષ્ટ જીવનમુક્ત દશાની આત્માનંદની મસ્તીમાં મહાલતો થઈ જાય છે.
બસ, આ તે જ પુરુષ છે જેને મૂર્તિમાન મોક્ષ, જંગમ તીર્થ કે રમતા રામ તરીકે ભવ્ય મુમુક્ષુઓ ઓળખી શકે છે અને તેમની ઓળખાણ દ્વારા, સમાગમ દ્વારા, આશ્રય દ્વારા અને આજ્ઞાપાલન દ્વારા પોતે પણ નિજાનંદની સાધના અને આસ્વાદને પામી જાય છે. નમસ્કાર હો તે સત્પરષોને ! વંદન હો ફરી ફરી તે નિગ્રંથ મુનીશ્વરોને અને આચાર્યોને !
સંયમની સાધનાનાં જીવંત દૃષ્ટાંતો
[૧] સંવત ૧૯૫૪ની સાલ.
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્ર આત્મસાધના અર્થે ચરોતર પ્રદેશના કાવિઠા ગામમાં નિવાસ કરીને રહ્યા હતા.
મુનિશ્રી મોહનલાલજી : મન સ્થિર રહેતું નથી, તેને સંયમમાં લેવા શું કરવું ?
શ્રીમદ્ ઃ એક પળ પણ નકામો કાળ કાઢવો નહિ. કોઈ સારું પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું વિચારવું. એ કાંઈ ન હોય તો પ્રભુના નામની માળા ગણવી. પણ જો મનને નવરું મેલશો તો ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે, માટે તેને સવિચારરૂપ ખોરાક આપવો.
જેમ ઢોરને કંઈ ને કંઈ ખાવાનું જોઈએ જ – ખાણનો ટોપલો આગળ મૂક્યો હોય તો તે ખાધા કરે, તેમ મનનું પણ છે. બીજા વિકલ્પો બંધ કરવા હોય તો તેને સદ્દવિચારરૂપ ખોરાક આપવો.
મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ જવું નહિ.”
[૨] તપાલનમાં દૃઢતા રાખ્યા વિના કોઈની સાધના સિદ્ધિ પ્રાપ્ત થતી
Page #180
--------------------------------------------------------------------------
________________
સંયમ
૧૧
નથી. સેવામૂર્તિ શ્રી રવિશંકર મહારાજના જીવનના આ બે પ્રસંગો સંયમના પાલનની દૃઢતા સૂચવે છે :
એક વાર સેવાકાર્યો માટે તેઓશ્રી રાધનપુર વિસ્તારમાં ઘૂમતા હતા. રણ બાજુનો વિસ્તાર એટલે ઉનાળામાં ગરમી લગભગ ૧૨૦ ડિગ્રી પડે. મહારાજશ્રી પગમાં જોડા પહેરતા નહોતા અને રાધનપુર દસેક માઈલ દૂર રહી ગયું હતું. તરસ પણ પુષ્કળ લાગી હતી. રસ્તાની બાજુમાં એક મંદિર દેખાયું. મહારાજ પાણી પીવા ગયા. મહંત મહારાજશ્રીને ઓળખતો હતો તેથી રાજી રાજી થઈ તેણે ખાંડનું પાણી મહારાજશ્રીને આપ્યું. મોઢે માંડતાં જ કોગળો કરી મહારાજે પાણી કાઢી નાખ્યું અને મહંતને પૂછયું : “તમે આ પાણીમાં ખાંડ નાખી હતી ?” મહેતે હા કહી. મહારાજે ઊભા થઈ ચાલવા માંડ્યું પણ ખાંડ ન લેવાનો નિયમ ન તોડ્યો તે ન જ તોડ્યો. એકાદ કલાક પછી રાધનપુર પહોંચ્યા ત્યારે પાણી પીવાનો યોગ બન્યો.
જે દિવસોમાં શ્રી રવિશંકર મહારાજ વાહન નહોતા વાપરતા તે સમયની આ વાત છે. એક વખત તેમને તેમના સંબંધીને ત્યાં એકાએક જવું પડે તેવા સંજોગ બન્યો. હાથમાં માત્ર છત્રીસ કલાકનો સમય હતો અને અંતર લગભગ ત્રીસ માઈલનું હતું. તેમણે તો સવારે વહેલા ઊઠીને ચાલવા માંડ્યું. સવાર-સાંજ થઈને એક જ દિવસમાં લગભગ ત્રીસ માઈલની મજલ કાપી નાખી !
- વતપાલનમાં દૃઢ રહ્યા વિના સંયમમાર્ગની કઠોર સાધનામાં આગળ વધી શકાતું નથી. માટે સાધકે લીધેલી પ્રતિજ્ઞાનું નિર્વહન કરવું જ રહ્યું.
લગભગ પોણા બસો વર્ષ પહેલાંની વાત.
જૈનાચાર્ય શ્રી રત્નચન્દ્રજી મહારાજ બિકાનેર-જોધપુરની આજુબાજુનાં ગામોમાં વિહાર કરતા હતા. પર્યુષણના પર્વ નિમિત્તે આજુબાજુનાં અનેક ગામોમાંથી તેમના સત્સંગ-દર્શનનો લાભ લેવા ભાવિક ભક્તો આવ્યા. આ ભક્તસમૂહમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ મોટી હતી અને પર્વ નિમિત્તે રીતરિવાજ મુજબ બહેનોએ અવનવા શૃંગાર કરેલા.
એક ભક્તજને મહારાજશ્રીને પૂછયું : “મહારાજ ! આટલી બધી શૃંગારસહિતની સ્ત્રીઓને જોઈને આપનું ચિત્ત ડોલાયમાન નહિ થતું હોય ?”
મહારાજશ્રી બોલ્યા : ભાઈ ! રક્ષાબંધનને દિવસે અનેક બહેન
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સાધક-સાથી
બેટીઓ તારી પાસે આવે અને તારા હાથમાં રાખડી બાંધે ત્યારે તને કેવા ભાવ થાય છે ? શું વિકારી ભાવ ઊપજે છે ?” પેલા ભાઈ કાંઈ બોલ્યા નહિ. મહારાજશ્રીએ આગળ કહ્યું : “જેવી રીતે તમે બહેન-બેટીઓને જુઓ છો તે જ દૃષ્ટિએ અમારે દુનિયાની સમસ્ત સ્ત્રીઓનું અવલોકન થઈ જાય છે. વળી સતત શાસ્ત્રાભ્યાસ, કઠોર ચયઅખાન અને શરીરના સંસ્કારનો* અભાવ, ઉપવાસ-ઉણોદરી-તપ વગેરે અનેક કારણોથી ચિત્તવૃત્તિને વિકારી થવાનો અવકાશ રહેતો જ નથી.
સ્ત્રીઓનું રૂપ વિકાર ઊપજવાનું નિયામક કારણ નથી, પરંતુ ચિત્તમાં રહેલી કામાદિની દુષ્ટ વાસનાઓ જ મનુષ્યને નીચે પાડે છે. અમારો તેના પર સતત પહેરો હોય છે.
પેલા પ્રશ્ન પૂછનાર ભાઈના મનનું સમાધાન થયું અને તે મહારાજશ્રીના ચરણોમાં નમી પડ્યો.
* દર્પણમાં જોવું, વાળ વ્યવસ્થિત કરવા, તેલની માલિશ કરવી વગેરેને શરીર-સંસ્કાર કહે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
ગુણપ્રમોદ
પોતાથી અધિક ગુણવાન પુરુષોને જોઈને અંતરમાં વિશિષ્ટ આનંદભાવનું અને ઉત્સાહનું ઊપજવું તે પ્રમોદ નામનો મહાન ગુણ છે.
આ જગતમાં વિવિધ કાર્યક્ષેત્રોની અંદર અનેક નરરત્નો ઊપજે છે, તેથી પૃથ્વીને બહુરત્ના વસુંધરા’ કહેવામાં આવે છે. કોઈમાં જ્ઞાનની, કોઈમાં સંયમની, કોઈમાં ભક્તિની, કોઈમાં ધ્યાનની, કોઈમાં દાનની, કોઈમાં પ્રજ્ઞાની, કોઈમાં સાહસની, કોઈમાં ધીરજની, કોઈમાં અડગ નિર્ણયની, કોઈમાં સહનશીલતાની, કોઈમાં શિસ્તપાલનની, કોઈમાં નિયમિતતાની, કોઈમાં સહજ વિનોદની, કોઈમાં પ્રસન્નતાની, કોઈમાં અંતર્મુખતાની, કોઈમાં પરણશક્તિની, કોઈમાં સયુક્તિની, કોઈમાં બહુશ્રતપણાની, કોઈમાં વિશિષ્ટ વિદ્વત્તાની, કોઈમાં સાપેક્ષદૃષ્ટિની, કોઈમાં વિનયની, કોઈમાં સરળતાની, કોઈમાં સમર્પણતાની કે કોઈમાં સેવાધર્મની એમ અનેક પ્રકારની મહત્તા કે ગુણવિશેષતા જોવામાં આવે છે. આવા ઉત્તમ ગુણોની પ્રકર્ષતાને જોઈને જેનું મન નાચી ઊઠે છે અને ફળસ્વરૂપે તે તે ગુણોને પોતાના જીવનમાં ઉતારવા માટે જે સુનિશ્ચિતપણે મહાન ઉદ્યમમાં લાગી જાય છે તે પુરુષને વિશે ગુણપ્રમોદ નામનો વિશિષ્ટ ગુણ વિકાસ પામે છે.
કોઈ પણ સદ્ગણને પ્રાપ્ત કરવા માટે તે ગુણને પ્રથમ ઓળખવો જોઈએ અને તેને ઓળખવા માટેનો સર્વોત્તમ ઉપાય તે ગુણ જેના જીવનમાં પ્રગટ્યો છે તેવા પુરુષનો સમાગમ થાય અને સાધક નિખાલસ હૃદયથી તે ગુણનું અવલોકન કરે, તેના જીવનના દૈનિક પ્રસંગોમાં તે કઈ રીતે વર્તી રહ્યા છે તેની ઓળખાણ કરે અને જો તેના ચિત્તમાં તે ગુણ પ્રત્યે સાચી રુચિ જાગે તો સાધક તે પુરુષના તે ગુણને પ્રગટાવવાની પ્રક્રિયામાં લાગી જાય છે. જો કે મહાન ગુણોને પ્રગટાવવા માટે દીર્ધકાળ સુધી સમ્યગ-અભ્યાસરૂપી પુરુષાર્થ કરવો પડે છે, પણ દૃઢ નિશ્ચય, સાચી લગન, અંતરંગ રુચિ અને અવિરત ઉદ્યમથી તે ગુણ પ્રગટી શકે છે.
સુકૃત અનુમોદનાથી ગુણપ્રાગટ્યની પ્રાથમિક ભૂમિકામાં ઘણો વેગ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સાધક–સાથી
મળે છે. પ્રથમ ભૂમિકામાં જે ગુણો પ્રત્યે આપણને આકર્ષણ હોતું નથી, તે સમય દરમિયાન જો સુકૃત અનુમોદના વારંવાર કરવામાં આવે તો તે ગુણ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને રુચિ હોય તો તે રુચિ દૃઢ થઈ વિકાસ પામે છે. જ્યાં દૃઢ ગુણચિ ઊપજે ત્યાં પછી તે ગુણનો વિકાસ થવામાં સમય અને સત્સમાગમની જ મુખ્ય આવશ્યકતા રહે છે. થોડા કાળમાં તો તે ગુણ આપણા જીવનમાં સ્પષ્ટરૂપે પ્રગટી જાય છે.
જ્યારે જ્યારે ગુણવાન પુરુષોનો ભેટો થાય ત્યારે ત્યારે તે તે પુરુષોના ગુણાનુવાદ કરીને દરેક રીતે તેમનું સન્માન કરવું જોઈએ. તેઓ દૂર રહેતા હોય તો કાગળ કે તાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. તનથી તેમની સેવા કરવી, ઉત્તમ ઉત્સાહપ્રેરક વચનોથી સુંદર યથાયોગ્ય સ્તુતિ કરી તેમને હર્ષ ઊપજે તેમ કરવું, પુરસ્કાર અને સન્માન વડે પોતાના ગુણપ્રમોદને પ્રત્યક્ષપણે પ્રગટ કરવો અને તેમના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા વડે તેઓનું પારમાર્થિક બહુમાન કરવું. આમ સાધકે ગુણપ્રમોદના કાર્યક્રમને વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે અપનાવવાનો છે અને પોતે નવા નવા ગુણોને પ્રગટ ક૨વાની સાથે સાથે પૂર્વે પ્રાપ્ત કરેલા ગુણોને યાદ કરી કરીને પુનર્જીવિત કરવાના છે. આમ કરનાર સાધક પોતે જ અનેક ગુણોનો ભંડાર બનીને મહાન સંત તરીકે શોભે છે.
ગુણપ્રમોદનું જીવંત દૃષ્ટાંત
લગભગ નેવું વર્ષ પહેલાંની વાત. ઇ.સ. ૧૮૮૩માં આર્ય-સંસ્કૃતિના એક મહાન જ્યોતિર્ધર સ્વામી દયાનંદ સરસ્વતીનો દેહવિલય થયો હતો, તેથી તેમના ભક્તોમાં તેમનું એક સુંદર જીવનચરિત્ર આલેખાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા હતા.
સ્વામીજીના એક ભક્ત તેમના એક મહાન પ્રશંસક અને અંતેવાસી પાસે ગયા અને હાથ જોડીને પ્રાર્થના કરી : મહાત્મન્ ! આપના જેવો સ્વામીજીના સિદ્ધાંતોનો જાણકાર, તેમનો અનન્ય ઉપાસક કે તેમના જીવનપ્રસંગો સાથે ગાઢ પરિચય ધરાવનાર બીજો કોઈ અત્યારે ભારતમાં નથી તો આપ જ આ જીવનચરિત્ર લખવાનું કાર્ય કરો એવી મારી નમ્ર અરજ છે. તે કાર્ય કરવાથી અનેક જિજ્ઞાસુઓની વૃત્તિ સ્વામીજીના પાવન પ્રસંગોથી પુનિત થઈ મહાન ઉપકારનું કાર્ય થશે.’
અંતેવાસી બોલ્યા : ભાઈ ! આ કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે અને યોગ્ય સમયે તે પૂર્ણ પણ થઈ જશે.' ભક્ત કહે : મહાત્મન્ ! અમે સૌ આપના
Page #184
--------------------------------------------------------------------------
________________
ગુણપ્રમોદ
૧૬૫
ખૂબ આભારી છીએ. બીજાં બધાં કામ બાજુમાં રાખી જો આપ તે કાર્ય જલદીથી કરો તો અમને સૌને ખૂબ લાભ થાય.”
અંતેવાસી બોલ્યા : “ભાઈ ! મારા અને તારા દૃષ્ટિકોણમાં લાખ ગાડાંનો ફરક છે. તેમનું જે ચરિત્ર લખાઈ રહ્યું છે તે તો સજીવ છે. તેમના ગુણોને મારી રગેરગમાં, પ્રત્યેક કાર્યમાં અને જીવનપ્રસંગોમાં ઉતારવા દ્વારા હું તેમનું ચરિત્ર લખી રહ્યો છું. તેને માટે ખૂબ જ શ્રમ, આત્મજાગૃતિ અને ત્યાગની જરૂર છે, તેમ જ લાંબા સમયની પણ જરૂર છે. માત્ર કાગળ ઉપર તેમના જીવનપ્રસંગોને લખીને મને સંતોષ થાય તેમ નથી. આ કાળે તેમના જીવનને અનુસરી તેમનું કાર્ય આગળ ધપાવનારની વધારે જરૂર છે. માત્ર તેમના સિદ્ધાંતોનું તોતારટણ કરનારા વાચાળ પુરુષો દ્વારા તેમના જીવનનું સાચું સ્મારક ક્યાંથી થાય છે? જુઓ સાચા શિષ્યની દષ્ટિ !
Page #185
--------------------------------------------------------------------------
________________
Page #186
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી ભા. ૨
Page #187
--------------------------------------------------------------------------
________________
AASAASA
આત્મજ્ઞાન
તેની પ્રાપ્તિ માટે આવશ્યક એવું તત્ત્વજ્ઞાન તેની ઉપલબ્ધિ અર્થે સહકારી
એવા વૈરાગ્ય, વિવેક, વિનય, તિતિક્ષા આદિ ગુણો;
તેવા ગુણોની પ્રાપ્તિ માટેની
પ્રયોગસિદ્ધ વિધિ અને તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થવા યોગ્ય આત્મશુદ્ધિ, આત્મસ્થિરતા અને આત્મસાક્ષાત્કાર
આ સર્વની યથાપદવી રજૂઆતનો જેમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે તે છે... આ ગ્રંથ.
BARANORA
Page #188
--------------------------------------------------------------------------
________________
૩૩
વૈરાગ્ય
ભૂમિકા
દેહ, સંસાર અને ભોગ પ્રત્યે આસક્તિ ઘટે તેટલો સાધકના જીવનમાં વૈરાગ્ય પ્રગટ્યો કહેવાય. સંસાર-પરિભ્રમણનો મુખ્ય હેતુ રાગ છે અને જેથી જેનો જેટલો રાગ ઘટયો હોય તે તેટલા પ્રમાણમાં સંસારથી મુક્ત થઈ શકે. હા, એ જરૂરી છે કે વૈરાગ્યની સાથે સાથે સત્ય તત્ત્વજ્ઞાનની સાધના પણ હોવી જોઈએ કે જેથી વૈરાગ્ય પરમાર્થ-પ્રાપ્તિનું કારણ બને.
વૈરાગ્યના પ્રકારો
વૈરાગ્યના અનેક પ્રકારોમાં, વૈરાગ્ય ઉત્પન્ન થવાનાં કારણોની દૃષ્ટિએ દુઃખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મુખ્ય છે.
દુઃખગર્ભિત વૈરાગ્ય : રોજબરોજના જીવનમાં ઘણાખરા મનુષ્યોને અનેક પ્રકારની હાડમારી પડે છે. કોઈકને શરીર-સંબંધી, કોઈકને ધન-સંબંધી, કોઈકને સ્વજન-સંબંધી. કોઈકને કીર્તિ-સંબંધી તો કોઈકને સમાજ-સંબંધી દુઃખ હોય છે. વળી ઘણી વાર બહાર દુઃખનું કારણ ન હોય તો પણ અમુક માણસોને નિરંતર ચિંતા કે સતત ભય મનમાં રહ્યા જ કરે છે. આમ, કોઈ ને કોઈ કારણોસર એકાએક આવી પડેલી વિપત્તિને લીધે અથવા ન નિવારી શકાય એવા દીર્ધકાલીન દુઃખદાયી સંયોગને લીધે જ્યારે સંસાર ઉપરથી પ્રીતિ ઘટી જાય ત્યારે તે મનુષ્યને દુઃખગર્ભિત વૈરાગ્ય ઊપજ્યો છે એમ કહેવામાં આવે છે. આવો વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય તેવી દશામાં જો કોઈ સત્પુરુષનો યોગ તે મનુષ્યને થઈ જાય અને પોતાના વૈરાગ્યને ઉદ્યમપૂર્વક જાળવી રાખીને તત્ત્વનો અભ્યાસ કરે તો તેને વિવેકપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય અને તે ખરેખર આત્મકલ્યાણ સફળતાપૂર્વક આગળ વધી શકે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય : જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય આ જમાનામાં દુર્લભ છે. ઘણું કરીને આવો વૈરાગ્ય યુવાવસ્થાને આંગણે ઊભેલા કે યુવાવસ્થામાં પ્રવેશેલા મનુષ્યને પ્રાપ્ત થઈ શકે છે. આવા ઉત્તમ પ્રકારના વૈરાગ્યની
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સાધક-સાથી,
ઉત્પત્તિનાં મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે?
(૧) પૂર્વભવના ઉત્તમ સંસ્કારો, જેને લીધે સહજપણે સંસારી કાયામાં ઉદાસીનતા રહ્યા કરે.
(૨) ઉત્તમ સંસ્કારોવાળું ધર્મપ્રધાન કુટુંબ અને સાત્ત્વિકતાને પોષક વાતાવરણની પ્રાપ્તિ થાય.
(૩) ઊંચા પ્રકારનું આધ્યાત્મિક સાહિત્ય વાંચવાનો સંયોગ બનવાથી અને તેમાં રુચિ ઉત્પન્ન થવાથી.
(૪) અધ્યાત્મવેત્તા મહાપુરુષના જીવનનો પ્રત્યક્ષ સમાગમ થાય અને તેના પ્રત્યે વિનયભક્તિ પ્રગટે, જેથી સહજપણે બીજા સાત્ત્વિક ગુણોની સાથે સાથે વૈરાગ્યનો સાધકના જીવનમાં સંચાર થાય.
આવા કોઈ પણ પ્રકારથી જે મહાભાગ્યવાન મનુષ્યને વૈરાગ્ય ઊપજે તેને પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ દૂર રહેતી નથી, કારણ કે આત્મકલ્યાણનાં બન્ને મુખ્ય કારણોની વિદ્યમાનતા હોવાને લીધે થોડા કાળના અભ્યાસથી જ તે મનુષ્ય આત્મજ્ઞાનની ભૂમિકાને સર કરી લે છે. આ જમાનામાં, કોઈક વિરલ અપવાદરૂપ મનુષ્યને બાદ કરતાં, આવો વૈરાગ્ય, ગુરુકુળ કે અધ્યાત્મસંસ્થા સાથે સંકળાયેલ વિદ્યાર્થી કે યુવાનના જીવનમાં ઉદ્ભવવાની સંભાવના વિશેષ છે, કારણ કે તેની ઉત્પત્તિનું ઉત્તમ નિમિત્ત એવા સત્સમાગમનો યોગ એવા વાતાવરણમાં મુખ્યપણે બની શકે છે. વૈરાગ્યની ઉપયોગિતા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્ય અનિવાર્ય છે, માટે જ કહ્યું છે કે –
ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આમ વૈરાગ્યભાવ તે સમસ્ત અધ્યાત્મજીવનની મુખ્ય ધરી સમાન છે. વૈરાગ્યની આટલી બધી અગત્ય કેમ હશે એમ જો વિચાર ઉદ્ભવતો હોય તો તેના સમાધાન માટે નીચે બતાવેલો કોઠો મદદરૂપ થશે. આ કોઠામાં સામાન્યપણે વૈરાગ્યની ઉત્પત્તિના કારણથી માંડીને યથાક્રમ ઠેઠ પરમપદની પ્રાપ્તિની વિવિધ શ્રેણીઓનું આલેખન કરવામાં આવ્યું છે, જે મુમુક્ષુ સાધકોને ઉપયોગી થવા યોગ્ય છે :
Page #190
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય
દુઃખપ્રસંગનો યોગ ↓
વિષયભોગની ક્ષણભંગુરતા અને અસાર્થકતાનું યથાર્થ ભાન
↓
વૈરાગ્યભાવની ઉત્પત્તિ
↓
યમનિયમાદિનું પાલન અને સત્સંગ-સદ્ગુરુનો આશ્રય
↓ તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રોના વાચન-વિચારમાં પ્રેરણા
↓ વૈરાગ્યની દૃઢતા, ચિત્તની નિર્મળતા, મોહનો ઉપશમ અને વિચારબળની વૃદ્ધિ ↓
તત્ત્વવિચારનો સુદૃઢ અભ્યાસ ↓
ચિત્તસ્થિરતા અને આત્માનુભવ
↓
આત્મસાક્ષાત્કાર
↓
ક્રમશઃ પરમપદપ્રાપ્તિ
૧૭૧
વૈરાગ્યભાવની સાધના
જો આપણે ખરેખર આત્મકલ્યાણને ઇચ્છીએ છીએ તો વૈરાગ્યભાવને સર્વ પ્રકારે દૃઢ કરવો આપણા માટે આવશ્યક છે. આ વૈરાગ્યભાવની ઉત્પત્તિ, સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે નીચેની બાબતોને જીવનમાં વણી લેવી ઘટે :
(૧) સત્સંગ-આરાધન • નિયમિતપણે દૈનિક, અઠવાડિક, માસિક કે વાર્ષિક કક્ષાએ અખંડ નિષ્ઠાથી સત્સંગની આરાધના કરવી જોઈએ. વ્યક્તિગત સંજોગો પ્રમાણે તે સાધના સદ્ગુરુના સાન્નિધ્યમાં હો, જ્ઞાનીની સમીપમાં હો કે સત્સંગી-મુમુક્ષુઓના સંગમાં હો.
(૨) સત્શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ : આવાં શાસ્ત્રોમાં મુખ્યપણે સંસારભોગોની ક્ષણભંગુરતા અને તત્ત્વજ્ઞાન તથા સદાચારની ઉત્તમતાનું
Page #191
--------------------------------------------------------------------------
________________
સાક-સાથી
વર્ણન હોય છે. આવાં શાસ્ત્રોનું વાચન, મનન, સ્મરણ, લેખન, પારાયણ, પ્રકાશન, અનુવાદ, બહુમાનપૂજા વગેરે વારંવાર કર્તવ્ય છે.
(૩) નિયમિત ભક્તિ-કર્તવ્ય : પ્રભુના અને સંતોના ગુણોનું, ચારિત્રનું, માહાત્મ્યનું શ્રવણ-કીર્તન-રટણ-સ્મરણ-પૂજન-અર્ચન વગેરે વિવિધ પ્રકારે ભક્તિમાર્ગની આરાધના કરવાથી કોમળતા, વિનય, ગુણગ્રાહકતા, ઉલ્લાસ, પ્રસન્નતા આદિ ગુણોનો આપણા જીવનમાં પ્રાદુર્ભાવ થાય છે.
(૪) વૈરાગ્ય વધારનારી ભાવનાઓનું ચિંતન ઃ વૈરાગ્યને દૃઢ કરનારી અનેક ભાવનાઓ જ્ઞાની પુરુષોએ કહી છે. તેમાંની મુખ્ય નીચે પ્રમાણે છે ઃ (૧) સંસારની અનિત્યતા દર્શાવનાર અનિત્યભાવના. (૨) સંસારનું અશરણપણું દર્શાવનાર અશરણભાવના.
(૩) સંસાર-પરિભ્રમણનું ચિંતવન કરી તેથી પાર ઊતરવા માટેની ભાવના તે સંસારભાવના.
૧૭૨
(૪) આત્મા એકલો જ જન્મ્યો, એકલો જ મરશે અને એકલો જ કરેલાં કર્મનું ફળ ભોગવશે એમ અનુચિંતન તે એકત્વ ભાવના.
(૫) સંસારમાં કોઈ કોઈનું ખરેખર નથી એમ ચિંતવવું તે
અન્યત્વભાવના.
(૬) શરીર અપવિત્ર છે, રોગ-મળ-મૂત્ર-રક્ત-માંસાદિથી ભરેલું છે એમ ચિંતવવું તે અશુચિભાવના.
(૭) રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે ભાવો કરવાથી આત્મામાં નવાં કર્મોનું આવવું થાય છે એમ ચિંતવવું તે આસ્રવભાવના.
(૮) જ્ઞાન-ધ્યાનમાં પ્રવર્તવાથી નવાં કર્મો આત્મામાં આવતાં અટકી જાય છે એવું ચિંતવન તે સંવરભાવના.
(૯) સાચું તપ આદરવાથી જૂનાં કર્મો આત્માથી છૂટાં પડી જાય છે એમ ચિંતવવું તે નિર્જરાભાવના.
(૧૦) ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોકના સ્વરૂપનું ચિંતવન તે લોકસ્વરૂપભાવના.
(૧૧) સંસારમાં પરિભ્રમણ કરતા એવા આત્માને સાચું જ્ઞાન, સાચો સંયમ પ્રાપ્ત થવાં અતિ અતિ દુર્લભ છે એમ ચિંતવવું તે બોધિદુર્લભભાવના. (૧૨) સદ્ઘર્મના ઉપદેશક અને શુદ્ધ શાસ્ત્રોની પ્રાપ્તિ થવી પરમ દુર્લભ છે એમ ચિંતવવું તે ધર્મદુર્લભભાવના.
આ પ્રકારે વૈરાગ્યભાવની સાધના કરવા માટે સ્વાર્થની વાતો અને
Page #192
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય
૧૭૩
સ્વાર્થનાં કાર્યોથી પાછા વળવું આવશ્યક છે. આ માટે નોકરી-ધંધામાં, ખાવા-પીવામાં, ગપ્પાં મારવામાં, રેડિયો-ટેલિવિઝનમાં, છાપાં નવલિકા-ડિટેકિટવ-શૃંગારાદિક ભાવોને પોષવાવાળા સાહિત્ય-વાચનમાં, ઊંઘ-આળસમાં, નાટક-સિનેમા-કલબમાં વીતી જતા સમયમાંથી અમુક ચોક્કસ સમય, ફાજલ પાડવો જોઈએ.
આમ કરવાનો મહાન પુરુષાર્થ સાધકે કર્યે જ છૂટકો છે. વૈરાગ્યનો મહિમા (૧) મંદ વિષય ને સરળતા સહ આજ્ઞા સુવિચાર;
કરણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ઘાર. (૨) જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય-ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહિ અથવા યથાવત્ વિવેક હોય નહિ.
(૩) પૂર્વે મોહવશ થઈને મેં આ બધાય જડ પદાર્થોને ભોગવીને એઠની જેમ ફેંકી દીધા છે. જ્ઞાનને પ્રાપ્ત થયેલો એવો હું હવે તે પદાર્થોને કેમ ગ્રહણ
કરું ?
(૪) જો દેહદૃષ્ટિ હોય તો જ આ જગત રમ્ય અને વિશ્વાસ કરવા યોગ્ય લાગે; આત્મદૃષ્ટિવાન પુરુષને અહીં શું રમ્ય છે ? શું વિશ્વાસ કરવા યોગ્ય છે ? (૫) વિષયને લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિં;
જબ હરિ અંતરમેં બસે, પ્રીતિ વિષયસે નાહિં. (૬) જગતનાં બધાંય સામાન્ય પ્રાણીઓને નીચેની બાબતોમાં કાયમ અતૃપ્તિ જ રહ્યા કરે છે ? ધનલાલસા, જીવનલાલસા, સ્ત્રીલાલસા અને આહારલાલસા.
(૭) યૌવન, આયુષ્ય, ચિત્ત, છાયા, ધન અને સ્વામીપણું આ છ વસ્તુઓને અસ્થિર જાણીને ધર્મની આરાધનામાં લાગી જવું જોઈએ.
(૮) કામપીડિત મનુષ્યો જડ અને ચેતનનો ભેદ કરી શકતા નથી.
(૯) અસંયમી અને વિષયાંધ યુવક પોતાના શરીરને ક્ષીણ કરી ઘડપણને હવાલે કરી દે છે.
(૧૦) જે વાસનાના સામ્રાજ્યમાં લિપ્ત છે તે દુઃખના સામ્રાજયમાં મૃત્યુને શરણ થશે.
(૧૧) જેણે વિષય-આશારૂપી પિશાચને દૃઢ વૈરાગ્યરૂપી તલવારથી
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સાધક-સાથી
માર્યો છે તે સંસારસમુદ્રને નિર્વિઘ્નપણે તરી જાય છે.
(૧૨) વૈરાગ્યનું ફળ બોધ છે, બોધનું ફળ ઉપશમ છે અને ઉપશમનું ફળ પોતાના આત્માના આનંદના અનુભવથી ઊપજતી શાંતિ છે. (૧૩) ઊંચ-નીચ અવતારમેં; વિષય કોટિ વિધ કિન્ડ,
કહે પ્રીતમ વૈરાગ્યવિણ રહા દીનકા દીન. સુખ નહિ સંસારમાં; રાજા, પ્રજા ને રેક,
કહે પ્રીતમ વૈરાગ્યવિણ, નર નહિ હોય નિઃશંક. (૧૪) સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. (૧૫) વિષયત્યાગ વૈરાગ્ય છે; સમતા કહિયે જ્ઞાન, સુખદાઈ સૌ જીવને એવી જ ભક્તિ પ્રમાણ. વૈરાગ્યનાં જીવંત દૃષ્ટાંતો
[૧] લગભગ સિત્તેર વર્ષ પહેલાંની આ વાત. અંગ્રેજોના રાજ્યમાં કેળવણી ખાતામાં એક ભાઈ શિક્ષક તરીકે મુંબઈ મુકામે નોકરી કરતા હતા. બદલીના નિયમો મુજબ પાલનપુર રાજ્યના ડીસા મુકામે તેમની બદલી થઈ. તે પ્રદેશની તદ્દન સૂકી આબોહવા તેમને માફક ન આવી. ધીમે ધીમે તેમની તબિયત વધારે બગડી. તેમણે તે વખતના રાજ્યના મોટા અંગ્રેજ ડૉક્ટરને તબિયત બતાવી. અન્ય ઉપચાર સાથે જો તેઓ લિવરનો સૂપ લે તો જ તેમની તબિયત સુધરે એવી સલાહ ડૉક્ટરે આપી.
“સાહેબ, મારા દયાધર્મને છોડીને હું તેમ કરવા તૈયાર નથી. જો રોગ મટવો હોય તો મટે અને ન મટે તો ભલે શરીર પડી જાય.”
સાહેબ ખિજાઈને બોલ્યા : મારા કહ્યા મુજબ ન વ તો હું સારવાર નહિ કરું. .
શિક્ષક : સાહેબ, જેવી આપની મરજી, પણ મારા રોગનું સર્ટિફિકેટ તો આપશો ને ?
ડૉક્ટર ઃ મારી સારવાર ન કરો તો મારું સર્ટિફિકેટ પણ નહિ મળે.
શિક્ષકને તો સર્ટિફિકેટ વિના નોકરી છોડવાનો વારો આવ્યો પણ આ દૃઢનિશ્ચયી શિક્ષકે તે પણ સ્વીકારી લીધું. ભાગ્યવશાત્ તેમની તબિયત ધીમે ધીમે સુધરી ગઈ
Page #194
--------------------------------------------------------------------------
________________
વૈરાગ્ય
આગળ ઉપર આ શિક્ષકે નિઃસ્વાર્થ સમાજસેવા દ્વારા ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી અને લીંબડી રાજ્યના એડમિનિસ્ટ્રેટર તરીકેની પદવી પ્રાપ્ત કરી અનેક લોકોનાં દુઃખો દૂર કર્યાં.
ધર્મરક્ષા માટે શરીરને અને નોકરીને પણ ગૌણ ગણનાર આ મહાનુભાવનું નામ હતું કરસનદાસ મૂળજીભાઈ.
૧૭૫
[૨]
મધ્યયુગના મહાન સંત તરીકે અને સુપ્રસિદ્ધ ‘રામચરિતમાનસ’ (તુલસીકૃત હિંદી રામાયણ)ના કર્તા તરીકે મહાત્મા તુલસીદાસજી સમસ્ત ભારતમાં જાણીતા છે.
તેઓને યુવાવસ્થામાં પોતાની પત્ની પ્રત્યે અત્યંત મોહ હતો. એક વખત તે કોઈ કારણસર પોતાના પિયર ગઈ હતી. તુલસીદાસ અત્યંત મોહાધીન દશામાં તેને મળવા ગયા અને રાત્રે પોતાના સાસરે પહોંચ્યા. જ્યારે તેમનાં પત્નીએ જોયું કે આવનાર માણસ તો તુલસીદાસજી (પોતાના પતિ જ) છે ત્યારે તેને ખૂબ ક્ષોભ થયો અને તે આવેશમાં જ તેણીએ નીચેનું પ્રસિદ્ધ પદ તેમને ઠપકારૂપે કહ્યું :
અસ્થિ ચરમમય દેહ મમ, તામેં ઐસી પ્રીત,
હોતી જો શ્રીરામમેં, તો નહિ હોત ભવભીત.
અર્થાત્ હાડકાં અને ચામડીવાળા મારા આ શરીરમાં તમને જેવી પ્રીતિ છે તેવી જો ભગવાન રામમાં હોત તો તમને સંસારનો જરા પણ ભય રહેત
નહિ.
પૂર્વભવના સંસ્કારી -આ મહાન યુવક પર જાણે વજ્રપાત થયો. તેના સુસંસ્કારો જાગી ગયા અને આ વચનો તેના હૃદયની આરપાર નીકળી ગયાં. ક્ષણભરમાં જ તેણે અતિ દુષ્કર એવું વિરાગી જીવન જીવવાનો નિર્ણય લઈ લીધો અને સતત અભ્યાસ, જ્ઞાન-આરાધના, સંયમમય જીવન અને ધ્યેયનિષ્ઠાની કઠોર સાધનાથી આ કામાંધ યુવક એક મહાન સાહિત્યકાર અને અમર રામભક્ત બની ગયો.
વૈરાગ્યનો કેવો મહિમા !
ર
Page #195
--------------------------------------------------------------------------
________________
૩૪
સત્શાસ્ત્રોના ઉપકાર
ભૂમિકા
શાસ્તા પુરુષનાં એટલે કે પ્રબુદ્ધ પુરુષનાં વચનોના સંગ્રહને શાસ્ત્ર કહેવામાં આવે છે. જેમાં નિષ્પક્ષભાવથી, પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણને બાધા કર્યા વગર, જગતના જીવોનું કલ્યાણ થાય તે આશયથી સદ્બોધનું અવતરણ કર્યું હોય તેવા સ્વ-પર-ઉપકારી વચનસંગ્રહને સત્શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રોનું સામાન્ય સ્વરૂપ
જે શાસ્ત્રો વાંચવાથી, વિચારવાથી અને અનુસરવાથી સાધકને શાંત ભાવની પ્રાપ્તિ થાય અને વિષમસ્વરૂપ એવા સંસારભાવો પ્રત્યે ઉદાસીનતા પ્રગટે તથા સત્યાર્થ તત્ત્વોનું પરિજ્ઞાન અને શ્રદ્ધા ઊપજે તે શાસ્ત્રો વિશે બહુમાન લાવી વારંવાર તેવાં શાસ્ત્રોનો પરિચય કરવો આવશ્યક છે પુરુષ-પ્રમાણ, વચન-પ્રમાણ' એ ન્યાયોક્તિને અનુસરીને આપણે તેવા પુરુષનાં વચનો વાંચવાં વિચારવાં જોઈએ કે જેઓએ પોતે જ રાગદ્વેષરહિત અવસ્થા પ્રાપ્ત કરી હોવાથી અને પરમજ્ઞાનની પ્રાપ્તિ કરી હોવાથી રાગાદિવશ કે અજ્ઞાનવશ શાસ્ત્રરચના ન કરી હોય. જેટલા પ્રમાણમાં જે પુરુષ રાગરહિત છે તેટલા પ્રમાણમાં તેનું વચન વિશેષ-વિશેષપણે પ્રમાણભૂતતાને પ્રાપ્ત થયેલું કહેવાય.
શાસ્ત્રોનું વિશેષ સ્વરૂપ
સાધકને સમાધિસુખ ઇષ્ટ છે, તે સમાધિની પ્રાપ્તિ આત્મજ્ઞાનથી થાય છે, તે આત્મજ્ઞાન પામવા પદાર્થનો અવિરુદ્ધ બોધ જરૂરી છે અને અવિરુદ્ધ બોધ થવા માટે પૂર્વાપર વિરોધરહિત એવી અનેક દૃષ્ટિકોણવાળી જ્ઞાનપદ્ધતિ સ્વીકારવી પડે છે. આથી એમ જાણવું કે જ્યાં સુધી સાપેક્ષવૃષ્ટિથી આત્માદિ પદાર્થોનું પરિશાન ન કરવામાં આવે ત્યાં સુધી યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; તેથી સાધકે પણ શાસ્ત્રાધ્યપનમાં સાપેક્ષદૃષ્ટિ રાખી જ્યાં જ્યાં જે જે બોધની પ્રાપ્તિ થાય, ત્યાં ત્યાં તે બોધને તે તે દૃષ્ટિકોણથી ગ્રહણ કરવો, પણ એકાંતપક્ષ ગ્રહણ કરી હઠાગ્રહી થવું નહિ.
Page #196
--------------------------------------------------------------------------
________________
સન્શાસ્ત્રોના ઉપકાર
૧૭૭
ઉદાર અને સાપેક્ષદૃષ્ટિસહિત જ્યારે સાધક ગુણગ્રાહક થઈને આત્માની શુદ્ધિ અર્થે શાસ્ત્રોને સેવે છે ત્યારે તેને સત્ય વિવેકની પ્રાપ્તિ થવાથી અવશ્ય આત્મસમાધિ સિદ્ધ થાય છે. સન્શાસ્ત્રોની સાધના
ઇતર વાચન અને આધ્યાત્મિક વાચનમાં આકાશ-પાતાળનો ફેર છે. પહેલાનું ધ્યેય લૌકિક-ઉપાધિની પ્રાપ્તિ કે મનોરંજન કે કાળનિર્ગમન (Pastime) છે, જ્યારે આધ્યાત્મિક વાચનનું ધ્યેય ઉપશમ-વૈરાગ્યની વૃદ્ધિ અને પદાર્થનો યોગ્ય નિર્ણય કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. ઘણા પ્રકારના સ્વાધ્યાદિનો પરિશ્રમ દીર્ઘકાળ સુધી કર્યા છતાં જો આ ફળની પ્રાપ્તિ ન થાય તો સાધકે સત્વશાસ્ત્રોની સાચી સાધના કરી છે એમ ન ગણી શકાય.
સન્શાસ્ત્રોનો ઉપકાર સાધક ઉપર અમાપ છે. જે જે તત્ત્વ બુદ્ધિગમ્ય છે, તર્ક વડે સમજી શકાય છે, અનુમાન વડે પ્રમાણિત થઈ શકે છે અને અભ્યાસ વડે સિદ્ધ થઈ શકે છે, તે તે તત્ત્વો બતાવીને તો સન્શાસ્ત્રો આપણા ઉપર ઉપકાર કરે જ છે, પરંતુ દૂરકાળવતી એવા રામ-રાવણાદિ પદાર્થો દૂરક્ષેત્રવર્તી એવા મેરુ પર્વત, સ્વર્ગ કે નરકાદિ પદાર્થો અને અતિસૂક્ષ્મ એવા એકેન્દ્રિય જીવો વગેરેનું દિગ્દર્શન કરાવી સત્તાસ્ત્રો આપણને જે ત્રીજું નેત્ર પૂરું પાડે છે તેનો ઉપકાર આપણે શું ખરેખર વાળી શકીએ એમ છીએ?
પૂર્વે થયેલા અનેક કક્ષાના વિશિષ્ટ મહાજ્ઞાનીઓ અને સમસ્ત વિશ્વના સમસ્ત પદાર્થોને સહજપણે જાણનાર એવા સર્વજ્ઞ પરમાત્માના બોધનો જ એ પ્રભાવ છે કે આપણને આપણા સાચા સ્વરૂપનું, મોક્ષમાર્ગનું અને પરોક્ષ એવા સૂક્ષ્મ પદાર્થોનું પણ જ્ઞાન આજે પ્રાપ્ત થયું છે.
વર્તમાન સાધક વર્ગમાં સન્શાસ્ત્રોની સાધના પ્રત્યે એક પ્રકારની બેદરકારી અને ઉપેક્ષાવૃત્તિ દેખાય છે. અવિવેક અને પ્રમાદથી ઉત્પન્ન થયેલી સાધકોની આ અરુચિ આપણી મહાન અવનતિનું સૂચન કરે છે. આ અવનતિ નિવારવા માટે નિયમિતપણે અને નિયમપૂર્વક શાંત ચિત્તે સાસ્ત્રોનું શ્રવણ, વાચન, મનન, લેખન, સ્મરણ, અનુપ્રેક્ષણ અને અનુસરણ માત્ર રાહકારી અને ઉપકારી જ નહિ, પણ આવશ્યક અને અનિવાર્ય જાણીએ છીએ, અને તે માટે ગમે તેવો ભોગ આપીને પણ પુરુષાર્થ કરવો યોગ્ય છે. તેમ ન કરવા માટે કોઈ પણ સાધકે કોઈ પણ બહાનું બતાવવું તે અશ્રેયસ્કર અને આત્મઘાતક છે એમ નિશ્ચયથી જાણો. સાંપ્રદાયિકતાને આધીન થઈ જવાથી અન્ય વિશિષ્ટ મહાપુરુષોના ગ્રંથો ન
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સાધક-સાથી
વાંચવા સંબંધીનો આગ્રહ છોડીને જેમાંથી આત્મકલ્યાણની પ્રાપ્તિ અને જીવન-સુધારણાની પ્રેરણા મળે તેવા યોગ્ય અને શિષ્ટ ગ્રંથો વાંચવા સંબંધીનો સંકોચ છોડી દેવા યોગ્ય છે.
એક ખાસ વાત આ કક્ષાએ સર્વ સાધકોએ યાદ રાખવાની છે તે એ કે જેવી રીતે પરીક્ષામાં સિત્તેર ટકા ગુણ મેળવ્યા વગર મેડિકલ કૉલેજમાં દાખલ થઈ શકાતું નથી, પાંચ વર્ષના અધ્યાપનના અનુભવ વિના પ્રોફેસર બની શકાતું નથી, તેમ ઉત્તમ એવા જ્ઞાન ધ્યાન-તપ અને સંયમનો માર્ગ બતાવનાર અધ્યાત્મશાસ્ત્રો પણ સુપાત્રતા વિના ખરેખર ઉપકારી થઈ શકતાં નથી. તે સન્શાસ્ત્રોથી લાભાન્વિત થવું હોય તો સાધકના જીવનમાં શાંતપણું, વૈરાગ્ય, મુમુક્ષુતા, તિતિક્ષા, મધ્યસ્થતા, સત્યનિષ્ઠા, સરળતા આદિ ગુણો જોઈશે.
વર્તમાનમાં અમુક મનુષ્યો શાસ્ત્રપાઠી તો થયેલા જોવામાં આવે છે, પરંતુ યથાયોગ્ય પાત્રતા અને ગુરુગમ (સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થવા યોગ્ય વિશિષ્ટ જ્ઞાનદૃષ્ટિ) વિના તેમના પોપટિયા જ્ઞાનનો તેમના જીવન સાથે જાણે કાંઈ જ તાલમેલ (સંબંધ) હોતો નથી અને તેથી તેમનું તે જ્ઞાન (!) તેમને પરમાર્થ માર્ગથી ખૂબ ખૂબ દૂર જ રાખે છે. આથી જ મહાજ્ઞાનીઓએ કહ્યું છે : "
આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્દગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર. જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિ મતિમાન,
અવલંબન શ્રી સદ્ગુરુ સુખદ અને સુખખાણ. ઉપર કહેલા આ શુષ્કજ્ઞાની થઈ જવાના મહાન દોષથી બચવા માટે સત્સંગ અને અંતર-નિરીક્ષણ ઉપરાંત વિશાળ દૃષ્ટિથી શાસ્ત્રાવલોકન કરવામાં આવે તો પણ તે મહાન ઉપકારી થશે. પ્રાથમિક ભૂમિકામાં રહેલા સાધકે સંસારનું અસારપણું જેમાં વર્ણવ્યું હોય તેવા પૂર્વે થયેલા તીર્થંકર-આચાર્ય મુનીશ્વર-સંતોના પવિત્ર જીવનપ્રસંગોનું વર્ણન જેમાં કર્યું હોય તેવા તથા જેમાં કમસિદ્ધાંતાદિનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું હોય અને આચાર સંબંધી સ્પષ્ટ વિવરણ કર્યું હોય તેવાં શાસ્ત્રો પણ વાંચવાં યોગ્ય છે. એકલા આધ્યાત્મિક ગ્રંથોના વાચનથી સાચી મુમુક્ષતા વિકાસ પામી શકતી નથી. જીવનમાં શુષ્કતા આવી જાય છે, અતિ વાચાળપણું અને ઉન્મત્તતા તથા અહંકારાદિ મહાદોષો ઉત્પન્ન થયા છે અને જીવનપ્રસંગોમાં પ્રત્યક્ષપણે છીછરાપણું દૃષ્ટિગોચર થાય છે, કારણ કે તેવાં મહાન ગંભીર શાસ્ત્રોને
Page #198
--------------------------------------------------------------------------
________________
સાસ્ત્રોના ઉપકાર
૧૭૯
પચાવવા માટે જે યોગ્યતા જોઈએ તે નવ્વાણું ટકા વર્તમાન સાધકોમાં હોતી નથી. આ વાર્તા મહાન ઉપકારી હોવાથી તે સહજપણે સૂચિત કરી છે તે આસન્નભવ્ય જીવોને પ્રમોદ અને પ્રેરણા પમાડી ઉપકારક થાઓ !
(૧) સત્સંગ, સાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ આત્મદશા પ્રગટ થવાનાં પ્રબળ અવલંબન છે.
(૨) અનેક સંશયોને છેદનાર, પરોક્ષ પદાર્થોને દર્શાવનાર અને સૌનાં નેત્ર (સમાન) શાસ્ત્ર છે. જેને તે (શાસ્ત્રરૂપી નેત્ર) નથી તે અંધ જ છે.
(૩) શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે, શાસ્ત્ર પુણ્ય ઉપાર્જન થવાનું કારણ છે, શાસ્ત્ર સર્વને જણાવનાર ઉત્તમ ચક્ષુ છે, શાસ્ત્ર સર્વ હતુઓને સિદ્ધ કરનાર સાધન છે, માટે ધર્મી જીવે શાસ્ત્રમાં નિરંતર પ્રયત્ન કરવો શ્રેયસ્કર છે. મોહરૂપી અંધકારવાળા આ લોકમાં શાસ્ત્રરૂપી પ્રકાશ જ પથપ્રદર્શક છે. (૪) શ્રમણ્ય જ્યાં ઐકાગ્ય ને ઐકાગ્ય વસ્તુનિશ્ચયે,
નિશ્ચય બને આગમ થકી આગમ પ્રવર્તન મુખ્ય છે. (૫) શાસ્ત્રોમાં અપાયેલ બોધમાં મનીષીઓનાં ચિંતન, અનુભવ, પરીક્ષણ અને નિચોડનાં તત્ત્વો સમાયેલાં હોય છે. તેમાંથી આપણને જીવનયાત્રામાં સ્કૂતિ, પ્રોત્સાહન અને માનસિક બળ પ્રાપ્ત થાય છે. જીવનની અંધકારપૂર્ણ ક્ષણોમાં પ્રકાશ કિરણો તરીકે કામ કરવાનું સૌભાગ્ય આવા ઉત્તમ બોધને જ પ્રાપ્ત થયેલું છે. (૬) શાસ્ત્રો વડે પ્રત્યક્ષ આદિથી જાણતો જે અર્થને,
તસુ મોહ પામે નાશ નિશ્ચય, શાસ્ત્ર સમધ્યયનીય છે. (૭) મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિ ચક્ષુ ને સર્વત્ર ચક્ષુ સિદ્ધ છે. (૮) પ્રત્યક્ષ સત્પરષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે. તેવા યોગના અભાવે સદ્ભુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંત રસગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવાં શાસ્ત્રોનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
(૯) સત્કૃતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમ કે દીર્ઘકાળથી પરિચિત છે, પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સાધક-સાથી
(૧૦) સન્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભધ્યાન વિશે મન રાખો, પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અમીરસ ચાખો.
અહોહો ! પરમ શ્રત-ઉપકાર !
ભવિને શ્રત પરમ આધાર. સશાસ્ત્રના ઉપકારનાં જીવંત દૃષ્ટાંતો
સૌરાષ્ટ્રમાં આવેલા સોનગઢના જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રણેતા અધિષ્ઠાતા પૂ. શ્રી કાનજી સ્વામીના જીવનની આ વાત છે. મૂળ તેઓએ શ્રી સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. વિ.સં. ૧૯૭૮માં તેઓને આચાર્ય શ્રી કુંદકુંદવિરચિત ‘સમયસાર ગ્રંથ પ્રાપ્ત થયો. તેના વાચનથી તેઓને શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણીને ખૂબ ઉલ્લાસ આવ્યો અને તેઓ સમયસાર ગ્રંથના અધિકારી વિદ્વાન તથા અધ્યાત્મપ્રેમી બન્યા. આમ સત્યાસ્ત્રની પ્રાપ્તિ થવાથી તેમના જીવનમાં એક મહાન પરિવર્તન આવ્યું. અને તેઓશ્રીના પ્રભાવથી અનેક ઉત્તમ અધ્યાત્મગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર થયું.
[૨]
લગભગ અઢાર વર્ષ પહેલાંની વાત. મુંબઈમાં લાખો રૂપિયાની વાર્ષિક આવકવાળા એક વેપારીને તેમના એક મિત્રે એક પુસ્તક વાંચવા માટે આપ્યું ઃ આ વેપારીએ પ્રથમ તેનું સામાન્ય અવલોકન કર્યું. પણ જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ જાણે કે તેમના હૃદયને તે વેધક વચનો યશ ગયાં. પોતે સંગીતના ખૂબ શોખીન હતા અને અનેક પ્રકારના સાગરંગમાં ડૂબેલા હતા. થોડા જ વખતમાં આ પુસ્તકના વાચનની અસરથી તેઓએ બધી પ્રવૃત્તિ સંકેલી દેવલાલી (નાસિક રોડ પાસે, મહારાષ્ટ્ર)માં એક સુંદર આશ્રમ બનાવી, બહ્મચર્યવ્રત ગ્રહણ કરી, ભક્તિમય સાદું જીવન અંગીકાર કર્યું.
આ વેપારી તે બીજા કોઈ નહિ પણ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, દેવલાલીના મુખ્ય ટ્રસ્ટી આત્માર્થી શ્રી જયસિંગભાઈ, અને આ પુસ્તક તે ગુજરાતી ભાષાના અપૂર્વ અધ્યાત્મજ્ઞાનકોશ-સ્વરૂપ “શ્રીમદ્ રાજચન્દ્ર' આ ગ્રંથમાં ભરેલી અદ્દભુત અનુભવવાણીના જાદુએ “રંગીન’ જયસિંગભાઈને સંગીન’ સાધનામાર્ગ તરફ વાળી દીધા.
Page #200
--------------------------------------------------------------------------
________________
નિયમિતતા
જે સમયે જે કાર્ય કરવાનું છે તે સમયે કાર્ય અવશ્યપણે કરવાની નીતિમાં જે પારંગત થયો છે તે પુરુષ નિયમિત કહેવાય છે અને તેની તે નિષ્ઠા, નીતિને નિયમિતતા કહેવાય છે. વ્યવહારજીવનમાં નિયમિતતા
નિયમિતતાનો ગુણ જેટલો પરમાર્થની સાધનામાં ઉપયોગી છે તેટલો જ વ્યવહારજીવનની સફળતામાં પણ ઉપયોગી છે. ઘરમાં, નિશાળમાં, કૉલેજમાં, હૉસ્પિટલમાં, દુકાનમાં, મિલમાં, કારખાનામાં, નોકરીમાં, કોર્ટમાં કે બીજે ગમે તે સ્થળે જે નિયમિતપણે વર્તે છે તે પોતાનું કામ સમયસર અને શાંતિથી કરી શકે છે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે, સૌના ધન્યવાદને પાત્ર ઠરે છે અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી પોતાના વિષયમાં અગ્રેસર અને નિષ્ણાત બની જાય છે. આ કારણથી જ આપણે જોઈએ છીએ કે જે દુકાનદાર નિયમિત દુકાન ઉઘાડે છે, જે ડૉક્ટર સમયસર દવાખાને હાજર હોય છે, જે સેલ્સમેન એપોઇન્ટમેન્ટનો સમય સાચવે છે, જે કારીગર સમયસર કામ પૂરું કરી આપે છે, જે શિક્ષક કે પ્રોફેસર સમયસર પોતાના કામે પહોંચી જાય છે, જે વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે છે અને જે ગોરમહારાજ સમયસર લગ્નવિધિ પતાવી આપે છે તેઓ ઘણું કરીને લોકપ્રિય બને છે અને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવે છે. પરમાર્થમાર્ગમાં નિયમિતતા
પરમાર્થમાર્ગમાં તો નિયમિતતાની આટલી હદે આવશ્યકતા છે કે તેનું પ્રતિબિંબ નીચેની પ્રસિદ્ધ અંગ્રેજી કહેવતમાં પણ પડ્યું છે - જ્યાં નિયમિતતાનું સર્વોચ્ચ પાલન કરનાર માટે કહેવાય છે : 'He is religiously regular.'
હવે વિચારીએ કે અધ્યાત્મસાધનામાં નિયમિતતાની આટલી બધી આવશ્યકતા કેમ બતાવવામાં આવી છે. પ્રથમ તો સાધનામાં અનાદિકાળના પડેલા કુસંસ્કારો અને કુટેવોને સુસંસ્કારો અને સાચી ટેવોના પુટ આપવા વડે
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઢીલા કરી નાખવાના છે. આમ, જો કુસંસ્કારો અને કુટેવોના બળનો પરાજ્ય કરવો હોય તો સ્વાભાવિકપણે જ નિયમિત રીતે તેનાથી વિરુદ્ધ ભાવોનું (સુસંસ્કારોની સાધનાનું) ઠીક ઠીક કાળ સુધી સેવન કરવું જોઈએ. વળી વિશેષ એમ છે કે આત્મસાધનાની સફળતા આત્માનુભવથી છે, તેની પ્રાપ્તિ મનોજયથી છે અને તેની પ્રાપ્તિ સમસ્ત જીવનની પ્રક્રિયાઓને એક સુનિશ્ચિત ઢાંચામાં ઢાળવારૂપ નિયમિતતાથી છે. જો મનને જીતવું હોય તો નિયમિતતાપૂર્વક પાડેલી સારી ટેવોમાં નિષ્ઠાવાન થવું પડશે. ટૂંકમાં, સાધનાની ચરમ સીમા જે સમાધિ, તેની પ્રાપ્તિ અર્થેની બે સૌથી અગત્યની બાબતો જે સદ્બોધ અને આત્મસ્થિરતા તે બન્ને માટે નિયમિતતા આવશ્યક છે, પરંતુ તેમાં પણ આત્મસ્થિરતાનો તો આધારસ્તંભ જ નિયમિતતા છે એમ આપણે ઉપર જોયું. આ ઉપરથી સાધકે નિયમિતતાને કેટલી અગત્ય પોતાના જીવનમાં આપવી જોઈએ તે સહેજે સમજી શકાય છે. જ્ઞાનીઓ કહે છે ઃ નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આનંદના કારણરૂપ થઈ પડે છે. માટે પાઠ, સ્તવન, ધ્યાન, સ્વાધ્યાય તથા ગુરુભક્તિ યથાસમયે કરવાં જોઈએ.'
નિયમિતતાની સાધના
આ પ્રમાણે કુસંસ્કારોના પરાજય અર્થે અને ધ્યાનમાં સ્થિરતાની પ્રાપ્તિ કરવા માટે નિયમિત આહારવિહાર, નિયમિત નિદ્રા, નિયમિત સત્સંગ, નિયમિત શાસ્ત્રાધ્યયન, નિયમિત પ્રભુભક્તિ, નિયમિત સ્મરણ-મનન, નિયમિત આસન, નિયમિત વાચા ઇત્યાદિનો અભ્યાસ કરીશું ત્યારે જ ધ્યાન દરમિયાન મન નિયમિત થશે અને ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિ થતાં આત્મશાંતિ, પ્રસન્નતા અને આત્મસમાધિની પ્રાપ્તિ થશે.
સાધક–સાથી
નિયમિતતાની સિદ્ધિ માટે ત્રણ ઉપયોગી બાબતો અનુભવી પુરુષોએ આપણને બતાવી છે :
પ્રથમ તો નિયમિતતાની મહાન અગત્ય જીવનમાં સ્વીકારીને તેને પ્રાપ્ત કરવાનો અત્યંત દૃઢ નિર્ણય કરવો જોઈએ. બીજું, આ નિર્ણયને સાકાર કરવા માટે અભ્યાસની પ્રારંભિક અને મધ્યમ ભૂમિકાઓમાં કોઈ સુસંચાલિત આશ્રમ, પરમાર્થસંસ્થા કે ગુરુકુળમાં રહેવું જોઈએ. આવી સંસ્થાઓમાં સાધનાનો સમય નિયત કરેલો હોય છે અને તે માટે ઘણુંખરું ઘંટ વગાડી સૌને જાગ્રત કરવામાં આવે છે. સવારે, બપોરે, સાંજે અને રાત્રે સમયે નિયમિતપણે સત્સંગ-ભક્તિ-પ્રવચન-ધ્યાન વગેરેમાં જવાથી એક
એમ બધાય
Page #202
--------------------------------------------------------------------------
________________
નિયમિતતા
૧૮૩
જાતની ટેવ પડી જાય છે અને જો આત્મજાગૃતિ હશે તો તે ટેવ ઘેર આવ્યા પછી પણ ચાલુ રાખવામાં આવશે. અને આવા અભ્યાસ પછી છેલ્લે, નિયમનું ગ્રહણ એટલે વ્રત લેવું તે પણ નિયમિતતાને દૃઢ કરવા માટે અત્યંત જરૂરી છે. વ્રતગ્રહણનો એવો મહિમા છે કે જ્યારે જ્યારે વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરવાનો અવસર ઊભો થશે ત્યારે તુરત જ વ્રતરૂપી વાડ આપણું તેનાથી રક્ષણ કરશે અને આમ નિયમિતતાને ધીમે ધીમે આપણા જીવનનો એક સહજ સ્વભાવ બનાવી દેશે. આ કારણથી જ આપણા પૂર્વાચાર્યો અને સંત-મહાત્માઓએ વ્રતનું અધિક મહત્ત્વ આત્મસાધનામાં સ્વીકાર્યું છે.
છેલ્લે નિયમિતતાની સાધના બાબત ઘણા મુમુક્ષુઓ તરફથી ફરિયાદ કરવામાં આવે છે કે નિયમિત જીવન જીવવું તેમને માટે બહુ જ કઠિન છે. હવે જો ખરેખર વિચારીએ તો સાધનામાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ વધારે ને વધારે કુદરતી – સ્વાભાવિક બનતા જવાનું છે, કુદરતના ન્યાયમાં નિયમિતતા દૃષ્ટિગોચર થાય છે. સૂર્ય સવારે જ ઊગે છે અને સાંજે જ આથમે છે. ચંદ્ર સાંજે જ ઊગે છે અને સવારે અદૃશ્ય થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું પોતપોતાના મહિનાઓમાં જ આવે છે. ફળ-ફૂલ-શાકભાજી વગેરે પણ નિયમિત સમયે જ આવે છે અને સાગરમાં ભરતી-ઓટની વ્યવસ્થા પણ નિયમિત જોવામાં આવે છે.
આમ, પ્રકૃતિના ખોળે તો પદાર્થો નિયમિતતા ધારણ કરી રહેલા દેખાય છે, તો પછી જે સાધક પોતે કુદરત તરફ જઈ રહ્યો છે, તેનામાં અનિયમિતતા કેમ શોભે ? જો કે ગૃહસ્થાશ્રમમાં કેટલીક વસ્તુઓ અને બનાવો આપણા નિયમનની બહાર હોય છે એટલે એકાએક કોઈ મહેમાનોનું આવી જવું, કોઈને અકસ્માત, રોગ કે મરણનો યોગ થઈ જવો એ ઇત્યાદિ પ્રકારોને બાદ કરતાં નિયમિતતાનું સેવન પ્રાથમિક ભૂમિકા પછી સહજ, સરળ અને સ્વભાવરૂપ બની જાય છે – બની જવું જોઈએ.
ઉત્તમ ફળ દેનારી આવી નિયમિતતાને, ચાલો આપણે પણ નિયમિત રીતે આરાધી સ્વભાવરૂપ કરી દઈએ.
નિયમિતતાનાં જીવંત દૃષ્ટાંતો
- સાધનામાં નિયમિતતાની બાબતમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાના ગુરુ શ્રી તોતાપુરીજીનું દૃષ્ટાંત ભક્તોને વારંવાર કહેતા. તોતાપુરીજી ઉગ્ર તપસ્વી હતા અને ઉચ્ચ દશાને પામેલા મહાત્મા હતા. પિત્તળનો લોટો,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સાધક-સાથી
ચીપિયો અને એકાદ ચાદર કે આસન સિવાય તેઓ પોતાની પાસે કાંઈ પણ પરિગ્રહ રાખતા નહિ. આમ છતાં તેઓ ખૂબ જ નિયમિતપણે ધ્યાનમાં બેસી જતા. એક દિવસ શ્રી રામકૃષ્ણ પૂછયું : “આપને તો બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે તો પછી હવે શા માટે નિયમિતપણે ધ્યાનમાં બેસવાનો આગ્રહ રાખો છો ?”
તેઓએ પોતાના પિત્તળના લોટા તરફ આંગળી ચીંધીને કહ્યું : “જો આ સામે લોટો છે તે કેવો ચકચકાટ કરે છે ! પરંતુ તે લોટાને બે-ત્રણ દિવસ ન માંજીએ તો તે કેવો નિસ્તેજ થઈ જાય છે ? મનુષ્યના મનનું પણ એવું જ છે. આત્મજ્ઞાન થવા છતાં પણ સાધકે ખૂબ સાવધાનીપૂર્વક નિયમિત ધ્યાન-ભજનાદિ સાધનોમાં લાગેલા રહેવાની ટેવ પાડવી જોઈએ. જેથી સર્વ પ્રકારના કુસંસ્કારોનો નાશ થાય અને સહજસમાધિની દશા પ્રગટે.’
[] જે સમયે અમેરિકન પ્રજાસત્તાકના પ્રમુખ જૉર્જ વોશિંગ્ટન હતા તે સમયની આ વાત છે.
તેઓને એક અંગત મંત્રી હતો. તેને ઓફિસમાં પહોંચતાં લાગલગાટ બે દિવસ મોડું થયું તેથી વૉશિંગ્ટને તેને પૂછયું : “ભાઈ ! તમારે ઓફિસ આવવાને કેમ મોડું થાય છે ” તેણે જવાબ આપ્યો : “સાહેબ, મારી ઘડિયાળ ધીમી પડી જાય છે.” આ વાત થયા પછીના દિવસે પણ જ્યારે તે મંત્રીને આવવામાં મોડું થયું ત્યારે વૉશિંગ્ટને કહી દીધું : “જુઓ ભાઈ ! તમે મોડા આવો તે મને પોસાય નહિ; કાં તો તમે તમારું ઘડિયાળ બદલો, નહિતર મારે મારો મંત્રી બદલ્યા સિવાય ચાલશે નહિ !”
[૩] આ જમાનાના ભારતના મહાન રાજપુરુષોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ખૂબ જ પ્રસિદ્ધ છે. તેઓના જીવનમાં અનેક મોટા મોટા સદ્ગુણો પ્રગટ્યા હતા, જેમાંનો એક હતો નિયમિતતાનો.
જે વખતે તેઓ બેરિસ્ટરની ડિગ્રી લેવા વિલાયત ગયા ત્યારની આ વાત છે. ત્યાંના વિશ્વવિદ્યાલયનો જે પહેરેગીર હતો તે આ વિદ્યાર્થીને નિયમિતપણે લાઈબ્રેરીમાં વાંચવા આવે ત્યારે મળતો. સવારના નવ વાગ્યે તેઓ લાઇબ્રેરીમાં વાંચવા પહોંચી જતા. થોડા જ સમયમાં આ પહેરેગીરને તેમની અચૂક નિયમિતતા બાબત એટલો તો વિશ્વાસ બેસી ગયો કે
Page #204
--------------------------------------------------------------------------
________________
નિયમિતતા
વલ્લભભાઈ આવે ત્યારે જ તે વિશ્વવિદ્યાલયના ટાવરને ચાવી આપતો અને સમય પણ મેળવી લેતો.
જેટલો વખત વલ્લભભાઈ ત્યાં રહ્યા ત્યાં સુધીમાં કોઈ પણ દિવસ ટાવરની ઘડિયાળ વહેલીમોડી થયાની એક પણ ફરિયાદ વિશ્વવિદ્યાલયની ઑફિસમાં આવી નહોતી.
જુઓ નિયમિતતાનો જીવતોજાગતો નમૂનો !
૧૮૫
Page #205
--------------------------------------------------------------------------
________________
૩૬
તત્ત્વજ્ઞાનનો સાર
ભૂમિકા
આ જગતમાં જે પદાર્થ ખરેખર જેવો છે તેવું તેનું જ સ્વરૂપ તે તે પદાર્થનું તત્ત્વ છે અને તેવા તત્ત્વનું યથાર્થ જ્ઞાન તેને તત્ત્વજ્ઞાન કહીએ. આવા સમસ્ત તત્ત્વજ્ઞાનનો જે સાર તે તત્ત્વજ્ઞાનનો સાર છે. આ જગતના બધા પદાર્થોમાં જ્ઞાન અને આનંદના ગુણો ધરાવનાર જે શાશ્વત પદાર્થ તે આત્મા છે – ચેતન છે. પ્રાણીમાત્રનું લક્ષ્ય જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ હોવાને લીધે તે આત્મત્વ પ્રગટ કરવું તે તત્ત્વજ્ઞાનનો સાર છે. તત્ત્વનું યથાર્થ સ્વરૂપ
જે આત્માઓ જ્ઞાન અને આનંદને પૂર્ણપણે પામ્યા તેમને પરમાત્મા અથવા સર્વજ્ઞ કહેવામાં આવે છે. તેઓએ પોતાના જ્ઞાનમાં જો કે અનંત પદાર્થો જોયા, પણ તે સર્વમાં સારરૂપ પદાથે બે પ્રકારના જોયા : જડ અને ચેતન. જેનામાં જાણવા-જોવાની શક્તિ ન હોય, જે રૂપી હોય અને જે સ્પર્શ-રસ-ગંધવણદિથી યુક્ત હોય તેવા ઇન્દ્રિયગમ્ય પદાર્થોને જડ કહેવામાં આવે છે. પર્વત, માટી, પથ્થર, ધાતુ, લાકડું વગેરે પદાર્થો જડ તત્ત્વનાં દૃષ્ટાંતો છે, કારણ કે તે પદાર્થો બીજા કોઈ દ્વારા જણાય છે, પણ તેઓ બીજા પદાર્થોને જાણી-જોઈ શકતા નથી.
આ જડ અને રૂપી તત્ત્વથી જુદા સ્વભાવવાળું, જાણવા-દેખવાની શક્તિવાળું ચૈતન્ય તત્ત્વ છે. જેને આત્મા, જીવાત્મા, પરમાત્મા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આવું ચૈતન્ય દરેક પ્રાણીમાત્રમાં રહેલું છે અને તેની સત્તાથી જ આ સમસ્ત વિશ્વમાં રમણીયતા વ્યાપેલી જોવામાં આવે છે. જો કે તેના ગુણોનો કોઈ પાર નથી. છતાં ટૂંકમાં તેને મહાત્માઓએ આવા મુખ્ય ગુણોવાળું કહ્યું છે :
સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા સુખભાસ;
વેદક્તા ચૈતન્યતા, એ સબ જીવવિલાસ.” જડ અને ચેતન – એમ આ બે પદાર્થો એકબીજાનું નિમિત્ત પામીને,
Page #206
--------------------------------------------------------------------------
________________
તત્ત્વજ્ઞાનનો સાર
૧૮૭
પોતપોતાની યોગ્યતા મુજબ અનેક રીતે પરિણમી રહ્યા છે. જગતના વિવિધ પ્રકારના સૂક્ષ્મ કે ધૂળ જડ પદાર્થોનો સંયોગ પામીને જગતના જીવો તેમાં હર્ષવિષાદની લાગણી તન્મયપણે અનુભવી રહ્યા છે અને આવા વિવિધ ભાવોને વિભાવ ભાવો કહે છે, જે જીવની સંસારી દશામાં નિરંતર નવા નવા થયા જ કરે છે અને જીવ આકુળતા અનુભવ્યા જ કરે છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
હવે મહત્-પુણ્યના યોગથી જ્યારે આ જીવ પાંચ ઇન્દ્રિયો, વિવેક કરવાની શક્તિ અને મનુષ્યભવ પામે ત્યારે તે સંસાર-પરિભ્રમણમાંથી છૂટવાની યોગ્યતાવાળો બને છે. આવો પુરુષ આત્મા-અનાત્માનો, જડ-ચેતનનો, સ્વ-પરનો અથવા સારાસારનો વિવેક કરવાનો પુરુષાર્થ કરે તે જ તત્ત્વજ્ઞાનનો સાર છે. જે મહાન પુરુષ આવા સારરૂપ વિવેકને આત્મનિષ્ઠ સદ્ગુરુના બોધ દ્વારા પામે છે અને પ્રાપ્ત કરેલા વિવેકને જીવનમાં નિરંતર ધારણ કરે છે, તે મહાપુરુષને જગતના પદાર્થોમાંથી આત્મબુદ્ધિ ટળી જાય છે. આમ, એક વાર જગતના પદાર્થોનું અકિંચિત્કરપણું જેણે અંતરથી જાણી લીધું હોય તેને ક્રમે કરીને આત્મા પ્રત્યે જ પરમ પ્રીતિ પ્રગટે છે અને તે આત્માનો જ લક્ષ અને અનુભવ થવાથી તે પુરુષને મોક્ષપદની સિદ્ધિ થાય
આ કક્ષાએ એટલું જાણી લેવું આવશ્યક છે કે આવો જે ઉત્તમ ફળને આપનારો વિવેક તેને અંતરમાં ધારણ કરવા માટે તથારૂપ યોગ્યતાની જરૂર છે. જો સાધકમાં અંતર-વૈરાગ્ય, ઉપશાંતવૃત્તિ, મધ્યસ્થતા, સરળતા, સહનશીલતા, સત્ય-જિજ્ઞાસા વગેરે ગુણો ન હોય તો તેવો સાધક કોઈ પણ સંજોગોમાં સદ્ગુરુનો ઉપદેશેલો બોધ ધારણ કરી શકતો નથી. આવું પાત્રતાનું અનિવાર્યપણું જાણીને સાધક જીવો બન્ને પુરુષાર્થમાં યોજાય છે. એક બાજુ સત્સંગના યોગમાં રહી સગુણસંપન્નતાને સેવે છે, તો બીજી બાજુ સદગુરુ પાસેથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરી વારંવાર ચિંતન-મનનના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલા બોધને દૃઢ કરીને તેને આત્મસાત્ કરી લે છે – જીવનમાં વણી લે છે.
તત્ત્વજ્ઞાનનો મહિમા (૧) જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક;
નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. (૨) દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન', જ્ઞાનીનો તે જાપ
Page #207
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
છે, તે જાપથી જ્ઞાની પુરુષ આત્મા અને દેહને જુદા પાડી શકે છે. તે ભેદવજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્રો રચ્યાં છે.
૧૮૮
(૩) તત્ત્વદૃષ્ટિથી જે આત્માને, આ અપવિત્ર શરીરથી ભિન્ન અને જ્ઞાનસ્વભાવી જાણે છે તે સર્વ શાસ્ત્રોને જાણે છે. જે જ્ઞાનસ્વરૂપ આત્માને શરીરથી ભિન્ન નથી જાણતો તે અનેક શાસ્ત્રોનો પાઠી હોવા છતાં તે સાચો શાસ્ત્રજ્ઞ નથી.
(૪) સમજ્યા સમજ્યા એક છે, વણસમજ્યા સૌ એક; સમજ્યા તે તો જાણિયે, જેને હૃદય વિવેક. (૫) ધન ભોગોની ખાણ છે, તન રોગોની ખાણ, જ્ઞાન સુખોની ખાણ છે, દુઃખ ખાણ અજ્ઞાન. (૬) જ્ઞાન જ્ઞાન સબ કો કહે આત્મજ્ઞાન સો જ્ઞાન; કહે પ્રીતમ પારસમણિ, ઔર સબૈ પાષાણ.
(૭) હૈ મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિશે દેખાશે.
તત્ત્વજ્ઞાનનો સાર : જીવંત દૃષ્ટાંતો [૧]
મધ્યમ યુવાવસ્થાવાળા એક ત્યાગી પુરુષ હિમાચલના કોઈ ગામમાંથી પસાર થઈ જંગલની દિશામાં જઈ રહ્યા હતા. ગામને પાદરે લોકોએ તેમને રોક્યા અને કહ્યું : સ્વામીજી, તમારે આ રસ્તે જવું યોગ્ય નથી, કારણ કે અહીંથી આગળ જતાં એક ભયાનક જંગલ ચાલુ થાય છે, જેમાં અનેક પ્રકારનાં હિંસક પ્રાણીઓનો નિવાસ છે.' સ્વામીજીએ કહ્યું : “ભાઈ, અમે તો રમતા રામ, અમારે કોઈનો ડર ન હોય.' લોકોએ સમજાવ્યા. છતાં મહાત્મા તો માન્યા નહિ, એટલે લોકોએ તેમના હાથમાં એક લાકડી આપી. મહાત્મા તો પોતાને રસ્તે આગળ વધ્યા.
થોડે આગળ ચાલીને તેમણે વિચાર કર્યો કે મારા આયુષ્યનો અને પ્રભુનો ભરોસો હોય તો મારે આ લાકડીની પણ કાંઈ જરૂર નથી. એમ નિર્ણય કરી તેઓએ લાકડી ફેંકી દીધી. આગળ ચાલ્યા તેમ જંગલ ગીચ અને વધારે ભયાનક થતું ગયું. થોડી વારમાં જ એક મોટું કાળું રીંછ મહાત્માની
Page #208
--------------------------------------------------------------------------
________________
તત્ત્વજ્ઞાનનો સાર
સમક્ષ આવીને ઊભું. મહાત્મા તો પ્રતિકાર કર્યા વગર શાંત થઈ ઊભા રહ્યા, થોડી વાર આ શાંતસ્વાભાવી મહાત્મા સામે જોઈ રીંછ પોતાને રસ્તે પાછું ચાલ્યું ગયું. મહાત્મા તો નિર્ભયપણે આગળ ચાલ્યા. પોતાના સાચા અવિનાશી આત્માનો વિશ્વાસ હોવાથી, નિઃશંકપણાને લીધે તેઓ નિર્ભય હતા અને તેથી જ આવો એકાકી વિહાર ઘોર જંગલમાં પણ કરી શકતા હતા. તત્ત્વોનો સાર સમજવાથી તેઓ નિઃસ્પૃહભાવે એકાંત સાધના કરતા.
આ મહાત્મા તે ગઈ સદીમાં થયેલા, મૂળ ટંકારા(મોરબી)ના વતની મહર્ષિ દયાનંદ સરસ્વતી, જેઓએ આર્યસમાજની સ્થાપના કરી ભારતીય સંસ્કૃતિની મહાન સેવા કરી.
[૨] આ સદીના પ્રારંભકાળની બિના.
૧૮૯
તે સમયે અત્યારે જેવી શાળા-મહાશાળાઓને બદલે મોટા ભાગે તો વિદ્યાર્થીઓને ગુરુકુળમાં જ શિક્ષણ આપવામાં આવતું. આવા કોઈ ગુરુકુળમાં એક દિવસ મોટી આગ લાગી. સૌ ગભરાઈ ગયા અને પોતાના હાથમાં આવ્યું તે વાસણ લઈને આગને ઓલવવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ અગ્નિદેવ રૂઠ્યા હતા. ટાંકીમાં પાણી પૂરતા પ્રમાણમાં નહોતું, તેથી જો કૂવામાંથી રેંટ દ્વારા પાણી કાઢવામાં આવે તો જ પૂરતા પ્રમાણમાં પાણી મળે. રેટનો બળદ બીજા ગાડા સાથે જોડવામાં આવ્યો હતો અને તે ગાડું મહેમાનને લેવા ગયું હતું.
આ પરિસ્થિતિમાં શું કરવું ? કોઈક બળદ લેવા દોડ્યું, તો કોઈક દૂરથી પાણી લેવા દોડ્યું. ગુરુકુળના વિદ્યાર્થીઓમાં એક દૂબળોપાતળો વિદ્યાર્થી પેલા રેટ સાથે જોડાઈ ગયો અને પોતાનું બધુંય બળ વાપરીને રેંટ ચલાવવા લાગ્યો. ટાંકીમાં પુષ્કળ પાણી ભરાવા લાગ્યું. થોડા વખતમાં તો સેંકડો ડોલ અને ઘડાના પાણીથી આગ કાબૂમાં આવી ગઈ.
આગ કાબૂમાં આવી જતાં ગુરુજીએ પૂછ્યું : ભાઈઓ ! રેંટ બંધ છે તો પાણી આવ્યું ક્યાંથી ?”
ગુરુજી, રેંટ તો ચાલુ છે. એક વિદ્યાર્થીએ બળદના સ્થાને પોતાને જોતરી દીધો છે.' જવાબ મળ્યો.
સૌએ જઈને જોયું તો તે દૂબળોપાતળો વિદ્યાર્થી હજુ રેટ ચલાવી રહ્યો હતો. ગુરુજીએ તુરત દોડીને તેને રોક્યો, જોતરેથી છૂટો કર્યો અને અનેક ધન્યવાદ આપી કહ્યું : “બેટા ! ગુરુકુળમાં જ્ઞાન તો ઘણાએ લીધું છે પણ તે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સાધક-સાથી
જ્ઞાનનો ઉત્તમ કાર્યમાં સદુપયોગ કરી, તેં જ એની સાર્થકતા ચરિતાર્થ કરી બતાવી છે.”
આ દૂબળોપાતળો વિદ્યાર્થી આગળ જતાં ભારતીય સંસ્કૃતિ અને સર્વાચનના પ્રખર હિમાયતી તરીકે ભિક્ષુ અખંડાનંદ કહેવાયો. તેમણે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયની સ્થાપના કરી આપણને ગુજરાતીમાં ઉત્તમ સાહિત્ય આપ્યું.
Page #210
--------------------------------------------------------------------------
________________
૩૭
દુર્જનસંગતિત્યાગ
ભૂમિકા
દુષ્ટ અને પાપમય કાર્યોમાં જે પ્રવર્તે છે તેમને દુર્જન કહેવામાં આવે છે. વારંવાર દુષ્કમમાં પ્રવર્તવાથી તેમને તેવાં કામોમાં પ્રવૃત્તિ કરવાની એવી સજ્જડ ટેવ પડી જાય છે કે આગળપાછળનો કોઈ પણ વિચાર કર્યા વિના કે પોતાને કોઈ લાભ ન થતો હોય તો પણ તેવાં દુષ્કર્મોમાં તેઓ નિરંતર પ્રવૃત્તિ કર્યા જ કરે છે. દુર્જનોનો સ્વભાવ
જેમ સળગતા અગ્નિને ગમે ત્યાંથી અડકીએ તો પણ દાઝીએ છીએ અને કાજળની કોટડીમાં ગમે તેવી ચતુરાઈથી ચાલીએ તોપણ થોડું કાજળ તો લાગે જ છે, તેમ અનેક પ્રકારના દુર્ગુણોવાળા દુર્જનનો થોડો પણ સંગ થઈ જાય તો દૂષણ લાગ્યા વિના રહેતું નથી. સજ્જન પુરુષના અનેક ઉત્તમ ગુણોને પણ દુર્ગુણ તરીકે જ ખતવે એવો દુર્જનના હૃદયનો મલિન આશય હોય છે.
નિ:સ્પૃહી પુરષને તે અભિમાની કહે છે, વિનયવાનને તે મસ્કાબાજ કહે છે, સરળ પુરુષને પણ તે લુચ્ચા તરીકે ગણે છે અને પોતાનું કાર્ય કરી આપે તેને પણ ગરજવાન કહે છે. બીજાની વાત તો ઠીક પણ સગાં ભાઈ, બહેન કે માબાપનો પણ વિશ્વાસઘાત કરતાં તે ખચકાતો નથી તો અન્ય કોઈના પ્રત્યે સારું વલણ તે કેવી રીતે અપનાવી શકે ? માટે જરૂરી છે કે બને ત્યાં સુધી દુર્જનનો પ્રસંગ જીવનમાં ન પાડવો પણ જો ન છૂટકે તેમ કરવું પડે તો પ્રયોજન પૂરું થયે તુરત જ તેનાથી અલગ થઈ જવું.
જો કે દુર્જનને ધિક્કારવાનો નથી પણ તેની દુર્જનતાનો જ બહિષ્કાર કરવાનો છે, તો પણ સામાન્ય માણસે દૂરથી જ દુર્જનનો પરિચય કરવો; નહિ તો નક્કી છે કે તેના અલ્પ પરિચયથી પણ મનુષ્યને આ લોકમાં ભય, આકુળતા, શંકા અને અશાંતિ ઊપજે છે અને દુષ્કાયમાં પ્રવૃત્તિ થવાથી BURL Rizsla olet 2014 private & Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સંગ તેવો રંગ
મનુષ્ય જેની સોબત કરે છે તેની વત્તેઓછે અંશે તેના ઉપર અસર થયા વિના રહેતી નથી. આ કારણથી જ સંતોએ નિરંતર સત્સંગમાં રહેવાનો અને દુર્જનોના સહવાસથી બચવાનો સાધકને વારંવાર ઉપદેશ કર્યો છે.
સાધક–સાથી
સામાન્ય મનુષ્ય વિવેકથી રહિત હોય છે. જો દુર્જન મનુષ્યનો તેને સંગ થાય તો દુર્ગુણોનો સંચાર તેના જીવનમાં શીઘ્રતાથી અને સહેલાઈથી થવા લાગે છે, કારણ કે પતિત પરિણામી એવું મન પાપકાર્યોમાં પ્રવૃત્ત થવામાં પાવરધું છે. જેમ પર્વત પર ઊંચે ચડવું હોય તો ઘણા પ્રયત્નની જરૂર પડે છે, પરંતુ નીચે ઊતરવું હોય તો ઘણી જ સહેલાઈથી ઊતરી જવાય છે તેમ જીવનની બાબતમાં પણ સમજી લેવું. એક પણ સારી ટેવ પાડવી હોય તો તેને માટે લાંબા સમય સુધી નિયમિત આરાધનાની આવશ્યકતા રહે છે, કારણ કે આળસુ મનને સારા કામમાં ચોંટવું ગમતું નથી. કોઈ ખરાબ ટેવ પાડવી હોય તો તેને માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. પ્રમાદયુક્ત પાપપ્રવૃત્તિમાં મન જલદીથી ચોંટી જાય છે.
સીડી ઊતરતી વખતે જો એક પગિથયું ચૂકી જઈએ તો અનેક પગથિયાં પરથી નીચે પડવાનું બને છે. તેવી રીતે જો કુસંગની લત મનુષ્યને લાગી જાય તો પછી તેનું અનેકમુખી અધઃપતન અનિવાર્ય બની જાય છે. અકરાંતિયા થઈને ખાવાપીવાની ટેવો પડવાથી, ખોટા ઉજાગરાઓથી અને અતિભોગોમાં સપડાઈ જવાથી તેની શરી૨-સંપત્તિ નાશ પામે છે. વાતવાતમાં અપશબ્દો બોલવાની તથા મર્મભેદી, કર્કશ અને કલેશ ઉપજાવનારી. ભાષા બોલવાની ટેવ પડવાથી વાણીની મધુરતા, સચ્ચાઈ અને પવિત્રતા નાશ પામે છે. નિરંતર અનેક પ્રકારનાં વ્યસનોના સેવનથી, નિંદાથી, લોકવિરુદ્ધ અભિપ્રાયોથી, છળકપટથી અને કાવાદાવાઓથી મન મલિન અને ચંચળ થઈ જાય છે. થોડા જ વખતમાં લોકમાં પણ અપકીર્તિ ફેલાઈ જાય છે, સંપત્તિનો નાશ અને દુર્વ્યય થવા લાગે છે, પોતાનાં સ્વજનોનો પણ વિશ્વાસ ગુમાવવાનો સમય આવી જાય છે. આમ તનનો, મનનો, ધનનો, કીર્તિનો અને આત્માની પવિત્રતાનો નાશ કરનારો એવો દુર્જનોનો સંગ એકાંત દુઃખદાયી નીવડે છે.
સોબત ક૨વામાં સતત જાગૃતિ
આ અવકાશયુગમાં સજ્જનોની સંખ્યા ઘણી જ ઘટી ગઈ છે, તેથી જ્યાં જઈએ ત્યાં કુસંગનો ભેટો થઈ જવાની સંભાવના વિશેષ છે. માટે કોઈ
Page #212
--------------------------------------------------------------------------
________________
દુર્જનસંગતિત્યાગ
પણ નવા માણસ સાથે કોઈ પણ કારણસર પરિચય થાય ત્યારે ખપ પૂરતી જ વાત કરવી. દુર્જનોનો પ્રેમ પ્રારંભમાં ખૂબ હોય છે પણ થોડા જ સમયમાં ઘટવા માંડે છે, જ્યારે સજ્જનનો પ્રેમ ધીમે ધીમે વધે છે અને કાયમ ટકે છે. નવા માણસનો પરિચય વધારવો નહિ. તેની વાતચીત, રીતભાત, વાચન અને ટેવો ઉપરથી જો એમ લાગે કે આ સોબતથી જીવન વિકાસલક્ષી બનશે તો જ સોબત કરવી કે વધારવી.
૧૯૩
હોટલ-સિનેમામાં, નાટકમાં, પાર્ટીઓમાં અને ક્લબોમાં જ લઈ જનારા મિત્રોથી ચેતતા રહેવું. અભક્ષ્ય આહાર, ઉજાગરા, અકરણીય વિલાસ હોય ત્યાં પરિચય એકદમ ઘટાડી દેવો. જ્યાં પરોપકાર, દયા, સાદાઈ, નિયમિતતા, સેવાભાવ, તત્ત્વજિજ્ઞાસા, સાહિત્ય કે કળાઓનો પ્રેમ, સુંદર વાચન-મનન વગેરે ન દેખાય ત્યાં રાચવું નહિ.
ઉપસંહાર
જે મનુષ્ય પોતાની સોબતમાં, પોતાના વાચનમાં અને પોતાની ટેવોમાં જાગ્રતપણે વર્તે છે તેને કોઈ આંચ આવતી નથી. જે વિવેક ચૂકી જાય છે અને ગમે તેવાની સોબતે ચડી જાય છે તે અચૂકપણે વિનાશમાર્ગે જ દોરાઈ જાય છે. માટે મહાન પ્રયત્ન કરી દુર્જન પુરુષોના સંગથી સાધકે બચવાનું છે અને સત્સંગનો યોગ મહાન ઉદ્યમથી શોધીને તેવા યોગમાં રહી આત્મકલ્યાણ સાધવાનું છે.
દુર્જનસંગતિત્યાગમાં પ્રેરણા
(૧) કામવૃદ્ધિ, ક્રોધવૃદ્ધિ, લોભવૃદ્ધિ, સત્યનું વિસ્મરણ થઈ જવું, વિવેકશક્તિનો લોપ થવો તથા ભજન, સ્મરણ, તપ અને ધ્યાનનો નાશ થવો આવાં અનેક કારણોનું મૂળ હોવાને લીધે, સાધકોએ દુર્જનોનો સંગ સર્વથા અને તુરત જ છોડી દેવો જોઈએ.
(૨) ક્રૂરતા, કારણ વિનાનો કલહ, પરધન અને પસ્ત્રીની ઇચ્છા, સ્વજનોની સંપત્તિમાં ઇર્ષ્યાભાવ આવા મહાન દુર્ગુણો દુર્જનની સોબતથી ઊપજે છે.
--
(૩) જેમ ઘુવડ સૂર્યનો પ્રકાશ હોવા છતાં દેખતું નથી અને કોરડું મગ ગમે તેટલા અગ્નિથી પણ પાકતા (ચડતા) નથી તેમ દુર્જનો ઉત્તમોત્તમ ધર્મને પામીને પણ પાપાચાર છોડતા નથી.
(૪) કોલસાને ગમે તેટલા પાણીથી ધોઈએ તો પણ તે કાળો જ રહે તેમ દુર્જન પણ બાહ્ય ધર્મક્રિયા કરે તો પણ પોતાની દુર્જનતા છોડતો નથી.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સાધક-સાથી
(૫) નિયમિતપણે સત્સંગ કરવો, તો કુસંગનો ત્યાગ સ્વયમેવ થઈ જશે.
| (s) સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગનાં એક કોટયાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમય મહાપાપો કરાવે છે, તેમ જ આત્માને મલિન કરે છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૩૮
પરમપદ-વિચાર
ઉત્તમ ભાવોમાં રહે તેને ૫૨મ કહે છે અને એવા ઉત્તમ ભાવોવાળું પદ (સ્થિતિ) જેમણે પ્રાપ્ત કર્યું છે તેઓને પરમપદસ્થિત પુરુષો અથવા પરમગુરુ કહે છે.
આ જગતમાં આવું ઉત્તમ પદ કર્યું છે અને કેવું છે તેનો વિચક્ષણ પુરુષોએ વિચાર કરવા યોગ્ય છે. જુદાં જુદાં લોકોની તે અંગેની જુદી જુદી માન્યતા ‘મહત્તા' નામના પ્રકરણમાં વર્ણવી છે અને તે અંગેનું જ્ઞાની અને પ્રતાપી પુરુષોનું જે વકતવ્ય તે પણ ત્યાં રજૂ કર્યું છે. આત્માને શાશ્વત આનંદ અને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એવું જે પદ છે તે પરમ પદ છે, એમ ઉત્તમ પુરુષોએ જે સત્યાર્થ પ્રતિપાદન કર્યું છે, તે ત્યાં આપણે જોયું હતું.
પરમપદરૂપ આત્માની જે સર્વથા શુદ્ધ દશા છે તે સાચી સાધના દ્વારા સાધક ક્રમે કરીને પ્રગટાવે છે અને તેથી તે પરમપદના વિકાસની પણ શ્રેણીઓ પડે છે. આર્યદર્શનોમાં તે પદનો સંત, સદ્ગુરુ અને પ૨માત્મા એવા ત્રણ વિભાગમાં સામાન્ય રીતે સમાવેશ કરવામાં આવે છે. આ પદનું વર્ણન જો કે અનેક દર્શનકારોએ સારી રીતે કર્યું છે, તો પણ સ્વ-પર ઉપકારની દૃષ્ટિએ, દ્રવ્યથી અને ભાવથી તથા વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિથી જો કોઈએ કર્યું હોય તો તે વીતરાગદર્શનકારોએ કર્યું છે અને તે પદની ભક્તિનો યથાયોગ્ય અને સાતિશય એવો મહિમા પણ તેમણે ગાયો છે.
આત્માના વધતા જતા વિકાસની જે વિભિન્ન શ્રેણીઓ છે તેમાં પરમાત્માના પદના બે અને શ્રી સદ્ગુરુના પદના ત્રણ એમ કુલ પાંચ વિભાગો પાડવામાં આવ્યા છે.
આત્માના જ્ઞાન આનંદ-વીર્ય આદિ ગુણોને રોકનારા એવાં (ઘાતી) કર્મોનો સભ્યયોગની આરાધનાથી જેમણે સંપૂર્ણ નાશ કર્યો છે અને તેથી તે ગુણો પૂર્ણપણે અનુભવ્યા છે એવા દેહસહિત પરમાત્માને અરિહંત કહેવામાં આવે છે. તેઓને પરમ આપ્ત પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓએ સર્વ દોષોનો નાશ કરી સર્વ ગુણો પ્રગટ કર્યા છે અને તેથી મોક્ષસાધક પુરુષો વડે તેઓ સર્વથા વિશ્વાસ કરવા યોગ્ય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સાધક-સાથી
ઉપરોક્ત સર્વ ગુણો જેનામાં વિદ્યમાન છે પરંતુ આયુષ્યની પૂર્ણતા થવાથી જેઓ છેલ્લા દેહથી કિંચિત્ જૂન આકારે વિશ્વના સર્વોચ્ચ પ્રદેશ સિદ્ધલોકમાં) સાદિ-અનંત કાળ સુધી પરમાનંદ આદિ ગુણોથી વિભૂષિત છે અને રહેશે તે અશરીરી પરમાત્મા છે. તેમને સિદ્ધ પરમાત્મા કહેવામાં આવે છે.
જેઓએ આત્મજ્ઞાન અને વિશિષ્ટ આત્મસંયમ પ્રગટ કર્યો છે, જેઓનું શ્રદ્ધાનું, જ્ઞાનનું અને આચારનું બળ અદ્ભુત છે, જેઓ અહિંસા આદિ પાંચ મહાવ્રતોના પાલનમાં તથા ક્ષમાવિનયાદિ દશ ધર્મોની આરાધનામાં તથા બાહ્યાભ્યતર તપ દ્વારા જ્ઞાન ધ્યાનાદિની સાધનામાં પોતે જાગ્રતપણે વર્તે છે તથા મોક્ષમાર્ગમાં અન્ય ધર્મલોભી જીવોના પરમ માર્ગદર્શક નેતા તરીકે શોભે છે, તેવા મહતુ મહત્વરુષને શ્રી આચાર્ય મહારાજ કહીએ છીએ. - ઉપરોક્ત ગુણોથી જેઓ સામાન્યપણે વિભૂષિત છે, પરંતુ જ્ઞાનબળની વિશિષ્ટ આરાધના કરી હોવાથી જેઓ સન્શાસ્ત્રોના ખરેખરા પારગામી બન્યા છે અને સર્વતોમુખી જ્ઞાનપ્રતિભાથી શોભિત થયા થકા મહાન વક્તાપણાના ગુણોસહિત ધર્મલોભી જીવોને મોક્ષમાર્ગ સંબંધી જ્ઞાનનું વિપુલ દાન દેવાને સમર્થ છે તેવા મહત્વરુષને શ્રી ઉપાધ્યાય મહારાજ કહીએ છીએ. આવા મહાપુરુષો મુખ્યત્વે અધ્યયન અને અધ્યાપનમાં અનુરક્ત રહે
ઉપરોક્ત સર્વગુણોથી સામાન્યપણે વિભૂષિત હોવા છતાં જેઓ આચાર્યશ્રીની રાહબરી હેઠળ જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય-તપ દ્વારા નિજ-આત્માની વિશેષ શુદ્ધિને સાધવામાં જ અનુરક્ત છે તેવા નિગ્રંથ, નિર્મોહ અને સાંસારિક પ્રપંચોથી વિરહિત મહત્પરુષ હોય તેમને શ્રી સાધુ મહારાજ કહીએ છીએ.
આમ પાંચ પ્રકારે આત્માના વિકાસની વિભિન્ન શ્રેણીઓનું જે વૈજ્ઞાનિક વર્ણન વીતરાગદર્શનકારોએ કર્યું છે, તેને સરળ ભાષામાં એક તદ્દન સામાન્ય પ્રકારથી જ અત્રે અવિરત કર્યું છે. આ પરમપદનો મહિમા અતુલ્ય છે, અવર્ણનીય છે – વાચા દ્વારા વ્યક્ત કરી શકાય તેમ નથી.
આ પરમપદનું સ્મરણ-ધ્યાન કરવાથી અત્યંત મંગળની પ્રાપ્તિ થાય છે. એટલે કે પાપભાવોનો નાશ, પુણ્યની પ્રાપ્તિ અને શુદ્ધાત્માનો લક્ષ ઊપજે છે. જો કે આ પદની પ્રાપ્તિ આ કાળે મુખ્યપણે આદર્શરૂપ છે, જે હકીકત હોવા છતાં પણ આ પરમપદનું યથાર્થ અને વૈજ્ઞાનિક જાણપણું મોહનો નાશ કરી ઉત્તમ એવા આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ કરાવે છે, માટે ફરી ફરી પ્રયત્નપૂર્વક,
Page #216
--------------------------------------------------------------------------
________________
પરમપદ-વિચાર
નિષ્ઠાપૂર્વક અને અત્યંત ઉત્સાહપૂર્વક આ પરમપદનું શ્રદ્ધાન, જ્ઞાન, સ્મરણ અને અનુસરણ ભવ્ય જીવોનું સર્વતોમુખી કલ્યાણ કરનારું છે એમ જાણીએ છીએ અને તે પદપ્રાપ્તિની દિશામાં પ્રયત્નશીલ છીએ.
પરમપદનો મહિમા
(૧) મંગલમય પરમાત્મા શુદ્ધ ભાવ અવિકાર; નમું પાય પાઊં સ્વપદ જાચું યહી કરાર. (૨) નમું પંચપદ બ્રહ્મમય મંગલરૂપ અનૂપ;
ઉત્તમ શરણ સદા લહું ફિર ન પરૂં ભવકૂપ. (૩) દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અણિત. (૪) પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. (૫) રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ,
જગત ઇષ્ટ નહિ આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય. (૬) આગમ વિશે કૌશલ્ય છે ને મોહદૃષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. પરમપદ-વિચાર : જીવંત દૃષ્ટાંતો [૧]
૧૯૭
સાતમી સદીની આ વાત.
તે સમયે ભારતમાં સમ્રાટ હર્ષની આણ પ્રવર્તતી હતી, જેવો તે શૂરવીર હતો તેવો જ તે દાનવીર અને ધર્મવીર પણ હતો. અનેક વિદ્વાનોનું, સંતોનું અને કળાકારોનું તે સન્માન કરતો.
તે સમયે વિધવિધ સંપ્રદાયો પોતપોતાની મહત્તા સ્થાપવા માટે, પોતાના ધર્મના સાધુ મહાત્માઓ દ્વાર કાંઈક ને કાંઈક ચમત્કારો બતાવતા. કેટલાક સલાહકારોએ જૈનધર્માવલંબીઓને પણ પોતાનો ચમત્કાર બતાવવા પડકાર કર્યો. રાજાએ આચાર્ય માનતુંગસૂરિને વિનંતી કરી. આચાર્યે કહ્યું : “મારો પરમાત્મા તો વીતરાગી છે. તે કાંઈ ચમત્કાર કરે નહિ તેના આશ્રિત દેવો કાંઈક પુણ્યપ્રભાવ બતાવી શકે.’
તેમણે તો માત્ર પોતાના ઇષ્ટ પરમાત્મા ૠષભદેવ ભગવાનની સ્તુતિ, પોતાના આત્માની શુદ્ધિ અર્થે અને ધર્મની રક્ષા કાજે એકાગ્ર ચિત્તથી શરૂ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સાધક-સાથી
કરી. જેમ જેમ તેમનો આત્મા શુદ્ધ ભક્તિમાં તલ્લીન થતો ગયો તેમ તેમ તેમના આત્મામાં કર્મબંધનો તૂટવા લાગ્યાં. સાથે સાથે લોકપ્રસિદ્ધ કથાનુસાર તેમને બાંધવામાં આવેલી લોખંડની સાંકળો પણ તુટી ગઈ અને ધર્મનો જયજયકાર થયો.
લોકોની કે સમ્રાટની સ્તુતિ પ્રત્યે જેમનું કંઈ પણ ધ્યાન નહોતું એવા મહાન સંતશિરોમણિ આચાર્ય માનતુંગને તો સામ્ય ભાવ જ ઈષ્ટ હતો, કારણ કે તેઓ પરમપદને પ્રાપ્ત થયેલા લોકોત્તર પુરુષ હતા.
[૨] તુર્કસ્તાન અને ઈરાન વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું હતું. દરરોજ કેટલાક માણસો ઘવાતા, મરાતા કે પકડાતા. એક વાર ઈરાનના પ્રસિદ્ધ સંત. ફરીદુદ્દીન તુર્ક સેનાના હાથમાં ઝડપાઈ ગયા અને તેમને જાસૂસીના આરોપસર દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. - સંત ફરીદુદ્દીનને અમુક દિવસે ફાંસીની શિક્ષા થશે એ વાત આખા ઈરાનમાં પ્રસરી ગઈ. તેમના અનેક ભક્તો તુર્કસ્તાન આવી પહોંચ્યા અને સુલતાનને સોનું, ચાંદી, ઝવેરાત કે બીજી વસ્તુઓ આપવા લાગ્યા કે જેથી સંતનો છુટકારો થાય. કેટલાક યુવાનો સંતને બદલે પોતે ફાંસીએ ચડવા તૈયાર થયા પણ સુલતાને માન્યું નહિ.
એટલામાં ઈરાનનો દૂત સુલતાનના દરબારમાં આવ્યો. તેણે પોતાના શાહનો પત્ર સુલતાનને આપ્યો. ઈરાનના શાહે લખ્યું હતું કે સંત ફરીદુદ્દીનના બદલામાં તમો આખું ઈરાન લઈ લો પણ તે સંતને છોડી દો.
તકનો સુલતાન વિચારમાં પડી ગયો કે એક સંતની આટલી મોટી કિંમત ? શું ઇરાનના શાહ એક સંત માટે આખું ઇરાન આપી દેવા તૈયાર થઈ ગયા ? સુલતાને ઈરાનના શાહને સન્માન સહિત તેડાવ્યા અને આ બાબતનો ખુલાસો પૂછવો. શાહે કહ્યું : દુનિયાની જડ સમૃદ્ધિ કરતાં એક સંતના આત્માની સમૃદ્ધિ વધારે મહાન છે, કારણ કે તે શાશ્વત અને પરોપકારલક્ષી છે. પોતાના પવિત્ર જીવનથી તેઓ અમારા સૌનાં હૃદયમાં વસી ગયા છે.”
શાહની વાત સાંભળી સુલતાન પણ સંતના ચરણમાં મૂકી પડ્યો. સંતને તો પહેલેથી જ ક્ષમાભાવ હતો. તેમણે સુલતાનને ધર્મલાભના આશીર્વાદ આપ્યા.
બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામની નોબત વાગી. સંતના મહિમાથી સર્વત્ર શાંતિ પ્રસરી ગઈ.
Page #218
--------------------------------------------------------------------------
________________
૩૯
પુનર્જન્મ
ભૂમિકા
વર્તમાનમાં આપણે જે દેહમાં રહીએ છીએ તે દેહની અવિધ પૂરી થયે આપણું અસ્તિત્વ નષ્ટ નથી થતું અર્થાત્ આ શરીર છોડીને પણ બીજું શરીર ધારણ કરવું પડે છે એ હકીકતનો જે સ્વીકાર કરે છે તેને આસ્તિક કહેવામાં આવે છે અને પુનઃ દેહધારણરૂપ જે અવસ્થા તેને પુનર્જન્મ કહેવામાં આવે છે. ચાર્વાક (નાસ્તિક) દર્શન સિવાયના બધા જ આ દર્શનકારોએ એકમતે પુનર્જન્મના સિદ્ધાંતને સ્વીકારીને પોતપોતાના દર્શનો તેની પુષ્ટિ કરી છે. પુનર્જન્મની સિદ્ધિ
એક જ માતાપિતાનાં જુદાં જુદાં બાળકોનું બાહ્યાંતર વ્યક્તિત્વ જુદું જુદું સ્પષ્ટપણે દેખાય છે. બધાયનો ઉછેર, કેળવણી અને સંયોગો સરખા હોવા છતાં એક હોશિયાર અને એક ઠોઠ હોય છે, એક ગોરો અને એક કાળો હોય છે, એક લૂલો, લંગડો બહેરો કે એકાદ અંગ વગરનો હોય છે, તો બીજો સૌમ્ય, સુંદર અને સર્વાંગસંપૂર્ણ હોય છે.
એક જ વર્ગના એ જ શિક્ષકો અને એ જ વિદ્યાર્થીઓ હોવા છતાં એક વિદ્યાર્થી ઊંચા ગુણ મેળવી ઉત્તીર્ણ થાય છે, જ્યારે બીજો ત્રણ વર્ષ થવા છતાં પણ ઉત્તીર્ણ થઈ શકતો નથી.
પશુઓમાં અનેક પ્રકારનું જન્મજાત વેર જોવામાં આવે છે. ઉંદર-બિલાડી, સાપ-નોળિયો, મોર-સાપ વગેરે પ્રાણીઓ સામા પક્ષનાં પ્રાણીઓને જોતાંવેંત જ કોઈ પણ પ્રકારની બાહ્ય ચેષ્ટા કે કારણ વગર સામા પ્રાણી સાથે વેરભાવથી પ્રેરાઈને લડવા લાગી જાય છે.
જન્મથી જ અતિશય વિચક્ષણ બુદ્ધિ ધારણ કરનારા મનુષ્યો ઇતિહાસપ્રસિદ્ધ પણ છે અને નજીકના ભૂતકાળમાં પણ થયેલા દેખાય છે. જે પ્રકારની અને જે પ્રમાણની બુદ્ધિ અમુક વયમાં કે અમુક સંજોગોમાં સંભવી જ ન શકે તેવી અતિ વિરલ અને અતિ વિશિષ્ટ પ્રશાસંપન્નતા દેખી આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આનાં દૃષ્ટાંત હવે પછી આપણે જોઈશું.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦
નવજાત શિશુનાં હાસ્ય, કંપ અને રુદનનાં કાર્યો તેનાં વર્તમાન જીવનના કોઈ પણ શિક્ષણ કે અનુભવ વિના પણ થતાં જોવામાં આવે છે. આ કાર્યો તેનામાં ઉત્પન્ન થયેલાં હર્ષ, ભય અને શોકને પ્રદર્શિત કરે છે. જો અમુક અનુભવ પૂર્વનો ન માનીએ તો અનુકૂળ સંજોગોમાં હર્ષ, મોટો અવાજ આદિ થતાં ભય અને ભૂખ લાગતાં શોકનો અનુભવ તેને ક્યાં કારણોથી સમજી શકાય ? સ્તનપાન કરવાની ઇચ્છાથી પ્રેરાઈને જ તે શિશુ ભૂખની નિવૃત્તિ અર્થે સંકલ્પપૂર્વક પ્રવૃત્તિ કરે છે, જેથી આ કાર્ય ભૂખનિવર્તક છે એમ તેને પૂર્વઅનુભવ હોવો જોઈએ તેમ સાબિત કરે છે. આવા પૂર્વસંસ્કાર આ જીવનમાં તો પ્રાપ્ત થયા નથી તે પૂર્વજન્મમાં પ્રાપ્ત થયા હોવા જોઈએ એમ સ્વીકારતાં પૂર્વજન્મ સાબિત થાય છે અને તેથી પુનર્જન્મ પણ આપોઆપ સાબિત થઈ જાય છે.
પુનર્જન્મને દર્શાવતા જીવનવૃત્તાંતો
પુનર્જન્મને દર્શાવતા અને પૂર્વભવનું સ્મરણ થયું હોય તેવા મનુષ્યોને લગતી અનેક વાતો અવારનવાર પ્રગટ થતી રહે છે અને માનસશાસ્ત્રીઓ - Psychologists તથા વર્તમાનપત્રોના સંવાદદાતાઓ અનેક પ્રસંગોને રજૂ કરે છે. અહીં તો આપણે ત્રણ મનુષ્યોના જીવનપ્રસંગોનો ટૂંકમાં વિચાર કરીશું, જેઓની પ્રસિદ્ધિ પોતપોતાનાં ક્ષેત્રમાં, ભારતના જ નહિ પણ સમસ્ત વિશ્વના પ્રથમ પંક્તિના પુરુષોમાં થયેલી છે.
સાધકસાથી
પુનર્જન્મનાં જીવંત દૃષ્ટાંતો [1]
વિક્રમના સોળમા સૈકામાં બિહારમાં શંકર મિશ્ર નામના એક વિદ્વાન કવિ થઈ ગયા. તેમના બાળપણનો આ પ્રસંગ છે.
એક વાર તેમના ગામ પાસેથી ત્યાંના રાજાની સવારી પસાર થઈ. સામાન્ય રીતે રાજાની સવારી જોવા સૌ માણસો જાય તેવો તે વખતે રિવાજ હતો એટલે તે પણ ગામની ભાગોળે જઈને ઊભો રહ્યો. તે વખતે શંકરની ઉંમર પાંચ વર્ષની હતી, પરંતુ શરીર ખૂબ સ્વરૂપવાન હતું. હાથી પર બેઠેલા રાજાની દૃષ્ટિ આ બાળક પર પડી. રાજાએ તે બાળકને સંસ્કૃતમાં પૂછ્યું, “વત્સ ! કેમ, એકાદ કવિતા સંભળાવી શકીશ ?" બાળકે ઉત્તર આપ્યો, “રાજન્ ! મારી પોતાની રચેલી સંભળાવું કે અન્યની રચેલી ?” રાજાએ કહ્યું. “તને કવિતા રચતાં પણ આવડે છે ?” બાળકે ઉત્તર આપ્યો :
Page #220
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ
૨૦૧
"बालोऽहं जगदानन्द न मे बाला सरस्वती ।
अपूर्णे पंचमे वर्षे वर्णयामि जगत्रयम् ।। અર્થાત્ જગતને આનંદ આપનાર હે નરેશ ! હું બાળક છું પણ મારી વિદ્યા કાંઈ બાળક નથી. હજુ તો મને પાંચમું વર્ષ પણ પૂરું થયું નથી. પરંતુ હું ત્રણે લોકનું વર્ણન કરી શકું છું.”
આ શ્લોક સાંભળી હર્ષિત થયેલા રાજાએ બાળકને અન્ય દ્વારા રચાયેલું પદ સંભળાવવા કહ્યું. તે વખતે શંકર મિશ્ર, વેદની એક ઋચા બોલ્યો અને તેના પૂવધિમાં સુંદર પદ રચી રાજાની સ્તુતિ કરી. પાંચ વર્ષની ઉંમર પૂરી થયા પહેલાં વેદની ઋચાનું જ્ઞાન અને સંસ્કૃત ભાષામાં ઉત્તમ કવિત્વ તેને કેવી રીતે પ્રાપ્ત થયું ? વર્તમાન જીવનમાં તેવા પ્રકારના શિક્ષણના અભાવમાં પૂર્વભવના સંસ્કાર વડે જ તે પ્રાપ્ત થયું એમ ન્યાયથી માનવું પડે છે.
[૨]. ગઈ સદીમાં આપણા દેશના મદ્રાસ રાજયમાં શ્રીનિવાસ રામાનુજમ્ નામના એક મહાપુરુષ થઈ ગયા. તેમનો જન્મ ઈ.સ. ૧૮૮૭માં થયો હતો. અત્યંત નાની વયથી જ ગણિત પ્રત્યે તેમને અગાધ રુચિ હતી અને સૂઝ પણ અસામાન્ય હતી.
પ્રસિદ્ધ અંગ્રેજ વૈજ્ઞાનિક જુલિયન હકસલે (JulianHuxley)એ તેમને આ સદીના સૌથી મહાન ગણિતકાર તરીકે બિરદાવ્યા છે. ભારતીય ગણિતજ્ઞ સોસાયટી સમક્ષ તેમણે રજૂ કરેલા સાઠ પ્રશ્નોમાંથી વીસ પ્રશ્નો હજુ અણઊકલ્યા જ રહ્યા છે. તેઓ ત્રીસ વર્ષના થયા ત્યારે ઈ.સ. ૧૯૧૭માં તેમને ઈંગ્લેન્ડમાં Fellow of Royal Societyનું માનદ બિરુદ એનાયત કરવામાં આવ્યું હતું.
કોઈ પણ પ્રકારની કેળવણી આ જન્મમાં પ્રાપ્ત કર્યા વગર પોતાની આગવી બુદ્ધિપ્રતિભાથી સમસ્ત વિશ્વના ગણિતજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરનાર આ પુરુષનું જીવન તેના અદ્દભુત પૂર્વસંસ્કાર અને પૂર્વાભ્યિાસને સ્વયં સિદ્ધ કરી દે છે.
મહાત્મા ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ગણેલ શ્રીમદ્ રાજચંદ્રજી (કવિ રાયચંદભાઈ) પણ એક મહાસમર્થ પુરુષ થઈ ગયા
૧, એ કાળે લોકભાષામાં મુખ્યત્વે સંસ્કૃત ભાષાનું ચલણ હતું.
For-Private & Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સાધક-સાથી
છે. સાત વર્ષની ઉંમરે તેમને જાતિસ્મરણ જ્ઞાન (આગલા ભવોનું સ્પષ્ટ સ્મરણ) થયેલું. તેમણે દસ વર્ષની ઉંમરે લખેલી પુષ્પમાળા’ અને સોળ વર્ષની ઉંમરે લખેલી મોક્ષમાળા’ મોટા મોટા પંડિતોના ગર્વને પણ ગાળી નાખે તેવા જ્ઞાનનો, નીતિનો, ન્યાયનો, સિદ્ધાંતનો, ભાષાસૌષ્ઠવનો, કવિત્વનો, વચનાતિશયનો, વિચારગાંભીર્યનો અને પૂર્વભવમાં તેમણે સાધેલી સાધનાનો સ્પષ્ટ પરિચય કરાવી દે છે. તેઓએ પોતે જ કરેલાં કેટલાંક વિધાનો આપણને પુનર્જન્મની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે.
(અ) આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાણી શકે છે, તે જાણવું કલ્પિત નહિ પણ સત્ય હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. પુનર્જન્મ છે, આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી.
(બ) જેમ બાલ્યાવસ્થાને વિશે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય અને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂવદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિશે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વ પયયનું ભાન રહે નહિ. આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવમાં આવે છે.
(ક) પૂર્વે આરાધન કરેલા એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રૂચિ રહે છે. તેનો લક્ષ રહે છે, પણ તે વખત અત્રે નિયમિત નથી... સત્સંગનું અત્યંત માહાભ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના ફુરિત રહ્યા કરે છે.
() નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે તે પ્રકારે જાતિસ્મરણજ્ઞાનવાનને
પૂર્વભવનું ભાન થાય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
४०
માધ્યસ્થ-ભાવના
ભૂમિકા
ધર્મભાવનાથી વિમુખ, ક્રૂર, વ્યસનલંપટ, દુર્જન કે બીજા વિપરીત ભાવવાળા મનુષ્યોનો સંસર્ગ થતાં અથવા તેઓ વડે અવરોધ ઉત્પન્ન થવા છતાં પણ તેઓ પ્રત્યે અંતરમાં મલિન ભાવ ન લાવવો અને આત્મકલ્યાણમાં લાગ્યા રહેવું તે માધ્યસ્થભાવના છે. માધ્યસ્થ-ભાવનાની સાધનામાં વિઘ્નો
વર્તમાનકાળમાં વિજ્ઞાનક્ષેત્રે ઘણો વિકાસ થયો હોવાથી ભૌતિક સુખસગવડનાં સાધનો પુષ્કળ પ્રમાણમાં વધી ગયાં છે. દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે ચોવીસ કલાકમાં પહોંચી શકાય છે; અને પાશ્ચાત્ય દેશોનો ભારત સાથેનો સંબંધ અવરજવરરૂપે અને સંસ્કૃતિ-સભ્યતાની આપલે-રૂપે ઘણો વધી ગયો છે. ભૌતિક સંસ્કૃતિ-પ્રધાન તે દેશોના રીતરિવાજ, માન્યતાઓ, રહેણીકરણી વગેરેના અંધ અનુકરણમાં મોટા ભાગે આપણા દેશના પ્રજાજનો અને નેતાઓ મગ્ન છે તેથી આધ્યાત્મિકતાને અથવા સાચી ધર્મભાવનાને અંધશ્રદ્ધાના રૂપમાં અથવા તુચ્છ દૃષ્ટિથી જોવામાં આવે છે. આના પિરણામે આધ્યાત્મિક પુરુષો અને સંતજનો પ્રત્યે ભારતની વર્તમાન પેઢીની એક પ્રકારે ઉપેક્ષા છે. આવા મનુષ્યો જો કે જગતમાં હમેશાં હોય છે, પરંતુ આ કાળે આવા મનુષ્યોની સંખ્યા ઘણી જ વધી ગઈ છે. ખેદની વાત તો એ છે કે જેઓ ભણેલાગણેલા છે, જેઓ સમાજમાં રાજ્યવહીવટમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર છે તેઓમાં આસ્તિકતાની થતી ન્યૂનતા જોવામાં આવે છે. જો કે આવા મનુષ્યોમાં બુદ્ધિબળ સારું હોય છે, પરંતુ તેના ઉપયોગની દિશા અવળી હોવાથી આત્મકલ્યાણમાં તે બુદ્ધિનો સદુપયોગ થઈ શકતો નથી, એટલું જ નહિ પરંતુ પોતાને બુદ્ધિજીવી માનનારા આ લોકો તર્કને બદલે અતિતર્કનો આશ્રય લેવાથી કુતર્કના ખાડામાં પડી આજીવન સાંસારિક કાર્યોમાં ફસાઈ રહી કાંઈ પણ દિવ્યજીવન જીવવાનો પુરુષાર્થ ચૂકી જાય છે અને આ લોક-પરલોકમાં
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સાધક-સાથી,
સાચા આનંદની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. આવા મનુષ્યો દ્વારા સંતજનોની થતી ઉપેક્ષા કોઈક વાર અણગમાનું રૂપ પણ ધારણ કરે છે અને તેથી સંતજનો પ્રત્યે તુચ્છપણાનો, અપમાનનો, તિરસ્કારનો કે વિરોધનો પણ સૂર જાગે છે. આવા સમયે સમભાવ રાખવો, વિરોધીઓ પ્રત્યે પણ કોમળ ભાવ રાખવો, તેમનું બૂરું ન ઈચ્છવું પણ રૂડું જ ઇચ્છવું અને આત્મસાધનાના માર્ગમાં ટકી રહેવું તે માધ્યસ્થ-ભાવનાનું સ્વરૂપ છે. મતમતાંતરોમાં માધ્યસ્થતા
વર્તમાન કાળમાં વિવિધ ધર્માવલંબી મનુષ્યો જોવામાં આવે છે. વળી કહેવાતા એક ધર્મમાં પણ અનેક મતભેદ અને પેટભેદ જોવામાં આવે છે. હવે સાચો ધર્મ તો આત્મશુદ્ધિની સાધના છે, તો આપણે મુમુક્ષુઓએ તો તે જ આત્માના શુદ્ધીકરણના પ્રયોગરૂપ ધર્મને આદરવાનો છે. આમ કરતી વખતે બીજાઓના અભિપ્રાય, માન્યતા, રીતરિવાજ કે સાધનાપદ્ધતિ આપણાથી જુદા હોય તો પણ તેમની સાથે વ્યર્થ વાદવિવાદ કે ઝઘડામાં પડ્યા વિના શાંત ચિત્તથી જેમ વીતરાગભાવની વૃદ્ધિ થાય અને તે સાધવાનાં ઉત્તમ બાહ્યાંતર સાધનોનું યથાપદવી અવલંબન લેવાય તે પ્રકાર ભજવાનો છે, પણ હું એક જ પૂર્ણજ્ઞાની કે પૂર્ણ સત્યવાદી છું. તમે બધા અજ્ઞાની-
મિથ્યાદૃષ્ટિ છો? આવો કટુભાવ અંતરમાં લાવવાનો નથી. વિશાળ દૃષ્ટિ વડે જેમ સમ્યગુયોગની આરાધનામાં આપણે લાગી જઈએ અને આપણી ઉદાર દૃષ્ટિમાં જીવમાત્ર સમાઈ શકે એવો ઉત્તમ જીવનવ્યવહાર આદરીએ એ જ આપણી સાચી માધ્યસ્થ-ભાવનાનું જીવતું જાગતું પ્રતીક છે અને તેવી ઉદારવૃત્તિની સિદ્ધિમાં જ આપણી કસોટી છે.
માધ્યસ્થ ભાવનાનાં જીવંત દૃષ્ટાંતો
કચ્છના પ્રસિદ્ધ સંત શ્રી વિજયકનકસૂરિ મહારાજનો અમદાવાદમાં ચાતુર્માસ હતો. તેઓશ્રીનો મુકામ શાહીબાગમાં જમનાભાઈ ભગુભાઈના બંગલામાં હતો. કોઈ બીજા કચ્છના સાધુ તેમને વંદન કરવા આવ્યા હતા. વાતચીત દરમિયાન તે સાધુએ મહારાજશ્રીને કોઈની નિંદાની વાત કરી. આ સાંભળી મહારાજશ્રી તો મૌન રહ્યા. આથી આગંતુક સાધુ ક્રોધે ભરાયા અને મહારાજશ્રીનો ખૂબ જ અવિનય કર્યો. સભામાં બેઠેલા સૌ શ્રોતાજનો સાધુને ઠપકો આપવા તૈયાર થયા પણ મહારાજશ્રીએ તેમને રોક્યા ને કહ્યું : એમ તો દુનિયામાં બન્યા જ કરે.” મહારાજશ્રીનું આવું ઉદાર અને વાત્સલ્યપૂર્ણ
Page #224
--------------------------------------------------------------------------
________________
માધ્યસ્થ ભાવના
૨૦૫
વર્તન જોઈ પેલા સાધુ તો સ્તબ્ધ જ થઈ ગયા. પોતાના ઉદ્ધત વ્યવહારનો પસ્તાવો થવાથી સાધુએ તો તુરત ક્ષમાયાચના કરી મહારાજશ્રી પાસે પ્રાયશ્ચિત માગ્યું.
મહારાજશ્રીએ સૌમ્યભાવથી કહ્યું : “તમો નિશ્ચિત રહો, થવાનું હતું તે થઈ ગયું. મારા મનમાં તો ક્રોધ છે જ નહિ, પરંતુ ભવિષ્યમાં વધારે આત્મજાગૃતિ રાખજો, જેથી અન્ય કોઈ પ્રત્યે નિંદા કે ક્રોધભાવ ન થાય.” વિપરીત માર્ગમાં વર્તનાર પ્રત્યે પણ કેવો સમભાવ !
[૨] વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ દેવેન્દ્રનાથ હતું. તેઓએ જે ઉત્તમ પદ્ધતિથી પોતાનું મહાન વ્યક્તિત્વ વિકસાવ્યું હતું તેને અનુલક્ષીને બંગાળના મોટા પુરુષોએ તેમને “મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનું મહિમાયુક્ત બિરુદ અર્પણ કર્યું હતું.
એક દિવસ બ્રહ્મોસમાજના પ્રસિદ્ધ ઉપદેશક પ્રતાપચન્દ્ર મજમુદાર પોતાના સાથીઓ સાથે તેમને ઘેર ગયા. મહર્ષિના ટેબલ ઉપર અનેક ધર્મોનાં પુસ્તકો જોઈ તેઓ ડઘાઈ ગયા. જ્યારે તેઓએ મહર્ષિને પૂછયું, આ પુસ્તકો તમારા ટેબલ ઉપર ક્યાંથી આવ્યાં ?” મહર્ષિએ પોતાની સૂચક શૈલીમાં કહ્યું. “હું જ્યારે નીચેના પ્રદેશમાં ચાલતો હતો ત્યારે મને ટેકરીઓ અને સપાટ જમીનનો ભેદ સાલતો, પણ હવે ઊંચી સ્થિતિએથી જોઉં છું તો તેવા ભેદ ગૌણ થઈ જાય છે.”
આ વાત સત્ય છે કે વિવેકી પુરુષો તો આત્મશુદ્ધિને વધારનારી સાધનાનો જ લક્ષ રાખી આગળ વધે છે. મતમતાંતર અને વાદવિવાદને છોડી એક સામ્યભાવની પ્રાપ્તિના ઉદ્દેશથી મધ્યસ્થતાનો વિકાસ કરે છે અને અન્યના વિચારો પ્રત્યે પણ ઉદારતા દાખવે છે. તેમને કોઈ પણ ધર્મ પ્રત્યે તિરસ્કારની લાગણી ઉદ્દભવતી નથી.
ચાલુ સદીની શરૂઆતમાં હુગલી જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રીયુત મહમદ નબી સાહેબ હતા. તેઓને એક ફકીરનો સમાગમ થયેલો. તે ફકીર કાંઈ વાહન વાપરતા નહિ અને પદયાત્રાથી જ તેમણે અરબસ્તાન, મિસર, ઈરાન તથા ભારતમાં પરિભ્રમણ કર્યું હતું. ડેપ્યુટી કલેક્ટર સાહેબે તેમને પૂછ્યું : ક્યા તીર્થમાં તમે સૌથી મોટી સંખ્યામાં સાચા સાધુઓ જોયા ?” ફકીર કહે : “હરદ્વારના કુંભમેળામાં.” ડેપ્યુટી કલેક્ટર આશ્ચર્ય પામી
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સાધક-સાથી
બોલ્યા: “તમે મુસલમાન છો છતાં કુંભના મેળામાં કેવી રીતે ગયા ?” ફકીર પોતાનું અંતઃકરણ ખોલ્યું : “ભાઈ, ઊંચે પર્વત ઉપર ચડ્યા પછી તળેટીનું બધું સપાટ જેવું જ લાગે છે. જેઓ અધ્યાત્મસાધનાની ઊંચી ભૂમિકાએ પહોંચે છેતેમને તો ગુણગ્રાહક દૃષ્ટિ જ હોય છે, પછી તે ગુણો ગમે તે સંપ્રદાયના અનુયાયીમાં હોય. આવી દૃષ્ટિને જ જીવનમાં મેં સેવી હોવાથી હું તો સત્સમાગમ માટે કોઈ પણ રૂડા સ્થાનમાં જતાં સંકોચ અનુભવતો નથી.”
“જાતિ-પાંતિ ના પૂછે કોય, હરિકો ભજે સો હરિકા હોય.”
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા
ભૂમિકા
શ્રદ્ધા એટલે માન્યતા એમ સામાન્ય અર્થ છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ક્ષેત્ર, સમય કે ભાવને વિશે આપણા ચિત્તની અંદર રહેલી “આ આમ છે’ એવી જે દૃષ્ટિ તેને શ્રદ્ધા કહીએ. રુચિ, અંતરંગ અભિપ્રાય, માન્યતા, દર્શન, પ્રતીતિ વગેરે શબ્દો પણ શ્રદ્ધા માટે એ કાર્ય વાચક તરીકે પ્રચલિત છે. અહીં શ્રદ્ધા' શબ્દ અધ્યાત્મસાધનાના સંદર્ભમાં મુખ્યપણે પ્રયુક્ત કર્યો હોવા છતાં તેનો અર્થ પૂર્વાપર સંબંધ પ્રમાણે વિશાળ દૃષ્ટિથી અવધારવો. શ્રદ્ધાનું વિશેષ સ્વરૂપ
જો કે અધ્યાત્મસાધનામાં શ્રદ્ધા એ પ્રથમ પગથિયું છે, પરંતુ આ શ્રદ્ધા. માત્ર અંધશ્રદ્ધારૂપ નથી, – બાબાવચન પ્રમાણ' એ શ્રદ્ધા નથી. આવી શ્રદ્ધા તો એક રૂઢિગત, પરંપરાગત સાંપ્રદાયિક આગ્રહ છે. ઉપલક દૃષ્ટિએ જોતાં શ્રદ્ધા અને યુક્તિ જો કે એકબીજાનાં વિરોધી લાગે છે પણ તાત્ત્વિક શ્રદ્ધાની. ઉત્પત્તિના મૂળમાં રહેલાં તત્ત્વોમાં મુખ્ય તો સયુક્તિ અને સ્વાનુભવ જ છે, માટે એમ જાણીએ છીએ કે મહત્પષ્યના ઉદયવાળા કોઈ મહાન પરાક્રમી પુરુષને જ વસ્તુ સ્વરૂપની સાચી શ્રદ્ધા થાય છે. આનું કારણ એ છે કે સુયક્તિને અનુસરવામાં વિશાળ બુદ્ધિ, પ્રામાણિકતા અને અનાગ્રહદૃષ્ટિની જરૂર છે તથા સ્વાનુભવ માટે અભ્યાસરૂપ સતત પરિશ્રમ, ધીરજ, સબોધ અને સગુણસંપન્નતાની જરૂર છે. આમ “શ્રદ્ધા પરમ દુલ્લહા' એવું શાસ્ત્રનું વચન ખરેખર ચરિતાર્થ થાય છે, કારણ કે તથારૂપ યોગ્યતાવાળા વિરલ મહાપુરુષો જ તેવી શ્રદ્ધાને તત્ત્વતઃ સિદ્ધ કરવાનો પુરુષાર્થ, સફળ થવા સુધી જારી રાખે છે. શ્રદ્ધેયનું પરિજ્ઞાન
અધ્યાત્મસાધનાનું પ્રયોજન આત્મશુદ્ધિ દ્વારા આત્મસિદ્ધિ કરવી તે છે. આત્મસિદ્ધિ હાંસલ કરવા માટે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત એવા નિર્દોષ પુરુષનો ઉપદેશ ગ્રહણ કરવો યોગ્ય છે, કારણ કે તેવા પુરુષનાં જ જ્ઞાન, આનંદ અને પવિત્રતા પરિપૂર્ણ હોય છે. માટે સર્વ મત-પંથ-સંપ્રદાયની
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સાધક-સાથી
બુદ્ધિથી રહિત થઈ તેવા ઉત્તમ સ્વાનુભવી પુરુષનાં વચનોની શ્રદ્ધા કરવી આપણા સૌ માટે શ્રેયસ્કર છે. પ્રયોજનભૂત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા
આ જગતમાં અનેક પદાર્થો છે પણ તે સર્વ પદાર્થોમાં સાધકને જેનાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થાય તેવા તો બે જ મુખ્ય છે : આત્મા અને અનાત્મા. “આ આત્મભાવ ઉપકારી છે અને આ અનાત્મભાવ સાધનામાં બાધક છે' એવી અંતરંગ શ્રદ્ધા પ્રગટે ત્યારે આત્મશુદ્ધિના સાધક ભાવો અંગીકાર કરવાથી અને બાધકભાવોનો પરિહાર (ત્યાગ) કરવાથી આત્મશુદ્ધિના કમની યથાર્થી સાધના ચાલુ થાય છે અને અશુદ્ધિના અંશોનો સર્વથા નાશ થતાં, સાધક ક્રમે કરીને, સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. કળિકાળમાં આપણે સૌ અલ્પ બુદ્ધિ, અલ્પ બળ અને અલ્પ આયુષ્યવાળા છીએ તેથી સત્સમાગમનો આશ્રય કરી પ્રયોજનભૂત વસ્તુનું યથાર્થ શ્રદ્ધા કરવા આપણે સૌ સાધકોએ શીઘતાથી. પરમ પુરુષાર્થ કરવો યોગ્ય છે. શ્રદ્ધાની અગત્ય
મોક્ષમાર્ગમાં જેનું અદ્વિતીય મહત્ત્વ છે અને જેને મોક્ષમાર્ગની પ્રથમ સીડી કહી છે તે આ સમ્યક શ્રદ્ધા જ છે. સાચી શ્રદ્ધા વિના પ્રાપ્ત કરવામાં આવેલું વિપુલ જ્ઞાન પણ મિથ્યા અને કઠિન ચારિત્ર પણ કુચારિત્ર કહ્યું છે, તેથી ગમે તેવો મહા પ્રયત્ન કરીને પણ સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરવી જોઈએ. અનંતાનુબંધી (જે ભાવ કરવાથી એવું તીવ્ર કર્મબંધન થાય કે જેથી અતિ અતિ દીર્ધકાળ (અનંતકાળ) ભ્રમણ કરવું પડે તે) સંસારનો ભાવ જેનાથી તૂટી જાય છે, તત્કાળ જ અંતરમાં શાંતિ, પ્રસન્નતા અને અતીન્દ્રિય આનંદરસનો આસ્વાદ જેનાથી અંશે અનુભવાય છે, જે પ્રગટવાથી વિવેક(ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ખરેખર ચાલુ થઈ જાય છે, જે પ્રાપ્ત થવાથી વસ્તુ-સ્વરૂપનો નિઃશંકપણે નિર્ણય થતાં સ્વ સ્વ-રૂપે અને પર પરરૂપે ભાસવા લાગે છે, જેની ઉપલબ્ધિ થવાથી સંસારની વાતોમાં રસ રહેતો નથી અને ઉત્કૃષ્ટ એવી દુન્યવી સંપત્તિ પ્રાપ્ત થાય તો પણ તે વિશે ઉપાદેય બુદ્ધિ ઊપજતી નથી તે જ સાચી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધાના ઉદયથી એક શદ્ધિ આત્મા પ્રત્યે અપૂર્વ રુચિ ઊપજે છે, દ્વન્દ્રોમાં રોકાણ થતું નથી, ત્રિવિધ તાપોથી ઉપરામ થવાય છે, ચતુર્વિધ ગતિઓના ત્રાસથી છૂટીને પરમ પંચમગતિ પ્રત્યે પ્રેમપૂર્વક આરાધના બને છે, છ પ્રકારના “અનાયતનોમાં *[અનુ+આયતન (ઘર)] = જેમાંથી ધર્મની પ્રાપ્તિ ન થઈ શકે તે.
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા
૨૦૯
પ્રીતિ ઊપજતી નથી તથા સપ્ત ભય અને આઠ મદથી રહિતપણું થઈ નવ નિધિ પ્રત્યેથી પણ વૃત્તિ હઠી જાય છે. આમ, આ સમ્યકૂશ્રદ્ધા અતિ અપૂર્વ અને કલ્યાણ પરંપરાની જનની છે; તેથી તેની ઉપાસના સાધકે અગ્રિમતાના ધોરણે કરવી રહી એવો આત્માનુભવી શ્રીગુરુઓનો ભવ્ય જીવોને ઉપદેશ છે.
સત્યાર્થ શ્રદ્ધાની આરાધના
સત્યતત્ત્વના બોધનો વારંવાર પરિચય કરવાથી અને અપૂર્વભાવ સહિત સત્પુરુષના બોધને ધારણ કરવાથી અનાદિના દેહાત્મબુદ્ધિના સંસ્કાર ધીમે ધીમે ઘસાઈ જાય ત્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ ઊપજે છે અને જગતના પદાર્થોમાં જે મહત્તા માની હતી તે ક્રમે કરીને ઘટે છે, જેના ફળસ્વરૂપે જ્ઞાન-વૈરાગ્યરૂપી શીતળતા તેની જીવનસરિતામાં સહજરૂપે પ્રગટ થાય છે. આવા અભ્યાસથી સત્સંગ-સશાસ્ત્ર-સત્તત્ત્વમાં ચિ વધી જતાં ક્રમે કરીને જેની ચિત્તવૃત્તિ સ્વતત્ત્વ પ્રત્યે રહેવા લાગે છે તેવા શિષ્યને કોઈક દિવસે સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થઈ જતાં સ્વાનુભવદશા પ્રગટે છે કે જેને પરમાર્થ-શ્રદ્ધા કહેવામાં આવે છે. આત્માનુભૂતિની પ્રાપ્તિનો આ ક્રમ છે; માટે કોટિ ઉપાયે પણ ‘સત્' જેમાં મૂર્તિમંત છે તેવા સદ્ગુરુ-સત્પુરુષ પ્રત્યે રુચિ આણવી, તો તેથી ‘સત્' એવા સ્વ પ્રત્યે રુચિ ઊપજતાં કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે.
શ્રદ્ધાનો મહિમા
(૧) વંતળમૂતો ધમ્મોઃ (સાચી) શ્રદ્ધા તે ધર્મનું મૂળ છે. (૨) સર્વગુણાંશ તે સમ્યક્ત્વ (સાચી શ્રદ્ધા).
(૩) જ્ઞાની પુરુષના વાક્યના શ્રવણથી ઉન્નસિત થતો એવો જીવ ચેતન-જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.
(૪) શ્રદ્ધા મનુષ્યની તે શક્તિઓમાંની એક છે જે મનુષ્યને જીવંત રાખે છે, શ્રદ્ધાના પૂર્ણ અભાવનું નામ જ જીવનનું અવસાન છે.
(૫) વિશ્વાસ, વિશ્વાસ, પોતાના આત્મામાં વિશ્વાસ, ઇશ્વરમાં વિશ્વાસ, આ જ જીવનસફળતાનું રહસ્ય છે.
(૬) મોકૂં કહાં તું ઢુંઢે બંદે મેં તો તેરે પાસમેં,
કહત કબીર સુનો ભાઈ સાધો મેં તો હું વિશ્વાસમેં.
(૭) શ્રદ્ધાનું મૂળ તત્ત્વ છે બીજાની સાચી મહત્તાનો સ્વીકાર.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
(૮) ખરેખર તો નિરાશ થઈ ગયેલા હૃદયને સાંત્વના, અવલંબન અને નવજીવન અર્પણ કરવાવાળી આ શ્રદ્ધા જ છે. શ્રદ્ધામાં આત્મ-સમર્પણ રહ્યું છે.
(૯) જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ (સાચી શ્રદ્ધા) થાય નહિ. સમક્તિ થયું હોય તો દેહાત્મબુદ્ધિ મટે; જો કે અલ્પ બોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે.
(અ) અવિનય, (બ) અહંકાર, (ક) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહિ છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (ડ) રસલુબ્ધપણું એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમક્તિ ન થાય.
સાધક-સાથી
(૧૦) શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તે જીવો ભ્રષ્ટ છે, તેમનો મોક્ષ થતો નથી. ચારિત્રભ્રષ્ટ (સુધરે તો) મોક્ષે જાય છે, શ્રદ્ધાભ્રષ્ટ મુક્તિને પામતા નથી. (૧૧) જ્યાં તર્ક અસ્ત પામે છે, ત્યાં શ્રદ્ધાનો ઉદય થાય છે. (૧૨) આત્મવિશ્વાસ તે આત્મવિજયની પહેલી શરત છે.
(૧૩) શ્રદ્ધાવાનને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે સંશય કર્યા કરે છે તેને આ લોક કે પરલોકમાં સુખની પ્રાપ્તિ થતી નથી, તે નષ્ટ થઈ જાય છે.
(૧૪) જે પરમાત્માના ચરણકમળ વિશે ભ્રમર સમાન ઉત્સુક હોય, ગુણગ્રહણ કરવામાં અનુરક્ત હોય, ઉત્તમ સાધુઓ પ્રત્યે પરમ વિનયવાન હોય, પોતાના દોષોને નિંદનારો હોય અને આત્માર્થી મુમુક્ષુઓને જોઈ હર્ષોલ્લાસ સહિત સાચી પ્રીતિ કરનારો હોય તે સાધક સમ્યક્ દૃષ્ટિવાળો – સાચી શ્રદ્ધાવાળો હોય છે.
શ્રદ્ધાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
-
-
ઇ.સ. ૧૯૩૪ની સાલ.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં બાળબ્રહ્મચારી શ્રી દેવચન્દ્રજી રહે. નાનપણથી જ અધ્યયન અને અધ્યાપનમાં રસ હોવાથી કારંજા નામના ગામમાં તેમણે ઈ.સ. ૧૯૧૮ની સાલમાં એક બ્રહ્મચર્યાશ્રમ ચાલુ કર્યો હતો. ભ્રમણ કરતાં કરતાં કોલ્હાપુર જિલ્લામાં લોકોને સામાન્ય શિક્ષણ અને ધાર્મિક સંસ્કારોથી વિહીન જોઈ તેમણે ત્યાં સ્થિર થવાનો સંકલ્પ કર્યો અને કોલ્હાપુરથી અઢાર માઈલ દૂર કુંભોજ-બાહુબલી નામના પ્રાચીન તીર્થની તળેટીમાં એકાદ ઓરડી બંધાવીને રહેવાનું શરૂ કર્યું.
પ્રારંભમાં આવતા-જતા યાત્રીઓ મહારાજશ્રીની મુલાકાતે આવતા.
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા
૨૧૧
તેઓએ આજુબાજુનાં ગામડાંના પાંચ-સાત વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવાનું ચાલુ કર્યું. અખૂટ શ્રદ્ધા, અપૂર્વ ધીરજ, સતત ખંત, કર્તવ્યનિષ્ઠા, નિસ્પૃહતા અને વધતા ત્યાગ-વૈરાગ્યથી ધીમે ધીમે તેઓનું નિવાસસ્થાન બાહુબલી બ્રહ્મચર્યાશ્રમના નામથી ઓળખાવા લાગ્યું. તેઓના પ્રતાપથી આજુબાજુનાં ગામના ભાવિક લોકોમાં ધર્મસંસ્કારની વૃદ્ધિ થઈ અને લગભગ ઈ.સ. ૧૫રમાં તેમણે પોતે નિગ્રંથ મુનિદીક્ષા ધારણ કરી. ધીમે ધીમે તેમની કાર્યપદ્ધતિમાં લોકોને ખૂબ વિશ્વાસ બેઠો અને તાલુકા તેમ જ સમગ્ર જિલ્લાનાં બાળકો હવે ત્યાં શિક્ષણ લેવા આવવા લાગ્યાં.
વર્તમાનમાં બાહુબલી વિદ્યાપીઠમહારાષ્ટ્રની એક વિશિષ્ટ શિક્ષણ સંસ્થા અને જૈન તત્ત્વજ્ઞાનનું મહાન કેન્દ્ર છે. બારસો વિદ્યાર્થીઓ ત્યાં સ્નાતક પદવી સુધીનું શિક્ષણ અને ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારો પ્રાપ્ત કરે છે. ત્યાં શિક્ષણ પામેલા અનેક ભાઈઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય સ્વીકાર્યું છે. ત્યાંના પ્રાચાર્ય અને મુખ્ય શિક્ષકે આજીવન બ્રહ્મચર્ય સ્વીકારી આ શિક્ષણ અને સંસ્કારયજ્ઞમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
આ બધું થવા પાછળનું બળ કયું?
એ છે એક વખતના બ્રહ્મચારી અને હાલ મુનિચરિત શ્રી સમતભદ્ર મહારાજની અખૂટ – અતૂટ શ્રદ્ધા, તેમના પ્રતાપથી આજે સમસ્ત દક્ષિણ ભારત અને મધ્યપ્રદેશમાં અઢાર જેટલી સંસ્થાઓ ઉત્તમ શિક્ષણ અને આધ્યાત્મિક સંસ્કારોથી હજારો ભાવિ નાગરિકોના જીવનઘડતરમાં કાર્યરત છે.
[]
બંગાળના એક મહાન નવલકથાકાર. એમનું નામ બંકિમચંદ્ર, એમણે ભારતને રાષ્ટ્રગીત વંદે માતરમ્’ આપ્યું.
તેઓ મહાન સાહિત્યકાર હતા, તેમને પોતાના પ્રત્યેક કાર્યમાં – પછી તે નાનું હોય કે મોટું – અપૂર્વ શ્રદ્ધા હતી. તે ઘણી વાર પોતાના મિત્રોને જણાવતા કે મનુષ્યમાં જે દિવસે શ્રદ્ધાના તત્વનું વિલોપન થશે તે દિવસથી તે સાચા માણસ તરીકે મટી જશે.
તેમણે પોતાની એક નવલકથામાં 'વંદે માતરનું કાવ્ય લખ્યું હતું. નવલકથાના વસ્તુને અમુક અંશે અનુલક્ષીને આ કાવ્ય લખાયું હતું અને તેથી એમના કેટલાક મિત્રોને એ કાવ્ય ખાસ પ્રભાવિત કરી શક્યું નહોતું – એમની સાહિત્યપ્રેમી પુત્રીને પણ એ કાવ્ય પરત્વે વિશેષ શ્રદ્ધા હતી નહિ.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
એક વાર તે બંકિમચંદ્ર પાસે બેઠી હતી. બંકિમચંદ્રની તબિયત સારી નહોતી. એમનું શરીર નંખાઈ ગયું હતું. રોગનું જોર વધ્યું હતું અને એમ લાગતું હતું કે થોડા દિવસ હવે તે માંડ કાઢશે. આવી તબિયત રહેતી હોવા છતાં એમનો સાહિત્યશોખ જરાયે ઘટ્યો નહોતો.
સાકસાથી
પોતાની પાસે બેઠેલી પોતાની પુત્રી સાથે પણ અત્યારે બીજી વાતો છોડીને તેઓ સાહિત્યની વાતોએ વળગ્યા હતા.
એ વાતો દરમિયાન પુત્રીએ પિતાને પૂછ્યું : પિતાજી, તમારું વંદે માતરમ્'વાળું ગીત ઘણા માણસોને ગમતું નથી.'
પિતાએ પુત્રીની સામે દૃષ્ટિ કરી.
તેમણે જરા ઉધરસ ખાઈને પુત્રીને પૂછ્યું : “તને એ ગમે છે કે નહિ ?’ પુત્રી બોલી : મને ગમે એથી શું ?’
શ્રદ્ધાવાન પિતાએ કહ્યું : “બેટી, મને એ કાવ્ય પર એટલી બધી શ્રદ્ધા છે કે એક વેળા એ કાવ્ય સર્વ હિંદીઓની આંખો ખોલી નાખશે. એકેએક ઘેર એ કાવ્યનો ગુંજારવ થશે. મને આમાં લેશ પણ શંકા નથી. તું નિશ્ચિંત રહે.’
કેવી ગજબની આત્મશ્રદ્ધા !
આજે તેમની એ શ્રદ્ધાનો સાક્ષાત્કાર આપણે જોઈ શકીએ છીએ.
Page #232
--------------------------------------------------------------------------
________________
૪૨
ભૂમિકા
સામાન્ય રીતે લોકો મહત્તા તેને કહે છે જે વડે અન્ય મનુષ્યોને વિશે પોતાના મોટા હોવાપણાની માન્યતા હોય. અન્ય મનુષ્યો આપણને મોટા કહે અને તેવો વ્યવહાર આપણી સાથે કરે તો સારું એવી જ્ગતના જીવોની મહેચ્છા હોય છે. અને તેથી તેવી લોકમાન્યતા ઉત્પન્ન કરવામાં અને ટકાવી રાખવામાં તેઓ રચ્યાપચ્યા રહે છે.
મહત્તા
કોઈક લોકો તનથી મહત્તા માને છે, કોઈક સત્તાથી, કોઈક કુટુંબપરિવારથી, કોઈક શારીરિક તંદુરસ્તી કે સૌન્દર્યથી, કોઈક લાંબા આયુષ્યથી, કોઈક ઊંચા કુળથી તો કોઈક બાહ્ય તપ કે શાસ્ત્રના જાણપણાથી પોતાની મહત્તા માને છે. આમ, જુદા જુદા મનુષ્યો જુદી જુદી રીતે મહત્તાની માન્યતા કરી તે મેળવવામાં પ્રયત્નશીલ છે.
સાચી મહત્તા
જ્ઞાનીઓ કહે છે કે સાચી મહત્તા તેણે પ્રાપ્ત કરી છે જેણે સાચું સુખ પ્રાપ્ત કર્યું છે. સાચા અને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ જવાથી અન્ય કોઈ પ્રકારની મહેચ્છા રહી જતી નથી અને કૃતકૃત્યતાનો અનુભવ થાય છે. આવી કૃતકૃત્યતા તો ત્યારે પ્રાપ્ત થાય જ્યારે આત્માનાં જ્ઞાન, આનંદ આદિ ગુણો પૂર્ણપણે પ્રગટે અને અજ્ઞાન, રાગ અને દ્વેષ સંપૂર્ણપણે નાશ પામે. લોકપ્રસિદ્ધ મહત્તા
જ્યાં જેટલું સત્યનું અનુસરણ હોય છે ત્યાં તેટલી પારમાર્થિક મહત્તા અવશ્યપણે પ્રગટ થાય છે. લોકમાં પણ સત્કાર્યો એકનિષ્ઠાથી અને સ્વાર્થરહિતપણે કરે તેને સુયશની પ્રાપ્તિ થાય છે અને તે પુરુષ મહાન ગણાય છે. આવા લોકકલ્યાણનાં અનેક કાર્યો છે અને નિઃસ્વાર્થ સમાજસેવકો, સજ્જનો, માનવતાવાદીઓ અને પરહિત-રત સંતો આવાં કાર્યો કરતા રહે છે. આવા કાર્યોમાં સદાવ્રતો ખોલવાં, ધર્મશાળાઓ બંધાવવી, બાલમંદિરો, શાળાઓ, વિશ્વવિદ્યાલયોનું નિર્માણ કરવું, હૉસ્પિટલો,
કૉલેજો,
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સાધક-સાથી
ઔષધશાળો, અનાથાલયો, મહિલાવિકાસગૃહો વગેરે ખોલવાં, ખાદી-ગ્રામોદ્યોગના વિકાસમાં ફાળો આપી ગ્રામજનતાને ઉપકારક થવું વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યો કરવામાં ધન, સત્તા, ઓળખાણ, લોકસંપર્ક વગેરેની જરૂર પડે તે સહેજે સમજાય તેવું છે. આવા પ્રકારની નિઃસ્વાર્થ સેવા દ્વારા કાંઈક ચિત્તશુદ્ધિ અને સાત્ત્વિક ગુણોનો વિકાસ થઈ શકે છે અને આત્મામાં થોડીઘણી સાચી મહત્તા પ્રગટે છે એમ પણ કોઈ અપેક્ષાએ કહી શકાય. પારમાર્થિક મહત્તાની આરાધના
અહીં તો તે કક્ષાથી આગળ જઈ તત્ત્વજ્ઞાનના યથાયોગ્ય પરિશીલન દ્વારા, નિવૃત્તિમય જીવનનો લક્ષ રાખી, સત્સંગ-સ્વાધ્યાયાદિ સત્સાધનોને અંગીકાર કરી, આત્મજ્ઞાન-આત્મસમાધિની જ પ્રાપ્તિ અર્થે સતત પુરુષાર્થયુક્ત થવારૂપ જે દિવ્યજીવન તેનો લક્ષ રાખવાનો છે. આમ કરવાથી સાચી સ્વાધીનતા, સાચી નિઃસ્પૃહતા અને સાચાં જ્ઞાન-વૈરાગ્ય-વ્રત-જપતપ આદિ પ્રગટે છે. ક્રમે કરીને મોહનો નાશ કરીને આ પુરુષ જે મહત્તા પામે છે તે અચિંત્ય માહામ્યવાળી અને અતીન્દ્રિય છે અને તે વડે શાશ્વત એવા આત્માના પરમ આનંદની તેને પ્રાપ્તિ થાય છે.
આવું જીવન જેણે બનાવ્યું છે તે પુરુષ સર્વોત્તમ મહત્તાનો ધરનાર છે એમ અમે શ્રદ્ધીએ છીએ. તેવા પુરુષનાં ચરણકમળનું યથાયોગ્ય અવલંબન અને તેના જીવનનું અનુસરણ તેવી મહત્તા પ્રગટ કરવાનું એક મુખ્ય કારણ હોવાથી અમે તેનું વારંવાર ધ્યાન કરીએ છીએ. અધ્યાત્મવેત્તા પુરુષની મહત્તા
(૧) તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ અને મહાન છે જે પોતાની પ્રતિજ્ઞાઓનું અટલપણે પાલન કરીને સત્યમાર્ગનું અનુસરણ કરે છે. તે આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારનાં પ્રલોભનોનો બેધડક સામનો કરે છે અને મોટામાં મોટું કષ્ટ પણ ખુશીથી સહન કરે છે. અનેક પ્રકારનાં તોફાનો, લાલચો અને ધમકીઓ વચ્ચે પણ નીડરપણે વર્તે છે અને સચ્ચાઈ, નીતિ તથા પરમાત્મામાં અડગ શ્રદ્ધા રાખીને પોતાના માર્ગે આગેકૂચ ચાલુ જ રાખે છે.
(૨) જે વિશ્વનો ઉપકાર કરે છે, જે કલંકરહિત છે, જે વ્રતસહિત છે, જે વિનયવાન છે અને જે વિવેકી છે તે મહાપુરુષ કહેવાય છે.
(૩) વિદ્યા, શૂરવીરતા, ચતુરાઈ, બળ અને ધીરજ – આ પાંચને જે મિત્ર બનાવે તે મહાપુરુષ બની જાય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
મહા
(૪) જેણે વિષયોની આશા છોડી દીધી છે, જે દુન્યવી આરંભ અને પરિગ્રહથી નિવર્યો છે અને જે સાચાં જ્ઞાન-ધ્યાન અને તપમાં પ્રસન્નતાપૂર્વક પ્રવર્તે છે તે પુરુષ જગદ્ય છે.
૨૧૫
(૫) જે જગતના સર્વ જીવોનો સહજપણે મિત્ર છે, જે કોઈ પણ અન્ય જીવનું બૂરું ઇચ્છતો નથી, બૂરું બોલતો નથી કે બૂરું કરતો નથી તે પ્રજ્ઞાવાન પરોપકારી મહાપુરુષના પદાવિંદને પૃથ્વીના પુણ્યશાળી પુરુષો પણ પરમ પ્રેમથી ઉપાસે છે અને તે વડે પવિત્રતાને પામે છે.
(૬) સામાન્ય કક્ષાના મનુષ્યો સાથેના ઉત્તમ વ્યવહાર વડે મહાન પુરુષોની મહત્તા પ્રગટપણે દેખાઈ આવે છે.
(૭) અભિપ્રાયમાં ઉદારતાનો દૃષ્ટિકોણ, કાર્યસંપાદનમાં માનવતાનો દૃષ્ટિકોણ અને વિજયપ્રાપ્તિમાં સમતુલિત દૃષ્ટિકોણ આ ત્રણ ચિહ્નોથી મહાન પુરુષની ઓળખાણ થઈ શકે છે.
-
(૮) આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા, પરોપકાર અને સમતામાં રહી છે. શુદ્ધ પંચમહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લક્ષ્મી, કુટુંબ, પુત્ર કે અધિકારથી મેળવી નથી એમ મારું માનવું છે.
મહત્તાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
આ સદીના એક મહાપુરુષના જીવનની આ ઘટના છે. નાની ઉંમરથી જ જ્ઞાન-વૈરાગ્યની આરાધનામાં લાગેલ હોવાથી અને આદર્શ સાધકનું જીવન ગાળતા હોવાને લીધે તેમનું શિષ્યમંડળ પણ વિસ્તૃત હતું. એક વાર સૌ શિષ્યોને આ મહાપુરુષની જન્મજયંતી ઊજવવાનો ભાવ થયો. તેથી સૌએ તેમની પાસે જઈ વિનંતી કરી, ગુરુજી ! અમારી એક પ્રાર્થના સ્વીકારશો ?’ ગુરુજીએ સંમતિ આપતાં તેઓએ કહ્યું, થોડા દિવસમાં આપની જન્મજયંતી આવે છે તો તે ઊજવવાની સંમતિ માગવા અમે સૌ આવ્યા છીએ.'
કંઈક અણધારી બિના બની હોય તેમ તે મહાપુરુષ બોલ્યા, “જુઓ ભાઈઓ ! આપની પ્રાર્થનાનો હું નીચેનાં કારણોસર સ્વીકાર કરી શકતો નથી. પ્રથમ તો જન્મદિવસ તે આનંદનો વિષય નથી, કારણ કે આત્મશ્રેય પ્રાપ્ત કરવા મળેલા આ મનુષ્ય અવતારમાંથી એક વર્ષ ઓછું થયું, એવું તે દિવસે આપણને ભાન થવું જોઈએ. બીજું, જે મહાત્માએ અધ્યાત્મજીવનની ચરમસીમા પ્રાપ્ત કરી જીવનમુક્ત દશા પ્રગટ કરી હોય કે જેથી ફરી
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સાધક-સાથી
જન્મમરણના ફેરામાં ન આવવું પડે તેવા લોકોત્તર મહાપુરુષની જન્મજયંતી ઊજવવી જ યોગ્ય છે. હું તેવી સ્થિતિને પ્રાપ્ત થયો નથી. વળી જવ, વિકારી અને વિનાશી એવા આ દેહની જન્મજયંતી શું ઊજવવી ? જો તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો ચૈતન્યરૂપી. નિર્વિકારી અને અજર-અમર એવા આત્માની જન્મજયંતી કે મૃત્યુતિથિ બન્ને સમાન જ છે.
આવા અર્થગંભીર ઉદ્દબોધનથી શિષ્યમંડળી તો સ્તબ્ધ થઈ ગઈ. આ મહાપુરુષ તે તિરુવન્નમસૅના પ્રસિદ્ધ તપસ્વી શ્રી રમણ મહર્ષિ.
| [૨] સ્વામી દયાનંદ સરસ્વતી એક વાર ભરૂચ પધાર્યા હતા. તેમને સમાચાર મળ્યા કે તેમના એક શુભેચ્છક ભાઈ શ્રી કૃષ્ણરામ ઈચ્છારામને તાવ આવ્યો છે. તેઓ તો કૃષ્ણરામભાઈના ઘેર ગયા અને તેમને માથામાં પીડા થતી હતી તેથી માથું દબાવવા બેસી ગયા. બે હાથ જોડીને કૃષ્ણરામ કહે “સ્વામીજી ! આપ મારી સેવા કરો તેવી મારી યોગ્યતા નથી, મને માફ કરો.' સ્વામીજી કહે, “અરે ભાઈ ! એમાં શું છે ? કોઈ નાનું-મોટું નથી. સૌએ એકબીજાની સહાયતા કરવી તે તો માનવધર્મની સામાન્ય ફરજ છે.”
જુઓ, આ મહાત્માના ગુણો ! સેવાભાવ, મૈત્રી, વિનય અને નિખાલસતા. કેવું મહાન જીવન !
ચાલસ બીજો તે સમયે ઈંગ્લેન્ડનો રાજા હતો. સામાન્ય જનતાના હક્કોનું રક્ષણ થાય તે હેતુથી, લોકશાહીની રૂએ, એક સન્નિષ્ઠ માણસ દર વખતે સંસદમાં ચૂંટાતો. કોઈ પણ નવું બિલ સંસદમાં રજૂ કરવામાં આવે ત્યારે તે વડે લોકોનું કેટલું કલ્યાણ થઈ શકે છે તેની એવી તો સર્વાંગસુંદર શૈલીથી તે છણાવટ કરતો કે ઉમરાવો હમેશાં તેની ઈર્ષ્યા કરતા.
એક વાર બધાએ મળીને આ ગરીબ સંસદસભ્યને સીધો કરવાનો નિર્ણય કર્યો. આ કાર્ય કરવાનું બીડું તે સંસદસભ્યના નિશાળના મિત્ર ડેન્દ્રિ નામના એક સભ્ય ઝડપી લીધું. બીજે દિવસે ડેખેિ તે સંસદસભ્યને ઘેર ગયો. ઘણાં વર્ષો પછી બાળપણના સાથી ભેગા મળ્યા એટલે અલકમલકની ઘણી વાતો કરી અને ભોજન પણ સાથે જ લીધું. જતી વખતે ડેમ્બિએ તે સંસદસભ્યના ખિસ્સામાં માતબર રકમનો એક ચેક સરકાવી દીધો. થોડી વારમાં જ ખિસ્સામાં હાથ જતાં તે ચેક જોઈને આખી વાતનું રહસ્ય તે સંસદસભ્યના ખ્યાલમાં આવી ગયું.
Page #236
--------------------------------------------------------------------------
________________
મહત્તા
૨૧૭
તુરત જ તે સ્ટેશન તરફ રવાના થયો અને ગાડી માટે રાહ જોઈને ઊભેલા ડેમ્બિને ચેક પાછો આપતાં કહ્યું. “ભાઈ ! લોકોએ મારામાં વિશ્વાસ મૂકીને તેમનું કલ્યાણ થાય તેવાં કાર્યો કરવા મને ચૂંટીને મોકલ્યો છે. આમ પૈસા લેવાય નહિ. મારે ભલે ગમે તેવી અગવડ વેઠવી પડે, પણ હું મારા મતદારો સાથે વિશ્વાસઘાત કરી શકું નહી. જો મારા વિચારોમાં કાંઈ ફેરફારો થાય અને મારે પક્ષ બદલવો હોય તો મોટી સભા ભરી મારા મતદારો સમક્ષ તે વિચારો રજૂ કર્યું. જો તેઓ સહમત થાય તો પક્ષ બદલી શકું નહિતર મારે રાજીનામું આપવું જોઈએ. સંસદસભ્યો જનતાના પ્રતિનિધિઓ છે તેઓ
જ્યાં સુધી જનતાના કલ્યાણમાં પ્રવૃત્ત રહે ત્યાં સુધી જ તેઓ જનતાના પ્રતિનિધિ ગણી શકાય.’ સાદાઈ, સત્યનિષ્ઠા, પરોપકાર અને ફરજ પ્રત્યેની સતત જાગૃતિ રહે ત્યારે જ મહત્તા પ્રાપ્ત થાય.
આ મહાપુરુષનું નામ હતું એન્ડ માર્વેલ. આજે પણ મધ્ય ઈંગ્લેન્ડના હલ (full) નામના ગામમાં તેનું સ્મારક શોભે છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
દેશકાળનો વિચાર
આપણે સૌ ઈ.સ. ૧૭૯ના વર્ષમાં ભારત દેશમાં રહીએ છીએ. સામાન્ય રીતે આ યુગને વીસમી સદી અથવા અણુયુગ અથવા વિજ્ઞાનયુગ કહે છે. જો કે લોકમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આપણે આ જમાનામાં બહુ સુધર્યા છીએ અથવા ઘણી પ્રગતિ કરી છે તો પણ આ વાત માત્ર બાહ્ય સગવડની વૃદ્ધિની દૃષ્ટિએ જ સત્યાર્થ માનીએ છીએ. ખાવા-પીવાની, બેસવા ઊઠવાની, અવરજવરની કે તાર, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન વગેરેની સગવડ વધી છે એ વાત ખરી, પણ તેથી આપણે સુધર્યા છીએ કે કેમ ? ખરેખર સુખી થયા છીએ કે કેમ ? એ આદિ વિચારણીય છે.
પહેલાંના જમાનામાં સાદાઈ હતી, સંતોષ હતો, મુખ્યપણે આપણો વસવાટ ગ્રામવિસ્તારોમાં હતો. આપણી જરૂરિયાતો મર્યાદિત હતી અને તેથી આપણો ખર્ચ પણ મર્યાદિત હતો. ખર્ચ મર્યાદિત હોવાને લીધે ખૂબ આવક મેળવવા માટે મોટા મોટા આરંભો કરવા પડતા ન હતા કે દેશવિદેશની વિશેષ મુસાફરીની પણ જરૂર પડતી ન હતી. રાજ્યકર્તાઓ પણ પ્રજા ઉપર અસહ્ય કરબોજ નાખતા ન હતા, કારણ કે રાજ્યની સામાન્ય આવકમાં રાજ્યખર્ચનો નિભાવ થઈ રહેતો હતો.
છેલ્લા એક-દોઢ સૈકામાં વિજ્ઞાને નોંધપાત્ર પ્રગતિ કરી. અહીં છેલ્લા સાત-આઠ દાયકાઓની દૃષ્ટિએ વિચાર કરીએ તો આ સમય દરમિયાન વિજ્ઞાનની વિવિધ શાખાઓ કૂદકે ને ભૂસકે આગળ વધી. છેલ્લાં ત્રીસેક વર્ષથી આપણો દેશ સ્વતંત્ર થયો. જો કે હવે આપણા દેશમાં અનેક નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું છે અને દેશે ઔદ્યોગિક પ્રગતિ કરી છે તથા કૃષિક્ષેત્રે પણ અનાજનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ આપણામાંના સામાન્ય માનવીની કપડાં-રોટી-મકાનની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે તેમ કહી શકાતું નથી, હજુ પણ કરોડો ગરીબ લોકો આપણા દેશમાં તદ્દન ગરીબ અવસ્થામાં જ જીવી રહ્યા છે. જો કે આમાં નિરક્ષરતા, અંધવિશ્વાસ, જુનવાણી રિવાજો વગેરે અનેક કારણો છે તે હકીકત છે, છતાં પણ આપણે આપણા દેશબાંધવોને વ્યવહારજીવનની પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત થાય
Page #238
--------------------------------------------------------------------------
________________
દેશકાળનો વિચાર
૨૧૯
તેવી લોકવ્યવસ્થા ઊભી કરી શક્યા નથી એમ આપણે કબૂલ કરવું રહ્યું. આમ, સામાન્ય દેશકાળનો વિચાર થયો.
અધ્યાત્મવિકાસની દૃષ્ટિએ વિચારીએ તો વર્તમાન કાળમાં આપણે સામાન્ય રીતે પ્રગતિ કરી નથી એમ કહી શકાય, કારણ કે આપણું નીતિમત્તાનું ધોરણ નીચે જઈ રહ્યું છે. મધ્યમ કે ઉત્તમ કક્ષાના સપુરષોની સંખ્યા આપણા સમાજમાં ખૂબ જ ઘટી ગઈ છે જેથી સાધનામાં માર્ગદર્શન મેળવવું હોય તેવા સાધકોને આજે સંતો શોધ કર્યો પણ મળવા દુર્લભ થઈ ગયા છે. મોટાં શહેરોના ધમાલિયા અને વ્યસનદૂષિત વાતાવરણમાં માંડ બે-ત્રણ કલાક પણ ક્યાંય સાધનાને યોગ્ય શાંત વાતાવરણની પ્રાપ્તિ થવી કઠિન બની ગઈ છે. આ અને આવાં અનેક કારણોનો વિચાર કરીએ તો આપણે દિલગીરી સાથે કબૂલ કરવું જોઈએ કે વર્તમાન દેશકાળ સાધના માર્ગે ચાલનાર માટે વિપરીત ગણી શકાય તેવો સ્પષ્ટપણે દેખાય છે.
આથી શંકા થાય કે મંદિરોમસ્જિદો અનેક વધ્યાં છે, ધાર્મિક પ્રવચનોની સંખ્યા વધી રહી છે. સંકર્તિન સત્સંગના કાર્યક્રમો યોજાય છે, ધર્મપરિષદો મળે છે, દીક્ષાના વરઘોડા અને તીર્થયાત્રાના સંઘો નીકળે છે, ધર્મશાળાઓ, આશ્રમો, ઉપાશ્રયો વગેરે વિસ્તરી રહ્યાં છે, ધ્યાન-શિબિરો. અને યોગના તાલીમવર્ગો અનેક જગ્યાએ ખૂલી રહ્યાં છે તો તમે કેવી રીતે કહી શકો કે આ જમાનામાં અધ્યાત્મ ક્ષેત્રે આપણે રકાસ થયો છે ! શું આમ કહેવામાં કાંઈ અસાવધાની તો નથી થતી ને ?
ભાઈ ! આત્મવિકાસની કસોટી માત્ર બાહ્ય વર્તનથી નથી પરંતુ આપણા આચારવિચારની નિર્મળતા તથા વર્તમાનમાં આપણા જીવનમાં કેટલી આત્મશાંતિનો અનુભવ થઈ રહ્યો છે અને સદ્ગણોનો વ્યવહાર આપણા રોજબરોજના જીવનમાં કેટલો પ્રતિબિંબિત થાય છે તેના પર છે.
આપણે સત્સંગ પ્રવચનમાં કે પૂજા-પારાયણ, બંદગી-પ્રાર્થનામાં જોડાઈએ છીએ તો તેનું કાઈક સારું ફળ આપણા જીવનમાં દેખાવું જોઈએ. જો અત્યારે વ્યસનો જે મોજશોખનાં સાધનો વધારનારી કલબો દિવસોદિવસ વધતી જતી હોય તો તે આપણા અધપતનને જ દર્શાવે છે. જો દાણચોરી, કાળાં બજાર, કરચોરી, ભેળસેળ, ભ્રષ્ટાચાર, ગરીબોનું શોષણ, આંતરિક કુસંપ, કુટુંબનો કે સમાજમાં વેરઝેર, પતિપત્નીના કે પિતા-પુત્રના કે યુવાન-વડીલોના સંબંધોમાં અત્યંત ઘર્ષણ, અહંકાર, વિસંવાદ, તોછડાઈભર્યું વર્તન વિનય અને પ્રેમનો અભાવ તથા મન મોટું રાખીને
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સાકસાથી
સહકાર આપવાની ભાવનાનો જો અભાવ દેખાય છે તો એમ માનવું રહ્યું કે આપણને અનેકવિધ ધર્મકાર્યો કરવા છતાં કાંઈ સાચો લાભ મળ્યો નથી.
આ પ્રમાણે માત્ર સામાન્ય જનસમાજમાં જ નહિ, પરંતુ આશ્રમોમાં તથા અન્ય ધાર્મિક સંસ્થાઓમાં રહેતા મુમુક્ષુઓ કે સાધકોમાં પણ અનેક પ્રકારના વૈમનસ્ય ઉપજાવનારા પ્રસંગો બને અને તે એટલી કક્ષાએ પહોંચે કે તેનો ઉકેલ લાવવા માટે કોર્ટનો આશ્રય લેવો પડે તે અધ્યાત્મસાધના કરનારાઓ માટે લજ્જાસ્પદ છે. હા, અમુક સિદ્ધાંતની બાબતમાં ભલે પોતપોતાના અભિપ્રાય સૌ માને પણ તે બીજા ઉપર ફરજિયાત લાદવાની વૃત્તિ કે જેથી મતભેદ વિસ્તાર પામીને મનભેદમાં પરિણમે અને ઇષભાવ તથા કલહનું વાતાવરણ બન્યું રહે તે ખૂબ જ હાનિકારક છે.
ધર્માચરણથી વર્તમાન જીવનમાં પણ શાંતિનો અનુભવ થવો જરૂરી છે. જો કે આગામી (ઉચ્ચ કક્ષાની) ધર્મસાધનામાં કાંઈક કઠિન સાધના વખતે ખેંચાઈને પણ પુરુષાર્થ કરવો પડે છે તો પણ સમગ્ર દૃષ્ટિએ વિચારતાં તો. ધર્માચરણથી સુખશાંતિ વધવી જોઈએ, કારણ કે સાચા ધર્મની આરાધના આપણને આપણા સ્વાભાવિક શાશ્વત-સહજ-આનંદમય સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે.
જ્યાં ધર્મ છે ત્યાં સંપ અને શાંતિ છે, સાચા પ્રેમપૂર્વક એકબીજા સાથે અતિશય સજ્જતાપૂર્વકનો વ્યવહાર પણ ત્યાં છે. ધર્મકરણીથી સૌમ્યભાવ, વિનય, વિવેક, ક્ષમા, સંતોષ, સહનશીલતા, સ્વાશ્રય, શીલ (ચારિત્ર) વગેરે સદ્ગુણોની વૃદ્ધિ એવી રીતે થવી જોઈએ કે નવા આગંતુકને પણ આપણા ઉત્તમ ગુણોની સુવાસ મળે અને તેનો આત્મા પણ શીતળીભૂત થઈ આપણને મળ્યાનો આનંદ માણી શકે.
આ કહ્યા તેવા સદ્ગુણો અને શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે આપણે આપણા જીવનમાં આપણી મૂળ આર્યસંસ્કૃતિનાં મૂલ્યોને મુખ્ય કરીએ. બાહ્ય દેખાવ, અકુદરતી શૃંગાર, ખોટા દંભની પ્રવૃત્તિ, પોતાની આપવડાઈનું જ પ્રદર્શન, અત્યંતપણે અને અન્યાયપૂર્વક ધનસંચય અને ખોટા મોજશોખનું આધીનપણું જ્યાં સુધી આપણા જીવનમાં આગળ પડતું રહેશે, ત્યાં સુધી આપણે સાચા અર્થમાં સુખી થઈ શકીશું નહિ. માટે સમસ્ત સાંપ્રત સમાજે અને ખાસ કરીને યુવાન વર્ગે આપણી આર્ય-સંસ્કૃતિનાં સાચાં મૂલ્યોને ઓળખવાનો અને તેની પરીક્ષા કરીને તેમાં રહેલી ઉત્તમ વસ્તુઓને અંગીકાર કરવાનો સમય હવે પાકી ગયો છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
દેશકાળનો વિચાર
૨૨૧
આજનો યુવાન મોટા ભાગે જીવન-આદર્શથી વિમુખ છે. ઉત્તમ કાર્ય કરવું, જીવનને ઉન્નત બનાવવું, કુટુંબ-સમાજ-દેશને ઉપયોગી થઈ પોતે પણ કાંઈક વિશિષ્ટ જીવનલબ્ધિ પ્રાપ્ત કરવી તેવો કોઈ પણ દૃઢ નિશ્ચય ઘણું કરીને તેનામાં દેખાતો નથી. સ્વતંત્રતાની પ્રાપ્તિ પહેલાં ગાંધી-નહેરુ-નેતાજીના આદર્શો સામાન્ય યુવક સમક્ષ રહેતા, પણ હવે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તેવું કાંઈ દેખાતું નથી. જો કે, આજે સામાજિક રાજકીય ક્ષેત્રે પણ વિશિષ્ટ મહાપુરુષોની લગભગ ગેરહાજરી સાલે છે અને આધ્યાત્મિક ક્ષેત્રે તો અત્યંતપણે સાલે છે તથા એ દૃષ્ટિએ યુવાવર્ગ પાસે કોઈ પ્રત્યક્ષ આદર્શ નથી તેની કબૂલાત આપણે કરવી રહી. આમ છતાં જો આપણે સૌ સાથે જાગી જઈએ અને જાગેલા હોઈ તો વધારે સાવધાન થઈએ તે વિશેષ આવકારલાયક છે. જો આ પ્રમાણે વર્તવામાં આવે તો આપણું જીવન આપણા મહાન પૂર્વજોનાં ઉદાત્ત ચિરત્ર અને જ્ઞાનને અનુસરતું થયું અને રસ્તામાં જે વિઘ્નો આવે તેને દૂર કરતું થયું દિવસે દિવસે ઉન્નતિકારક અને સદ્ગુણસભર બને તથા ઉત્તમ શ્રદ્ધા, ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ આચારના ત્રિવેણીસંગમ વડે સામાન્ય જીવનમાં અને ખાસ કરીને આધ્યાત્મિક જીવનમાં નવાં શિખરો સર કરી આપણે સાચું સુખ મેળવી શકીએ એવું અન્યને પણ તે મેળવવામાં મદદરૂપ થઈ શકીએ. જો આમ થાય તો જ ફરીથી સર્વશ્રી ઋષભદેવ, રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધની આ ભૂમિને આપણા જીવંત વ્યક્તિત્વથી સાચા અર્થમાં આપણે શોભાવી એમ કહેવાય. ૐ શુભમસ્તુ.
સાંપ્રત સમાજનું વિહંગાવલોકન
(૧) ‘જ્યાં પૈસો ત્યાં પ્રતિષ્ઠા’ એવી માન્યતા સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે. વકીલ, ડૉક્ટર કે ઇજનેર કેટલું કમાય છે તેના ઉપરથી તેના વ્યક્તિત્વનું મૂલ્યાંકન થાય તે તો ઠીક, પણ ક્યા સંત, સાધુ કે મહારાજના વ્યાખ્યાનમાં કેટલા મોટરવાળા આવે છે અને તેમના સાન્નિધ્યમાં થતા ધર્મપ્રસંગોમાં કેટલા પૈસા ભેગા થાય છે તેના પ્રમાણમાં તે મહારાજશ્રીને પણ મોટા ગણવામાં આવે છે !
(૨) નિઃસ્પૃહતા, સાદાઈ, સરળતા સમાજના દરેક વર્ગના મનુષ્યોમાં એકદમ ઘટી ગયેલાં દેખાય છે.
(૩) વિદ્યાર્થીઓને ભણવામાં રસ ઓછો છે. માત્ર જરૂરી હોય તેટલી જ હાજરી વર્ગમાં પુરાવે છે (અને તે પણ ઘણી વાર તો મિત્રો દ્વારા !).
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સાધક-સાથી
અધ્યાપકો પ્રત્યે શિષ્ટાચારનું વર્તન પ્રાયઃ દેખાતું નથી. કૉલેજની બહાર મુખ્ય રસ્તાઓ ઉપર ચાલુ પિરિયડે આખો વાહનવ્યવહાર રોકાય તેવી રીતે ઊભા રહેવું અને તેમાં મોટાઈ માનવી એ અશિસ્ત મોટા પાયા ઉપર દેખાય છે. સારાં સારાં કપડાં પહેરવાં, ચા-પાણી-સિગારેટ અને એકસોવીસનું પાન ખાવામાં સમય વિતાવવો અને સિનેમા-નાટકની જ વાતો કરવી એ જાણે સામાન્ય થઈ ગયું છે. ઇતર-વાચનની પ્રવૃત્તિ, રમત-ગમતની પ્રવૃત્તિ, સામૂહિક શ્રમની પ્રવૃત્તિ, ઘરમાં તથા બહાર મોટેરાઓ પ્રત્યે યોગ્ય આદર-સત્કારની પ્રવૃત્તિ કે કોઈ એક ઊંચા પ્રકારના જીવન પ્રત્યે આદર્શ સ્થાપી તેને અનુરૂપ પ્રવૃત્તિ આજે જવલ્લે જ જોવામાં આવે છે.
(૪) આપણા ઘરમાં નવા સોફાસેટ, રેડિયો, ટેલિવિઝન રેફ્રિજરેટર કે અન્ય મોજશોખની વસ્તુઓ વસાવવામાં જેટલો રસ લઈએ છીએ તેનાથી વીસમા ભાગનો રસ પણ આપણે ભૂખ્યા-તરસ્યાને અન્ન-પાણી આપવામાં, શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય વસાવવામાં, વિદ્વાન કે સંતોનો પરિચય કરવામાં, નિયમિતપણે પ્રાર્થના કે જ્ઞાનગોષ્ઠી કરવામાં કે સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરવામાં દેખાડતા નથી. આમ છતાં લોકોમાં ‘આધ્યાત્મિક' કહેવરાવવાની ફૅશન હોવાથી તેવી ફૅશનમાં રહેવા માટે કાંઈક આધ્યાત્મિક ગણાતાં પુસ્તકો મોટરમાં કે ટેબલ ઉપર રાખીએ છીએ. આ દેખાવ માટે છે કે જીવનસુધારણા માટે છે તેનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ.
(૫) એમ.જી. સાયન્સ કૉલેજના એક વિદ્યાર્થી ધીરેન શાહની તબિયત હિંમતનગર પાસેના એક નાનાસરખા ગામમાં એકાએક એવી કથળે છે કે એને તાત્કાલિક અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ડૉક્ટરો નિદાન કરીને કહે છે કે ધીરેનને કમળામાંથી કમળી થઈ ગઈ છે અને એનો જીવનદીપ ઓલવાતો બચાવવા માટે એને તાત્કાલિક રક્તદાનની જરૂર છે.
એમ.જી. સાયન્સ કૉલેજની હોસ્ટેલમાં આ વાત પહોંચે છે અને આખી હૉસ્ટેલના વિદ્યાર્થીઓ પોતાનું લોહી આપવા માટે સિવિલ હોસ્પિટલ બ્લડ-બેંકમાં કતાર લગાવે છે. દર્દીને બી. આર. એચ. પૉઝિટિવ રક્તની જરૂર હોય છે. આવા રક્તની બધી મળીને સોળ જેટલી બોટલો ચડાવવામાં આવે છે અને નવા દિવસનું પ્રભાત ધીરેનને માટે નવજીવનનો સંદેશ લાવે
Page #242
--------------------------------------------------------------------------
________________
દેશકાળનો વિચાર
છે. ધીરેનની જિંદગી બચી જાય છે.
રક્તદાન માટે આવેલા વિદ્યાર્થીઓને ફક્ત એટલો જ રંજ રહી જાય છે કે એમનામાંથી માત્ર છવ્વીસ જ વિદ્યાર્થીઓનું રક્ત ધીરેનના ઉપયોગમાં આવ્યું અને બીજાઓને રક્તદાન કર્યા વગર જ પાછા ફરવું પડ્યું.
આજના જમાનામાં પણ આવા સાદિલ અને પરોપકારી યુવાન વિદ્યાર્થીઓ આપણા સમાજમાં છે તેનું કેવું જ્વલંત ઉદાહરણ ! આવી યુવાપેઢીમાં જ ભારતના ભાવિ માટે આશાનું કિરણ છે.
૫
૨૨૩
Page #243
--------------------------------------------------------------------------
________________
જો
તપ.
ભૂમિકા
જીવનમાં ઉદ્ભવતી વિવિધ પ્રકારની લાલસાઓમાં લપટાઈ ન જવું તે તપ છે. સ્વેચ્છાપૂર્વક સહનશીલતાનો અભ્યાસ કરવો તે પણ તપ છે. પ્રતિકૂળ સંજોગોમાં સમતાભાવ રાખીને સહન કરતાં શીખવું એ તપની આરાધના છે. આત્મા સાથે લાગેલાં કર્મો અત્યારથી છૂટી જાય નિરી જાય) તે પ્રકારે જીવનમાં વર્તવું તેને તપ કહીએ. આત્મબળથી અધિકતા વડે મનના તરંગોને નષ્ટ કરી આત્માનું શોભાયમાન થવું તે મહાન યોગીશ્વરોનું પરમ તપ છે.
જેવી રીતે ખાણમાંથી નીકળેલું સોનું (સુવર્ણરજો જુદી જુદી ભઠ્ઠીઓમાં નાખવામાં આવે તો તેમાં રહેલી મલિનતા તથા વિવિધ અશુદ્ધિઓ નષ્ટ થઈ જાય છે અને શુદ્ધ સોનાની પ્રાપ્તિ થાય છે, તેવી રીતે કામક્રોધાદિ વિકારોવાળા જીવનને વિવિધ પ્રકારની શુદ્ધીકરણની પ્રક્રિયાઓમાંથી પસાર કરવા વડે કરીને આત્મા નિર્મળ અને નિર્વિકાર થાય તેને તારૂપી આરાધના કહેવામાં આવે છે. તપ તે શુદ્ધીકરણ માટેની તે પ્રક્રિયા છે, જેમાંથી પસાર થયા વિના કોઈ પણ સાધક મહાન સંત બની શકતો નથી. તપના પ્રકારો
પ્રજ્ઞાવંત પૂર્વાચાર્યોએ તપના મુખ્ય બાર પ્રકારો કહ્યા છે – છ બહિરંગ અને છ અંતરંગ. બહિરંગ તપ
. (૧) ઉપવાસ, (૨) અલ્પ-આહાર (ઊણો આહાર), (૩) વૃત્તિઓનું નિયંત્રણ, (૪) રસત્યાગ, ૫) એકાંત-આસન, (૬) કાયકલેશ. આ છે પ્રકારનાં બાહ્ય તપ છે. તેને બાહ્ય તપ એટલા માટે કહેવાય છે કે તે તપનું આચરણ બીજાઓ જાણી-જોઈ શકે છે અને તેથી આ તપ બહારમાં પ્રગટરૂપે દેખાય છે.
- પાંચ ઇન્દ્રિયના વિષયો, ક્રોધાદિ કષાય અને ચાર પ્રકારના આહાર (ખાદ્ય, સ્વાઘ, લેહ્ય, પેય)નો ત્યાગ કરવો તેને ઉપવાસ કહેવામાં આવે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
ત૫
૨૨૫
માત્ર ભોજનનો જ ત્યાગ કરે તો તે ખરેખરો ઉપવાસ નથી. પોતાનું પેટ ભરાય તેથી ઓછો આહાર લેવો તે ઉણોદરી અથવા અલ્પ-આહાર કહેવાય છે. ભિક્ષા અર્થે જતા મુનિમહારાજ પોતાના અંતરમાં એવો વિકલ્પ કરે કે અમુક આહાર મળશે, અમુક રીતે મળશે, તો જ લઈશ, નહિતર આહાર નહિ લઉં – આવા સંકલ્પને વૃત્તિપરિસંખ્યાન કહે છે. ખાટો, તીખો, ખારો, ગળ્યો વગેરે વિવિધ પ્રકારના સ્વાદવાળા પદાર્થોનો ત્યાગ તે રસત્યાગ છે. અમુક એકાંત, શાંત સ્થળમાં એક જ આસને જ્ઞાન-ધ્યાન કરવું તે વિવિક્તશવ્યાસન છે. ઠંડી ઋતુમાં નદીકિનારે ને ઉનાળાની ઋતુમાં ગરમ શિલા કે પતરા પર બેસવું, ઊંધે માથે લટકવું વગેરે કાયાને કષ્ટ દ્વારા તપાવતા છતાં સમભાવ રાખવો તે કાયકલેશ તપ કહેવાય. અંતરંગ તપ
આ પ્રકારના તપમાં તપ કરનારના અંતરમાં ભાવની મુખ્યતા છે. તેથી તે લોકોની જાણમાં એકદમ આવી શકતું નથી. અંતરંગ તપના છ પ્રકારો આ પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) વ્યુત્સર્ગ.
પોતાના વડે થયેલી ભૂલો અથવા દોષોનું સદ્દગુરુ અથવા પરમાત્માની સાક્ષીએ કબૂલ કરવું અને તેવા દોષો ફરીથી ન થાય તે અર્થે ઉદ્યમ કરવો તેને પ્રાયશ્ચિત કહે છે. જેનાથી દોષોનું શુદ્ધીકરણ થાય તે પ્રાયશ્ચિત, પૂજ્ય વ્યક્તિઓ અને પૂજ્ય વસ્તુઓ પ્રત્યેનો અંતરનો આદરભાવ તે વિનય. શારીરિક અસ્વસ્થતાવાળા શ્રીસાધુ મહારાજ કે બીજા મહાત્મા અને ધર્મનિષ્ઠ પુરુષોની સેવા-સુશ્રુષા કરવી તે વૈયાવૃત્ય. ઉત્તમ મહાત્માઓનાં ધર્મ-મોક્ષ-નિર્દેશક વચનોનું વાંચવું, વિચારવું, લખવું, પૂછવું રટણ કરવું કે ઉપદેશવું તે સ્વાધ્યાય. ચિત્તને પરમાત્માના કે પુરુષોના ગુણોમાં કે ચારિત્ર્યમાં તન્મય કરવું તે ધ્યાન. તથારૂપ વિશિષ્ટ અભ્યાસ અને પ્રયત્નથી ચિત્તવૃત્તિ શુદ્ધાત્મામાં સ્થિર થઈ જાય અને અતીન્દ્રિય આનંદ પ્રગટે તે ઉત્તમ ધ્યાન – નિર્વિકલ્પ સમાધિ. શરીર, સ્વજન-કુટુંબાદિ, ધનધાન્ય. રાચરચીલું, બંગલા, મોટર વગેરે બાહ્ય પદાર્થો તથા કામ-ક્રોધ-લોભઅજ્ઞાનાદિ અંતરંગ ભાવોમાં અહંત્વ-મમત્વનો ત્યાગ કરવો તેને વ્યુત્સર્ગ નામનું તપ કહે છે.
આમ બાર પ્રકારે, પૂર્વે મહાત્માઓએ કહેલાં વિવિધ પ્રકારનાં તપનું માત્ર વિહંગાવલોકન થયું. તેનો વિશેષ વિચાર કરતાં બહુ વિસ્તાર થઈ જાય
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સાકસાથી
તેથી અત્રે તેનો સંક્ષિપ્ત સાર બતાવ્યો છે. વિશેષ અભ્યાસી સાધકોએ મૂળ શાસ્ત્રમાંથી સૂક્ષ્મ દૃષ્ટિ વડે તપ વિશે વિસ્તારપૂર્વક જાણવા યોગ્ય છે.* તપનો મહિમા
(૧) મનુષ્યભવ પામીને જે તપ કરતો નથી, પણ વિષયભોગમાં આયુષ્ય વિતાવે છે તે પશુસમાન હલકો જાણવો.
(૨) જેમ બુદ્ધિનું ફળ શાસ્ત્રાભ્યાસ કરી જીવનને પવિત્ર બનાવવું તે છે, તેમ ઉત્તમ, બળવાન, નીરોગી શરીર પ્રાપ્ત કરીને સમ્યક્-તપ વડે આગળ વધવું તે જ યોગ્ય છે.
(૩) તપથી ઇન્દ્રિયો અને મનનો સહજપણે સંયમ થાય છે. વિનયાદિ ભાવો પ્રગટ થવાથી સત્સંગના યોગે ઉત્તમ જ્ઞાન પ્રગટે છે અને સમાધિનો લાભ થાય છે.
સાચી (૪) મોક્ષપ્રાપ્તિ માટેની ચાર પ્રકારની મુખ્ય આરાધના છે શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ અને સાચું તપ. આ કારણથી ઉત્તમ પુરુષોએ સ્વકલ્યાણ માટે અવશ્યપણે તપ કરવું યોગ્ય છે.
--
(૫) દેવ-ગુરુ-વિદ્વાન-બ્રાહ્મણોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા શારીરિક તપ છે. સત્ય, કરુણામય હિતકારી અને પ્રિય વચનોનું બોલવું અને સ્વાધ્યાયરૂપ અભ્યાસ કરવો તે વાણીનું તપ છે. ચિત્તપ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ અને આત્મભાવોની શુદ્ધિ તે માનસિક તપ કહેવાય છે.
(૬) આરાધનાના બીજા પ્રકારો કરતાં તપમાં એક વિશેષતા એ છે કે તેનાથી માત્ર નવાં કર્મોનો બંધ થતો જ અટકતો નથી પણ જન્મજન્માંતરનાં બંધાયેલાં કર્મો આત્માથી છૂટાં થઈ જાય છે. આથી જ તીર્થંકરદિ મહાપુરુષો પણ તપમાં પ્રવર્તે છે, તો અન્ય સામાન્ય સાધકોએ તો તપ કરવું કલ્યાણકારી છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.
(૭) તપ કરતી વખતે પોતાની શક્તિનો વિચાર કરવો જોઈએ. જે વિવેકી પુરુષ છે તે અતિમાત્રામાં તપ કરી શરીર અને ઇન્દ્રિયોને સર્વથા શિથિલ પણ કરતો નથી, તેમ વળી પોતાની શક્તિને ગોપવીને પ્રમાદરૂપી દોષનું ભાજન પણ થતો નથી. આવા મહાન વિવેકી સાધકને તપથી ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે.
.
જુઓ તત્ત્વાર્થસૂત્ર, ભગવતી-આરાધના, આચારરાંગ-સૂત્ર તથા રત્નકરેંડશ્રાવકાચારની પંડિતપ્રવર સાસુખદાસજીકૃત ટીકા.
Page #246
--------------------------------------------------------------------------
________________
તપ
૨૨૭
(૮) જેમ સિંહની ગર્જનાથી ઘેટાં-બકરાંના ટોળામાં નાસભાગ થઈ જાય છે અથવા પ્રચંડ વાવાઝોડાથી વાદળોના મોટા સમૂહો પણ વીખરાઈ જાય છે, તેમ સાચા તપ વડે કરીને આત્મા સાથે ચોટેલા કર્મોના સમૂહો પણ વીખરાઈ જાય છે અને આત્મા શુદ્ધતાને પામે છે. આ કારણથી ભવ્ય જીવો તપની આરાધનામાં પોતાના આત્માને અવશ્ય જોડે છે.
(૯) માનવીની આદતમાં જ એવી નબળાઈ વણાઈ ગઈ છે કે જેથી વિલાસીપણું તેને પ્રિય લાગે છે અને તપસ્યા તથા વિરક્તિ પ્રત્યે તેને કાંઈ જ આકર્ષણ થતું નથી. આ નબળાઈનો પ્રતિકાર દૃઢ સંકલ્પપૂર્વક તપઃપૂત જીવનનો અભ્યાસ કરવાથી ક્રમે કરીને બની શકે છે.
તપનાં જીવંત દૃષ્ટાંતો
ઈ.સ. ૧૯૨૫ની સાલ.
મદ્રાસમાંથી ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી, લોકોને અનેક પ્રકારે મદ્રાસમાં, સિંગાપુરમાં અને મલાયામાં તબીબી સેવાઓ આપી અધ્યાત્મજીવન
જીવવાની આકાંક્ષાવાળા ડૉ. કુયુસ્વામી હૃષીકેશ આવ્યા હતા. અહીં કોઈની ઓળખાણ નહિ તેથી પ્રથમ તો સ્વગશ્રિમમાં થોડા દિવસો ઊતય પરંતુ જોઈએ એવી એકાંત જગ્યા અને શાંતિ ન મળવાથી ત્યાંથી થોડે દૂર એક જૂની ઝૂંપડીમાં રહેવા ચાલ્યા ગયા.
ચારે બાજુ વનરાજિ નીરવ શાંતિ, છતાં ઝેરી જંતુઓ અને જંગલી પશુઓનો ડર તો ખરો જ. પણ આ યુવાન સંન્યાસી તો આખો દિવસ ધ્યાન-ભજન અને અધ્યયનમાં લીન રહે. બે-પાંચ દિવસો આહાર વિના વીતી જાય તો કોઈ વાર આવતા-જતા વટેમાર્ગુ કાંઈ આપી જાય ! ટાઢ વાય તો પણ સહન કરવાની અને વરસાદ આવે તો પણ સહન કરવાનો. આમ ભૂખ-તરસ, ઠંડી-ગરમી, એકાંતવાસ વગેરે બધું સમભાવપૂર્વક સહન કરવાનો અભ્યાસ કરીને પોતાની કઠોર સાધનાને આ યુવાન સંન્યાસીએ કેટલાંય અઠવાડિયાંઓ સુધી જારી રાખી.
ઘણાં વર્ષોથી કરેલી સાધનાની ચરમ સીમારૂપ આ કઠોર તપસ્યાના ફળરૂપે આ મહાન સાધકને અંતરમાં જ્ઞાન અને શાંતિનો પ્રકાશ લાધ્યો અને કમે કરીને તેઓએ દિવ્ય-જીવન જીવવાનો રાહ ભારતના અને દેશવિદેશના અનેક જિજ્ઞાસુઓને બતાવ્યો.
આ યુવાન સંન્યાસીનું નામ સ્વામી શિવાનંદ સરસ્વતી. દિવ્યજીવન
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સાધક-સાથી
સંઘના તેઓ સંસ્થાપક. ઉચ્ચ કોટિનું લોકોપયોગી અને અધ્યાત્મજીવન જીવવાની પ્રેરણા આપનારું વિપુલ સાહિત્ય તેમણે રચ્યું છે.
[૨] સો વર્ષ પહેલાંનો જમાનો. તે સમયે ધાર્મિક ગ્રંથોનાં પઠન-પાઠનની પ્રવૃત્તિ સમાજમાં અમુક વર્ગ જ કરી શકતો અને ધર્મગ્રંથોને છાપવાનો પણ ઘણા લોકો વિરોધ કરતા.
આ સમયે એક જ્ઞાનપિપાસુ યુવાન યોગ્ય ગ્રંથોની દુષ્કાપ્યતાથી વ્યાકુળતા પામ્યો. તે પોતે સંયુક્ત પ્રાંતના સહરાનપુરનો નિવાસી અને મુખત્યાર (વકીલ) તરીકેનો વ્યવસાય કરતો. પ્રેકિટસ સારી ચાલતી, પણ અંતરમાં ધર્મજ્ઞાનની જિજ્ઞાસા નિરંતર રહ્યા કરતી હતી. તેથી છત્રીસ વર્ષની અવસ્થામાં જ આ વ્યવસાયને તિલાંજલિ આપી સ્વાધ્યાય, જ્ઞાનાર્જન, લેખન, આત્મચિંતન, જૈન સાહિત્ય સંશોધન અને અનુસંધાન ઈત્યાદિમાં લાગી જઈ તેણે જીવનને એક નવો વળાંક આપ્યો.
બીજી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીયમંતભદ્રાચાર્યનું પરોક્ષપણે શિષ્યપણું સ્વીકારીને તેણે સમંતભદ્રાશ્રમની સ્થાપના કરી. થોડા કાળમાં તેને ‘વીરસેવા-મંદિરનું નામ આપી અવિરતપણે ઉત્તમ ગ્રંથોના પ્રકાશનમાં અને અધ્યયનમાં લાગી, બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરી આત્મસાધના માટે વિવિધ પ્રકારે ઈચ્છાનિરોધરૂપ તપને અંગીકાર કરી ઉત્તમ સાધક તરીકે જીવન વિતાવ્યું.
જ્ઞાન, ધ્યાન અને તપની આ પ્રકારની આરાધના વડે એક સામાન્ય સાધકમાંથી આ યુવાને થોડાં વર્ષોમાં જ એક મહાન સિદ્ધાંતશાસ્ત્રી, અનુસંધાનવેત્તા (research-expert) અને ધાર્મિક મહાપુરુષનું પદ પ્રાપ્ત કર્યું.
તેઓએ રચેલી મેરી ભાવના’ અધ્યાત્મભાવનું એક ઉત્તમ અને સુંદર કાવ્ય છે. હિંદીમાં લખાયું હોવા છતાં તેની લગભગ પચીસ લાખ ઉપરાંત પ્રતો ભારતની બધી મુખ્ય ભાષાઓમાં અનુવાદિત થઈને પ્રસિદ્ધ થઈ ચૂકી છે.
આ મહાન સાધકનું નામ પંડિતવર્ય શ્રીમાન જુગલકિશોરજી મુખ્તાર. તેમણે સ્થાપેલા વીર-સેવા-મંદિર, દિલ્હી તરફથી ઉત્તમ કોટિનું, સુંદર રીતે સંશોધિત થયેલું વિપુલ આધ્યાત્મિક સાહિત્ય છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રકાશિત થઈ રહ્યું છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
તપ
[3]
સાંજનો જમવાનો સમય થયો એટલે પતિ-પત્ની પોતાના દેશના રીતરિવાજ મુજબ ટેબલ ઉપર બેઠાં. જીવનની પરિસ્થિતિ તદ્દન સામાન્ય, એટલે આજે જમવામાં માત્ર બ્રેડ જ હતી. જ્યાં ખાવાની શરૂઆત કરવા જાય છે, ત્યાં બારણે ટકોરો પડ્યો અને જોયું તો એક ભાઈને આવેલા દીઠા. તરત જ દંપતીએ તેમને બોલાવ્યા અને ટેબલ ઉપર જમવા માટે બેસી જવા કહ્યું. મહેમાને ઘણી આનાકાની કરી પણ આખરે તેને આ પ્રેમાળ દંપતીના આગ્રહને વશ થવું પડ્યું.
બ્રેડ સાથે મહેમાનને માટે શું લાવો છો ?’ પતિએ પત્નીને પૂછ્યું. થોડી વારમાં અર્ધા ગ્લાસ જેટલું દૂધ પત્નીએ લાવીને મહેમાન માટે મૂક્યું. આ બાજુ મહેમાને પૂછ્યું, “તમે પણ મારી સાથે જ બેસી જાઓ તો કેમ ?” “હજુ અમારે વાર છે' કહી દંપતીએ મહેમાનને સમજાવી દીધા.
૨૨૯
ભોજન પૂરું થતાં થોડી વાર વાતો કરી મહેમાને વિદાય લીધી.
આ બાજુ, જેમ જેમ મહેમાન જમતા હતા તેમ તેમ જાણે કે દંપતીને પોતાનું પેટ ભરાયાનો આનંદ થતો હતો. દૂધ તો રાત્રે પોતાની ચા બનાવવા માટે રાખ્યું હતું તે પણ મહેમાનને આપી દીધેલું.
પોતાને આજે અતિથિનો સત્કાર કરવા માટે તદ્દન ભૂખ્યાં રહેવું પડ્યું તે બાબતનો તેમને કાંઈ ખેદ નહોતો ! પાણી પી લઈને તૃપ્તિ માણી તેઓ નિદ્રાધીન થયાં. આ દંપતી તે બીજાં કોઈ નહિ પણ રશિયાના તારણહાર શ્રી લેનિન અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી લેનિન.
Page #249
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષતા
ભૂમિકા
કોઈ પણ સાધક જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય તેને બીજી કોઈ પણ ઇચ્છા ન હોય ત્યારે તે સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે, અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ ન રહે ત્યારે જીવનમાં મુમુક્ષતા પ્રગટે છે અને તેવા મહાપુરુષને વિશે સર્વ પ્રકારનાં દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારું એવું આત્મજ્ઞાન પ્રગટે છે. મુમુક્ષતાની શ્રેણીઓ
અંતરંગ પરિણામોની વિશુદ્ધિ, સાચા દેવ-ગુરુ-ધર્મની ભક્તિની તરતમતા, મુમુક્ષતાજનક સદ્ગણોની સંખ્યા અને પ્રમાણ, આત્મજાગૃતિનું સાતત્ય આદિ અનેક માપદંડોને અનુરૂપ મુમુક્ષતાના જો કે અનેક ભેદો છે, પરંતુ સામાન્યપણે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ તેના ત્રણ ભેદો પાડી શકાય.
સત્સંગના યોગથી, સદ્ગુરુના અતિશય પ્રભાવથી કે સતું-શાસ્ત્રોના અવલોકનથી કાંઈક ધર્મ પ્રત્યે રુચિ ઊપજે, ધર્મ ખરેખર કરવા યોગ્ય છે એવી સામાન્ય માન્યતા થાય અને મોક્ષના પુરુષાર્થમાં થોડો થોડો પણ જોડાય ત્યારે મુમુક્ષુતાનો પ્રારંભ હોય છે. ઉપરોક્ત દશામાં જ્યારે વિશેષ દૃઢતા આવે, સમજણપૂર્વક જ્યારે સગુણોને વિશે રુચિ ઊપજે અને તેમનું ગ્રહણ થવા લાગે, સામાન્ય મુશ્કેલીઓ આવવા છતાં પણ ધર્મની આરાધનામાં લાગ્યો જ રહે અને પરીક્ષા-પ્રધાની થઈ સગુણ-દુર્ગુણ, સદાચાર-દુરાચાર, સદ્ગુરુ-નામગુરુ વગેરેના ભેદપૂર્વક મોક્ષની આરાધનામાં આગળ વધે ત્યારે મધ્યમ કક્ષાની મુમુક્ષુતા હોય છે. અત્યંત. દૃઢપણે જ્યારે આસ્તિક્યાદિ* ભાવોમાં નિષ્ઠા થવાથી મુમુક્ષુતાના અનેક ગુણો પ્રકર્ષતાથી પ્રગટી વૃદ્ધિગત થતા જાય, આખો દિવસ અને રાત જ્યારે
* આત્મા, પુણ્ય પાપ, ધર્મ પુનર્ભવ આદિ પદાર્થોમાં જેને શ્રદ્ધા હોય તે મનુષ્યને આસ્તિક અને તેના ભાવને આસ્તિક્યભાવ કહેવામાં આવે છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષતા
૨૩૧
પરમાર્થ-પરમાર્થનો જ અંતરમાં જાપ રહે, સૂક્ષ્મ બોધનો અંતરમાં વિચાર કરવાની શક્તિ જાગ્રત થવાથી સત્યાર્થ તત્ત્વોની પ્રતીતિ સ્પષ્ટપણે થઈ જાય તેવી અનેક ગુણોથી ભરપૂર તીવ્ર જિજ્ઞાસુદશાને ઉત્કૃષ્ટ મુમુક્ષુદશા કહેવામાં આવે છે. મુમુક્ષુતાની સાધના
(૧વર્તમાન સ્થિતિ ઃ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો મુમુક્ષુતા ખરેખર પ્રગટ થવાનું મુખ્ય કારણ સાધકની અંતરંગ રુચિ અને સત્યનિષ્ઠા છે. આ અણુયુગમાં અંતરંગ રુચિની ખામી છે, કારણ કે કહેવાતા ધર્મી જીવો સંપ્રદાયને કે મતને સેવે છે, ધર્મને સેવતા નથી. લગભગ અઠ્ઠાણું ટકા ધર્મ જીવોને ધર્મી થવું નથી પણ ધર્મી કહેવડાવવું છે ! વસ્તુના સ્વભાવરૂપ સત્યધર્મ કે આત્માની શુદ્ધિરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે વળવા માટે જરૂરી ગંભીરતા, દૃઢતા અને સૂક્ષ્મતા તેમનામાં છે જ નહીં તો તેઓ કઈ રીતે સત્યધર્મને પામે ? આ વાત ધર્મી જીવોના એક મોટા સમુદાયની થઈ.
બાકી બચ્યો એક સાવ નાનો સમુદાય. તે જો કે અંતરંગથી ધર્મને ઇચ્છે છે અને તે અર્થે પ્રયત્નશીલ છે પણ દૃઢ નિષ્ઠાનો અભાવ, મહાન અસત્સંગ અને અસ...સંગોનો ઘેરાવો, સમર્થ સપુરુષના યોગની પરમ દુર્લભતા, થોડો કાળ સાધના કરવા છતાં કાંઈ તથારૂપ અનુભૂતિની અપ્રાપ્તિ, સત્યનિષ્ઠાની ન્યૂનતાને લીધે ‘અમુક દશા' પ્રાપ્ત થઈ જવાથી સંતોષ અને "કરેંગે યા મરેંગે' એ સિદ્ધાંતના આચરણની જીવનમાં ન્યૂનતાને લઈને પ્રતિબંધોમાં રોકાઈ જવું આદિ વિવિધ કારણોને લીધે પારમાર્થિક મોહગ્રંથિના ભેદ સુધી, અવિદ્યા કે મિથ્યાત્વના નાશ સુધી, શુદ્ધ આત્માનુભૂતિની કક્ષા સુધી પહોંચનારા ધર્મી જીવોની સંખ્યા અત્યંત અલ્પ છે. આ ઇત્યાદિ વિવરણથી મુમુક્ષુઓમાં કોઈ પણ પ્રકારની નિરાશા ઊપજવી યોગ્ય નથી, પરંતુ અત્યંત દૃઢ નિશ્ચયથી આ મનુષ્યભવની સમાપ્તિ પહેલાં, અવશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું એવા અભિપ્રાયમાં સુસ્થિત થઈ તે અર્થે પોતાનું ગુરુતમ વીર્ય સાધના વિશે ફોરવવા માટે જ આ કથન થયું છે એમ જાણવું સમીચીન છે.
| (૨) આરાધનાક્રમ : બહુ જ વિશાળ દૃષ્ટિએ જોઈએ તો મુમુક્ષતાની આરાધનાની પૂર્ણતા તો પરમાત્મપદ પ્રગટે ત્યારે થાય છે, પરંતુ અહીં સામાન્ય રીતે આત્મજ્ઞાન પ્રગટ કરવા માટેની યોગ્યતાની મુખ્યતાથી કથન કરીએ છીએ.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૨
(ગ) સામાન્ય જીવનક્રમ
સાધક–સાથી
(૧) દર વર્ષે એક કે બે તીર્થયાત્રા કરવાનો સંકલ્પ કરવો.
(૨) અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ સત્સંગ કરવો, બની શકે તો દરરોજ કરવો.
(૩) અર્ધો કલાક સ્વાધ્યાય અને અર્ધો કલાક ભક્તિનો નિયમ લેવો. (૪) આહાર અને નિદ્રામાં નિયમિતતા જાળવવી.
(૫) સ્થિર ચિત્તે, પવિત્ર મનથી પરમાત્માનું, સદ્ગુરુનું કે આત્મજ્યોતિનું ધ્યાન કરવાનો અભ્યાસ કરવો.
(૬) પોતાની મહત્તા બતાવનાર કે અન્યની નિંદા કરનાર વચનો બોલવાં નહિ.
(૭) વિકથાનો પાપ વધારનાર વાર્તાનો અપરિચય કરવો. રાજકારણની વાતો પુરુષોએ અને ખાવાપીવાની તથા કપડાંઘરેણાંની વાતો બહેનોએ તદ્દન ઓછી કરી નાખવી.
(૮) મધ (દારૂ), માંસ, મધુ તથા અંજીર આદિ પાંચ અભક્ષ્ય ફળોનો ત્યાગ કરવો.
(૯) જુગાર, શિકાર, માંસાહાર, દારૂ, પરસ્ત્રીગમન, મોટી ચોરી અને વેશ્યાસેવનનો પ્રતિજ્ઞાપૂર્વક અવશ્ય ત્યાગ કરવો.
(૧) મુમુક્ષુના ગુણોની પ્રાપ્તિ
સંક્ષેપમાં વિચારતાં નીચે જણાવેલા મુખ્ય ગુણોનો દૈનિક જીવનમાં અભ્યાસ કરવો અને તે સંપાદન કરી લેવા, એ મુમુક્ષુ માટે આવશ્યક બની જાય છે :
(૧) સ્વચ્છંદનિરોધ, (૨) શ્રદ્ધા, (૩) સરળતા, (૪) વૈરાગ્ય, (૫) સહનશીલતા, (૬) વિનય, (૭) વિશ્વળબુદ્ધિ, (૮) જિતેન્દ્રિયપણું, (૯) મૈત્રી, (૧૦) પ્રમોદ, (૧૧) કરુણા, (૧૨) માધ્યસ્થ ભાવના ઇત્યાદિ.
ઉપરોક્ત મુમુક્ષુના ગુણોનું વર્ણન આ પુસ્તકમાં તે તે વિષયના પ્રકરણમાં આપેલું છે અને તેથી તેનું વિવરણ ત્યાંથી વાંચી લેવા વાચકોને વિનંતી છે.
(6) મુમુક્ષુતાની સાધનાની વિકટતા
મુમુક્ષુતાની સાધના જેટલી સીધી, સરળ અને સહજ છે તેટલી જ ખાડાટેકરાવાળી, વિકટ અને પ્રયત્નસાધ્ય છે. સામાન્ય માનવીનું મન પતિતપરિણામી છે. માણસને પડી રહેવું - પ્રમાદ કરવો - ગમે તેવા અયોગ્ય
Page #252
--------------------------------------------------------------------------
________________
મુમુસુતા
૨૩૩
કામમાં સમય ખર્ચી નાખવો વગેરે ટેવ પડી ગઈ છે. આવા વિપરીત સંસ્કારો અનેક જન્મોના ચાલ્યા આવે છે. હવે જ્યારે સત્સંગના યોગમાં સત્ય-તત્ત્વની વાત સાંભળીને મુમુક્ષુ ઉચ્ચ સદ્ગુણો તરફ વળે છે. જાગૃતિપૂર્વક પોતાના વિચાર અને આચારને શિસ્તબદ્ધ અને ધર્મમય બનાવવાનો પ્રયત્ન કરે છે,
ત્યારે અનાદિના કુસંસ્કારો તેમ થવામાં વિઘ્ન કરે છે, તેથી થોડો વખત વિશેષ પુરુષાર્થ કરી આ કુસંસ્કારોનો પરાભવ કરીએ ત્યારે મુમુક્ષુદશામાં સ્થિરતા આવે છે અને સાધકદશા દિનપ્રતિદિન ખીલતી જાય છે. આમ ક્રમે કરીને વારંવાર પુરુષાર્થ કરવાથી અને પૂર્વે થયેલા સત્પરષોનાં ચરિત્રનું અવલંબન લેવાથી ઉત્તમ મુમુક્ષુતા પ્રગટે છે અને તેમ કરનાર પુરુષને આત્મજ્ઞાનપ્રાપ્તિ કાંઈ દુર્લભ નથી.
આમ ક્રમિક સાધનાથી મુમુક્ષતાની સિદ્ધિ સામાન્યપણે બેથી બાર વર્ષમાં થઈ શકે છે. તેનાં મુખ્ય સાધનો સાધકનું અંતરંગ નિશ્ચયબળ અને તેને વિશિષ્ટ પ્રેરણા આપનાર કોઈ પુરુષ છે. સાચી મુમુક્ષતા અને તેનો મહિમા (૧) કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહિ જોગ,
મોક્ષ માર્ગ પામે નહીં; મટે ન અંતર રોગ. | (૨) ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષજીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.
(૩) આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ ઘટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. ને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભપરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે.
(૪) શાંત, જિતેન્દ્રિય, ઉપરત, સહનશીલ અને ઇન્દ્રિયમનને એકાગ્ર. કરીને શ્રદ્ધાવાન થયેલો મુમુક્ષુ, આત્મામાં જ આત્માનું અવલોકન કરે. (૫) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સાધક-સાથી
તે જિજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુ બોધ,
તો પામે સમક્તિને વર્તે અંતર શોધ. (૬) (સત) સમાગમ નિરંતર કર્તવ્ય છે, મહતું ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યાસ યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે... માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, સરુનો યોગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો.
નિત્ય એવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.
મુમુક્ષુતાનાં જીવંત દૃષ્ટાંતો
લગભગ એંશી વર્ષ પહેલાં અમદાવાદમાં મહાત્મા સરયુદાસજી વિદ્યમાન હતા. નાની વયની જ સત્સંગ, ભક્તિ અને પરમાર્થની આરાધના પ્રત્યે તેમનું વલણ હતું. સરળ સ્વભાવ, ઉદાર દૃષ્ટિ, નિઃસ્પૃહતા અને સર્વ પ્રત્યે આત્મદૃષ્ટિયુક્ત પ્રેમપૂર્ણ વ્યવહારને લીધે તેઓએ વિશિષ્ટ મુમુક્ષતા પ્રગટ કરી હતી. તેઓની નીચે પ્રમાણેની જીવનચર્યાનું અવલોકન કરવાથી આ વાતની સારી રીતે પ્રતીતિ થઈ જાય છે :
સવારે લગભગ ત્રણ વાગ્યે ઊઠી જતા. શૌચાદિ કિયાથી પરવારીને પ્રભુનામસ્મરણમાં લાગી જતા. ત્યાર બાદ દર્શન-પૂજન વગેરેથી નિવૃત્ત થઈ પ્રવચન-કથા-સત્સંગમાં અને રાત્રે ધ્યાનમાં પોતાનો વિશેષ કાળ નિર્ગમન કરતા. ચાલતી વખતે ખૂબ સાવધાની રાખતા જેથી કોઈ કીડી-મકોડી પગ તળે ચગદાઈ ન જાય. ઘણુંખરું તડકામાં ચાલતા, છાંયડામાં નહિ કારણ કે છાંયડામાં જીવજંતુ વધારે હોય. તડકામાં ખાસ હોય નહિ. શિયાળાની ઠંડીમાં કોઈ ભક્તજન ધાબળો વગેરે આપે તો તે ઠંડીમાં ધ્રુજતા કોઈ ગરીબ ભિખારીને આપી દેતા. પોતે તો એક ચાદરથી જ નિભાવી લેતા. જ્યાં સત્સંગ વગેરેનો યોગ થાય તેવે સ્થળે વિનાસંકોચે ચાલ્યા જતા અને નિરંતર તત્વજિજ્ઞાસાને પોષતા.
આમ ઘણાં વર્ષો સુધી તેઓએ એક વિશિષ્ટ સાધકજીવનનું દૃષ્ટાંત પોતાના જીવનથી મુમુક્ષુઓ સમક્ષ રજૂ કર્યું છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષુતા
૨૩૫
[૨] સંવત ૧૯૭રનો પ્રસંગ.
પ્રસિદ્ધ જૈન મુનિશ્રી ચોથમલજી મહારાજે પાલણપુરમાં ચાતુર્માસ કરેલો. તેમના સર્વગ્રાહી સદુપદેશની સુગંધ ત્યાંના નવાબ સુધી પહોંચી અને તે પણ પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. દિવસો ઉપર દિવસો વીતતા ગયા અને ચાતુર્માસ પૂરો થયો. પૂ. મહારાજશ્રીના વિહારની તૈયારી થઈ * આ બાજુ નવાબને અંતરમાં એવી ભાવના જાગી હતી કે પૂ. મહારાજશ્રીને કોઈ ઉત્તમ વસ્તુ આપું અને તેથી એક બહુમૂલ્ય શાલ નવાબે પૂ. મહારાજશ્રીના ચરણોમાં ભેટરૂપે મૂકી. એક જૈન ત્યાગી પુરુષના નાતે પૂ. મહારાજશ્રીએ તે સ્વીકારવાની અશક્તિ જાહેર કરી. ત્યારે નવાબને પોતાના દુર્ભાગ્ય પ્રત્યે દુઃખની લાગણી ઊપજી. નવાબે પૂ. મહારાજશ્રીને કહ્યું, “શું આપના પ્રવચન-શ્રવણને બદલો કોઈ રીતે આ સેવક ના વાળી શકે ?”
દીર્ધદ્રષ્ટા મુનિશ્રીને કહ્યું, ‘નવાબ, તમે ભાગ્યશાળી છો કે તમને સત્સંગમાં રુચિ જાગી છે. હવે જો ખરેખર ઉન્નતિ ચાહો છો તો શિકાર ન કરવો અને દારૂ તથા માંસનો જીવનમાં પ્રયોગ ન કરવો એવો નિશ્ચય કરો.”
વર્તમાનકાળના રાજાઓ માટે અતિ દુષ્કર એવા આ નિયમો પાળવાને નવાબે ક્ષણભરમાં નિશ્ચય કરી લીધો અને પૂ. મહારાજશ્રી સમક્ષ આજીવન આ વ્યસનોનો ત્યાગ કર્યો.
નવાબે સત્સંગ પ્રભાવથી પોતાના આત્મોન્નતિના નિમિત્તરૂપ કરેલો આ નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે અને તેમના આત્મામાં રહેલી સરળતા અને જીવનસુધારણાની ભાવનાનું તે પ્રતિબિંબ પાડે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૪
શરીરનું સ્વરૂપ
ભૂમિકા
જગતના સામાન્ય મનુષ્યો શરીર કોને કહેતા હોય છે ? તેઓને મન તો આ જે દેખાય છે તે બે હાથવાળું, બે પગવાળું અને માથું, ગળું, છાતી, પેટ, કેડ ઇત્યાદિ જેના અવયવો છે તે જ આ શરીર છે. વળી ખાતું-પીતું, હસતું-રડતું, નાચતું-કૂદતું, જાડું-પાતળું, ગોરું-કાળું, લીલીવાળું-ફીકાશવાળું, સ્વરૂપવાન-કદરૂપું આદિ અનેક ગુણોને (પ્રકારોને) ભજવાવાળું જે આ હાલતું-ચાલતું પૂતળું તેમના અનુભવમાં આવે છે તેને તેઓ શરીર માને છે. આમ શરીર વિશે લોકોની માન્યતા છે.
શરીર-રચનાના વિજ્ઞાનીઓએ તે શરીરની ઉત્પત્તિનું, વૃત્તિક્રમનું અને તેની અંદર રહેલા અવયવોનું વર્ણન કર્યું છે. જેવા કે મોટું મગજ, નાનું મગજ, કરોડરજ્જુ, ફેફસાં, હ્રદય, યકૃત, બરોળ, જઠર, આંતરડાં, મૂત્રપિંડ, મૂત્રાશય, સ્નાયુઓ, હાડકાં, મજ્જા, રક્ત, જ્ઞાનતંતુઓ વગેરે. આ શરીરની ઉત્પત્તિ માતાના શોણિત (રુધિર) અને પિતાના વીર્યના સંયોગથી થાય છે. માતાના ઉદરમાં રહેલા ગર્ભની ક્રમશઃ વૃદ્ધિથી ધીમે ધીમે શરીરનાં અનેક અંગ-ઉપાંગો સર્જાય છે, તેની ઉત્પત્તિ દુર્ગંધમય પદાર્થોથી છે, તેને નવ માસ સુધી નિરંતર ગંદા સ્થાનમાં રહેવું પડે છે અને માતાના ઉદરમાંથી જગતમાં જન્મ લેતી વખતે પણ તેને અતિશય દુઃખ ભોગવવું પડે છે. બાળપણનાં અને ઘડપણનાં દુઃખો તો સર્વવિદિત છે જ, જ્યારે યુવાવસ્થામાં પણ શરીર રોગાદિથી કે ચિંતાઓથી મુક્ત રહે એવો નિયમ નથી. આમ, ઇન્દ્રિયજન્ય જ્ઞાન વડે શરીરના સામાન્ય સ્વરૂપનું નિરૂપણ થયું.
અતીન્દ્રિય જ્ઞાનથી શરીરનું સ્વરૂપ
શરીરના જે વિભિન્ન ઘટકોનું વર્ણન ઉપર થયું તે ઐન્દ્રિક નિમિત્ત જ્ઞાનની અપેક્ષાએ જાણવું; પરમતત્ત્વના જ્ઞાતાઓ પોતાના અતીન્દ્રિય જ્ઞાન દ્વારા તેનું સ્વરૂપ ભિન્નપણે આલેખે છે. તેઓ શરીરને સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા, સૂક્ષ્મ, રૂપી અને જડ ૫૨માણુઓના સમૂહરૂપે જુએ અને જાણે છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
શરીરનું સ્વરૂપ
૨૩૭
પોતાની સત્તાથી તે પોતાને જાણી-જોઈ શકતું નથી અને તેથી જડ છે. જો કે તે આપણા ચૈતન્યની સાથે એક જગ્યાએ રહેલું છે, છતાં તત્ત્વદૃષ્ટિએ તે જુદું છે, કારણ કે બન્નેનાં લક્ષણ જુદાં છે. જેમ ચાંદી અને સોનાના ગોળાને ભઠ્ઠીમાં ગાળીને એકરૂપ બનાવીને તો પણ તેમાં ચાંદીના પરમાણુ ચાંદીરૂપે છે અને સોનાના પરમાણુ સોનારૂપે છે તેમ દેહ અને આપણે (ચૈતન્યસ્વરૂપી આત્મા) એક જગ્યાએ રહેવા છતાં એકરૂપ થઈ ગયા નથી. સ્વભાવદૃષ્ટિએ જોતાં જુદા છીએ.
આમ શરીર અને શરીરધારી કથંચિત્ જુદાં છે. શરીર તે એજિન છે તો આત્મા તે ડ્રાઈવર છે. શરીરમાં રહેલી ચેતનસત્તા શરીરથી જુદી છે, કારણ કે મડદામાં બધું પૂર્વવત રહે છે, માત્ર ચેતનસત્તા જ જુદી થઈ જાય છે. શરીરની દરેક ઈન્દ્રિય પોતપોતાનું કાર્ય કરતી જોવામાં આવે છે પણ એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયનું કામ કરવા અસમર્થ છે. પાંચેય ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનું પૃથક્કરણ અને અનુશાસન કોણ કરે છે ? એ નિર્ણયશક્તિ, વિચારશક્તિ, અભિપ્રાય આપવાની શક્તિ, ન્યાય આપવાની શક્તિ, સંવેદનશક્તિ જેની છે તે શરીરથી જુદી એવી ચેતનશક્તિના ધરનાર આત્માની છે.
જગતના જીવોને દેહ અને આત્મા જુદા ભાસતા નથી, કારણ કે જન્મોજન્મના સંસ્કાર દેહાત્મબુદ્ધિના જ છે. પૂર્વદહ છોડતી વખતે તેમાં જ લક્ષ રહે છે અને નવું શરીર મળે પણ નવા શરીરમાં જ લક્ષ રહે છે. દેહથી જુદી પોતાની ચેતનસત્તાના ભાનસહિત જો દેહ છૂટે તો આ ભવમાં પણ દેહથી જુદી આત્મસત્તાની પ્રતીતિ અને લક્ષ થાય. જો કે આત્મા અને દેહ એક
ગ્યાએ રહેવાથી (એક ક્ષેત્રાવગાહ સંસાર સંબંધ રહ્યા હોવાથી) એકબીજા સાથે ભળી ગયા હોય તેમ લાગે છે, છતાં સૂક્ષ્મ વિચારે જોતાં અને તેમ વર્તતાં તેમના જુદાપણાની સિદ્ધિ આ અણુયુગના જમાનામાં અને આ દેશમાં પણ થઈ શકે છે એમ આગમજ્ઞાનથી અને અનુભવજ્ઞાનથી સિદ્ધ થયેલું જાણીએ છીએ. જેમ દૂધ અને પાણી તથા તલ અને તેલ એકરૂપ દેખાવા છતાં કંદોઈ અને ઘાણીવાળો ક્રમે કરીને તેમને વિશિષ્ટ પ્રક્રિયા વડે જુદાં પાડી શકે છે તેમ દેહ અને આત્મા બાબત પણ વિવેકી પુરુષો તેમ કરી શકે છે તેમ જાણો.
મહાજ્ઞાની પુરુષોએ પાંચ પ્રકારનાં શરીરોને પોતાના જ્ઞાનમાં જોયાં છે. રોજબરોજના જીવનમાં આપણને આંખો વડે જે દેખાય છે તેને ઔદારિક શરીર કહે છે. જે અનેક પ્રકારની વિક્રિયાઓ કરી શકે તેવા દેવ અને નરકના.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
સાધક સાથી
જીવોનાં શરીરને વૈકિયિક શરીર કહે છે, જે શરીરની ઉત્પત્તિનું કારણ છે તેને કાર્પણ શરીર કહેવાય છે અને જેનાથી શરીરમાં તેજ-કાન્તિ પેદા થાય છે તેને તૈજસ શરીર કહેવાય છે. ઋધ્ધિધારી મુનિને એક હાથપ્રમાણ અપ્રતિહત શુભ્ર શરીર જરૂરત પડ્યે પ્રાપ્ત થાય કે જે દૂર-સુદૂર કેવળજ્ઞાની (દહસહિત પરમાત્મા) પાસે જઈ શકે, તેને આહારક કહેવામાં આવે છે. દેહભિન્નતાની અનુભૂતિનો અભ્યાસ
અનાદિકાળથી જગતના લોકોને આ શરીર સાથે એકત્વની પ્રતીતિ છે, એકત્વનો લક્ષ છે અને એકત્વનો અનુભવ છે. હું ગોરો, હું કાળો, હું જાડો, હું પાતળો, મને દુખે છે, મને સારું લાગે છે, મારો વટ પડે છે, મારું સન્માન થયું, મારું અપમાન થયું એ આદિ પ્રકારે જગતના જીવો શરીરની વિભિન્ન અવસ્થાઓને પોતાપણે શ્રદ્ધે છે, જાણે છે, અનુભવે છે. - હવે સત્સંગના યોગમાં રહીને, સરગમ દ્વારા, જડ શરીરથી જુદો એવો જાણવા-દેખવાવાળો હું આ આત્મા છું એવો યથાર્થ નિર્ધાર કરીને, ચિત્તશુદ્ધિ સહિત એક સ્થિર આસને બેસવું, શરીરને ઢીલું મૂકી દેવું, હૃદયપ્રદેશમાં, જ્યોતિરૂપે આત્મસ્વરૂપની ભાવના કરવી. આમ સ્થિરતાનો અભ્યાસ કરતી વેળાએ શ્વાસોચ્છવાસની ગતિ મંદ થશે અને જો જ્ઞાતા-દ્રષ્ટાભાવ સાથે ચિત્ત લગાડેલું રાખવાનો પ્રયત્ન ઉદ્યમપૂર્વક જારી રાખવામાં આવશે અને સ્થિરતાનો પ્રયોગ ચાલુ રહેશે તો થોડા કાળમાં હું આ ચૈતન્યજ્યોતિ છું એવો ભાવ મટીને ‘ચિત્માત્રસત્તાનો અનુભવ થશે. આનંદ આનંદ વ્યાપી જશે. જેનો નશો દશ-પંદર મિનિટથી માંડીને એકાદ કલાક સુધી રહેવા યોગ્ય છે. આ જે વસ્તુનો અનુભવ થયો તે જ આપણું મૂળ સ્વરૂપ છે, જે આ દેહમાં રહેવા છતાં કદાપિ તે રૂપે થઈ જતું નથી. જેમ ઘણો લાંબો કાળ સુવર્ણરજ (ખાણિયું સોનું) પડ્યું રહે તો પણ સોનું સોનારૂપે જ રહે છે અને માટી માટીરૂપે જ રહે છે તેમ ઘણો કાળ શરીર અને આત્મા એક જ જગ્યાએ રહે તો પણ બન્ને પોતારૂપે જ રહે છે યથા –
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ,
કોઈ કોઈ પલટે નહિ; છોડી આપ સ્વભાવ. પરમાર્થદૃષ્ટિએ શરીરનું સ્વરૂપ (૧) દેહ અચેતન પ્રેત દરી' રજ રેત ભરી મલ ખેતકી ક્યારી,
વ્યાધિકી પોટ, અરાધિકી ઓટ, ઉપાધિથી જોટ, સમાધિસોં, ન્યારી. ૧. દર, રહેવાનું સ્થાન.
Page #258
--------------------------------------------------------------------------
________________
શરીરનું સ્વરૂપ
૨૩૯
રે જીવ દેહ કરે સુખ-હાનિ, એતે પર તોહિ તો લાગત પ્યારી,
દેહ તો તોહિ ત્યજેગી નિદાન પૈ; તુહિ ત્યજે કયોં ન દેડકી યારી. (૨) ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસનું ધામ,
- કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક આમ. (૩) યદ્યપિ અપાવન દેહ યહ સપ્તધાતુમય હોત,
તદપિ ભવોદવિતરનકો હૈ યહ ઉત્તમ પોત. (૪) વાત પિત્ત કફ મૂત્ર વીટ; ચર્મ રોગ નખ અંત,
કહે પ્રીતમ તામેં બાંધ્યો મૂરખ જડમતિ જંત. જબ લગ અંદર આતમા, તબ લગ દેહ અમૂલ,
કહે પ્રીતમ ચેતન ચલા, કરમાયા તન ફૂલ. (૫) આ જગતમાં જન્મમરણાદિ સર્વ દુઃખો આત્માને શરીરનો સંયોગ થવાથી જ સહન કરવો પડે છે. જેઓ આ શરીરથી નિવૃત્ત થઈ જાય છે (મુક્ત થઈ જાય છે, તેમને પછી આવાં દુઃખો સહન કરવાં પડતાં નથી. | (s) અસ્થિ ચરમમય દેહ મમ, તામે ઐસી પ્રીતિ,
હોતી જો શ્રીરામમેં, તો હોતી નહિ ભવભીતિ. (૭) જન્મ, જરા, મરણાદિ ભયંકર વનચરોની વ્યાપ્ત આ અગાધ ભવરૂપી વનમાં હે જીવ ! તેં આ શરીરના સંયોગથી અનેક ખતરનાક પાપકાર્યો કર્યાં છે, હવે કાંઈક એવું ઉત્તમ (મોક્ષસાધનારૂપી) કાર્ય કર કે જેથી સ્વપ્નમાં પણ એ દુષ્ટનો દુઃખદાયક શરીરનો) તને ફરીથી સમાગમ ન થાય.
૧. અપવિત્ર. ૨. સંસારસાગર તરવા માટે. ૩. હોજ, હોજડી.
Page #259
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તિની ઉપયોગિતા
-
-
-
-
-
-
-
-
-
ભૂમિકા
જો જગતનાં વ્યવહારકયમાં સમય અને શક્તિ કામે લગાવવાં જરૂરી છે, તો મોક્ષરૂપી કાર્ય કરવામાં પણ સમય અને શક્તિને કામે લગાવવા જરૂરી છે. આ ન્યાયને અનુસરીને જ્યારે બહારનાં કાર્યો કરવામાં વપરાતી શક્તિને અંતર્મુખ દિશા તરફ લઈ જઈએ ત્યારે સ્વાભાવિક રીતે જ જગતનાં કાર્યો આપણા વડે થતાં ઓછાં થઈ જાય છે અથવા અટકી જાય છે અને આત્મશુદ્ધિરૂપ મોક્ષકાર્ય ચાલુ થઈ જાય છે. સાધકના જીવનમાં આવી બિના બનવાથી જ્યારે તે આત્મસાધનાના પુરુષાર્થમાં લાગે છે ત્યારે તે નિવૃત્તિમાર્ગ તરફ જઈ રહ્યો છે એમ લોકો કહે છે. અનાસક્તિ અને આત્મદૃષ્ટિ
| નિવૃત્તિ એટલે સામાન્ય અર્થમાં સ્વાર્થમય કાર્યોમાં પોતાનાં તન, મન, વચન અને ધન ન લગાવવાં તે. જે સત્કાર્યો આત્મલક્ષે થાય તે પણ ક્રમ કરીને પરમ સમાધિરૂપ નિવૃત્તિ તરફ લઈ જતાં હોવાથી નિવૃત્તિરૂપ જ છે, પણ સાધના દરમિયાન આપણે નિરંતર વિવેકપૂર્વક વિચારવું કે શું હું ખરેખર અનાસક્તિપૂર્વક વર્તી રહ્યો છું ? અનુભવી સદ્ગુરુના માર્ગદર્શન વગર ‘પ્રવૃત્તિમાર્ગ', નિવૃત્તિમાર્ગ’ અને ‘પરમઔષ્કર્થ્ય માર્ગનો પાર પામવો દુર્લભ
જેમ જેમ મોક્ષમાર્ગનું યથાર્થ અવલંબન વધતું જાય તેમ તેમ સ્વાર્થત્યાગ વધતો જાય છે, હું પણું, “મારાપણું, ઘટતું જાય છે અને જીવનની દરેક પ્રવૃત્તિ સાહજિક અને વિકાસલક્ષી થતી જઈને આત્મશુદ્ધિની વૃદ્ધિનો જ હેતુ બનતી જાય છે. આ પ્રમાણે આગળ વધતાં, આત્મવિકાસની અનેક શ્રેણીઓને પસાર કરીને સાધક “સ્વરૂપવિશ્રાંતિરૂપ' પરમ ઉત્કૃષ્ટ દશાને પામે છે. જ્યાં સર્વ રાગ, દ્વેષ અને અજ્ઞાનનો અંત અને પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદનો શાશ્વત અનુભવ રહી જાય છે. નિવૃત્તિમાર્ગની આરાધના
ધર્મની આરાધનાની પ્રાથમિક અને મધ્યમ ભૂમિકાઓમાં તત્ત્વોનો
Page #260
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તિની ઉપયોગિતા
૨૪૧
અભ્યાસ અને સદ્ગણોનું સંપાદન મુખ્ય છે. આ બન્ને ધ્યેયને પહોંચી વળવા માટે જરૂરી છે કે ન તો આપણે ખોટી વાતોમાં પોતાનો સમય વિતાવવો જોઈએ કે ન તો આપણે દુર્ગુણોના સેવનમાં જોડાવું જોઈએ. આમ, આ ઈષ્ટ ધ્યેયની સિદ્ધિ સ્વાર્થમૂલક પ્રવૃત્તિને ઘટાડ્યા વિના થઈ શકતી નથી. અમુક નિયમપૂર્વકની સત્સંગની – સ્વાધ્યાયની, ગુણસંપાદનની કે પ્રભુભક્તિની આરાધના કરવા માટે દુકાનનો, ઑફિસનો, બેંકનો, દવાખાનાનો, મિલનો, શાળા-કૉલેજનો, બજાર-ખરીદીનો, કુટુંબવ્યવસ્થાનો કે મનોરંજનનો સમય ઘટાડવો પડશે. આ પ્રમાણે ફાજલ પાડેલા સમયને આરાધનામાં લગાડવો પડશે. સામાન્ય રીતે, આ પદ્ધતિને અપનાવવાથી દુન્યવી કાયમાંથી નિવૃત્તિ અને આત્મસાધનોમાં પ્રવૃત્તિ થાય છે અને તેને જ નિવૃત્તિમાર્ગની આરાધના કહેવામાં આવે છે. આ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ, શનિ-રવિ દરમિયાન સત્સંગ-સ્વાધ્યાયમાં લાગવું જોઈએ. ત્યાર પછી વર્ષમાં બે વખત તીર્થયાત્રા નિમિત્તે બહાર નીકળવું જોઈએ. ત્યાર પછી દર મહિને ચાર-છ દિવસની નિવૃત્તિ લઈ સત્સંગના યોગમાં આરાધના કરવી જોઈએ. અને જેમ જેમ યોગ્યતા વધે તેમ તેમ સાધનાનો સમય વધારે આખરે પૂર્ણ નિવૃત્તિમય સાધકડા (Stage of full time of Sadhana) પ્રગટ કરવી જોઈએ. આ જાણે સામાન્યતઃ નિવૃત્તિમાર્ગની સાધનાનો ક્રમ કહ્યો.
આગલા ભવોની સાધનાના બળ અને અનુસંધાનની યુવાવયમાં જ પરમ વૈરાગ્યની પ્રાપ્તિ કરી આત્માનુભવી સદ્ગરના સાંનિધ્યને સ્વીકારી ખરેખર મોક્ષની આરાધનામાં સંપૂર્ણપણે લાગી જનાર વિરલ વિશિષ્ટ પુરુષો આ કાળે મહાન સાધકો તરીકે શોભે છે.
આરંભ અને પરિગ્રહમાં લાગ્યા રહેવાથી અમુક અંશે હિંસા અને મૂછભાવ થયા વિના રહેતા નથી અને આ બન્ને જ્યાં હોય ત્યાં વિશિષ્ટ ધર્મસાધના બની શકતી નથી, માટે જેમ જેમ આરંભ-પરિગ્રહ ઓછા થાય તેમ તેમ નિવૃત્તિનો વધારે ને વધારે સમય આપણને પ્રાપ્ત થઈ શકે છે અને જેમ જેમ નિવૃત્તિ માર્ગ તરફ વળતા જઈએ તેમ તેમ આરંભ (નવાં નવાં કામો કરવાની જવાબદારી લઈ તે કાર્યોમાં પ્રવૃત્ત થવું) અને પરિગ્રહ (જગતની વસ્તુઓમાં મોટાપણાની માન્યતાથી મૂચ્છિત થઈ જવું) ઓછા થતા જાય છે. આ પ્રમાણે, સત્સંગ-આરાધના વગેરેમાં જેટલા જેટલા આગળ વધાય તેટલા તેટલા પ્રમાણમાં શાંત ભાવની પ્રાપ્તિ થઈ શકે છે. શાંત ભાવસહિત
WWW.jainelibrary.org
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સાધક-સાથી
સંકલ્પ-વિકલ્પોની ઉપશાંતતા અને તત્ત્વનું પરિશીલન જેટલા પ્રમાણમાં વધતું જાય તેટલા પ્રમાણમાં ચિત્તશુદ્ધિ અને ચિત્તસ્થિરતા વધતાં જાય છે અને સાધકને ધ્યાન દરમિયાન આગળ આગળની દશા પ્રાપ્ત થઈ આત્માનંદની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પ્રાપ્ત થાય છે. આખરે તે ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી, સર્વ કર્મનો ક્ષય કરીને પૂર્ણ પદને પામે છે. નિવૃત્તિમાર્ગનો મહિમા
(૧) હાથી સ્નાન કરીને ફરી પાછો કાદવમાં રમે તો તેનું જ્ઞાન સફળ નથી, તેમ ધર્મઆરાધના કરી ફરી ફરી પ્રપંચમાં પડવું તે પણ સફળ નથી.
(૨) ગૃહસ્થ એકાંતે (સર્વથા) ધર્મસાધન કરવા ઈચ્છે તો તે તેમ કરી શકે નહિ.
(૩) કોઈ વાર ધર્મમાર્ગમાં અને કોઈ વાર અધર્મમાર્ગમાં એમ પ્રવર્તતો ગૃહસ્થ સર્વથા આત્મશુદ્ધિ કેમ પામે ? એમ જાણીને સમર્થ મહાત્માઓએ મન-વચન-કાયાથી તે ગૃહાશ્રમનો ત્યાગ કર્યો.
(૪) જેમ કાજળની કોટડીમાં ગમે તેવો બુદ્ધિમાન પ્રવેશ કરે તો પણ તે લેપાય છે, તેમ દુનિયાનાં કાર્યો કરનારા ગમે તેવા સાવધાન પુરુષને પણ અલ્પ લેપ લાગ્યા વિના રહેતો નથી.
(૫) જગતનું કોઈ મહાન કાર્ય કરવામાં પણ કુટુંબાદિની મમતા અને અન્ય સગવડોને ગૌણ કરી દેવી પડે છે, તો ઉત્તમ એવા મોક્ષરૂપી કાર્ય માટે શું એકાંત સાધનાની જરૂર નથી ? (૬) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા ! ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. (૭) જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે... જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય-ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહિ અથવા યથાવત્ વિવેક હોય નહિ.
Page #262
--------------------------------------------------------------------------
________________
નિવૃત્તિની ઉપયોગિતા
૨૪૩
નિવૃત્તિની ઉપયોગિતા ઃ જીવંત દૃષ્ટાંતો [૧]
આ યુગના પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીને ત્રેવીસ વર્ષની ઉંમરે શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ સમય દરમ્યાન તેઓ મુંબઈમાં ઝવેરાતનો વેપાર પણ કરતા હતા. જેમ જેમ સાધના આગળ વધતી ગઈ તેમ તેમ તેઓને સ્પષ્ટ જણાવા લાગ્યું કે વિશેષ આત્મોન્નતિ માટે નિવૃત્ત જીવન વધારે ઉપકારી છે.
ત્યાર પછીનાં વર્ષોમાં શ્રીમદ્ રાજચંદ્રજી એકાંતવાસ માટે વારંવાર મુંબઈથી બહાર નીકળી જઈ ઇડરના પહાડો, ઉત્તરસંડાનાં જંગલો કે વસો, કાવિઠા વગેરે ચરોતરના એકાંત પ્રદેશમાં જતા. આવાં સ્થળોમાં પંદર દિવસ
કે માસ બે-માસ સુધી રોકાઈને શાસ્ત્રાધ્યયન, આત્મચિંતન અને ધર્મવાર્તામાં પોતાનો કાળ નિર્ગમન કરતા અને આમ પ્રગાઢપણે
આત્મસાધના કરતા.
પોતાના ઉપદેશમાં પણ તેઓ સત્સંગની સાધના અને આરંભપરિગ્રહની નિવૃત્તિ ઉપર ખાસ ભાર આપતા અને મુમુક્ષુઓને એકાંત, શાંત સ્થળોમાં રહી આત્મસાધન કરવાની પ્રેરણા કરતા.
[૨]
પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંગમરૂપ એવા ઇરાન દેશની, થોડી સદીઓ પહેલાંની આ વાત છે. એક વખત તે દેશમાં ભારે દુકાળ પડ્યો. સામાન્ય અને મધ્યમ વર્ગના માણસો પાસે ખાવાનું કંઈ સાધન બચ્યું નહિ. ભૂખ્યા લોકોએ ચોરી, લૂંટ અને ધાડ પાડવાના ધંધા ચાલુ કરી દીધા.
આ સમયે ત્યાંના એક શાહ સોદાગર પર પણ ગરીબ લોકોની દૃષ્ટિ પડેલી, પરંતુ નસીબનો બળિયો તેથી હજુ લૂંટાયો નહોતો. કંઈક વિચક્ષણ હતો તેથી આખરે તે એવા નિર્ણય પર આવ્યો કે આ બધી ચિંતાનું કારણ આ સંપત્તિ અને વૈભવ જ છે. આમ વિચારી તેણે પોતાની સંપત્તિ દીનદુઃખીઓને આપી દીધી અને થોડી કુટુંબીજનોને આપી પોતે ફકીર બની ગયો. આમ કરવાથી તેને કંઈક હળવાશનો અનુભવ થયો. હવે ન રહી ચિંતા કે ન રહ્યો ભય. ભૂખ લાગે ત્યારે ભિક્ષા માગી લાવે અને મનમાં રાજી થાય, ફિકરકા ફાકા કર્યા તાકા નામ ફકીર.’
એક વાર તે સમયના પ્રસિદ્ધિ સંત આઝર કૈવાન તે ગામમાં આવી ચડ્યા. સંતે આ ફકીરને પૂછ્યું : 'કેમ, આનંદમાં છે ને ?’ ફકીરે કહ્યું, ‘હવે તો
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૪
સાધક-સાથી
બધું ત્યાગી દીધું છે, ફકીરીથી ગુજરાન ચલાવું છું અને સુખની નીંદર લઉં છું.” સંતે તુરત જ ટકોર કરી, “નિયમિતપણે બંદગી અને અભ્યાસ કરો છો કે નહિ ? ફાજલ સમયમાં લોકોને વ્યસનરહિત બનાવી પરોપકારમાં અને કલ્યાણનાં કાર્યોમાં માર્ગદર્શન આપો છો કે નહિ ? જે સમાજ આપણને પોષે છે તેના પ્રત્યે આપણું ઋણ ન ચડી જાય તે ખાસ જોવાનું છે.”
ફકીરના જીવનની આવી મહાન જવાબદારી હોય છે, જેમાં પોતાનું અને સમાજનું કલ્યાણ તરત જાગ્રત રહીને કરવાનું હોય છે એવો સંતનો ઉપદેશ સાંભળી ફકીર તેમના ચરણમાં પડી ગયો. હવે તે સાચો ફકીર બન્યો હતો.
Page #264
--------------------------------------------------------------------------
________________
४८
ગૃહસ્થની સાધના
ભૂમિકા
આત્મસાધના કરવા માટે જ્ઞાનીઓએ બે પદ્ધતિઓનો આવિષ્કાર કર્યો છે. એક ગૃહસ્થની મર્યાદામાં રહીને અને બીજી સાધુધર્મની મર્યાદામાં રહીને. આ બેમાંથી ગમે તે પ્રકારે સાધના કરવામાં આવે, પરંતુ એટલું તો નિશ્ચિત છે કે યથાર્થ સમજણ અને સમીચીન દૃષ્ટિની બંનેમાં જરૂર છે. જો સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ હશે તો ગૃહસ્થ સાધના માર્ગમાં સામાન્ય સાધુ કરતાં પણ આગળ વધી જશે. પરંતુ જે સાધુને સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ પ્રાપ્ત થઈ હશે તે તો અવશ્ય બધા ગૃહસ્થો કરતાં આગળ વધી જશે, કારણ કે તે પોતાની સંપૂર્ણ શક્તિ અને બધો સમય તે આરાધનામાં લગાવી શકશે. ગૃહસ્થોના આચાર સંબંધીનું વિવરણ પૂર્વાચાર્યોએ (શ્રાવકાચારદિ શાસ્ત્રોમાં) અતિ વિસ્તારપૂર્વક કરેલું છે. અત્રે તો માત્ર સંક્ષેપમાં વિધેયાત્મક દૃષ્ટિની મુખ્યતાથી પ્રાયોગિક ધોરણે કરીએ છીએ.
ગૃહસ્થનો આરાધનાક્રમ
ટેબલને જેમ ચાર પાયા હોય છે તેમ સત્સંગ, ભક્તિ, દાન અને સ્વાધ્યાય આ ચાર ગૃહસ્થની આરાધનાના મુખ્ય પાયા છે. ધર્મની આરાધનાનાં આ ચાર મુખ્ય અંગોને લક્ષમાં રાખીને જેણે આત્મત્વપ્રાપ્તિનો દૃઢ નિર્ધાર કર્યો છે તેવો અથવા આત્મત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે જેને તેવો ગૃહસ્થ કલ્યાણના માર્ગની વિશેષ આરાધના કરવા પોતાના જીવનને આવા ઢાંચામાં ઢાળવાનો અભ્યાસ કરે.
(૧) સત્સંગ : સામાન્ય માનવીને ધર્મમય જીવન જીવવાથી જ સત્ય સુખની પ્રાપ્તિ થશે તેવું મનમાં દૃઢ થવું જરૂરી છે અને આવી જાગૃતિ લાવવા માટે તથા તે જાગૃતિને પોષીને વર્ધમાન કરવા માટે સાધકે અવશ્ય સત્સંગની પ્રાપ્તિનો દૃઢ પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનાં ગામ કે શહેરમાં કોઈ સંત મહાત્મા કે વિદ્વાન પુરુષ મોક્ષસંબંધી તત્ત્વની ધર્મવાર્તા કહેતા હોય તો રવિવારે કે અઠવાડિયામાં બે વાર કે દરરોજ તેમનો સત્સંગ કરવો જોઈએ.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સાધક-સાથી
વ્યાખ્યાનની નોટ્સ (નોંધ) લખવી જોઈએ અને બની શકે તો તેમને સુધારવા આપવી અથવા વાંચી જવી જોઈએ, જેથી લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તેઓ સુધરાવી શકે. જો પોતાના ગામમાં સત્સંગનો યોગ ન હોય તો કોઈ તીર્થસ્થાન, આશ્રમ કે પરમાર્થ સંસ્થામાં સત્સંગનો લાભ લેવા વર્ષમાં એક-બે વાર જવું જોઈએ. આમ કરતાં થોડું ખર્ચ થાય, આવકમાં ખોટ આવે કે શારીરિક અગવડ વેઠવી પડે તો પણ અવશ્ય તેમ કરવું જ જોઈએ. કોઈ કોઈ વખત ઘનિષ્ઠ સત્સંગના કાર્યક્રમની યોજના, શિબિર આદિ દ્વારા થઈ હોય તો ચાર-પાંચ દિવસ તેમાં જોડાઈને સાધકજીવનના સર્વતોમુખી ક્રમનો પરિચય કરવો, અભ્યાસ કરવો અને વિશેષપણે આત્મબળ વધારવું.
સત્સંગ તે ગૃહસ્થ માટે આત્મકલ્યાણનું સર્વોપરી અને અદ્વિતીય સાધન જાણીએ છીએ.
(૨) ભક્તિ : વિનયગુણની આરાધના માટે, સર્વતોમુખી પાત્રતા વધવા માટે અને સદ્દગુણોને ઓળખીને તેમને ગ્રહણ કરવા માટે પરમાત્માની તથા સદ્ગુરુની ભક્તિ આવશ્યક છે. ભક્તિમની આરાધના કર્યા વિના કોઈ સાધક મોક્ષમાર્ગમાં આગળ વધી શકતો નથી. પુષ્ટ અવલંબનથી ચિત્તની વિશુદ્ધિ ત્વરાથી થઈ શકે છે, તેથી ભક્તિની આરાધના સર્વે મહાત્માઓએ ઉપાસી છે, પ્રશંસી છે અને ઉપદેશી છે.
પરમાત્મા કે સંતોનાં જીવનચરિત્રો પ્રેમથી સાંભળવાં કે અંતરના સાચા ભાવથી કહેવાં એને શ્રવણ અને કીર્તનરૂપ ભક્તિ કહે છે. ધર્મસ્થાનકોમાં જઈ પ્રભુની સમક્ષ તેમની સ્તુતિથી તેમના ગુણાનુવાદ કરવા અથવા સ્નાનાદિથી શુદ્ધ થઈ ભગવાનની ફળ, ફૂલ કે અન્ય શુદ્ધ દ્રવ્યથી ભાવપૂર્વક પૂજા કરવી અને એ રીતે તેમના શુદ્ધ સચ્ચિદાનંદ શાંત, સમાધિપૂર્ણ સ્વરૂપનું વારંવાર સ્મરણ, ચિંતવન, બહુમાન કરવું, વંદના કરવી તે પૂજા, સ્મરણ કે ચિંતનાદિરૂપ ભક્તિના પ્રકારો છે. આનાથી આગળ પોતાના પ્રભુ કે સદ્દગુરુના અચિંત્ય માહાભ્યવાળા ગુણો જોઈને અને ખરેખર ઓળખીને પોતાનું સમસ્ત વ્યક્તિત્વ તેમને ચરણે ધરી દેવું અને પરિણામે તેમની સાથે એકત્વનો અનુભવ કરવો તે અનન્ય અથવા પરાભક્તિ કહેવાય છે. ભક્તિનો આ પ્રકાર ક્રમિક આરાધના દ્વારા મહાન નિષ્ઠાવાન ભક્તને જ પ્રાપ્ત થઈ શકે છે. જેને પામવાથી ભક્તિનું જીવન ધન્ય ધન્ય બની જાય છે.
(૩) દાન : દાનમાં જે ગૃહસ્થ પ્રવર્તે નહિ તેને ધર્મ થાય જ નહિ, કારણ
Page #266
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થની સાધના
કે ગૃહસ્થધર્મના મૂળ પાયા તરીકે જ પૂર્વાચાર્યોએ દાનધર્મને સ્વીકાર્યો છે.
પોતાના આત્મામાંથી લોભવૃત્તિ ઘટાડવી એટલે કે તેટલા પ્રમાણમાં આત્મજ્ઞાનપ્રાપ્તિની પાત્રતા વધારવી અને બીજા સાધકોને સાધનામાર્ગમાં આવશ્યક એવી વિધવિધ સામગ્રી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી તે દાનપ્રવૃત્તિનું મુખ્ય પ્રયોજન છે. આ લોક કે પરલોકમાં કોઈ પણ પ્રકારના ફળની પ્રાપ્તિની આકાંક્ષા વિના દાનમાં પ્રવર્તવાનું છે. આત્મકલ્યાણના લક્ષ સહિત જેટલા પ્રમાણમાં નિઃકાંક્ષિતપણું હશે તેટલા પ્રમાણમાં તે દાન વડે સ્વ-પર-કલ્યાણની વૃદ્ધિ થતી જશે અને આવા દાન વડે જ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિનું વિધાન પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં પ્રકાશ્યું છે.
ઉત્તમ પાત્રોને દાન દેવાથી, યોગ્ય વિધિપૂર્વક દાન કરવાથી અને શુદ્ધ, સાત્ત્વિક તથા યોગ્ય વસ્તુઓનું દાન આપવાથી દાતારના ભાવને અનુરૂપ ઉત્તરોત્તર વિશેષ ફળની પ્રાપ્તિ કહી છે. માટે વિવેકી ગૃહસ્થોએ ખૂબ સાવધાનીથી અને સમીચીનતાથી દાનધર્મમ. પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. વર્તમાનમાં તો સાધુએ કે ગુરુમહારાજ જેમ કહે તેમ માત્ર સંપ્રદાયબુદ્ધિથી કે કીર્તિની લાલસાથી પ્રાયે દાનપ્રવૃત્તિ હોય છે, પણ તે દાન તો રૂઢિગત દાન છે, દાનધર્મ તો તેથી વિશેષ અને ઉચ્ચ કક્ષાની સાધના છે.
૨૪૭
જો કે દાનની સામાન્ય પ્રવૃત્તિ તો સમાજમાં જોવામાં આવે જ છે, પરંતુ વિશેષ, પ્રજ્ઞાવાન પુરુષોએ દાનપ્રવાહ તેવી રીતે વહેવડાવવો જોઈએ કે જેથી સાધકોને એકાંત સાધનાની સુવિધા પ્રાપ્ત થાય અને પૂર્વાચાર્યોએ પ્રણીત કરેલો બોધિ-સમાધિનો માર્ગ દીર્ઘકાળ સુધી સાધકોના જીવનપંથને અજવાળતો રહે અને સશ્રુતની અવિચ્છિન્નપણે પ્રભાવના થતી રહે.
(૪) સ્વાધ્યાય : આત્મસ્વરૂપનો અભ્યાસ કરવાના હેતુથી ચિત્તથી શુદ્ધિ અને એકાગ્રતા સાધવા માટે સત્શાસ્ત્રોનું જે વાચન, સ્મરણ, અનુપ્રેક્ષણ, પારાયણ, પૃચ્છના કે ઉપદેશ કરવામાં આવે તે સર્વ પ્રકાર સ્વાધ્યાયના જાણવા. આત્મા-અનાત્માનો વિવેક કે જડ-ચેતનના ભિન્નપણાનું યથાર્થ જ્ઞાન સ્વાધ્યાયની સાધના વિના બની શકતું નથી અને જ્યાં સુધી આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાચી શ્રદ્ધા કે ચારિત્ર પ્રગટે નહિ. આથી નિયમપૂર્વકના અને પદ્ધતિસરના સ્વાધ્યાયની સાધના સાધક માટે અનિવાર્ય બની જાય છે.
સ્વાધ્યાયની સિદ્ધિ માટે જો કે સાધકની અંતરંગ જિજ્ઞાસા મુખ્ય કારણ છે, છતાં સદ્ગુરુના સાન્નિધ્યમાં કરેલો સ્વાધ્યાય ત્વરિત આનંદદાયક અને
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સાધક-સાથી
ધારેલું ફળ આપે છે, તેથી સંભવ હોય ત્યાં સત્સંગના યોગે સ્વાધ્યાય કરવો.
જ્યાં આવો ઉત્તમ યોગ ન બની શકે ત્યાં આત્મશુદ્ધિ કાજે પદાર્થનો નિર્ણય કરવા, વિનયભાવ સહિત, સુપાત્ર સાધકે સલ્લાસ્ત્રોનું અવલંબન લેવું યોગ્ય છે. કહ્યું છે –
“આત્માદિ અસ્તિત્વનાં જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ ત્યાં આધાર સુપાત્ર, અથવા સદ્દગુરુએ કહ્યાં જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં કરી મતાંતર ત્યાજ.” સ્વાધ્યાયની સાધનામાં નીચેના મુદ્દાઓ લક્ષમાં રાખવાથી ઘણો લાભ થવા યોગ્ય છે :
(૧) દરરોજ નિયમિત સ્વાધ્યાય કરવો.
(૨) સર્વતોમુખી બોધ પ્રાપ્ત થાય તેવી રીતે શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. એક બાજુ સંસાર પ્રત્યેથી વૈરાગ્યાદિ જાગે તેવો, તો બીજી બાજુ આત્માદિ તત્ત્વોનો નિર્ણય કરાવે તેવો બોધ પ્રાપ્ત કરવો. આમ જો એક સાથે જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ થાય તો જ સ્વાધ્યાયનું પારમાર્થિક ફળ એવું જે નિર્મળ આત્મજ્ઞાન અને આત્મસમાધિ પ્રગટે.
(૩) ઉત્તમ વચનો પોતાની નોટમાં લખી લેવાં.
(૪) વધારે ઉપયોગી અને પ્રેરક વચનો બીજી નાની ડાયરીમાં નોંધવાં અને કંઠસ્થ કરવાં.
(૫) પ્રયોજનભૂત તત્ત્વોનું વાચન વિશેષપણે કરવું.
(૬) પંડિતાઈ નહિ પણ તત્ત્વનિર્ણય, ઉપશમ-વૈરાગ્ય અને અંતર્મુખતાની સિદ્ધિનો લક્ષ રાખવો.
(૭) શાસ્ત્રો પ્રત્યે અને શાસ્ત્રકર્તા ગુવદિક પ્રત્યે પરમ વિનયપૂર્વક અહોભાવ લાવી વર્તવું.
(૮) સ્વાધ્યાય વડે નિશ્ચય કરેલાં તત્ત્વોનું અનુસંધાન દિવસરાત દરમિયાન બને તેટલા વધુ સમય સુધી કર્યા જ કરવું.
(૯) આળસ, ઊંઘ, અતિ આહાર, બીજી નકામી વાતો અને અન્ય પ્રતિબંધોનો બળપૂર્વક પ્રતિકાર કરીને સ્વાધ્યાયરૂપી તપમાં પ્રવર્તવું.
(૧૦) વ્યક્તિગત સ્વાધ્યાય કરતાં પરિણામ શાંત અને અંતર્મુખ થાય તો ધ્યાનની સાધનામાં લાગી જવું.
Page #268
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થની સાધના
ગૃહસ્થની સાધનાની અગત્ય અને મર્યાદા (૧) ગૃહસ્તેવ હિ ધર્માનાં સર્વેષામ્ મૂલમુચ્યતે | બધા આશ્રમોની સાધનાનું મૂળ ગૃહસ્થાશ્રમ છે.
(૨) જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘે૨ પવિત્રતાનો વાસ છે.
(૩) સાચું ઘર તે જ છે જે મુનિઓના પધારવાથી પવિત્ર થયું છે, તે વિના તો તે ઘર નિર્જન વન જેવું જ છે.
(૪) જ્યાં ભગવાનની ભક્તિ-આરાધના થતી હોય, ગુરુજનોનો આદરસત્કાર થતો હોય, આત્માર્થી-સાધકો પ્રત્યે સાચો પ્રેમપૂર્ણ વ્યવહા૨ હોય, તત્ત્વોનો અભ્યાસ થતો હોય, પોતે લીધેલા વ્રત-નિયમમાં પ્રીતિ હોય અને ધર્મ તથા તત્ત્વની નિર્મળ શ્રદ્ધા હોય આ બધું જ્યાં હોય તે બુદ્ધિમાન પુરુષોનો ગૃહસ્થાશ્રમ કહેવાય છે. તેથી વિપરીત તો માત્ર દુઃખ દેવાવાળી (ઘરરૂપી) જેલ છે એમ જાણો.
(પ) ભગવાનની પૂજા,
ભાવના, તપશ્ચરણ અને દાન
-
૨૪૯
--
સાધુસંતોની ભક્તિ, સ્વાધ્યાય, સંયમઆ છ ગૃહસ્થનાં દૈનિક કર્મો છે.
(૬) તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહિ.
(૭) આહાર, વિહાર, નિહાર (મળમૂત્રાદિનો ત્યાગ) સંબંધી નિયમિતતા અને સપ્રમાણતાને જાળવજે.
(૮) મહારંભી હિંસાયુક્ત વ્યાપારમાં આજે તારે પડવું પડતું હોય તો
અટકજે.
(૯) ગૃહસ્થ એકાંતે ધર્મસાધન ક૨વા ઇચ્છે તો તે તેમ કરી શકે નહિ. (૧૦) સેંકડે ઊપજે શૂર, હજારે પામે વિદ્વત્તા,
લાખોમાં વક્તા કોઈક, દાતા થાય કે થાય ના.’
ગૃહસ્થની સાધના : જીવંત દૃષ્ટાંતો [૧]
વર્તમાન સદીની શરૂઆતનો કાળ.
આ જમાનામાં હજુ હિંદી ભાષાના પ્રચાર માટે નહિવત્ પ્રયત્નો થયેલા અને અંગ્રેજીની અને ઉર્દૂની બોલબાલા વધારે હતી. અંગ્રેજી સાહિત્યની
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
સાધક-સાથી
સમૃદ્ધિ જોઈ વિચારક સાહિત્યકારોને હિંદી ભાષાનું સાહિત્ય સમૃદ્ધિ પામે તેવી નિરંતર ભાવના રહ્યા કરતી.
આ સમય દરમિયાન મધ્ય પ્રદેશમાં જન્મેલો અને શિક્ષક તરીકે કામ કરતો એક યુવાન મુંબઈમાં એક પત્રના સંપાદક તરીકે આવ્યો. તેના અંતરમાં સમાજસેવા, સાહિત્યસેવા અને ધર્મસેવાની લગન હતી. અહીં પોતાના પત્રના સંપાદનકાર્યને તેણે ખૂબ ઉત્સાહ, ધીરજ અને શ્રમથી ઉપાડી લીધું અને સાદગી, સ્વાધ્યાયશીલતા, સંતોષ તથા ઉત્કટ સાહિત્યપ્રેમને લીધે થોડા કાળમાં સાહિત્યક્ષેત્રે વિશિષ્ટ સ્થાન સંપાદન કર્યું
અહીં પં. પન્નાલાલજી બાકલીવાલ નામના મહાન જૈન સાહિત્યસેવીના અંગત પરિચયની આ યુવાન પર ખૂબ અસર થઈ અને હિંદી, ગુજરાતી, મરાઠી અને સંસ્કૃત ભાષાઓનાં વિશાળ સાહિત્યના અભ્યાસ સાથે ઈ. સ. ૧૯૧૨ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખે તેણે હિંદી-ગ્રંથ-રત્નાકર-કાર્યાલયની સ્થાપના કરી.
એક બાજુ સાદું જીવન જીવીને પોતાની બધી બચતને તેણે આ સંસ્થામાં લગાવી. ત્યાં પં. સુખલાલજી તરફથી સાહિત્યિક અને શેઠ માણિકચંદજી તરફથી આર્થિક સહાય મળતાં દસ વર્ષના ગાળામાં તેણે સંસ્થાને એક ઉચ્ચ કક્ષાની પ્રકાશન સંસ્થા બનાવી દીધી. તેણે અનેક ઉત્તમ જૈન ગ્રંથોનું પદ્ધતિસરનું સંપાદન, સંશોધન અને અનુવાદ-કાર્ય કર્યું અને લગભગ છ દાયકા સન્શાસ્ત્રોની સેવામાં વિતાવ્યા.
સમાજ-સુધારણામાં પુનર્લગ્ન, સ્ત્રી-સમાજનો ઉદ્ધાર અને પંડિતોની સંકીર્ણ સાંપ્રદાયિકતાને તેણે પડકાર્યો. પોતે અધ્યયન-શીલતાથી અનેક શાસ્ત્રોનો સાંગોપાંગ અભ્યાસ કરીને તથા સરળતા આદિ સગુણોથી અને સવ્યવહારથી થોડા જ વખતમાં એક ઉચ્ચ વિદ્યાવ્યાસંગી તરીકે પ્રસિદ્ધ થયા. પોતાની ઘણીખરી બચતને સાહિત્યસેવામાં દાન તરીકે આપી દીધી અને નવોદિત સાહિત્યકારોની ઉત્તમ ચુનાઓ પણ પોતાની સંસ્થા દ્વારા પ્રકાશિત કરી.
આમ સતત શ્રમ, સાદગી, સ્વાધ્યાય. દાન તથા વિનયાદિથી પોતાના જીવનને ઉન્નત બનાવનાર આ પુરુષ તે પ્રસિદ્ધ સાહિત્યસેવી પંડિત શ્રી નાથુરામ પ્રેમી.
[૨] આ સદીની શરૂઆતનો બનાવ.
Page #270
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થની સાધના
૨૫૧
અમદાવાદમાં ઝાંપડાની પોળમાં ત્રિકમભાઈ અને રણછોડભાઈ નામના કાપડના બે વેપારીઓ રહેતા હતા. એક વાર તેઓને સત્સંગનો યોગ બન્યો અને મહાત્માની વાણીની આ સંસ્કારી ભાઈઓ પર એવી ગાઢ અસર થઈ કે તેઓ દરરોજ સત્સંગ અર્થે મહાત્મા પાસે જવા લાગ્યા. થોડા માસમાં દૈવયોગે મોટાભાઈ શ્રી રણછોડભાઈનું અવસાન થઈ ગયું. જેથી સ્વાભાવિક રીતે જ ત્રિકમભાઈના મનમાં પણ વૈરાગ્યભાવની વૃદ્ધિ થઈ
આ બાજુ એમ બનેલું કે જ્યારથી સત્સંગમાં જવાનું ચાલુ થયું હતું ત્યારથી આ ભાઈઓને વેપારમાં ખૂબ લાભ થવા માંડેલો અને પોણો લાખ ઉપરાંત રૂપિયાની સંપત્તિના તેઓ સ્વામી થયા હતા (વાચકને યાદ રહે કે આ સમયે સોનાનો ભાવ એક તોલાનો રૂ. વીસ હતો). - જ્યારે મોટાભાઈના અવસાનથી ખેદ પામેલા ત્રિકમભાઈએ મહાત્માને કહ્યું કે, મારે હવે બધો વેપાર બંધ કરી દેવો છે. ત્યારે તેઓએ કહેલું, ‘ત્રિકમભાઈ ધીરજ રાખો. એમ ઉતાવળે આંબા ન પાકે. ભક્તિ-સત્સંગ-તત્ત્વજ્ઞાનમાં વધારે સમય ગાળવા માટે પ્રયત્ન કરો. દુકાનો કોઈ બંધ નથી કરવાની, વધારાના મુનીમજીની નિમણૂક કરો અને થોડા કલાક વેપારમાં પણ ધ્યાન રાખો. હવે જે નવી ઊપજ થાય તેના પચાસ ટકા સીધા ધર્મોનાં કાર્યોમાં વાપરો, ખૂબ ઉદા-વૃત્તિના થાઓ અને અંગત જીવન સાદું બનાવો. આગળ ઉપર જેમ જેમ ધર્મમય જીવનમાં રસ વધે તેમ તેમ નિવૃત્તિ લઈ પછી સંપૂર્ણ ધર્મમય જીવન જીવજો.”
– અને ત્રિકમભાઈએ મહાત્માની આજ્ઞાનું પાલન કરી પોતાના જીવનને ક્રમે કરીને દાનથી, ભક્તિથી અને ધર્મ આરાધનાથી એવું તો રંગી નાખ્યું કે તેમને જોતાં જ એક આદર્શ સદ્દગૃહસ્થનો નમૂનો સૌની નજર સમક્ષ રજૂ થઈ જતો.
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ
પ્રમાદ એટલે આળસ એમ તેનો સામાન્ય અર્થ છે. ધર્મપ્રવૃત્તિ કરવાનું મન ન થાય, એમાં ઉત્સાહ ન આવે, એમાં આદરબુદ્ધિ ન ઊપજે અને ઊંઘ તથા કંટાળો આવે એવી જે સાધકની સ્થિતિ છે તે પ્રમાદ છે. આમ, આત્મસાધનામાં અરુચિ અને અજાગૃતિ એ અધ્યાત્મષ્ટિથી પ્રમાદનાં મુખ્ય લક્ષણ છે.
ઉપર પ્રમાદનું જ સ્વરૂપ વિચારવામાં આવ્યું છે તે સામાન્ય દૃષ્ટિથી સમજવું. પ્રમાદ એટલો અગત્યનો વિષય છે કે સાધકે તેનું વિશેષ સ્વરૂપ જાણવું જરૂરી છે, જેથી દરેક પ્રકારે કરીને પ્રમાદનાં તે તે વિશેષ સ્વરૂપોથી પણ નિવર્તી શકાય. પૂર્વાચાર્યોએ પ્રમાદના મુખ્ય પંદર પ્રકાર કહ્યા છે :
પાંચ પ્રકાર : ત્વચા (ચામડી), જીભ, નાક, આંખ અને કાન એમ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લુબ્ધ થઈ જવું તે પાંચ પ્રકાર.
ચાર પ્રકાર : કોધ, માન, માયા અને લોભ - આ ચાર આત્માના મહાશત્રુરૂપ વિકારોને આધીન થઈ જવું તે ચાર પ્રકાર.
ચાર પ્રકાર: પાપવાર્તાઓ અર્થાત સાધનામાં વિઘ્ન ઉપજાવી સાધનને જ્ઞાન-ધ્યાનથી વ્યુત કરે તેવી સ્ત્રી-વિષયક વાતો, ખાવાપીવાની વાતો, રાજકીય ચર્ચાઓ અને દેશવિદેશના રીતરિવાજો, લોકો, સ્થળો વગેરેની વાતો એમ ચાર પ્રકારની વિકથાઓ.
એક પ્રકારઃ ઘણા માણસો સાથે સ્નેહ કરી દેવો.
એક પ્રકાર : અયોગ્ય સમયે અને અયોગ્ય પ્રમાણમાં ઊંઘવું – અતિનિદ્રા.
આ પ્રમાણે પ્રમાદના આ પંદર વિશેષ પ્રકારો કહ્યા છે. જો કે આ બધાય પ્રકારના પ્રમાદથી આપણે નિવર્તવાનું છે, તો પણ વર્તમાનમાં જે પ્રકારના પ્રમાદનું વધારે સેવન થાય છે તેને છોડવા માટે વ્યવહારજીવનમાં આપણે નીચેની ટેવો છોડી દેવી જોઈએ : (૧) ખૂબ રખડવું, (૨) ખૂબ ઊંઘવું, (૩) ખૂબ ખાવું, (૪) ખૂબ ગપ્પાં
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ
૨૫૩
માય કરવાં.
ગપ્પાં મારવામાં આ જમાના પ્રમાણે ભાઈઓના સમૂહમાં સૌથી વધારે વાતો રાજકારણની, રમતગમતની અને સિનેમાની હોય છે. બહેનોના સમૂહમાં આ વાતો ખાવાપીવાની, નવી નવી વાનગીઓની અને નવી નવી ફૅશનોની હોય છે. આ છોડવામાં આવે તો નેવું ટકા ગપ્પાં ઓછાં થઈ જશે. જો સાવધાનીથી આ કુટેવોને ક્રમે કરીને છોડી દઈએ તો પ્રમાદને સામાન્યપણે જીતી લીધો છે એમ કહી શકાય. પ્રમાદનો જય
પ્રમાદનો જય કરવો જો કે સહેલો નથી, કારણ કે દીર્ઘ કાળથી આપણે પ્રમાદ જ સેવતા આવ્યા છીએ અને તેથી અતિપરિચયને લીધે આપણને તેની સાથે પ્રીતિ થઈ ગઈ છે, પરંતુ સર્વે મહાત્માઓએ તેની સાથે પ્રીતિ તોડીને આત્મસાધના દ્વારા જ ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી છે અને તેથી આપણે પણ તે જ કર્તવ્ય છે. જો કે શરૂઆતના સાધકને તેની સાધનામાં ઘણી વાર અનેક પ્રલોભનો પોતાના સ્વજન-મિત્રાદિ તરફથી અથવા પોતાના મનની નિર્બળતાઓને લીધે ઊપજે છે, તો પણ મૂળ ધ્યેયને લક્ષમાં રાખીને વારંવાર ઉદ્યમ કરવાથી તે પ્રમાદને જીતી શકાય છે.
આધ્યાત્મિક ડાયરી નિયમિતપણે લખવાથી પ્રમાદ ઉપર ચોતરફી હુમલો થઈ શકે છે. કારણ કે :
(૧) કેટલા વાગ્યે ઊઠ્યા, (૨) કેટલા વાગ્યે સૂતા, (૩) કેટલો વખત દુન્યવી કાર્યોમાં વિતાવ્યો, (૪) કેટલો વખત સાધનામાં વિતાવ્યો.
- આ ચાર બાબતો તેનાથી નક્કી થશે. આ ડાયરી લખનારને થોડા મહિનામાં જ પોતાની અનેક કુટેવો સુધારવા તરફ લક્ષ જશે. સૂર્ય ઊગતા પહેલાં ઓછામાં ઓછા અર્ધા કલાકે ઊઠવાની અને સામાન્ય સંજોગોમાં રાત્રે ઉજાગરા ન કરવા ભણી પણ તેની દૃષ્ટિ તુરત જશે. આમ ઊંઘની નિયમિતતા જાળવવા આહારની અને વિહારની (બહાર જવાની) નિયમિતતા તેને જાળવવી પડશે. વળી દિવસ દરમિયાન કોના કોના સંગમાં કેટલો કેટલો સમય ગાળ્યો તેની નોંધ લખવાથી કુસંગનો ત્યાગ થશે. સ્વાધ્યાય-ભક્તિમાં કેટલો સમય વિતાવ્યો તેનો હિસાબ રાખવાથી સાસ્ત્રનું નિયમિત વાચન ચાલુ થશે અને પરમાત્મા અને સંતો પ્રત્યે આદર-સત્કાર-ભક્તિનો ભાવ વધશે. છેલ્લે આત્મશાંતિના વિરોધી ભાવોનું આલેખન કરવાથી કેટલી વાર ક્રોધ કર્યો. કેટલી વાર અભિમાન કર્યું, કેટલી
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સાધક-સાથી
વાર છેતરપિંડી કરી, કેટલી વાર ઈષ્ય, નિંદા અને ખોટા આળ ચડાવ્યાં વગેરેની નોંધ થવાથી ધીમે ધીમે ક્ષમા, વિનય, સરળતા, મૈત્રી અને સમતાના ઉત્તમ ગુણો જીવનમાં ખીલવા લાગશે.
આમ એક આધ્યાત્મિક ડાયરી લખવાની ટેવ પાડવાથી અધ્યાત્મસાધનામાં કૂદકે ને ભૂસકે આગળ વધી શકાશે ! આધ્યાત્મિક ડાયરીનો સંક્ષિપ્ત નમૂનો
(૧) કેટલા વાગ્યે ઊઠ્યા ? (૨) કેટલી માળાઓનો મંત્રજાપ કર્યો ? (૩) વ્યક્તિગત કે સામૂહિક ભક્તિમાં કેટલો સમય પસાર કર્યો ?
(૪) શાસ્ત્ર-સ્વાધ્યાયમાં, શ્રવણ, લેખન, સ્મરણ, ઉપદેશ કે પારાયણ કેટલો સમય કયાં ?
(૫) સત્સંગ કોનો અને કેટલો થયો ? (૬) ક્રોધ કેટલી વાર થયો ? (૭) બીજાની નિંદા કેટલી વાર કરી ? (૮) બ્રહ્મચર્યપાલનમાં કેટલી ત્રુટી આવી ?
(૯) સિનેમા નાટક-હોટલ-કલબ, ગપ્પાં, રેડિયો, ટી.વી. અને ઇતર વાચનમાં કેટલા સમયનો દુર્વ્યય થયો ?
(૧૦) એકાંતમાં - તત્ત્વવિચારણામાં કેટલો સમય ગાળ્યો ? (૧૧) સાધનામાં ઉપયોગી કયો નવો નિયમ લીધો ? (૧૨) કેટલા વાગ્યે સૂતા ?
ઉપરોક્ત પ્રકારે ડાયરી લખવાથી અને બની શકે તો અનુભવી સંતને તે બતાવવાથી પ્રમાદનો જય થશે, થયેલા દોષોનું પ્રાયશ્ચિત સારી રીતે બની શકશે, અનેકવિધ જીવનસુધારણા અમલમાં આવશે અને થોડા કાળમાં મહાન સાધકની દશા પ્રગટ થશે. જય થાઓ ! પ્રમાદજયમાં પ્રેરણા
(૧) આળસુ બને તો સમયનો સદુપયોગ ન થઈ શકે અને જીવનની સિદ્ધિ પણ ન બની શકે માટે આળસને મહાન દુમન ગણીને અને ઉદ્યમને પરમ મિત્ર ગણીને જે કર્તવ્યનિષ્ઠ બને છે તે પુરુષને સર્વ ઈષ્ટકાર્યની સિદ્ધિ થઈ જાય છે.
(૨) મહાપુરુષોએ નિદ્રા અને પ્રમાદને તામસિક સુખ કહી હલકામાં હલકાં ગણી તેનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. નિદ્રાને આળસુની કન્યા,
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ
ભોગીની પ્રિયતમા અને રોગીની માતા કહી છે તેથી ધ્યેયનિષ્ઠ સુજ્ઞ પુરુષે તેનો સંગ છોડવો જોઈએ.
(૩) ‘રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી,
સાધુ પુરુષે કદી સૂઈ ન રહેવું.’
૨૫૫
તથા
જા જા નિદ્રા હું તને વારું તું છો નાર ધુતારી રે,’’
આવા કડક શબ્દોમાં નિદ્રાને ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ પડકારી છે અને તેના નિયમન અર્થે મહાન પ્રેરણા કરી છે.
(૪) નિદ્રા, અર્ધજાગ્રત અવસ્થામાં પડી રહેવું, ભય, ક્રોધ, આળસ અને ઢીલાશને વશ થઈ કાર્ય મુલતવી રાખવું આ અવગુણોનો ત્યાગ ઉન્નતિશીલ પુરુષોનું નિરંતર કર્તવ્ય છે.
(૫) પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો.
(૬) ઊઠો ! જાગ્રત થાઓ ! અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરંતર ઉદ્યમ કર્યા કરો.
(૭) ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથોથી નહિ; સૂતેલા સિંહના મુખમાં મૃગો પ્રવેશતાં નથી.
પ્રમાદજયનાં જીવંત દૃષ્ટાંતો [a]
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્ર સંવત ૧૯૫૨માં નડિયાદ ઉત્તરસંડામાં પ્રદેશમાં એકાંતચર્યા માટે રહેતા હતા. તે વખતે નડિયાદના મોતીલાલ ભાવસાર તેમની સેવામાં રહેતા.
મોતીલાલે પોતાની પત્નીને કહેલું કે લગભગ ૧૧-૦૦ વાગ્યે સવારે તારે ભોજન લઈને આવવું અને બે-ત્રણ ખેતર દૂર અમુક જગ્યાએ બેસવું, જ્યાંથી હું ભોજન લઈ જઈશ. એક વાર તેમનાં પત્ની ભૂલથી નિવાસસ્થાન પાસે આવી ગયાં જેથી મોતીલાલભાઈએ તેમને બહુ ઠપકો દીધો.
જ્યારે શ્રીમદે આ વાત જાણી ત્યારે તેઓએ મોતીલાલને કહ્યું, “તમે શા માટે ખીજ્યા ? શા માટે ધણીપણું કર્યું ? તે બાઈ તો પવિત્ર આત્મા છે અને આઠમા ભવે મોક્ષે જવાનાં છે. અહીં એકાંતમાં આવો સત્સંગનો યોગ મળ્યો છે તે મહાન સદ્ભાગ્ય છે. આવો સુયોગ પ્રાપ્ત થવો ૫૨મ દુર્લભ છે. માટે હવે જાગ્રત થાઓ, જાગ્રત થાઓ. ઊંઘ, આળસ, ક્રોધ, કષાય, મારુંતારું, બધું
Page #275
--------------------------------------------------------------------------
________________
સાધક-સાથી
મૂકીને એક આત્મભાવમાં આવવા નિરંતર અભ્યાસ કરો. જો પ્રમાદમાં રહેશો તો હાથમાં આવેલો અવસર ચૂકી જશો અને પાછળથી પસ્તાશો. અમારું તો સૌને જાગ્રત થવા માટે જ કહેવું થાય છે.’
[૨]
૨૫૬
યૂક ઑફ વેલિંગ્ટન ઇંગ્લેડના એક મહાન સેનાપતિ થઈ ગયા. તેઓનો નિદ્રા ઉપર અભૂતપૂર્વ કાબૂ હતો. પથારીમાં પડ્યા કે તુરત જ તે સૂઈ ગયા હોય અને સવારે ઊઠતાં સુધી તેમને કાંઈ વિક્ષેપ પડતો નહિ.
એક વાર તેમને ઘેર તેમના કોઈ ઉમરાવ મિત્ર આવેલા. સૂવા માટે તેમનો તદ્દન સાંકડો અને સાદો પલંગ જોઈ તેઓ બોલ્યા : “અરે યૂક સાહેબ ! તમારા જેવા મોટા પુરુષને આવો પલંગ કેવી રીતે ફાવે છે ? તેમાં તો પડખું ફેરવવું પણ ફાવે એવું નથી.' તુરત જ યૂક સાહેબે જવાબ આપ્યો : હું એમ માનું છું કે તંદુરસ્ત માણસને જ્યારે ઊંઘમાં પાસું ફેરવવું પડે ત્યારે તેની ઊંઘ પૂરી થઈ ગઈ છે અને તેણે તુરત જ પથારી છોડી દેવી જોઈએ.’
જીવનના કોઈ પણ ક્ષેત્રે મહાન પદવીને પામનાર પુરુષોનું જાગૃતિભર્યું પ્રેરણાત્મક જીવન કેવું હોય છે તેનું આ જીવતું જાગતું દૃષ્ટાંત.
[૩]
શબ્દી શેખ નામના એક ફારસી લેખકનો એક પુત્ર રાત્રે ઊઠીને કુરાન વાંચતો હતો. પુત્રને આવો ઉદ્યમી જોઈ શેખે પ્રસન્નતા વ્યક્ત કરી, પરંતુ આમ કરવાથી પેલો છોકરો તો ફુલાઈ ગયો અને કહે ઃ બીજા બધા ભાઈઓ તો આ સમયે ઘોર નિદ્રામાં પડેલા છે, માત્ર એક હું જ સાવધાનીથી ધર્મની આરાધનામાં લાગેલો છું.'
શબ્દી શેખે તુરત જ પ્રત્યુત્તર વાળ્યો : “બેટા ! રાત્રે ઊઠીને આ પ્રમાણે પોતાની આપવડાઈ કરવી અને બીજાઓની નિંદા કરવી તેના કરતાં તો સૂવું જ સારું છે !’
પ્રમાદના અનેક પ્રકાર છે. તેમાંથી બે-ત્રણ પ્રકારના પ્રમાદમાં એકસાથે પ્રવર્તવા કરતાં સૂઈ રહેવારૂપ અલ્પ પ્રમાદ કરવો સારો, એમ અહીં શેખસાહેબનું યુક્તિયુક્ત કથન સાંભળી તેમના પેલા કુરાન વાંચનાર પુત્રની આંખ ઊઘડી ગઈ !
Page #276
--------------------------------------------------------------------------
________________
૫૦
પંચમહાવ્રતની આરાધના
આ કર્તવ્ય છે અને આ કર્તવ્ય નથી એમ સમજણપૂર્વક અને બુદ્ધિપૂર્વિક કરેલો નિર્ણય તે વ્રત કહેવાય છે. આવાં વ્રતને જ્યારે સંપૂર્ણપણે પાળવામાં આવે ત્યારે તે વ્રત મહાવ્રત કહેવાય છે અને જ્યારે તેવાં મહાવ્રતને પાળવાનો પ્રામાણિક અને પ્રયત્નરૂપ અભ્યાસ કરવામાં આવે ત્યારે તે મહાવ્રતની આરાધના બને છે. આ વ્રતના મુખ્ય પાંચ પ્રકારો છે. તેથી અહિંસા, સત્ય અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામનાં પાંચ મહાવ્રતોની આરાધનામાં સાધકો નિરંતર ઉદ્યમવંત વર્તે છે.
મહાવ્રતની આરાધનાની યોગ્યતા
જે વ્રતો પોતે જ મહાન હોવાથી માત્ર મહત્તાવાન પુરુષો દ્વારા ધારણ કરી શકવા યોગ્ય છે, પરમ પવિત્ર હોવાથી સર્વ જીવો વડે જે પૂજનીય છે અને આનંદપરંપરાનું કારણ હોવાથી જે પ્રબુદ્ધ સત્પુરુષો વડે પણ આચરવામાં આવે છે તેવાં મહાવ્રતોનો મહિમા કહી શકવાને કોણ સમર્થ છે ? પરંતુ આવાં વ્રતો ધારણ કરવા માટેની યોગ્યતા પણ સાધકોને ક્રમથી જ પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટ્યું ન હોય, જ્યાં સુધી અંતરમાં માયાચારનો ભાવ હોય અને જ્યાં સુધી ધર્મસાધના વડે આ લોકમાં કે પરલોકમાં સાંસારિક ફળની ઇચ્છા હોય ત્યાં સુધી વ્રતોનું પાલન તાત્ત્વિક દૃષ્ટિથી થઈ શકતું નથી. આ કારણોને લીધે સમ્યક્દષ્ટિથી પ્રાપ્તિ કરીને અને ક્રમથી અણવ્રતોની આરાધનાનો અભ્યાસ કર્યા પછી જ સામાન્ય સાધકમાં મહાવ્રતોની આરાધના કરવાનું બળ ખરેખર પ્રગટે છે. કોઈ પરમ વૈરાગ્યવાન પુરુષો કે પૂર્વભવના આરાધક વિશિષ્ટ વીર્યવાન પુરુષો લઘુવયમાં કે અલ્પપ્રયત્નોથી મહાવ્રતોના પાલનમાં સમર્થ બને તો તે બિના અલ્પસંખ્યક અને અપવાદરૂપ જાણવા યોગ્ય છે.
મહાવ્રતોની આરાધનાનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ* (* ફૂટનોટ માટે જુઓ પૃષ્ઠ-૨૫૮)
અહિંસાઃ સર્વ જીવોને સર્વ પ્રકારે દુઃખ દેવાના ભાવથી આત્મજાગૃતિપૂર્વક નિવર્તવું તેનું નામ અહિંસાવ્રત છે. માત્ર સ્થૂળ જ નહિ, પણ સૂક્ષ્મ
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૮
સાધક-સાથી,
જીવોનો નિવાસ ક્યાં ક્યાં છે તેનું જ્ઞાન પણ આ વ્રતને પૂર્ણપણે પાળવા માટે અનિવાર્ય છે. આહાર-વિહાર આદિ સર્વ કાર્યોમાં પ્રવર્તતા છતાં પણ જેઓ નિરંતર જાગ્રત રહે છે તેવા મહાપુરુષોને આ વ્રતનું પાલન સારી રીતે બની શકે છે.
સત્ય : પક્ષપાતરહિત થઈને જેવું વસ્તુનું સ્વરૂપ ખરેખર છે, તેને અનુરૂપ કથન કરવું તેને સત્યવ્રત કહેવામાં આવે છે. આવું વચન હિતકારી, સપ્રમાણ અને પ્રિયરૂપ હોય છે. આમ વ્યવહારજીવનમાં પણ સત્યવચન જ બોલવું. અંતરમાં પણ સત્યને અનુસરીને જ વિચાર કરવો અને કાયાથી પણ સત્કાર્ય કરવું, એમ જ્યારે સત્યનું અનુસરણ કરવામાં આવે ત્યારે પોતાના આત્માનું કલ્યાણ થાય છે અને આપણા પરિચયમાં આવનાર વ્યક્તિઓને પણ સત્ય જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
અચૌર્ય: કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ વસ્તુ તેના માલિકની પૂર્વપરવાનગી લીધા વિના લેવી નહિ અથવા વાપરવી નહિ તે વ્યવહારજીવનમાં અચૌર્યવ્રતની આરાધના છે. ખરેખર તો પોતાના આત્મા સિવાય કોઈ પણ વસ્તુને પોતાની માનવી કે ભોગવવાની બુદ્ધિ કરવી તે અચૌર્યવ્રતના પાલનનો ભંગ થયો કહેવાય.
બ્રહ્મચર્ય : આ જગતમાં કોઈ પણ સ્ત્રી, દેવી, તિર્યચિની (પશુની નારીજાતિ) કે કાષ્ઠ-પાષાણાદિની સ્ત્રી-પ્રતિમા પ્રત્યે વિકારભાવની ઉત્પત્તિ ન થવા દેવી તે સંપૂર્ણ બ્રહ્મચર્ય કહેવાય છે. પોતાનો આત્મા જ પરમ આનંદનું ધામ છે એવો અંતરંગ નિશ્ચય કરી તેમાં વારંવાર તલ્લીન થવું તે ખરેખર બ્રહ્મચર્ય છે – બ્રહ્મમાં (આત્મામાં) ચય (રમણતા) છે.
અપરિગ્રહ : દુનિયાની વસ્તુઓને પોતાની માનવારૂપ જે મૂછ-પરિણામ, તેનો સંપૂર્ણપણે ત્યાગ કરીને જેઓ જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા આત્મસાધનામાં જ મગ્ન રહે અને જગતના કોઈ પણ વિષય-પદાર્થોનો પ્રમાદપૂર્વક સંપર્ક ન કરે તેવા મહાત્માઓને અપરિગ્રહ નામનું મહાવ્રત હોય છે. તેમને જગતના કોઈ પણ પદાર્થોમાં - પોતાના દેહમાં પણ - સ્વામીપણાની બુદ્ધિ જરા પણ હોતી નથી.
(પૃષ્ઠ-૨૫૭ પરની ફૂટનોટ)
* આચારસાર, નિયમસાર, મૂલાચાર, ભગવતી-આરાધના, આચારાંગ આદિ ગ્રંથોમાં આ વ્રતોનું વિસ્તારથી વર્ણન કરેલું છે તો વિશેષ અભ્યાસીઓએ ત્યાંથી વિગતવાર અવલોકન કરવું.
Page #278
--------------------------------------------------------------------------
________________
પંચમહાવ્રતની આરાધના
આમ સામાન્યપણે આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ આપણે વિચાર્યું. પ્રારંભમાં જ જણાવ્યું હતું તેમ આ મહાવ્રતોનું પાલન સંપૂર્ણપણે આ જમાનામાં વિરલ પુરુષો જ કરી શકે છે, કારણ કે સતત આત્મજાગૃતિ દ્વારા દિવ્યજીવનની જેમને પ્રસાદી પ્રાપ્ત થઈ હોય તેવા પુરુષો જ ક્રમે કરીને સંયમની આરાધનામાં આગળ વધતાં વધતાં મહાવ્રતોની ભૂમિકા સુધી પહોંચી શકે છે. ધન્ય તે મહાત્માઓ ! ધન્ય તે મુનિવરો ! આપણાં તેમને અનેક વાર વંદન હો !
મહાવ્રતો અને મહાવ્રતધારી મહાત્માઓનો મહિમા
(૧) અકષાય ઉદ્યમી, દાંત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે તે જીવને પચખાણ સુખમય હોય છે.
૨
(૨) શાંતિકે સાગર અરુ નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન-ધ્યાન કે નિધાન હો; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી ધર્મ કે ઉદ્યાન હો. રાગદ્વેષસે રહિત પરમ પુનિત નિત્ય, ગુનોં ખચીત ચિત્ત સજ્જન સમાન હો; રાયચન્દ્ર ધૈર્યપાલ ધર્મઢાલ ક્રોધકાલ,
મુનિ તુમ આગે મેરે પ્રણામ અમાન હો.
(૩) શરીરને રોક્યા વિના મનોજયની પ્રાપ્તિ થતી નથી, પરંતુ શરીરના સંયમની સાથે સાથે મન ઉપર પણ અંકુશ રાખવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
(૪) ઉત્તમ મનુષ્યભવ પામીને ચારિત્ર્યપાલનમાં મહાન યત્ન કરવો જોઈએ, સદ્ધર્મની ઉત્તમ ભક્તિ કરવી જોઈએ અને ઉપશમભાવમાં ૫૨મ પ્રીતિ કરવી જોઈએ.
૨૫૯
(૫) હૈ ધીરવીર પુરુષ ! સ્વચ્છંદી અને વિકારી થઈ રહેલા આ ઇન્દ્રિયોરૂપી હાથીઓને શીલરૂપી વૃક્ષ સાથે વિજ્ઞાનરૂપી દોરડાથી દૃઢપણે બાંધી દે, કારણ કે બ્રહ્મચર્ય અને તત્ત્વવિજ્ઞાન જ તેમને વશ કરવામાં ખરાં સાધન છે.
૧. ઇન્દ્રિયોનું દમન કરનાર, સંયમી.
૨. વિશિષ્ટ ત્યાગ.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
સાધક-સાથી
(૬) જે મુનિએ ઈન્દ્રિયરૂપી વાંદરાઓને જ્ઞાનરૂપી ગાળા વડે બાંધીને વૈરાગ્યરૂપી પીંજરામાં બંધ કરી દીધા છે તે મુનિ જ મુનિઓમાં પણ મહેશ્વર (મુનીશ્વર) છે. (૭) આતમસરૂપ ધ્રુવ નિરમળ તત્ત્વ જાનિ
મહાવ્રતધારી જાતિ જંગલમેં બસે હૈં, મોહનજનિત જે જે વિકલ્પ જાલ હોતે
તિનકો મિટાઈ નિજ અંતરંગ બસે હૈં, મનરૂપ પવનસો અચલ ભયો હૈ જ્ઞાન
ધ્યાન લાઈ તાહિકે આનંદરસ રસે હૈં, તજી સબ સંગ ભયે ગિરિ જ્યોં અડોલ અંગ
તેઈ મુનિ જગતમેં જયવંત લસે હૈં. (૮) નિદક નાહિ, ક્ષમા ઉર માંહિ, દુ:ખી લખિ ભાવ દયાલ કરે હૈં
જીવકો ઘાત ન, જૂઠકી બાત ન, લેહિ અદાત ન, સીલ ધરે હૈ, ગર્વ ગયો ગલ, નાહિં કછુ છલ, મોહ સુભાવસો જોર હરે હૈ" દેહસો છીન હે જ્ઞાનમેં લીન હે ઘાનત સો શિવનારિ વરે હૈં.
પંચમહાવ્રતની આરાધના : જીવંત દૃષ્ટાંતો
વ્રત-સંયમની આરાધના માટે જૈન મુનિરાજોની જગતમાં સર્વત્ર પ્રસિદ્ધિ છે.
આ સદીની શરૂઆતમાં એવા એક મહાપુરુષ થઈ ગયા. બાળપણથી જ વૈરાગ્યવાન અને અભ્યાસી એવા આ મહાપુરુષે ઇ. સ. ૧૯૧૯માં બેલગામ જિલ્લાના યરનાલા ગામે જૈન દીક્ષા ગ્રહણ કરી સર્વ પ્રકારની મમતાનો અને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો અને દિગંબર મુનિ થયા.
આ સમયમાં દિગંબર મુનિઓનો વિહાર વિરલ જ થતો. પરંતુ તેમણે ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં પોતે વિહાર કરીને મુનિ-વિહારને ભારતમાં સર્વત્ર સુલભ બનાવ્યો. અહિંસાના સંપૂર્ણ પાલન માટે તેઓ ભૂમિ જોઈને જ ચાલતા. કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીનું દિલ દુભાય તેવું કાંઈ જ કરતા નહિ,
* આ પદમાં પહેલી બે પંક્તિઓમાં સાધુના અનિંદકપણાનું, ક્ષમાધર્મનું અને મહાવ્રતોનું વર્ણન છે અને છેલ્લી બે પંક્તિઓમાં અભિમાન, માયા, મોહ અને દેહાસક્તિના નાશ દ્વારા તથા જ્ઞાનમય સમાધિના બળ દ્વારા મોક્ષપ્રાપ્તિનું વર્ણન છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
પંચમહાવ્રતની આરાધના
૨૬૧
બોલતા નહિ કે એવો વિચાર પણ મનમાં કરતા નહિ. આવા નિમહારાજને બ્રહ્મચર્ય કે અપરિગ્રહ આદિ બધાં મહાવ્રતોનું પાલન સંપૂર્ણપણે હોય તે કહેવાની આવશ્યકતા જ રહેતી નથી.
જેમ બહારથી તેઓ મહાવ્રતનું પાલન કરતા તેમ અંતરંગ કામ-ક્રોધ-લોભ આદિ શત્રુઓ પર પણ તેમણે વિજ્ય મેળવ્યો હતો. એક વાર મધ્યપ્રદેશના લલિતપુર પાસે રાજાખેડા ગામમાં કોઈ દુર્જન પુરુષોએ ભેગા થઈને મહારાજશ્રીને મારવાનો નિર્ણય કર્યો. પરંતુ તેઓ તો પોતાના ધ્યાનમાં લીન જ રહેલા. જ્યારે પોલીસે આવીને આ દુર્જનને પકડ્યા ત્યારે મહારાજશ્રીએ પોતે જ તેમને છોડવા માટે પોલીસ પર દબાણ કરાવ્યું. આવી ક્ષમા જોઈને પોલીસના માણસો તો આભા જ બની ગયા. આવી ક્ષમામૂર્તિ હતા તે જૈનાચાર્ય !
આમ લગભગ ચાળીસ વર્ષ સુધી મહાવ્રતોનું ચીવટપૂર્વક પાલન કરીને ઈ.સ. ૧૯૫૫માં પોતાની આત્મસાધનાના કળશરૂપે તેઓએ સલ્લેખના દહાસક્તિનો. ક્રોધાદિ ભાવોનો અને આહારનો સ્વૈચ્છિક આજીવન ત્યાગ) ધારણ કરીને સમાધિમરણની પ્રાપ્તિ કરી.
આ મહાપુરુષ તે બીજા કોઈ નહિ પણ પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજા
[૨] પંચમહાવ્રતધારી ત્યાગી પુરુષોને પોતાની સાધના નિર્દોષપણે નિભાવવામાં અનેક પ્રકારની મુસીબતો આવતી જ રહે છે, જેને તેઓ સમભાવથી સહન કરીને પોતાનું આત્મબળ વધારતા રહે છે.
મુનિશ્રી રત્નચન્દ્રજી મહારાજનું સંવત ૧૯૪૪નું ચાતુર્માસ આગ્રા મુકામે થયું હતું. તે ચાતુર્માસ પૂર્ણ થતાં તેઓ ભરતપુર થઈને જયપુર તરફ જવા રવાના થયા હતા. સૂર્યાસ્ત થવાને અધકલાકની વાર હતી તેથી તેઓએ એક મંદિર દેખાતાં ત્યાં જઈને રાત્રિવાસ માટે પૂછવું પણ સંમતિ ન મળી. પાસે એક ચોતરા જેવી જગ્યા હતી ત્યાં આવતા-જતા ગાડાંવાળાઓ આવતા અને તાપણીઓ કરતા તેથી રાખના ઢગલા પડેલા. આવી ખુલ્લી જગ્યામાં જ તેઓએ અત્યંત ઠંડી હોવા છતાં નિવાસ કર્યો.
આવી રીતે અનેક નાનાં નાનાં ગામોમાં નિર્જન અને હિંસક પશુઓ તથા ધાડપાડુઓવાળાં ભયાનક સ્થાનોમાં તેઓને રાત્રિવાસ કરવો પડતો. પંજાબમાં અને ઉત્તર મેવાડમાં ભિક્ષામાં પણ અનેક પ્રકારની વિપરીતતાઓ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સહન કરવી પડતી ત્યારે એક કે બે વસ્તુઓથી પેટ ભરી લેવું પડતું.
જેમને કોઈનું કાંઈ પણ લઈ લેવું નથી અને કોઈ પણ પ્રાણીને દુઃખ દેવું નથી તેવા મહાત્માઓ તો સમતાની આરાધના દ્વારા પોતાના વ્રતપાલનમાં દૃઢતા કેળવતા થકા આત્મમસ્તીમાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે.
[3]
સાધક–સાથી
લગભગ ઇ.સ. ૧૮૭૫નું વર્ષ. યમુના નદીનો કિનારો. નીરવ શાંતિમાં એક સંન્યાસી ધ્યાનસ્થ થઈને બેઠા હતા. ત્યાં કોઈ ભક્ત બાઈ નદીમાંથી સ્નાન કરીને પાછી ફરી રહી હતી. તેણીની નજર આ યોગી ઉપર પડી. તેમની પવિત્ર મુદ્રા જોઈ તેણીને મહાત્માની વંદના કરવાની ભાવના જાગી. તેણીએ મહાત્મા પાસે જઈને નમસ્કાર કર્યા પણ તેના ભીના માથાનો સ્પર્શ થવાથી મહાત્માની આંખો ઊઘડી અને તુરત કહેવા લાગ્યા, “અરે માતા ! અરે મૈયા !’
આ શબ્દો ઉચ્ચારતાંની સાથે જ તેઓ પાસે આવેલા પર્વત ઉપર ચડી ગયા અને તે પર્વત પર આવેલા મંદિરના એક ખંડિયેરમાં ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ ધ્યાન અને જાપમાં વિતાવ્યાં. અબુદ્ધિપૂર્વક થઈ ગયેલા સ્ત્રી-સ્પર્શનું કેવું પ્રાયશ્ચિત્ત !
આવી હતી આ સંન્યાસીની બ્રહ્મચનિષ્ઠા. આ સંન્યાસી હતા ભારતના મહાન સપૂત, આર્યસમાજના સંસ્થાપક સ્વામીશ્રી દયાનંદ સરસ્વતી.
Page #282
--------------------------------------------------------------------------
________________
સહજવાણી ભા. ૧
મોક્ષમાર્ગ (અ) (૧) પોતાના સ્વાધીન અને શાશ્વત આનંદને પામવાનો આ પરમ પવિત્ર પંથ છે.
(૨) તેની પ્રાપ્તિથી જગતનાં જન્મ-જરા-મૃત્યુ, આધિ-વ્યાધિ-ઉપાધિ અને સર્વ પ્રકારનાં દુઃખનો આત્યંતિક અભાવ થાય છે.
(૩) પ્રત્યેક જીવાત્મા આનંદની પ્રાપ્તિ અને દુઃખની સર્વથા નિવૃત્તિ ઇચ્છતો હોવાને લીધે આ પંથ તે પોતાની આંતર-ભાવનાને જ સિદ્ધ કરવાનો માર્ગ છે.
(૪) આ માર્ગની પ્રાપ્તિ સ્વયં થઈ જતી નથી, પણ મહાન પુરુષાર્થ આદરવાથી થાય છે.
(પ) આવો પુરુષાર્થ આદરવાનો નિર્ણય સાધક જીવ કરે તો તેમ કરવામાં તે સ્વતંત્ર છે.
(૬) આ માર્ગની પ્રાપ્તિ કેમ કરીને થાય છે.
(૭) આ માર્ગની સાક્ષાત્ પ્રાપ્તિ આત્મજ્ઞાન વડે થાય છે અને આ આત્મજ્ઞાનપ્રાપ્તિના મુખ્ય ઉપાયો સજનસંગતિ, સદાચાર અને સબોધ
(૮) પ્રશસ્ત વસ્તુઓની પ્રેમી હોય તેવી સદ્ગુણાનુરાગી વ્યક્તિઓના પરિચયથી અને તુચ્છ વસ્તુઓમાં રોકાઈ ગયેલી વ્યક્તિઓના અપરિચયથી ક્રમ કરીને સજ્જનસંગતિમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે.
(૯) નીતિના નિયમોને અને સામાજિક ન્યાયને અનુસરવાથી, કોઈ પણ જીવને ન દૂભવવાથી તથા સ્વચ્છંદપૂર્વકની ભોગવૃત્તિને વિવેક વડે નિવારવાના દૃઢ પુરુષાર્થથી સદાચારમાં સ્થિર થઈ શકાય છે.
(૧૦) આત્મા-અનાત્માને ભિન્નપણે અનુભવ્યા છે, જેમણે એવા આત્મનિષ્ઠ નિઃસ્પૃહી ગુરુના સાન્નિધ્યને સેવવાથી અને તેમના બોધને
.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪
સાધક-સાથી
યથાર્થપણે ગ્રહણ કરવાથી સબોધની પ્રાપ્તિ હોય છે.
(૧૧) સદ્દબોધને માત્ર કોઈક વાર સાંભળવો તે મોક્ષમાર્ગ નથી, પણ તે બોધને વારંવાર સાંભળવો અને સમજવો, તેના યથાર્થપણા વિશે વારંવાર વિચાર કરવો, તેને અંતરમાં ધારણ કરવો અને પ્રાંતે તે બોધને અનુરૂપ પોતાની જીવનચય ઘડવી -- આવા ક્રમને જ્યારે અભ્યાસવામાં આવે ત્યારે તે બોધ સાધકમાં પરિણામ પામતાં તે સાધક હવે સંત બની જાય છે.
(૧૨) આવા સંતને જ્ઞાની, ધર્માત્મા, મહાત્મા, દિવ્યદ્રષ્ટા, સપુરુષ, મહાપુરુષ, યોગી સમ્યગૃષ્ટિ વગેરે નામો વડે ઓળખવામાં આવે છે.
(૧૩) આવા જ્ઞાનીને વિશે અવશ્યપણે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે જેના બળ વડે તે અજ્ઞાનભાવોનો પરાજય કરતો જાય છે અને સ્વાર્થી પ્રવૃત્તિઓથી વિરક્ત થતો જાય છે.
(૧૪) આ જ્ઞાની જગતના સર્વ જીવોનો મિત્ર બની જાય છે, ગુણવાન પુરુષો પ્રત્યે હર્ષભાવવાળો હોય છે, દુઃખી જીવો પ્રત્યે કરુણામય હોય છે અને વિપરીત પ્રવૃત્તિવાળા જીવો પ્રત્યે માધ્યસ્થભાવવાળો હોય છે.
(૧૫) અસંયમ અને પ્રમાદનો વિશેષપણે પરાજય કરતો થકી તે મહાજ્ઞાની, સાધકોને અનુકરણીય એવું સુંદર અને નિયમિત જીવન બનાવે છે. અહિંસાદિ વ્રતો વડે વિભૂષિત થયેલો તે મહાત્મા ક્વચિત્ મૌનમાં, ક્વચિત્ સ્વાધ્યાયમાં, ક્વચિત્ ભગવદ્ભક્તિમાં, ક્વચિત્ ધ્યાનમાં, ક્વચિત્ ગુરુવિનયમાં, ક્વચિત્ લેખનવાચનમાં, ક્વચિત્ ધર્મવાર્તામાં કે એવી બીજી સ્વ-પર કલ્યાણકારી પ્રવૃત્તિમાં રહીને આત્મશુદ્ધિની આગળ આગળની ભૂમિકાઓને સ્પર્શતો જાય છે. તેનું જીવન સહજ છે, સરળ છે, શાંત છે, પ્રસન્ન છે, નિરાકુળ છે, દિવ્યત્વથી વ્યાપ્ત છે અને સમાધિના સહજાનંદથી તૃપ્ત તૃપ્ત છે.
(૧૬) મૃત્યુ નજીક આવતાં તે સર અને પરમાત્માનું શરણ ગ્રહણ કરે છે. નિશ્ચયથી જોઈએ તો પોતાના જીવન દરમિયાન જે અવિનાશી આત્મતત્ત્વનાં શ્રદ્ધા, લક્ષ અને અનુભવને તેણે આરાધ્યાં છે તેનું જ તે શરણ ગ્રહણ કરે છે. આમ કરવાથી તે નિર્ભય હોય છે અને મૃત્યુને તે સમભાવથી આવકારે છે.
(૧૭) આ પ્રમાણે મૃત્યુમહોત્સવની આરાધનાથી ધર્મકરણીનાં પ્રત્યક્ષ ફળને જગત સમક્ષ સહજપણે રજૂ કરીને તે મૃત્યુને જીતી જાય છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
સહજવાણી ભા. ૧
(૧૮) આવો મોક્ષમાર્ગ જયવંત વર્તો. તેની ઉગ્ર આરાધનાનો ભાવ નિરંતરપણે અમારા જીવનમાં ઉદ્યોત પામો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(બ)
સંત સંત જ છે.
સંત સાદા છે, સંતોષી છે.
સંત સહજ છે, સરળ છે.
સંત સુપ્રતીતવંત છે. સંત સ્વાનુભૂતિ સહિત છે.
સંત સત્યનિષ્ઠ છે.
સંત નિઃસ્પૃહી છે.
સંત સમતાના ધારક છે.
સંત સામાન્ય સાધકોને શરણરૂપ છે. સંતમાં સજ્જનતા સ્વાભાવિક છે. સંતને સર્વાત્મમાં સમદૃષ્ટિ છે. સંતને સદ્બોધમાં સ્થિરતા છે. સંત શાંતસ્વભાવી છે, શાંતિપ્રિય છે.
સંત સાચા સાધકોની ચરણરજ છે !!
સંત શાંતિ અને સમાધાનના પુરસ્કર્તા છે. સંત સજ્જનોના શિરોમણિ છે.
સંત ક્રમશઃ સમસ્ત વિશ્વના શિરોમણિ (સિદ્ધ) બની જાય છે.
સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા
સાતિશય સત્પુરુષાર્થ જોઈએ.
સમાં નિષ્ઠા, સજ્જનસંગતિ, સદ્બોધ, સત્ઝા, સદ્વિચાર અને
સ્થિરતાના અભ્યાસથી સંત થઈ શકાય છે. સાંત સંસારદશાવાળા, સાતિશયગુણસંપન્ન, સમાધિના સ્વામી એવા સંતનું
સાચું શરણું અમને પ્રાપ્ત થાઓ.
૨૬૫
|
Page #285
--------------------------------------------------------------------------
________________
સહજવાણી ભા. ૨
(૧) આત્મકલ્યાણને ઇચ્છતા એવા આ આત્માએ વારંવાર સત્સંગનો લાભ લઈને આત્મશુદ્ધિરૂપી કાર્ય કરવું.
(૨) કોઈ પણ એક નિયત પ્રશસ્ત ક્રમમાં પોતાના ચિત્તને જોડવાથી અને તેને અનુરૂપ પોતાની પ્રવૃત્તિ ગોઠવવાથી સાધના માર્ગમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
(૩) સરળતા વડે સહેલાઈથી મોક્ષમાર્ગમાં ચડીને આગળ વધી શકાય
(૪) સમજણપૂર્વક અને ભાવપૂર્વક તીર્થવંદના કરવાથી ધનનો લોભ ઘટે, સત્પષનો યોગ મળે, દાનધર્મમાં પ્રવૃત્તિ થાય, શરીરનું શાતાશીબિયાપણું ટળે અને વાત્સલ્ય તથા પ્રભાવનારૂપ ગુણો વૃદ્ધિ પામે.
(૫) નિયમિત સ્વાધ્યાય કરવાથી બુદ્ધિ વધે, તત્ત્વોનો નિર્ણય થાય, ક્રોધાદિ ભાવો ઘટવાથી આત્મા વિશુદ્ધ બને અને પૂર્વે થયેલા આચાર્યો અને સંતો પ્રત્યે બહુમાન આવે.
(૬) ત્રણે કાળમાં મુમુક્ષુઓ ખૂબ જ ઓછા હોય છે. આ કાળે ખરેખરા મુમુક્ષઓ અત્યંત વિરલ છે એવો અનુભવ થાય છે.
(૭) પૂર્વભવના કોઈ વિશિષ્ટ આરાધકને બાદ કરતાં, પારમાર્થિક દૃષ્ટિની પ્રાપ્તિ સ્વયં થવી પરમ દુર્લભ છે. જો પોતે પ્રામાણિક બને અને સંતનો પ્રત્યક્ષ યોગ આરાધે તો તેવી દૃષ્ટિ ક્રમે કરીને ઉદય પામે. આમ થવા માટે વિનય, ખંત, ધીરજ, સહનશીલતા આદિ ગુણોની આરાધના કરીને ઉત્તમ મુમુક્ષુપણું પ્રગટ કરવું જોઈએ.
(૮) સમયના સદુપયોગ પ્રત્યે અત્યંત જાગ્રત રહેવું જોઈએ. થોડો પણ સમય મળ્યે, તુરત તેને પરમાર્થ-સાધનામાં લગાડી દેવો જોઈએ.
(૯) સંતોનાં અને આચાર્યોનાં વચનો લખવાની ટેવ પાડવી. એક મોટા ચોપડામાં ચોખ્ખા અક્ષરે લાલ-લીલી શાહીથી શાંતિપૂર્વક પરમપ્રેમથી ગાથાઓ કે શ્લોકો પોતાને સમજાય તે ભાષામાં લખવા. એક વાર લખવાથી, દસ વાર વાંચ્યા જેટલો ફાયદો થાય છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
સહજવાણી ભા. ૨
૨
૭.
(૧૦) વિનયગુણની સામાન્ય આરાધના જો કે ઘણા મુમુક્ષુઓમાં જોવામાં આવે છે, પરંતુ સલ્લાસ્ત્રો પ્રત્યે જેટલો જોઈએ તેટલો અને જેવો જોઈએ તેવો વિનય દેખાતો નથી. જ્ઞાનીનાં વચનોને જ્ઞાની જેવું માન આપવાથી જ્ઞાનની વૃદ્ધિ થઈ ઉલ્લાસભાવ પ્રગટે છે અને લોકોમાં પણ એક ઉત્તમ શિષ્ટાચાર-પ્રણાલીનો ઉદ્ભવ થાય છે.
(૧૧) દયાનું સૂક્ષ્મ સ્વરૂપ વીતરાગદર્શનના માધ્યમથી જાણીએ તો મહાન લાભનું કારણ થાય. આવા સ્વરૂપની યથાર્થ સમજણ મહાજ્ઞાની દ્વારા જ ખરેખર પ્રાપ્ત થઈ શકે છે; છતાં બને તેટલો પ્રયત્ન કરવો યોગ્ય
(૧૨) શાસ્ત્ર-અધ્યયનની સાથે સાથે તત્ત્વચિંતનનો અભ્યાસ પણ. આવશ્યક છે. ચિંતન વગરનું વાચન વિંધ્ય તર સમાન છે અને જેને સાચું એકાંતચિંતન કરવાની ટેવ પડે છે તેના જીવનમાં અવશ્ય અનેક ગુણો ચરિતાર્થ થવા લાગે છે. મોક્ષાર્થે કરેલું તત્ત્વચિંતન આત્મશુદ્ધિનું સર્વોત્તમ સાધન જાણીએ છીએ, પણ આવા ચિંતનની દુwાપ્યતા પણ તેટલી જ પ્રસિદ્ધ છે.
(૧૩) જીવનશુદ્ધિથી ચિંતનશુદ્ધિ, ચિંતનશુદ્ધિથી ચિત્તશુદ્ધિ, ચિત્તશુદ્ધિથી ચિત્તસ્થિરતા, ચિત્તસ્થિરતાથી પરમ સમાધિ અને પરમ સમાધિથી પરમ આનંદથી પ્રાપ્તિ થાય છે. આ જાણે સામાન્ય ક્રમ કહ્યો. વિશેષ તો આત્માનુભવી ગુરુ પાસેથી જાણવો રહ્યો.
(૧૪) જ્યાં સુધી સાંપ્રદાયિક દૃષ્ટિનો આગ્રહ રહ્યા કરે છે અને તેમાં જ ગતાનુગતિકપણે વર્તન થયા કરે છે, ત્યાં સુધી વિચારોની નિર્મળતા ઉપર લક્ષ જતું નથી. હે સાધક ! ઘણાં વિધિ-વિધાન કરીને, ઘણી ક્રિયાઓ પાળીને. ઘણાં શાસ્ત્રો વાંચીને કે અન્ય સાધનાઓમાં પ્રવૃત્ત થઈને પણ આત્માની નિર્મળતા જ પ્રાપ્ત કરવાની છે. માટે દિનપ્રતિદિન પોતે પ્રાપ્ત કરેલી નિર્મળતાનું અંતરમાં વિશ્લેષણ કરવું જોઈએ, નહિ તો લક્ષની સિદ્ધિ થતી નથી.
(૧૫) જે સ્થળે પૂર્વે મહાત્માઓએ સંયમ-તપની આરાધના કરી હોય તેવાં પવિત્ર એકાંત સ્થાનોમાં, તીર્થક્ષેત્રોમાં અથવા જ્યાં સપુરુષોનો કે મુમુક્ષુઓનો પ્રત્યક્ષ સમાગમ સહજપણે પ્રાપ્ત થઈ શકે તેવી આશ્રમાદિ પરમાર્થસંસ્થાઓમાં વારંવાર રહેવાની ટેવ પાડવી જોઈએ. આવાં ક્ષેત્રોમાં સાધકને સહેજે સહેજે સાધનામાં પ્રેરણા મળે છે, કારણ કે અહીં
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૮
સાધક-સાથી
સંસાર-પ્રપંચની કે એવી બીજી નિરર્થક વાતો હોતી નથી. ઘનિષ્ઠ સ્વાધ્યાય-સાધના અને બ્રહ્મચર્યની વિશિષ્ટપણે સિદ્ધિ માટે પવિત્રતાનાં સ્પંદનોથી વ્યાપ્ત એવાં આ ક્ષેત્રોમાં નિવાસ કરવો માત્ર સહાયક જ નહિ, પણ અત્યંત આવશ્યક જાણીએ છીએ. પ્રાયશ્ચિત
(૧૬) પ્રાયશ્ચિત કહો, પ્રાર્થના કહો, આલોચના કહો કે પ્રતિકમણ કહો, મૂળ મુદ્દાની વાત એક જ છે અને તે એ કે પોતા વડે થયેલા દોષોને પ્રામાણિકપણે સદગુરુ કે પરમાત્મા સમક્ષ રજૂ કરવા, પોતાથી થયેલા દોષોની સાચા ભાવથી માફી માગવી અને પ્રાયશ્ચિત્તરૂપે તેઓ જે આજ્ઞા કરે તે દંડરૂપ ગ્રહણ કરવી, જેમ કે એક આહાર છોડી દેવો, એક રસ છોડી દેવો. અમુક રકમ દાનમાં આપવી કે ઇષ્ટમંત્રની ત્રણ માળાઓનો જાપ કરવો ઇત્યાદિ.
– ઈશ્વર પ્રત્યે સાચી સમર્પણતાના ભાવ સહિત માફી માગ્યા પછી તે દોષો થવાનો ખેદ વિસ્મૃત કરવો.
- ફરીથી તે દોષો ન થાય તેવો દૃઢ નિશ્ચય કરવો.
– જે સાધક સાચા દિલથી પોતાના દોષોની શુદ્ધિની પ્રાર્થના કરે છે તેને મહાન ફળની પ્રાપ્તિ થાય છે. આમ હોવાથી જ પૂર્વાચાર્યોએ પ્રાયશ્ચિતને અંતરંગ તપમાં ગણી તે વડે ઘણાં કર્મોની નિર્જરા થવી (એકદેશપણે આત્માથી કર્મો છૂટી જવાં તે) કહી છે.
– દરેક કક્ષાના સાધક માટે આ એક મહાન ઉપકારી સાધન છે. મહાન ફળની પ્રાપ્તિ હોવા છતાં એમાં કોઈ મોટું કષ્ટ વેઠવું પડતું નથી તેથી આપણે તેને અવશ્ય ગ્રહણ કરીએ. ધ્યાન
(૧૭) ધ્યાનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ થોડો સમય ભક્તિ-સ્વાધ્યાય કરવાં. પછીથી આસન પર સ્થિર થઈ શરીરને શિથિલ થવા દેવું.
- સદ્ગુરુ કે પરમાત્માના સ્વરૂપનું, તેમના ગુણોનું અને તેમના જીવનના બનાવોનું ઉલ્લાસભાવથી સ્મરણ કરવું.
– ઉત્તમ શ્લોકો, ગાથાઓ અને પદોનું ધીમે ધીમે ઉચ્ચારણ કરવું અને તેમાં વર્ણવેલા શુદ્ધ આત્મતત્ત્વના ગુણોનું ચિંતન કરવું. – આત્માને સ્થિર પ્રકાશમય જ્યોતિરૂપે ભાવીને તેના
For Private
Page #288
--------------------------------------------------------------------------
________________
સહજવાણી ભા. ૨
૨૬૯
ચૈતન્ય-આનંદથી મારું આખું શરીર વ્યાપ્ત થઈ રહ્યું છે, એવા ભાવમાં ટકતાં આનંદની લહેર ઊઠે છે.
- જે આનંદની લહેર ઊઠી તેમાં પણ ચિત્તને ન જોડીને જો તેના માત્ર જાણકાર – દેખનાર તરીકે રહેવાનો પ્રયત્ન જારી રાખવામાં આવે તો નિર્વિકલ્પ આત્મરસનો આસ્વાદ આવતાં સમાધિભાવ પ્રગટે છે.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે,
શુદ્ધતામેં સ્થિર હૈં, અમૃતધારા બરસે, જ્ઞાનદાન અને સમાજશાંતિ
(૧૮) દાનધર્મની અનેકવિધ પ્રવૃત્તિઓ આપણા સમાજમાં દેખાય છે, પરંતુ જ્ઞાન આરાધનામાં સહાયક થાય તેવી દાનપ્રવૃત્તિ પ્રમાણમાં ઓછી દેખાય છે. જ્ઞાનદાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે –
(અ) ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સુસંબદ્ધ સંપાદન હિંદી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી વગેરે ભાષાઓમાં કરીને તેવા ગ્રંથો સ્વદેશ અને પરદેશોનાં બધાં મોટાં ગ્રંથાલયોમાં મોકલવા જોઈએ.
(બ) નિવૃત્તિક્ષેત્રોમાં રહેતા સાધક, બ્રહ્મચારી વગેરે પુરુષોને ઉત્તમ ગ્રંથો વિનામૂલ્ય વાંચવા મળે તેવો પ્રબંધ કરવો જોઈએ.
(ક) કેટલાક હસ્તલિખિત ગ્રંથોને પોતાની અંગત સંપત્તિ માનનારા ગ્રંથભંડારના વ્યવસ્થાપકોએ તે ગ્રંથોની ફોટોસ્ટેટ કૉપીઓ કરવાની પરવાનગી આપી પ્રકાશક સંસ્થાઓના કાર્યમાં સહકાર આપવો જોઈએ, નહિતર અમૂલ્ય ગ્રંથો ઉંદર-ઊધઈના પેટમાં જશે અને પૂર્વાચાર્યોની દિવ્ય અનુભવવાણીનો કાયમને માટે વિયોગ થઈ જશે.
(ડ) વર્તમાન સમાજરચના અને ભૌતિક સમૃદ્ધિની ઝાકઝમાળ જોઈને બુદ્ધિમાન વિદ્યાર્થી અર્થોપાર્જન કરાવવાવાળી ડિગ્રીઓને પ્રાપ્ત કરવા પ્રત્યે જ ઉદ્યમવંત છે. આ પ્રણાલિકાને સમયસર સુયુક્તિ વડે અને સુવ્યવસ્થિત આયોજનથી નવી દિશામાં ઝોક આપવો જોઈએ. દર્શનશાસ્ત્રમાં તથા આધ્યાત્મિક અને નીતિસદાચાર સંબંધી વિષયોમાં એમ.એ. અને પીએચ.ડી. કરનારને ખાસ સુવિધાઓ આપવી જોઈએ અને આ કાર્યમાં સફળતા મેળવવા માટે ધર્માચાર્યો અને પ્રબુદ્ધ સંતોની સમાજ પરની વગનો ઉપયોગ કરવો જોઈએ.
લોકોમાં આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યે રુચિ ઊપજે તેવા પ્રયત્નો
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦
તથા ચલચિત્રોના નિયામકોએ
સાધુ-સંતોએ, શિક્ષણ-સંસ્થાઓના વ્યવસ્થાપકોએ અને રેડિયો-ટેલિવિઝન સૌએ ભેગા થઈને કરવા જોઈએ. જો આમ કરવામાં આવે તો જ અધ્યાત્મપ્રધાન ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ થઈ શકે અને સમાજમાં પણ શાંતિ, પરોપકાર, સત્યમય જીવન, સાદગી અને પરસ્પર પ્રેમનું વાતાવરણ સર્જાય અને મહાત્મા ગાંધીજીના સ્વપ્નનું ભારત સાકાર બને.
-
સાધક-સાથી
Page #290
--------------------------------------------------------------------------
________________
આત્મભાવના
આત્માનો જેવો મૂળ સ્વભાવ છે તેને અનુરૂપ વિચાર કરવો, મનન કરવું, સ્મરણ કરવું, મંથન કરવું, નિશ્ચય કરવો, અનુપ્રેક્ષા કરવી – આ સઘળું આત્મભાવનાના નામથી ઓળખાય છે. ટૂંકમાં કહીએ તો આત્મભાવના એટલે આત્માની ભાવના. જે ભાવનાનું લક્ષ અથવા મધ્યબિંદુ શુદ્ધાત્મતત્ત્વ હોય તેવી આત્માને શુદ્ધ કરવાના આશયથી ભાવવામાં આવતી સઘળી વિચારસરણી તે આત્મભાવના જ છે.
હવે અહીં આત્મભાવનાની આરાધના બાબત વિશેષ એ ખ્યાલમાં રાખવાનું છે કે જેનું સ્મરણ-મનન કરવું હોય તેનું સર્વતોમુખી જ્ઞાન આવશ્યક છે, કારણ કે જેનાં ગુણ-લક્ષણાદિને બરાબર ન જાણતા હોઈએ તે પદાર્થનો ભાવ આપણને ભારે નહિ કે આપણું ચિત્ત તેમાં ચોટે નહિ. જેમાં ચિત્ત ચોટે નહિ તેની વિચારણા કેવી રીતે લંબાવી શકાય ? અથત આત્માના પરિજ્ઞાન વિના આત્મભાવના યથાયોગ્યપણે બની શકતી નથી.
મૂળદૃષ્ટિએ વિચારતાં આત્મા શુદ્ધ, શાશ્વત, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી અને જ્ઞાતા-દ્રાપણે રહેવાના સ્વભાવવાળો છે એમ લક્ષણ વડે જાણીને, જડ, ક્ષણભંગુર અને મલિન એવા આ દેહથી તેનું સ્પષ્ટ રીતે ભિન્નપણું જાણવું જોઈએ. આમ એક જગ્યાએ રહ્યા હોવા છતાં દેહ અને આત્મા, વસ્ત્ર અને શરીર અથવા મ્યાન અને તલવાર કે તલ અને તેલની જેમ જુદા છે, એવો અફર નિર્ધાર આત્મભાવના ભાવવા માટે આવશ્યક છે. ઘાંચીએ જેમ ઘાણી ચાલુ કરતાં પહેલાં જ તલ અને તેલનું જુદાપણું પોતાની માન્યતામાં નક્કી કરી નાખ્યું છે અને માવો બનાવનાર કંદોઈને જેમ દૂધ સગડા પર ચડાવતાં પહેલાં જ દૂધ અને પાણીનો સ્વભાવ જુદો છે એવો નિરધાર કરી લીધો છે તેમ યથાયોગ્ય ભેદજ્ઞાનની પ્રક્રિયાના અભ્યાસ દ્વારા (આત્મભાવનાના અભ્યાસ દ્વારા) દેહ અને આત્માના જુદાપણાનો અનુભવ થઈ શકે છે, એવો બુદ્ધિ દ્વારા મુમુક્ષુ નિશ્ચય કરી લે છે. આ અભ્યાસને તત્ત્વપરિજ્ઞાન કહેવામાં આવે છે અને તેનો અર્થ, વસ્તુનું યથાર્થ સ્વરૂપ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સાધક-સાથી
જાણીને તેનો નિર્ણય કરવો - એવો થાય છે.
હવે, દેહાદિથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું આત્મા છું એવી શ્રદ્ધા અને નિર્ણય પાકાં થાય તે માટે, તેવો નિર્ણય જેમને થઈ ગયો છે તેવા સંતપુરુષનો સમાગમ વારંવાર કરવો જોઈએ અને તેમની પાસેથી પ્રાપ્ત થયેલા બોધને વારંવાર પાકો કરવો જોઈએ. આમ, જ્યારે સત્સંગ અને સધ્ધોધની આરાધનાથી ગુણોનો આવિર્ભાવ થાય છે ત્યારે તેનું સાધકપણું સુસ્થિત થાય છે અને તેની દિનચર્યામાં સાત્ત્વિક ભાવોની વૃદ્ધિ થાય છે. ઉપરોક્ત ગુણો પ્રગટ થવાની સાથે હવે તેની જીવનચર્યામાં અમુક પ્રકારની સાધના નિયમરૂપે ગોઠવાઈ જાય છે. આ પ્રમાણે સ્વાધ્યાય, પ્રભુભક્તિ, દાનવૃત્તિ, તત્ત્વવિચારણા, સંત-સમાગમ આદિ જેમ જેમ સ્થિરપણાને પામતાં જાય છે તેમ તેમ આત્મભાવના વૃદ્ધિ પામતી જાય છે.
આત્મવિચાર, આત્મસ્મરણ, આત્મધ્યાન અને આત્મઅનુભવ એમ સામાન્ય રીતે ચાર પ્રકારે આત્મભાવનાની સાધનાની પરિપક્વતાની શ્રેણીઓ છે. આ પ્રકારની આત્મભાવનાની સાથે સાથે પ્રભુ અને સદ્ગુરુના સ્વરૂપની અને તેમના ગુણોની પણ આરાધના કરવાની જરૂર છે. શુદ્ધ આત્મભાવનામાં તો નિરંજન-નિરાકર-સચ્ચિદાનંદસ્વરૂપ, જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવવાળા આત્માની ભાવના કરવાની છે, પણ આમ કરવું સામાન્ય સાધકને માટે વિકટ છે, તેથી વીતરાગ-સર્વજ્ઞ જ્ઞાન-આનંદમાં સર્વથા લીન એવા ભગવાનનું અથવા દેહધારી-સદ્ગુણસંપન્ન-કરુણાવતાર-જ્ઞાનાવતાર આત્મારામી ગુરનું સ્મરણ કરવાથી ચિત્તને પુષ્ટ અને સાત્ત્વિક આલંબન મળે છે અને ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વધે છે. આમ થયે, ક્રમે કરીને આત્મભાવના ભાવવાની શક્તિ પેદા થાય છે. આ પ્રમાણે, કોઈ વાર આલંબન સહિતની આત્મભાવના અને કોઈ વાર આલંબન વગરની આત્મભાવના, એમ સતત અભ્યાસ કરવાથી આત્મધ્યાનની ભૂમિકામાં પ્રવેશ થાય છે. જેને થોડું થોડું પણ આવું આત્મધ્યાન કોઈ કોઈ વાર થાય છે તેવા મહાન સાધકને કોઈ એક વાર આત્માનો અનુભવ થઈ જાય છે અને
જ્યારે આમ બને ત્યારે જ અજ્ઞાન-અવિદ્યાની ગ્રંથિનો ઉચ્છેદ થઈ, જ્ઞાનજ્યોતિનું પ્રાગટ્ય થઈ, આત્માનંદની એક અપૂર્વ-અદૂભૂત લહેર ઊઠે છે. જેનાથી સાધક, સંત બની જાય છે અને તેના જીવનની સમસ્ત પ્રવૃત્તિઓમાં દિવ્યતા-સાહજિકતા દૃષ્ટિગોચર થાય છે તથા અનેક લૌકિક અને લોકોત્તર ગુણો તેના જીવનમાં પ્રગટ થઈ જાય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
આત્મભાવના
૨૭૩
આત્મભાવનાના અભ્યાસીઓએ ઉપયોગી થાય એવાં કેટલાંક ઉત્તમ પદોના નમૂનાઓ નીચે ઉદ્ધત કરીએ છીએ, જેનું અવલંબન લેવાથી આત્મભાવનાની સારી એવી ઊંચી શ્રેણીને પ્રાપ્ત થયાનો અમારા જીવનમાં અનુભવ થયો છે : (૧) આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ,
અપૂર્વ વાણી પરમશ્રુત સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૨) વિષયોની આશા નથી જેને સામ્યભાવ ધન ધારે છે,
નિજપરના હિતસાધનમાં નિશદિન તત્પરતા રાખે છે,
સ્વાઈત્યાગની કઠિન તપસ્યા ખેદરહિત થઈ સેવે છે,
તેવા સાધુ-જ્ઞાની ગતના દુઃખસમૂહને છેદે છે. (૩) આગમ વિષે કૌશલ્ય છે ને મોહદૃષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ ચરિતારૂઢ છે તે મુનિ-મહાત્મા ધર્મ છે. (૪) નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચવિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; કલેશનાં કારણ જેણે નિર્મળ કર્યા છે, અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતદૃષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૫) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર,
એ ભાવે શુભભાવના, તે ઊતરે ભવપાર. (ડ) હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે ! (૭) મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે,
બાકી બીજા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. (૮) સૌ ભૂતમાં સમતા મને કો સાથે વેર મને નહિ,
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. (૯) નિજ ભાવને છોડે નહિ પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે જુએ છે તે જ હું છું એમ જ્ઞાની ચિંતવે. (૧૦) એ રીતે તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને,
પરિવજું છું હું મમત્વ, નિર્મમભાવમાં હું સ્થિર રહું. (૧૧) જે દૃશ્ય તે સ્વરૂપ નથી, અદૃશ્ય સ્વરૂપ મ્હારું, સ્વબુદ્ધિ છોડી આ સહુમાં, નિજ ચેતન શરણ ગ્રહું.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૪
(૧૨) આતમ-અનુભવ-જ્ઞાનમાં, મગન ભયા અંતરંગ, વિકલ્પ સવિ દૂરે ગયા, નિર્વિકલ્પ રસરંગ. (૧૩) શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કૈલિ રે, શુદ્ધતામેં સ્થિર હૈ, અમૃતધારા બરસે. (૧૪) ખાતાં પીતાં પહેરતાં, સૂતાં બેઠાં સાર,
પ્રીતમ ચિત્ત તજીએ નહિ એક આત્મતત્ત્વવિચાર. (૧૫) વસ્તુ વિચારત ધ્યાવહૈં મન પાવૈ વિશ્રામ, રસસ્વાદ સુખ ઊપજૈ અનુભવ યાકો નામ.
(૧૬) શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવો નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ-સ્ત્રી-પુત્ર આદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાદ્વેષનો ક્ષય થાય.
ઉપસંહાર
શાંત-એકાંત ધર્મસ્થાનકોમાં અને પવિત્ર તીર્થધામોમાં વારંવાર જ્ઞાનાધ્યાનનો અભ્યાસ કરતા સત્પુરુષોનો સંગ અને સિદ્ધાંત અને અધ્યાત્મનાં શાસ્ત્રોનું વારંવાર વાચન-સ્મરણ-મનન આ બે વસ્તુઓ ભક્તિ-વિનયપૂર્વક આરાધતાં અલ્પકાળમાં આત્મભાવનામાં સારી એવી સફળતા પ્રાપ્ત થાય છે. માટે સાધકોને આ શ્રેણી અપનાવવા દૃઢપણે અનુરોધ છે. ૐ શુભમસ્તુ, સત્સંકલ્પોડસ્તુ.
સાધક–સાથી
આત્મભાવનાનાં જીવંત દૃષ્ટાંતો [૧]
આ સદીના પ્રારંભમાં થયેલા એક મહાન યોગીની આ ભાવનાઓ છે. તે વખતે તેમની શરીર-અવસ્થા મધ્યપચીસીની હતી. અંતરમાં નિરંતર ધર્મ-આરાધનાની તીવ્ર ઝંખનાવાળા આ યુવાને ત્યાગી જીવન અંગીકાર કરતાં પહેલાંનાં ચાર-પાંચ વર્ષો દરમિયાન કેવી કેવી ભાવનાઓ ભાવી હતી તે પ્રેરક છે, શ્રેયરૂપ છે, અનુકરણીય છે અને તેથી ઉલ્લેખનીય છે ઃ
(અ) ત્રોટક છંદ :
પલ પલ ક્ષણ ક્ષણ પ્રભુ દેવ સ્મરું નિર્મલ મન-વચ-તનુ નિત્ય .
Page #294
--------------------------------------------------------------------------
________________
આત્મભાવના
સુખમાં દુઃખમાં સમ ભાવ ધ. મનતનવચથી શુદ્ધ કાર્ય કર્યું. મનડું પ્રભુપ્રીત થકી જ ભરું, ભવસાગરને ઝટ પાર કર્યું. નિજ આતમની ઝટ શુદ્ધિ કરું. પરમાતમ પદ ઝટ શુદ્ધ વવું.
૨
(બ) સારું અને સત્ય તો જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરવું જોઈએ. ગચ્છભેદથી કોઈ આત્મજ્ઞાની ઉત્તમ મુનિનાં પૂજા-સ્તવનમાં પક્ષપાત દર્શાવવો ઉચિત નથી.
૨૭૫
૧
(ક) મને જે સત્ય જણાશે તે દુનિયાને જણાવીશ. ઇન્દ્રની પદવી કરતાં આત્માના ધર્મને મહાન ગણીશ. આત્મધર્મ પ્રગટાવવા પરમ પુરુષાર્થ કરીશ. ઉત્તમ બ્રહ્મચર્ય ધારીશ. જુવાન સ્ત્રી, બાળા સાથે ખાનગી પિરચયમાં નહિ આવું. રાગદૃષ્ટિ પેદા થાય તે રીતે જાહેરમાં પણ કોઈ સ્ત્રી સાથે વાત કરીશ નહિ.
(ડ) સત્ય દેવ, સાચા ગુરુ અને સત્યધર્મનું મને સમ્યાન થયું છે. ગમે તેવા સંયોગોમાં સમ્યદૃષ્ટિનો ઉપયોગ રાખીશ. અનેક પ્રકારના અજ્ઞાની મનુષ્યો પર ક્રોધ, ક્લેશ કે અરુચિ નહિ ધરું. સાત નયોની અપેક્ષાએ અનેક દર્શન-ધર્મશાસ્ત્રોમાંથી સાપેક્ષિક સત્ય ગ્રહણ કરીશ અને અસત્યને અસત્યરૂપે જાણીશ.
(ઇ) ત્યાગઅવસ્થાની આત્માનો શુદ્ધોપયોગ ધારણ કરવામાં ઘણી સહાય મળશે અને નિરુપાધિક દશા પ્રાપ્ત થશે. હવે હું મારા આત્માના સ્વરૂપમાં રમીશ અને સર્વ વિશ્વજીવોની દયા પાળીશ."
આ મહાન યોગી તે ગુજરાતના મહુડી સંસ્થાના આદ્યપ્રણેતા શ્રીબુદ્ધિસાગરસૂરિ મહારાજ.
[૨]
આ સદીના પ્રારંભમાં અમદાવાદમાં એક પ્રસિદ્ધ મહાત્મા થઈ ગયા. નાની ઉંમરમાં લીધેલા ગૃહત્યાગથી, ઉત્કટ વૈરાગ્યથી, સત્સંગથી, અભ્યાસથી અને નિઃસ્પૃહતાથી તેઓએ બે દાયકામાં તો સમસ્ત ગુજરાતના એક મહાન સંત અને લોકોપકારી પુરુષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જો કે સત્સમાગમ, પ્રવચન અને ઉપકારવૃત્તિને લીધે તેઓને લોકોનો પ્રસંગ પણ ઘણો રહેતો, છતાં વચ્ચે વચ્ચે જ્યારે સમય મળે ત્યારે તેઓ એકલા કેમ્પના
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭
હનુમાન તરફ, ભીમનાથના આરે, ખડ્ગધારેશ્વરની ઝાડીમાં અથવા કોટેશ્વરની ઝાડી વગેરે એકાંત સ્થળોમાં ધ્યાન કરવા ચાલ્યા જતા.
સાધક–સાથી
એક દિવસ દૂધેશ્વરના ઘાટ પાસેના કાશ્મીરી મહાદેવના ઓટલા પર સાંજના સાત-આઠ વાગ્યાના સુમારે તેઓ ગયા અને બહાર ઓટલા પર બેસીને પ્રભુસ્મરણ કરવા લાગ્યા. કોઈ સંન્યાસીને આ વાતની જાણ થતાં ત્યાંના મહારાજ પાસેથી ગોદડી લઈ રાત્રે વાપરવા માટે આપી. મહારાજ તો પ્રભુસ્મરણમાં મસ્ત હોવાથી તેમનું તે તરફ ધ્યાન ગયું નહિ. સવારે ત્યાંના અધિષ્ઠાતા આત્માનંદ સ્વામી બહાર નીકળ્યા અને જોયું તો આ મહાત્માને જોયા. તુરત તેઓ મહારાજશ્રીની પાસે પશ્ચાત્તાપ લેવા તૈયાર થઈ ગયા પણ આ મહાત્માને ક્યાં મોટાપણું હતું. તેમની લગન તો પ્રભુસ્મરણમાં આત્મ-સ્મરણમાં જ મુખ્યપણે હતી, તેથી તેવું કોઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી એમ જણાવી ઊલ્ટું પ્રભાતમાં આપનાં દર્શન થવાથી મને પ્રસન્નતા થઈ’ એમ તેમણે પ્રત્યુત્તર વાળ્યો.
આ મહાત્મા તે ગુજરાતના પ્રસિદ્ધ સંત શ્રી સરયુદાસજી મહારાજ. [૩]
યુરોપમાં સ્ટીવન નામના એક ધાર્મિક પુરુષ થઈ ગયા. તેઓ અતિ ઉદાર, નિર્ભય, ન્યાયપરાયણ અને સત્યનિષ્ઠ હતા. તેમના મિત્રોએ એક વખત તેમને પૂછ્યું : “ધર્મદ્રોહી પુરુષો તમારા ઉપર હુમલો કરે તો તમે શું કરો ?” તેમણે કહ્યું, “હું મારા મજબૂત કિલ્લાની અંદર સુરક્ષિતપણે બેસી રહીશ.”
આ વાત તેમના શત્રુઓને કાને પહોંચી. લાગ જોઈને જ્યારે એક દિવસ તેઓ એકલા જતા હતા ત્યારે તેમને ઘેરીને તેઓ બોલ્યા, “ગુરુજી ! બતાવો, હવે તમે ક્યાં જવાના છો ? તમારો કિલ્લો ક્યાં છે ?” આ સાંભળી મહાત્માએ પોતાની છાતી ઉપર હાથ મૂકી કહ્યું, “આ મારો અભેદ્ય કિલ્લો છે. તમે શસ્ત્રો વડે કરીને આ ક્ષણભંગુર શરીરને કાપી નાખી શકશો, પણ અંતરમાં રહેલી નિર્મળ આત્મજ્યોત તો તમે કોઈ પણ રીતે બુઝાવી શકો તેમ નથી. હવે હું મારા આ અભેદ્ય કિલ્લામાં પ્રવેશ કરું છું. તમારે જે કરવું હોય તે કરો.” આમ કહી તેઓ ધ્યાનમગ્ન થઈ ગયા.
આવી નિર્ભયતા, તેજસ્વીતા અને આત્મવિશ્વાસપૂર્વકની ધાર્મિક વૃત્તિ જોઈ શત્રુઓ વિસ્મયચકિત થઈ ચાલ્યા ગયા અને મનમાં તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઈ.સ. ૧૦૫૮માં આ મહાત્માનો દેવિલય થયો.
Page #296
--------------------------------------------------------------------------
________________
“આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે”
Page #297
--------------------------------------------------------------------------
________________
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર-ખંડ
Page #299
--------------------------------------------------------------------------
________________
Page #300
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવ
પ્રશ્ન : ૧ મનુષ્યભવ એટલે શું ? ઉત્તર : ૧ મનુષ્યના આકારવાળા આ શરીરમાં જેટલો સમય રહેવાનો
આપણને પરવાનો મળ્યો છે તે આપણો વર્તમાન મનુષ્યભવ છે. પ્રશ્ન : ૨ મનુષ્યભવ કેવી રીતે મળે છે ? ઉત્તર : ૨ અનેક પ્રકારની યોનિઓમાં ભટકતો ભટકતો આતમાં
મહાપુણ્યના યોગે મનુષ્યભવને પ્રાપ્ત કરી શકે છે. આથી જ જ્ઞાનીપુરુષોએ મનુષ્યભવનું દુર્લભપણું અને મહત્ત્વ સમજાવ્યું
છે. જેમ કે “બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.” પ્રશ્નઃ ૩ શું મનુષ્યભવ બધાનો એકસરખો છે ? ઉત્તરઃ ૩ ના. જે સાચા મનુષ્યપણાને સમજે તે સાચો મનુષ્ય થઈ શકે.
આવી સમજણ સામાન્ય લોકોમાં ભાગ્યે જ જોવામાં આવે છે. તેથી માણસ ઘણુંખરું પોતાના સંજોગો પ્રમાણે પોતાને જુદા જુદા રૂપે માનવા લાગે છે, એટલે કે પોતાને સ્ત્રી, પુરુષ, યુવાન, વૃદ્ધ, બાળક, ડૉક્ટર, વકીલ, વેપારી, ઉદ્યોગપતિ, ઇજનેર, કાળો,
ગોરો, ગરીબ, ધનવાન, ખેડૂત, સુથાર, લુહાર વગેરે રૂપે માને છે. પ્રશ્નઃ ૪ તો સાચું મનુષ્યપણું કોને પ્રાપ્ત થાય છે? ઉત્તર : ૪ જેના વડે સાચું મનુષ્યપણું પ્રાપ્ત થાય છે તે તો વિવેક છે. વિવેક
વડે પોતે મનુષ્ય શરીરમાં રહેલો એક અવિનાશી, ચૈતન્યસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટારૂપે રહેવાના સ્વભાવવાળો પદાર્થ છે એમ જાણી તે મૂળ પદાર્થના વિકાસ અર્થે પ્રયત્ન કરે તો તેવા જીવને સાચું
મનુષ્યપણું પ્રાપ્ત થાય. પ્રશ્ન : ૫ મનુષ્યપણાનું સાચું ફળ શું છે ? ઉત્તરઃ પ ફરીથી કોઈ દેહ ધારણ જ ન કરવો પડે એટલે કે જન્મ-જરા-મરણ,
તથા આધિ-વ્યાધિ-ઉપાધિનો સંબંધ જ ન થાય એવી અદ્ભુત સહજ આનંદની દશા વિવેક-વૈરાગ્યની યથાર્થ સાધના વડે પ્રગટ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ક૨વી તે જ મનુષ્યપણાનું સાચું ફળ છે.
પ્રશ્ન; ; અમે તો ખાવું-પીવું, હરવું-ફરવું, મોજ-મજા કરવી તેને જ મનુષ્યભવનું સફ્ળપણું માનીએ છીએ, તેનું કેમ ?
ઉત્તર ઃ ૬ તમો તેમ વિચારી શકો છો, પરંતુ આ બધી વાત તો પશુઓમાં પણ જોવામાં આવે છે. જો તે પ્રમાણે વર્તવામાં આવે તો પશુપણાથી મનુષ્યપણાની શું વિશેષતા ? સામાન્યપણે જે કાર્ય પશુ આદિ નથી કરી શકતાં એવું પોતાના સાચા સ્વરૂપની ઓળખાણનું અને સાચા આનંદની પ્રાપ્તિનું કાર્ય જો આપણે કરીએ તો જ આપણને પ્રાપ્ત થયેલા મનુષ્યભવનું સાચું સફળપણું સિદ્ધ થયું કહેવાય, એટલે કે તેનું ખાસ પ્રયોજન (Special mission) સિદ્ધ થયું કહેવાય. સાચા જ્ઞાનની ઉપાસના કરવી તથા પોતાની શક્તિ છુપાવ્યા વગર સંયમની આરાધનામાં લાગવું આ બે મનુષ્યભવની સફળતાના આધારસ્તંભ કહ્યા
છે.
પ્રશ્ન : 9
સાધક–સાથી
સંસારનાં બધાં કાર્યો પૂરાં કરીને પછી જ ધર્મની આરાધના ઘડપણમાં કરવાની છે ને ?
ઉત્તર : ૭ ના. બાળપણમાં જ ધર્મના ઉત્તમ સંસ્કાર પાડવા જોઈએ. પરોપકાર, સેવા, સાદાઈ, સહનશીલતા, સમૂહમાં સંપભાવના, તત્ત્વનો અભ્યાસ અને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિ-ભાવના સંસ્કાર બાળપણથી જ પાડીએ તો યુવાવસ્થા કે પ્રૌઢાવસ્થામાં તે ઉત્તમ ફળ આપી જીવનને સાત્ત્વિક અને તાત્ત્વિક આનંદથી ભરી દે છે. નહિ તો ઘડપણમાં આવા સાચા ધર્મની આરાધના મુખ્યપણે થઈ શકતી નથી. માત્ર કુળધર્મની થઈ શકે, પણ કુળધર્મ અને આત્મધર્મ એક નથી.
પ્રશ્ન ઃ ૮ આપણે આ મનુષ્યભવમાં કેમ વર્તવા યોગ્ય છે ?
ઉત્તર ઃ ૮ સાધકોએ પોતાને મળેલા બધા સમયનો ખૂબ સાવધાનીથી સદુપયોગ કરવાનો છે. જો કે આ મનુષ્યનું શરીર મળ, મૂત્ર, કફ, લોહી, માંસ, હાડકાં, ચરબી વગેરે અપવિત્ર વસ્તુઓથી ભરેલું છે, છતાં જ્યાં સુધી આ શરીરનો યોગ છે ત્યાં સુધી મોક્ષરૂપી ઉત્તમ કાર્ય કરી શકવાની સર્વોત્તમ તક છે. આ ભવમાં આત્મજ્ઞાન, મુનિપણું, આચાર્યપણું અને વિશિષ્ટ પરોપકારીપણું
Page #302
--------------------------------------------------------------------------
________________
મનુષ્યભવ
૨૮૩
સિદ્ધ કરી શકાય છે. માટે આ દેહમાં રહેવાનો પરવાનો રદ થઈ જાય તે પહેલાં જ આવાં ઉત્તમ કાર્ય કરી લેવાનો મહાન ઉદ્યમ
બની શકે તે પ્રમાણે વર્તવું યોગ્ય છે. પ્રશ્ન : ૯ મનુષ્યભવનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. ઉત્તરઃ ૯ (૧) ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સુમિરનકો ચાવ,
નરભવ સફલો વો કરે, દાન, શીલ, તપ ભાવ. (૨) બંદે તું કર બંદગી, તો પાવૈ દીદાર;
ઔસર માનુષ જનમકા, બહુર ન વારંવાર. (૩) અંજલિકો નિર જૈસે જાવત શરીર તૈસે;
ધરે અબ ઘીર કૈસે બીતત તમામ હૈ જિંદગી સુધાર બંદે યહી તેરો કામ હૈ, માનુષકી દેહ પાયી, પ્રભુસે ના પ્રીત લાયી, વિષયોકે જાલ માંહિ ફસિયા નિકામ હૈ
જિંદગી સુધાર બંદે યહી તેરો કામ હૈ. (૪) જે મૂર્ણ પુરુષ આ દુર્લભ માનવભવને પામીને પણ યત્નપૂર્વક ધર્મનું આચરણ કરતો નથી તે પ્રમાદથી ચિંતાતુર થઈને પોતાને મળેલા રત્નચિંતામણિને સમુદ્રમાં ફેંકી દેનારો (અવિચારી) છે.
(૫) મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય આત્મદર્શન છે અને તેની સિદ્ધિનો મુખ્ય અને એકમાત્ર ઉપાય પરમાર્થષ્ટિ સહિત જીવમાત્રની સેવા કરવી તે છે.
(૬) મનુષ્યનું સાચું જીવન ત્યારે શરૂ થાય છે, જ્યારે તે અનુભવે છે કે શારીરિક જીવન અસ્થિર છે અને તેનાથી સાચો સંતોષ પ્રાપ્ત થઈ શકતો નથી.
(૭) જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે, જ્યાં સુધી ઘડપણ દૂર છે, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાઈ ગઈ નથી અને જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થયું નથી, ત્યાં સુધીમાં જ વિવેકી મનુષ્ય આત્મકલ્યાણ અર્થે મહાન પ્રયત્ન કરવો જોઈએ. ઘરને આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસવું તે કેવી મૂર્ખતા. ગણાય ?
(૮) દુરન્ત અને સારવર્જિત આ અનાદિ સંસારમાં ગુણસહિત મનુષ્યપણું જીવનને દુષ્પાપ્ય અર્થાત્ દુર્લભ છે. હે આત્મન ! તેં જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્યજન્મ સિવાય
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સાધક-સાથી
અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. આ કારણથી આ ઉપદેશ છે.
(૯) સંસારમાં ચાર વસ્તુઓ પામવી જીવને પરમ દુર્લભ છે ઃ મનુષ્યપણું, સત્શાસ્ત્રનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમ ગ્રહણ કરવાનો પુરુષાર્થ.
(૧૦) ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં, આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે.
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહિ તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો !
Page #304
--------------------------------------------------------------------------
________________
વિવેક
પ્રશ્નઃ ૧ વિવેક એટલે શું? ઉત્તરઃ ૧ સામાન્યપણે વિવેક એટલે વિશેષપણે વિચારવાની શક્તિ. અહીં
સાધકની અપેક્ષાએ મારા આત્માને શું હિતકર છે અને શું અહિતકર છે એમ વિચાર દ્વારા યથાર્થપણે નક્કી કરવું તે વિવેક
છે.
પ્રશ્ન : ૨ વિવેકની વ્યવહારજીવનમાં ઉપયોગિતા છે ? ઉત્તરઃ ૨ હા. શું ખાવું, શું પીવું, શું પહેરવું-ઓઢવું, કેવી રીતે વાતચીત
કરવી, કેટલા પૈસા ખર્ચવા, કોની સોબત કરવી, કોનો ક્યાં કેવી રીતે વિનય-સત્કાર કરવો એ ઈત્યાદિ કાર્યોમાં વિચારપૂર્વક વર્તવું યોગ્ય છે. વ્યવહારજીવનમાં આવા વિવેકસહિત વર્તવાથી
માણસ સજ્જન, માનવતાવાદી અને સગુણસંપન્ન થાય છે. પ્રશ્ન : ૩ પરમાર્થજ્ઞાનમાં વિવેકનું મહત્ત્વ કઈ રીતે છે ? ઉત્તર : ૩ પરમાર્થમાર્ગનું તો મૂળ જ વિવેક છે. જ્યાં સુધી વિવેક ઉદય ન
પામે ત્યાં સુધી સાધકે મોક્ષમાર્ગમાં ચાલવાનું ખરેખર શરૂ કર્યું નથી. પ્રાથમિક ભૂમિકામાં આરૂઢ થયેલા મુમુક્ષુએ પોતાની
દૈનિક ચર્યાને વિવેકપૂર્ણ બનાવવાની છે. આ સત્સંગ છે, આ કુસંગ છે, આ ગ્રંથ લાભદાયી છે. આ ગ્રંથ નિરર્થક છે, આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે, આનાથી પ્રમાદ વધશે, આનાથી પ્રમાદ નહિ થાય, આ પ્રસંગમાં જવાથી રોગ વર્ધમાન થશે. આ પ્રસંગથી વૈરાગ્યને પોષણ મળશે, આ ચામડાની વસ્તુઓનો વપરાશ, રાત્રિભોજન, પાણી યત્ના. વગર ગમે ત્યાં ઢોળવું વગેરે સ્થળ હિંસાનાં કારણો છે, સિનેમા-નાટક, ગપ્પાં મારવાં, નિંદા કરવી, અશ્લીલ શબ્દો બોલવા વગેરેથી સમયનો દુર્વ્યય છે. પોતાની બડાઈ કરવી, હદ ઉપરાંત ખાવું કે ઊંઘવું, વ્યસનોનું સેવન, ખાસ કારણ વગર કલબ વગેરેમાં જવું, ચુસ્ત-રંગબેરંગી વસ્ત્રો પહેરવાં, વડીલ-વિદ્વાન-સંત-મુનીશ્વરાદિનો સત્કાર-વિનય ન કરવો, સારી ટેવો ન
પાડવી વગેરે સ્વચ્છેદવૃત્તિનાં દ્યોતક છે. આમ વિવિધ પ્રકારે અંતર્વિચારણા
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સાધક-સાથી
કરીને જીવન ઉન્નત બને તેમ વર્તવું તે સાધકના જીવનમાં વિવેકપૂર્ણ દૃષ્ટિ ઉદય પામ્યાનું સૂચન કરે છે અને તેથી તે અવશ્ય કર્તવ્ય છે.
આગળની ભૂમિકામાં મારો આત્મા કેવી રીતે વર્તી રહ્યો છે? હું જે શ્રદ્ધી રહ્યો છું અને જાણી રહ્યો છું તેથી મારો આત્મા બંધનને પામશે કે બંધનથી છૂટશે ? આમ વારંવાર સમયે સમયે અને પ્રસંગે પ્રસંગે જે પોતાના વર્તનની ચકાસણી કરી, પૃથક્કરણ કરી જેમ પોતાને મોહ-મમતા ઘટે અને વિવેક-સમતા વધે તેમ વર્તે તે જીવને ક્રમે કરીને જીવનમાં વિવેક ઉદય થાય છે. પ્રશ્ન : ૪ આવા વિવેકની આરાધનાનો ક્રમ કેવી રીતે અંગીકાર કરવો ? ઉત્તર : ૪ વિવેકની આરાધના દ્વારા મોહ-મમતાનો નાશ કરવો તે સાધકનું
લક્ષ છે. તે મોહનો નાશ બે પ્રકારના વિવેકથી છે. ઊલટું શ્રદ્ધાન અને ઊલટું જ્ઞાન જેના વડે નાશ પામે તે પ્રથમ પ્રકારનો વિવેક અને સર્વ મોહમમતાનો જેના વડે નાશ થાય તે બીજા પ્રકારનો વિવેક (અર્થાત્ સમતા). વિવેક અને સમતાની સાધના સાપેક્ષ
છે, અન્યોન્યાશ્રિત છે, એકબીજાની પૂરક છે. પ્રથમ. અવિવેક અથવા મોહનો નાશ કરવા માટે શ્રી સગરની પાસેથી તત્ત્વજ્ઞાનનો બોધ પ્રાપ્ત કરવો જોઈએ અને મળેલા બોધને અનુસરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. દેહ આદિ જગતના જડ પદાર્થોમાંથી આત્મબુદ્ધિ છોડવાનો અભ્યાસ કરવો જોઈએ અને તે દૃઢ કરવા સત્સંગ, શાસ્ત્રાધ્યયન, પ્રભુભક્તિ અને સણસંપાદનની આરાધનામાં આત્મજાગૃતિપૂર્વક લાગી જવું જોઈએ. જેમ જેમ આ પૂરુષાર્થનું દૃઢપણે અનુસરણ થાય છે તેમ તેમ જીવ ઉપરથી મોહની પકડ ઢીલી થતી જાય છે. આ પકડ ઘણી ઢીલી થઈ જતાં તત્ત્વવિચારના બળથી તે છેવટે છૂટી જાય છે અને સાધક અજ્ઞાનનો નાશ કરી જ્ઞાની – સંત બને છે.
સમતાની વિશેષ સાધના વડે મમતાનો સર્વથા નાશ કરવા વિશિષ્ટ વ્રતાચરણ અને તપની આવશ્યકતા છે, જેમાં એકાંત-સાધના, મૌન, અલ્પાહાર, બ્રહ્મચર્ય. સતત આત્મજાગૃતિ અને અંતે ઉત્તમ આત્મધ્યાન દ્વારા મહાઆનંદપ્રદ સમાધિદશાની વારંવાર પ્રાપ્તિ થઈ સર્વ કર્મબંધનનો અને મમતાનો નાશ થવાથી જીવનમુક્ત દશા પ્રગટે છે.
આમ સામાન્યપણે વિવેકપ્રાપ્તિનો ક્રમ કહ્યો. વિશેષ ગુરુ-ગમથી જાણવા યોગ્ય છે. પ્રશ્નઃ ૫ સાધનામાં વિવેકની ક્યાં સુધી જરૂર છે ?
Page #306
--------------------------------------------------------------------------
________________
વિવેક
ઉત્તર ઃ ૫ સાધનામાં પૂર્ણ સમતા પ્રગટ થતાં સુધી વિવેકની જરૂર છે. આત્મજ્ઞાન પહેલાં તેમ જ આત્મજ્ઞાન પછી પણ નિરંતર વિવેકપૂર્વક જ વર્તવું યોગ્ય છે. જ્ઞાનીને જે વિવેક પ્રગટ થઈ ચૂક્યો છે તે દ્વારા બાકી રહેલા બંધનને તોડવા માટે જ્ઞાની મહાન વિવેકથી અને મહાન ઉદ્યમથી વર્તે છે અને તેના ફળ રૂપે જ તે મમતાનો મૂળથી ઉચ્છેદ કરી પૂર્ણપદને પ્રાપ્ત કરે છે. જીવનમાં હરઘડી જે જાગ્રતપણે ન વર્તતો હોય તે પુરુષ ઉત્તમ મુમુક્ષુ પણ નથી તો તે જ્ઞાની કેવી રીતે હોઈ શકે ? શાસ્ત્રકાર ભગવંતોએ તો જ્ઞાનીને નિરંતર જ્ઞાન વૈરાગ્યની શક્તિ દ્વારા રાગના સર્વ યોગોનો સંક્ષેપ કરી એક શુદ્ધ – સચ્ચિદાનંદસ્વરૂપ આત્મામાં જ સંતુષ્ટ રહેવાની લીન રહેવાની અને તેમાં જ તન્મય થઈ જવાની આજ્ઞા કરી છે.
૨૮૭
જે આત્મજાગૃતિરૂપ વિવેકને ચૂકે છે તે સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈ સંસારપરિભ્રમણને પ્રાપ્ત થાય છે પછી ભલે તે જ્ઞાની હોય કે અજ્ઞાની.
આવો પરમ ઉત્કૃષ્ટ, અચિંત્ય માહાત્મ્યવાળો, પૂર્ણપદની પ્રાપ્તિ કરાવનારો શ્રીસદ્ગુરુઓનો બોધ આ કાળે વિરલ પુરુષો ધારણ કરે છે અને જે ધારણ કરે છે તેને નમસ્કાર કરીએ છીએ.
પ્રશ્ન : ફ વિવેકનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો.
ઉત્તર ઃ ૬ (૧) ગ્રહણ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય તત્ત્વોનું જ્ઞાન (વિવેક) ન થયું તો શાસ્ત્ર-અભ્યાસનો શ્રમ નિષ્ફળ ગયેલો
જાણવો.
(૨) આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર તો પશુઓ અને મનુષ્યો બન્નેમાં સામાન્ય છે. એક વિવેકજ્ઞાન જ એવું છે કે જેનાથી મનુષ્યની અન્ય પશુઓ કરતાં અધિકતા બની શકે છે.
--
(૩) સંસારનાં સુખો અનંતીવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહિ અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે; કારણ સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે, તેમ જ વૈરાગ્ય એ કડવા વિપાકનું ઔષધ છે તેને કડવો ગણ્યો આ પણ અવિવેક છે. જ્ઞાન, દર્શનાદિ (આત્મિક) ગુણો અજ્ઞાન, આદર્શને ઘેરી લઈ મિશ્રતા કરી નાખી છે તે ઓળખી ભાવઅમૃતમાં આવવું, એનું નામ વિવેક છે.
(૪) જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ, મતભેદ અને
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૮
સાધક-સાથી
મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે...અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય
(૫) ઉપાસના દ્વારા વિવેક ઉત્પન્ન થાય છે. જે વિવેકી છે તે ક્ષણિક વસ્તુઓથી શોક કે સુખનો અનુભવ કરતો નથી.
(૬) સામાન્ય મનુષ્યો સત્યાર્થીને બદલે માત્ર બાહ્ય દેખાવ ઉપરથી જ વસ્તુરૂપનો નિર્ણય કરે છે. નેત્ર તો બધા મનુષ્યોને હોય છે પણ વિવેકરૂપી નેત્રની પ્રાપ્તિ કરનાર મનુષ્યો ખરેખર વિરલ હોય છે.
(૭) વિવેકી પુરુષોએ શોક કરવો યોગ્ય નથી, કારણ કે તેનાથી જીવનમાં પુરુષાર્થહીનતા વ્યાપે છે.
(છંદ દ્રુમિલા) (૮) એક બાત કહું શિવનાયકજી તુમ લાયક ઠૌર કહાં અટકે,
યહ કૌન વિચક્ષન રીતિ ગહી, બિનુ દેખહિ અક્ષસોં ભટકે. અજહૂ ગુણ માનો તો સીખ કહું, તુમ ખોલત ક્યોં ન પર્ટ ઘટકે* ચિનમૂરતિ આપુ વિરાજત હૈ, તિન સૂરત દેખ સુધા ગટકે.'
(સવૈયા એકત્રીસા) (૯) સુન મેરે મીત તૂ નિચિંત છેકે કહા બૈઠો,
તેરે પીછે કામ શત્રુ લાગે અતિ જોર હૈ. છિન છિન જ્ઞાન નિધિ લેત અતિ ઝીન તેરી, ડારત અંધેરી ભૈયા કિયે જાત ભોર હૈ. જાગવો તો જાગ અબ કહત પુકારે તોહિ, જ્ઞાન-નૈન” ખોલ દેખ પાસ તેરે ચોર હૈ. ફોરક શક્તિ નિજ ચોરકો મરોર બાંધિ, તોસે બલવાન આગે ચોર હૈકે કો રહૈ.
૧. ઈન્દ્રિયોના બહેકાવવાથી. ૨. આત્મા ઉપર લાગેલાં અજ્ઞાનનાં પડળો. ૩. અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય. ૪. થઈ ને. ૫. છેતરે છે. ૬. જ્ઞાનરૂપી ચક્ષ, વિવેક ૭. ફુરાવીને.
Page #308
--------------------------------------------------------------------------
________________
૫
પ્રશ્ન : ૧
સુખ એટલે શું ?
ઉત્તર ઃ ૧ જગતમાં જે સુખ માનવામાં આવે છે તે ઇન્દ્રિયો અને દેહની અનુકૂળતાનું છે. દીર્ઘકાળથી જીવને ટેવ પડી ગઈ છે કે જે વસ્તુ ઇન્દ્રિયો માગે તે તેમને આપવી. આમ કરવાથી તત્ક્ષણ પૂરતી આકુળતા મટે છે, પરંતુ તુરત જ ઇન્દ્રિયો પાછી બીજી બીજી વસ્તુઓ માગે છે અને જીવ ફરીથી આકુળ થાય છે અને ફરીથી ઇન્દ્રિયોને સંતોષવાનો પ્રયત્ન કરે છે. આમ સંસારી જીવ સુખ મેળવવા મથી રહ્યો છે.
પ્રશ્નઃ ૨
તો શું આ સુખી થવાનો માર્ગ નથી ?
ઉત્તર ઃ ૨ સુખ પ્રાપ્ત કરવાની આ પ્રક્રિયામાં બે મહાન દોષો છે અને તેથી આ સુખપ્રાપ્તિનો સાચો માર્ગ નથી.
તે દોષો ક્યા ક્યા છે ?
પ્રશ્ન ઃ ૩ ઉત્તર : ૩
સાચા સુખનું સ્વરૂપ
પ્રશ્ન : ૪ ઉત્તર : ૪
પ્રથમ તો ઇન્દ્રિયો ને દેહ કાયમ એકસરખાં રહેતાં નથી. વૃદ્ધાવસ્થામાં તો તે શિથિલ થઈ જ જાય છે, પણ તે ઉપરાંત પણ રોગાદિથી વચમાં ગમે ત્યારે ઇન્દ્રિયોને વિષયના પદાર્થોને ભોગવવામાં વિઘ્નો નડે છે. એટલે કે આ સુખો વિઘ્નવાળાં, ક્ષણિક અને પરાધીન હોય છે.
ન
કોઈને એવાં વિઘ્નો ન આવે તો તો તેને સુખી કહ્યું કે નહિ ? દેહ-ઇન્દ્રિયો સ્વસ્થ રહે તો પણ વિષયના પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ ખરેખર કર્માધીન છે અને કોઈ જીવનાં કર્મ એકધારાં હોતાં નથી તેથી કર્મફળ પણ ન્યૂનાધિક હોય છે અને ઇચ્છિત પદાર્થો મળે જ એવો નિયમ ઘટતો નથી. જ્યાં ઇચ્છિત પદાર્થો ન મળે ત્યાં આકુળતા-વ્યાકુળતા અને અફસોસ થાય છે અને જીવને સુખ-શાંતિ મળતાં નથી, માટે તેને પણ સુખી ન કહેવો.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સાધક-સાથી
પ્રશ્નઃ ૫ કોઈ પુરુષને વિશિષ્ટ પુણ્યોદય હોતાં દેહ-ઇન્દ્રિયની સ્વસ્થતા
અને બાહ્ય પદાર્થોની અનુકૂળતા હોય તો તો તે સુખી ગણાય કે
નહિ ? ઉત્તર : ૫ તે બન્નેની પ્રાપ્તિ હોય છતાં જ્યાં સુધી અંતરમાં નવા નવા ભોગની
ઇચ્છા રહ્યા કરે ત્યાં સુધી આકુળતા-વ્યાકુળતા રહ્યા કરે છે અને
જીવ બેચેન થઈ જાય છે તેથી તે ખરેખર સુખી નથી. પ્રશ્ન : ૬ તો સાચા સુખનું શું લક્ષણ કહો છો ? ઉત્તરઃ ૬ જે અતિશય છે, આત્મા વડે જ ઉત્પન્ન થયેલું છે, વિષયાતીત છે,
અનુપમ છે, અનંત છે અને અવિચ્છિન્ન (અતૂટ ધારાપણે) છે તે
સાચું સુખ કહેવાય છે. તેને જ પૂર્ણ આત્માનંદ કહીએ છીએ. પ્રશ્ન : 9 શું આવું સુખ આ જમાનામાં પ્રગટે ખરું? ઉત્તર ઃ ૭ હા, આવું સુખ અત્યારે પણ પ્રગટી શકે છે. એટલે કે આ જાતનું
(અતીન્દ્રિય, સ્વસંવેદનથી ઊપજતું) સુખ આત્મજ્ઞાન પ્રગટ કરી આગળ વધતાં સાતિશય નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થતાં મહદ્
અંશે પ્રગટી શકે છે. પ્રશ્ન : ૮ સુખપ્રાપ્તિનો સાચો ઉપાય શું છે ? ઉત્તર : ૮ એવો ઉપાય કરવો જોઈએ કે તત્ત્વષ્ટિથી ઇચ્છા જ ઘટતી જાય
અને ઘટતી ઘટતી સર્વથા નાશ પામે. આમ જો કરવું હોય તો ઇચ્છાની ઉત્પત્તિનું નિમિત્ત-કારણ જે કર્મબંધન તેને કાપવું જોઈએ અને ઇચ્છા (વિષમ ભાવ – સંકલ્પ-વિકલ્પોની જાળ)
જ્યાં નથી તેવું જે આપણું સાચું આત્મસ્વરૂ૫, તેની પ્રતીતિ, લક્ષ અને અનુભવ કરવો જોઈએ. જેમ જેમ આત્મા કર્મબંધનથી. વિમુક્ત થતો જાય તેમ તેમ ઇચ્છા ઘટતી જાય અને આત્મામાં રહેલા આનંદગુણનો, સ્વસંવેદન અને ઉપશમભાવ દ્વારા વિકાસ થાય છે, જેથી આકુળતા ઘટતી જાય છે અને સ્વયંસ્કૃતિના વિકાસથી સંતોષ અને નિઃસ્પૃહતાનું પ્રમાણ વધતું જાય છે. આખરે સર્વ કર્મોનો નાશ થતાં સાધક-આત્મા પોતે જ પૂર્ણ
પરમાનંદરૂપ થઈ જાય છે. પ્રશ્ન : ૯ શરીર હોતાં શું પૂર્ણ આનંદ હોય છે ? ઉત્તર : ૯ હા, શરીર હોતાં પણ ઇચ્છાનો (મોહનીય કર્મનો) સર્વથા નાશ થતાં અને ચારિત્ર (આત્મસ્થિરતા) પૂર્ણ-પણે પ્રગટતાં જીવને
Page #310
--------------------------------------------------------------------------
________________
સાચા સુખનું સ્વરૂપ
૨૯૧
પૂર્ણ આનંદ પ્રગટી શકે છે, જેનું વર્ણન ઉપરના પ્રશ્નના ઉત્તરમાં
જણાવ્યું છે. પ્રશ્ન : ૧૦ આ વીસમી સદીના અણુયુગમાં તે આનંદના માર્ગની પ્રાપ્તિનો
વ્યાવહારિક (Practical) ઉપાય અને ક્રમ સંક્ષેપમાં કહો. ઉત્તર ઃ ૧૦(૧) સદ્ગુરુનો વારંવાર અથવા નિરંતર સત્સંગ કરવો.
(૨) સત્સંગનો આશ્રય કરી, સાસ્ત્રોનું અધ્યયન કરી આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો. (૩) વ્યસનરહિત, શાંત, સંતોષી, સાદા, વિનયવાન, પરોપકારી, દયાળુ બનીને સાચા મુમુક્ષુપણાને પોતાના જીવનમાં પ્રગટાવવું. (૪) મિતાહારીપણું. અલ્પારંભીપણું, અલ્પપરિગ્રહીપણું – આ સર્વના અભ્યાસ સહિત સગરના અને પરમાત્માના ગુણોનું, મુદ્રાનું અને ચરિત્રોનું વારંવાર સ્મરણ કરવાનો અભ્યાસ કરવો. આવા અભ્યાસથી વૃત્તિને ધીરે ધીરે નિર્મળ અને એકાગ્ર કરવી. (૫) છેલ્લે, શુદ્ધ-સચ્ચિદાનંદ-પરમજ્ઞાનવાન-અખંડ-એકાકારઅભેદ આત્મસ્વરૂપની ભાવના કરી અને ફરી ફરી તેમાં જ લીન થવું. સાચી શ્રદ્ધાથી, સતત અભ્યાસથી, વૈરાગ્યથી, સત્સમાગમથી, અડગ નિશ્ચયથી આ કાર્ય યથાપદવી સિદ્ધ થઈ
શકે છે, જરૂર થઈ શકે છે. પ્રશ્ન : ૧૧ સાચા સુખનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. ઉત્તર : ૧૧(૧) સાહ્યબી સુખદ હોય, માન તણો મદ હોય,
ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું; જુવાનીનું જોર હોય એશનો અંકોર હોય, દોલતનો દોર હોય એ તો સુખ નામનું. વનિતા વિલાસ હોય પ્રૌઢતા પ્રકાશ હોય; દક્ષ જેવા દાસ હોય હોય સુખ ધામનું વદે રાયચંદ એમ સદ્ધર્મને ધાર્યા વિના જાણી લેજે સુખ એ તો બે એ જ બદામનું.
(નારાચ છંદ) (૨) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !!
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૨
સાધક-સાથી
ઉઘાડ ન્યાયનેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
(ચૌપાઈ) (૩) જિમિ સરિતા સાગર મહં જાહીં, યદ્યપિ તાહિ કામના નાહીં,
તિમ સુખ-સંપતિ બિનહિ બુલાયે, ધર્મ શીલ પહં જાહી સુભાયે. (૪) સાત દ્વીપ નવ ખંડ લીં, તિનિ લોક જગમાંહિ
તુલસી શાંતિ સમાન સુખ ઔર દુસરો નાંહિ; (૫) જે પુરુષ ચિત્તમાં રહેલી સર્વ કામનાઓનો ત્યાગ કરી નિઃસ્પૃહ, નિર્મમ અને નિરભિમાની થાય છે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે.
(૬) જુદી જુદી જાતના કુવિચારો આપણી શાંતિ, સુખ અને વિજયના મહાન શત્રુઓ છે.
(૭) સંતોષ વડે કરીને સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.
(૮) સંસારની બધી વસ્તુઓને જ્યારે અનુભવના ત્રાજવે તોળવામાં આવી ત્યારે તે નકામી નીવડી એટલે તે નિઃસાર પ્રતીત થઈ. એક માત્ર આત્મજ્ઞાન જ હૃદયને આનંદદાયક નીવડ્યું. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્મામાં સ્થિર રહેવું તે જ મનુષ્યનું સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વનું કાર્ય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
૫૭
પ્રશ્ન : ૧ ઉત્તર ઃ ૧
પ્રશ્ન : ર
‘દેવ’ શબ્દ શું સૂચવે છે ?
‘દેવ’ શબ્દ અહીં દેવગતિના જીવો માટે વાપર્યો નથી તેમ જ વળી. જગતમાં પ્રસિદ્ધ અનેક પ્રકારના લૌકિક દેવો માટે પણ વાપર્યો નથી. અહીં તો મોક્ષમાર્ગના જે નેતા છે, જેઓએ કર્મશત્રુઓનો નાશ કર્યો છે અને જેઓ જગતનાં સર્વ તત્ત્વોના જાણકાર છે તેમના માટે ‘દેવ’ શબ્દ વાપર્યો. સાધનામાર્ગમાં જેમનું નેતૃત્વ ગ્રહણ કરી શકાય તે દેવનું શું લક્ષણ છે ?
દેવ-ગુરુનું સ્વરૂપ
ઉત્તર ઃ : ૨ સર્વજ્ઞ, વીતરાગ અને હિતોપદેશક હોય તે દેવ છે. અજ્ઞાનના અને રાગના સર્વ અંશો સંપૂર્ણપણે સદાને માટે નાશ કર્યા હોવાથી તેઓ સર્વજ્ઞ અને વીતરાગ (સંપૂર્ણ રાગરહિત) છે. જેનામાં આ બે ગુણો વિકાસ પામ્યા હોય તે જ પૂર્ણ હિતોપદેશક હોય છે, કારણ કે કોઈ પણ કારણસર (રાગ, દ્વેષ કે અજાણપણું નહિ હોવાથી) તેમનાથી અહિતનો ઉપદેશ સંભવી શકતો નથી. આવા દેવને શા માટે ભજવા ?
પ્રશ્ન: ૩
ઉત્તર ઃ ૩ પોતાને તેમના જેવું સર્વોત્તમ પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદપ્રદ પદ પ્રાપ્ત થાય તે માટે આવા દેવને ભજતા.
પ્રશ્ન : ૪
શું તેમને ભજવાથી તેમના પદની પ્રાપ્તિ થાય ?
ઉત્તર : ૪ જો તેમનું સાચું સ્વરૂપ જાણે, તેમની આજ્ઞાને બરાબર ઓળખીને તેનું આરાધન કરે તો સાધકના અજ્ઞાનનો નાશ થાય છે અને તેમના જેવી દશા ક્રમે કરીને અવશ્ય પ્રગટે છે.*
પ્રશ્ન ઃ ૫શું સર્વજ્ઞ-વીતરાગતા એ હકીકત છે કે માત્ર આદર્શ જ છે ?
*
જુઓ પ્રવચનસાર ગાથા ૮૦ : “જે અરિહંત (પરમાત્મા)ને દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ ખરેખર નાશ પામે છે.”
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સાધક-સાથી
ઉત્તર : ૫ સર્વજ્ઞ વીતરાગતા એ હકીકત છે. પ્રશ્નઃ ૬ અત્યારે તો કોઈ એવું દેખાતું નથી તેનું કેમ ? ઉત્તર : ૬ જો કે અત્યારે અહીં કોઈ એવું દેખાતું નથી, પણ તેથી સર્વકાળે
સર્વત્ર તેનો અભાવ કહેવો તે ન્યાયયુક્ત નથી. જો જ્ઞાન અને આનંદ આત્માના ગુણ સ્વીકારો છો, જો તેનું વિશેષપણું કે ન્યાયપણે જોઈ-અનુભવી શકો છો તો તેનો પૂર્ણ વિકાસ પણ થઈ
શકે તેમ સ્વીકારવું એ સપ્રમાણ છે. વળી સર્વજ્ઞનાં શાસ્ત્રોમાં જીવોની યોનિ, ઉત્પત્તિસ્થાન, લોકસ્વરૂપ, કર્મસિદ્ધાંત આદિ અનેક વિષયોનું જે સૂક્ષ્મતાથી પ્રતિપાદન થયું છે તે જોતાં તેના કહેનારના આત્યંતિક અને અતીન્દ્રિય જ્ઞાનીપણાનો નિશ્ચય થઈ શકે
પ્રશ્નઃ ૭ “ગુરુ' શબ્દથી શું સમજવું ? ઉત્તર ઃ ૭ મોટાપણું અને ઉચ્ચપણું જેનામાં હોય તે સામાન્ય પણે ગુરુ છે.
જ્ઞાન આપે-કેળવણી આપે-તે ગુરુ, અને તે અપેક્ષાએ માતા-પિતા, શિક્ષક, વડીલો, વિદ્વાનો અથવા અન્ય વિદ્યા શિખાવનાર ગુરુ કહેવાય. પરંતુ અહીં તો સાધકની અપેક્ષાએ
સમજવાનું છે. પ્રશ્ન : ૮ સાધકની અપેક્ષાએ ગુરુ એટલે શું ? તેઓ કેવા હોય ? ઉત્તર : ૮ આત્માની સાચી ઓળખાણ જેમને થઈ હોય અને તે માર્ગે
ચાલવા બાબતનું અન્યને યોગ્ય માર્ગદર્શન આપી શકે તેવા
સામર્થ્યવાળા હોય તે સાચા ગુરુ કહેવાય. (અ) આત્મજ્ઞાન (બ) સમતા (ક) નિઃસ્પૃહતા (ડ) અભુત સત્યાર્થ શાસ્ત્રજ્ઞપણું
ઉપર દર્શાવેલાં લક્ષણો એ સાચા ગુરુનાં મુખ્ય લક્ષણો છે. પ્રશ્નઃ ૯ આ લક્ષણોને વિશેષપણે સમજાવો. ઉત્તર : ૯ (અ) આત્મજ્ઞાન : આત્માનું, પોતાના સાચા સ્વરૂપનું જેને ભાન
થયું હોય, ઓળખાણ થઈ હોય, અનુભવ થયો હોય તે આત્મજ્ઞાની કહેવાય. (બ) સમતા : સમતા એટલે સમપણું, આત્માના ભાવોનું
Page #314
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરુનું સ્વરૂપ
૨૯૫
અવિષમપણું. સમતાના મૂળ સ્રોતરૂપે પોતાના આત્મા પ્રગાઢ પરિચયના બળે ઠંડું-ગરમ, માન-અપમાન, રોગ-નીરોગ, સુખ-દુઃખ, ઘર-બહાર, સોનું-માટી, સરસ-નીરસ, વગેરે દ્વન્દ્રો વડે કરીને જેમનું મન આકુળ-વ્યાકુળ થાય નહિ, શાંત-સ્થિર-સ્વસ્થ-પ્રસન્ન રહે તે સમતાધારી – સમદર્શી ગુરુ ગણાય. (ક) નિઃસ્પૃહતા : આ લક્ષણ સ્વાર્થત્યાગ અને ભોગ-અરચિનું ઘોતક છે. પોતાની કે પોતાના પરિચિતોની દુન્યવી સગવડ કે સંસારી લાભની જેમને સ્પૃહા હોતી નથી તે પુરુષ નિઃસ્પૃહ છે. જેનાથી લોકોમાં પોતાની કીર્તિ – નામના – મોટાઈ વધે તેવા આશયથી તેઓ કોઈ કાર્ય કરતા નથી. ઘણુંખરું તેઓ અયાચકવૃત્તિના હોય છે, આત્મસાધનામાં રત હોય છે અને ખપપૂરતો જ અન્યનો પરિચય કરે છે. (ડ) અભુત સત્યાર્થ શાસ્ત્રજ્ઞપણું: આવા મહાપુરુષના બોધનો પરિચય પામવો તે મહાન સભાગ્ય છે. પ્રથમ તો તેઓ પોતાની સાધનાના એક ભાગ રૂપે જ સ્વાધ્યાય-પ્રવચન કરે છે. તેમનું કથન સહજપણે - સરળપણે – ધારાવાહી પણે - સ્પષ્ટપણે વહે છે. તે કથનમાં સર્વત્ર પૂર્વાપર અવિરોધ અને અરાંદિગ્ધતા હોય છે.
જો કે બાહ્યમાં તેઓ કોઈ શાસ્ત્રનું અવલંબન લઈને ઉપદેશ • આપતા જણાય તો પણ ખરેખર તો તેમનો ઉપદેશ તેમના પોતાના જ જીવનમાંથી-વ્યક્તિત્વમાંથી ફરતો હોય છે. જેમાં કોઈની નિંદા નથી અને જેમાં સાપેક્ષ દૃષ્ટિયુક્ત ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ આચારનું પ્રતિપાદન સહજપણે હોય છે તેવું લૌકિક અને લોકોત્તર બન્ને દૃષ્ટિઓથી સુસંપન્ન, આત્માર્થબોધક, સજ્જનોના અંતરને પ્રસાદ પમાડી પરમ પુરુષાર્થને પ્રેરક એવું સ્વાનુભવમુદ્રિત શાસ્ત્રજ્ઞપણું હોય છે તે જયવંત વર્તા! જયવંત
વર્તે !! પ્રશ્નઃ ૧૦ આવા ગુરુ શું મોક્ષમાર્ગમાં ઉપકારી છે? ઉત્તર : ૧૦ઉપકારી જ નહિ, પરમ ઉપકારી છે, પરમ અવલંબનરૂપ છે,
અનિવાર્ય સાધન છે. પ્રશ્ન : ૧૧ કઈ રીતે ગુરુ પરમ ઉપકારી છે?
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સાધક-સાથી
ઉત્તરઃ ૧૧મોક્ષમાર્ગની આરાધનાની તદ્દન પ્રાથમિક ભૂમિકારૂપ સામાન્ય
તત્ત્વજિજ્ઞાસા, તે પણ મનુષ્યને ઘણુંખરું ઉત્તમ પુરુષના સત્સંગ દ્વારા જ પ્રથમ વાર ઉદ્દભવે છે. આમ અનાદિથી મોહનિદ્રામાં સૂતેલા જીવને પ્રથમ જગાડવાની શક્તિ આવા સુગુરુના સમાગમમાં, તેમનાં વચનોનાં શ્રવણ-મનનમાં કે તેમની પ્રશાંત,
સૌમ્ય મુખમુદ્રાના દર્શનમાં જ રહેલી છે એમ કહી શકાય. સામાન્યપણે તત્ત્વજિજ્ઞાસાને પામ્યા પછી પણ પોતાના દુર્ગુણોથી. નિવૃત્તિ થવા અને અનેક સદ્ગણોની વૃદ્ધિ થવા સદ્ગુરુનો પ્રત્યક્ષ બોધ તથા તેમનું માર્ગદર્શન ઉપકારી છે. વળી તત્ત્વનો સૂક્ષ્મ બોધ તેમ જ મોક્ષ માર્ગમાં આગળ વધતાં, માર્ગમાં ઉદ્ભવતા અને જટિલ પ્રશ્નોનું સમાધાન પણ તે માર્ગે ચાલેલા છે એવા સુગુરુ જ કરી શકે છે. કઈ ભૂમિકાએ ક્યાં સાધનોને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં અંગીકાર કરવાં, જેથી આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી રહે અને કોઈ અમુક દૃષ્ટિ, નય કે પક્ષનો આગ્રહ ન થઈ જાય તે પણ શ્રીગુરુ વિના કોણ બતાવે ?
છેલ્લે, સાધનાની મંજિલ માત્ર સુદીર્ઘ જ છે એમ નથી પણ વચ્ચે વચ્ચે અનેક નિરાશાઓનાં વાદળોથી ઘેરાયેલી પણ છે. તેમાં સક્રિય પ્રેરણાની (Positive inspiration) તથા નૈતિક ટેકા (Moral support)ની જરૂર ઘણી વાર પડે છે. નૈતિક ટેકો આપનાર તો કોઈક વાર કોઈક મળી રહે, પણ સક્રિય પ્રેરણા આપનાર તો સજીવન દિવ્યદૃષ્ટિપ્રાપ્ત સંત જ જોઈએ, કારણ કે તે એક જ એવા છે કે જે બોલ્યા વિના પણ મહાન બોધરૂપ બની રહે છે. તેમની હાજરીમાત્ર પણ સાધક જીવોના ઓલવાતા સાધના જીવનરૂપી દીવામાં સ્વતઃ ઘી પૂરી તેને પુનર્જીવન બક્ષે છે. આવા ગુરને ઓળખવા મહાન પાત્રતા અને પુણ્યની જરૂર છે, બાકી તેમનાં ગુણગાન તો સર્વ શાસ્ત્રકારો કે ખુદ શારદાદેવી પણ કરી શકતાં નથી. માત્ર એટલું કહીને રહી જાય છે :
““સાહિબ સંત કછુ અંતર નહિ.” “સપુરુષમાં જ પરમેશ્વર-બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.”
આમ વિવિધ પ્રકારે સાધકને સદ્ગુરુના ઉપકારીપણાનો સંક્ષેપ કહ્યો, વિશેષ તો પ્રત્યક્ષ સુગુરુનો સમાગમ કરવાથી સમજી શકાય એમ જાણો. પ્રશ્નઃ ૧૨ ગુરુને બદલે અમે શાસ્ત્રમાંથી જ માર્ગની પ્રાપ્તિ કરી લઈએ
તો કેમ ? ઉત્તરઃ ૧૨ શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી. જો કે શાસ્ત્રમાં પણ
Page #316
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરુનું સ્વરૂપ
પૂજ્ય શ્રીગુરુઓનો ઉપદેશ જ સંગ્રહાયેલો છે, છતાં સાધકને પ્રત્યક્ષ ગુરુના ચૈતન્યયી વ્યાપ્ત અને સભર વ્યક્તિત્વ વડે જે સૂક્ષ્મ બોધ અને રહસ્યમય પ્રેરણા તથા ઉલ્લાસ પ્રાપ્ત થાય છે તે આ ગતમાં ખરેખર અજોડ છે અને આ વાત માત્ર અનુભવગમ્ય છે, તર્કગમ્ય કે વિવાદગમ્ય નથી. સંતો કહે છે : “તત્ત્વને યથાર્થપણે દર્શાવનારો શ્રીગુરુનો બોધ જો મારા હૃદયમાં જાજ્વલ્યમાન છે તો આ શરીરનું જેમ થતું હોય તેમ થાઓ, મને તેનો ખેદ નથી, કારણ કે ગુરુઉપદેશના પ્રભાવથી અસાધારણ અને ઉત્કૃષ્ટ આનંદ દેવાવાળી મોક્ષલક્ષ્મી શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે.”
બિના નયન પાવૈ નહીં, બિના નયનકી બાત, સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.'' ‘તેનું સ્વપને જો દર્શન પામે રે,
તેનું મન ન ચડે બીજે ભામે રે.’’
“ગુરુ કે ઉપદેશ સમાગમસે જિસને અપને ઘટ ભીતરમેં
બ્રહ્માનંદ સ્વરૂપકો જાન લિયા, ઉન્હેં સાધન ઔર ક્રિયા ન કિયા.'' પ્રશ્ન : ૧૩ દેવ-ગુરુનો મહિમા શાસ્ત્રોને આધારે બતાવો.
ઉત્તર : ૧૩
(૧) પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવ નિધિ, પ્રભુદર્શનસે પામિયે સકલ મનોરથ-સિદ્ધિ.
(૨) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન, નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન, સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન, સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. (૩) જે દેવગુરુના ભક્ત છે, નિર્વેદ શ્રેણી ચિંતવેઃ ને ધ્યાનરત સુચરિત્ર છે, તે મોક્ષમાર્ગે ગૃહીત છે.
૧. વૈરાગ્યભાવનાની પરંપરા.
૨૯૭
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સાધક સાથી
(૪) યહ તન વિષકી બેલડી, ગુરુ અમૃતકી ખાન, શીશ દીએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. (૫) શુદ્ધ ચિત્ત સેવે સદ્ગુરુને, મૂકી મનનો મેલ,
કહે પ્રીતમ ભવસાગર ભૂંડો, તેને તરવો સહેલ. (૬) સદ્ગુરુ સમ સંસારમાં ઉપકારી કોઉ નાહિં,
કહે પ્રીતમ ભવપાશતેં છોડાવે જગમાંહિં. (૭) ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ. (૮) આત્મા ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ
સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ. (૯) પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન-વિચાર, અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. (૧૦) સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ,
પામે તે ૫રમાર્થને, નિજપદનો લે લક્ષ. (૧૧) માનાદિક શત્રુ મહા, નિ ંદે ન મરાય,
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. (૧૨) તીરથ નાહે એક ફલ, ગુરુ મિલે ફલ ચાર, સદ્ગુરુ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર. (૧૩) પમાડવા અવિનાશી પદ, સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો સેવો સદ્ગુરુ તનમનથી.
(૧૪) ૫૨માત્માના દર્શનથી પાપોનો નાશ થાય છે. પરમાત્માના દર્શનથી સ્વર્ગસુખથી પરંપરાઓની પ્રાપ્તિ થાય છે અને પરમાત્માના દર્શનથી યાવત્ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે.
(૧૫) જેઓ મોક્ષમાર્ગના નેતા છે, જેઓએ સર્વ કર્મકલંકનો નાશ કર્યો છે અને જેઓ સમસ્ત વિશ્વના જાણનારા છે તેમને હું તેમના ગુણોની પ્રાપ્તિ અર્થે નમસ્કાર કરું છું.
(૧૬) ભગવાનને પરમાત્મા અથવા આપ્ત પણ કહે છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા યોગ્ય પુરુષ... આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આમ પુરુષ ક્ષુધા, તૃષાદિ અઢાર દોષરહિત હોય છે, ધર્મનું મૂળ આપ્ત (ભગવાન) છે. આપ્ત (ભગવાન) નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
દેવ-ગુરુનું સ્વરૂપ
૨૯૯
(૧૭) જે સપુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપિત કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !
(૧૮) વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યકજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્દર્શન ક્યાંથી થાય ? સમ્યફચારિત્ર ક્યાંથી થાય ? કારણ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી.
(૧૯) આત્મા અને સદ્ગુરુ એક જ સમજવા. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
સનાતન ધર્મ
પ્રશ્ન : ૧ સનાતન ધર્મ એટલે શું ? ઉત્તર : ૧ જેના વડે જગતના જીવો દુઃખદર્દથી છૂટીને સુખ-સમૃદ્ધિને પામે,
જેનાથી અનેક પ્રકારના દુર્ગુણો છૂટી જઈ સગુણોનો વિકાસ થઈ આત્મશુદ્ધિ વધે, જેનાથી દુર્ગતિમાં જતાં અટકી જઈ સુગતિ પામીને અંતે જન્મ-જરા-મરણ તથા આધિ-વ્યાધિ-ઉપાધિથી સર્વથા છૂટી જઈ શાશ્વત જ્ઞાન-આનંદમય દશાને પામે તેને
સનાતન ધર્મ કહીએ છીએ. પ્રશ્ન : ૨ લોકોમાં ધર્મની કેવી માન્યતા છે ? ઉત્તર : ૨ જગતમાં અનેક પ્રકારે જીવો ધર્મની માન્યતા કરે છે અને ધર્મનું
આચરણ પણ કરે છે. કોઈક મંદિર-મસ્જિદ-ગિરજાઘર-ગુરદ્વારા જવામાં, કોઈક અમુક શાસ્ત્રો વાંચવામાં, કોઈક અમુક ગુરુ વગેરેની ભક્તિ-માન્યતા કરવામાં તો કોઈક અમુક ક્રિયાકાંડ, તીર્થયાત્રા, માનવતાનાં કાર્યો કે પરોપકારવૃત્તિમાં, વળી કોઈક અમુક વસ્તુઓનો ત્યાગ કરી દેવામાં અથવા કોઈક પોતાને ફાળે
આવેલી ફરજ બજાવવામાં ધર્મ માને છે. પ્રશ્ન : ૩ શું આ માન્યતા સાચી છે ? ઉત્તર ઃ ૩ જ્યાં દેહધર્મની માન્યતા દેહાશ્રિત બુદ્ધિથી છે, ત્યાં
કુળપરંપરાગત ધર્મ હોય છે એમ જાણવું. સામાન્ય માનવી સામાજિક બુદ્ધિવાળો હોય છે અને તેથી મોટા ભાગે જે સમાજમાં તે જનમ્યો હોય તે સમાજને આધીન હોય છે. હવે જ્યાં દેહાશ્રિત માન્યતા અને પ્રવર્તન હોય ત્યાં તો બાપદાદાનો ધર્મ તે મારો ધર્મ એમ માન્યતા હોય છે, પણ આત્મવિકાસશીલ ધર્મની સમજણ કે માન્યતા હોતાં નથી તો પછી અનુસરણ કેવી રીતે હોય ? માટે જગતના જીવોને મન જે ધર્મ છે તેને માત્ર સામાજિક કે સાંપ્રદાયિક ધર્મ જાણો. તે ધર્મના તથારૂપ આરાધનથી જીવને આ જીવનમાં સમાધિસુખની કે આગામી જીવનમાં
Page #320
--------------------------------------------------------------------------
________________
સનાતન ધર્મ
૩૦૧
સમાધિસુખની કે આગામી જીવનમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ શકતી નથી.
પ્રશ્ન : ૪
તો શું અમારી માન્યતાઓને ખોટી કહો છો ?
ઉત્તર ઃ ૪ ભાઈ ! અમારી કે તમારી માન્યતાઓનો સવાલ જ નથી. અહીં તો સત્યની સમજણ અને સત્યને અનુસરવાની વાત છે.
સામાન્યપણે ઘણાખરા, સાંપ્રદાયિક ધર્મોમાં પણ સત્યના કંઈક અંશો તો રહેલા હોય છે. અંશોમાં કાંઈક દાનની, કાંઈક પરોપકારની, કાંઈક પ્રામાણિકતાની, કાંઈક સંતોષ-સાદાઈની, કાંઈક નીતિમત્તાની, કાંઈક દયા પાળવાની, કાંઇક ગુરુભક્તિની અને કાંઈક પ્રાર્થના, પ્રાયશ્ચિત કે ધ્યાનની વાતો હોય છે. આવા કેટલાક અંશોને જો તે માણસ અનુસરે તો તે કાંઈક કોમળતાવાળો અથવા સદ્ગુણી પણ બની શકે છે, પરંતુ અહીં તો, આગળ ઉપર જ સનાતન ધર્મ જણાવ્યો તેની મુખ્યપણે વિચારણા કરવી છે. તેવા સત્યાર્થરૂપ ધર્મને ખરેખર માનવા કે જાણવા માટે જગતના મોટા ભાગના જીવોને જિજ્ઞાસા કે રુચિ નથી. તેઓ દુનિયાનાં કાર્યોમાં એટલા બધા અને એવી રીતે મસ્ત થઈ ગયા છે કે સહેજ પણ થોભવા કે સાંભળવા જ તૈયાર નથી. તો સાચી સમજણ કે સાચી માન્યતાની ભૂમિકા સુધી તેઓ કેવી રીતે પહોંચી શકે ?
આમ, પક્ષપાતરહિત થઈને પોતાના જીવનમાં વિનય, ક્ષમા, સંતોષ આદિ ગુણો જેના વડે વિકાસ પામે અને ક્રોધ, લોભ, અભિમાન આદિ વિકારો ખરેખર વિલય પામે એવા ધર્મ પ્રત્યે જ્યાં સુધી સાધક વળે નહિ અથવા તેવો પ્રયત્ન આદરે નહિ ત્યાં સુધી તેની ધર્મ અંગેની કોઈ પણ માન્યતા યથાર્થ ગણી શકાય નહિ, કારણ કે ઃ
સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ ’’
એવું મહાજ્ઞાની પુરુષોનું વચન છે.
પ્રશ્ન ઃ ૫
તો શું સદ્ગુણો જીવનમાં પ્રગટ કરવા તે જ સાચો ધર્મ છે ? ઉત્તર : ૫ સદ્ગુણો પ્રગટ કરવાથી પરમાર્થધર્મ પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રગટ થાય છે. માત્ર સદ્ગુણો જ પ્રગટ કરે પણ તે સર્વ સદ્ગુણોનો મૂળ આધાર એવો જે પોતાનો શુદ્ધાત્મા તેને પ્રતીતિમાં, જ્ઞાનમાં અને અનુભવમાં ન ગ્રહણ કરે તો તે સાધકને સદ્ગુણસંપન્નતાની ભૂમિકા દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય પરમાર્થધર્મની પ્રાપ્તિ થાય નહિ.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૨
સાધક-સાથી
માટે ધર્મસાધના ભેદભેદરૂપ જાણો. જ્યારે વિકલ્પવાળી અવસ્થા હોય ત્યારે સગુણોનું આલંબન લઈ અખંડ-અભેદ – એકાકાર ચૈતન્યનો લક્ષ કરવો. આમ કરવાથી ભેદોનો નાશ થઈ અભેદ દશા પ્રગટશે, પરંતુ અભેદ દશા તો થોડી સેકંડો જ ટકે છે તેથી તેમાંથી છૂટી જતાં યથાપદવી ભેદરૂપ સદ્ગુણોનાં સંરક્ષણ અને આલંબન દ્વારા પોતાની દશા ટકાવી ઉપર કહ્યો તેમ પુરુષાર્થ કરવો. આમ, સનાતન ધર્મની પ્રાપ્તિ તેવા પુરુષો જ કરી શકે છે, જેઓ ભેદરૂપ આરાધના તથા અભેદરૂપ આરાધનાની અવિરોધરૂપે સાધના કરી યથાયોગ્ય પદવીએ યથાયોગ્ય સાધનોને અંગીકાર કરે છે. આ. પ્રમાણે બન્ને સાધનાપદ્ધતિઓની તીવ્ર મૈત્રીનો આદર થકી આત્મશુદ્ધિ અને આત્મબળને વધારતા વધારતા તે મહાપુરુષો પરમસમાધિને પામી જાય છે. માટે જ મહાત્માએ કહ્યું છે :
(અ) જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનને છોડે છે તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ (અકંપ જ્ઞાનભાવમય) ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. જે ક્રિયાનને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી તે (વ્રતાદિ કરવારૂ૫) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ પરમૌષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. જે પુરુષ અનેકાન્તમય આત્માને જાણે છે (અનુભવે છે) તથા સુનિશ્ચિળ સંયમમાં વર્તે છે (રાગાદિક અશુદ્ધ ભાવો છોડે છે) તે જ પુરુષ જ્ઞાનનય અને ક્રિયાયની પરસ્પર તીવ્ર મૈત્રીને સાધીને આ (અકંપ નિજભાવમય) ભૂમિકાનો આશ્રય કરનાર બને છે. (બ) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (ક) નિશ્ચયવાણી સાંભળી સાધન તજવાં નો'ય,
નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય. પ્રશ્ન : ૬ સનાતન ધર્મ કોણ કરી શકે ? ઉત્તર : ૬ કોઈ પણ મનુષ્ય આવા ઉત્તમ ધર્મને પામી શકે છે. તેમાં અમુક
જાતિ, દેશ, વેશ કે બાહ્ય આડંબરની આવશ્યકતા નથી. જેને સત્યમાં રૂચિ અને નિષ્ઠા હોય તેવો કોઈ પણ આત્મા પાત્રતા
પ્રગટ કરીને આવા ઉત્તમ ધર્મને પામી શકે છે. પ્રશ્ન : ૭ ગૃહસ્થ-અવસ્થામાં રહીને ધર્મ પામી શકાય ? ઉત્તર ઃ ૭ હા, સાચા ધર્મની પ્રાપ્તિ ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ થઈ શકે
છે. જેમ જેમ ચિત્તની શુદ્ધિ થતી જાય તેમ તેમ ત્યાગ-વૈરાગ્ય
Page #322
--------------------------------------------------------------------------
________________
સનાતન ધર્મ
પ્રશ્ન : ૮
ઉત્તર ઃ : 6
૩૦૩
સહજપણે વધતા જાય છે. મહાત્માઓનો ત્યાગ પરાણે લાદેલો હોતો નથી, પણ સમજણપૂર્વકનો અને સાહજિક હોય છે. ધર્મની ઊંચી ભૂમિકાઓ પ્રાપ્ત કરવામાં ત્યાગી જીવન ખૂબ જ મદદગાર છે અને તેથી જ પૂર્વે મહાત્માઓએ ત્યાગીજીવનને અંગીકાર કર્યું છે.
સનાતન ધર્મનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો.
(૧) ધર્મ વિના ધનધામ ધાન્ય ધૂળધાણી ધારો ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે. ધર્મ વિના ઘીમંતની ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, તાશે, ન ધામધૂમે ધર્મ વિના ધ્યાની ધ્યાન ઢોંગઢંગે ધાય છે ધારો, ધારો ધવળ સુધર્મની ધુરંધરતા, ધન્ય ! ધન્ય ! ધામે ધામે ધર્મથી ધરાય છે. (૨) નર્ક પશુð નિકાલ કરે સ્વર્ગમાંહિ વાસ, સંકટકો નાશ શિવપદકો અંકુર હૈ
દુખિયાકો દુઃખ હરૈ, સુખિયાકો સુખી કરે વિઘનવિનાશ મહામંગલકો મૂલ હૈ
ગજરે સિંહ ભાગ જાય, આગ નાગ હૂ પલાય, રણ, રોગ દધિૐ બંધ સબ કષ્ટ ચૂર હૈ, ઐસો દયાધર્મકો પ્રકાશ ઠૌર ઠૌર હોઉ સિંહલોક સિઁહું કાલ આનંદકો પૂર હૈ
૪
(૩) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. (૪) ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે,
ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. (૫) તે ધર્મ જેહ દાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્તિ જે, તે દેવ જે નિર્મોહ છે ન ઉદય ભવ્યતણો કરે.
૧. અંકુર = મૂળ, શરૂઆત. ૨. હાથી. ૩. દધિ = સમુદ્ર, દિરયો. ૪. જગ્યાએ, ઠેર ઠેર, સર્વત્ર.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૪
સાધક-સાથી
(૬) ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ને બીજો દયા સમાન,
અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને દળવા દોષ. (૭) મનુષ્યભવ ઉત્તમ કુળમાં જન્મ, વિસ્તૃત વૈભવ, લાંબું આયુષ્ય, તંદુરસ્ત શરીર, ઉપકારી મિત્રો, બુદ્ધિમાન શીલવતી ધર્મપત્ની, પરમાત્મામાં ભક્તિ, આત્મજ્ઞાનીપણું, વિનયસંપન્નતા, ઇન્દ્રિયવિજય, સુપાત્રદાન પ્રત્યે ઉત્સાહ – આ બધાની પ્રાપ્તિ આ દુનિયામાં વિશિષ્ટ ધર્મની આરાધના વડે જ વિરલ પુરષોને થઈ શકે છે. (૮) અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ.
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ !
આ વિશ્વમાં સર્વ કાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. (૯) આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે... શ્રીમત્ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અભુત સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે.
(૧૦) હે ભાઈ ! તું નિરંતર વિચાર કર્યા કરે છે કે ધન કેવી રીતે મળે ? પણ ધન તો પુણ્યરૂપી ધર્મથી જ પ્રાપ્ત થાય છે એ વાત સમસ્ત જગતમાં પ્રસિદ્ધ છે. ધર્મ (પુણ્ય)થી ધન મળે છે, પાપ વિણસી જાય છે, સર્વ પ્રકારનાં દુઃખો નષ્ટ થઈ જાય છે, સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને પરંપરા મોક્ષ મળે છે. આ સત્ય જાણીને હે ભાઈ ! મન વચન-કાયાથી ધર્મ-આરાધનામાં લાગી જા. આ જ ઉપાય વીતરાગ પરમાત્માએ બતાવ્યો છે. (૧૧) ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેસર,
ઘરમ જિનેસરચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે તો કર્મ જિનેસર.
Page #324
--------------------------------------------------------------------------
________________
પ૯
આત્મસ્વરૂપ
પ્રશ્ન : આ “આત્મા’ ‘આત્મા’ એમ સૌ બોલે છે, કહે છે, ભજે છે તે
આત્મા ખરેખર શું છે? ઉત્તર ૧: આ શરીરમાં રહેલી જાણવા-દેખવાની મુખ્ય શક્તિવાળી જે વસ્તુ
છે તે આત્મા છે. પોતાને અને બીજાને જાણવા-દેખવા ઉપરાંત શ્રદ્ધવાની, સ્થિર થવાની, અતીન્દ્રિય આનંદરૂપ થવાની, વિચાર-વિવેકની, બળ પ્રેરવાની (વીર્યશક્તિ)આદિ અનેક
શક્તિઓ પણ આત્મામાં છે.* પ્રશ્ન ૨ ઃ આ શક્તિઓ શરીરની જ છે. આત્માની નથી એમ માનીએ
તો શું વાંધો ? શરીરથી જુદો આત્મા છે તે કેવી રીતે નક્કી
કરી શકાય ? ઉત્તર ૨: (અ) મૃત્યુ થતાં જ્યારે શરીર એમનું એમ રહે છે અને આત્મા
ચાલ્યો જાય છે ત્યારે તે જાણી-દેખી શકતું નથી કે સુખદુઃખ અનુભવી શકતું નથી માટે તે જાણવા-દેખવાની ક્રિયા (જે જીવન દરમિયાન થતી હતી તે શરીરમાં રહેલા આત્માની હતી એમ પ્રત્યક્ષ પ્રમાણથી નક્કી થઈ શકે છે. તે (બ) દરેક ઇન્દ્રિય માત્ર પોતાના વિષયને જ જાણે છે - બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરવાને તે અસમર્થ છે. બધા વિષયોને જાણવાની - એટલે ઇન્દ્રિયજ્ઞાનને સુસંબદ્ધ અને વ્યવસ્થિત કરવાવાળી શરીરમાં રહેલી જે કેન્દ્રિય શક્તિનો ધરનાર (Abode of intellect, judgement, memory and discrimination) જે છે, તે આત્મા છે એમ જાણીએ છીએ. (ક) ઘણી વાર એવું જોવામાં આવે છે કે દૂબળો શરીરવાળો ઘણી
જ્ઞાનશક્તિ ધરાવે છે અને જાડા શરીરવાળો માત્ર અલ્પ જ * ‘સમયસાર'ની આત્મખ્યાતિ ટીકાના સવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આત્માની મુખ્ય ૪૭ શક્તિઓનું વર્ણન છે તે અભ્યાસીઓએ અવલોકવું.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૬
સાધક-સાથી
જ્ઞાનશક્તિ ધરાવે છે. શરીરમાં જ જાણવાની શક્તિ હોત તો આવો વિરોધાભાસ હોત નહિ. આમ, જ્ઞાનની શક્તિ શરીરની - નથી. તે શક્તિનો ધારક કે જે આ શરીરમાં રહે છે તે આત્મા છે
એમ કહીએ છીએ. પ્રશ્ન ૩ઃ શું બધા આત્માઓને એકસરખા માનવા ? ઉત્તર ૩: જો કે બધા આત્માઓમાં એકસરખી શક્તિ રહેલી છે, પણ તે
શક્તિ જેટલા પ્રમાણમાં પ્રગટી હોય તેટલો તે આત્મા મહાન છે, પૂજ્ય છે; સુખી છે. તેના ત્રણ પ્રકાર પૂર્વાચાર્યોએ પ્રકાશ્યા છે ? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જ્ઞાન-આનંદ વગેરે ગુણો જેમના પૂર્ણપણે પ્રગટ થઈ ગયા હોય અને સર્વ રાગદ્વેષાદિ દોષો જેમના નષ્ટ થઈ ગયા હોય તેવા આત્માઓને પરમાત્મા કહેવાય છે. તેઓ દેહસહિત હોય તો સયોગી-કેવળી અને દેહરહિત હોય
તો સિદ્ધ-પરમાત્મા (અયોગી-કેવળી) કહેવાય છે. પ્રશ્ન : બહિરાભા' કોને કહેવાય ? ઉત્તર ૪ આત્મા સિવાયના બહારના પદાર્થોમાં જે આત્મબુદ્ધિ કરે તે
બહિરાત્મા, એટલે કે શરીર વગેરે પરવસ્તુઓમાં હુંપણાની માન્યતાથી જે વિભ્રમવાળો છે તે બહિરાત્મા છે. શરીરને હુંપણે માનવાથી શરીરના સંબંધીઓમાં પણ મારાપણાની માન્યતા થાય છે અને આમ આત્મપ્રતીતિ અને આત્મષ્ટિનો લક્ષ ન રહેવાથી અને ઇન્દ્રિયો તથા મન દ્વારા જગતના પદાર્થોના ગ્રહણ-ત્યાગમાં તત્પર અને તલ્લીન થઈ જવાથી તે પુરુષને અસીમ મોહ ઊપજે છે અને દીર્ઘસંસારપરિભ્રમણરૂપ ફળ પ્રાપ્ત થાય છે. બહિરાત્માનાં અજ્ઞાની, મિથ્યા ષ્ટિ, મૂઢ, અવિવેકી,
ભવાભિનંદી વગેરે અનેક નામો છે. પ્રશ્ન : અંતરાત્મા કોને કહેવાય ? ઉત્તર પઃ આત્માને જે આત્મારૂપે જાણે છે, શરીરાદિ પદાર્થોને પોતાના
માનતો નથી તથા રાગાદિ દોષોને જે દોષરૂપ જાણે છે અને આમ જેની આત્મભ્રાન્તિ એટલે અજ્ઞાન નાશ પામ્યું છે તેવો તત્ત્વવેત્તા પુરુષ અંતરાત્મા છે. દેહાદિમાં હુંપણાની માન્યતા નષ્ટ થઈ હોવાથી તે પુરષો આત્મદ્રષ્ટિ વડે અંતર્મુખ થઈ બોધિ-સમાધિના માર્ગને પામેલા છે. આમ હોવા છતાં હજુ તેઓને પરિપૂર્ણ
WWW.jainelibrary.org
Page #326
--------------------------------------------------------------------------
________________
આ
૨-૩
૩૦૭
આત્મદશા (કૈવલ્ય) પ્રોટી નથી. આવા મહાન સાધક આત્માઓને સંત, જ્ઞાની, સમ્યગ્દષ્ટિ, મહાત્મા, સાધુ, મુનિ,
આચાર્ય વગેરે અનેક નામોથી સંબોધવામાં આવે છે. પ્રશ્ન : સાધકને ઉપયોગિતાની અપેક્ષાએ, આત્માના બીજા વિવિધ
પ્રકારો કહો. ઉત્તર : એક પ્રકારે ઃ બધા આત્માઓમાં ચેતનસત્તા છે તે અપેક્ષાએ બધા
જીવો એક પ્રકારે છે. બે પ્રકારે ? સંસારી – જેઓ જન્મમરણથી છૂટયા નથી ?
સિદ્ધ – જેઓ જન્મમરથી સર્વથા રહિત છે. ત્રણ પ્રકારે : બહિરાત્મા (અજ્ઞાની)
અંતરાત્મા (જ્ઞાની)
પરમાત્મા (પૂર્ણ જ્ઞાની) ચાર પ્રકારે નરકગતિ, પશુગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં
રહેલા આત્માઓ. પાંચ પ્રકારે એકેન્દ્રિય, દ્વિ-ઈન્દ્રિય, ત્રિ-ઇન્દ્રિ, ચતુર-ઇન્દ્રિય
અને પંચેન્દ્રિય-જેને જેટલી ઈન્દ્રિય હોય તે પ્રમાણે
ઉપર્યુક્ત પાંચ પ્રકારો છે. છ પ્રકારે ત્રસ* જીવનો એક પ્રકાર અને પૃથ્વીકાય, પાણીકાય,
વાયુકાય, અગ્નિકાય અને વનસ્પતિકાય એમ
સ્થાવર જીવોના પાંચ પ્રકાર એમ કુલ છ પ્રકાર થાય. પ્રશ્ર ૭: આત્માના નિત્યપણાનો નિર્ધાર કેવી રીતે થઈ શકે ? ઉત્તર ૭ઃ શાંતિપૂર્વક જીવનની વિચિત્રતાઓ નિહાળો. આટલાં બધાં
મનુષ્યોમાં કે પ્રાણીઓમાં કોઈ બિલકુલ એક સરખાં નથી. એક જ માબાપનાં બે બાળકોમાં એક સ્વરૂપવાન, સદાચારી, શ્રીમંત અને ધીમત છે; જ્યારે બીજો કદરૂપો, દુરાચારી, નિર્ધન અને મૂર્ખ છે. બન્નેને જીવન-કેળવણી તો સરખી જ મળી છતાં કેટલો બધો ભેદ ! આ ભેદ માત્ર આકસ્મિક ન માની શકાય. દરેક કાર્યનું કોઈ
ચોક્કસ કારણ હોય છે તેમ અહીં પણ પૂર્વકર્મરૂપ કારણ છે જેને *ત્ર નામકર્મના ઉદયનું નિમિત્ત હોતાં જેઓ હરીફરી શકે તે જીવો ત્રસ કહેવાય છે અને તેમ કરી શકે નહિ તેઓ સ્થાવર (એક જ જગ્યાએ સ્થિર રહેનારા) કહેવાય છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
3०८
સાધક સાથી
અવિવેકી લોકો just chance, just luck કહે છે.) જો આ પૂર્વકર્મ છે તો તેનો કરનારો એવો આત્મા પણ પૂર્વે હોવો જોઈએ. આ ભવ પહેલાં આત્મા હતો તેમ નક્કી થતાં પુનર્જન્મનો નિર્ધાર થાય છે જે આત્માનું નિત્યપણું સાબિત કરે છે. મોર-સાપ, ઉંદર-બિલાડી વગેરેને જન્મ જાત વેર કોઈ પણ પ્રકારની આ જન્મની કેળવણી વિના હોય છે તે પૂર્વજન્મના સંસ્કાર સૂચવે છે. આ ઉપરાંત કેટલાંક સંતોને અથવા અન્ય વ્યક્તિઓને પૂર્વજન્મનું સ્મરણ થાય છે જે સ્પષ્ટપણે આત્માનું નિત્યપણું
સાબિત કરે છે. પ્રશ્ન ૮ આત્મા બંધનમાં છે તે કેવી રીતે માનવું ? બંધનમાંથી તે છૂટી
શકે ? ઉત્તર ૮ઃ જગતના જીવો જ્ઞાન અને આનંદને પ્રાપ્ત કરવા નિરંતર પ્રયત્ન
કરી રહેલાં દેખાય છે તે એમ પુરવાર કરે છે કે તેમનાં જ્ઞાન અને આનંદ ઊણાં છે, અધૂરાં છે. જ્ઞાન અને આનંદ સ્વભાવમાં તો પૂર્ણ છે અને પ્રગટમાં અધૂરાં છે. માટે આ જ્ઞાન-આનંદનો પ્રગટ અનુભવ રોકનારું કોઈ કારણ હોવું જોઈએ અને જે કારણ છે તે જ બંધન છે, તે બંધનને વશ વર્તવાથી આ આત્માનો પૂર્ણજ્ઞાન-આનંદ સ્વભાવ પ્રગટ અનુભવમાં આવતો નથી. સન્માર્ગની આરાધના દ્વારા આત્માની શક્તિઓનું પરિજ્ઞાન પ્રાપ્ત કરી તેમની ઉપાસનાથી બંધનરહિત દશા પ્રગટ કરી શકાય
પ્રશ્ન : સન્માર્ગની આરાધના દ્વારા આ આત્મિક શક્તિઓને જાણવાથી
અને ઉપાસવાથી શો ફાયદો છે ? ઉત્તર : ૯ જ્યારે આત્માની ઉપાસના કરવામાં આવે ત્યારે પ્રથમ તેની
સાચી શ્રદ્ધા અને ઓળખાણ થતાં આત્મદર્શન અને આત્મ-જ્ઞાન પ્રગટે છે અને આત્માનો સત્ય આનંદ પણ અંશે (સ્વસંવેદન દ્વારા સ્વાનુભવ પ્રગટ થવાથી) પ્રગટે છે. જેમ જેમ ઉપાસના આગળ વધે તેમ તેમ વિશેષ આનંદ પ્રગટતો જાય છે. આમ, આત્મશક્તિની ઉપાસનાથી ક્રમે કરીને પૂર્ણ શાશ્વત આનંદની પ્રાપ્તિ અને સર્વ દુઃખોનો સર્વથા ક્ષય થતો હોવાથી તે ઉપાસના વિવેકી પુરુષોએ સર્વ પ્રકારે સંમત કરી છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
આત્મસ્વરૂપ
૩૦૯
પ્રશ્ન ૧૦: આત્માની શક્તિઓ કયા ક્રમથી પ્રગટે ? ઉત્તર ૧૦ આત્માની અનંત શક્તિઓ છે તે બધી શક્તિઓ ક્રમે કરીને.
સાચી સાધનાપદ્ધતિને અનુસરવાથી, જેમ જેમ પ્રતિસ્પર્ધી કર્મોને
હટાવવામાં આવે તેમ તેમ પ્રગટ થાય છે. પ્રશ્ન ૧૧ : આત્માની શક્તિઓ જે સાધનાપદ્ધતિ દ્વારા પ્રગટે તે
સાધનાપદ્ધતિ બતાવો. ઉત્તર ૧૧ સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ - આ ત્રણની
એકત્વરૂપ અને અવિરુદ્ધ સાધના કરવાથી આત્મશક્તિઓનો.
પ્રકાશ થાય છે. પ્રશ્ન ૧૨ ઃ આવી સાધના દૈનિક જીવનમાં કયો ક્રમ સેવવાથી સિદ્ધ થઈ શકે
તે વિગતવાર, વિસ્તારથી અને વ્યાવહારિક પદ્ધતિથી (by
practical methods) જણાવો. ઉત્તર ૧૨ તે સાધનાની બે ભૂમિકા છે : પ્રથમ ભૂમિકામાં મુખ્યપણે.
અજ્ઞાનના નાશ દ્વારા આત્મબોધની અને આત્મશાંતિની પ્રાપ્તિ કરવાની છે. બીજી ભૂમિકામાં સ્થિરતારૂપ વિશિષ્ટ સંયમ દ્વારા આત્માના સાતિશય, અતીન્દ્રિય અને તાત્ત્વિક આનંદની
પૂર્ણપણે પ્રાપ્તિ કરવાની છે. પ્રશ્ન ૧૩: પ્રથમ ભૂમિકારૂપ આત્મબોધ અને આત્મશાંતિની પ્રાપ્તિનો ક્રમ
અને ઉપાય સવિસ્તર બતાવો. ઉત્તર ૧૩ સૌ પ્રથમ, મારે શાશ્વત અને સત્ય આનંદ પ્રાપ્ત કરવો છે એવો.
અફર નિર્ણય કરવો. ત્યાર બાદ તેવો આનંદ થોડો કે વધુ જેમને પ્રાપ્ત થયો હોય તેવા સાચા સંત પાસે જવું* તેમના સાનિધ્યમાં રહી તેમનો પરિચય કરવો. તેમના પ્રવચન-સત્સંગમાં જે સામાન્ય ઉપદેશ હોય છે તેમાં સમજણપૂર્વક રસ અને ઉત્સાહ લઈને. તેની નોંધ કરીને પોતાની પાત્રતા વધારવી. આમ વારંવાર તેમના સમાગમને અને બોધને સમજવાથી અને અનુસરવાથી સાધકની ભૂમિકા એક બે વર્ષમાં તૈયાર થાય છે. આ ભૂમિકા તૈયાર થાય ત્યારે, સંત સાધકને વિશિષ્ટ બોધ આપે છે, જેમાં સતત આત્મજાગૃતિરૂપી મહામંત્રની દીક્ષા દ્વારા સ્વરૂપ
* દેવ-ગુરુનું સ્વરૂપ” એ નામનું પ્રકરણ.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સાધક–સાથી
અવલોકનની લોકોત્તર કળામાં તેને પ્રવીણ બનાવવામાં આવે છે. આ કળાની સતત સાધના દ્વારા થોડા કાળમાં તે સત્યસાધક સાધનાની વિવિધ ભૂમિકાઓનું સફળતા-પૂર્વક આરોહણ કરી આત્મસાક્ષાત્કાર દશાને પામવાથી સંત બની જાય છે. આ સામાન્ય ક્રમની આરાધનાથી તે હવે આત્મબોધ અને આત્મશાંતિનો સ્વામી થાય છે.
પ્રશ્ન ૧૪ : તો શું સંતનો સમાગમ અને આશ્રય ન મળે તો આત્મબોધની પ્રાપ્તિ ન થાય ?
ઉત્તર ૧૪ :સામાન્યપણે તો તેમ જ છે, પરંતુ અહીં અપવાદ પણ છે. પૂર્વભવના કોઈક વિરલ, સંસ્કારી અને આરાધક જીવને સત્શાસ્ત્રના સુયોગ દ્વારા અથવા દુઃખના સંયોગ દ્વારા અથવા અન્ય કારણથી સન્માર્ગ પ્રત્યે વળવાનું બની શકે છે અને તે પણ માર્ગારૂઢ થઈ શકે છે.
પ્રશ્ન ૧૫ : આત્મસાધનાની બીજી ભૂમિકા કઈ છે ?
ઉત્તર ૧૫ ઃપ્રાપ્ત થયેલા આત્મબોધનું રક્ષણ કરવું, તેને વર્ધમાન કરવો અને સંયમની સાધના દ્વારા આત્મચિરતાનો અભ્યાસ સિદ્ધ કરવો તે આત્મસાધનાની બીજી ભૂમિકા છે.
પ્રશ્ન ૧૬ : તે આત્મસાધનાની પદ્ધતિ કંઈક વિસ્તારથી કહો.
ઉત્તર ૧૬ ઃસાચું જ્ઞાન પ્રગટ થવાથી સાધકને તાત્ત્વિક આત્મપ્રતીતિ પ્રગટે છે. તેનાં બળ-ઉલ્લાસ-ઉત્સાહ અને ધગશ વધી જાય છે. પરમાત્મતત્ત્વ પ્રત્યે તેને અપૂર્વ પ્રેમ પ્રગટે છે. પ્રાપ્ત થયેલા આત્માના આંશિક અનુભવના બળે તે નિઃશંક અને મહદ્ અંશે નિર્ભય બની જાય છે.
તેના જીવનમાં ક્રમે કરીને અનેક પરિવર્તન આવે છે. પહેલાં તેને દુનિયાની વાતોમાં અને પ્રસંગોમાં જેવો રસ હતો તેવો રસ હવે રહેતો નથી, કારણ કે તેના રસની અને પુરુષાર્થની ઘોતક એવાં ક્ષમા, વિનય, શાંત સ્વભાવ, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને તેથી નિષ્પન્ન થતો કરુણાભાવ, નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગની આરાધનામાં વિશેષ રસ, એકાંતમાં મૌન અને ધ્યાન-સ્મરણ-ચિંતન, સૂક્ષ્મદૃષ્ટિસહિતની અધ્યયનશીલતા, કોઈની પણ નિંદાનો અભાવ, સાદો-સાત્ત્વિક મિતાહાર, હિતકારી, સૌમ્ય-સત્ય-પ્રિય વાણી, અયાચકપણું તથા ધર્મલોભી જીવોને સત્યધર્મની પ્રાપ્તિનું કારણ બને
Page #330
--------------------------------------------------------------------------
________________
આત્મસ્વરૂપ
૩૧૧
તેવાં પરોપકારનાં કાર્યોમાં નિષ્ઠાવાનપણું ઇત્યાદિ ઉત્તમ ગુણો તેના જીવનવ્યવહારના પ્રત્યેક પ્રસંગમાં દેખાઈ આવે છે.
ટૂંકમાં, પ્રસન્નતાસહિત અને આત્મજાગૃતિપૂર્વક અંતર્મુખ સાધના દ્વારા જ્યાં આત્મશુદ્ધિની વૃદ્ધિ થઈ રહી હોય એવી જીવનપદ્ધતિ તે આત્મસાધનાની બીજી ભૂમિકાનું મુખ્ય લક્ષણ છે. બાકી તો, બધાય સંતો બાહ્ય પ્રવૃત્તિમાં એકસરખી રીતે વર્તે તેવું પ્રાયે બનતું નથી.
- સાધનાની આ ભૂમિકાની પૂર્ણતાએ પહોંચનાર સાધકનો આત્મા સર્વથા શુદ્ધ થઈ જાય છે. તેને જ આત્મામાંથી પરમાત્મા અથવા જીવમાંથી શિવ અથવા પુરુષમાંથી પુરુષોત્તમ વગેરે અનેક નામોથી સંબોધવામાં આવે છે. તે સર્વજ્ઞ, વીતરાગ અને અનંત આનંદનો શાશ્વત ભોક્તા બની રહે છે. પ્રશ્ન ૧૭ : આત્મસ્વરૂપ અને તેનો મહિમા શાસ્ત્રોના આધારે બતાવો. ઉત્તર ૧૭ :
(૧) જે દ્રષ્ટા છે દૂષ્ટિનો, જે જાણે છે રૂપ,
અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. (૨) સ્પષ્ટ સ્વાનુભવે વ્યક્ત, અક્ષયી દેહવ્યાપક,
આનંદધામ આ આત્મા, લોકાલોક પ્રકાશક. (૩) એક જીવદ્રવ્યમેં અનંત ગુણ વિદ્યમાન
એક એક ગુણમેં અનંત શક્તિ દેખિયે; જ્ઞાનકો નિહારિયે તો પાર યાકો કાહૂ નાહિં; લોક ઓ અલોક સબ યાહિમેં વિશેખિયે દર્શનકી ઓર જો વિલોકિયે તો વહી જોર છો? દ્રવ્ય ભિન્ન ભિન્ન વિદ્યમાન પેખિયે; ચારિત્રસ થિરતા અનંતકાલ થિરરૂપ,
ઐસે હિ અનંત ગુણ ભૈયા સબ લેખિયે. (૪) આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ;
છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનક માંહી,
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ, ૧. દેખીએ, જોઈએ. ૨. શ્રદ્ધા. ૩. જીવ, પુગલ, ધમસ્તિકાય, અધમસ્તિકાય, કાળ અને આકાશ આ છ દ્રવ્યો વડે જ સમસ્ત વિશ્વ બનેલું છે, એમ જૈનદર્શનકારો માને છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૨
(૫) ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. (૬) છહૌં દ્રવ્ય નવ તત્ત્વતેં, ન્યારો આતમરામ, ઘાનત જો અનુભવ કરે, તે પાવૈ શિવધામ. (૭) આત્મા, દ્રવ્યે નિત્ય છે પર્યાયે પલટાય, બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય.
(૮) નહિ વિશુદ્ધ અનુભવ વિના, શુદ્ધ સ્વરૂપ પમાય; શાસ્ત્ર યુક્તિથી બાહ્ય.
અતીન્દ્રિય પરબ્રહ્મ શત
(૯) અહો ! અનંત બળનો સ્વામી એવો આ આત્મા ધ્યાનની શક્તિથી ત્રણે લોકમાં ખળખળાટ મચાવી શકે તેવા સમસ્ત વિશ્વને પ્રકાશનારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.
-
સાધક સાથી
(૧૦) જેનું મનન મન દ્વારા નથી થઈ શકતું, પરંતુ જેની શક્તિથી જ મન મનન-વ્યાપારમાં સફ્ળ બની શકે છે તેને તમે આત્મા (બ્રહ્મ) જાણો (૧૧) નિર્મળ, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ ચૈતન્યઘન,
પ્રગટ આત્મસ્વરૂપ છે.
સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે આત્મા છે.
જે સર્વને જાણે છે તે આત્મા છે.
જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે.
ઉપયોગમય આત્મા છે.
અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે.
આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન અનુભવમાં છે.
તે આત્મા નિત્ય છે, અનુત્પન્ન અમલિન સ્વરૂપ હોવાથી ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે.
તેના ફળનો ભોક્તા છે.
ભાન થયે સ્વભાવપરિણામી છે, સર્વથા સ્વભાવ પરિણામ તે મોક્ષ છે.
Page #332
--------------------------------------------------------------------------
________________
SO
પ્રશ્ન ૧ : અધ્યાત્મ એટલે શું ?
ઉત્તર ૧ : સ્વ-ભાવને સ્વભાવરૂપે યથાર્થપણે ઓળખી તે અંગીકાર કરવો અને પર-ભાવને ૫૨-ભાવરૂપે યથાર્થપણે ઓળખી તેને અંગીકાર ન કરવો તે અધ્યાત્મ છે.
પ્રશ્ન ૨ :
આ અધ્યાત્મની જીવનમાં શું અગત્ય છે ?
ઉત્તર ૨ : પૂર્વાચાર્યોએ અનેક પ્રકારની વિદ્યાઓમાં મુખ્ય ચૌદ વિદ્યાઓ કહી છે. આ ચૌદ વિદ્યાઓમાં શાશ્વત આનંદને આપનારી, સર્વોપરી વિદ્યા તે અધ્યાત્મવિદ્યા છે, માટે શાશ્વત આનંદના ઇચ્છુકે તે વિદ્યા જાણવી રહી પામવી રહી. અમે
શાસ્ત્રોમાંથી આત્માના શુદ્ધ-બુદ્ધ-સચ્ચિદાનંદ સ્વરૂપને વાંચી અને જાણી લીધું છે, તેથી હવે અમને પણ અધ્યાત્મની પ્રાપ્તિ ખરી કે નહિ ?
પ્રશ્ન ૩:
ઉત્તર ૩:
દુનિયાનો સર્વોત્તમ આનંદ જો એમ ઉપલક જાણપણાથી મળતો હોય તો તો જગતમાં ઘણા જીવોને તે પ્રાપ્ત થઈ જાત. જાણવાથી માત્ર માહિતી પ્રાપ્તિ થાય. એટલા માત્રથી કાર્ય સિદ્ધ થતું નથી. પ્રશ્ન ૪ : દોરડામાં સર્પની ભ્રાંતિ થઈ હોય તે દૂર થતાં ભય જતો રહે છે તેમ આત્માના શુદ્ધ સ્વરૂપના જાણપણાથી સાચા અધ્યાત્મી બની શકાય કે નહિ ?
અધ્યાત્મ
ઉત્તર ૪: માત્ર જાણપણાથી સાચા અધ્યાત્મી ન બની શકાય. આ જીવ અનાદિ કુસંસ્કારને વશ હોવાથી તેવું જાણપણું તુરત જ ભૂંસાઈ જાય છે, માટે પ્રાપ્ત થયેલો બોધ સાધકમાં પરિણામ પામે તે માટે તેનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ; અને તેવો અભ્યાસ કરવા માટે જરૂરી એવી પાત્રતાના વિવેક, ઉપશમ, તિતિક્ષા, વૈરાગ્ય આદિ જે ગુણો તે જીવનમાં પ્રગટાવવા જોઈએ. આવો અભ્યાસ તો કષ્ટદાયક લાગે છે. તેની શી જરૂર છે ?
પ્રશ્ન ૫ :
—
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ઉત્તર ૫ : કોઈ પણ ઉત્તમ કાર્ય કરવું હોય તો અલ્પ કષ્ટ તો વેઠવું પડે, તો આ સર્વોત્કૃષ્ટ કાર્ય વિશિષ્ટ પરિશ્રમ વિના કેવી રીતે સંપાદન કરી શકાય ? સાચી નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવાથી પૂર્વ-સંસ્કારનું બળ ઘટી જાય છે, આત્મબળ વધી જાય છે અને પ્રાપ્ત થયેલો બોધ સતત સ્મરણમાં રહેવાથી મોહદશાનું જોર ચાલતું નથી અર્થાિત્ યથાર્થ આત્મજ્ઞાનનો ઉદય થાય છે. આ કારણને લીધે શાસ્ત્રોમાં અભ્યાસ અને વૈરાગ્યથી મનોજય કરી આત્મસિદ્ધિ માટે પ્રેરણા કરી છે. અભ્યાસ વિના સાધકદશા હોય નહિ અને સાધકદશા વિના સિદ્ધદશા પ્રગટે નહિ, માટે શાસ્ત્રોમાં કહ્યો તેવો અભ્યાસ કરવો ઇષ્ટ છે, હિતકારી છે, અનિવાર્ય છે. અધ્યાત્મની ભાવના કેવી રીતે ભાવવી ?
સાધક–સાથી
પ્રશ્ન ૬ :
ઉત્તર ૬ : અધ્યાત્મની પ્રાપ્તિ તે ધર્મજીવનની સાચી સફળતા છે. જેણે સાચા અધ્યાત્મજ્ઞાની બનવું હોય તેણે અવશ્ય પોતાના જીવનમાં અનેક સદ્ગુણો પ્રગટ કરી ઉત્તમ પાત્રતા પ્રગટ કરવી જોઈએ. પાત્રતાની પ્રાપ્તિની સાથે સાથે આવી ભાવનાઓ ભાવવાથી પોતાના આત્માની શુદ્ધિ થઈને અધ્યાત્મમાર્ગમાં વિકાસ થઈ શકશે.
(અ) હું મારા સ્વરૂપમાં છું કે નહિ ? સદ્ઉપયોગમાં છું કે નહિ ? ધર્મધ્યાનમાં છું કે નહિ ? મારામાં વીતરાગતા, માર્દવ, સંતોષ, પવિત્રતા, કરુણા આદિ ઉત્તમ ભાવો છે કે નહિ ? ઇત્યાદિ. (બ) સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ, ગુણવાન પુરુષોને જોઈને સહર્ષ તેમના ગુણો ગ્રહણ કરવાનો ભાવ, દુઃખી જીવો જોઈને કરુણાથી તેમના દુઃખ દૂર કરવાનો ભાવ તથા ક્રૂર, નાસ્તિક અને દુર્જન પુરુષો પ્રત્યે મધ્યસ્થભાવ રાખવાનો અભ્યાસ હું કરી રહ્યો છું કે નહિ ? પોતાનામાં પ્રગટ થયેલા ગુણો ગૌણ કરું છું કે નહિ અને પોતાના દોષો જોવામાં અપક્ષપાતી થઈ તેમને દૂર કરવાના પ્રયત્નમાં છું કે નહિ ? ઇત્યાદિ.
(ક) પરમ શાંતરસમાં નિમગ્ન પરમાત્મા, આત્મજ્ઞાની સમાધિનિષ્ઠ પ્રબુદ્ધ સદ્ગુરુ અને દયામય ધર્મની આરાધનામાં વારંવાર મારું ચિત્ત લાગી રહ્યું છે કે નહિ અને તેમ કરવામાં પ્રતિબંધક કારણો હું છોડી રહ્યો છું કે નહિ ? ઇત્યાદિ.
Page #334
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
પ્રશ્ન ૭ :
(ડ) આત્મા જ દેવ, આત્મા જ ગુરુ, આત્મા જ ધર્મ, આત્મા જ સુખ, આત્મા જ મોક્ષ, આત્મા જ અખંડ આનંદનું ધામ અને આત્મા જ પરમાત્મા છે એવી ભાવનાના આલંબનથી વૃત્તિ અંતર્મુખ અને નિર્મળ કરી રહ્યો છું કે નહિ ? ઇત્યાદિ.
તો આ થોડા અધ્યાત્મજ્ઞાનના બોલો ગોખી પોતાને શાની માને તે કેવા છે ?
૩૧૫
ઉત્તર ૭ઃ જ્ઞાનીની દૃષ્ટિમાં તેઓ કરુણાપાત્ર છે. કર્મબંધ માત્ર પોતાની માન્યતા પ્રમાણે નથી થતો પણ દશા પ્રમાણે થાય છે. વળી જીવનમાં અનુભૂતિ પણ દશાની અવસ્થાની હોય છે. માન્યતાની હોતી નથી. જેઓ મુખ્યપણે આત્માનંદના ભોગી હોય તેઓ વિષયાનંદના પ્રેમી હોતા નથી. આત્મજ્ઞાનથી પરિતૃપ્ત પુરુષ રુચિપૂર્વક સાંસારિક વિષયોમાં રમે નહિ કારણ કે તે સાચા આનંદના દેનારા નથી, તેવું તેને સ્પષ્ટ અને દૃઢ અંતરશ્રદ્ધાન હોય છે. વળી આત્માનંદના અનુભવથી તેઓનું ચિત્ત શીતળ અને શાંત થયું હોય છે, તેથી અયોગ્ય વિષયોમાં તેમની પ્રવર્તનબુદ્ધિ ઘટતી નથી.
માટે અનુભવજ્ઞાની તે અનુભવજ્ઞાની છે અને શુષ્કાની તે શુષ્ક-જ્ઞાની છે.
પ્રશ્ન ૮ : તે બન્ને વચ્ચે કેવી રીતે ભેદ પાડવો ?
ઉત્ત૨ ૮ : તે કામ સહેલું નથી. બાહ્ય દૃષ્ટિવાન પુરુષને તો બન્ને સરખા લાગે છે, પરંતુ સાચી સાધનાના બળે જેમણે મુમુક્ષુપણું પ્રગટ કર્યું છે તેમને એક અંતરદૃષ્ટિ પ્રાપ્ત થાય છે જેને મુમુક્ષુનાં નેત્ર' કહે છે અને તે નેત્રો મહાત્માને - સાચા અનુભવી પુરુષને - ઓળખી શકે છે. આમ સ્વચ્છંદનો નિરોધ કરીને અને સત્સંગયોગે તત્ત્વબોધની પ્રાપ્તિથી જો ઉત્તમ મુમુક્ષુપણું પોતે સત્પુરુષાર્થથી પ્રગટાવે તો તે સાચો ઝવેરી બનવાથી સત્પુરુષરૂપી હીરાને પારખી શકે છે. અત્યંત આત્મજાગૃતિ, નિઃસ્પૃહતા, અવિરુદ સ્પષ્ટ આત્માર્થબોધક વાણી, અંતર્મુખ વલણ અને સમત્વદ્યોતક નિરાગ્રહી તત્ત્વદૃષ્ટિનું જીવનવ્યવહારનાં કાર્યોમાં પડતું પ્રતિબિંબ એ આદિ વડે અનુભવજ્ઞાની શુષ્ક જ્ઞાનીથી જુદા પડી જાય છે. એકમાં પરમાર્થદશા પ્રગટ થવાથી સાહિજકતા છે,
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૬
સાધક-સાથી
બીજાએ માત્ર સ્વાંગ લીધો છે તથારૂપ દૃષ્ટિ કે દશા પ્રગટ્યાં,
નથી. પ્રશ્ન ૯ઃ અનુભવજ્ઞાનીઓની સંખ્યા શી રીતે જાણવી ? ઉત્તર : આ જમાનામાં અત્યારે અનુભવજ્ઞાનીઓની સંખ્યા આંગળીને
વેઢે ગણી શકાય તેટલી જ હોવી સંભવે છે, કારણ કે મોહગ્રંથિનો ભેદ કરવા સુધી આત્મવીર્યને વિસ્તારવાળા સત્યનિષ્ઠ સાધકો
વિરલ જ દેખાય છે. વળી દુનિયાના લોકોને અનુભવજ્ઞાનીનું ઓળખાણ, રુચિ કે આશ્રય હોતાં નથી, કારણ કે દુન્યવી વસ્તુઓની પ્રાપ્તિમાં જ તેમને રસ છે અને તે જ ખરેખર તેમનું ધ્યેય છે. સાચા જ્ઞાની તે દુન્યવી વસ્તુઓ પ્રત્યે ઉદાસીન છે તેથી લોકો જ્ઞાની પ્રત્યે ઉદાસીન છે. મોટો લોકસમૂહ ભેગો કરવો કે ઘણા લોકોમાં પોતાની માન્યતા વધારવી તે કાંઈ જ્ઞાનીને ઇષ્ટ નથી, તેને તો મુખ્યપણે આત્મશુદ્ધિ અને આત્મસમાધિ જ ઈષ્ટ છે. આમ છતાં કરુણાના સાગર એવા તે મહાજ્ઞાનીઓ કોઈક યોગ્ય ધર્મલોભી જીવોને સહજપણે સત્યધર્મનો ઉપદેશ આપી સન્માર્ગે ચડાવે છે. પ્રશ્ન ૧૦ઃ તો પૂર્વે અનેક જ્ઞાની પુરુષોને મોટો શિષ્ય-પરિવાર કે
લોકમાન્યપણું હતું તેનું શું ? ઉત્તર ૧૦ કોઈ કોઈ જ્ઞાનીને પુણ્યયોગથી તેવું લોકમાન્યપણું હો તો હો,
પણ તે અર્થે તેમનો વિશેષ પ્રયત્ન હોતો નથી. હા, ધર્મલોભી જીવો સત્યમાર્ગને પામે અને તેથી તેમને પરમાનંદની પ્રાપ્તિ થાય એવી કરુણાબુદ્ધિ તેમને હોય છે. પણ લોકકલ્યાણય પ્રવૃત્તિ તેમના જીમનું ઉપફળ હોય છે, મુખ્ય ફળ નહિ. જ્ઞાન અને ચારિત્રની અત્યંત નિર્મળતાથી થોડા ઉત્તમ પુરુષો તેમના પ્રત્યે આકર્ષાય છે અને તેઓ તો સન્માર્ગને પામી જાય છે, પરંતુ તેમના આવા અંતેવાસી શિષ્યોને ત્યાર પછી સામાન્ય લોકો ગતાનુગતિક ન્યાયથી અનુસરે છે અને મૂળ અનુભવી પુરુષના શિષ્યોનો સમૂહ આ પ્રમાણે કાળક્રમે ઘણો વિસ્તાર પામી શકે છે. માટે મોટા શિષ્ય-પરિવારવાળા થયેલા પૂર્વના મહાજ્ઞાની પુરુષો વિશે પણ એમ જાણવું કે તેમના સાચા શિષ્યો તો પ્રમાણમાં થોડા
જ હતાઃ બાકી તો નામ-માત્ર શિષ્યોની સંખ્યા ઘણી મોટી હતી. - પ્રશ્ન ૧૧ : આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાનીના સમાગમનું
Page #336
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૩૧૭
સહકારીપણું સાધકને કેવી રીતે હોઈ શકે છે ? ઉત્તર ૧૧ જો બગીચાને માળીની જરૂર છે, ખેતરને રખેવાળની જરૂર છે,
કમળને ખીલવા માટે સૂર્યકિરણોની જરૂર છે અને સંસ્કારી બાળઉછેર માટે માતાની જરૂર છે તો સાધકદશાની ઉત્પત્તિ, સંરક્ષણ, સંવર્ધન અને સંતોત્પત્તિકરણમાં (સાધકમાંથી સંત થવાની પ્રક્રિયામાં) અધ્યાત્મજ્ઞાનીના સાનિધ્ય અને આશ્રયની
પણ જરૂર છે એમ જાણીએ છીએ. અનાદિથી અપરિચિત એવું જે આત્મતત્ત્વ તે આ જગતમાં એકમાત્ર અનુભવી સંતમાં જ પ્રગટપણે જોવા મળી શકે છે. જો કે તેમનું શુદ્ધાત્મત્વ એકદમ ઓળખાતું નથી તો પણ જેમ મોરલીના નાદે સર્પ જાગીને ડોલવા લાગે છે તેમ, તેમની દિવ્યપણાથી વ્યાપ્ત એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતાં પવિત્ર સ્પંદનોના વાતાવરણમાં નિકટભવી સુપાત્ર સાધકજીવની મોહમૂછ ઊતરવા લાગે છે. જેમ ઝવેરીને સાચા હીરાનું ઓળખાણ પડી જાય છે તેમ મુમુક્ષને પણ સાચા અધ્યાત્મજ્ઞાનીનું ઓળખાણ પડી જાય છે. હા, એ સત્ય છે કે તેનું મુમુક્ષપણું યથાર્થ અને ઉચ્ચ કોટિનું હોવું જોઈએ. વળી મોક્ષની સાધના સામાન્યપણે લાંબી છે તેથી વચ્ચે વચ્ચે આવતાં અનેક વિબોથી બચાવવા, માર્ગમાં આવતી અને મુશ્કેલીઓ દૂર કરવા, નિરાશાના સમયમાં આશાનું કિરણ પ્રાપ્ત કરવા અને અંત સુધી લોકોત્તર માર્ગની પ્રેરણા પ્રાપ્ત કરવા જીવંત અધ્યાત્મજ્ઞાનીનો સમાગમ સાધકને માટે ઉત્તમ સહકારી કારણ છે. આ વાત માત્ર તર્કગમ્ય નથી, પરંતુ તર્ક સાથે અનુભવગમ્ય પણ છે એમ જાણો. કલ્યાણ થાઓ. પ્રશ્ન ૧૨ ઃ અધ્યાત્મનો મહિમા શાસ્ત્રને આધારે બતાવો. ઉત્તર ૧૨ : ૧. જે જાણે પરમાત્માને અને તજે પરભાવ,
પંડિત આત્મા જાણે છે, તે છોડે ભવ સાવ. (૨) શમાવી ચિત્ત વિક્ષેપો, એકાંતે લીન આત્મમાં,
અભ્યાસે ઉદ્યમ યોગી, સહજાતમહત્ત્વતા. (૩) સબોધ સદ્ગુરુ તણો જીવ જે ઉપાસે, છે તેને નિજાત્મ થકી પુદ્ગલ ભિન્ન ભાસે.
૧. પુદ્ગલ = જડ, અચેતન
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૮
સ્વાનુભવે સહજ આત્મસ્વરૂપ રાજે, પામી સમાધિ શિવમંદિર તે વિરાજે.
(૪) ધન્ય જ્ઞાની ભગવંત તે, જે પરભાવ તત, લોકાલોક પ્રકાશક૨, આત્મા વિમલ લહંત. (૫) દાન્ત શાન્ત સદા ગુપ્ત, મોક્ષાર્થી સમકીતિ જે, અધ્યાત્મવૃદ્ધિને કાજે કૃતિ કરે નિર્દભ તે. (૬) નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહિયે રે. જે કિરિયા કરી ચૌગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે, નામ અધ્યાતમઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ ઠંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તો તેહશું ૨ઢ મંડો રે શ્રી શ્રેયાંસજિન અંતરયામી, આતમરામી નામી રે... (૭) ચિત્તરૂપી રણ ઉપ૨ અધ્યાત્મરૂપી વર્ષા થવાથી યોગનું બીજ પુષ્ટ થાય છે, પુણ્ય પરંપરાઓની પ્રાપ્તિ થાય છે અને સર્વત્ર ઘણી જ શાંતિનો અનુભવ થાય છે.
સાધક–સાથી
(૮) ચિત્તરૂપી નગરીમાં અધ્યાત્મરૂપ સૂર્યનો ઉદય થતાં તેના પ્રખર પ્રતાપથી અજ્ઞાનરૂપ અંધકાર ક્યાંથી રહે ? વળી તેના પ્રતાપથી વિષયોગરૂપ કાદવ સુકાઈ જાય છે અને ક્રોધ, માન, માયા, લોભ વગેરે ચોરો પલાયન થઈ જાય છે.
(૯) આનંદપૂર્ણ સમાધિરૂપ અમૃતને ફેલાવનાર અધ્યાત્મરૂપ ચન્દ્રની સ્પૃહા જેના ચિત્તમાં પ્રગટી નથી તે નિષ્ફળ જન્મવાળો મનુષ્ય, મનુષ્યની આકૃતિરૂપ પશુ છે.
(૧૦) જેની ચિત્તવૃતિ આત્મસ્વરૂપમાં રમણ કરે છે, જે સંસારના પ્રપંચ તરફ મધ્યસ્થ થઈ ગયો છે અને જે અધ્યાત્મ-રાજેશ્વરના અનુગ્રહને પામ્યો છે તેને સિદ્ધિઓની અને લબ્ધિઓની પ્રાપ્તિમાં શું ન્યૂનતા હોઈ શકે ? (૧૧) ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન-આ બધું અધ્યાત્મમાર્ગની સન્મુખ હોવું જોઈએ, નહિ તો કલ્યાણકારક થાય નહિ. દરેક પ્રગતિ લક્ષ્યવાળી હોય તો જ યોગ્ય ગણી શકાય.
(૧૨) મોહના સામર્થ્યને વશ નહિ થયેલા એવા મહાત્માઓની આત્માને લક્ષીને થયેલી શુદ્ધ પ્રગતિને ભગવાન અધ્યાત્મ કહે છે.
(૧૩) યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે
Page #338
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ
૩૧૯
અધ્યાત્મમાર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ તcવા તેટલા સમ્યક અંશ છે... ભાવ અધ્યાત્મ વિના અક્ષર (શબ્દ) અધ્યાત્મીનો મોક્ષ નથી થતો. જે ગુણો અક્ષરોમાં રહ્યા છે તે ગુણો જો આત્મામાં પ્રવર્તે તો મોક્ષ થાય.
આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે અધ્યાત્મજ્ઞાન.
Page #339
--------------------------------------------------------------------------
________________
અંતમંગળ
આ રીત તેથી પૂર્ણ થાયે ‘સાથી-સાધક' ગ્રંથ આ; જેમાં કહ્યો છે માર્ગ જે સૌ જીવને હિતકર સદા. જે શ્રી ગુરુઓના મુખેથી શ્રવણ કર્યું આ જન્મમાં; ને પૂર્વસંસ્કારો તણું ભાથું ભળ્યું છે જેહમાં.
અભ્યાસ અલ્પમતિ થકી નિયો કંઈ આ જીવનમાં, ને અલ્પ અનુભૂતિ થઈ જે કાંઈ આ નરજન્મમાં. સર્વજ્ઞ-સદ્ગુરુ-સંગશુભથી દોષ જે કંઈ પરિહર્યા; ને શાસ્ત્રસમ્મત રીતથી કરી તત્ત્વની આરાધના,
તો પણ ભર્યો અવગુણ અનેકે મંદતિ હું આત્મ આ; અવગુણ જોઈ મુજ તણા હાંસી ન કરશો બુધજના. રૂડું કંઈ દેખાય અહીં જો સંતજનકૃપા ગણો; ને દોષસહ જે હોય તે મુજ તુચ્છની ત્રુટિઓ ગણો. શુભભાવ અર્થે થઈ જ રચના અન્ય કંઈ છે કામ ના; સર્વજ્ઞશાસન શરણ ચાહું અન્ય ના ઇચ્છું કદા. ગુરુરાયના પરતાપથી પામું પૂરણ નિજસંપદા; સૌ જીવ વરજો એ રીતે સ્વદ્રવ્ય-શાશ્વત ચેતના.
Page #340
--------------------------------------------------------------------------
________________
[આ ગ્રંથના અધ્યયન-ખંડનાં વિવિધ પ્રકરણોના વિષયનો મહિમા’ અને ‘જીવંત દૃષ્ટાંતો’ના પેટાવિભાગમાં જેમનો આધાર લેવામાં આવ્યો છે તે તે ગ્રંથાદિ સ્રોતની કક્કાવાર સૂચિ અહીં સાભાર અવતિરત કરવામાં આવે છે.]
૧. અધ્યાત્મતત્ત્વાલોક (મુનિશ્રી ન્યાયવિજયજી)
૨. અધ્યાત્મસાર (ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી)
૩. અષ્ટાંગયોગસૂત્ર (મર્ષિ પતંજલ)
૪. અભિનંદનગ્રંથો (વિવિધ)
પ. આત્મકથા (મહાત્મા ગાંધીજી)
૬. આત્મસિદ્ધિશાસ્ત્ર (પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી)
૭. આદર્શ દૃષ્ટાંતમાળા ભાગ-૧ (સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય)
૮. આદર્શ દૃષ્ટાંતમાળા ભાગ-૨ (સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય) ૯. આનંદઘનજી (અધ્યાત્મયોગી)
૧૦. ઈમર્ઝન આર. ડબલ્યુ. (અમેરિકન દાર્શનિક ઃ (ઈ.સ. ૧૮૦૩૧૮૮૨)
૧૧. ઈશ્વરના આશકો
૧૨. ઇષ્ટોપદેશ (ગુજરાતી પદ્યાનુવાદ, રાવજીભાઈ દેસાઈ) ૧૩. ઈસુ ખ્રિસ્ત (Jesus Christ)
૧૪. ઉત્તરાધ્યયન સૂત્ર
૧૫. ઉપદેશછાયા (પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્ર)
૧૬. ઉપદેશપદ (શ્રી હરિભદ્રસૂરિ)
૧૭. ઉપદેશામૃત (શ્રીમદ્ લઘુરાજ સ્વામી, અગાસ) ૧૮. કબીરવાણી
પરિશિષ્ટ ૧
૧૯. કાર્લાઇલ થૉમસ
૨૦. કાલિદાસ (સંસ્કૃતના મહાકવિ)
૨૧. કેન-ઉપનિષદ
૨૨. કેનિંગ (અમેરિકન ધર્મગુરુ)
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૨
૨૩. ચતુર્વિશતિસ્તવન (યોગીરાજ આનંદધનજી) ચાણક્યનીતિશતક
૨૪.
૨૫. ચિદાનંદજી (અધ્યાત્મયોગી) ૨૬. ચીલો (મહાન ગ્રીક તત્ત્વચિંતક)
૨૭. જીવનનું ભાથું (પુનિત પ્રકાશન) ૨૮. ટૉલ્સ્ટૉય લિયો (માત્મા) ૨૯. તત્ત્વભાવના (આચાર્ય અમિતગતિ) ૩૦. તુલસીરામાયણ (સંત તુલસીદાસ) તૈતિરીય-ઉપનિષદ-ભૃગુવલ્લી
૩૧.
૩૨. દયાનંદ સરસ્વતી (સ્વામી) ૩૩. દશવૈકાલિકસૂત્ર
૩૪.
ઘાનતરાયજી (અધ્યાત્મ-કવિવર) ૩૫. ધર્મ (શ્રી ગોયન્કાજી, ઈગતપુરી) ૩૬. નરસિંહ મહેતા (પ્રસિદ્ધ ભક્તકવિ) ૩૭. નિયમસાર (આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી)
૩૮. ન્યાયવૈશેષિકદર્શન (ડૉ. નગીનભાઈ જે. શાહ) ૩૯. પંચતંત્ર
૪૦. પુનિતપ્રસાદી
૪૧. પ્રવચનસાર (આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી)
૪૨. પ્રજ્ઞાવબોધ (શ્રી બ્રહ્મચારી ગોવર્ધનદાસજી અગાસ) ૪૩. પ્રીતમદાસજીની વાણી
૪૪. પ્રેરક પ્રસંગો (મુકુલભાઈ ક્લાર્થી)
૪૫. બનારસીદાસ (પ્રસિદ્ધ અધ્યાત્મક-કવિવર) ૪૬. બિસ્માર્ક (જર્મન પ્રિન્સ)
૪૭. બુદ્ધિસાગરસૂરિ (શ્રી જયભિખ્ખુ-પાદરાકર) ૪૮. બ્રહ્મચર્ય (મુનિ શ્રી ચંદ્રશેખરજી)
૪૯. બ્રહ્મવિલાસ (વિદ્વર્ય ભૈયા ભગવતીદાસજી) ૫૦. બ્રહ્માનંદજી (પ્રસિદ્ધ ભક્તકવિ)
૫૧. બૃહદ્-આલોચના (લાલા રણજિતસિંહકૃત) ૫૨. ભાગવત-એકાદશસ્કંધ (શ્રીમદ્)
પ૩. ભાવનાબોધ (પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી)
સાધક-સાથી
Page #342
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
૫૪. ભૂધરવિલાસ (પ્રસિદ્ધ અધ્યાત્મ-કવિવર) ૫૫. મલૂકદાસ (ભક્ત-કવિ) ૫૬. મહાભારત (મહર્ષિ વ્યાસ)
૫૭. માર્ડન ઓ. એસ. (અંગ્રેજી દાર્શનિક)
૫૮. મૂઠી ઊંચેરો માનવી (શ્રી રવિશંકર મહારાજનું જીવનવૃત્ત) ૫૯. મૅકિયાવેલી (ઇટાલિયન પ્રવક્તા ઃ ઇ.સ. ૧૪૬૯-૧૫૨૭) ૬૦. મેરી ભાવના (જુગલકિશોર મુખ્તાર-યુગવીરજી) ૬૧. મોક્ષપ્રાભૂત (આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી)
૬૨. મોક્ષમાળા (૫૨મ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી) ૬૩. યોગસાર (યોગીન્દ્ર યોગીન્દુદેવ વિરચિત) ૬૪. યોગસાપ્રામૃત (આચાર્ય શ્રી અમિતગતિ) ૬૫. રવીન્દ્રનાથ ટાગોર (મહાકવિ)
૬૬. રસ્કિન (વિજયપંથ)
૬૭. રાજપદ (પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર) ૬૮. રાજસ્થાનનો જૈન ઇતિહાસ
૬૯. રામતીર્થ (સ્વામી)
૭૦. વાદીભસિંહ (આચાર્યશ્રી)
૭૧. વિલિયમ જેમ્સ (અમેરિકન દાર્શનિક) ૭૨. વિવેકચૂડામણિ (શ્રીમદ્ શંકરાચાર્યજી) ૭૩. વિવેકાનંદ (સ્વામી)
૭૪. વ્યાસ (મહર્ષિ)
૭૫. શુક્લ રામચંદ્ર (પ્રસિદ્ધ હિંદી લેખક) ૭૬. શ્રીમદ્ ભગવદ્ગીતા
૭૭. શ્રીમદ્ રાજચંદ્ર (ગુજરાતી-હિંદી લેખક)
૭૮. સંતોના પ્રેરક પ્રસંગો (સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય) ૭૯. સંતોનું સદાવ્રત (પુનિત પ્રકાશન)
૮૦.
સત્યકથા-અંગ (કલ્યાણ-હિંદી-ગોરખપુર)
૮૧. સમયસાર (આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી)
૮૨. સમયસાર નાટક (અધ્યાત્મ-કવિવર બનારસીદાસજી) ૮૩. સમાધિશતક (આચાર્ય શ્રી પૂજ્યપાદસ્વામી)
૮૪. સરયુદાસ (મહાત્મા) (સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય)
૩૨૩
Page #343
--------------------------------------------------------------------------
________________
૩-6
સાધક-સાધી
૮. સવર્થસિદ્ધિ (આચાર્ય શ્રી પૂજ્યસ્વામી) ૮. સારસમુચ્ચય (આચાર્ય શ્રી કુલભદ્ર) ૮૭. સીસરો (પ્રાચીન ઇટાલિયન વક્તા) ૮૮. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા (મુનીશ્વર કાર્તિકેયસ્વામી) ૮૯. હરિભાઉ ઉપાધ્યાય ૯૦. હિતોપદેશ ૯૧. જ્ઞાનસાર (ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી) ૯૨. જ્ઞાનાર્ણવ (આચાર્ય શ્રી શુભચંદ્ર-ભાષાવચનિકા સહિત)
Page #344
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૨
સાધકને દૈનિક ડાયરીની ખૂબ અગત્યતા છે. તે કેવી રીતે બનાવવી તેનો નમૂનો અહીં આપવામાં આવ્યો છે. અત્રે તા. ૩ સુધી બતાવ્યા મુજબ તા. ૧ થી ૩૧ મી સુધીનો ચાર્ટ બનાવવો.
સાધકની દૈનિક ડાયરી
સાધકનું નામ
૧.
કેટલા વાગે ઊઠ્યા ?
૨.
ઇષ્ટમંત્રનો કેટલો જાપ કર્યો ?
૩.
કેટલા કલાક સાચન કર્યું ?
૪. ભક્તિમાં કેટલો સમય ગાળ્યો ?
૫. કેટલો લેખિત સ્વાધ્યાય કર્યો ?
૬. શું દાન દીધું ?
૭.
..
૯.
૧૦.
પરોપકારનું શું કાર્ય કર્યું ?
સત્કથા શ્રવણ કરી ?
ક્ષમાની આરાધનામાં કેટલી ત્રુટિ થઈ ?
અભિમાન કેટલી વાર કર્યું ?
સરનામું
તારીખ ૧
૨૩
માસ...વર્ષ
ઉંમર
વિશિષ્ટ પ્રસંગોની નોંધ
Page #345
--------------------------------------------------------------------------
________________
૧
૨
૩૨
૩
તારીખ ૧૧. કેટલી વાર જૂઠું બોલ્યા? મેં ૧૨. સત્સંગ કેટલો કયો ૧૩. આધ્યાત્મિક પદ કંઠસ્થ કર્યો ? ૧૪. નિંદા કેટલી વખત કરી? ૧૫. રેડિયો, સમાચારપત્ર, ગપ્પામાં કેટલો સમય વ્યતીત કર્યો ? ૧૬. તામસિક અભક્ષ આહાર કર્યો ? ૧૭. કોઈની જોડે ઝઘડો-બોલાચાલી કરી ? ૧૮. દિવસે કેટલું ઊંધ્યા? ૧૯. બ્રહ્મચર્ય કેટલી શુદ્ધિથી પાળ્યું ? 9 ૨૦. ખોટી ટેવ કઈ છોડી દીધી?
૨૧. કલ્યાણકારી નિયમ કયો લીધો ? ૨૨. તત્ત્વચિંતન કેટલું કર્યું? ૨૩. પ્રાયશ્ચિત ક્ષમાપના કયાં ? ૨૪. કેટલા વાગે સૂતા? ૨૫. સ્વપ્ન આવ્યું કે કેમ ? કેવું આવ્યું?
સાધક-સપી
Page #346
--------------------------------------------------------------------------
________________ EDS, AND ACTIONS UGHTS, WO CE IN THOJ THE HIGHE VIOLENC 1-NON TRELIGION परस्परोपग्रहोजीवानाम Live and Let Live www.jainelibrary, rg