SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ દેશકાળનો વિચાર ૨૧૯ તેવી લોકવ્યવસ્થા ઊભી કરી શક્યા નથી એમ આપણે કબૂલ કરવું રહ્યું. આમ, સામાન્ય દેશકાળનો વિચાર થયો. અધ્યાત્મવિકાસની દૃષ્ટિએ વિચારીએ તો વર્તમાન કાળમાં આપણે સામાન્ય રીતે પ્રગતિ કરી નથી એમ કહી શકાય, કારણ કે આપણું નીતિમત્તાનું ધોરણ નીચે જઈ રહ્યું છે. મધ્યમ કે ઉત્તમ કક્ષાના સપુરષોની સંખ્યા આપણા સમાજમાં ખૂબ જ ઘટી ગઈ છે જેથી સાધનામાં માર્ગદર્શન મેળવવું હોય તેવા સાધકોને આજે સંતો શોધ કર્યો પણ મળવા દુર્લભ થઈ ગયા છે. મોટાં શહેરોના ધમાલિયા અને વ્યસનદૂષિત વાતાવરણમાં માંડ બે-ત્રણ કલાક પણ ક્યાંય સાધનાને યોગ્ય શાંત વાતાવરણની પ્રાપ્તિ થવી કઠિન બની ગઈ છે. આ અને આવાં અનેક કારણોનો વિચાર કરીએ તો આપણે દિલગીરી સાથે કબૂલ કરવું જોઈએ કે વર્તમાન દેશકાળ સાધના માર્ગે ચાલનાર માટે વિપરીત ગણી શકાય તેવો સ્પષ્ટપણે દેખાય છે. આથી શંકા થાય કે મંદિરોમસ્જિદો અનેક વધ્યાં છે, ધાર્મિક પ્રવચનોની સંખ્યા વધી રહી છે. સંકર્તિન સત્સંગના કાર્યક્રમો યોજાય છે, ધર્મપરિષદો મળે છે, દીક્ષાના વરઘોડા અને તીર્થયાત્રાના સંઘો નીકળે છે, ધર્મશાળાઓ, આશ્રમો, ઉપાશ્રયો વગેરે વિસ્તરી રહ્યાં છે, ધ્યાન-શિબિરો. અને યોગના તાલીમવર્ગો અનેક જગ્યાએ ખૂલી રહ્યાં છે તો તમે કેવી રીતે કહી શકો કે આ જમાનામાં અધ્યાત્મ ક્ષેત્રે આપણે રકાસ થયો છે ! શું આમ કહેવામાં કાંઈ અસાવધાની તો નથી થતી ને ? ભાઈ ! આત્મવિકાસની કસોટી માત્ર બાહ્ય વર્તનથી નથી પરંતુ આપણા આચારવિચારની નિર્મળતા તથા વર્તમાનમાં આપણા જીવનમાં કેટલી આત્મશાંતિનો અનુભવ થઈ રહ્યો છે અને સદ્ગણોનો વ્યવહાર આપણા રોજબરોજના જીવનમાં કેટલો પ્રતિબિંબિત થાય છે તેના પર છે. આપણે સત્સંગ પ્રવચનમાં કે પૂજા-પારાયણ, બંદગી-પ્રાર્થનામાં જોડાઈએ છીએ તો તેનું કાઈક સારું ફળ આપણા જીવનમાં દેખાવું જોઈએ. જો અત્યારે વ્યસનો જે મોજશોખનાં સાધનો વધારનારી કલબો દિવસોદિવસ વધતી જતી હોય તો તે આપણા અધપતનને જ દર્શાવે છે. જો દાણચોરી, કાળાં બજાર, કરચોરી, ભેળસેળ, ભ્રષ્ટાચાર, ગરીબોનું શોષણ, આંતરિક કુસંપ, કુટુંબનો કે સમાજમાં વેરઝેર, પતિપત્નીના કે પિતા-પુત્રના કે યુવાન-વડીલોના સંબંધોમાં અત્યંત ઘર્ષણ, અહંકાર, વિસંવાદ, તોછડાઈભર્યું વર્તન વિનય અને પ્રેમનો અભાવ તથા મન મોટું રાખીને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy