________________
દેશકાળનો વિચાર
આપણે સૌ ઈ.સ. ૧૭૯ના વર્ષમાં ભારત દેશમાં રહીએ છીએ. સામાન્ય રીતે આ યુગને વીસમી સદી અથવા અણુયુગ અથવા વિજ્ઞાનયુગ કહે છે. જો કે લોકમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આપણે આ જમાનામાં બહુ સુધર્યા છીએ અથવા ઘણી પ્રગતિ કરી છે તો પણ આ વાત માત્ર બાહ્ય સગવડની વૃદ્ધિની દૃષ્ટિએ જ સત્યાર્થ માનીએ છીએ. ખાવા-પીવાની, બેસવા ઊઠવાની, અવરજવરની કે તાર, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન વગેરેની સગવડ વધી છે એ વાત ખરી, પણ તેથી આપણે સુધર્યા છીએ કે કેમ ? ખરેખર સુખી થયા છીએ કે કેમ ? એ આદિ વિચારણીય છે.
પહેલાંના જમાનામાં સાદાઈ હતી, સંતોષ હતો, મુખ્યપણે આપણો વસવાટ ગ્રામવિસ્તારોમાં હતો. આપણી જરૂરિયાતો મર્યાદિત હતી અને તેથી આપણો ખર્ચ પણ મર્યાદિત હતો. ખર્ચ મર્યાદિત હોવાને લીધે ખૂબ આવક મેળવવા માટે મોટા મોટા આરંભો કરવા પડતા ન હતા કે દેશવિદેશની વિશેષ મુસાફરીની પણ જરૂર પડતી ન હતી. રાજ્યકર્તાઓ પણ પ્રજા ઉપર અસહ્ય કરબોજ નાખતા ન હતા, કારણ કે રાજ્યની સામાન્ય આવકમાં રાજ્યખર્ચનો નિભાવ થઈ રહેતો હતો.
છેલ્લા એક-દોઢ સૈકામાં વિજ્ઞાને નોંધપાત્ર પ્રગતિ કરી. અહીં છેલ્લા સાત-આઠ દાયકાઓની દૃષ્ટિએ વિચાર કરીએ તો આ સમય દરમિયાન વિજ્ઞાનની વિવિધ શાખાઓ કૂદકે ને ભૂસકે આગળ વધી. છેલ્લાં ત્રીસેક વર્ષથી આપણો દેશ સ્વતંત્ર થયો. જો કે હવે આપણા દેશમાં અનેક નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું છે અને દેશે ઔદ્યોગિક પ્રગતિ કરી છે તથા કૃષિક્ષેત્રે પણ અનાજનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ આપણામાંના સામાન્ય માનવીની કપડાં-રોટી-મકાનની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે તેમ કહી શકાતું નથી, હજુ પણ કરોડો ગરીબ લોકો આપણા દેશમાં તદ્દન ગરીબ અવસ્થામાં જ જીવી રહ્યા છે. જો કે આમાં નિરક્ષરતા, અંધવિશ્વાસ, જુનવાણી રિવાજો વગેરે અનેક કારણો છે તે હકીકત છે, છતાં પણ આપણે આપણા દેશબાંધવોને વ્યવહારજીવનની પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org