________________
४८
ગૃહસ્થની સાધના
ભૂમિકા
આત્મસાધના કરવા માટે જ્ઞાનીઓએ બે પદ્ધતિઓનો આવિષ્કાર કર્યો છે. એક ગૃહસ્થની મર્યાદામાં રહીને અને બીજી સાધુધર્મની મર્યાદામાં રહીને. આ બેમાંથી ગમે તે પ્રકારે સાધના કરવામાં આવે, પરંતુ એટલું તો નિશ્ચિત છે કે યથાર્થ સમજણ અને સમીચીન દૃષ્ટિની બંનેમાં જરૂર છે. જો સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ હશે તો ગૃહસ્થ સાધના માર્ગમાં સામાન્ય સાધુ કરતાં પણ આગળ વધી જશે. પરંતુ જે સાધુને સત્યાર્થ અને જાગ્રત દૃષ્ટિ પ્રાપ્ત થઈ હશે તે તો અવશ્ય બધા ગૃહસ્થો કરતાં આગળ વધી જશે, કારણ કે તે પોતાની સંપૂર્ણ શક્તિ અને બધો સમય તે આરાધનામાં લગાવી શકશે. ગૃહસ્થોના આચાર સંબંધીનું વિવરણ પૂર્વાચાર્યોએ (શ્રાવકાચારદિ શાસ્ત્રોમાં) અતિ વિસ્તારપૂર્વક કરેલું છે. અત્રે તો માત્ર સંક્ષેપમાં વિધેયાત્મક દૃષ્ટિની મુખ્યતાથી પ્રાયોગિક ધોરણે કરીએ છીએ.
ગૃહસ્થનો આરાધનાક્રમ
ટેબલને જેમ ચાર પાયા હોય છે તેમ સત્સંગ, ભક્તિ, દાન અને સ્વાધ્યાય આ ચાર ગૃહસ્થની આરાધનાના મુખ્ય પાયા છે. ધર્મની આરાધનાનાં આ ચાર મુખ્ય અંગોને લક્ષમાં રાખીને જેણે આત્મત્વપ્રાપ્તિનો દૃઢ નિર્ધાર કર્યો છે તેવો અથવા આત્મત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે જેને તેવો ગૃહસ્થ કલ્યાણના માર્ગની વિશેષ આરાધના કરવા પોતાના જીવનને આવા ઢાંચામાં ઢાળવાનો અભ્યાસ કરે.
(૧) સત્સંગ : સામાન્ય માનવીને ધર્મમય જીવન જીવવાથી જ સત્ય સુખની પ્રાપ્તિ થશે તેવું મનમાં દૃઢ થવું જરૂરી છે અને આવી જાગૃતિ લાવવા માટે તથા તે જાગૃતિને પોષીને વર્ધમાન કરવા માટે સાધકે અવશ્ય સત્સંગની પ્રાપ્તિનો દૃઢ પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનાં ગામ કે શહેરમાં કોઈ સંત મહાત્મા કે વિદ્વાન પુરુષ મોક્ષસંબંધી તત્ત્વની ધર્મવાર્તા કહેતા હોય તો રવિવારે કે અઠવાડિયામાં બે વાર કે દરરોજ તેમનો સત્સંગ કરવો જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International