________________
૨૪૬
સાધક-સાથી
વ્યાખ્યાનની નોટ્સ (નોંધ) લખવી જોઈએ અને બની શકે તો તેમને સુધારવા આપવી અથવા વાંચી જવી જોઈએ, જેથી લખવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તેઓ સુધરાવી શકે. જો પોતાના ગામમાં સત્સંગનો યોગ ન હોય તો કોઈ તીર્થસ્થાન, આશ્રમ કે પરમાર્થ સંસ્થામાં સત્સંગનો લાભ લેવા વર્ષમાં એક-બે વાર જવું જોઈએ. આમ કરતાં થોડું ખર્ચ થાય, આવકમાં ખોટ આવે કે શારીરિક અગવડ વેઠવી પડે તો પણ અવશ્ય તેમ કરવું જ જોઈએ. કોઈ કોઈ વખત ઘનિષ્ઠ સત્સંગના કાર્યક્રમની યોજના, શિબિર આદિ દ્વારા થઈ હોય તો ચાર-પાંચ દિવસ તેમાં જોડાઈને સાધકજીવનના સર્વતોમુખી ક્રમનો પરિચય કરવો, અભ્યાસ કરવો અને વિશેષપણે આત્મબળ વધારવું.
સત્સંગ તે ગૃહસ્થ માટે આત્મકલ્યાણનું સર્વોપરી અને અદ્વિતીય સાધન જાણીએ છીએ.
(૨) ભક્તિ : વિનયગુણની આરાધના માટે, સર્વતોમુખી પાત્રતા વધવા માટે અને સદ્દગુણોને ઓળખીને તેમને ગ્રહણ કરવા માટે પરમાત્માની તથા સદ્ગુરુની ભક્તિ આવશ્યક છે. ભક્તિમની આરાધના કર્યા વિના કોઈ સાધક મોક્ષમાર્ગમાં આગળ વધી શકતો નથી. પુષ્ટ અવલંબનથી ચિત્તની વિશુદ્ધિ ત્વરાથી થઈ શકે છે, તેથી ભક્તિની આરાધના સર્વે મહાત્માઓએ ઉપાસી છે, પ્રશંસી છે અને ઉપદેશી છે.
પરમાત્મા કે સંતોનાં જીવનચરિત્રો પ્રેમથી સાંભળવાં કે અંતરના સાચા ભાવથી કહેવાં એને શ્રવણ અને કીર્તનરૂપ ભક્તિ કહે છે. ધર્મસ્થાનકોમાં જઈ પ્રભુની સમક્ષ તેમની સ્તુતિથી તેમના ગુણાનુવાદ કરવા અથવા સ્નાનાદિથી શુદ્ધ થઈ ભગવાનની ફળ, ફૂલ કે અન્ય શુદ્ધ દ્રવ્યથી ભાવપૂર્વક પૂજા કરવી અને એ રીતે તેમના શુદ્ધ સચ્ચિદાનંદ શાંત, સમાધિપૂર્ણ સ્વરૂપનું વારંવાર સ્મરણ, ચિંતવન, બહુમાન કરવું, વંદના કરવી તે પૂજા, સ્મરણ કે ચિંતનાદિરૂપ ભક્તિના પ્રકારો છે. આનાથી આગળ પોતાના પ્રભુ કે સદ્દગુરુના અચિંત્ય માહાભ્યવાળા ગુણો જોઈને અને ખરેખર ઓળખીને પોતાનું સમસ્ત વ્યક્તિત્વ તેમને ચરણે ધરી દેવું અને પરિણામે તેમની સાથે એકત્વનો અનુભવ કરવો તે અનન્ય અથવા પરાભક્તિ કહેવાય છે. ભક્તિનો આ પ્રકાર ક્રમિક આરાધના દ્વારા મહાન નિષ્ઠાવાન ભક્તને જ પ્રાપ્ત થઈ શકે છે. જેને પામવાથી ભક્તિનું જીવન ધન્ય ધન્ય બની જાય છે.
(૩) દાન : દાનમાં જે ગૃહસ્થ પ્રવર્તે નહિ તેને ધર્મ થાય જ નહિ, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org