________________
ગૃહસ્થની સાધના
કે ગૃહસ્થધર્મના મૂળ પાયા તરીકે જ પૂર્વાચાર્યોએ દાનધર્મને સ્વીકાર્યો છે.
પોતાના આત્મામાંથી લોભવૃત્તિ ઘટાડવી એટલે કે તેટલા પ્રમાણમાં આત્મજ્ઞાનપ્રાપ્તિની પાત્રતા વધારવી અને બીજા સાધકોને સાધનામાર્ગમાં આવશ્યક એવી વિધવિધ સામગ્રી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી તે દાનપ્રવૃત્તિનું મુખ્ય પ્રયોજન છે. આ લોક કે પરલોકમાં કોઈ પણ પ્રકારના ફળની પ્રાપ્તિની આકાંક્ષા વિના દાનમાં પ્રવર્તવાનું છે. આત્મકલ્યાણના લક્ષ સહિત જેટલા પ્રમાણમાં નિઃકાંક્ષિતપણું હશે તેટલા પ્રમાણમાં તે દાન વડે સ્વ-પર-કલ્યાણની વૃદ્ધિ થતી જશે અને આવા દાન વડે જ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિનું વિધાન પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં પ્રકાશ્યું છે.
ઉત્તમ પાત્રોને દાન દેવાથી, યોગ્ય વિધિપૂર્વક દાન કરવાથી અને શુદ્ધ, સાત્ત્વિક તથા યોગ્ય વસ્તુઓનું દાન આપવાથી દાતારના ભાવને અનુરૂપ ઉત્તરોત્તર વિશેષ ફળની પ્રાપ્તિ કહી છે. માટે વિવેકી ગૃહસ્થોએ ખૂબ સાવધાનીથી અને સમીચીનતાથી દાનધર્મમ. પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. વર્તમાનમાં તો સાધુએ કે ગુરુમહારાજ જેમ કહે તેમ માત્ર સંપ્રદાયબુદ્ધિથી કે કીર્તિની લાલસાથી પ્રાયે દાનપ્રવૃત્તિ હોય છે, પણ તે દાન તો રૂઢિગત દાન છે, દાનધર્મ તો તેથી વિશેષ અને ઉચ્ચ કક્ષાની સાધના છે.
૨૪૭
જો કે દાનની સામાન્ય પ્રવૃત્તિ તો સમાજમાં જોવામાં આવે જ છે, પરંતુ વિશેષ, પ્રજ્ઞાવાન પુરુષોએ દાનપ્રવાહ તેવી રીતે વહેવડાવવો જોઈએ કે જેથી સાધકોને એકાંત સાધનાની સુવિધા પ્રાપ્ત થાય અને પૂર્વાચાર્યોએ પ્રણીત કરેલો બોધિ-સમાધિનો માર્ગ દીર્ઘકાળ સુધી સાધકોના જીવનપંથને અજવાળતો રહે અને સશ્રુતની અવિચ્છિન્નપણે પ્રભાવના થતી રહે.
(૪) સ્વાધ્યાય : આત્મસ્વરૂપનો અભ્યાસ કરવાના હેતુથી ચિત્તથી શુદ્ધિ અને એકાગ્રતા સાધવા માટે સત્શાસ્ત્રોનું જે વાચન, સ્મરણ, અનુપ્રેક્ષણ, પારાયણ, પૃચ્છના કે ઉપદેશ કરવામાં આવે તે સર્વ પ્રકાર સ્વાધ્યાયના જાણવા. આત્મા-અનાત્માનો વિવેક કે જડ-ચેતનના ભિન્નપણાનું યથાર્થ જ્ઞાન સ્વાધ્યાયની સાધના વિના બની શકતું નથી અને જ્યાં સુધી આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાચી શ્રદ્ધા કે ચારિત્ર પ્રગટે નહિ. આથી નિયમપૂર્વકના અને પદ્ધતિસરના સ્વાધ્યાયની સાધના સાધક માટે અનિવાર્ય બની જાય છે.
સ્વાધ્યાયની સિદ્ધિ માટે જો કે સાધકની અંતરંગ જિજ્ઞાસા મુખ્ય કારણ છે, છતાં સદ્ગુરુના સાન્નિધ્યમાં કરેલો સ્વાધ્યાય ત્વરિત આનંદદાયક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org