________________
સંયમ
૧૧
નથી. સેવામૂર્તિ શ્રી રવિશંકર મહારાજના જીવનના આ બે પ્રસંગો સંયમના પાલનની દૃઢતા સૂચવે છે :
એક વાર સેવાકાર્યો માટે તેઓશ્રી રાધનપુર વિસ્તારમાં ઘૂમતા હતા. રણ બાજુનો વિસ્તાર એટલે ઉનાળામાં ગરમી લગભગ ૧૨૦ ડિગ્રી પડે. મહારાજશ્રી પગમાં જોડા પહેરતા નહોતા અને રાધનપુર દસેક માઈલ દૂર રહી ગયું હતું. તરસ પણ પુષ્કળ લાગી હતી. રસ્તાની બાજુમાં એક મંદિર દેખાયું. મહારાજ પાણી પીવા ગયા. મહંત મહારાજશ્રીને ઓળખતો હતો તેથી રાજી રાજી થઈ તેણે ખાંડનું પાણી મહારાજશ્રીને આપ્યું. મોઢે માંડતાં જ કોગળો કરી મહારાજે પાણી કાઢી નાખ્યું અને મહંતને પૂછયું : “તમે આ પાણીમાં ખાંડ નાખી હતી ?” મહેતે હા કહી. મહારાજે ઊભા થઈ ચાલવા માંડ્યું પણ ખાંડ ન લેવાનો નિયમ ન તોડ્યો તે ન જ તોડ્યો. એકાદ કલાક પછી રાધનપુર પહોંચ્યા ત્યારે પાણી પીવાનો યોગ બન્યો.
જે દિવસોમાં શ્રી રવિશંકર મહારાજ વાહન નહોતા વાપરતા તે સમયની આ વાત છે. એક વખત તેમને તેમના સંબંધીને ત્યાં એકાએક જવું પડે તેવા સંજોગ બન્યો. હાથમાં માત્ર છત્રીસ કલાકનો સમય હતો અને અંતર લગભગ ત્રીસ માઈલનું હતું. તેમણે તો સવારે વહેલા ઊઠીને ચાલવા માંડ્યું. સવાર-સાંજ થઈને એક જ દિવસમાં લગભગ ત્રીસ માઈલની મજલ કાપી નાખી !
- વતપાલનમાં દૃઢ રહ્યા વિના સંયમમાર્ગની કઠોર સાધનામાં આગળ વધી શકાતું નથી. માટે સાધકે લીધેલી પ્રતિજ્ઞાનું નિર્વહન કરવું જ રહ્યું.
લગભગ પોણા બસો વર્ષ પહેલાંની વાત.
જૈનાચાર્ય શ્રી રત્નચન્દ્રજી મહારાજ બિકાનેર-જોધપુરની આજુબાજુનાં ગામોમાં વિહાર કરતા હતા. પર્યુષણના પર્વ નિમિત્તે આજુબાજુનાં અનેક ગામોમાંથી તેમના સત્સંગ-દર્શનનો લાભ લેવા ભાવિક ભક્તો આવ્યા. આ ભક્તસમૂહમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ મોટી હતી અને પર્વ નિમિત્તે રીતરિવાજ મુજબ બહેનોએ અવનવા શૃંગાર કરેલા.
એક ભક્તજને મહારાજશ્રીને પૂછયું : “મહારાજ ! આટલી બધી શૃંગારસહિતની સ્ત્રીઓને જોઈને આપનું ચિત્ત ડોલાયમાન નહિ થતું હોય ?”
મહારાજશ્રી બોલ્યા : ભાઈ ! રક્ષાબંધનને દિવસે અનેક બહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org