________________
શ્રદ્ધા
૨૧૧
તેઓએ આજુબાજુનાં ગામડાંના પાંચ-સાત વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપવાનું ચાલુ કર્યું. અખૂટ શ્રદ્ધા, અપૂર્વ ધીરજ, સતત ખંત, કર્તવ્યનિષ્ઠા, નિસ્પૃહતા અને વધતા ત્યાગ-વૈરાગ્યથી ધીમે ધીમે તેઓનું નિવાસસ્થાન બાહુબલી બ્રહ્મચર્યાશ્રમના નામથી ઓળખાવા લાગ્યું. તેઓના પ્રતાપથી આજુબાજુનાં ગામના ભાવિક લોકોમાં ધર્મસંસ્કારની વૃદ્ધિ થઈ અને લગભગ ઈ.સ. ૧૫રમાં તેમણે પોતે નિગ્રંથ મુનિદીક્ષા ધારણ કરી. ધીમે ધીમે તેમની કાર્યપદ્ધતિમાં લોકોને ખૂબ વિશ્વાસ બેઠો અને તાલુકા તેમ જ સમગ્ર જિલ્લાનાં બાળકો હવે ત્યાં શિક્ષણ લેવા આવવા લાગ્યાં.
વર્તમાનમાં બાહુબલી વિદ્યાપીઠમહારાષ્ટ્રની એક વિશિષ્ટ શિક્ષણ સંસ્થા અને જૈન તત્ત્વજ્ઞાનનું મહાન કેન્દ્ર છે. બારસો વિદ્યાર્થીઓ ત્યાં સ્નાતક પદવી સુધીનું શિક્ષણ અને ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારો પ્રાપ્ત કરે છે. ત્યાં શિક્ષણ પામેલા અનેક ભાઈઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય સ્વીકાર્યું છે. ત્યાંના પ્રાચાર્ય અને મુખ્ય શિક્ષકે આજીવન બ્રહ્મચર્ય સ્વીકારી આ શિક્ષણ અને સંસ્કારયજ્ઞમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
આ બધું થવા પાછળનું બળ કયું?
એ છે એક વખતના બ્રહ્મચારી અને હાલ મુનિચરિત શ્રી સમતભદ્ર મહારાજની અખૂટ – અતૂટ શ્રદ્ધા, તેમના પ્રતાપથી આજે સમસ્ત દક્ષિણ ભારત અને મધ્યપ્રદેશમાં અઢાર જેટલી સંસ્થાઓ ઉત્તમ શિક્ષણ અને આધ્યાત્મિક સંસ્કારોથી હજારો ભાવિ નાગરિકોના જીવનઘડતરમાં કાર્યરત છે.
[]
બંગાળના એક મહાન નવલકથાકાર. એમનું નામ બંકિમચંદ્ર, એમણે ભારતને રાષ્ટ્રગીત વંદે માતરમ્’ આપ્યું.
તેઓ મહાન સાહિત્યકાર હતા, તેમને પોતાના પ્રત્યેક કાર્યમાં – પછી તે નાનું હોય કે મોટું – અપૂર્વ શ્રદ્ધા હતી. તે ઘણી વાર પોતાના મિત્રોને જણાવતા કે મનુષ્યમાં જે દિવસે શ્રદ્ધાના તત્વનું વિલોપન થશે તે દિવસથી તે સાચા માણસ તરીકે મટી જશે.
તેમણે પોતાની એક નવલકથામાં 'વંદે માતરનું કાવ્ય લખ્યું હતું. નવલકથાના વસ્તુને અમુક અંશે અનુલક્ષીને આ કાવ્ય લખાયું હતું અને તેથી એમના કેટલાક મિત્રોને એ કાવ્ય ખાસ પ્રભાવિત કરી શક્યું નહોતું – એમની સાહિત્યપ્રેમી પુત્રીને પણ એ કાવ્ય પરત્વે વિશેષ શ્રદ્ધા હતી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org