________________
૨૧૨
એક વાર તે બંકિમચંદ્ર પાસે બેઠી હતી. બંકિમચંદ્રની તબિયત સારી નહોતી. એમનું શરીર નંખાઈ ગયું હતું. રોગનું જોર વધ્યું હતું અને એમ લાગતું હતું કે થોડા દિવસ હવે તે માંડ કાઢશે. આવી તબિયત રહેતી હોવા છતાં એમનો સાહિત્યશોખ જરાયે ઘટ્યો નહોતો.
સાકસાથી
પોતાની પાસે બેઠેલી પોતાની પુત્રી સાથે પણ અત્યારે બીજી વાતો છોડીને તેઓ સાહિત્યની વાતોએ વળગ્યા હતા.
એ વાતો દરમિયાન પુત્રીએ પિતાને પૂછ્યું : પિતાજી, તમારું વંદે માતરમ્'વાળું ગીત ઘણા માણસોને ગમતું નથી.'
પિતાએ પુત્રીની સામે દૃષ્ટિ કરી.
તેમણે જરા ઉધરસ ખાઈને પુત્રીને પૂછ્યું : “તને એ ગમે છે કે નહિ ?’ પુત્રી બોલી : મને ગમે એથી શું ?’
શ્રદ્ધાવાન પિતાએ કહ્યું : “બેટી, મને એ કાવ્ય પર એટલી બધી શ્રદ્ધા છે કે એક વેળા એ કાવ્ય સર્વ હિંદીઓની આંખો ખોલી નાખશે. એકેએક ઘેર એ કાવ્યનો ગુંજારવ થશે. મને આમાં લેશ પણ શંકા નથી. તું નિશ્ચિંત રહે.’
કેવી ગજબની આત્મશ્રદ્ધા !
આજે તેમની એ શ્રદ્ધાનો સાક્ષાત્કાર આપણે જોઈ શકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org