________________
8
શ્રી દેવગુરુધર્મ-વંદના
નમું સિદ્ધ પરમાત્મને, અક્ષય બોધસ્વરૂપ; જેણે આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ, વિવિક્ત પરાત્મ. ઈશ્વર, ૫૨મેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. વિષયોની આશા નથી જેને, સામ્યભાવ ધન ધારે છે; નિજ-પરના હિત સાધનમાં, નિશદિન તત્પરતા રાખે છે. સ્વાર્થ ત્યાગની કઠિન તપસ્યા, ખેદરહિત થઈ સેવે છે; તેવા સાધુ-જ્ઞાની જગતના, દુ:ખસમૂહને છેદે છે.
પમાડવા અવિનાશી પદ સદ્ગુરુ વિણ કોઈ સમર્થ નથી; ભવનો લવ જો અંત ચહો તો, સેવો સદ્ગુરુ તનમનથી.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ,
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org