SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સહજવાણી ભા. ૧ (૧૮) આવો મોક્ષમાર્ગ જયવંત વર્તો. તેની ઉગ્ર આરાધનાનો ભાવ નિરંતરપણે અમારા જીવનમાં ઉદ્યોત પામો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (બ) સંત સંત જ છે. સંત સાદા છે, સંતોષી છે. સંત સહજ છે, સરળ છે. સંત સુપ્રતીતવંત છે. સંત સ્વાનુભૂતિ સહિત છે. સંત સત્યનિષ્ઠ છે. સંત નિઃસ્પૃહી છે. સંત સમતાના ધારક છે. સંત સામાન્ય સાધકોને શરણરૂપ છે. સંતમાં સજ્જનતા સ્વાભાવિક છે. સંતને સર્વાત્મમાં સમદૃષ્ટિ છે. સંતને સદ્બોધમાં સ્થિરતા છે. સંત શાંતસ્વભાવી છે, શાંતિપ્રિય છે. સંત સાચા સાધકોની ચરણરજ છે !! સંત શાંતિ અને સમાધાનના પુરસ્કર્તા છે. સંત સજ્જનોના શિરોમણિ છે. સંત ક્રમશઃ સમસ્ત વિશ્વના શિરોમણિ (સિદ્ધ) બની જાય છે. સંતની સંપૂર્ણ અને સાચી ઓળખાણ થવા સાતિશય સત્પુરુષાર્થ જોઈએ. સમાં નિષ્ઠા, સજ્જનસંગતિ, સદ્બોધ, સત્ઝા, સદ્વિચાર અને સ્થિરતાના અભ્યાસથી સંત થઈ શકાય છે. સાંત સંસારદશાવાળા, સાતિશયગુણસંપન્ન, સમાધિના સ્વામી એવા સંતનું સાચું શરણું અમને પ્રાપ્ત થાઓ. Jain Education International For Private & Personal Use Only ૨૬૫ www.jainelibrary.org |
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy