________________
૨૬૪
સાધક-સાથી
યથાર્થપણે ગ્રહણ કરવાથી સબોધની પ્રાપ્તિ હોય છે.
(૧૧) સદ્દબોધને માત્ર કોઈક વાર સાંભળવો તે મોક્ષમાર્ગ નથી, પણ તે બોધને વારંવાર સાંભળવો અને સમજવો, તેના યથાર્થપણા વિશે વારંવાર વિચાર કરવો, તેને અંતરમાં ધારણ કરવો અને પ્રાંતે તે બોધને અનુરૂપ પોતાની જીવનચય ઘડવી -- આવા ક્રમને જ્યારે અભ્યાસવામાં આવે ત્યારે તે બોધ સાધકમાં પરિણામ પામતાં તે સાધક હવે સંત બની જાય છે.
(૧૨) આવા સંતને જ્ઞાની, ધર્માત્મા, મહાત્મા, દિવ્યદ્રષ્ટા, સપુરુષ, મહાપુરુષ, યોગી સમ્યગૃષ્ટિ વગેરે નામો વડે ઓળખવામાં આવે છે.
(૧૩) આવા જ્ઞાનીને વિશે અવશ્યપણે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે જેના બળ વડે તે અજ્ઞાનભાવોનો પરાજય કરતો જાય છે અને સ્વાર્થી પ્રવૃત્તિઓથી વિરક્ત થતો જાય છે.
(૧૪) આ જ્ઞાની જગતના સર્વ જીવોનો મિત્ર બની જાય છે, ગુણવાન પુરુષો પ્રત્યે હર્ષભાવવાળો હોય છે, દુઃખી જીવો પ્રત્યે કરુણામય હોય છે અને વિપરીત પ્રવૃત્તિવાળા જીવો પ્રત્યે માધ્યસ્થભાવવાળો હોય છે.
(૧૫) અસંયમ અને પ્રમાદનો વિશેષપણે પરાજય કરતો થકી તે મહાજ્ઞાની, સાધકોને અનુકરણીય એવું સુંદર અને નિયમિત જીવન બનાવે છે. અહિંસાદિ વ્રતો વડે વિભૂષિત થયેલો તે મહાત્મા ક્વચિત્ મૌનમાં, ક્વચિત્ સ્વાધ્યાયમાં, ક્વચિત્ ભગવદ્ભક્તિમાં, ક્વચિત્ ધ્યાનમાં, ક્વચિત્ ગુરુવિનયમાં, ક્વચિત્ લેખનવાચનમાં, ક્વચિત્ ધર્મવાર્તામાં કે એવી બીજી સ્વ-પર કલ્યાણકારી પ્રવૃત્તિમાં રહીને આત્મશુદ્ધિની આગળ આગળની ભૂમિકાઓને સ્પર્શતો જાય છે. તેનું જીવન સહજ છે, સરળ છે, શાંત છે, પ્રસન્ન છે, નિરાકુળ છે, દિવ્યત્વથી વ્યાપ્ત છે અને સમાધિના સહજાનંદથી તૃપ્ત તૃપ્ત છે.
(૧૬) મૃત્યુ નજીક આવતાં તે સર અને પરમાત્માનું શરણ ગ્રહણ કરે છે. નિશ્ચયથી જોઈએ તો પોતાના જીવન દરમિયાન જે અવિનાશી આત્મતત્ત્વનાં શ્રદ્ધા, લક્ષ અને અનુભવને તેણે આરાધ્યાં છે તેનું જ તે શરણ ગ્રહણ કરે છે. આમ કરવાથી તે નિર્ભય હોય છે અને મૃત્યુને તે સમભાવથી આવકારે છે.
(૧૭) આ પ્રમાણે મૃત્યુમહોત્સવની આરાધનાથી ધર્મકરણીનાં પ્રત્યક્ષ ફળને જગત સમક્ષ સહજપણે રજૂ કરીને તે મૃત્યુને જીતી જાય છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International