________________
મુમુસુતા
૨૩૩
કામમાં સમય ખર્ચી નાખવો વગેરે ટેવ પડી ગઈ છે. આવા વિપરીત સંસ્કારો અનેક જન્મોના ચાલ્યા આવે છે. હવે જ્યારે સત્સંગના યોગમાં સત્ય-તત્ત્વની વાત સાંભળીને મુમુક્ષુ ઉચ્ચ સદ્ગુણો તરફ વળે છે. જાગૃતિપૂર્વક પોતાના વિચાર અને આચારને શિસ્તબદ્ધ અને ધર્મમય બનાવવાનો પ્રયત્ન કરે છે,
ત્યારે અનાદિના કુસંસ્કારો તેમ થવામાં વિઘ્ન કરે છે, તેથી થોડો વખત વિશેષ પુરુષાર્થ કરી આ કુસંસ્કારોનો પરાભવ કરીએ ત્યારે મુમુક્ષુદશામાં સ્થિરતા આવે છે અને સાધકદશા દિનપ્રતિદિન ખીલતી જાય છે. આમ ક્રમે કરીને વારંવાર પુરુષાર્થ કરવાથી અને પૂર્વે થયેલા સત્પરષોનાં ચરિત્રનું અવલંબન લેવાથી ઉત્તમ મુમુક્ષુતા પ્રગટે છે અને તેમ કરનાર પુરુષને આત્મજ્ઞાનપ્રાપ્તિ કાંઈ દુર્લભ નથી.
આમ ક્રમિક સાધનાથી મુમુક્ષતાની સિદ્ધિ સામાન્યપણે બેથી બાર વર્ષમાં થઈ શકે છે. તેનાં મુખ્ય સાધનો સાધકનું અંતરંગ નિશ્ચયબળ અને તેને વિશિષ્ટ પ્રેરણા આપનાર કોઈ પુરુષ છે. સાચી મુમુક્ષતા અને તેનો મહિમા (૧) કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહિ જોગ,
મોક્ષ માર્ગ પામે નહીં; મટે ન અંતર રોગ. | (૨) ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષજીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે ? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.
(૩) આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ ઘટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. ને કરવા યોગ્ય પણ તેમ જ છે કે આરંભપરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતા અટકાવવા, ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે.
(૪) શાંત, જિતેન્દ્રિય, ઉપરત, સહનશીલ અને ઇન્દ્રિયમનને એકાગ્ર. કરીને શ્રદ્ધાવાન થયેલો મુમુક્ષુ, આત્મામાં જ આત્માનું અવલોકન કરે. (૫) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org