________________
૨૩૪
સાધક-સાથી
તે જિજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુ બોધ,
તો પામે સમક્તિને વર્તે અંતર શોધ. (૬) (સત) સમાગમ નિરંતર કર્તવ્ય છે, મહતું ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યાસ યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે... માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, સરુનો યોગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો.
નિત્ય એવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.
મુમુક્ષુતાનાં જીવંત દૃષ્ટાંતો
લગભગ એંશી વર્ષ પહેલાં અમદાવાદમાં મહાત્મા સરયુદાસજી વિદ્યમાન હતા. નાની વયની જ સત્સંગ, ભક્તિ અને પરમાર્થની આરાધના પ્રત્યે તેમનું વલણ હતું. સરળ સ્વભાવ, ઉદાર દૃષ્ટિ, નિઃસ્પૃહતા અને સર્વ પ્રત્યે આત્મદૃષ્ટિયુક્ત પ્રેમપૂર્ણ વ્યવહારને લીધે તેઓએ વિશિષ્ટ મુમુક્ષતા પ્રગટ કરી હતી. તેઓની નીચે પ્રમાણેની જીવનચર્યાનું અવલોકન કરવાથી આ વાતની સારી રીતે પ્રતીતિ થઈ જાય છે :
સવારે લગભગ ત્રણ વાગ્યે ઊઠી જતા. શૌચાદિ કિયાથી પરવારીને પ્રભુનામસ્મરણમાં લાગી જતા. ત્યાર બાદ દર્શન-પૂજન વગેરેથી નિવૃત્ત થઈ પ્રવચન-કથા-સત્સંગમાં અને રાત્રે ધ્યાનમાં પોતાનો વિશેષ કાળ નિર્ગમન કરતા. ચાલતી વખતે ખૂબ સાવધાની રાખતા જેથી કોઈ કીડી-મકોડી પગ તળે ચગદાઈ ન જાય. ઘણુંખરું તડકામાં ચાલતા, છાંયડામાં નહિ કારણ કે છાંયડામાં જીવજંતુ વધારે હોય. તડકામાં ખાસ હોય નહિ. શિયાળાની ઠંડીમાં કોઈ ભક્તજન ધાબળો વગેરે આપે તો તે ઠંડીમાં ધ્રુજતા કોઈ ગરીબ ભિખારીને આપી દેતા. પોતે તો એક ચાદરથી જ નિભાવી લેતા. જ્યાં સત્સંગ વગેરેનો યોગ થાય તેવે સ્થળે વિનાસંકોચે ચાલ્યા જતા અને નિરંતર તત્વજિજ્ઞાસાને પોષતા.
આમ ઘણાં વર્ષો સુધી તેઓએ એક વિશિષ્ટ સાધકજીવનનું દૃષ્ટાંત પોતાના જીવનથી મુમુક્ષુઓ સમક્ષ રજૂ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org