SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ (ગ) સામાન્ય જીવનક્રમ સાધક–સાથી (૧) દર વર્ષે એક કે બે તીર્થયાત્રા કરવાનો સંકલ્પ કરવો. (૨) અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ સત્સંગ કરવો, બની શકે તો દરરોજ કરવો. (૩) અર્ધો કલાક સ્વાધ્યાય અને અર્ધો કલાક ભક્તિનો નિયમ લેવો. (૪) આહાર અને નિદ્રામાં નિયમિતતા જાળવવી. (૫) સ્થિર ચિત્તે, પવિત્ર મનથી પરમાત્માનું, સદ્ગુરુનું કે આત્મજ્યોતિનું ધ્યાન કરવાનો અભ્યાસ કરવો. (૬) પોતાની મહત્તા બતાવનાર કે અન્યની નિંદા કરનાર વચનો બોલવાં નહિ. (૭) વિકથાનો પાપ વધારનાર વાર્તાનો અપરિચય કરવો. રાજકારણની વાતો પુરુષોએ અને ખાવાપીવાની તથા કપડાંઘરેણાંની વાતો બહેનોએ તદ્દન ઓછી કરી નાખવી. (૮) મધ (દારૂ), માંસ, મધુ તથા અંજીર આદિ પાંચ અભક્ષ્ય ફળોનો ત્યાગ કરવો. (૯) જુગાર, શિકાર, માંસાહાર, દારૂ, પરસ્ત્રીગમન, મોટી ચોરી અને વેશ્યાસેવનનો પ્રતિજ્ઞાપૂર્વક અવશ્ય ત્યાગ કરવો. (૧) મુમુક્ષુના ગુણોની પ્રાપ્તિ સંક્ષેપમાં વિચારતાં નીચે જણાવેલા મુખ્ય ગુણોનો દૈનિક જીવનમાં અભ્યાસ કરવો અને તે સંપાદન કરી લેવા, એ મુમુક્ષુ માટે આવશ્યક બની જાય છે : (૧) સ્વચ્છંદનિરોધ, (૨) શ્રદ્ધા, (૩) સરળતા, (૪) વૈરાગ્ય, (૫) સહનશીલતા, (૬) વિનય, (૭) વિશ્વળબુદ્ધિ, (૮) જિતેન્દ્રિયપણું, (૯) મૈત્રી, (૧૦) પ્રમોદ, (૧૧) કરુણા, (૧૨) માધ્યસ્થ ભાવના ઇત્યાદિ. ઉપરોક્ત મુમુક્ષુના ગુણોનું વર્ણન આ પુસ્તકમાં તે તે વિષયના પ્રકરણમાં આપેલું છે અને તેથી તેનું વિવરણ ત્યાંથી વાંચી લેવા વાચકોને વિનંતી છે. (6) મુમુક્ષુતાની સાધનાની વિકટતા મુમુક્ષુતાની સાધના જેટલી સીધી, સરળ અને સહજ છે તેટલી જ ખાડાટેકરાવાળી, વિકટ અને પ્રયત્નસાધ્ય છે. સામાન્ય માનવીનું મન પતિતપરિણામી છે. માણસને પડી રહેવું - પ્રમાદ કરવો - ગમે તેવા અયોગ્ય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy