________________
મુમુક્ષતા
૨૩૧
પરમાર્થ-પરમાર્થનો જ અંતરમાં જાપ રહે, સૂક્ષ્મ બોધનો અંતરમાં વિચાર કરવાની શક્તિ જાગ્રત થવાથી સત્યાર્થ તત્ત્વોની પ્રતીતિ સ્પષ્ટપણે થઈ જાય તેવી અનેક ગુણોથી ભરપૂર તીવ્ર જિજ્ઞાસુદશાને ઉત્કૃષ્ટ મુમુક્ષુદશા કહેવામાં આવે છે. મુમુક્ષુતાની સાધના
(૧વર્તમાન સ્થિતિ ઃ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો મુમુક્ષુતા ખરેખર પ્રગટ થવાનું મુખ્ય કારણ સાધકની અંતરંગ રુચિ અને સત્યનિષ્ઠા છે. આ અણુયુગમાં અંતરંગ રુચિની ખામી છે, કારણ કે કહેવાતા ધર્મી જીવો સંપ્રદાયને કે મતને સેવે છે, ધર્મને સેવતા નથી. લગભગ અઠ્ઠાણું ટકા ધર્મ જીવોને ધર્મી થવું નથી પણ ધર્મી કહેવડાવવું છે ! વસ્તુના સ્વભાવરૂપ સત્યધર્મ કે આત્માની શુદ્ધિરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે વળવા માટે જરૂરી ગંભીરતા, દૃઢતા અને સૂક્ષ્મતા તેમનામાં છે જ નહીં તો તેઓ કઈ રીતે સત્યધર્મને પામે ? આ વાત ધર્મી જીવોના એક મોટા સમુદાયની થઈ.
બાકી બચ્યો એક સાવ નાનો સમુદાય. તે જો કે અંતરંગથી ધર્મને ઇચ્છે છે અને તે અર્થે પ્રયત્નશીલ છે પણ દૃઢ નિષ્ઠાનો અભાવ, મહાન અસત્સંગ અને અસ...સંગોનો ઘેરાવો, સમર્થ સપુરુષના યોગની પરમ દુર્લભતા, થોડો કાળ સાધના કરવા છતાં કાંઈ તથારૂપ અનુભૂતિની અપ્રાપ્તિ, સત્યનિષ્ઠાની ન્યૂનતાને લીધે ‘અમુક દશા' પ્રાપ્ત થઈ જવાથી સંતોષ અને "કરેંગે યા મરેંગે' એ સિદ્ધાંતના આચરણની જીવનમાં ન્યૂનતાને લઈને પ્રતિબંધોમાં રોકાઈ જવું આદિ વિવિધ કારણોને લીધે પારમાર્થિક મોહગ્રંથિના ભેદ સુધી, અવિદ્યા કે મિથ્યાત્વના નાશ સુધી, શુદ્ધ આત્માનુભૂતિની કક્ષા સુધી પહોંચનારા ધર્મી જીવોની સંખ્યા અત્યંત અલ્પ છે. આ ઇત્યાદિ વિવરણથી મુમુક્ષુઓમાં કોઈ પણ પ્રકારની નિરાશા ઊપજવી યોગ્ય નથી, પરંતુ અત્યંત દૃઢ નિશ્ચયથી આ મનુષ્યભવની સમાપ્તિ પહેલાં, અવશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું એવા અભિપ્રાયમાં સુસ્થિત થઈ તે અર્થે પોતાનું ગુરુતમ વીર્ય સાધના વિશે ફોરવવા માટે જ આ કથન થયું છે એમ જાણવું સમીચીન છે.
| (૨) આરાધનાક્રમ : બહુ જ વિશાળ દૃષ્ટિએ જોઈએ તો મુમુક્ષતાની આરાધનાની પૂર્ણતા તો પરમાત્મપદ પ્રગટે ત્યારે થાય છે, પરંતુ અહીં સામાન્ય રીતે આત્મજ્ઞાન પ્રગટ કરવા માટેની યોગ્યતાની મુખ્યતાથી કથન કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org