________________
સાપેક્ષતાનો સિદ્ધાંત
સર્વથા શુદ્ધ હોય તો સાધના દ્વારા તેની શુદ્ધિનો પુરુષાર્થ કરવો ઘટતો નથી અને જો આત્મા એકાંતે અશુદ્ધ સ્વભાવવાળો હોય તો તે કદાપિ શુદ્ધ થઈ શકે નહિ, કારણ કે વસ્તુ પોતાનો મૂળ સ્વભાવ બદલે તે સંભવતું નથી. વળી આ જ સાપેક્ષતાનો સિદ્ધાંત મોક્ષમાર્ગની સાધનામાં પણ અતિશય ઉપયોગી છે. કેટલાક દર્શનકારો માત્ર જ્ઞાન વડે જ પૂર્ણ મોક્ષ માને છે, પણ એકાંત જ્ઞાનથી જો મોક્ષ માનીએ તો સદાચાર, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્યાદિ નિરર્થક ઠરશે. વળી જો માત્ર આચારથી જ મોક્ષ માનીએ તો સંયમ, તપ, ત્યાગાદિના યથાર્થ જાણપણા વિના તેમનું ગ્રહણ કેવી રીતે બની શકે ? શીરો બનાવવા વિશેનું જ્ઞાન જેને ન હોય તે કઈ રીતે શીરો બનાવશે ? લોટ-ઘી-ગોળથી કે માટી-પાણી-મીઠાથી ? વળી પહેલાં ઘીમાં લોટને શેકશે કે પહેલાં ગોળના પાણીમાં લોટ ગરમ કરીને ઉપર ઘી નાખશે ? આમ, જ્ઞાન વિના સંયમ સાધી શકાતો નથી, માટે એકાંત આચારથી મોક્ષમાર્ગની સિદ્ધિ નથી. વળી જ્ઞાન વડે જે જાણ્યું તેની જો અંતરમાં ખરી શ્રદ્ધા ન થઈ હોય તો ચિત્ત શંકાશીલ અને ડોલાયમાન રહેવાથી નિઃશંકપણે મોક્ષમાર્ગમાં પ્રવર્તન થઈ શકશે નહિ. માટે મોક્ષમાર્ગની સિદ્ધિ થવા અર્થે સાચી શ્રદ્ધાની પણ જરૂર
છે.
૧૩૫
આ રીતે સાપેક્ષતાનો સિદ્ધાંત મુમુક્ષુ જીવોને આત્મકલ્યાણની સાધનામાં અને મોક્ષમાર્ગની પ્રરૂપણામાં મહાન ઉપકારી છે અને તે સિદ્ધાંતના પારગામી પુરુષો સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણ વડે મોક્ષની સિદ્ધિ કહે છે. વળી ‘સાક્ષાત્ મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ આત્માનુભૂતિરૂપ છે તો પછી મોક્ષની સિદ્ધિ કઈ રીતે થઈ શકશે ?’ એમ જો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનું સમાધાન એમ છે કે સાચાં શ્રદ્ધા-જ્ઞાનઆચરણ દ્વારા આત્મા ઉપર ‘સ'ના સંસ્કારો દૃઢ થાય છે અને તે સંસ્કારોની દૃઢતાથી આત્માનું બળ વધે છે. લોઢાના સળિયાને ખૂબ તપાવવાથી તેની ગમે તે આકારે વળવાની યોગ્યતા વધે છે અથવા મેલાં કપડાંને સાબુમાં પલાળવાથી, ધોકા મારવાથી કે મસળવાથી જ્યારે તે ચોખ્ખું થઈ જાય ત્યારે જ ટિનોપોલ કે ગળી તેના ઉપર એકસરખી રીતે ચડી શકે છે. આવી રીતે જેમ જેમ ભેદરૂપ સવિકલ્પ જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધનાના અભ્યાસથી આત્મબળ વધતું જાય તેમ તેમ તેટલા પ્રમાણમાં નિર્વિકલ્પ સમાધિનો અનુભવ જલદી જલદી થતો જાય છે અને અનુભવની પ્રગાઢતા પણ વધતી જ જાય છે. અમુક કક્ષાએ પહોંચ્યા પછી પ્રગાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org