________________
૧૩૬
સાધક-સાથી
નિર્વિકલ્પ-સમાધિના બળથી સર્વ કર્મકલંકને દૂર કરી સાધક જીવનમુક્ત થઈ જાય છે. આમ, આત્મલક્ષે સાધેલા સવિકલ્પ સાધનાના અભ્યાસના બળથી નિર્વિકલ્પ સમાધિની સિદ્ધિ અને પ્રાંતે સર્વ કર્મોથી મુક્ત દશા ઉત્પન્ન થાય છે. આ સાધનાને ભેદભેદ રત્નત્રય' એ સંજ્ઞાથી વીતરાગદર્શનમાં સંબોધવામાં આવી છે અને તેથી જ વીતરાગદર્શનને “સાપેક્ષદર્શન’ અથવા અનેકાન્ત દર્શન' તરીકે ઓળખવામાં આવે છે.
આ પ્રમાણે, જીવનવ્યવહારમાં તેમ જ પરમાર્થસાધનામાં પરમ ઉપકારી અને પરમ ઉપયોગી એવો આ સાપેક્ષતાનો સિદ્ધાંત જે સાધકને શ્રી સરના બોધથી યથાર્થ રીતે સમજાય છે, તેને આ લોકમાં અને પરલોકમાં અનેક કલ્યાણપરંપરાઓની પ્રાપ્તિ દ્વારા અંતે પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થાય
સાપેક્ષતા સિદ્ધાંતનો મહિમા (૧) જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક,
સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. • (૨) નિશ્ચયથી એકરૂપ છે અને વ્યવહારથી અનેકરૂપ છે એવા નયવિરોધને મટાડનાર સાપેક્ષદૃષ્ટિ છે. સર્વ વિવાદનો અંત લાવનાર એ ઉત્તમ અનેકાંતદૃષ્ટિનો વિવેકી પુરુષો આશ્રય લે છે.
(૩) જે દૃષ્ટિ સાપેક્ષ છે તે દૃષ્ટિ સુદૃષ્ટિ છે, જે દૃષ્ટિ નિરપેક્ષ છે તે દૃષ્ટિ અયથાર્થ છે. જગતના સમસ્ત વ્યવહારોની સિદ્ધિ પણ આ સાપેક્ષતાયુક્ત સુદૃષ્ટિથી જ થાય છે.
(૪) કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીએ નયાદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો, કોઈ નયમાં આગ્રહ કરવો નહિ અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહિ, અને એ આગ્રહ જેને મટ્યો છે તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઇચ્છા કરતો નથી.
સાપેક્ષતાના સિદ્ધાંતનાં જીવંત દૃષ્ટાંતો
એક પ્રસિદ્ધ આચાર્યને એક મુમુક્ષુએ પૂછ્યું : ગુરુદેવ ! મારે માટે સૌથી સારી સાધના કઈ?
આચાર્ય : ભાઈ તમારે નિયમિત થોડો સમય શાસ્ત્રસ્વાધ્યાય કરવો. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org