SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષતાનો સિદ્ધાંત ૧૩૭ મુમુક્ષુઃ ગુરુદેવ ! મારે ઈષ્ટમંત્રનો જાપ કરવો કે નહિ ? આચાર્ય : તે પણ કરો, પરંતુ લક્ષ ઈષ્ટના ગુણસ્મરણમાં રહેવું જરૂરી મુમુક્ષુ ઃ ગુરુદેવ ! મારે કોનું ધ્યાન કરવું ? આચાર્ય : ભાઈ ! કોઈ પણ ઉત્તમ ચારિત્રવાળા આત્મજ્ઞાની પુરુષનું ધ્યાન કરો, જેના પ્રત્યે તમારા મનમાં ખૂબ પ્રેમ હોય. મુમુક્ષુ : ગુરુદેવ ! તો શું કિયાનું કાંઈ મહત્ત્વ નથી ? માત્ર ભાવ જ સાધના છે ? આચાર્ય : ભાઈ ! બન્ને એકબીજાના સહકારી છે, પરંતુ સતત આત્મજાગૃતિ દ્વારા લક્ષનું વિસ્મરણ ન થવા દેવું તે જ અધ્યાત્મસાધનાનો સાર છે. જો લક્ષ બરાબર રહેશે તો ક્રિયારૂપ સાધના પણ યથાયોગ્યપણે આગળ વધતી રહેશે. કહ્યું છે કેઃ નિશ્ચયવાણી સાંભળી, સાધન ત્યજવાં નો'ય, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. [] ઈ.સ. ૧૯૩૦ની સાલમાં આચાર્ય શાંતિસાગરજી મહારાજનું ચાતુર્માસ લલિતપુર મુકામે મધ્ય પ્રદેશમાં હતું. તે સમયની આ વાત છે. આચાર્યશ્રીનું શાળાનું ભણતર બહુ જ સામાન્ય હતું, પણ સતત કૃતાભ્યાસ, અદમ્ય લગની અને વારંવારના શ્રવણ-મનનથી તેમનું બુદ્ધિબળ ખૂબ ખીલી ગયું હતું. તે સમયે પ્રસિદ્ધ પંડિત શ્રી દેવકીનંદન પણ લલિતપુર પધાર્યા. તેઓએ આચાર્યને પૂછ્યું કે એક પ્રશ્ન મારા મનમાં ઘણાં વખતથી ઘોળાયા કરે છે. જો આજ્ઞા હોય તો પૂછું. આચાર્યું અનુમતિ આપી ત્યારે પંડિતજી કહે : ‘મુનિના ચોથી લાખા ઉત્તરગુણ કોઈની સ્મૃતિમાં કેવી રીતે રહી શકે ? જો ન રહી શકે તો તેમનું નિરતિચાર પાલન કેવી રીતે બની શકે ?” આચાર્ય કહે : 'તમારો પ્રશ્ન ગંભીર અને મહત્ત્વનો છે. સાચા મુનિજનોને તો જે રીતે જગતના સમસ્ત પર-પદાર્થો પ્રત્યે નિષ્પક્ષ અને નિરીહવૃત્તિ રાખવાની કહી છે. તેવી રીતે નિરંતર આત્મધ્યાનમાં પણ લીન રહેવાનું કહ્યું છે. આમ જ્યારે મુનિનો આત્મા શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સાચા Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy