________________
સાપેક્ષતાનો સિદ્ધાંત
જગતની દરેક વસ્તુઓમાં અનેક ગુણો દેખાય છે અને તેથી વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તે દરેક ગુણોને ગ્રહણ કરવાવાળી દૃષ્ટિ આપણે કેળવવી પડશે. જો આપણે વસ્તુને એક કે બે ગુણો વડે જાણીશું તો તેના બીજા ગુણોનું જ્ઞાન થઈ શકશે નહિ અને જે જ્ઞાન સર્વતોમુખી નથી તે જ્ઞાન અપૂર્ણ હોવાથી પ્રમાણજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાપેક્ષતાનો સિદ્ધાંત સ્વીકારવો યોગ્ય છે.
આપણા રોજબરોજના વ્યવહારમાં આપણે સાપેક્ષષ્ટિએ વરેલા જ છીએ. આપણે એકની એક જ વ્યક્તિ હોવા છતાં કોઈના પુત્ર, કોઈના પિતા, કોઈના પતિ, કોઈના કાકા, કોઈના મામા, કોઈના શેઠ કે કોઈના નોકર છીએ. કોઈથી ગોરા, કાળા, ઊંચા, ઠીંગણા, હોશિયાર કે મૂર્ખ પણ છીએ. જેની સાથે જે વ્યવહારસંબંધ છે તેની સાથે તે વ્યવહારસંબંધને અનુરૂપ વર્તન કરીએ છીએ, પણ કાંઈ બધા સાથે એક જ સરખો વ્યવહાર કરતા નથી. ઘડપણ આવતાં મિલકતનું જે વીલ (વસિયતનામું) કરીએ છીએ તેમાં વધારે તો સ્ત્રી-પુત્રાદિને જ ફાળવીએ છીએ. બાકીનું ભાઈઓને કે બહેનોને કે ભાણિયા-ભત્રીજાઓને ફાળવીએ છીએ અને અમુક ચોક્કસ રકમ ધર્મકાર્યો કે અન્ય પરોપકારનાં કાર્યો માટે ફાળવીએ છીએ. આમ, જેની સાથે જેવો વ્યવહારસંબંધ છે તે અનુસાર તેની સાથે જગતનો વ્યવહાર કરીએ છીએ. આથી નક્કી થાય છે કે વ્યવહારજીવનમાં આપણે સાપેક્ષતાના. સિદ્ધાંતને સ્વીકાર્યો છે.
જેમ વ્યવહારમાં છે તેમ પરમાર્થમાં પણ સાપેક્ષતાનો સિદ્ધાંત સર્વ પ્રકારના હઠાગ્રહ અને વિરોધાભાસોને શમાવીને અદ્ભુત રીતે વસ્તુવિજ્ઞાનને સમજાવે છે. આત્મસ્વરૂપને સમજવા માટે તેમ જ મોક્ષમાર્ગનું અનુસરણ કે પ્રરૂપણ કરવા માટે આપણને આ સાપેક્ષદૃષ્ટિ ખૂબ જ ઉપકારી હોવાથી ઉપયોગી છે.
આત્માનું સ્વરૂપ એકાંતે શુદ્ધ, અશુદ્ધ, નિત્ય કે અનિત્ય માનવાથી યથાર્થપણે મોક્ષમાર્ગની વ્યવસ્થા અને સાધના બની શકતી નથી. જો આત્મા Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only