________________
કરુણા
પુનર્લગ્ન કરી શકું તેમ છું પણ આ છોકરાને જોઈને મને તેમ કરવાની ઈચ્છા થતી નથી. છેલ્લા ઉપાયરૂપે મેં મારા પિતાને ઘેર જવાનો નિર્ણય કર્યો છે. જેવી ભગવાનની ઈચ્છા.” એમ કહી તેણે પોતાની વાત પૂરી કરી.
આ વાત સાંભળી બંને સજજનોનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. હવે શું કરવું ? આ બાજુ વર્ગીજી મહારાજ પાસે માત્ર એક ધોતી, એક દુ અને થોડાક રોકડા રૂપિયા હતા. તેમણે તરત જ તે ત્રણે વસ્તુઓ તે બાઈન આપી દીધી અને માત્ર લંગોટ પોતાની પાસે રાખી.
કમલાપતિજી કહે : “અરે ! માત્ર લંગોટી પહેરીને સાગર કેવી રીતે જશો ?' તેઓ કહે : “આપણે ત્યાં પહોંચીશું ત્યાં સુધીમાં લગભગ સાંજના સાત વાગી જશે. ત્યાં પહોંચ્યા પછી તો બધી વ્યવસ્થા છે જ.’
કમલાપતિજી મનમાં ને મનમાં આ મહાપુરુષની કરુણાની સરાહના કરી રહ્યા હતા, જેમણે માત્ર લંગોટી સિવાય સર્વ વસ્તુઓનો ત્યાગ કરી આકિંચન્ય ધર્મ વડે પોતાના આત્માની કરણા કરી હતી અને અજાણ બાઈનું દુખ દૂર કરીને તે આત્માની ઉપર પણ કરુણા કરી હતી.
સ્વ-પર આત્મા પર કરુણા કરનાર કેવા સાચા સંત !
અમેરિકાના પ્રજાસત્તાક રાજ્યના પ્રમુખ અબ્રાહમ લિંકન એક મહાન પુરુષ થઈ ગયા.
નાની ઉંમરમાં તેઓ દિવસ દરમિયાન એક દુકાનમાં નોકરી કરતા અને રાત્રે બીજા વિદ્યાર્થીઓ પાસેથી પુસ્તકો માગી લઈ આગળ અભ્યાસ કરતા.
સાંજના સમયે એક દિવસ એબર્ટેટ નામના એક પુરુષને તેમણે જોયો. ઠંડીના દિવસો હતા. તેથી તે ટાઢથી ધ્રુજતો હતો અને તેમ છતાં પોતાનું કામ કર્યા વિના છૂટકો નહોતો તેથી લાકડાં પણ કાપતો હતો. તે પુરુષને જોઈને અબ્રાહમને અત્યંત દયા ઊપજી. તેમણે તેની પાસે જઈને તેની કુહાડી માગી – લઈને પોતે જ તેનાં બધાં લાકડાં કાપી આપ્યાં. અબ્રાહમની કાર્યક્ષમતા વધુ હોવાથી તે કઠિયારાને બે દિવસની મજૂરી જેટલા પૈસા મળ્યા. કૃતજ્ઞ હૃદયે તેણે યુવાન અબ્રાહમને અંતરના આશીર્વાદ આપ્યા.
આ યુવાન આગળ જતાં પોતાની કતવ્યપરાયણતા, સત્યનિષ્ઠા, સતત ઉદ્યમ અને નિઃસ્વાર્થભાવને લીધે અમેરિકા જેવા મહાન દેશનો પ્રમુખ બન્યો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org