________________
૯૮
સાધક-સાથી
દુઃખને દૂર કરવા માટે તેઓએ પોતાના જીવનની સૌથી કીમતી વસ્તુ (પોતાનું સર્વસ્વ) અર્પણ કરી દીધી છે.
કરુણાનાં જીવંત દૃષ્ટાંતો
[૧] ગઈ સદીમાં થયેલા આર્ય-સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા સ્વામી દયાનંદ સરસ્વતીના જીવંનનો આ બનાવ છે.
એક વખત તેઓ બનારસથી દાદુપર તરફ સડક પર પગે ચાલીને જઈ રહ્યા હતા. ચોમાસાનો સમય હતો તેથી અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. ઘાસના પૂળાઓથી ભરેલું એક બળદગાડું ત્યાંથી પસાર થતાં કાદવમાં ફસાઈ ગયું હતું. આજુબાજુ અનેક લોકો જુદી જુદી સૂચનાઓ ગાડાવાળાને આપી રહ્યા હતા, પણ જેમ જેમ તે પ્રયત્ન કરતો ગયો તેમ તેમ ગાડું વધારે ને વધારે કાદવમાં ખૂંપતું ગયું અને બળદો હાંફવા મંડ્યા અને તેમના મોંમાંથી ફીણ પડવા માંડ્યું.
સ્વામીજીને બળદોનું આ દુઃખ જોઈ અંતરમાં એવો તો કરુણાનો ભાવ ઊપજ્યો કે તરત જ તેઓ ગાડા પાસે પહોંચી ગયા અને બળદોની ધૂંસરી છૂટી કરી નાખી. ધોતીનો કછોટો વાળી આ બળવાન બાળબ્રહ્મચારી મહાત્માએ જોતજોતામાં જ બળદોની જગ્યા લઈને તે ગાડાને કાદવની બહાર કાઢી નાખ્યું. પેલો ગાડાવાળો અને એકત્રિત થયેલા લોકો તો આભા જ બની ગયા અને સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનવા લાગ્યા.
આમ, બળદોનું અને ગાડાવાળાનું દુઃખ સહજમાત્રમાં દૂર કરી સ્વામીજી પોતાના રસ્તે દાદુપર તરફ આગળ ચાલી નીકળ્યા.
૨] એક ધાર્મિક મહોત્સવમાં ભાગ લઈને બુંદેલખંડના પ્રસિદ્ધ સંત શ્રી ગણેશપ્રસાદજી વર્ણી તથા તેમના મિત્ર શ્રી કમલાપતિજી સાગર પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં તેઓ અલ્પાહાર માટે એક કૂવા પાસે રોકાયા હતા. જેવા ત્યાંથી નીકળતા હતા તેવામાં એક દયામણા ચહેરાવાળો પાંચેક વર્ષનો છોકરો તેમની નજરે પડ્યો. તેઓએ તે છોકરાને થોડો નાસ્તો અને પાણી આપ્યાં, ત્યાં તે છોકરાની મા તેમની પાસે આવીને રડવા લાગી. વિશેષ વૃત્તાંત પૂછતાં તેણીએ કહ્યું : “મારા પતિ આઠ માસ ઉપર ગુજરી ગયા છે,
* મારા દિયર ખેતી કરે છે પણ અમને કાંઈ હિસ્સો આપતા નથી. જો કે હું Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org