________________
પુનર્જન્મ
૨૦૧
"बालोऽहं जगदानन्द न मे बाला सरस्वती ।
अपूर्णे पंचमे वर्षे वर्णयामि जगत्रयम् ।। અર્થાત્ જગતને આનંદ આપનાર હે નરેશ ! હું બાળક છું પણ મારી વિદ્યા કાંઈ બાળક નથી. હજુ તો મને પાંચમું વર્ષ પણ પૂરું થયું નથી. પરંતુ હું ત્રણે લોકનું વર્ણન કરી શકું છું.”
આ શ્લોક સાંભળી હર્ષિત થયેલા રાજાએ બાળકને અન્ય દ્વારા રચાયેલું પદ સંભળાવવા કહ્યું. તે વખતે શંકર મિશ્ર, વેદની એક ઋચા બોલ્યો અને તેના પૂવધિમાં સુંદર પદ રચી રાજાની સ્તુતિ કરી. પાંચ વર્ષની ઉંમર પૂરી થયા પહેલાં વેદની ઋચાનું જ્ઞાન અને સંસ્કૃત ભાષામાં ઉત્તમ કવિત્વ તેને કેવી રીતે પ્રાપ્ત થયું ? વર્તમાન જીવનમાં તેવા પ્રકારના શિક્ષણના અભાવમાં પૂર્વભવના સંસ્કાર વડે જ તે પ્રાપ્ત થયું એમ ન્યાયથી માનવું પડે છે.
[૨]. ગઈ સદીમાં આપણા દેશના મદ્રાસ રાજયમાં શ્રીનિવાસ રામાનુજમ્ નામના એક મહાપુરુષ થઈ ગયા. તેમનો જન્મ ઈ.સ. ૧૮૮૭માં થયો હતો. અત્યંત નાની વયથી જ ગણિત પ્રત્યે તેમને અગાધ રુચિ હતી અને સૂઝ પણ અસામાન્ય હતી.
પ્રસિદ્ધ અંગ્રેજ વૈજ્ઞાનિક જુલિયન હકસલે (JulianHuxley)એ તેમને આ સદીના સૌથી મહાન ગણિતકાર તરીકે બિરદાવ્યા છે. ભારતીય ગણિતજ્ઞ સોસાયટી સમક્ષ તેમણે રજૂ કરેલા સાઠ પ્રશ્નોમાંથી વીસ પ્રશ્નો હજુ અણઊકલ્યા જ રહ્યા છે. તેઓ ત્રીસ વર્ષના થયા ત્યારે ઈ.સ. ૧૯૧૭માં તેમને ઈંગ્લેન્ડમાં Fellow of Royal Societyનું માનદ બિરુદ એનાયત કરવામાં આવ્યું હતું.
કોઈ પણ પ્રકારની કેળવણી આ જન્મમાં પ્રાપ્ત કર્યા વગર પોતાની આગવી બુદ્ધિપ્રતિભાથી સમસ્ત વિશ્વના ગણિતજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરનાર આ પુરુષનું જીવન તેના અદ્દભુત પૂર્વસંસ્કાર અને પૂર્વાભ્યિાસને સ્વયં સિદ્ધ કરી દે છે.
મહાત્મા ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ગણેલ શ્રીમદ્ રાજચંદ્રજી (કવિ રાયચંદભાઈ) પણ એક મહાસમર્થ પુરુષ થઈ ગયા
૧, એ કાળે લોકભાષામાં મુખ્યત્વે સંસ્કૃત ભાષાનું ચલણ હતું.
Jain Education International
For-Private & Personal Use Only
www.jainelibrary.org