________________
દેવ-ગુરુનું સ્વરૂપ
૨૯૫
અવિષમપણું. સમતાના મૂળ સ્રોતરૂપે પોતાના આત્મા પ્રગાઢ પરિચયના બળે ઠંડું-ગરમ, માન-અપમાન, રોગ-નીરોગ, સુખ-દુઃખ, ઘર-બહાર, સોનું-માટી, સરસ-નીરસ, વગેરે દ્વન્દ્રો વડે કરીને જેમનું મન આકુળ-વ્યાકુળ થાય નહિ, શાંત-સ્થિર-સ્વસ્થ-પ્રસન્ન રહે તે સમતાધારી – સમદર્શી ગુરુ ગણાય. (ક) નિઃસ્પૃહતા : આ લક્ષણ સ્વાર્થત્યાગ અને ભોગ-અરચિનું ઘોતક છે. પોતાની કે પોતાના પરિચિતોની દુન્યવી સગવડ કે સંસારી લાભની જેમને સ્પૃહા હોતી નથી તે પુરુષ નિઃસ્પૃહ છે. જેનાથી લોકોમાં પોતાની કીર્તિ – નામના – મોટાઈ વધે તેવા આશયથી તેઓ કોઈ કાર્ય કરતા નથી. ઘણુંખરું તેઓ અયાચકવૃત્તિના હોય છે, આત્મસાધનામાં રત હોય છે અને ખપપૂરતો જ અન્યનો પરિચય કરે છે. (ડ) અભુત સત્યાર્થ શાસ્ત્રજ્ઞપણું: આવા મહાપુરુષના બોધનો પરિચય પામવો તે મહાન સભાગ્ય છે. પ્રથમ તો તેઓ પોતાની સાધનાના એક ભાગ રૂપે જ સ્વાધ્યાય-પ્રવચન કરે છે. તેમનું કથન સહજપણે - સરળપણે – ધારાવાહી પણે - સ્પષ્ટપણે વહે છે. તે કથનમાં સર્વત્ર પૂર્વાપર અવિરોધ અને અરાંદિગ્ધતા હોય છે.
જો કે બાહ્યમાં તેઓ કોઈ શાસ્ત્રનું અવલંબન લઈને ઉપદેશ • આપતા જણાય તો પણ ખરેખર તો તેમનો ઉપદેશ તેમના પોતાના જ જીવનમાંથી-વ્યક્તિત્વમાંથી ફરતો હોય છે. જેમાં કોઈની નિંદા નથી અને જેમાં સાપેક્ષ દૃષ્ટિયુક્ત ઉત્તમ જ્ઞાન અને ઉત્તમ આચારનું પ્રતિપાદન સહજપણે હોય છે તેવું લૌકિક અને લોકોત્તર બન્ને દૃષ્ટિઓથી સુસંપન્ન, આત્માર્થબોધક, સજ્જનોના અંતરને પ્રસાદ પમાડી પરમ પુરુષાર્થને પ્રેરક એવું સ્વાનુભવમુદ્રિત શાસ્ત્રજ્ઞપણું હોય છે તે જયવંત વર્તા! જયવંત
વર્તે !! પ્રશ્નઃ ૧૦ આવા ગુરુ શું મોક્ષમાર્ગમાં ઉપકારી છે? ઉત્તર : ૧૦ઉપકારી જ નહિ, પરમ ઉપકારી છે, પરમ અવલંબનરૂપ છે,
અનિવાર્ય સાધન છે. પ્રશ્ન : ૧૧ કઈ રીતે ગુરુ પરમ ઉપકારી છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org