________________
૨૯૬
સાધક-સાથી
ઉત્તરઃ ૧૧મોક્ષમાર્ગની આરાધનાની તદ્દન પ્રાથમિક ભૂમિકારૂપ સામાન્ય
તત્ત્વજિજ્ઞાસા, તે પણ મનુષ્યને ઘણુંખરું ઉત્તમ પુરુષના સત્સંગ દ્વારા જ પ્રથમ વાર ઉદ્દભવે છે. આમ અનાદિથી મોહનિદ્રામાં સૂતેલા જીવને પ્રથમ જગાડવાની શક્તિ આવા સુગુરુના સમાગમમાં, તેમનાં વચનોનાં શ્રવણ-મનનમાં કે તેમની પ્રશાંત,
સૌમ્ય મુખમુદ્રાના દર્શનમાં જ રહેલી છે એમ કહી શકાય. સામાન્યપણે તત્ત્વજિજ્ઞાસાને પામ્યા પછી પણ પોતાના દુર્ગુણોથી. નિવૃત્તિ થવા અને અનેક સદ્ગણોની વૃદ્ધિ થવા સદ્ગુરુનો પ્રત્યક્ષ બોધ તથા તેમનું માર્ગદર્શન ઉપકારી છે. વળી તત્ત્વનો સૂક્ષ્મ બોધ તેમ જ મોક્ષ માર્ગમાં આગળ વધતાં, માર્ગમાં ઉદ્ભવતા અને જટિલ પ્રશ્નોનું સમાધાન પણ તે માર્ગે ચાલેલા છે એવા સુગુરુ જ કરી શકે છે. કઈ ભૂમિકાએ ક્યાં સાધનોને કેવી રીતે અને કેટલા પ્રમાણમાં અંગીકાર કરવાં, જેથી આત્મશુદ્ધિની વૃદ્ધિ થતી રહે અને કોઈ અમુક દૃષ્ટિ, નય કે પક્ષનો આગ્રહ ન થઈ જાય તે પણ શ્રીગુરુ વિના કોણ બતાવે ?
છેલ્લે, સાધનાની મંજિલ માત્ર સુદીર્ઘ જ છે એમ નથી પણ વચ્ચે વચ્ચે અનેક નિરાશાઓનાં વાદળોથી ઘેરાયેલી પણ છે. તેમાં સક્રિય પ્રેરણાની (Positive inspiration) તથા નૈતિક ટેકા (Moral support)ની જરૂર ઘણી વાર પડે છે. નૈતિક ટેકો આપનાર તો કોઈક વાર કોઈક મળી રહે, પણ સક્રિય પ્રેરણા આપનાર તો સજીવન દિવ્યદૃષ્ટિપ્રાપ્ત સંત જ જોઈએ, કારણ કે તે એક જ એવા છે કે જે બોલ્યા વિના પણ મહાન બોધરૂપ બની રહે છે. તેમની હાજરીમાત્ર પણ સાધક જીવોના ઓલવાતા સાધના જીવનરૂપી દીવામાં સ્વતઃ ઘી પૂરી તેને પુનર્જીવન બક્ષે છે. આવા ગુરને ઓળખવા મહાન પાત્રતા અને પુણ્યની જરૂર છે, બાકી તેમનાં ગુણગાન તો સર્વ શાસ્ત્રકારો કે ખુદ શારદાદેવી પણ કરી શકતાં નથી. માત્ર એટલું કહીને રહી જાય છે :
““સાહિબ સંત કછુ અંતર નહિ.” “સપુરુષમાં જ પરમેશ્વર-બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.”
આમ વિવિધ પ્રકારે સાધકને સદ્ગુરુના ઉપકારીપણાનો સંક્ષેપ કહ્યો, વિશેષ તો પ્રત્યક્ષ સુગુરુનો સમાગમ કરવાથી સમજી શકાય એમ જાણો. પ્રશ્નઃ ૧૨ ગુરુને બદલે અમે શાસ્ત્રમાંથી જ માર્ગની પ્રાપ્તિ કરી લઈએ
તો કેમ ? ઉત્તરઃ ૧૨ શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી. જો કે શાસ્ત્રમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org