________________
ભક્તિમાર્ગની આરાધના
૧૦૩
તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
(૭) ભક્તિ કલ્પતર, કામધેનુ અભિમત ફળ દાતાર;
કહે પ્રીતમ સેવે સદા, નહીં જ દુઃખ લગાર, પ્રેમ વિના પરપંચ હૈ, સેવા-સુમિરન-ધ્યાન, કહે પ્રીતમ શુદ્ધ પ્રેમ વિણ, ફીકું લાગે જ્ઞાન,
જ્યોં કામીકે કામિની, જ્યાં લોભીકું દામ,
કહે પ્રીતમ એક પ્રેમ શું રટે નિરંતર રામ. (૮) શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદશજિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશતિ પ્રકાશ પામે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચડતો જાય છે, દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. ભક્તિમાર્ગની આરાધનાનાં જીવંત દૃષ્ટાંતો
[૧]. સત્તરમી સદીમાં થયેલા ભક્તોમાં મહારાષ્ટ્રના સંત તુકારામજી ખૂબ પ્રસિદ્ધ છે. તેઓમાં નાનપણથી જ ભક્તિના સંસ્કાર હતા અને દિવસે દિવસે તેમની ભક્તિની આરાધના આગળ જ વધતી જતી હતી.
તેઓ જ્યારે કીર્તન કરતા ત્યારે ભક્તિમાં તલ્લીન થઈ જતા અને તેમના મુખમાંથી અનેક પ્રકારનો ઉત્તમ બોધ ‘અભંગના રૂપમાં નીકળતો. તેમ કીર્તિ અને ગુણગાન સાંભળીને તે વખતના પ્રખ્યાત વેદપારંગત પંડિત શ્રી રામેશ્વર ભટ્ટે તેમને બોલાવ્યા અને ‘અભંગ’ ન રચવાની સૂચના કરી તથા રચેલા અભંગો ઈન્દ્રાયણી નદીમાં પધરાવી દેવા જણાવ્યું.
આ બાજુ શ્રી તુકારામે અભંગોને તો નદીમાં પધરાવ્યા પણ ભગવદ્ભક્તિ વિના તેઓનું જીવન ખારું થઈ ગયું. તેમણે નિશ્ચય કર્યો કે કાં તો ભગવદર્શન પ્રાપ્ત કરીશ. નહિ તો દેહનો ત્યાગ કરીશ. તેઓ તો ભગવાનના મંદિરમાં આસન જમાવી ભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યા. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org