________________
૧૦૪
સાધક-સાથી
તેર દિવસ અને તેર રાત્રિઓ વીતી ગયાં. આખરે તેમને હૃદય-મંદિરમાં ભગવાનનાં દર્શન થયાં અને તેમને પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ થયો.
આવી દૃઢ હતી શ્રી તુકારામજી મહારાજની ભગવદ્ભક્તિ.
[૨]
આષાઢ સુદ બીજનો દિવસ.
ઓરિસ્સા પ્રાંતમાં જગન્નાથપુરીના મંદિરમાં જગન્નાથનો વરઘોડો નીકળ્યો હતો અને શ્રદ્ધાળુઓ કીડીઓની માફક ઊભરાયા હોવાથી ચારે બાજુ સખત ભીડ હતી. અનેક રીતે ભક્તો રથમાં બેસાડેલી જગન્નાથજીની મૂર્તિનાં દર્શન કરવામાં પ્રયત્નશીલ હતા.
વરઘોડાનાં દર્શન કરવા શ્રી ચૈતન્યપ્રભુ પણ પધાર્યા હતા. ભકતોએ તેઓને એવી જગ્યાએ ઊભા રાખ્યા હતા જેથી ભગવાનનાં દર્શન તેમને સહેલાઈથી થઈ શકે. આમ છતાં ભીડ એટલી વધી ગઈ કે તેમને પણ દર્શન થવામાં મુશ્કેલી પડી. આ ભીડમાં એક વયોવૃદ્ધ માજી પણ દર્શન કરવા આવેલાં. ધૂનમાં તે માજી તો શ્રી ચૈતન્યપ્રભુના ખભા ઉપર ચડી ગયાં કે જેથી રથમાં બેઠેલા જગન્નાથજીનાં દર્શન થઈ શકે.
આ પ્રસંગે કેટલાક ભકતજનોની દૃષ્ટિ શ્રી ચૈતન્યપ્રભુ તરફ ગઈ અને તેમના ખભા ઉપર ચડેલાં પેલાં માજીને જોઈ સૌ કોઈ અકળાઈ ગયા અને માજીને શ્રી ચૈતન્યપ્રભુ જેવા મહાપુરુષના ખભા ઉપર ચડવા માટે અનેક પ્રકારે ઠપકો આપવા લાગ્યા. તુરત જ શ્રી ચૈતન્યપ્રભુએ તેમને અટકાવીને કહ્યું : “ભાઈઓ ! આપણા સૌમાં સાચી ભક્તિ તો આ માજીની જ છે. પ્રભુદર્શનની તેમની ઉત્કટ અભિલાષાથી પ્રેરાઈને જ તેઓ મારા ખભા પર ચડી ગયાં અને પોતે શું કરે છે તેનું ભાન પણ તેમને રહ્યું નહિ. જ્યારે આપણને પણ ભગવાનના દર્શનની આવી તીવ્ર ઝંખના જાગશે અને દેહભાન ભૂલી ભગવસ્મરણમાં આપણે તલ્લીન થઈશું ત્યારે જ આપણને ભક્તિની પરાકાષ્ઠા પ્રાપ્ત થશે અને અને આપણું જીવન ધન્ય બનશે.”
મધ્યયુગના સંત-ભક્તોનો એ જમાનો હતો. પોતે પ્રભુપ્રેમની ગંગામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org