________________
૧૦૨
સાધક-સાથી
સાચી ભક્તિનું ફળ
જેણે સાચા ભક્તિમાર્ગની આરાધના કરી છે તેની દશા અલૌકિક થઈ જાય છે. તેને આ દુનિયાની કે બીજી દુનિયાની કોઈ વસ્તુ પ્રત્યે આકર્ષણ રહેતું નથી, નિરંતર ભગવદ્ભક્તિથી જ તે તૃપ્ત અને સંતુષ્ટ હોય છે. જીવનમાં ગમે તેવી સ્થિતિ આવી પડે તો પણ તે સ્થિતિને તે સુખરૂપ જ માને છે. ઉત્તમ પરાભક્તિને પામ્યો હોવાથી તેનો પ્રભુપ્રેમ અને પ્રભુપ્રેમની સાધના ગંગાના પ્રવાહની જેમ અખંડપણે વહ્યા જ કરે છે, છતાં તેનું જીવન જોતાં તો સામાન્ય માણસને તેની ઉચ્ચ અધ્યાત્મદશાનો ખ્યાલ પણ આવવો દુર્લભ છે. સર્વત્ર સમભાવને પ્રાપ્ત થયેલો તેવો આ ભક્ત સ્વ-પર કલ્યાણમાં રહી પોતાનું શેષ જીવન પ્રસન્નતાથી વિતાવીને યોગ્ય જીવોને ભગવદ્ભક્તિનો સ્વાદ ચખાડી તેમને પણ સાચી ભક્તિના માર્ગે વાળે છે.
ભક્તિમાર્ગનો મહિમા (૧) પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું.
બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો.
(૨) જગતમાં સત્ પરમાત્માની ભક્તિ-સગુરુ સત્સંગસશાસ્ત્રાધ્યયન-સમ્યક્ દૃષ્ટિપણું અને સતુયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહિ, પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવો એ જ અનંતભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.
(૩) કામ, ક્રોધી અને લાલચુ હોય તેનાથી ભક્તિ થઈ શકતી નથી. કોઈ શૂરવીર પુરુષો લોકલાજ અને કુળની મર્યાદાની ઉપરવટ જઈને જ પ્રભુ સાથે લય લગાવે છે.
(૪) જે સત્યવાદી હોય. લજ્જાવંત હોય, શુદ્ધ ચિત્તવાળો હોય, દેવગુરુનો ભક્ત હોય અને શાસ્ત્રાભ્યાસી હોય તેના ઉપર ભગવકૃપા ઊતરે છે.
(૫) જે ઇચ્છારહિત છે, પવિત્ર છે, સાવધાન છે, તટસ્થ છે, ચિંતારહિત છે અને સંકલ્પમાત્રનો ત્યાગ કરનાર છે તેવો ભક્ત પ્રભુને અત્યંત પ્રિય છે.
(૬) ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય થયો છે કે ભક્તિ એ સવોપરી માર્ગ છે અને તે મહાપુરુષોના ચરણ સમીપે રહીને થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org