________________
તત્ત્વજ્ઞાનનો સાર
૧૮૭
પોતપોતાની યોગ્યતા મુજબ અનેક રીતે પરિણમી રહ્યા છે. જગતના વિવિધ પ્રકારના સૂક્ષ્મ કે ધૂળ જડ પદાર્થોનો સંયોગ પામીને જગતના જીવો તેમાં હર્ષવિષાદની લાગણી તન્મયપણે અનુભવી રહ્યા છે અને આવા વિવિધ ભાવોને વિભાવ ભાવો કહે છે, જે જીવની સંસારી દશામાં નિરંતર નવા નવા થયા જ કરે છે અને જીવ આકુળતા અનુભવ્યા જ કરે છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
હવે મહત્-પુણ્યના યોગથી જ્યારે આ જીવ પાંચ ઇન્દ્રિયો, વિવેક કરવાની શક્તિ અને મનુષ્યભવ પામે ત્યારે તે સંસાર-પરિભ્રમણમાંથી છૂટવાની યોગ્યતાવાળો બને છે. આવો પુરુષ આત્મા-અનાત્માનો, જડ-ચેતનનો, સ્વ-પરનો અથવા સારાસારનો વિવેક કરવાનો પુરુષાર્થ કરે તે જ તત્ત્વજ્ઞાનનો સાર છે. જે મહાન પુરુષ આવા સારરૂપ વિવેકને આત્મનિષ્ઠ સદ્ગુરુના બોધ દ્વારા પામે છે અને પ્રાપ્ત કરેલા વિવેકને જીવનમાં નિરંતર ધારણ કરે છે, તે મહાપુરુષને જગતના પદાર્થોમાંથી આત્મબુદ્ધિ ટળી જાય છે. આમ, એક વાર જગતના પદાર્થોનું અકિંચિત્કરપણું જેણે અંતરથી જાણી લીધું હોય તેને ક્રમે કરીને આત્મા પ્રત્યે જ પરમ પ્રીતિ પ્રગટે છે અને તે આત્માનો જ લક્ષ અને અનુભવ થવાથી તે પુરુષને મોક્ષપદની સિદ્ધિ થાય
આ કક્ષાએ એટલું જાણી લેવું આવશ્યક છે કે આવો જે ઉત્તમ ફળને આપનારો વિવેક તેને અંતરમાં ધારણ કરવા માટે તથારૂપ યોગ્યતાની જરૂર છે. જો સાધકમાં અંતર-વૈરાગ્ય, ઉપશાંતવૃત્તિ, મધ્યસ્થતા, સરળતા, સહનશીલતા, સત્ય-જિજ્ઞાસા વગેરે ગુણો ન હોય તો તેવો સાધક કોઈ પણ સંજોગોમાં સદ્ગુરુનો ઉપદેશેલો બોધ ધારણ કરી શકતો નથી. આવું પાત્રતાનું અનિવાર્યપણું જાણીને સાધક જીવો બન્ને પુરુષાર્થમાં યોજાય છે. એક બાજુ સત્સંગના યોગમાં રહી સગુણસંપન્નતાને સેવે છે, તો બીજી બાજુ સદગુરુ પાસેથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરી વારંવાર ચિંતન-મનનના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલા બોધને દૃઢ કરીને તેને આત્મસાત્ કરી લે છે – જીવનમાં વણી લે છે.
તત્ત્વજ્ઞાનનો મહિમા (૧) જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક;
નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. (૨) દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદજ્ઞાન', જ્ઞાનીનો તે જાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org