SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તિની ઉપયોગિતા ૨૪૧ અભ્યાસ અને સદ્ગણોનું સંપાદન મુખ્ય છે. આ બન્ને ધ્યેયને પહોંચી વળવા માટે જરૂરી છે કે ન તો આપણે ખોટી વાતોમાં પોતાનો સમય વિતાવવો જોઈએ કે ન તો આપણે દુર્ગુણોના સેવનમાં જોડાવું જોઈએ. આમ, આ ઈષ્ટ ધ્યેયની સિદ્ધિ સ્વાર્થમૂલક પ્રવૃત્તિને ઘટાડ્યા વિના થઈ શકતી નથી. અમુક નિયમપૂર્વકની સત્સંગની – સ્વાધ્યાયની, ગુણસંપાદનની કે પ્રભુભક્તિની આરાધના કરવા માટે દુકાનનો, ઑફિસનો, બેંકનો, દવાખાનાનો, મિલનો, શાળા-કૉલેજનો, બજાર-ખરીદીનો, કુટુંબવ્યવસ્થાનો કે મનોરંજનનો સમય ઘટાડવો પડશે. આ પ્રમાણે ફાજલ પાડેલા સમયને આરાધનામાં લગાડવો પડશે. સામાન્ય રીતે, આ પદ્ધતિને અપનાવવાથી દુન્યવી કાયમાંથી નિવૃત્તિ અને આત્મસાધનોમાં પ્રવૃત્તિ થાય છે અને તેને જ નિવૃત્તિમાર્ગની આરાધના કહેવામાં આવે છે. આ કાર્યની સિદ્ધિ માટે પ્રથમ, શનિ-રવિ દરમિયાન સત્સંગ-સ્વાધ્યાયમાં લાગવું જોઈએ. ત્યાર પછી વર્ષમાં બે વખત તીર્થયાત્રા નિમિત્તે બહાર નીકળવું જોઈએ. ત્યાર પછી દર મહિને ચાર-છ દિવસની નિવૃત્તિ લઈ સત્સંગના યોગમાં આરાધના કરવી જોઈએ. અને જેમ જેમ યોગ્યતા વધે તેમ તેમ સાધનાનો સમય વધારે આખરે પૂર્ણ નિવૃત્તિમય સાધકડા (Stage of full time of Sadhana) પ્રગટ કરવી જોઈએ. આ જાણે સામાન્યતઃ નિવૃત્તિમાર્ગની સાધનાનો ક્રમ કહ્યો. આગલા ભવોની સાધનાના બળ અને અનુસંધાનની યુવાવયમાં જ પરમ વૈરાગ્યની પ્રાપ્તિ કરી આત્માનુભવી સદ્ગરના સાંનિધ્યને સ્વીકારી ખરેખર મોક્ષની આરાધનામાં સંપૂર્ણપણે લાગી જનાર વિરલ વિશિષ્ટ પુરુષો આ કાળે મહાન સાધકો તરીકે શોભે છે. આરંભ અને પરિગ્રહમાં લાગ્યા રહેવાથી અમુક અંશે હિંસા અને મૂછભાવ થયા વિના રહેતા નથી અને આ બન્ને જ્યાં હોય ત્યાં વિશિષ્ટ ધર્મસાધના બની શકતી નથી, માટે જેમ જેમ આરંભ-પરિગ્રહ ઓછા થાય તેમ તેમ નિવૃત્તિનો વધારે ને વધારે સમય આપણને પ્રાપ્ત થઈ શકે છે અને જેમ જેમ નિવૃત્તિ માર્ગ તરફ વળતા જઈએ તેમ તેમ આરંભ (નવાં નવાં કામો કરવાની જવાબદારી લઈ તે કાર્યોમાં પ્રવૃત્ત થવું) અને પરિગ્રહ (જગતની વસ્તુઓમાં મોટાપણાની માન્યતાથી મૂચ્છિત થઈ જવું) ઓછા થતા જાય છે. આ પ્રમાણે, સત્સંગ-આરાધના વગેરેમાં જેટલા જેટલા આગળ વધાય તેટલા તેટલા પ્રમાણમાં શાંત ભાવની પ્રાપ્તિ થઈ શકે છે. શાંત ભાવસહિત Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy