________________
આત્મભાવના
૨૭૩
આત્મભાવનાના અભ્યાસીઓએ ઉપયોગી થાય એવાં કેટલાંક ઉત્તમ પદોના નમૂનાઓ નીચે ઉદ્ધત કરીએ છીએ, જેનું અવલંબન લેવાથી આત્મભાવનાની સારી એવી ઊંચી શ્રેણીને પ્રાપ્ત થયાનો અમારા જીવનમાં અનુભવ થયો છે : (૧) આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ,
અપૂર્વ વાણી પરમશ્રુત સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૨) વિષયોની આશા નથી જેને સામ્યભાવ ધન ધારે છે,
નિજપરના હિતસાધનમાં નિશદિન તત્પરતા રાખે છે,
સ્વાઈત્યાગની કઠિન તપસ્યા ખેદરહિત થઈ સેવે છે,
તેવા સાધુ-જ્ઞાની ગતના દુઃખસમૂહને છેદે છે. (૩) આગમ વિષે કૌશલ્ય છે ને મોહદૃષ્ટિ વિનષ્ટ છે,
વીતરાગ ચરિતારૂઢ છે તે મુનિ-મહાત્મા ધર્મ છે. (૪) નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચવિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; કલેશનાં કારણ જેણે નિર્મળ કર્યા છે, અનેકાંતદૃષ્ટિયુક્ત એકાંતદૃષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૫) જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર,
એ ભાવે શુભભાવના, તે ઊતરે ભવપાર. (ડ) હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે ! (૭) મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે,
બાકી બીજા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. (૮) સૌ ભૂતમાં સમતા મને કો સાથે વેર મને નહિ,
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. (૯) નિજ ભાવને છોડે નહિ પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે જુએ છે તે જ હું છું એમ જ્ઞાની ચિંતવે. (૧૦) એ રીતે તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને,
પરિવજું છું હું મમત્વ, નિર્મમભાવમાં હું સ્થિર રહું. (૧૧) જે દૃશ્ય તે સ્વરૂપ નથી, અદૃશ્ય સ્વરૂપ મ્હારું, સ્વબુદ્ધિ છોડી આ સહુમાં, નિજ ચેતન શરણ ગ્રહું. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International