SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પરમપદ-વિચાર નિષ્ઠાપૂર્વક અને અત્યંત ઉત્સાહપૂર્વક આ પરમપદનું શ્રદ્ધાન, જ્ઞાન, સ્મરણ અને અનુસરણ ભવ્ય જીવોનું સર્વતોમુખી કલ્યાણ કરનારું છે એમ જાણીએ છીએ અને તે પદપ્રાપ્તિની દિશામાં પ્રયત્નશીલ છીએ. પરમપદનો મહિમા (૧) મંગલમય પરમાત્મા શુદ્ધ ભાવ અવિકાર; નમું પાય પાઊં સ્વપદ જાચું યહી કરાર. (૨) નમું પંચપદ બ્રહ્મમય મંગલરૂપ અનૂપ; ઉત્તમ શરણ સદા લહું ફિર ન પરૂં ભવકૂપ. (૩) દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અણિત. (૪) પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. (૫) રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ, જગત ઇષ્ટ નહિ આત્મથી મધ્યપાત્ર મહાભાગ્ય. (૬) આગમ વિશે કૌશલ્ય છે ને મોહદૃષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. પરમપદ-વિચાર : જીવંત દૃષ્ટાંતો [૧] ૧૯૭ સાતમી સદીની આ વાત. તે સમયે ભારતમાં સમ્રાટ હર્ષની આણ પ્રવર્તતી હતી, જેવો તે શૂરવીર હતો તેવો જ તે દાનવીર અને ધર્મવીર પણ હતો. અનેક વિદ્વાનોનું, સંતોનું અને કળાકારોનું તે સન્માન કરતો. તે સમયે વિધવિધ સંપ્રદાયો પોતપોતાની મહત્તા સ્થાપવા માટે, પોતાના ધર્મના સાધુ મહાત્માઓ દ્વાર કાંઈક ને કાંઈક ચમત્કારો બતાવતા. કેટલાક સલાહકારોએ જૈનધર્માવલંબીઓને પણ પોતાનો ચમત્કાર બતાવવા પડકાર કર્યો. રાજાએ આચાર્ય માનતુંગસૂરિને વિનંતી કરી. આચાર્યે કહ્યું : “મારો પરમાત્મા તો વીતરાગી છે. તે કાંઈ ચમત્કાર કરે નહિ તેના આશ્રિત દેવો કાંઈક પુણ્યપ્રભાવ બતાવી શકે.’ તેમણે તો માત્ર પોતાના ઇષ્ટ પરમાત્મા ૠષભદેવ ભગવાનની સ્તુતિ, પોતાના આત્માની શુદ્ધિ અર્થે અને ધર્મની રક્ષા કાજે એકાગ્ર ચિત્તથી શરૂ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy