________________
૧૯૮
સાધક-સાથી
કરી. જેમ જેમ તેમનો આત્મા શુદ્ધ ભક્તિમાં તલ્લીન થતો ગયો તેમ તેમ તેમના આત્મામાં કર્મબંધનો તૂટવા લાગ્યાં. સાથે સાથે લોકપ્રસિદ્ધ કથાનુસાર તેમને બાંધવામાં આવેલી લોખંડની સાંકળો પણ તુટી ગઈ અને ધર્મનો જયજયકાર થયો.
લોકોની કે સમ્રાટની સ્તુતિ પ્રત્યે જેમનું કંઈ પણ ધ્યાન નહોતું એવા મહાન સંતશિરોમણિ આચાર્ય માનતુંગને તો સામ્ય ભાવ જ ઈષ્ટ હતો, કારણ કે તેઓ પરમપદને પ્રાપ્ત થયેલા લોકોત્તર પુરુષ હતા.
[૨] તુર્કસ્તાન અને ઈરાન વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું હતું. દરરોજ કેટલાક માણસો ઘવાતા, મરાતા કે પકડાતા. એક વાર ઈરાનના પ્રસિદ્ધ સંત. ફરીદુદ્દીન તુર્ક સેનાના હાથમાં ઝડપાઈ ગયા અને તેમને જાસૂસીના આરોપસર દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. - સંત ફરીદુદ્દીનને અમુક દિવસે ફાંસીની શિક્ષા થશે એ વાત આખા ઈરાનમાં પ્રસરી ગઈ. તેમના અનેક ભક્તો તુર્કસ્તાન આવી પહોંચ્યા અને સુલતાનને સોનું, ચાંદી, ઝવેરાત કે બીજી વસ્તુઓ આપવા લાગ્યા કે જેથી સંતનો છુટકારો થાય. કેટલાક યુવાનો સંતને બદલે પોતે ફાંસીએ ચડવા તૈયાર થયા પણ સુલતાને માન્યું નહિ.
એટલામાં ઈરાનનો દૂત સુલતાનના દરબારમાં આવ્યો. તેણે પોતાના શાહનો પત્ર સુલતાનને આપ્યો. ઈરાનના શાહે લખ્યું હતું કે સંત ફરીદુદ્દીનના બદલામાં તમો આખું ઈરાન લઈ લો પણ તે સંતને છોડી દો.
તકનો સુલતાન વિચારમાં પડી ગયો કે એક સંતની આટલી મોટી કિંમત ? શું ઇરાનના શાહ એક સંત માટે આખું ઇરાન આપી દેવા તૈયાર થઈ ગયા ? સુલતાને ઈરાનના શાહને સન્માન સહિત તેડાવ્યા અને આ બાબતનો ખુલાસો પૂછવો. શાહે કહ્યું : દુનિયાની જડ સમૃદ્ધિ કરતાં એક સંતના આત્માની સમૃદ્ધિ વધારે મહાન છે, કારણ કે તે શાશ્વત અને પરોપકારલક્ષી છે. પોતાના પવિત્ર જીવનથી તેઓ અમારા સૌનાં હૃદયમાં વસી ગયા છે.”
શાહની વાત સાંભળી સુલતાન પણ સંતના ચરણમાં મૂકી પડ્યો. સંતને તો પહેલેથી જ ક્ષમાભાવ હતો. તેમણે સુલતાનને ધર્મલાભના આશીર્વાદ આપ્યા.
બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામની નોબત વાગી. સંતના મહિમાથી સર્વત્ર શાંતિ પ્રસરી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org