________________
૧૯૨
સંગ તેવો રંગ
મનુષ્ય જેની સોબત કરે છે તેની વત્તેઓછે અંશે તેના ઉપર અસર થયા વિના રહેતી નથી. આ કારણથી જ સંતોએ નિરંતર સત્સંગમાં રહેવાનો અને દુર્જનોના સહવાસથી બચવાનો સાધકને વારંવાર ઉપદેશ કર્યો છે.
સાધક–સાથી
સામાન્ય મનુષ્ય વિવેકથી રહિત હોય છે. જો દુર્જન મનુષ્યનો તેને સંગ થાય તો દુર્ગુણોનો સંચાર તેના જીવનમાં શીઘ્રતાથી અને સહેલાઈથી થવા લાગે છે, કારણ કે પતિત પરિણામી એવું મન પાપકાર્યોમાં પ્રવૃત્ત થવામાં પાવરધું છે. જેમ પર્વત પર ઊંચે ચડવું હોય તો ઘણા પ્રયત્નની જરૂર પડે છે, પરંતુ નીચે ઊતરવું હોય તો ઘણી જ સહેલાઈથી ઊતરી જવાય છે તેમ જીવનની બાબતમાં પણ સમજી લેવું. એક પણ સારી ટેવ પાડવી હોય તો તેને માટે લાંબા સમય સુધી નિયમિત આરાધનાની આવશ્યકતા રહે છે, કારણ કે આળસુ મનને સારા કામમાં ચોંટવું ગમતું નથી. કોઈ ખરાબ ટેવ પાડવી હોય તો તેને માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. પ્રમાદયુક્ત પાપપ્રવૃત્તિમાં મન જલદીથી ચોંટી જાય છે.
સીડી ઊતરતી વખતે જો એક પગિથયું ચૂકી જઈએ તો અનેક પગથિયાં પરથી નીચે પડવાનું બને છે. તેવી રીતે જો કુસંગની લત મનુષ્યને લાગી જાય તો પછી તેનું અનેકમુખી અધઃપતન અનિવાર્ય બની જાય છે. અકરાંતિયા થઈને ખાવાપીવાની ટેવો પડવાથી, ખોટા ઉજાગરાઓથી અને અતિભોગોમાં સપડાઈ જવાથી તેની શરી૨-સંપત્તિ નાશ પામે છે. વાતવાતમાં અપશબ્દો બોલવાની તથા મર્મભેદી, કર્કશ અને કલેશ ઉપજાવનારી. ભાષા બોલવાની ટેવ પડવાથી વાણીની મધુરતા, સચ્ચાઈ અને પવિત્રતા નાશ પામે છે. નિરંતર અનેક પ્રકારનાં વ્યસનોના સેવનથી, નિંદાથી, લોકવિરુદ્ધ અભિપ્રાયોથી, છળકપટથી અને કાવાદાવાઓથી મન મલિન અને ચંચળ થઈ જાય છે. થોડા જ વખતમાં લોકમાં પણ અપકીર્તિ ફેલાઈ જાય છે, સંપત્તિનો નાશ અને દુર્વ્યય થવા લાગે છે, પોતાનાં સ્વજનોનો પણ વિશ્વાસ ગુમાવવાનો સમય આવી જાય છે. આમ તનનો, મનનો, ધનનો, કીર્તિનો અને આત્માની પવિત્રતાનો નાશ કરનારો એવો દુર્જનોનો સંગ એકાંત દુઃખદાયી નીવડે છે.
સોબત ક૨વામાં સતત જાગૃતિ
આ અવકાશયુગમાં સજ્જનોની સંખ્યા ઘણી જ ઘટી ગઈ છે, તેથી જ્યાં જઈએ ત્યાં કુસંગનો ભેટો થઈ જવાની સંભાવના વિશેષ છે. માટે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org