SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્જનસંગતિત્યાગ પણ નવા માણસ સાથે કોઈ પણ કારણસર પરિચય થાય ત્યારે ખપ પૂરતી જ વાત કરવી. દુર્જનોનો પ્રેમ પ્રારંભમાં ખૂબ હોય છે પણ થોડા જ સમયમાં ઘટવા માંડે છે, જ્યારે સજ્જનનો પ્રેમ ધીમે ધીમે વધે છે અને કાયમ ટકે છે. નવા માણસનો પરિચય વધારવો નહિ. તેની વાતચીત, રીતભાત, વાચન અને ટેવો ઉપરથી જો એમ લાગે કે આ સોબતથી જીવન વિકાસલક્ષી બનશે તો જ સોબત કરવી કે વધારવી. ૧૯૩ હોટલ-સિનેમામાં, નાટકમાં, પાર્ટીઓમાં અને ક્લબોમાં જ લઈ જનારા મિત્રોથી ચેતતા રહેવું. અભક્ષ્ય આહાર, ઉજાગરા, અકરણીય વિલાસ હોય ત્યાં પરિચય એકદમ ઘટાડી દેવો. જ્યાં પરોપકાર, દયા, સાદાઈ, નિયમિતતા, સેવાભાવ, તત્ત્વજિજ્ઞાસા, સાહિત્ય કે કળાઓનો પ્રેમ, સુંદર વાચન-મનન વગેરે ન દેખાય ત્યાં રાચવું નહિ. ઉપસંહાર જે મનુષ્ય પોતાની સોબતમાં, પોતાના વાચનમાં અને પોતાની ટેવોમાં જાગ્રતપણે વર્તે છે તેને કોઈ આંચ આવતી નથી. જે વિવેક ચૂકી જાય છે અને ગમે તેવાની સોબતે ચડી જાય છે તે અચૂકપણે વિનાશમાર્ગે જ દોરાઈ જાય છે. માટે મહાન પ્રયત્ન કરી દુર્જન પુરુષોના સંગથી સાધકે બચવાનું છે અને સત્સંગનો યોગ મહાન ઉદ્યમથી શોધીને તેવા યોગમાં રહી આત્મકલ્યાણ સાધવાનું છે. દુર્જનસંગતિત્યાગમાં પ્રેરણા (૧) કામવૃદ્ધિ, ક્રોધવૃદ્ધિ, લોભવૃદ્ધિ, સત્યનું વિસ્મરણ થઈ જવું, વિવેકશક્તિનો લોપ થવો તથા ભજન, સ્મરણ, તપ અને ધ્યાનનો નાશ થવો આવાં અનેક કારણોનું મૂળ હોવાને લીધે, સાધકોએ દુર્જનોનો સંગ સર્વથા અને તુરત જ છોડી દેવો જોઈએ. (૨) ક્રૂરતા, કારણ વિનાનો કલહ, પરધન અને પસ્ત્રીની ઇચ્છા, સ્વજનોની સંપત્તિમાં ઇર્ષ્યાભાવ આવા મહાન દુર્ગુણો દુર્જનની સોબતથી ઊપજે છે. -- (૩) જેમ ઘુવડ સૂર્યનો પ્રકાશ હોવા છતાં દેખતું નથી અને કોરડું મગ ગમે તેટલા અગ્નિથી પણ પાકતા (ચડતા) નથી તેમ દુર્જનો ઉત્તમોત્તમ ધર્મને પામીને પણ પાપાચાર છોડતા નથી. (૪) કોલસાને ગમે તેટલા પાણીથી ધોઈએ તો પણ તે કાળો જ રહે તેમ દુર્જન પણ બાહ્ય ધર્મક્રિયા કરે તો પણ પોતાની દુર્જનતા છોડતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy