________________
૨૩
સરળતા
ભૂમિકા
સીધાપણાનો કે સહજપણાનો ગુણ તે જ સરળતાનો ગુણ છે. જેવું મનમાં હોય તેવું વાણી દ્વારા બોલવું અને જેવું બોલીએ તેવું આચરણ કરવાનો સાચો પ્રયત્ન કરવો તે સરળતા છે, એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાંથી પ્રપંચભાવ, માયાચાર, વક્રપણું, છેતરવાનો ભાવ, છળકપટનો ભાવ દૂર કરીને વર્તવું તે સરળપણાનું મુખ્ય લક્ષણ છે.
સરળપણું એ આત્માનો મૂળ સ્વભાવ છે, પરંતુ અજ્ઞાન અને લોભાદિને વશ થઈને માણસ માયાચાર સેવે છે. તે એમ સમજે છે કે મારી વાતની કોને ખબર પડવાની છે ? અથવા મારા મનમાં હું શું વિચારી રહ્યો છું તેની કોઈને પણ ખબર નહિ પડવા દઉં અને ખોટી વાતો કરીને અથવા ખોટી રીતે વર્તીને વિશ્વાસઘાત કરીને મારું ધાર્યું હું પાર પાડી દઈશ. આમ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રપંચની જાળ માણસ એટલી વિસ્તારી દે છે કે સત્યનું ભાન થતાં પોતાની જ જાળમાંથી પોતે છટકી શકતો નથી અને અનેક પ્રકારનાં દુઃખો તેને સહન કરવાં પડે છે.
સરળતાની અગત્ય
સરળપણું મુમુક્ષુમાત્રનો અંગભૂત ગુણ છે. સરળતા વિના સામાન્ય મુમુક્ષુતા પણ સંભવે નહિ. પાત્રતા વધારવા માટે દરેક મહાપુરુષોએ સરળતાઓ સંપાદન કરવા સાધકને આજ્ઞા કરી છે. જે સરળ નથી તેનો મોક્ષમાર્ગમાં પ્રવેશ છે જ નહિ તો તેની વ્રતાદિ ગ્રહણ કરવામાં યોગ્યતા ક્યાંથી હોય ? આમ, અનેક પ્રકારે જે સાધનામાં ઉપયોગી છે તેવો સરળતાનો ગુણ દરેક સાધકે ગમે તે ઉપાયે પણ જીવનમાં વણી લેવો અનિવાર્ય છે.
જે રીતે ક્ષમા અને સંતોષનાં પ્રકરણોમાં તે તે ગુણોની આરાધનાપદ્ધતિ બતાવવામાં આવી હતી તે જ રીતે સરળતાની સાધનામાં પણ યથાપદવી. સમજી લેવી, કે જેથી માયારૂપી શત્રુનો અભાવ કરી આત્માના સરળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org