________________
સરળતા
૧૨૧
આર્જવ (ગો: માવઃ ગાર્નવ) રૂપી ગુણની સિદ્ધિ થઈ શકે. માયા તે એક મહાન શલ્ય છે. જેમ પગમાં કાંટો ખૂંચી જાય તો ચેન પડતું નથી; તેમ જ્યાં સુધી હૃદયમાં માયારૂપી કાંટો હશે ત્યાં સુધી મનમાં તે ખૂંચશે અને તે મનુષ્યને ચેન પડવા દેશે નહિ.
માયાચારી મનુષ્યનો આ લોકમાં પણ કોઈ વિશ્વાસ કરતું નથી. તેનાં માતા, પિતા, ભાઈ, પત્ની કે પુત્ર પણ તેને શંકાની દૃષ્ટિએ નિરંતર જોયા કરે છે. ગમે તેવાં વચનો તે આપે તો પણ તેના તરફથી કોઈ પણ ક્ષણે વિશ્વાસઘાત થશે એવી નિરંતર ભીતિ રહ્યા કરે છે. આવો માણસ સમાજમાં કે ધર્મમાર્ગમાં કોઈની પણ પ્રીતિ સંપાદન કરી શકતો નથી.
સરળ મનુષ્યનું જીવન નિશ્ચિત છે, સહજ છે, નિર્ભય છે, પવિત્ર છે અને તેથી ધર્મમય છે. જેમ જેમ જીવનમાં સરળતા આવતી જાય છે તેમ તેમ પરમશાંતિનો અનુભવ થાય છે. માટે સૌ સાધકોએ આ ગુણની આરાધના કર્તવ્ય છે.
સરળતાનો મહિમા (૧) નહિ કષાય-ઉપશાંતતા, નહિ અંતર-વૈરાગ્ય,
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. (૨) વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
(૩) માયાચારીના બીજા સર્વ ગુણો નાશ પામે છે તેથી માયાચારને વિવેકી પુરુષો તત્કાળ છોડી દે છે.
(૪) બીજા દુર્ગુણો હોય તો ભગવાન ચલાવી લે છે, પરંતુ જે ધર્મના નામે કે અન્ય કારણથી ભગવાનને જ છેતરે છે તેના ઉપર ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય ?
(૫) અનેક મહાપુરુષોએ સરળતાની સાધનાનો અભ્યાસ બાળકોના સાન્નિધ્ય દ્વારા કર્યો છે. શ્રી તૈલંગ સ્વામી એક નાની ગાડી રાખી તેમાં બાળકોને બેસાડતા, પોતે તે ખેંચતા અને આમ બાળકોના ભોળા અને નિર્દોષ સ્વભાવને આત્મસાતું કરવાનો પ્રયત્ન કરતા. બ્રિટનના એક વખતના મુખ્ય પ્રધાન ગ્લૅડસ્ટન પણ બાળકો સાથે રમી નિર્દોષ આનંદ મેળવતા. મહાત્મા ઇસુ ખ્રિસ્ત અને મહાકવિ ન્હાનાલાલે પણ બાળકોના સરળ સ્વભાવને બિરદાવ્યો છે. જ્યારે ભક્તિસૂત્રમાં ઉત્તમ ભક્તને બાળક જેવો કહ્યો છે. આમ, અનેક પ્રકારે બાળકોમાં સ્વાભાવિકપણે રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org