________________
૧૨૨
સાધક-સાથી
સરળતાના ગુણનો મહિમા બતાવી મહાત્માઓએ આપણને સરળતાના તે ઉત્તમ ગુણને પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે.
સરળતાનાં જીવંત દૃષ્ટાંતો
[૧]
શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી મુંબઈમાં એક વાર દયાધર્મની વાતો કરતા હતા. ચામડું વાપરવું જોઈએ કે નહિ તે બાબતની વિચારણામાં એમ નક્કી થયું કે વ્યાવસાયિક કે ઔદ્યોગિક પ્રયોજનમાં તો ચામડું વાપરવું પડે પણ વ્યક્તિગત ઉપયોગમાં ચામડું ન વાપરવું.
ગાંધીજીએ જરા ચકાસણી કરતાં શ્રીમને પૂછયું : “માથે પહેરેલી આ ટોપીમાં શું છે ?”
શ્રીમને તો આ બાબતનો ખ્યાલ નહોતો અને ટોપીમાં ચામડું આવે છે કે નહિ એ તેમણે જોયેલું નહિ.
જો કે પોતે નક્કી કરેલી નીતિ પ્રમાણે ચાલતાં કોઈ દૂષણ લાગ્યું હોય અને કોઈ વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન દોરે તો તે દૂષણને તરત જ સ્વીકારી લેવું જોઈએ અને તે દૂર કરવું જોઈએ. એવી નીતિમાં માનનારા શ્રીમદે કાંઈ પણ દલીલ કર્યા વિના ટોપીમાંથી તુરત જ ચામડું કાઢી નાખ્યું.
પોતાના મિથ્યાભિમાનનો સરળતાપૂર્વક ત્યાગ કરી બાળક પાસેથી પણ શીખવાની તૈયારી હોય ત્યારે મહાપુરુષનું વ્યક્તિત્વ આપણા જીવનમાં ખીલી ઊઠે છે, તે આવા નાના પ્રસંગમાંથી આપણને શીખવા મળે છે.
[૨] લગભગ સને ૧૯00ની સાલની વાત છે. એક સામાન્ય બ્રાહ્મણ બાળકને વર્તમાન સદીના એક મહાન સંત બનાવવામાં જેમનો અપૂર્વ ફાળો હતો તે પ્રેમમૂર્તિ ચિરૌજીભાઈ (પૂજ્ય વણજીની ધર્મમાતા)ના જીવનના આ બનાવની નોંધ સ્વયં તે સંતે પોતે જ નીચે પ્રમાણે કરી છે : “માતાજીની શરીરઅવસ્થા લગભગ સાઠ વર્ષની થઈ હતી. કોઈક વાર તેમની સંભાળ લેવામાં રોકાવું પડતું ત્યારે મને થતું કે જો આ માતાજી ન હોત તો હું આત્મકલ્યાણના માર્ગમાં ઝડપથી આગળ વધી શકત. એક દિવસ તો મેં ખરેખર મોટેથી કહ્યું : “કોઈ કોઈનું નથી, બધાં સ્વાર્થનાં જ સગાં છે. મારા જીવનના આટલા દિવસો મેં નકામા ખોયા.” For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International