________________
૨૨૨
સાધક-સાથી
અધ્યાપકો પ્રત્યે શિષ્ટાચારનું વર્તન પ્રાયઃ દેખાતું નથી. કૉલેજની બહાર મુખ્ય રસ્તાઓ ઉપર ચાલુ પિરિયડે આખો વાહનવ્યવહાર રોકાય તેવી રીતે ઊભા રહેવું અને તેમાં મોટાઈ માનવી એ અશિસ્ત મોટા પાયા ઉપર દેખાય છે. સારાં સારાં કપડાં પહેરવાં, ચા-પાણી-સિગારેટ અને એકસોવીસનું પાન ખાવામાં સમય વિતાવવો અને સિનેમા-નાટકની જ વાતો કરવી એ જાણે સામાન્ય થઈ ગયું છે. ઇતર-વાચનની પ્રવૃત્તિ, રમત-ગમતની પ્રવૃત્તિ, સામૂહિક શ્રમની પ્રવૃત્તિ, ઘરમાં તથા બહાર મોટેરાઓ પ્રત્યે યોગ્ય આદર-સત્કારની પ્રવૃત્તિ કે કોઈ એક ઊંચા પ્રકારના જીવન પ્રત્યે આદર્શ સ્થાપી તેને અનુરૂપ પ્રવૃત્તિ આજે જવલ્લે જ જોવામાં આવે છે.
(૪) આપણા ઘરમાં નવા સોફાસેટ, રેડિયો, ટેલિવિઝન રેફ્રિજરેટર કે અન્ય મોજશોખની વસ્તુઓ વસાવવામાં જેટલો રસ લઈએ છીએ તેનાથી વીસમા ભાગનો રસ પણ આપણે ભૂખ્યા-તરસ્યાને અન્ન-પાણી આપવામાં, શિષ્ટ અને સંસ્કારી સાહિત્ય વસાવવામાં, વિદ્વાન કે સંતોનો પરિચય કરવામાં, નિયમિતપણે પ્રાર્થના કે જ્ઞાનગોષ્ઠી કરવામાં કે સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરવામાં દેખાડતા નથી. આમ છતાં લોકોમાં ‘આધ્યાત્મિક' કહેવરાવવાની ફૅશન હોવાથી તેવી ફૅશનમાં રહેવા માટે કાંઈક આધ્યાત્મિક ગણાતાં પુસ્તકો મોટરમાં કે ટેબલ ઉપર રાખીએ છીએ. આ દેખાવ માટે છે કે જીવનસુધારણા માટે છે તેનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ.
(૫) એમ.જી. સાયન્સ કૉલેજના એક વિદ્યાર્થી ધીરેન શાહની તબિયત હિંમતનગર પાસેના એક નાનાસરખા ગામમાં એકાએક એવી કથળે છે કે એને તાત્કાલિક અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ડૉક્ટરો નિદાન કરીને કહે છે કે ધીરેનને કમળામાંથી કમળી થઈ ગઈ છે અને એનો જીવનદીપ ઓલવાતો બચાવવા માટે એને તાત્કાલિક રક્તદાનની જરૂર છે.
એમ.જી. સાયન્સ કૉલેજની હોસ્ટેલમાં આ વાત પહોંચે છે અને આખી હૉસ્ટેલના વિદ્યાર્થીઓ પોતાનું લોહી આપવા માટે સિવિલ હોસ્પિટલ બ્લડ-બેંકમાં કતાર લગાવે છે. દર્દીને બી. આર. એચ. પૉઝિટિવ રક્તની જરૂર હોય છે. આવા રક્તની બધી મળીને સોળ જેટલી બોટલો ચડાવવામાં આવે છે અને નવા દિવસનું પ્રભાત ધીરેનને માટે નવજીવનનો સંદેશ લાવે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International