________________
૫૦
સાધક-સાથી
પોતાની દુષ્ટતા છોડીને સંપ અને મૈત્રીને ધારણ કરી લે છે. આમ બને છે તો પછી જે જિજ્ઞાસુ સાધકો આત્મકલ્યાણ કરવાની વિશુધ્ધ વિશદ્ધ ભાવનાથી પ્રેરાઈને તેમના સાન્નિધ્યને સેવે તેમનું કલ્યાણ થાય તેમાં શી નવાઈ ? અહો ! ધન્ય તેમનું જીવન અને ધન્ય તેમની સમતા !
શું આવા પુરુષોની ચરણરજ આપણને સર્વને મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય નથી ?
સમતાનો મહિમા (૧) હે આત્મા ! કામ અને ભોગોથી વિરક્ત થવાથી અને શરીર પરની મમતાને છોડવાથી સમતાની સિદ્ધિ થાય છે માટે તેમાં પ્રયત્નશીલ થા !
(૨) સમતાભાવને ધારણ કરવાથી આશાઓનો નાશ થાય છે. અવિદ્યાનો વિલય થાય છે, અને મનરૂપી મર્કટ (વાંદર) પણ વશ થઈ જાય છે માટે સમતાને ભજ.
(૩) અવિચળ સુખની પ્રાપ્તિ, અવિનાશી પદનો લાભ અને સર્વ કર્મબંધનનો ઉચ્છેદ – આ સર્વ એક સમભાવનું આલંબન લેવાથી પ્રાપ્ત થાય
(૪) જે સમતામાં સ્થિત છે તેવા મુનિને આ જગત ઉન્મત્ત જેવું, દિશામૂઢ જેવું, વિભ્રાંતિ પામેલું અથવા સૂઈ ગયું હોય તેવું લાગે છે.
(૫) મોહ અને ક્ષોભરહિત આત્મદશા છે તે જ પરમાર્થચારિત્ર છે, તે જ સમતા છે અને તે સમતાથી જ નિવણની પ્રાપ્તિ થાય છે માટે ઉત્તમ પુરષો પરમ ધર્મામૃતસ્વરૂપ એવી આ સમતાની ઉપાસના કરે છે.
સમતાની સાધનાનાં જીવંત દૃષ્ટાંતો
[૧] લોકમાન્ય શ્રી બાળ ગંગાધર ટિળક ગઈ સદીના આપણા દેશના એક મહાન પુરુષ થઈ ગયા. સ્વદેશભક્તિ ઉપરાંત સાદાઈ, સરળતા, ધાર્મિક વૃત્તિ અને શાસ્ત્રાભ્યાસ આદિ અનેક ગુણોથી તેઓનું જીવન સૌરભમય બન્યું હતું.
એક વાર તેઓ પોતાની ઑફિસમાં કોઈ અગત્યના પ્રશ્નનું સમાધાન કરવામાં લાગ્યા હતા. પ્રશ્ન જટિલ હોવાથી તેનું સહજમાં નિરાકરણ થાય તેમ નહોતું. ખૂબ એકાગ્રતાની જરૂર હતી. આ બાજુ તેમના મોટા પુત્રની તબિયત નરમ હતી તેથી પટાવાળાએ આવીને તેમને કહ્યું કે પુત્ર વધારે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International