________________
સમતાની સાધના
૪૯
મનાતા કિલ્લા ઉપર આક્રમણ કરે છે ત્યારે પહેલે જ ધડાકે દુશ્મનોની સેનામાં ભંગાણ પડી જાય છે. એક વાર દુશમનના સૈનિકો નાસભાગ કરવા માંડે એટલે તેમનો સરસેનાપતિ – મોહ પણ મૂંઝાઈ જાય છે. થોડા જ વખતમાં તેને આ સુભટની શરણાગતિ સ્વીકારવી પડે છે અને પોતે પચાવી પાડેલી સમતારૂપી નગરી આ મહાસુભટને પાછી સોંપી દઈને (ભાડાની જગ્યા ખાલી કરે તેની માફક) કાયમ માટે ચાલ્યા જવું પડે છે.
આમ પોતાની સમતારૂપી મૂળ નગરીને પ્રાપ્ત કરવા દરેક સાધકને પુરુષાર્થ કરવો પડે છે. તે સમતાનાં અનેક નામ છેઃ સામ્ય, સ્વાથ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ, નિર્વિકલ્પદશા, અનુભવદશા, સ્વાનુભૂતિ, સ્વસંવેદન, શુદ્ધોપયોગ વગેરે. સમદૃષ્ટિ પુરુષનું સ્વરૂપ
સમતાને પ્રાપ્ત થયેલા પુરુષનાં નેણ અને વેણ બદલાઈ જાય છે. સર્વત્ર, સર્વ સમયે તેના જીવનના દરેક કાર્યમાં દિવ્યતાનાં દર્શન થાય છે. તેના અંતરમાં જગતના સર્વ જીવો પ્રત્યે પોતાના આત્મા જેવો જ જે ભાવ વસે છે તે તેના જીવનવ્યવહારમાં પણ પ્રગટપણે પ્રતિબિંબિત થાય છે. તેણે આત્માને જ સર્વોત્તમ વસ્તુ જાણી હોવાથી દુનિયાની કોઈ પણ વસ્તુ પ્રત્યે તેને અંતરથી આકર્ષણ થતું નથી. કોઈ ફૂલોનો હાર પહેરાવે કે પગરખાંનો હાર પહેરાવે, બહુમાન કરે કે હડધૂત કરે, સુવર્ણ ભેટ આપે કે માટીની તુચ્છ હાંડલી આપે, ચંદનનો લેપ કરે કે છાણના લપેડા કરે – આ બધાથી તે રાજી થતો નથી કે નારાજ પણ થતો નથી. જો કે મહેલ અને સ્મશાન તથા વન અને ઘર તેને સરખાં છે, તો પણ જ્યાં અસંગભાવ સહેલાઈથી બન્યો રહે તેવી એકાંત. ભૂમિકામાં તે ઘણુંખરું વાસ કરે છે. પોતાના જ્ઞાનાનંદસ્વરૂપનું સાન્નિધ્ય જેને કાયમ રહે છે અને તે અભુત સ્વરૂપનો અનુભવ જેને ઘણી વાર થાય છે તેવા તે મહાજ્ઞાનીનું માહાભ્ય વર્ણવવાને કોઈ સમર્થ નથી. જો કે તે જ પુરષ આ જગતમાં તરણતારણ, અધમ-ઉદ્ધારણ, અશરણ-શરણ આદિ અનેક નામોથી સંબોધાય છે તો પણ તેનું સાચું સ્વરૂપ વચનથી અને મનથી અગોચર છે.
આવા સમતાધારી. આત્મારામી મૂર્તિમાન મોક્ષસ્વરૂપ અવધૂત પુરષો જ્યાં જાય તે ભૂમિ તપોભૂમિ થઈ જવાથી તીર્થરૂપે વિકાસ પામે છે. તેઓ જ્યાં હોય તેની આજુબાજુ શાંતિ, સમતા, મૈત્રી અને પવિત્રતાનું એવું તો કોઈ
જાદુભર્યું વાતાવરણ બની જાય છે કે દુષ્ટ પુરુષો કે ઘાતકી પશુઓ પણ જાણે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org