________________
સમતાની સાધના
૫૧
બીમાર થઈ ગયો છે તેથી તેમને ઘેર જવાનું છે. ટિળકજીનું ધ્યાન તો કામમાં
જ હતું.
થોડી વાર પછી તેમના એક સહયોગીએ જાતે આવીને તેમને કહ્યું : ટિળકજી, છોકરો વધારે બીમાર છે. તેને ક્યારે શું થઈ જાય તે કહી શકાય નહિ. માટે જલદીથી ઘેર જવું જરૂરી છે.’ ટિળકજી કહે : ભાઈ ! હું સવારે જ ડૉક્ટરને બધી હકીકત સમજાવી આવ્યો છું અને તેઓ જ આ કાર્ય તો કરવાના છે તો પછી મારી એમાં શું જરૂર છે ” આ ઉત્તર સાંભળી તેમના પેલા સહયોગી ચાલતા થયા.
પોતાનું ઑફિસનું કામ પૂરું કરીને ટિળકજી ઘેર આવ્યા ત્યારે પુત્રનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જાણે કે કાંઈ બન્યું જ ન હોય તેમ તેઓ સીધા જ કપડાં બદલીને સ્મશાન જવાની તૈયારીમાં લાગી ગયા.
સૌથી મોટા પુત્રના વિયોગમાં શોકાતુર ન થઈ જવું તે કાંઈ નાનીસૂની વાત નથી. સમતાની સાધનાના અભ્યાસી આવા કોઈ વિરલ પુરુષ જ તેવો મહાન સમભાવ રાખી શકે.
૨] ઓરિસા પ્રાંતનો પ્રદેશ. આજથી લગભગ સો વર્ષ પૂર્વે કટક અને તેની આજુબાજુનાં ડાકુ રામખાનના નામની ધાક. ધાક તે કેવી ? કોઈ ભૂલથી પણ તેનું નામ ન લેતું અને તેનું નામ સાંભળતાં જ લોકો થરથર કાંપતા. સમસ્ત જનતા ઈચ્છતી કે જો કોઈ પ્રકારે પ્રજાનો આ મહાન ડાકુથી છુટકારો થાય તો સારું.
મહાત્મા હરનાથ તે પ્રદેશના મહાન સંત હતા. તેઓએ કહ્યું : ‘ભાઈઓ ! કોઈ પાપી બૂરો નથી, માત્ર પાપ જ બૂરું છે.” આમ, લોકોને સમજાવી તેઓ તે વનને રસ્તે ચાલી નીકળ્યા – જે વનમાં તે મહા ભયંકર ડાકુ રહેતો હતો.
- પરમ શાંત મુદ્રા, નિઃસ્પૃહ અને નીડર નજર તથા બ્રહ્મચર્યનું તેજ. મહાત્મા તો ચાલી નીકળ્યા તે જંગલ તરફ જ્યાં તે ડાકુ રહેતો હતો. થોડી વારમાં જ રામખાનની દૃષ્ટિ આ મહાત્મા પર પડી અને તેવી જ જાણે કે તે પલટાઈ ગઈ. મનુષ્યમાત્રને જીવતા જ રહેંસી નાખનાર આ અત્યંત ક્રૂર પુરુષના ભાવોનો પલટો થતાં તે બોલ્યો : “પરમકૃપાળુ સંત ! મેં બહુ પાપ કર્યો
છે, પણ હવે મારા ઉદ્ધારનો સમય પણ આવી ગયો છે તેથી જ મને આપ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org